32,511
edits
No edit summary |
(+૧) |

| Line 86: | Line 86: | ||
{{right|મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨}}
| {{right|મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨}}

{{right|Email : tathapi2005@yahoo.com}}
| {{right|Email : tathapi2005@yahoo.com}}

{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|ગુજરાતી ટૂંકી વાર્તાના પ્રવર્તક-સંવર્ધક :
રણજિતરામ વાવાભાઈ મહેતા|વિપુલ પુરોહિત }} | |||
'''જીવન, અભ્યાસ અને યુગચેતના :''' | |||
{{Poem2Open}} | |||
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક અને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન થતા ઉત્તમ પુરસ્કાર ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’નું નામ જેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલું છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાનો જન્મ વિ. સં. ૧૯૩૮ના કાર્તિક સુદ ૨ બીજને દિવસે ઈ.સ. ૧૮૭૧માં તેમના મોસાળ પાલીતાણામાં થયો હતો. રણજિતરામના પિતા વાવાભાઈ સૂરતના કાયસ્થ હતા. સરકારી રેવન્યૂ વિભાગમાં નોકરી કરતા હતા. માતાનું નામ કમળાબહેન(તુળજાબહેન). પિતા વાવાભાઈને નોકરીને કારણે સૂરત અને ભરૂચના ગામોમાં ફરવાનું થતું તેનો લાભ બાળક રણજિતરામને પણ બાળપણમાં મળ્યો. પણ રણજિતરામનું શરીર પહેલેથી જ નબળું તે એકવડી કાઠી ને નાજુક તબિયતનો સંગાથ તેમને કાયમ રહ્યો. સૂરતમાં નારણ મહેતાની ગામઠી શાળામાં ભણતરની શરૂઆત કર્યા પછી અભ્યાસ માટે પિતાજી સાથે અમદાવાદમાં રહ્યા. અમદાવાદમાં પ્રેક્ટિસીંગ સ્કૂલમાં ગુજરાતી અને પછી અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૮૯૯માં મેટ્રિક પાસ કરી ગુજરાત કૉલેજમાં પ્રવેશ લીધો. ઈ.સ. ૧૯૦૩માં બી.એ. થયા અને એક વર્ષ કૉલેજમાં ફેલોશીપ પણ મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી થોડો સમય ઉમરેઠની નિશાળમાં શિક્ષક તરીકે કામ કર્યું. મણિશંકર રત્નજી ભટ્ટની ભલામણથી ગજ્જરસાહેબના સેક્રેટરી તરીકે ૧૯૦૫માં ભાવનગર આવી રહ્યા. સાહિત્ય પરિષદની જવાબદારી અહીંથી સંભાળી. અહીં જુદા જુદા પ્રકારનાં વહીવટી કામોના અનુભવ સાથે ગુજરાતના સાક્ષરો સાથે પત્રવ્યવહારથી પોતાનો સાહિત્યરસ પોષતા રહ્યા. ૧૯૦૭માં સાહિત્ય પરિષદની કામગીરી માટે મુંબઈ જાય છે. અહીં પરિષદનું કામ ખૂબ નિસબત સાથે કરે છે. | |||
