ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જિજ્ઞા પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 14: Line 14:
‘છવ્વીસ મૂલ’ પણ દાડિયું કરી અભ્યાસ માટે પૈસા ભેગા કરતી નબાપી કેસરની કથા છે, મા ના પાડે છે કે દીકરીને દાડિયું, મજૂરી નથી કરાવવી પણ દીકરી કૉલેજકાળના અભ્યાસમાં વધુ શિક્ષણ માટે મજૂરીએ જોડાય છે, કથક છે દિવલી, કેસરની સખી, જે ભણતી નથી પણ મજૂરીએ જાય છે. એને મજૂરીના બધા અનુભવ છે પણ કેસરને નથી તેથી તે એને શીખવે છે. ખ્યાલ રાખે છે પણ એક વાર તેની ગેરહાજરીમાં ખેતરનો ધણી કેસરની છેડતી કરે છે અને મજૂર સ્ત્રીઓ, કેસરની મા સુદ્ધાં આ ટોળીનો એક ભાગ છે એને બીજી સ્ત્રીઓ સલાહ આપે છે કે લોકો કેસર ઉપર જ આળ નાખશે અને મા અને પુત્રી કેસર અત્યાચાર ભૂલી, પોતાની પ્રથમ કમાણી, છવ્વીસ દિવસનાં મૂલ લઈ એ મજૂરીએથી છૂટાં થાય છે.  

છઠ્ઠી વાર્તા છે ‘સેઢો’. ગીર પંથકની વાર્તા છે. જ્યાં શેઢો નહીં પણ સેઢો બોલાય છે. એક સેઢાની તકરારમાં એક આખું કુટુંબ વિખેરાય જાય છે, નાનકડાં બાળકો, પત્ની ઘરના મોભીને ગુમાવી બેસે છે ત્યારે પુત્રવધૂની દૃષ્ટિએ સાસુ, સસરા, પતિનો એ કારમો ભૂતકાળ સ્મરણ સ્વરૂપે સામે આવે છે. કારમી મહેનતથી બનાવેલો શેઢો, શેઢા માટે ઊભી થયેલી મિત્ર માની સાચવેલા પાડોશી ખેડુ સાથેની તકરાર, અને મિત્રથી વધુ ગણી જેમને સાચવ્યા એમના દ્વારા જ હત્યા, અને એ કારમું જીવન; આખી કથા અનુક્રમે સાસુ, પતિ અને પોતાની માતા દ્વારા પુત્રવધૂ સાંભળે છે. ત્યારે તેની સાસુના જીવન સાથે તેનું ઉદ્દાત ચરિત્ર વધુ ઘેરું બનીને ઊપસી આવે છે. અને પાછા વળતાં બસમાં જ્યારે એ હત્યારો સામે મળે છે ત્યારે પુત્રવધૂ તેને એક થપાટ મારી પોતાનો એ ઘરની પુત્રવધૂ હોવાનો પરિચય આપે છે.  

સાતમી વાર્તા છે ‘છોગું’. છોગું એ અહીં પ્રતીકાત્મક રીતે પતિપત્નીના સંબંધનું પ્રતીક બની રહે છે જેમાં જોઈએ તો, કથક છે બઘી, કાપડાની કસનું છોગું તૂટી જાય છે અને સિલાઈ માટે ચેતના પાસે જાય છે. ચેતના અને એનો પતિ બન્ને દરજીકામ કરે છે. છોગાની સિલાઈમાં થોડીવાર બેસવું પડે એમ હોવાથી બઘી ચેતનાના ઘરે રાહ જોતી બેસે છે ત્યાં ચેતનાનો પતિ આવે છે અને ચેતનાને જેમ ફાવે તેમ બોલે છે. ચેતના સામે વળતો જવાબ આપે છે. ડરતી નથી તે જોઈ બઘી અચરજ પામે છે. ચેતનાની જગ્યાએ પોતાને જોતી બઘી પોતાના પતિ દ્વારા પોતાની સાથે થતા અત્યાચાર યાદ કરે છે અને એને પોતાનો સંબંધ, દામ્પત્ય જીવન છોગા સમાન લાગવા માંડે છે કે જે એણે પોતે જ સાંધવાનું છે. એક ઘટના ઘટે છે, બઘીની ભેંસ વાડામાંથી ભાગી જાય છે, પતિને જાણ કરતાં પતિ પત્ની ઉપર હાથ ઉપાડે છે ત્યારે સહન ન કરતાં પત્ની બઘી પતિ ઉપર હાથ ઉપાડે છે અને સામો જવાબ આપે છે કે સારું થયું એક તો ગઈ. અહીં પણ એક સ્ત્રીનું ક્રાંતિકારી વલણ અભિવ્યક્ત થયું છે.

આઠમી વાર્તા છે કેન્સર. આ કેન્સર એ માત્ર ઘરના મોભીને થતું કેન્સર જ નથી પરંતુ એક પરિવારને, પરિવારના માહોલને સ્પર્શી ગયેલું કેન્સર છે જેનાથી એક પરિવાર વિભક્ત બને છે. પુરુષસત્તાનો પ્રભાવ કઈ રીતે સ્ત્રી- જીવનને બાનમાં રાખે છે, પતિની ચાકરીમાં અડધી થઈ ગયેલી પત્નીની અવસ્થા અહીં આલેખાઈ છે. જેને કોરી ખાય છે પુરુષસત્તા ભર્યા વલણનું, પતિના સ્વભાવનું કેન્સર.

નવમી વાર્તાનું શીર્ષક છે ‘સમાધાન’. અહીં પણ નારીજીવન સાથે થતા અત્યાચાર અને અપનાવાતા સમાધાનના સૂરની વાર્તા છે. જેમાં બે સ્ત્રીઓના મધુર સંબંધને દર્શાવ્યો છે. પડોશમાં રહેતી જયુ આંટીને ઘરે નિયમિત આવતી, થોડા દિવસ આંટીને એટલે કે કથકને બહાર જવાનું હોવાથી એ આંટીના પતિ માટે રસોઈ પણ મૂકી જતી, એક દિવસ એ આંટીના રસોડામાં રસોઈ કરતી હોય છે ને કથક એટલે કે આંટીનો પતિ તેની સાથે અડપલું – દુર્વ્યવહાર કરે છે. ફરિયાદ લઈ જયુનો પરિવાર ઘરે આવે છે, સમાધાન પેટે બે લાખ માગે છે, અપાય છે, એ લોકો ઘર મૂકી બીજે જતાં રહે છે પણ પત્ની ક્યાં જાય? પત્ની, કથકને ઘણું મન થાય છે કે પોતે પણ છોડીને જતી રહે, જાય પણ છે પણ અંતે સમાજના અગ્રણીઓ વડીલો સમાધાન કરાવે છે. ઘીના ઠામમાં ઘી પડી જાય છે. ઘણા સમય પછી બન્ને બજારમાં ભેગાં થઈ જાય છે, પણ ઘટી ગયેલી ઘટના એમની વચ્ચેની મધુરતાને નુકસાન પહોંચાડી શકી હોતી નથી, બન્ને પાણીપુરી ખાય છે, અને જયુ ગળામાં પહેરેલી સોનાની ચેન દેખાડી કહે છે કે આ સમાધાન પેટે મળેલી રકમમાંથી ઘરનાએ કરાવી આપી, તમને તો સમાધાનના પણ નહિ મળ્યા હોય ને?

Line 28: Line 28:
ગુજરાતી ભાષા-સાહિત્યભવન, <br>
ગુજરાતી ભાષા-સાહિત્યભવન, <br>
ભાવનગર}}
ભાવનગર}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu