31,409
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૮<br>સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન}} {{Poem2Open}} <nowiki>:</nowiki> ૧ : સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સાહિત્યમાં, સર્જનના ક્ષેત્રમાં તેમ વિવેચનમાં એમ બંનેય ક્ષેત્રમાં મોટો વળાંક આવ્યો છે,...") |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
૩ : ૧ : સાહિત્ય-અધ્યયન અને વિવેચનના જૂના નવા અભિગમો અને તેના પરિણામસ્વરૂપે નિપજી આવેલાં લખાણો આજે આપણી સામે એક વિશાળ પણ જટિલ ચિત્રફલક બને છે. સાહિત્યકળાના પરસ્પર ભિન્ન બલકે વિરોધી સિદ્ધાંતો, વાદો કે વિચારોની પ્રગટ કે પ્રચ્છન્ન પ્રેરણા એમાં કામ કરી રહી છે. સિદ્ધાંતચર્ચામાં એથી ભારે જટિલતા ઊભી થવા પામી છે. તે સાથે આસ્વાદ મૂલ્યાંકનની પ્રવૃત્તિમાંયે તીવ્ર રુચિભેદો ઊપસી આવ્યા છે. આપણા સંનિષ્ઠ અભ્યાસી સામે આ આખીય વિવેચનપ્રવૃત્તિ કઠોર સમીક્ષા માગતી ઊભી છે. | ૩ : ૧ : સાહિત્ય-અધ્યયન અને વિવેચનના જૂના નવા અભિગમો અને તેના પરિણામસ્વરૂપે નિપજી આવેલાં લખાણો આજે આપણી સામે એક વિશાળ પણ જટિલ ચિત્રફલક બને છે. સાહિત્યકળાના પરસ્પર ભિન્ન બલકે વિરોધી સિદ્ધાંતો, વાદો કે વિચારોની પ્રગટ કે પ્રચ્છન્ન પ્રેરણા એમાં કામ કરી રહી છે. સિદ્ધાંતચર્ચામાં એથી ભારે જટિલતા ઊભી થવા પામી છે. તે સાથે આસ્વાદ મૂલ્યાંકનની પ્રવૃત્તિમાંયે તીવ્ર રુચિભેદો ઊપસી આવ્યા છે. આપણા સંનિષ્ઠ અભ્યાસી સામે આ આખીય વિવેચનપ્રવૃત્તિ કઠોર સમીક્ષા માગતી ઊભી છે. | ||
૩ : ૨ : આપણા સિદ્ધાંતચર્ચાના ક્ષેત્રમાં નવાં વિચારવલણોની પ્રતિષ્ઠા કરવામાં નવી પેઢીના અગ્રણી સાહિત્યકાર સુરેશ જોષીએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમની સાહિત્યચર્ચા એક રીતે પ્રાણવાન આંદોલનના રૂપમાં આવી છે. તેમની સાથોસાથ ડૉ. હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર, નિરંજન, ઉશનસ્, જયંત પાઠક, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, સિતાંશુ યશશ્ચન્દ્ર, શિરીષ પંચાલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ ઉપરાંત બીજા અનેક તરુણ અભ્યાસીઓએ આ ક્ષેત્રમાં આગવી સૂઝસમજથી કામ કર્યું. છે. એ સર્વ વિદ્વાનોની સાહિત્યચર્ચા, જોકે, બારીક તાત્ત્વિક તપાસ માગે છે. તેમની સાહિત્યચર્ચા પાછળનાં ગૃહીતો કયાં, તેમાં વિચારસંગતિ કેટલી, અને તેમની ખરેખર પ્રાપ્તિ કેટલી – એ વિશે ઊંડી તપાસ કરવાની રહે છે. | ૩ : ૨ : આપણા સિદ્ધાંતચર્ચાના ક્ષેત્રમાં નવાં વિચારવલણોની પ્રતિષ્ઠા કરવામાં નવી પેઢીના અગ્રણી સાહિત્યકાર સુરેશ જોષીએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમની સાહિત્યચર્ચા એક રીતે પ્રાણવાન આંદોલનના રૂપમાં આવી છે. તેમની સાથોસાથ ડૉ. હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર, નિરંજન, ઉશનસ્, જયંત