૧૯૦૮માં મુંબઈથી ફરી ભાવનગર આવી પ્રભાશંકર પટ્ટણી સાથે તેમના ખાનગી કર્મચારી તરીકે રહે છે. ભાવનગરમાં તેમની પ્રકૃતિ મુજબ સાહિત્ય અભ્યાસ અને પ્રવૃત્તિઓ કરવાનું વાતાવરણ મળી રહે છે. ભાવનગરની બાર્ટન લાયબ્રેરીનો સમૃદ્ધ ભંડાર ઉપરાંત પટ્ટણીસાહેબનું અંગત ગ્રંથાલય રણજિતરામની વાંચનરુચિને ઘડવા-કેળવવામાં સહાયક નીવડે છે. ભાવનગરમાં પ્રો. નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ – નાનાભાઈ ભટ્ટ સાથેની મૈત્રી અને સત્સંગ પણ આ વર્ષોમાં નોંધપાત્ર રહ્યો. નાનાભાઈએ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન સંસ્થાની સ્થાપના ૧૯૧૨માં કરી તેની સઘળી ચર્ચા તેઓએ રણજિતરામ મહેતા અને પટ્ટણીસાહેબ સાથે લાંબા સમય સુધી કરી હતી. ડિસેમ્બર ૧૯૧૨માં પટ્ટણીસાહેબ મુંબઈ ગયા તેમની સાથે રણજિતરામ પણ ભાવનગર છોડી કાયમ માટે મુંબઈ જાય છે. ભાવનગર નિવાસ દરમિયાન ગુજરાતના અનેક સારસ્વતો સાથે રણજિતરામભાઈની દોસ્તી થાય છે. ખાસ કરીને કવિ નાનાલાલ સાથેની મૈત્રી. કવિની કવિતાઓ પ્રત્યે રણજિતરામ મહેતાને વિશેષ પક્ષપાત હતો. ભાવનગર અને મુંબઈ નિવાસ દરમિયાન પોતાના લેખોથી એક અભ્યાસી સાહિત્યપ્રેમી તરીકે સાક્ષરવર્ગમાં રણજિતરામ મહેતાની સર્વપ્રિય છવિ અંકિત થઈ રહી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદને પ્રસ્થાપિત કરવામાં અને વેગવંતી કરવામાં રણજિતરામનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. ૪ જૂન, ૧૯૧૭ના રોજ તેમનું મુંબઈમાં દરિયામાં ડૂબી જવાને કારણે અકાળે મૃત્યુ થયું. | |||
{{Poem2Close}} | |||
'''સર્જન :''' | |||
{{Poem2Open}} | |||
કનૈયાલાલ મુનશીએ રણજિતરામ મહેતાની ઓળખ આપતાં કહ્યું હતું કે તેઓ ‘માણસ જ ન હતા, એક ભાવના હતા.’ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓને પ્રજાજીવન સાથે સંયોજાવાની તેમની નેમ હતી. ઉત્તમ સાહિત્યના વાચન-પરિશીલનથી કેળવાયેલી તેમની પ્રજ્ઞાએ ગુજરાતી સાહિત્યને નોંધપાત્ર અભ્યાસલેખો અને નિબંધો તેમની પાસેથી ઉપલબ્ધ કરાવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેઓએ રજૂ કરેલો ‘લોકગીત’ જેવો મહત્ત્વનો અભ્યાસલેખ ગુજરાતી લોકસાહિત્યના અભ્યાસની એક અગત્યની પૂર્વ કડી બની રહ્યો છે. ‘શામળની પદ્યવાર્તાઓમાં ગુજરાતી સમાજની ઝાંખી’ લેખમાં સાહિત્યવિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમ ધ્યાન ખેંચે છે. નરસિંહરાવ દિવેટિયાની કવિતાની મર્યાદાઓ તેમજ નાનાલાલની કવિતાઓની વિશેષતા દર્શાવતા તેમના લેખો પણ મહત્ત્વના ગણાયા છે. રણજિતરામ મહેતાએ થોડી પણ નજરમાં આવી શકે તેવી વાર્તાઓ લખીને પણ સર્જક તરીકે પોતાની એક આગવી મુદ્રા અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. ‘રણજિતકૃતિ સંગ્રહ’ (૧૯૨૧) અને ‘રણજિતરામના નિબંધો’(૧૯૨૭)માં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. સાહિત્ય, વિવેચન અને સંસ્કૃતિ વિશેનાં આ લખાણો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘રણજિતરામ ગદ્યસંચય ભાગ ૧ અને ૨’ નામે ઈ.સ. ૧૯૮૨માં પુનઃ મુદ્રણ કરી સૌને સુલભ કરી આપવામાં આવ્યાં છે. ‘રણજિતરામ વાવાભાઈ મહેતા અને તેમનું સાહિત્ય’ નામે દોલત ભટ્ટના સંપાદનમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા ઈ.સ. ૨૦૧૬માં રણજિતરામ મહેતાનું થોડું લખાણ ચાર વિભાગમાં સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે. | |||
{{Poem2Close}} | |||
'''રણજિતરામ મહેતાની ટૂંકી વાર્તા અંગેની સમજણ :''' | |||
{{Poem2Open}} | |||
પશ્ચિમમાં લખાતી ‘short story’ (ટૂંકી વાર્તા) જેવી વાર્તાઓ લખાવાનો ચાલ ગુજરાતી ભાષામાં વીસમી સદીના આરંભે થયો હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે. ‘સુંદરીસુબોધ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘વાર્તા વારિધિ’, ‘વીસમી સદી’, ‘શારદા’ અને ‘જ્ઞાનસુધા’ જેવાં સામયિકોની તેમાં પ્રમુખ ભૂમિકા રહી હતી. ‘ગોવાલણી’(૧૯૧૮) પૂર્વે ગુજરાતી ટૂંકી વાર્તાની જે સ્થિતિ-ગતિ રહી તેના વિશે પણ રામચંદ્ર શુક્લ જેવા સંશોધક-સંપાદક પાસેથી ‘નવલિકાસંગ્રહ’ પુસ્તક પહેલું અને બીજું – એમ બે મહત્ત્વનાં સંપાદનો પ્રાપ્ત થયાં છે. આપણે અહીં રણજિતરામ મહેતાની એ કાળની ‘વાર્તા’ વિશેની સમજણ જાણવા માટે તેમના જ ‘નાની વાર્તા’ લેખમાંથી પસાર થવું પડે. આ લેખમાં અમેરિકન પ્રો. મેથ્યુઝના ‘ફિલોસોફી ઑફ ધી શોર્ટ સ્ટોરી’ ગ્રંથને ટાંકીને રણજિતરામભાઈ લખે છે, | |||
