33,475
edits
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''રાજેન્દ્ર પટેલના વાર્તાસંગ્રહની સમીક્ષા :''' | '''રાજેન્દ્ર પટેલના વાર્તાસંગ્રહની સમીક્ષા :''' | ||
‘૨૦૨૫ સુધી’ (વાર્તાસંગ્રહ) : ટૂંકીવાર્તા થકી માનવ અને માનવતાની શોધ કરતો વાર્તાકાર | <poem>‘૨૦૨૫ સુધી’ (વાર્તાસંગ્રહ) : ટૂંકીવાર્તા થકી માનવ અને માનવતાની શોધ કરતો વાર્તાકાર | ||
[‘૨૦૨૫ સુધી’, રાજેન્દ્ર પટેલ પ્રથમ આવૃત્તિ : માર્ચ ૨૦૨૫ મૂલ્ય : ૪૫૦ રૂ., પૃષ્ઠ સંખ્યા : ૧૦+૨૮૬, પ્રકાશક : ઝેન ઓપસ, હિંગળાજ માતા મંદિર પરિસર, જૂના હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે, નવરંપુરા પોલીસસ્ટેશન લેન, અમદાવાદ-૩૮૦૦૦૯] | [‘૨૦૨૫ સુધી’, રાજેન્દ્ર પટેલ પ્રથમ આવૃત્તિ : માર્ચ ૨૦૨૫ મૂલ્ય : ૪૫૦ રૂ., પૃષ્ઠ સંખ્યા : ૧૦+૨૮૬, પ્રકાશક : ઝેન ઓપસ, હિંગળાજ માતા મંદિર પરિસર, જૂના હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે, નવરંપુરા પોલીસસ્ટેશન લેન, અમદાવાદ-૩૮૦૦૦૯]</poem> | ||
[[File:GTVI Image 138 Rajendra Patelni Vartao 2025 sudhi.png|200px|left]] | [[File:GTVI Image 138 Rajendra Patelni Vartao 2025 sudhi.png|200px|left]] | ||
{{Poem2Open}} | |||
‘અકબંધ આકાશ’ વાર્તામાં વાર્તાનાયક પોતાના એક કૃત્યથી મયંકના પિતા મનોહરકાકા આત્મહત્યા કરી લે છે અને એ વાતથી મનમાં ને મનમાં પીડાયા કરે છે. મિત્ર સમીરે એક લાખ રૂપિયા વંચિત લોકોને મદદરૂપ થવા માટે પરદેશથી મોકલાવ્યા હતા જે મયંકને ધંધામાં જરૂર હતી તેથી મદદની ભાવનાથી આપ્યા હતા પણ ઘણા સમય પછી પરત ન આપતાં ચેક રિટર્ન માટેનો કેસ કર્યો હતો. વાર્તાનાયકે મયંકની બહેનના લગ્ન વખતે ભવાડો કરવાની ધમકી આપેલી પરિણામે મનોહરકાકા આત્મહત્યા કરી લે છે. વાર્તામાં સૂક્ષ્મ રીતે થતી હિંસા-અહિંસાની ચર્ચા વણાઈ છે. વાર્તાનાયકના મનની વ્યથા તીવ્રતાથી રજૂ થઈ છે. | ‘અકબંધ આકાશ’ વાર્તામાં વાર્તાનાયક પોતાના એક કૃત્યથી મયંકના પિતા મનોહરકાકા આત્મહત્યા કરી લે છે અને એ વાતથી મનમાં ને મનમાં પીડાયા કરે છે. મિત્ર સમીરે એક લાખ રૂપિયા વંચિત લોકોને મદદરૂપ થવા માટે પરદેશથી મોકલાવ્યા હતા જે મયંકને ધંધામાં જરૂર હતી તેથી મદદની ભાવનાથી આપ્યા હતા પણ ઘણા સમય પછી પરત ન આપતાં ચેક રિટર્ન માટેનો કેસ કર્યો હતો. વાર્તાનાયકે મયંકની બહેનના લગ્ન વખતે ભવાડો કરવાની ધમકી આપેલી પરિણામે મનોહરકાકા આત્મહત્યા કરી લે છે. વાર્તામાં સૂક્ષ્મ રીતે થતી હિંસા-અહિંસાની ચર્ચા વણાઈ છે. વાર્તાનાયકના મનની વ્યથા તીવ્રતાથી રજૂ થઈ છે. | ||
‘અધૂરી શોધ’ એ રાજેન્દ્ર પટેલની સક્ષમ વાર્તા છે. વીતેલા સમયમાં ખોવાઈ ગયેલાં મૂલ્યોની શોધ અહીં વાર્તાનો વિષય બન્યો છે. વાળંદ જીવણલાલનું પાત્ર વાર્તામાં વિશેષ પરિવેશ રચવાનું નિમિત્ત બને છે. વાર્તાનાયકના બાપુજીના વાળ કપાવવાના નિમિત્તે જીવણલાલ અને વાર્તાનાયકનું મનોજગત અહીં ખૂલતું જાય છે. જે માનવીય ગૌરવ લઈ શકાય તેવાં મૂલ્યોથી વિચ્છેદ થવાનું આ સમયમાં આવ્યું છે તે માણસની કમનસીબી છે. વાર્તાકર્મની સાથે સાથે ભાષાકર્મ પણ વિશેષ ધ્યાનપાત્ર બન્યું છે. જુઓ : | ‘અધૂરી શોધ’ એ રાજેન્દ્ર પટેલની સક્ષમ વાર્તા છે. વીતેલા સમયમાં ખોવાઈ ગયેલાં મૂલ્યોની શોધ અહીં વાર્તાનો વિષય બન્યો છે. વાળંદ જીવણલાલનું પાત્ર વાર્તામાં વિશેષ પરિવેશ રચવાનું નિમિત્ત બને છે. વાર્તાનાયકના બાપુજીના વાળ કપાવવાના નિમિત્તે જીવણલાલ અને વાર્તાનાયકનું મનોજગત અહીં ખૂલતું જાય છે. જે માનવીય ગૌરવ લઈ શકાય તેવાં મૂલ્યોથી વિચ્છેદ થવાનું આ સમયમાં આવ્યું છે તે માણસની કમનસીબી છે. વાર્તાકર્મની સાથે સાથે ભાષાકર્મ પણ વિશેષ ધ્યાનપાત્ર બન્યું છે. જુઓ : | ||
| Line 50: | Line 51: | ||
‘સલામી’ વાર્તામાં લખમણનું સ્વમાની અને મહેનતું એવું પાત્ર નિરૂપાયું છે. એના જીવનના કટુ અનુભવો એના જીવનની દશા અને દિશા નક્કી કરે છે. એના અનુભવગત નિર્ણયો ચાલકબળ બને છે. લખમણ વ્યવહારિકતાથી દૂર રહીને પણ ભાવુકતાથી સંબંધ નિભાવી જાણે છે. વાર્તાન્તે લેખક એને ‘સલામી’ આપે છે. જોકે આ વાર્તા કરતાં લખમણનું રેખાચિત્ર વધુ લાગે છે. ‘સાંજના છ ત્રીસ પછી’ વાર્તામાં વાર્તાનાયકના અમ્મી અબ્બાને ઝનૂની ટોળાએ મારી નાખેલા તેને કારણે જે માનસિક વ્યથા અનુભવે છે તે અહીં સ્થાન પામી છે. જોકે મુસ્લિમ યુવકના વ્યક્તિત્વનો અહીં કશો મેળ થતો લાગતો નથી. જેટલું નિઃસહાય આ પાત્ર બતાવ્યું તેવું ખરેખર હોતું નથી. યુવકની પારિવારિક કે કસ્બા-મુસ્લિમ મહોલ્લા જેવી ક્યાંય વાર્તામાં આલેખાઈ નથી એટલે કૃત્રિમ નિરૂપણ અનૌચિત્ય ભરેલું અને કઠે એવું છે. મુસ્લિમ યુવકનો કસ્બો, માંસાહાર, રહેણીકરણી, માનસિકતા, બોલી વગેરેની અહીં ગેરહાજરી દેખાઈ આવે છે. નબળી વાર્તા છે. | ‘સલામી’ વાર્તામાં લખમણનું સ્વમાની અને મહેનતું એવું પાત્ર નિરૂપાયું છે. એના જીવનના કટુ અનુભવો એના જીવનની દશા અને દિશા નક્કી કરે છે. એના અનુભવગત નિર્ણયો ચાલકબળ બને છે. લખમણ વ્યવહારિકતાથી દૂર રહીને પણ ભાવુકતાથી સંબંધ નિભાવી જાણે છે. વાર્તાન્તે લેખક એને ‘સલામી’ આપે છે. જોકે આ વાર્તા કરતાં લખમણનું રેખાચિત્ર વધુ લાગે છે. ‘સાંજના છ ત્રીસ પછી’ વાર્તામાં વાર્તાનાયકના અમ્મી અબ્બાને ઝનૂની ટોળાએ મારી નાખેલા તેને કારણે જે માનસિક વ્યથા અનુભવે છે તે અહીં સ્થાન પામી છે. જોકે મુસ્લિમ યુવકના વ્યક્તિત્વનો અહીં કશો મેળ થતો લાગતો નથી. જેટલું નિઃસહાય આ પાત્ર બતાવ્યું તેવું ખરેખર હોતું નથી. યુવકની પારિવારિક કે કસ્બા-મુસ્લિમ મહોલ્લા જેવી ક્યાંય વાર્તામાં આલેખાઈ નથી એટલે કૃત્રિમ નિરૂપણ અનૌચિત્ય ભરેલું અને કઠે એવું છે. મુસ્લિમ યુવકનો કસ્બો, માંસાહાર, રહેણીકરણી, માનસિકતા, બોલી વગેરેની અહીં ગેરહાજરી દેખાઈ આવે છે. નબળી વાર્તા છે. | ||