પાઠક, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, સિતાંશુ યશશ્ચન્દ્ર, શિરીષ પંચાલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ ઉપરાંત બીજા અનેક તરુણ અભ્યાસીઓએ આ ક્ષેત્રમાં આગવી સૂઝસમજથી કામ કર્યું. છે. એ સર્વ વિદ્વાનોની સાહિત્યચર્ચા, જોકે, બારીક તાત્ત્વિક તપાસ માગે છે. તેમની સાહિત્યચર્ચા પાછળનાં ગૃહીતો કયાં, તેમાં વિચારસંગતિ કેટલી, અને તેમની ખરેખર પ્રાપ્તિ કેટલી – એ વિશે ઊંડી તપાસ કરવાની રહે છે. | ||
: ૪ : આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં કાવ્યચર્ચાઓ ઘણું મહત્ત્વનું સ્થાન લે છે. આમ જુઓ તો, આપણી અર્વાચીન કવિતામાં ઊર્મિકાવ્ય કે લઘુકાવ્ય જ વ્યાપકપણે ખેડાતો રહેલો પ્રકાર છે. અને આપણા અર્વાચીન કાવ્યવિચારની ભૂમિકામાં વધુ તો ઊર્મિકાવ્ય જ રહ્યું છે. અને પરંપરામાં ટૂંકી વાર્તા, નવલકથા કે નાટક વિશે જે કંઈ સિદ્ધાંતચર્ચા થઈ તે અલગ ભૂમિકાએથી થઈ. પણ સ્વાતંત્ર્યોત્તર ગાળાની આપણી સિદ્ધાંતચર્ચાઓ એક બાજુ જે આપણા સર્જનાત્મક સાહિત્યને સીધી યા આડકતરી રીતે પ્રભાવિત કરતી રહી; તો, બીજી બાજુ અવનવી રીતિના નવીન સાહિત્યે આપણા વિવેચનમાં કેટલાક નવા મુદ્દાઓ ઊભા કરી આપ્યા. પણ આજે આપણે સ્વાતંત્ર્યોત્તર વિવેચનનો સમગ્રલક્ષી વિચાર કરવા જઈએ, ત્યારે એવી એક લાગણી રહી જાય છે કે આપણા આધુનિકતાવાદી સાહિત્યને અનુલક્ષીને ચર્ચવા ઘટે એવા અનેક પાયાના પ્રશ્નો હજી ઢંકાયેલા રહ્યા છે. જેમ કે, કવિતાના ‘અર્થ’નો પ્રશ્ન. ‘શુદ્ધ કવિતા’ કોઈ ‘અર્થ’નું વહન કરતી નથી, એ ખ્યાલ આપણે ત્યાં પ્રચારમાં આવ્યો; પણ કવિનો અનુભવ ખરેખર કોઈ ‘અર્થહીન’ વસ્તુ છે? અને એનું કોઈ મૂલ્ય જ નથી? અને, કવિતા કેવળ કવિચિત્તમાં સ્વયંભૂપણે આકાર લે છે? કવિનું ચિત્ત કોઈ રીતે એમાં mediate કરે છે કે નહિ? અને પ્રતીકાત્મક રીતિની કવિતા કેવી રીતે વાસ્તવબોધ કરાવે છે? વગેરે, આ સંદર્ભમાં વળી એમ નોંધવાનું રહે છે કે, ટૂંકી વાર્તા, લઘુ નવલ, અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોને લગતા બીજા અનેક પ્રશ્નો ઊભા થઈ શકે એમ છે? દા. ત., ‘ઘટનાના હ્રાસ’ નિમિત્તે કથાસાહિત્યમાં ઘટના કાર્ય અને વસ્તુસંયોજનના પ્રશ્નોની મૂળભૂત ફેરતપાસ કરવાની બાકી રહે છે; અથવા, નવીન કથાસાહિત્યમાં માનવની પ્રતિમા કેવી ઊભી થાય છે, અને એ માનવપ્રતિમાની શ્રદ્ધેયતા, પ્રમાણભૂતતા, અને સચ્ચાઈના મુદ્દાય ધરમૂળથી ચર્ચા માગે છે. | <nowiki>:</nowiki> ૪ : આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં કાવ્યચર્ચાઓ ઘણું મહત્ત્વનું સ્થાન લે છે. આમ જુઓ તો, આપણી અર્વાચીન કવિતામાં ઊર્મિકાવ્ય કે લઘુકાવ્ય જ વ્યાપકપણે ખેડાતો રહેલો પ્રકાર છે. અને આપણા અર્વાચીન કાવ્યવિચારની ભૂમિકામાં વધુ તો ઊર્મિકાવ્ય જ રહ્યું છે. અને