ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાઘવજી માધડ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 29: Line 29:
આમ, ‘ઝાલર’ની તમામ રચનાઓમાંથી તળપદા ભાવવિશ્વનાં દર્શન થાય છે. ગ્રામજીવનનો પરિવેશ, કઠોર વાસ્તવિકતાઓ, અમરેલી પંથકની લોકબોલી, પાત્રોના મનોસંઘર્ષો, નારી અને દલિતોનું શોષણ, અવૈધ સંબંધો, તૂટતાં જતાં પરિવારો, શિક્ષણપ્રથાની ખામીઓ, સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો વગેરેનું યથાર્થ આલેખન કરી, તત્કાલીન ગ્રામજીવનનો ધબકાર ઝીલીને લેખક જીવનવાદી વાર્તાકાર તરીકે ડગ માંડતા જણાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''(૨) ‘સંબંધ’ (પ્રથમ આવૃત્તિ ૧૯૯૯, આર. આર. શેઠની કંપની, અમદાવાદ)'''
[[File:GTVI Image 143 Sambandh.png|200px|left]]  

{{Poem2Open}}
{{Poem2Open}}
એકવીસ વાર્તાઓનોઆ સંગ્રહ લેખકે ‘મને વાર્તાસૃષ્ટિ સુધી લઈ જનાર – જૉસેફ મૅકવાનને’ અર્પણ કર્યો છે. ‘વંચિતોની વેદનાને વાચા આપતી વાર્તાઓ’ શીર્ષક અંતર્ગત શ્રી મણિલાલ હ. પટેલની પ્રસ્તાવના અને ‘વાર્તા વિશે...’માં કેટલાક વરિષ્ઠ સર્જકોના લેખકની વાર્તાકલા વિશેના અભિપ્રાયો ધરાવતા સંગ્રહમાં સ્ત્રીજીવનની સમસ્યાઓ, દલિતો-ઉપેક્ષિતોના જીવનની આપદાઓ, જાતિગત માનસિકતા વગેરે તળપદી બોલીમાં અભિવ્યક્ત થયાં છે.

‘સંબંધ’માં લોકોના શોષણનો ભોગ બનેલી અને મેલી મથરાવટી ધરાવતી સુમલ એક વેળાએ શેતલ નદીની જેમ બે કાંઠે છલકાતી હતી. એના ઘરની ચા પીવા મળે એ સૌભાગ્ય ગણાતું એવા સમયે કથકને ઘી-સાકર મિશ્રિત દૂધની તાંસળીઓ પીવા મળી હતી. કથકના વયસંક્રાન્તિના દિવસોમાં ઘરેણાં અને રૂપિયાની નોટોને અલગ તારવી ડાયરીમાં લખાવતી યુવાન સુમલ હવે સાવ ઘસાઈ ગઈ છે. ગામ આવેલા કથકને એ ઘેર આવવાનું આમંત્રણ આપે છે, જેનો અર્થ કથક એમ સમજે છે કે રૂપિયા જોઈતા હશે તે કો’ક છોકરું નીકળે તો દસની નોટ મોકલાવી દઉં. પરંતુ ત્યાં ગયા પછી એને સુમલની અકબંધ લાગણીની પ્રતીતિ થાય છે. એ ચા બનાવીને વહાલથી પીવડાવે ત્યાંથી માંડીને પટારામાંથી રૂપિયાની પોટલી કાઢી પછાડે ત્યાં સુધીની એની તમામ ક્રિયાઓ સંકુલતા સાથે આલેખાઈ છે. અંતે, સુમલના પોતાની ધારણા વિરુદ્ધના ભાવોની સચ્ચાઈથી અવગત થતો કથક ઢસડાતા પગે ત્યાંથી માંડ બહાર નીકળે છે. સરળ શૈલીમાં યદ્યપિ, કેન્દ્રવર્તી ક્ષણને પકડી, એનો ક્રમિક વિકાસ સાધી લેખકે એક સ્ત્રીના સ્વાભિમાનના આલેખનમાં કલાપૂર્ણ સંયમ દાખવ્યો છે.