‘સુખની એક પળ’ વાર્તામાં સંતાન ઝંખતા દંપતી માયા અને મલયની વ્યથાની આ વાર્તા છે. સંતાનહીન મનોદશામાં પીડા વેઠતું આ દંપતી અન્ય તરીકાઓથી માનસિક શાતા પામે છે. ‘સ્મિત’ વાર્તા હાસ્ય નિમિત્તે ‘કપોળકલ્પના’ કરીને હાસ્ય એ લગભગ બધી સમસ્યાઓનું સમાધાન હોવાનું ઇંગિત કરે છે. નામ વગરના હસતાભાઈના પાત્ર નિમિત્તે વાર્તાકાર નર્મ-મર્મ ચીંધી લે છે. ‘હાઇલૅન્ડ’માં વાર્તાનાયક એક ચાઇનીઝ યુવતી ટિંગલિંગને જોઈને પછી ભૂતકાળનાં સંસ્મરણોમાં અને વર્તમાનની ક્ષણોમાં આવ-જા કરે છે. વાર્તાનાયક ધંધાર્થે હાઇલૅન્ડ ગયો છે તે નિમિત્તે ભાવભર્યા સ્મરણોમાં હરફર કરે છે અને ભાવકને પણ કરાવે છે. ‘હીંચકો’ વાર્તા રમણલાલ અને સંજય વચ્ચેના સંવાદોમાં વિસ્તરે છે. જેમાં અણુ, પરમાણુ, સર્જન, વિસર્જન, ગતિ, અવરોધ વગેરે વિશે તાત્ત્વિક વિચારણા ગૂંથાતી જાય છે. અગોચર તત્ત્વોની અને એનાં રહસ્યોને પામવાની વાર્તાકારની મથામણ છે તે વિવિધ ટેક્નિકથી આ સંગ્રહની ઘણી વાર્તાઓમાં દેખાય છે. વાર્તાતત્ત્વ સાથે, વિજ્ઞાનની સાખે, બ્રહ્માંડનાં રહસ્યોને પામતાં પામતાં આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવાની અને માનવતાને ઉજાગર કરવાની વાર્તાકાર રાજેન્દ્ર પટેલની વાર્તા રચવાની ખેવના તેમને અન્ય વાર્તાકારો કરતાં નોંખા પાડે છે. | ‘સુખની એક પળ’ વાર્તામાં સંતાન ઝંખતા દંપતી માયા અને મલયની વ્યથાની આ વાર્તા છે. સંતાનહીન મનોદશામાં પીડા વેઠતું આ દંપતી અન્ય તરીકાઓથી માનસિક શાતા પામે છે. ‘સ્મિત’ વાર્તા હાસ્ય નિમિત્તે ‘કપોળકલ્પના’ કરીને હાસ્ય એ લગભગ બધી સમસ્યાઓનું સમાધાન હોવાનું ઇંગિત કરે છે. નામ વગરના હસતાભાઈના પાત્ર નિમિત્તે વાર્તાકાર નર્મ-મર્મ ચીંધી લે છે. ‘હાઇલૅન્ડ’માં વાર્તાનાયક એક ચાઇનીઝ યુવતી ટિંગલિંગને જોઈને પછી ભૂતકાળનાં સંસ્મરણોમાં અને વર્તમાનની ક્ષણોમાં આવ-જા કરે છે. વાર્તાનાયક ધંધાર્થે હાઇલૅન્ડ ગયો છે તે નિમિત્તે ભાવભર્યા સ્મરણોમાં હરફર કરે છે અને ભાવકને પણ કરાવે છે. ‘હીંચકો’ વાર્તા રમણલાલ અને સંજય વચ્ચેના સંવાદોમાં વિસ્તરે છે. જેમાં અણુ, પરમાણુ, સર્જન, વિસર્જન, ગતિ, અવરોધ વગેરે વિશે તાત્ત્વિક વિચારણા ગૂંથાતી જાય છે. અગોચર તત્ત્વોની અને એનાં રહસ્યોને પામવાની વાર્તાકારની મથામણ છે તે વિવિધ ટેક્નિકથી આ સંગ્રહની ઘણી વાર્તાઓમાં દેખાય છે. વાર્તાતત્ત્વ સાથે, વિજ્ઞાનની સાખે, બ્રહ્માંડનાં રહસ્યોને પામતાં પામતાં આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવાની અને માનવતાને ઉજાગર કરવાની વાર્તાકાર રાજેન્દ્ર પટેલની વાર્તા રચવાની ખેવના તેમને અન્ય વાર્તાકારો કરતાં નોંખા પાડે છે. | ||
{{Poem2Close}} | |||
{{rh|||<poem>ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ | {{rh|||<poem>ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ | ||
આસિસ્ટન્ટ પ્રોફેસર, | આસિસ્ટન્ટ પ્રોફેસર, | ||