32,030
edits
No edit summary |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
૨. લગભગપણું (૨૦૨૪) વાર્તા સંખ્યા-૯ | ૨. લગભગપણું (૨૦૨૪) વાર્તા સંખ્યા-૯ | ||
અર્પણ : સ્વ, જીજ્ઞેશ બ્રહ્મભટ્ટને, સ્વ. ચિનુ મોદીને | અર્પણ : સ્વ, જીજ્ઞેશ બ્રહ્મભટ્ટને, સ્વ. ચિનુ મોદીને | ||
વાર્તાસંગ્રહો માટેનાં પારિતોષિકો : દિલ્હી સાહિત્ય યુવા પુરસ્કાર, ૨૦૨૦ અને ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, ૨૦૨૦ [પડછાયાઓ વચ્ચે]</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સ્વ’થી ‘પર’ સુધી પહોંચવાની મથામણ કરતા યુવા લેખક અભિમન્યુ આચાર્યએ બહુ નાની ઉંમરથી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. લગભગ ૧૫ વર્ષની ઉંમરે પોતાની વાર્તાને સારાં ગણાતાં સામયિકોમાં પ્રકાશિત થતી જોઈને એમની પ્રજ્વલિત થતી જતી લખવાની આગને વિશેષ ઑક્સિજન મળતો રહ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ, પરિષદનો ‘પાક્ષિકી’ કાર્યક્રમ અને સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમમાં બીજા વાર્તાકારોની વાર્તાઓ સાંભળતાં સાંભળતાં એમની કલમની ધાર નીકળતી ગઈ અને ૨૦૧૮માં ૧૪ દમદાર વાર્તાઓ ‘પડછાયાઓ વચ્ચે’ પુસ્તકમાં સમાઈને આવી. | ‘સ્વ’થી ‘પર’ સુધી પહોંચવાની મથામણ કરતા યુવા લેખક અભિમન્યુ આચાર્યએ બહુ નાની ઉંમરથી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. લગભગ ૧૫ વર્ષની ઉંમરે પોતાની વાર્તાને સારાં ગણાતાં સામયિકોમાં પ્રકાશિત થતી જોઈને એમની પ્રજ્વલિત થતી જતી લખવાની આગને વિશેષ ઑક્સિજન મળતો રહ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ, પરિષદનો ‘પાક્ષિકી’ કાર્યક્રમ અને સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમમાં બીજા વાર્તાકારોની વાર્તાઓ સાંભળતાં સાંભળતાં એમની કલમની ધાર નીકળતી ગઈ અને ૨૦૧૮માં ૧૪ દમદાર વાર્તાઓ ‘પડછાયાઓ વચ્ચે’ પુસ્તકમાં સમાઈને આવી. | ||
અભિમન્યુ યુવા વાર્તાકાર છે. એમની વાર્તાઓના વિષયોમાં તાજગી અનુભવાય છે. પહેલા પુસ્તકની પ્રસ્તાવનામાં એ જણાવે છે એ પ્રમાણે ‘એમની પેઢીમાં શહેરી યુવાવર્ગ જે પ્રકારનું જીવન જીવી રહ્યો છે એ ખૂબ રસપ્રદ છે. ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાને કારણે એમનું જીવન આકાર પામે છે. પ્રેમ અને સેક્સનાં મૂલ્યો બદલાયાં છે. જાતીયતાના નવા આયામો ખૂલ્યા છે. ડ્રગ્સનું બંધાણ હોવું એ જાણે સામાન્ય બાબત છે.’ | અભિમન્યુ યુવા વાર્તાકાર છે. એમની વાર્તાઓના વિષયોમાં તાજગી અનુભવાય છે. પહેલા પુસ્તકની પ્રસ્તાવનામાં એ જણાવે છે એ પ્રમાણે ‘એમની પેઢીમાં શહેરી યુવાવર્ગ જે પ્રકારનું જીવન જીવી રહ્યો છે એ ખૂબ રસપ્રદ છે. ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાને કારણે એમનું જીવન આકાર પામે છે. પ્રેમ અને સેક્સનાં મૂલ્યો બદલાયાં છે. જાતીયતાના નવા આયામો ખૂલ્યા છે. ડ્રગ્સનું બંધાણ હોવું એ જાણે સામાન્ય બાબત છે.’ | ||