‘પ્રતીક્ષા’માં રક્તપિત્તનો ભોગ બનેલો નાયક ઘર છોડી, પ્રિય પાત્ર સરિતાને એકવાર જોવા-મળવાના આશયથી રસ્તે ભીખ માગવા બેસી જાય છે. અંતે એની પ્રતીક્ષા ફળે પરંતુ પોતાની સાંપ્રત સ્થિતિથી વાકેફ થયેલો એ સરિતાની સમ્મુખ થવાનું ટાળે છે. ‘જીવતર’માં છ મહિનાના સુખી દામ્પત્યજીવન પછી મનજી દ્વારા તરછોડાયેલી મંગુને વર્ષો પછી કામના સ્થળે એ જોવા મળે છે. ક્રોધી અને વહેમી પતિ કાનિયાની અનુપસ્થિતિમાં મંગુ મનજીને મળવા જાય ત્યારે ઘટસ્ફોટ થાય કે પોતાને થયેલા ટી.બી.ને લીધે મંગુ વિધવા ન બને તેથી એણે એનો ત્યાગ કર્યો હતો. આ જાણી મંગુનો મનજી પ્રત્યેનો ભાવ બદલાઈ જાય છે. બીજે દિવસે સવારે રોટલો લઈ એના ઝૂંપડે જાય ત્યારે મનજી ત્યાંથી પણ ચાલ્યો ગયો હોય છે. ‘હવે નહીં આવે’ના કાનજીને ટી.બી. થતાં જલ્દી મટાડવા ગામમાં આવ્યો છે. એની જાણ થતાં પૂર્વ પ્રેમિકા કમળા પોતાનો હકદાવો સમજી એની શુશ્રૂષામાં લાગી જાય છે. લોકલાજે એને અહીં આવતી બંધ કરવા ઇચ્છતા કાનજી સમક્ષ સાચી હકીકત જણાવતાં કમળા કહે છે કે એનો ધણી પણ ટી.બી.માં પરેજીના અભાવે મૃત્યુ પામ્યો હતો. વિધવા થવાની પોતે ભોગવેલી પીડા કાનજીની પત્નીને ભોગવવી ન પડે માટે એ આ બધું કરી રહી છે. સ્ત્રીની વેદનાને સ્ત્રી જ સારી રીતે સમજી શકે એવો અર્થ નિષ્પન્ન કરતી રચના. ‘છેહ’માં પરિવાર સાથે સુખેથી રહેતો કૂવા ખોદનાર સોમો રમુભાઈના વાદે ચડી રાજનીતિમાં ઝંપલાવે છે. રમુભાઈનો રાત-દિવસ પ્રચાર કરતા સોમાને વિશ્વાસ છે કે, રમુભાઈ જીતી જશે તો વાસમાં બધી સુવિધાઓ આવી જશે. પરંતુ, રાજરમતના પાક્કા ખેલાડી રમુભાઈ જીતી ગયા પછી એની સામે તાકતા પણ નથી. અંતે ભ્રમનિરસન થતાં ત્રિશંકુ જેવી દશામાં મૂકાયેલો રાની પશુની જેમ હસતો અને ચોર પગલે અંધારામાં ઓગળી જતો સોમો સવર્ણો દ્વારા થતા દલિતોના રાજકીય શોષણનો પ્રતિનિધિ બની રહે છે.

Line 42: Line 41:
સંક્ષિપ્તમાં; સંગ્રહની તમામ રચનાઓમાં પરિવર્તન પામતું ગામડું અને પરંપરા તથા શોષણની વિવિધ સમસ્યાઓના આલેખનમાં લેખકનો જીવનવાદી અભિગમ જોવા મળે છે. નોંધવું રહ્યું કે, રચનારીતિ સન્દર્ભે લેખકે આદિ, મધ્ય અને અંત – એવો પારંપરિક અભિગમ અપનાવ્યો છે. ઘણી રચનાઓમાં વસ્તુ સંકલના નબળી પડતી જણાય છે. ચમત્કૃતિપૂર્ણ અંત કે શીર્ષકને સાર્થક કરવાના પ્રયાસને લીધે વાર્તાની ગતિ અને અંતઃતત્ત્વોને ક્યાંક ક્યાંક હાનિ પહોંચી છે.

'''(૩) ‘જાતરા’ (પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી, ૨૦૦૫, આર. આર. શેઠની કંપની, અમદાવાદ)'''
[[File:GTVI Image 144 Jatara.png|200px|left]]  

વીસ વાર્તાઓ ધરાવતો આ સંગ્રહ લેખકે ‘પ્રશિષ્ટ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને...’ અર્પણ કરી, ‘બે બોલ’ શીર્ષક અંતર્ગત પોતાની રચના પ્રક્રિયાની વાત કરી છે. સંગ્રહમાં ગ્રામજીવનના વિવિધ રંગો વડે રંગાયેલી ગ્રામચેતના, નારીચેતના અને દલિતચેતનાની વાર્તાઓ મળે છે. આલેખન સંદર્ભે લેખક પરંપરાનો માર્ગ ત્યજી સહેજ ઉફરા ચાલવાનો આયાસ કરતા હોય તેવું દેખાઈ આવે છે.  