‘એક જ પાત્ર, એક જ બનાવ, એક જ મનોવેગ કે એક જ પ્રસંગને લીધે ઉપજતી આવેશપરંપરા જે કથામાં આલેખાયાં હોય તેને ‘નાની વાર્તા’ કહી શકાય. વાર્તાનું સ્વરૂપ સુંદર અને મનોહર હોવા ખાતર પ્રમાણની આવશ્યકતા છે. વાર્તાનાં અંગ સુઘટિત અને સુસંબદ્ધ હોવાં જોઈએ. સૌન્દર્યના હરેક અંશથી વાર્તા અંકિત હોવી જોઈએ. રસ એવો જામવો જોઈએ કે કોઈપણ પ્રકારે ક્ષતિ નહિ ઉપજે. રસક્ષતિનો દોષ ટાળવા માટે સાવચેતી લેવી જોઈએ. નવલકથામાં વિવિધ છાપ પડે છે પણ આમાં તો એક જ છાપ પડવી જોઈએ – છાપ એક જ એવો સચોટ અનુભવ થવો જોઈએ.’ (પૃ. ૧૧૭, ‘રણજિતરામ ગદ્યસંચય -૨) | |||
આમ, આ શબ્દો પૂરતા છે રણજિતરામ મહેતાની ‘વાર્તા’ વિશેની સમજણ સ્પષ્ટ કરવામાં. આજે આપણે ‘ટૂંકી વાર્તા’નાં જે લક્ષણો જાણીએ છીએ તે અંગે તેઓએ કેટલાં વર્ષો પૂર્વે એક સાફ અને સ્પષ્ટ સમજ આપી દીધી હતી. વસ્તુ, ચરિત્ર, આકાર, અને રસ વિશે સંકેત કર્યા પછી ય તેઓ ‘એક જ છાપ’ (singal effect)નું જે મહત્ત્વ જણાવે છે તે તેમના દીર્ઘદૃષ્ટા વ્યક્તિત્વનું પરિચાયક બની રહે છે. | |||
{{Poem2Close}} | |||
'''રણજિતરામ મહેતાની વાર્તાઓ અને વાર્તાકલા :''' | |||
{{Poem2Open}} | |||
‘રણજિતરામ ગદ્યસંચય ભાગ ૧’માં ‘સાહિત્ય’ વિભાગ અંર્તગત તેમના સોળ જેટલાં લખાણો સમવિષ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં ક્રમ નં.૧ ૪ ‘તોળલ અથવા તોળીરાણી’, જેસલ-તોરલના જીવન પ્રસંગોને આલેખતી લોકકથા છે. ક્રમ ૩, ૧૫ અને ૧૬ અનુક્રમે ‘કાળીઘાટ પર’, ‘તેજસિંહ’ અને ‘રિપુ’ નાટ્ય કૃતિઓ છે એટલે ૧૨ જેટલી ગદ્ય કૃતિઓમાં ‘વાર્તા’ તત્ત્વની પ્રતીતિ થઈ શકે તેમ છે. ‘સાહેબરામ’, ‘સહિયરો’, ‘મદારી’, ‘હીરા’, ‘શ્રદ્ધા’, ‘સમીસાંઝની સહેલગાહ’, ‘સુપર્ણા’, ‘દોલત’, ‘મંગળા’, ‘આમદ અને રૂપાંદે’, ‘માસ્તર નંદનપ્રસાદ’ અને ‘ખવાસણ’ આટલી કથા-વાર્તાઓ નોંધપાત્ર છે. આ કૃતિઓનો થોડો પરિચય મેળવીએ. | |||
[[File:GTVI Image 2.png|left|250px]] | |||
‘સાહેબરામ’ મોટી નવલકથા લખવા ધારેલી ૧૩ પ્રકરણોની અપૂર્ણ કૃતિ છે. સાહેબરામના ચરિત્રને અવલંબીને ભવિષ્યના ગુજરાતના સ્વપ્નદૃષ્ટા તરીકે રણજિતરામ અહીં પોતાનો ભાવનાલોક આલેખે છે. કૃતિમાં કથાવેગ પાંખો અને જીવનદર્શનનું નિરૂપણ વ્યાપક થતું જણાય છે. કેમ્બ્રિજ, મુંબઈ અને અમદાવાદના સ્થળ-કાળમાં વિહરતી આ કથા ગદ્યકાર તરીકે રણજિતરામની વિશેષતા દર્શાવે છે પરંતુ વાર્તાકાર તરીકે કોઈ ઉન્મેષ દાખવતી નથી. ‘સહિયરો’ પણ અપૂર્ણ રહેલી લાંબી કથા છે. અલબત્ત અહીં કથારસ પ્રમાણમાં જળવાયો છે. સ્ત્રીઓનાં ચરિત્રોને કેન્દ્રમાં રાખી વિસ્તરતી આ કથામાં રણજિતરામની નિરૂપણ રીતિ ધ્યાન ખેંચે છે. હિમાની, ગંધરાજ, અરણિકુમાર અને