પરંપરામાં ટૂંકી વાર્તા, નવલકથા કે નાટક વિશે જે કંઈ સિદ્ધાંતચર્ચા થઈ તે અલગ ભૂમિકાએથી થઈ. પણ સ્વાતંત્ર્યોત્તર ગાળાની આપણી સિદ્ધાંતચર્ચાઓ એક બાજુ જે આપણા સર્જનાત્મક સાહિત્યને સીધી યા આડકતરી રીતે પ્રભાવિત કરતી રહી; તો, બીજી બાજુ અવનવી રીતિના નવીન સાહિત્યે આપણા વિવેચનમાં કેટલાક નવા મુદ્દાઓ ઊભા કરી આપ્યા. પણ આજે આપણે સ્વાતંત્ર્યોત્તર વિવેચનનો સમગ્રલક્ષી વિચાર કરવા જઈએ, ત્યારે એવી એક લાગણી રહી જાય છે કે આપણા આધુનિકતાવાદી સાહિત્યને અનુલક્ષીને ચર્ચવા ઘટે એવા અનેક પાયાના પ્રશ્નો હજી ઢંકાયેલા રહ્યા છે. જેમ કે, કવિતાના ‘અર્થ’નો પ્રશ્ન. ‘શુદ્ધ કવિતા’ કોઈ ‘અર્થ’નું વહન કરતી નથી, એ ખ્યાલ આપણે ત્યાં પ્રચારમાં આવ્યો; પણ કવિનો અનુભવ ખરેખર કોઈ ‘અર્થહીન’ વસ્તુ છે? અને એનું કોઈ મૂલ્ય જ નથી? અને, કવિતા કેવળ કવિચિત્તમાં સ્વયંભૂપણે આકાર લે છે? કવિનું ચિત્ત કોઈ રીતે એમાં mediate કરે છે કે નહિ? અને પ્રતીકાત્મક રીતિની કવિતા કેવી રીતે વાસ્તવબોધ કરાવે છે? વગેરે, આ સંદર્ભમાં વળી એમ નોંધવાનું રહે છે કે, ટૂંકી વાર્તા, લઘુ નવલ, અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોને લગતા બીજા અનેક પ્રશ્નો ઊભા થઈ શકે એમ છે? દા. ત., ‘ઘટનાના હ્રાસ’ નિમિત્તે કથાસાહિત્યમાં ઘટના કાર્ય અને વસ્તુસંયોજનના પ્રશ્નોની મૂળભૂત ફેરતપાસ કરવાની બાકી રહે છે; અથવા, નવીન કથાસાહિત્યમાં માનવની પ્રતિમા કેવી ઊભી થાય છે, અને એ માનવપ્રતિમાની શ્રદ્ધેયતા, પ્રમાણભૂતતા, અને સચ્ચાઈના મુદ્દાય ધરમૂળથી ચર્ચા માગે છે. | ||
૪ : ૧ : આ ગાળામાં ‘શુદ્ધ કવિતા’નો ખ્યાલ જે રીતે આપણે ત્યાં પુરસ્કાર પામ્યો એ બાબત બીજી રીતેય ધ્યાનપાત્ર છે. કેમ કે, ‘શુદ્ધ કવિતા’એ જે કંઈ આદર્શ પોતાની સામે રાખ્યો, અને એ સિદ્ધ કરવા કવિકર્મ પર જે ભાર મુકાયો, તે માત્ર કાવ્યપ્રવૃત્તિ પૂરતી સીમિત બાબત નહોતી : ટૂંકી વાર્તા, લઘુ નવલ, નવલકથા, અને લલિત નિબંધ જેવાં સ્વરૂપો પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર રહી છે. કહો કે, ‘શુદ્ધ કવિતા’નું એસ્થેટિક્સ આ સ્વરૂપોનેય પ્રભાવિત કરતું રહ્યું છે. | ૪ : ૧ : આ ગાળામાં ‘શુદ્ધ કવિતા’નો ખ્યાલ જે રીતે આપણે ત્યાં પુરસ્કાર પામ્યો એ બાબત બીજી રીતેય ધ્યાનપાત્ર છે. કેમ કે, ‘શુદ્ધ કવિતા’એ જે કંઈ આદર્શ પોતાની સામે રાખ્યો, અને એ સિદ્ધ કરવા કવિકર્મ પર જે ભાર મુકાયો, તે માત્ર કાવ્યપ્રવૃત્તિ પૂરતી સીમિત બાબત નહોતી : ટૂંકી વાર્તા, લઘુ નવલ, નવલકથા, અને લલિત નિબંધ જેવાં સ્વરૂપો પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર રહી છે. કહો કે, ‘શુદ્ધ કવિતા’નું એસ્થેટિક્સ આ સ્વરૂપોનેય પ્રભાવિત કરતું રહ્યું છે. | ||