‘અવતાર’ના જીવણને રમખાણમાં ઝૂંપડું અને પરિવાર ગુમાવ્યા પછી ‘જીવવું શા માટે?’ એવો પ્રશ્ન થાય છે. મન સાથે અનેક તર્કો, દલીલો અને સંવાદ કરી એ પોતાની વેદનાને સતત વળ ચડાવે છે. જીવવા વિશેનાં કારણો શોધતા એને ખાસ્સી ગડમથલને અંતે પોતાના ઝૂંપડાના કાટમાળ પાસે બે બાળકો રમતાં દેખાય અને એ પોતે પણ નાના બાળકની જેમ ભાંખોડિયાં ભરતો એ તરફ ગતિ કરે એમાં નૂતન જીવનની શક્યતાનો સંકેત પડેલો છે.

Line 56: Line 54:
આમ, ‘જાતરા’ની વાર્તાઓમાં ગ્રામજીવનની કઠોર વાસ્તવિકતાઓ અને માનવમનનાં અગોચર પાસાંની સાથોસાથ જીવન પ્રત્યેનો અભિગમ ઠીક ઠીક અભિવ્યક્ત થયો છે.

'''(૪) ‘અમરફળ’ (બીજી આવૃત્તિ : ૨૦૨૨, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)'''
[[File:GTVI Image 145 Amarfal.png|200px|left]]  

‘અમરફળ’ (ચૂંટેલી વાર્તાઓ) શીર્ષકથી પ્રગટ થયેલા સંગ્રહમાં લેખકે પૂર્વેના ચાર સંગ્રહોમાંથી કેટલીક વાર્તાઓ અને થોડીક અપ્રગટ વાર્તાઓનું સ્વયં ચયન કર્યું છે. આરંભે ગુ. સા. અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના ‘અધ્યક્ષ સ્થાનેથી...’માં આવકાર છે. ત્યારબાદ મહામાત્રનું ‘પ્રકાશકીય’ નિવેદન અને પછી ‘આ સંગ્રહ વિશે...’ શીર્ષક હેઠળ લેખકે સર્જન તથા ચયનની પ્રક્રિયા વર્ણવી છે.

‘અમરફળ’માં અશ્વપાલ, પિંગળા અને ભર્તૃહરિની ઐતિહાસિક કથા સાથે જીવણલાલ નામના એક પાત્રની જીવનકથાનો વિનિયોગ કરીને હાસ્ય-કટાક્ષના ટૉનમાં જીવન વિશેની ફિલસૂફી વ્યક્ત કરવાનો પ્રયાસ છે. આરંભે ગોરખનાથ સમક્ષ સ્વેચ્છામૃત્યુની યાચના કરનાર જીવણલાલ અંતે ‘મારે હજુ જીવવું છે...’ની ઝંખના વ્યક્ત કરે એવી કથાસંયોજના દ્વારા લેખક જીવનની નિઃસારતા અને એ માટે લોકો દ્વારા રચવામાં આવતા કમઠાણનું સૂચન કરે છે. અહીં સહોપસ્થિતિની પ્રયુક્તિ ઝાઝી ઉપકારક નીવડી નથી.  

Line 65: Line 62:
સંગ્રહની છ રચનાઓમાં જીવન અને મૃત્યુની ફિલસૂફી, મિત્રધર્મ, દુષ્કાળની સમસ્યાઓ, ગ્રામીણ લોકોની માન્યતાઓ, નારીચેતના, દલિતચેતના વગેરેનું પારંપરિક આલેખન જોવા મળે છે. સખેદ નોંધવું રહ્યું કે પોતાની જ રચનાઓના આવા ચયન-સંપાદનના વ્યામોહથી લેખકે બચવા જેવું હતું.