સ્વર્ણસુંદરીની આ કથા રસવાહી તો બની છે. ‘હીરા’ વાર્તામાં હીરા અને મોતીસિંહની પ્રીતને વાર્તાકારે કુશળ કસબીની અદાથી આલેખી છે. ત્રણ ખંડમાં વિભાજિત આ વાર્તામાં વાર્તાનાયિકા હીરા રાજપરિવારમાં પરણી છે. પૂર્વ પ્રેમી મોતીસિંહ, જે હવે યોગી વેશમાં તેના મહેલની સામે નદીકાંઠે આવીને રહ્યો છે તેને જોઈ-મળીને હીરાનું હૃદય વિહ્વળ થઈ ઊઠે છે. યોગીવેશે મોતીસિંહ નદી તરીને રાજમહેલની બારીમાંથી હીરાના ખંડમાં રોજ રાત્રે મળવા આવવા લાગે છે. વાર્તાકારે યોગીની ધૂણીમાંથી ઊઠતા ધુમાડામાં રચાતી હીરા-મોતીની પ્રણયકથા રસપ્રદ પ્રયુક્તિથી ઉપસાવી છે. વાર્તાના ત્રીજા ખંડમાં નદીના પૂર ઊતરે માટે ચૂંદડી-શ્રીફળ અને પ્રસાદ ચઢાવી નદીની પૂજા કરતી હીરા અને સવારે એ ચૂંદડી હીરાના શયનખંડની બારી પાસેથી મળી આવે તેમાં લોકવાયકા મુજબ માતાજીનો કોપ ભોગ લેશે એવી રાજની ચાકર અનુભવી સ્રીઓની વાણી વાર્તાનો અંત સાંકેતિક રીતે આપી રહે છે. મોતીસિંહને મળવા તાંબાને બદલે માટીનો ઘડો લઈને નદીમાં તરી સામે કાંઠે પ્રેમીને મળવા જતી હીરા પાણીના વહેણમાં તણાય છે. તેને બચાવવા મોતીસિંહ પણ નદીમાં ઝંપલાવે છે પણ બંને બચી શકતાં નથી. વાર્તાને અંતે આવતું મોંધી ખવાસણનું વિધાન ‘રંકને ત્યાં રતન શોભ્યું નહીં.’ ઘેરી વ્યંજના અને કરુણા ઉપસાવે છે. જયા અને જયંતીલાલની સ્નેહકથા ‘શ્રદ્ધા’ પણ એક નોંધપાત્ર વાર્તા છે. જયાના જન્મદિવસે ગજરો લઈ તેની વાટ જોતાં જયંતીલાલ ઘરે આવતાં મોડું કેમ થયું એવો પ્રશ્ન કરી જે શંકા વ્યક્ત કરે છે ત્યાંથી વાર્તામાં તાણ(સંઘર્ષ) રચાય છે. પછી તો બે વર્ષ સુધી જયા અને જયંતીલાલના સંબંધમાં ઓટ આવી રહે છે. જયંતીલાલ જયા સાથેનું સગપણ તોડી નાખે છે પણ જયા બીજે પરણતી નથી. છેવટે જયંતીલાલ જયા સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી તેનો સ્નેહ માંગે છે. જયા પ્રત્યેના સ્નેહમાં ક્યારેય અવિશ્વાસ નહિ લાવે એવી ખાત્રી આપે છે. ‘સમીસાંઝની સહેલગાહ’ સામાન્ય કથા છે. નાયિકાકેન્દ્રી ‘સુપર્ણા’ વાર્તામાં ગરીબ પિતાની પણ શ્રીમંત કુટુંબમાં પરણેલી રૂપવતી સુપર્ણાના મનોરથ વાર્તાકારે ઝીલ્યા છે. પશુપતિ સાથેનું તેનું દામ્પત્ય એક કજોડાનું ઉદાહરણ બની રહે છે. સ્ત્રી-પુરુષ સંબંધને ખાસ કરીને દાંપત્યજીવનની નવી આબોહવાને આલેખતી ‘દોલત’ વાર્તા પણ રણજિતરામના પ્રગતિશીલ વિચારોની દ્યોતક બની છે. સુશિક્ષિત શિવલાલ અને દોલતનાં ચરિત્રોને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ વાર્તામાં ‘નવ્ય સમાજરચના’ના રંગો પણ ઉપસતા જણાય છે. અપૂર્ણ વાર્તા ‘મંગળા’ પણ નાયિકાકેન્દ્રી છે. વાર્તાનું વસ્તુ લગભગ ‘દોલત’ વાર્તાને મળતું આવે છે. વીસમી સદીમાં નવશિક્ષિત સાક્ષરોની સંસારજીવન તેમાંય દાંપત્યજીવનમાં સ્નેહલગ્ન અને લગ્નસ્નેહની ભૂમિકા આ વાર્તાઓમાં વિષય બની છે. મંગળા અને મગનલાલની ગૃહસ્થી ઉજાગર કરતી આ વાર્તામાં મંગળાનું ઉદાત્ત ચરિત્ર ધ્યાન ખેંચે છે. નિતાંત શુદ્ધ સ્નેહની કથા ’આમદ અને રૂપાંદે’ વાર્તાકાર રણજિતરામ મહેતાની વાર્તાકલાનો વિશેષ પરિચય આપનારી એક સક્ષમ વાર્તા છે. બાળગોઠિયા મુસ્લિમ આમદ અને રાજપૂત રૂપાંદેની પ્રીતને વાર્તાકારે રોચક અભિવ્યક્તિ આપીને રસાળ બનાવી છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં દેશી ભારતીય સૈનિકોની ભૂમિકા સાથે વાર્તામાં રચાતું પશ્ચાદ્ભૂ એક વિશેષ વાતાવરણ ઉપસાવી આપે છે. ‘સિવિલ મેરેજ’થી હૃદયની એકતા દામ્પત્યમાં પરિણમી અને બંને દેશસેવામાં જોડાયાં એવો એવો ઉલ્લેખ વાર્તાને ભાવાત્મક બનાવે છે. વાર્તાનો અંત વિચારકેન્દ્રી નિબંધ જેવો થયો છે. સર્વજ્ઞ કથનરીતિમાં કહેવાયેલી ‘માસ્તર નંદનપ્રસાદ’ રણજિતરામ મહેતાની બહુ જાણીતી વાર્તા છે. વ્યવસાયે શિક્ષક નંદનપ્રસાદની એક રવિવારની બેચેની અને ઉદાસી આ વાર્તામાં આસ્વાદ્ય બની છે. રવિવાર વાંચવા-લખવા માટેનો આરક્ષિત દિવસ હોવા છતાં નંદનપ્રસાદનું મન કશામાં લાગતું નથી. શહેરના કોટની રાંગે રાંગે ચાલતા જતા નંદનપ્રસાદનું મન આસપાસની સૃષ્ટિને ઝીલતું પોતાની સ્થિતિ અંગે પણ વિચારતું રહે છે. એક સાક્ષર-શિક્ષક તરીકે પોતાની પરાધીનતા અને લાચાર દશા માટે તેમનું મન સતત કોચવાતું ચાલે છે. બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ કે વિલાયતમાં જન્મ્યા હોત તો શું શું બની શકત તેની કલ્પનાઓ કરતા માસ્તર નંદનપ્રસાદની મનોદશાને વાર્તાકારે પ્રભાવક રીતે આલેખી છે. નવા જમાનાની તાસીર મુજબ પોતાના મૃત્યુની નોંધ જાતે તૈયાર કરી આપઘાત કરવા સુધીની વિચાર તંદ્રામાં વિસ્તરતી આ વાર્તામાં નાયક પક્ષેથી વિશિષ્ટ મનોવિજ્ઞાન વ્યંજિત થયું છે. શોષિતો વંચિતોની વેદનાને તારસ્વરે નિરુપતી ‘ખવાસણ’ વાર્તા પણ રણજિતરામ મહેતાની વાર્તાકાર તરીકેની ઓળખ પૂરવાર કરતી નોંધપાત્ર વાર્તા છે. સ્વરાજ્યના આંદોલનોથી સમાજના ઘણાં