32,030
edits
No edit summary |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
અભિમન્યુની વાર્તાઓના વિષયવસ્તુમાં તો નાવીન્ય છે જ, સાથે સાથે વાર્તાઓનાં રૂપ અને સ્વરૂપમાં પણ એમની મોટા ભાગની વાર્તાઓ અલગ અંચળો ઓઢીને જ આવે છે. એમને નવતર પ્રયોગો કરીને પોતાનો એક આગવો ચીલો ચાતરવામાં રસ છે. એના એક ભાગ તરીકે એમને ફૅન્ટસીનો ઉપયોગ કરવો પણ ગમે છે. ‘હિરોઈન’ અને ‘સોનેરી રંગનાં સસલાં’માં પાત્રો દ્વારા જ કાલ્પનિક દુનિયા ઊભી કરવામાં આવી છે. ટેક્નિકના આવા પ્રયોગો ‘પડછાયાઓ વચ્ચે’ની અન્ય વાર્તાઓમાં પણ જોવા મળે છે. સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમના અતિ સામાન્ય વિષયને પણ અભિમન્યુ કલાત્મક રીતે રજૂ કરી શકે છે. | અભિમન્યુની વાર્તાઓના વિષયવસ્તુમાં તો નાવીન્ય છે જ, સાથે સાથે વાર્તાઓનાં રૂપ અને સ્વરૂપમાં પણ એમની મોટા ભાગની વાર્તાઓ અલગ અંચળો ઓઢીને જ આવે છે. એમને નવતર પ્રયોગો કરીને પોતાનો એક આગવો ચીલો ચાતરવામાં રસ છે. એના એક ભાગ તરીકે એમને ફૅન્ટસીનો ઉપયોગ કરવો પણ ગમે છે. ‘હિરોઈન’ અને ‘સોનેરી રંગનાં સસલાં’માં પાત્રો દ્વારા જ કાલ્પનિક દુનિયા ઊભી કરવામાં આવી છે. ટેક્નિકના આવા પ્રયોગો ‘પડછાયાઓ વચ્ચે’ની અન્ય વાર્તાઓમાં પણ જોવા મળે છે. સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમના અતિ સામાન્ય વિષયને પણ અભિમન્યુ કલાત્મક રીતે રજૂ કરી શકે છે. | ||
‘કેમ્પ’માં કેમ્પના એક ટેન્ટમાં સાથે રહેતા ‘હોમોઝ’ના સંબંધોને શરૂઆતમાં નફરતથી જોતો રાહુલ અંતમાં એ સંબંધોને ‘પ્રાકૃતિક’ માનીને સ્વીકારી લે છે. ખૂબ કુશળતાથી લેખકે રાહુલના મનની સંકુચિતતા અને પૂર્વગ્રહની બારી ખોલી નાખી છે. વાર્તાનો અંત રઘુકાકાના મોઢે બોલાયેલા એક વાક્ય જેટલો જ સૂચક છે – ‘પ્રાકૃતિક ને અપ્રાકૃતિક એ બધું માણસોએ ઘડી કાઢેલું છે. બાકી તમને જેવું પણ, જેને માટે અનુભવાય, એ બધું પ્રાકૃતિક જ.’ હિરોઈન, રાત, અને આ સંગ્રહની અન્ય વાર્તાઓમાં અત્યારના યુવા માનસનું પ્રતિબિંબ જોઈ શકાય છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં એવું પ્રતીત થાય જ કે સાહિત્યના વિદ્યાર્થી આ વાર્તાકારની યુવા જગતના મનનાં ઊંડાણો સુધી પહોંચવામાં સારી એવી કુશળતા છે. મનના ‘ઘૂઘવતા દરિયા’ નીચે બીજા કેટલાય ગરમ-ઠંડા પ્રવાહો ચૂપચાપ વહેતા રહીને પણ બાહ્ય વાતાવરણને અસર કરવામાં સક્ષમ નીવડે છે એ એમણે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે. અમુક વાર્તાઓનાં પાત્રોનાં ખંડિત મનોવિશ્વના ધબકારા સાંભળી શકાય, લગભગ એટલા ચૈતસિક સ્તર સુધી પહોંચવામાં આ લેખક સફળ થઈ શક્યા છે. | ‘કેમ્પ’માં કેમ્પના એક ટેન્ટમાં સાથે રહેતા ‘હોમોઝ’ના સંબંધોને શરૂઆતમાં નફરતથી જોતો રાહુલ અંતમાં એ સંબંધોને ‘પ્રાકૃતિક’ માનીને સ્વીકારી લે છે. ખૂબ કુશળતાથી લેખકે રાહુલના મનની સંકુચિતતા અને પૂર્વગ્રહની બારી ખોલી નાખી છે. વાર્તાનો અંત રઘુકાકાના મોઢે બોલાયેલા એક વાક્ય જેટલો જ સૂચક છે – ‘પ્રાકૃતિક ને અપ્રાકૃતિક એ બધું માણસોએ ઘડી કાઢેલું છે. બાકી તમને જેવું પણ, જેને માટે અનુભવાય, એ બધું પ્રાકૃતિક જ.’ હિરોઈન, રાત, અને આ સંગ્રહની અન્ય વાર્તાઓમાં અત્યારના યુવા માનસનું પ્રતિબિંબ જોઈ શકાય છે. આ વાર્તાઓમાંથી પસાર થતાં એવું પ્રતીત થાય જ કે સાહિત્યના વિદ્યાર્થી આ વાર્તાકારની યુવા જગતના મનનાં ઊંડાણો સુધી પહોંચવામાં સારી એવી કુશળતા છે. મનના ‘ઘૂઘવતા દરિયા’ નીચે બીજા કેટલાય ગરમ-ઠંડા પ્રવાહો ચૂપચાપ વહેતા રહીને પણ બાહ્ય વાતાવરણને અસર કરવામાં સક્ષમ નીવડે છે એ એમણે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે. અમુક વાર્તાઓનાં પાત્રોનાં ખંડિત મનોવિશ્વના ધબકારા સાંભળી શકાય, લગભગ એટલા ચૈતસિક સ્તર સુધી પહોંચવામાં આ લેખક સફળ થઈ શક્યા છે. | ||