'''(૫) ‘મુકામ તરફ’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૧૮, રન્નાદે પ્રકાશન, અમદાવાદ)'''
[[File:GTVI Image 146 Mukam Taraf.png|200px|left]]  

ત્રીસ વાર્તાઓ ધરાવતો સંગ્રહ લેખકે ‘વાર્તા સાંભળવાના હરેડ બંધાણી મારા દોહિત્ર ધૈર્ય અને રક્ષિતને...’ અર્પણ કર્યો છે. સંગ્રહમાં આધ્યાત્મિક જીવનના અનુભવો, તૂટેલા સંબંધોની કડવાશ, પિતા-પુત્રના સંબંધો, પ્રણયની વિફળતા, પ્રેમનાં વિધાયક પરિણામો, સરકારી કચેરીનો પરિવેશ, નિઃસંતાન દંપતીની વ્યથા જેવા આધુનિક જીવનનો સંસ્પર્શ પામેલા વિષયો રેખાંકિત થયા છે.  

‘મુકામ તરફ’માં બે પુરુષો સાથેના પ્રણયની નિષ્ફળતા બાદ બધું છોડી, આશ્રમમાં આવેલી ભાવવિભોર અવની અન્ય સાધ્વી દ્વારા સ્વામીના અસલ સ્વરૂપનો પરિચય થતાં પરત ફરવાના આશયથી પોતાનો સામાન થેલામાં ભરવા લાગે છે. ‘વિદાય પછી...’માં નોકરીના પ્રશ્નને લઈ પતિથી અલગ રહેતી પત્ની વર્ષો પછી દીકરીના લગ્નપ્રસંગે આવે પરંતુ એનાથી હવે અહીં રોકાવું મુશ્કેલ છે, એવો ખુલાસો કરવા ઇચ્છે ત્યાં રડવાને બદલે ખડખડાટ હસતા પતિની ક્રિયા સૂચવે છે કે પુનર્મિલનની શક્યતા પર પાણી ફરી વળ્યું છે. ‘ગયા પછી...’માં ઘેર આવેલાં પુત્રી-જમાઈને જોઈ પિતાને ભૂતકાળની ક્ષણોનું સ્મરણ થાય. એનાં બધાંય કામ હરખભેર કરતી દીકરી લગ્ન પછી કેટલી ઠાવકી થઈ ગઈ છે તેની પ્રતીતિ એની ક્રિયાઓમાંથી પામ્યા પછી એની વિદાય બાદની એકલતા દંપતીને પીડે છે. ‘અધૂરી રમત’, ‘વિલ્સન હિલ’, ‘આપણે ક્યાંક મળ્યાં હતાં’ અને ‘મારે પણ નિયમ હતો’ – ચારેય એક જ કુળની વાર્તાઓ છે. ‘અધૂરી રમત’માં સહકર્મી સાથેનો પ્રેમ લગ્નમાં ન પરિણમે અને આખી રમત અધૂરી રહી જાય, ‘વિલ્સન હિલ’માં લગ્ન પછી સાસરીમાં અવહેલના થતાં પિયર પરત ફરેલી રેણુકાને પ્રકૃતિની ગોદમાંથી જીવનનું અંતિમ સત્ય પ્રાપ્ત થાય છે. પ્રેયસીને ઉદ્દેશીને લખાયેલા પત્રસ્વરૂપની ‘મારે પણ નિયમ હતો’માં યુવાવસ્થામાં પ્રેમિકાનાં કપડાં પહેરી જેરૂડીનો વેશ ભજવતો નાયક નિમુનાં લગ્ન થઈ ગયા બાદ એનાં કપડાં વગર ન રમવાનો નિયમ પાળે છે. ‘આપણે ક્યાંક મળ્યાં હતાં’માં વેણુ અને હરદ્વારની અધૂરી પ્રણયગાથા છે. ‘શરત’માં ધીરધાર અને વ્યાજ-વટાવનો વ્યવસાય કરતા કાનાને એની શિક્ષિત પત્ની આ વ્યવસાય છોડી દેવાની શરતે જાતરાએ જવા તૈયાર કરે એ સાબિત કરે છે કે, સાચી સમજણ અભ્યાસ થકી આવે છે. ‘કોઈ કારણ ન હોય’માં દીકરી દત્તક લેવામાં કાયદાકીય વ્યવધાનને લીધે કુંવારી હીરલ નાયક સાથે કામચલાઉ લગ્નસંબંધે બંધાય પરંતુ અંતે લગ્ન ફોક કરવાનાં કોઈ કારણ ન મળતાં કાયમી સહજીવનની શક્યતા ઊભી થાય છે. ‘આપો તમારું નામ’માં પિતાને ધિક્કારતા અને અંતકાળે મળવા આવેલા નાયકનો મનોડંખ પિતા દ્વારા થતા એકરારથી દૂર થાય છે. આખી વાત સ્પષ્ટ થઈ ચૂકી હોવા છતાં એક પુરાવો કબાટમાં છે, તે વાત અધ્યાહાર રાખવાનો લેખકનો શો આશય છે તે સ્પષ્ટ થતું નથી. ‘હેપી બર્થ ડે’માં રોજની આવનજાવન અને જીવનના એકધારાપણાથી સંત્રસ્ત સ્ત્રી ઘરનાં બધાંય પોતાનો જન્મદિવસ ભૂલી ગયાં છે, તેથી વ્યથિત છે. સુખાંત ધરાવતી વાર્તામાં જો કે અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. ‘ઇલાજ’માં નપુંસક હોવાની માનસિકતા ધરાવતા પતિને પામવા સગર્ભા હોવાની અફવા ફેલાવતી નાયિકા અંતે પતિ સમક્ષ ખુલાસો કરે, તેથી ઉત્તેજિત પતિ પોતાનો ધર્મ બજાવવા પ્રવૃત્ત થાય છે. ‘તાજી ફૂટેલી કુંપળ’માં માનસિક રીતે પ્રૅગ્નન્ટ હોવાનો ભ્રમ સેવતી યુવાન વિધવા પૂર્વીની ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ નિષ્ફળ જતાં સાસરી પક્ષનાં સૌ સમક્ષ એકરાર કરી પિયરમાંથી નીકળી જાય પણ અંતે સસરા દ્વારા દિયર સાથે જીવન જોડવાના આશયથી પરત બોલાવવામાં આવે એવા વિધાયક અભિગમનું આલેખન છે.  ‘ઑફિસમાં લેડીઝ કર્મચારી પ્રત્યે જૅન્ટસનાં મનોવલણો અંગેનો અભ્યાસ’ કરતી નેહા પ્રત્યે ખેંચાણ અનુભવતા કર્મચારી પટેલ અને ઑફિસના પરિવેશમાં પાંગરેલી ચમત્કૃતિપૂર્ણ અંતવાળી વાર્તા ‘આજ ફેસલા હો જાય’ ઝાઝી પ્રભાવક નથી.  

