ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુધીર દલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 15: Line 15:
બીજો વાર્તાસંગ્રહ – ‘રિટર્ન ટિકિટ’ (૨૦૦૨)માં ઇમેજ પ્રકાશન.

‘સુપ્રિયા’ – લઘુનવલ સ્વરૂપે ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થઈ હતી.</poem>  

{{Poem2Open}}

સુધીર દલાલે જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના ‘લલિતકલા દર્શન’ ૧ નામના ૧૮મા ગ્રંથમાં વિદેશી ફિલ્મોનો ઇતિહાસ આલેખવા સાથે ભારતીય સિનેમા વિશેના લેખો પણ લખ્યા છે.  

Line 20: Line 21:
સુધીર દલાલ ૧૯૭૦ના સમયના સક્ષમ વાર્તાકાર છે. ‘વ્હાઈટ હોર્સ’ વાર્તાસંગ્રહ અંતર્ગત વીસ વાર્તાઓ અને ૨૦૦૨માં પ્રકાશિત ‘રિટર્ન ટિકિટ’માં ત્રેવીસ વાર્તાઓ આપે છે. ‘વ્હાઈટ હોર્સ’ની પ્રથમ આવૃત્તિ શિવજી આશરે કરી છે. અને નવી આવૃત્તિ નવજીવન ટ્રસ્ટ, નવેમ્બર ૨૦૨૩માં કરે છે. જ્યારે બીજો વાર્તાસંગ્રહ ‘રિટર્ન ટિકિટ’ સુરેશ દલાલ (ઇમેજ પ્રકાશન) ૨૦૦૨માં કરે છે. એમણે લખેલી સૌ પ્રથમ વાર્તા રિટર્ન ટિકિટ જે બીજા વાર્તાસંગ્રહનું શીર્ષક છે.

એમની વાર્તાઓનો મુખ્ય સૂર સામાજિક અને પારિવારિક છે. એમની ફિલ્મી કળાનો શોખ, ફ્લેશબૅક, કોલાજ, ચમત્કૃત અંત, રચનારીતિના સંદર્ભે વાંચી શકાય છે. એમની વાર્તાઓ પરંપરા અને આધુનિક સંદર્ભનો સુમેળ કરે છે. કેટલીક વાર્તા પ્રયોગશીલ પણ બને છે. ‘સુપ્રિયા’ વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક કાંતિભાઈ રાઠોડ ટૂંકી ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા પરંતુ કમનસીબે ફિલ્મ નિર્માણ પહેલાં જ એમનું નિધન થાય છે.  

સુધીર દલાલના વડનાના એટલે કે માતાના દાદા રાવ બહાદુર હરગોવિંદ કાંટાવાલા જે બ્રિટિશ ભારતના સાહિત્ય સર્જક રહ્યા છે. તેઓ પ્રમુખપદ માટેની ૧૯૧૯ની ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં તેમણે મહાત્મા ગાંધીને પરાજિત કરી અને પરિષદના છઠ્ઠા અધિવેશનમાં તેઓ અધ્યક્ષ બન્યા હતા. એ રીતે સુધીર દલાલ સાહિત્યના વારસદાર છે. ઇંગ્લૅન્ડમાં કૉલેજનો અભ્યાસ અને અમેરિકા પ્રવાસને કારણે એમની કેટલીક વાર્તામાં વિદેશી પરિવેશની અસર જોવા મળે છે. એમની ભાષા શિષ્ટ અને શહેરી છે. એકથી બે વાર્તાઓમાં તળપદી શબ્દોના લહેકા મૂકી પરિવેશ જુદો રચવાનો પ્રયાસ છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચમધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખી વધારે વાર્તાઓ લખાઈ છે. દરિયાકાંઠાની આબોહવા, મિલો કારખાનાંઓ અને નગરીય બાગબગીચાઓનાં વર્ણનને સુંદર રીતે દૃશ્યસ્થ કરી શક્યા છે. એમનાં મોટા ભાગનાં પાત્રો અંત તરફ જતાં સુખની લાગણી કરાવે છે. એમનાં પાત્રો સહૃદયી અને ઋજુ છે. હૃદય પરિવર્તન થકી સારો સંદેશ આપનાર છે. દામ્પત્યજીવનની પ્રસન્નતા આલેખી જીવન માટેનો હકારાત્મક અભિગમ બતાવે છે. કુલ તેંતાલીસ વાર્તાઓ જે ૧૯૭૦ની આસપાસ લખાયેલી છે. એ સમયની શહેરી સંસ્કૃતિ અને મધ્યમવર્ગીય છબિ ઉપસાવવામાં લેખક સફળ રહ્યા છે.  

{{Poem2Close}}
[[File:GTVI Image 77 White Horse.png|200px|left]]  

‘આશાની ઢીંગલી’, ‘પછી’, ‘અનંત મુસાફરી’, ‘સુપ્રિયા’, ‘અપેક્ષા’, ‘વર્ષગાંઠની ભેટ’, ‘કાંકરિયાને બાંકડે’, ‘યાદ’, ‘હિલસ્ટેશન પર’, ‘અંધારપટ’, ‘સુધા’ જેવી વાર્તાઓ દામ્પત્યજીવનની આશા-નિરાશા, વિષાદ, અને પ્રસન્નતા વ્યક્ત કરતી વાર્તાઓ બની છે. ‘હડતાળ’ જેવી વાર્તાની અંદર કિશોર અવસ્થાનો પ્રેમ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ કેવી રીતે રસ્તો કાઢી લે છે એ દર્શાવે છે. ‘તમને સમજાય છે?’, ‘વ્હાઈટ હોર્સ’, ‘કબૂતરો, ‘૯૧૧/૧૭/૧૮૬૫/૩૩’, ‘અ લા હેમિંગ્વે’ જેવી વાર્તાઓ વિષયવૈવિધ્યની રીતે જુદી પડે છે. સંબંધોની આંટીઘૂંટી, ચાલાકી અને વફાદારીની ખરાઈ કરતી કેટલીક વાર્તાઓ ‘નહોર’, ‘પહેલી ટ્રીપ’, ‘રિટર્ન ટિકિટ’માં જોવા મળે છે. ‘આશાની ઢીંગલી’ વાર્તાનો સુંદર પરિવેશ એક ફિલ્મ માટે લખાયેલી વાર્તા જેવો બન્યો છે. જેમાં દરિયાકિનારો છે, કિનારે બંગલો છે અને સંતાન સુખથી વંચિત હોય એવું નિરાશ દંપતી હળવાશ માટે થોડા સમય માટે રહેવા આવ્યું છે. વાર્તાની શરૂઆત આવી છે...’ ઑગસ્ટ ૧૯૫૧માં દરિયાકિનારે એક બંગલો મેં ભાડે રાખ્યો. વળાંક વળતો દરિયાકિનારો અમારા લીલી કૉટેજ આગળ આવી અટકતો અને પછી પાછો અંદર વળાંક વળતો. લીલી કૉટેજ દરિયામાં થોડેક સુધી ઘૂસી જતી ભેખડ પર આવેલો હતો. એના વરંડામાં બેસી દરિયાનાં ઊછળતાં મોજાં, એનાં કેશવાળી શાં ફીણ, ચઢી આવતા વાદળાના પડછાયાની પાણી પર દોટ અને દૂર પડતા વરસાદથી બદલાતા પાણીની સપાટીના રંગો હું જોતો. ઉનાળાની વસ્તી ચાલી ગયા પછી દરિયાકાંઠાના તમામ બંગલાઓ ખાલી પડી જતા અને સસ્તામાં મળતા. વળી એ નિર્જનવાસ મને – મારી માનસિક સ્થિતિને – રુચતો આવતો.  

Line 40: Line 42:
આ બન્ને સંગ્રહોની અનેક ઉત્તમ વાર્તાઓમાં ‘વ્હાઈટ હોર્સ’, ‘ચાલ અંબાજી જવું છે’, ‘સુધા’, ’સુપ્રિયા’ અને ‘અ લા હેમિંગ્વે’ ને લઈ શકાય. વાર્તાસંગ્રહની શીર્ષકવાર્તા ‘વ્હાઈટ હોર્સ’ સંવાદપ્રધાન વાર્તા છે. દેશ અને વિદેશ વચ્ચે અટવાયેલી મનઃસ્થિતિની વાર્તા છે. પ્રથમ પુરુષમાં લખાયેલી આ વાર્તામાં ઇંગ્લૅન્ડના પબ, પબ્લિક બાર, જાહેર પીઠાં અને મેંચેસ્ટરમાં વખણાતા બીયરની વાતો મળે છે. વાર્તામાં વેસ્ટર્ન સંસ્કૃતિનો મિજાજ છે. વાતચીતમાં અંગ્રેજી ભાષાનું ચલણ અને સંવાદો છે. વાર્તામાં જૂનાં સંસ્મરણો છે, વતનનો ઝુરાપો છે. ભારતથી વિદેશમાં વસેલો મિત્ર છે. જે વ્હાઈટ હોર્સ પબમાં એક સમયે અનેક વાતો કરતો વિવાહ નક્કી થયેલ કન્યા ધર્મિષ્ઠાને નકારવાની અને વિદેશી પ્રેમિકા બેટ્‌સીને સ્વીકારવાની. એ જ મિત્ર જોડે નાયક અઢાર વર્ષ પછી મળે છે ત્યારે દેશની સંસ્કૃતિ, ખાણી-પીણી અને વતનનું સ્મરણ તાજું કરે છે એટલું જ નહીં, ધર્મિષ્ઠાને પણ યાદ કરવાનું ચૂકતો નથી. વતન અને વ્યક્તિનો ઝુરાપો વાર્તાને વાસ્તવની નજીક લાવી આપે છે. અંતની છેલ્લી લીટી ‘હું જાણતો હતો કે હવે એ વ્હાઈટ હૉર્સમાં જ જશે.’ વાર્તાને પૂર્ણ વાર્તા બનાવે છે. વાર્તામાં નાવિન્ય છે, પરંપરા અને આધુનિક સમયનું સમાંતરે ચિત્રણ છે.