૪ : ૨ : આ ગાળામાં આપણા અનેક તરુણ કવિઓ અને વિવેચકોએ કાવ્યચર્ચા કરી તેમાં તેમણે ‘પ્રેરણા’ કરતાંય કવિકર્મ પર ઘણો મોટો ભાર મૂક્યો. એમાં કવિતાની નવી વિભાવનાનો સ્વીકાર હતો. એની પ્રેરણાના સ્રોતો તપાસવા જઈએ તો, એડગર એલન પો અને ફ્રેંચ પ્રતીકવાદી કવિઓ – ખાસ કરીને માલાર્મે અને વાલેરીની વિચારણા એમાં વધુ નિર્ણાયક બની જણાશે. જોકે બૉદલેર, રેમ્બો, રિલ્કે, લોર્કા જેવા બીજા અનેક યુરોપીય કવિઓની કાવ્યપ્રવૃત્તિ અને તેમની કાવ્યભાવના પણ એમાં પ્રભાવક બની છે. નોંધપાત્ર છે એ કે આપણી સ્વાતંત્ર્યોત્તર કાવ્યપ્રવૃત્તિ અને તેને ઘાટ આપતી કાવ્યવિભાવના, મુખ્યત્વે, યુરોપની આધુનિક કવિતાની આ રંગદર્શી ધારા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જોકે એડગર એલન પો, માલાર્મે, રેમ્બો કે બૉદલેરની કાવ્યભાવના પાછળ કામ કરતી તેમની આગવી આગવી દાર્શનિક દૃષ્ટિ તરફ આપણા કવિઓનું ઝાઝું ધ્યાન ગયું જણાતું નથી. અહીં એક વાત એ પણ ધ્યાનાર્હ બને છે કે આધુનિક સમયના જ એલિયટ, પાઉન્ડ, ઑડેન, રોબર્ટ ફ્રોસ્ટ, અને વોલૅસ સ્ટીવન્સન જેવા કવિઓની કાવ્યપ્રવૃત્તિ કે તેમની કાવ્યચર્ચા આપણે ત્યાં એટલી પરિણામકારી નીવડી નથી. આ આખીય સર્જનાત્મક-વિવેચનાત્મક પરિસ્થિતિને આકાર આપવામાં પાશ્ચાત્ય સાહિત્યનાં કયાં વિચારવલણો આપણે ત્યાં ભાગ ભજવતાં રહ્યાં છે અને કયાં નહિ, અને તેનાં કોઈ ચોક્કસ કારણો સંભવે છે કે કેમ, એ બાબત તુલનાત્મક અધ્યયન-સંશોધનની રાહ જુએ છે. | ૪ : ૨ : આ ગાળામાં આપણા અનેક તરુણ કવિઓ અને વિવેચકોએ કાવ્યચર્ચા કરી તેમાં તેમણે ‘પ્રેરણા’ કરતાંય કવિકર્મ પર ઘણો મોટો ભાર મૂક્યો. એમાં કવિતાની નવી વિભાવનાનો સ્વીકાર હતો. એની પ્રેરણાના સ્રોતો તપાસવા જઈએ તો, એડગર એલન પો અને ફ્રેંચ પ્રતીકવાદી કવિઓ – ખાસ કરીને માલાર્મે અને વાલેરીની વિચારણા એમાં વધુ નિર્ણાયક બની જણાશે. જોકે બૉદલેર, રેમ્બો, રિલ્કે, લોર્કા જેવા બીજા અનેક યુરોપીય કવિઓની કાવ્યપ્રવૃત્તિ અને તેમની કાવ્યભાવના પણ એમાં પ્રભાવક બની છે. નોંધપાત્ર છે એ કે આપણી સ્વાતંત્ર્યોત્તર કાવ્યપ્રવૃત્તિ અને તેને ઘાટ આપતી કાવ્યવિભાવના, મુખ્યત્વે, યુરોપની આધુનિક કવિતાની આ રંગદર્શી ધારા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જોકે એડગર એલન પો, માલાર્મે, રેમ્બો કે બૉદલેરની કાવ્યભાવના પાછળ કામ કરતી તેમની આગવી આગવી દાર્શનિક દૃષ્ટિ તરફ આપણા કવિઓનું ઝાઝું ધ્યાન ગયું જણાતું નથી. અહીં એક વાત એ પણ ધ્યાનાર્હ બને છે કે આધુનિક સમયના જ એલિયટ, પાઉન્ડ, ઑડેન, રોબર્ટ ફ્રોસ્ટ, અને વોલૅસ સ્ટીવન્સન જેવા કવિઓની કાવ્યપ્રવૃત્તિ કે તેમની કાવ્યચર્ચા આપણે ત્યાં એટલી પરિણામકારી નીવડી નથી. આ આખીય સર્જનાત્મક-વિવેચનાત્મક પરિસ્થિતિને આકાર આપવામાં પાશ્ચાત્ય સાહિત્યનાં કયાં વિચારવલણો આપણે ત્યાં ભાગ ભજવતાં રહ્યાં છે અને કયાં નહિ, અને તેનાં કોઈ ચોક્કસ કારણો સંભવે છે કે કેમ, એ બાબત તુલનાત્મક અધ્યયન-સંશોધનની રાહ જુએ છે. | ||