Line 75: Line 71:
આમ, ‘મુકામ તરફ’ની ત્રીસેય રચનાઓમાં માનવસંબંધોની વિવિધ ગૂંચો, અવ્યક્ત પ્રેમ, ગ્રામજીવનના વિવિધ આયામો, નગરજીવનના પ્રશ્નો, તૂટેલા સંબંધોનાં પુનઃપ્રચલન, વ્યવસાયી મહિલાઓની આપદાઓ, નાના માણસોની મહાનતા વગેરે સરળ કથનશૈલીમાં અભિવ્યક્તિ પામ્યાં છે. અહીં વિષય વૈવિધ્ય છે. પરંતુ, રચનારીતિના કોઈ પ્રયોગો દેખાતા નથી. કથકભાષા અને પાત્રભાષાનું મિશ્ર ગદ્ય કોઈ-કોઈ રચનાની અસરને અળપાવે છે. કેટલીક વાર્તાઓમાં અંતને ચમત્કૃતિપૂર્ણ બનાવી, ભાવકને આઘાતમાં મૂકી દેવાની લેખકની નેમ વાર્તાતત્ત્વને હાનિ પહોંચાડે છે.

[[File:GTVI Image 147 Pachi Aam Banyum.png|200px|left]]
'''(૬) ‘પછી આમ બન્યું...’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૧૯, આર. આર. શેઠની કંપની, અમદાવાદ)'''

એકવીસ વાર્તાઓ ધરાવતો આ સંગ્રહ લેખક દ્વારા ‘વાંચવું, લખવું ગમે છે એવાં ચિ. કિંજલ-અભિષેકને...’ અર્પણ કરાયો છે. લેખકનાં અન્ય પુસ્તકોની યાદી અને પારિતોષિકોની વિગતો પછી ‘આ સંગ્રહ વિશે’માં લેખકે અગાઉના સંગ્રહોની જેમ જ પોતાની રચના-પ્રક્રિયા આપી છે. ત્યાર બાદ ‘સ્પર્શક્ષમ-કલાક્ષમ વાર્તાઓનો ચંદરવો’ શીર્ષક હેઠળ ડૉ. પ્રવીણ દરજી દ્વારા પ્રાપ્ત થયેલી પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે. અહીં ગ્રામચેતનાનાં વિવિધ રૂપો આકાર પામ્યાં છે. કેટલીક વાર્તાઓમાં નગરજીવન અને બદલાયેલા સમયની છબી ઝીલવાનો પણ યથાશક્તિ પ્રયાસ થયો છે.  