[[File:GTVI Image 78 Return Ticket.png|200px|left]]  
[[File:GTVI Image 78 Return Ticket.png|200px|left]]  
{{Poem2Open}}
‘આગંતુક’ વાર્તાની કથનરીતિ જરા જુદી છે. એક વાર્તામાં ત્રણ ભાગ પડે છે અને વાર્તાનો કોલાજ બને છે. આરંભના દૃશ્યમાં નાયિકા છે અને એનો પુત્ર છે. પતિ બહાર ગયેલ છે. વરસાદ અને પૂરનું વાતાવરણ છે. વરસાદમાં પલળતો અજાણ્યો માણસ છે. પુત્રની સહાનુભૂતિથી એને બંગલામાં આશ્રય આપે છે. વરસાદ વધી રહ્યો છે પાણી ઘરની અંદર અને ભોંયતળિયે ઘૂસી રહ્યાં છે. આશ્રિત માણસ આ પલળતો સામાન ફેરવવામાં મદદ કરે છે. અને એ ટેબલ ઉપર નાયિકાના પતિ રમેશનો ફોટો જોઈ એકદમ જ બદલાઈ જાય છે. એ ઓળખી ગયો છે કે આ જજનો બંગલો છે. એ પછી એના વર્તનમાં એકદમ જ બદલાવ આવી જાય છે. ડરામણા વ્યવહારોથી નાયિકાને ભયથી વિચલિત કરી મૂકે છે. રમેશનું આગમન થાય છે એ સાથે માણસના સ્વાંગમાં આવેલો આશ્રિત અપરાધી ચાલતો થાય છે અને જજ રમેશના મનમાં અનેક સંશય મૂકતો જાય છે. આમ વાર્તામાં શંકા, દહેશત અને વિરોધાભાસી હકીકતો વચ્ચે રહસ્ય ઘૂંટવાનો પ્રયાસ જોવા મળે છે.

‘ચાલ, અંબાજી જવું છે’ વાર્તા નિમ્ન મધ્યમવર્ગીય વ્યક્તિની વાર્તા છે. ૧૯૭૦નું મિલો કારખાનાથી ધમધમતું અમદાવાદ છે. વખારમાં ચાલતો જુગાર છે અને જુગારનો બંધાણી ઉમાકાંત છે. રોજ જુગારમાં હારતો ઉમાકાંત એક દિવસ ૫૦૦૦ જીતીને આવે છે અને આ પૈસા વાપરવાનાં અનેક સપનાં પત્ની સાથે જુએ છે. અનેક આયોજન બનાવે છે. પરંતુ જુગારી મિત્રો વિઠ્ઠલ, ગની, પાંડુ માટે ઉમાકાંતની જીત અસહ્ય છે. એ લોકો કાવતરું રચી ઉમાકાંતના દીકરાનું અપહરણ કરાવી ફરી બાજી રમવા ઉશ્કેરે છે. આ વખતે એ થોડું હારે છે અને ફરી સામસામે આવી કહે છે ‘હવે રમ્યા વગર ઘેર જા; તારા છોકરાને શોધી કાઢ.’ અને વિઠ્ઠલ ઘર તરફ દોડે છે ત્યારે ઉમાકાંત પત્તાં ઉઘાડી અને ત્રણ જીતના એક્કા બતાવે છે. છેલ્લે કહે છે –

Line 49: Line 52:
‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ’માં રમણલાલ જોશીની નોંધ મળી રહે છે. જે લખે છે, ‘આધુનિક મિજાજનાં પાત્રો સાંપ્રત સમાજજીવનના પ્રશ્નો, સુશ્લિષ્ટ વસ્તુસંવિધાન અને સૂક્ષ્મ, ઝીણું પરિસ્થિતિ આલેખન, ભાષાનો સ્વાભાવિક પરિચિત સ્તર એમની વાર્તાઓની લાક્ષણિકતા બને છે.’  

આમ સફળ અને સુંદર વાર્તાઓ આપવા બદલ ટૂંકી વાર્તામાં સુધીર દલાલનું નામ નોંધપાત્ર બની રહેશે.
આમ સફળ અને સુંદર વાર્તાઓ આપવા બદલ ટૂંકી વાર્તામાં સુધીર દલાલનું નામ નોંધપાત્ર બની રહેશે.
{{Poem2Close}}
{{rh|||<poem>નીતા જોશી
{{rh|||<poem>નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬

Navigation menu