[[File:GTVI Image 20 Lagabhagpanu|200px|left]] | [[File:GTVI Image 20 Lagabhagpanu.png|200px|left]] | ||
પોતાના બીજા વાર્તાસંગ્રહ ‘લગભગપણું’ની વાર્તાઓના લેખન સમયે કેનેડા સ્થાયી થઈ ગયેલા અભિમન્યુની પહેલી પાંચ વાર્તાઓમાં કેનેડાનો પરિવેશ છે. પણ એ એક જ પરિવેશના મેદાન ઉપર રચાયેલી એ વાર્તાઓ એ દેશના માણસોની, ત્યાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયોની, ત્યાં હજી પગ માંડીને સ્થિર થવા મથતા ભારતીયોની અલગ અલગ સમસ્યાઓ, સ્વભાવના અલગ અલગ પાસાંઓનો ચિતાર આપે છે. એટલે વાર્તાઓમાં ક્યાંય કંટાળી જવાય એવી એકવિધતા નથી આવી જતી. પ્રથમ પુરુષમાં લખાયેલી ઘણી વાર્તાઓ જીવનની વાસ્તવિકતાની ઘણી નજીક લાગે છે. | પોતાના બીજા વાર્તાસંગ્રહ ‘લગભગપણું’ની વાર્તાઓના લેખન સમયે કેનેડા સ્થાયી થઈ ગયેલા અભિમન્યુની પહેલી પાંચ વાર્તાઓમાં કેનેડાનો પરિવેશ છે. પણ એ એક જ પરિવેશના મેદાન ઉપર રચાયેલી એ વાર્તાઓ એ દેશના માણસોની, ત્યાં વર્ષોથી સ્થાયી થયેલા ભારતીયોની, ત્યાં હજી પગ માંડીને સ્થિર થવા મથતા ભારતીયોની અલગ અલગ સમસ્યાઓ, સ્વભાવના અલગ અલગ પાસાંઓનો ચિતાર આપે છે. એટલે વાર્તાઓમાં ક્યાંય કંટાળી જવાય એવી એકવિધતા નથી આવી જતી. પ્રથમ પુરુષમાં લખાયેલી ઘણી વાર્તાઓ જીવનની વાસ્તવિકતાની ઘણી નજીક લાગે છે. | ||
પહેલી જ વાર્તા ‘બ્લેકી’ કેનેડામાં સ્થાયી થવા માગતા એક યુવાનના સંઘર્ષની, વર્ષોથી ત્યાં રહીને પણ ભારતને યાદ કર્યા કરતાં ભારતીયોની, એમની નવા આગંતુકો પ્રત્યેની મનોસ્થિતિની વાત છે. એ પરિસ્થિતિથી થોડા પણ માહિતગાર ભાવકોને એ વાર્તામાંથી પસાર થતી વખતે એ પોતાની જ વાત છે એમ લાગ્યા વિના રહે નહીં. ‘સમાંતર રેખાઓ’માં કથકના માતા પિતા વચ્ચેના સંબંધો, એનો પોતાનો ક્યાંક અનુભવાતો વતન ઝુરાપો અને સાથે સાથે કેનેડિયન એક છોકરીની પણ કથા સમાંતર ચાલે છે. વાર્તાનાયક એક આંખેથી પરદેશ અને બીજી આંખેથી પોતાનો દેશ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. લાગણીઓમાં વહી ગયા વિના પણ અભિમન્યુ સંબંધોની જટિલતા અને સંવેદનાઓને સારી રીતે ઉપસાવી શક્યા છે. | પહેલી જ વાર્તા ‘બ્લેકી’ કેનેડામાં સ્થાયી થવા માગતા એક યુવાનના સંઘર્ષની, વર્ષોથી ત્યાં રહીને પણ ભારતને યાદ કર્યા કરતાં ભારતીયોની, એમની નવા આગંતુકો પ્રત્યેની મનોસ્થિતિની વાત છે. એ પરિસ્થિતિથી થોડા પણ માહિતગાર ભાવકોને એ વાર્તામાંથી પસાર થતી વખતે એ પોતાની જ વાત છે એમ લાગ્યા વિના રહે નહીં. ‘સમાંતર રેખાઓ’માં કથકના માતા પિતા વચ્ચેના સંબંધો, એનો પોતાનો ક્યાંક અનુભવાતો વતન ઝુરાપો અને સાથે સાથે કેનેડિયન એક છોકરીની પણ કથા સમાંતર ચાલે છે. વાર્તાનાયક એક આંખેથી પરદેશ અને બીજી આંખેથી પોતાનો દેશ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. લાગણીઓમાં વહી ગયા વિના પણ અભિમન્યુ સંબંધોની જટિલતા અને સંવેદનાઓને સારી રીતે ઉપસાવી શક્યા છે. | ||