‘ભડકો’માં વિચરતી અને વિમુક્ત જાતિની એક પરંપરા આલેખાઈ છે. પુરુષ અત્યાચારનો ભોગ બનેલી ભવાનની દીકરી વનિતા સગર્ભા છે. માતાજીના માંડવા સમક્ષ પ્રાયશ્ચિત્ત કરી પાપની કબૂલાત કરવી એ વાર્તાની પ્રધાન ક્ષણ છે. નાતના તમામ લોકોની સાથોસાથ જોશી મા’રાજ પણ વનિતા પાસે પાપીનું નામ જાહેર કરાવવા કટિબદ્ધ છે. વનિતા વારંવાર અવઢવભરી નજરે માસ્તર તરફ જુએ છે. પરિણામે સૌને લાગે છે કે વનિતાની આ સ્થિતિ માટે માસ્તર જ જવાબદાર છે. મોટાભાગના લોકોને મન માસ્તર ભગવાનતુલ્ય છે. ભવાનના કબીલાને આ ગામમાં વસાવવાથી માંડીને બધાય લાભ અપાવવામાં માસ્તરનો અમૂલ્ય ફાળો છે. એવા માસ્તર સામે અવારનવાર નજર નાખતી વનિતા એક ક્ષણે અકળાઈને કહે છે કે, ‘એ..મું નામ નથી દેવાની...’ ભવાન જાણે છે કે આમ થાય તો વનિતાનો કોઈ હાથ ન ઝાલે. તેથી ઊભો થઈ વનિતા તરફ ડગ માંડે છે. ભવાનનો ક્રોધ અને વનિતાની વેદના પામી ગયેલા માસ્તર પળાર્ધમાં નિર્ણય લઈ લે છે કે વનિતા સરપંચના દીકરાનું નામ લેશે તો આખી વસાહત ભડકે બળશે. અને આ નાતને સ્થિર કરવાના પોતાના પ્રયાસો પર પાણી ફરી વળશે. તેથી તેઓ ‘એ... હું છું વનિતાના પ્રેમમાં... જે દંડ કરવો હોય તે મને કરો...’ બોલી આંખો બંધ કરી દે છે. માસ્તરની કબૂલાત સૌ કોઈ માટે આઘાતજનક છે. આરંભથી જ તંગ અને રહસ્યાત્મક ક્ષણોના આલેખન તથા માસ્તર અને વનિતાના મનોદ્વંદ્વને લીધે અંતમાં થતો ઘટસ્ફોટ પ્રતીતિકર લાગે છે.  

‘વર અને ઘર’માં મહાનગરની રહેઠાણવિષયક સમસ્યા આલેખાઈ છે. ‘આ... આ ઘાઘરો કોનો ટીંગાય છે?’ પત્નીના પ્રશ્નથી આરંભાયેલી વાર્તામાં મુંબઈમાં રહેતા કાનાએ જ્યારે ને ત્યારે ગામડે રહેતી પત્નીની ‘ઘર લીધું’ની રટણાના આશ્વાસનરૂપે જ્યારે પોતાનું ઘર મળશે ત્યારે તને સાથે લઈ આવીશ એવું વચન તો આપ્યું છે. પરંતુ કાનો જાણે છે કે એને તેડી લાવ્યા પછી સમસ્યા સર્જાવાની જ છે. તેથી એ માનસિકરૂપે તૈયાર છે. પત્નીની પ્રેમયુક્ત ચેષ્ટાઓથી અળગો રહેતો કાનો વાર્તાન્તે ઘરની માલકણ સ્ત્રીની ઉપસ્થિતિમાં આરંભના પ્રશ્નનો જવાબ આપતાં પત્નીને કહે છે કે ‘ઈને વર નો’તો ને મારે ઘર નો’તું.. તારે ઘર જોતું’તું ને? હવે એને જ પૂછી લે, આ ઘાઘરો કોનો છે?’ આવી ચમત્કૃતિપૂર્ણ કબૂલાતથી વીજુનો ઘર માટેનો ભ્રમ ભાંગી જાય છે.

Navigation menu