વર્ગોની સ્થિતિઓ સુધારવા લાગી પણ શેઠિયાઓને ત્યાં નોકરચાકર તરીકે વેઠનું જીવન ગુજારતા લોકનું તેમાંય સ્ત્રીઓનું શું? એવા માર્મિક પ્રશ્નને લઈને આવતી આ વાર્તા નાયિકાકેન્દ્રી હોવા ઉપરાંત પ્રથમ વ્યક્તિ કથનરીતિમાં આલેખાઈ છે. શારીરિક અને માનસિક સંતાપ વેઠતી નારી તરીકે ખવાસણનું કારુણ્યમૂર્તિ સમુ ચરિત્ર આ વાર્તાની સબળ કડી છે. મલયાનિલની ‘ગોવાલણી’ કરતાં રણજિતરામની ‘ખવાસણ’ એક જુદેરી રસસૃષ્ટિ વાર્તામાં રચી આપે છે. | |||
રણજિતરામ મહેતાની આ વાર્તાઓમાંથી પસાર થતાં વાર્તાકાર રણજિતરામની બે ત્રણ લાક્ષણિકતાઓ સહજ ધ્યાનમાં આવે તેમ છે. એક તો તેમની વાર્તાઓમાં સ્ત્રી-પુરુષ સંબંધોની વાત વિષય બનીને આવી છે. અંગ્રેજી શાસન અને કેળવણીના યુગમાં નવશિક્ષિત યુવાનોની વિચારસરણી અને ભાવસંવેદના આ વાર્તાઓમાં ઉજાગર થઈ છે. બીજું તેમની વાર્તાઓમાં પુરુષ પાત્રો કરતાં સ્ત્રી પાત્રો વધુ પ્રભાવક લાગે છે. ખવાસણ રૂપાંદે, જયા, દોલત, હીરા, મંગળા, સુપર્ણા વગેરે એનાં પ્રમાણો છે. આ વાર્તાઓમાં મોટેભાગે નગરજીવનના ઉપલા વર્ગની, શિક્ષિતવર્ગની સંવેદનાઓ વણાઈ છે. વિગતપ્રચૂર વર્ણનો પણ આ વાર્તાની એક લાક્ષણિકતા બની છે. સ્થળ, ચરિત્ર અને પરિસ્થિતિઓનાં લંબાણપૂર્વકનાં વર્ણનો આ વાર્તાની ગતિને અવરોધે છે. વસ્તુ સંરચનાની દૃષ્ટિએ મોટાભાગની આ કથાઓ કાચી સામગ્રી જેવી લાગે છે. આ વાર્તાઓની ભાષા મહદ્અંશે સીધી સાદી અને સરળ છે. વાર્તાજન્ય પ્રયુક્તિઓનું પ્રમાણ અહીં ઓછું છે. પણ ‘હીરા’, ‘માસ્તર નંદનપ્રસાદ’ અને ‘આમદ અને રૂપાંદે’ જેવી વાર્તા આકર્ષક બની છે. ગુજરાતી ટૂંકી વાર્તાના ઉદ્ગમ કાળે આવી વાર્તાઓ રચીને રણજિતરામ મહેતાએ પોતાની પ્રતિભા શક્તિનો પરિચય કરાવ્યો છે. અલબત્ત ૧૯૧૭માં તેમનું નાની વયે અવસાન ન થયું હોત તો ગુજરાતી ભાષાને તેમની પાસેથી કેટલી ચિરંજીવ વાર્તાઓ મળી શકી હોત એટલું તો આ વાર્તાઓને આધારે નિશ્ચિત કહી શકાય તેમ છે. | |||
{{Poem2Close}} | |||
'''રણજિતરામની વાર્તાઓ વિશે વિવેચકો :''' | |||
{{Poem2Open}} | |||
‘એમની વાર્તાઓ ‘ખવાસણ’, ‘હેમીઓ’ અને ‘આમદ-રૂપાંદે’ એમની સામાજિક નિસબત પ્રગટ કરે છે, અને એમની વાર્તાકળામાં જે તે સમયની ભાષાનો વિનિયોગ કરીને અભિવ્યક્તિને અણીદાર બનતી અનુભવી શક્ય છે.’ | |||
– ભાગ્યેશ જ્હા (‘રણજિતરામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય’ સંપા. દોલત ભટ્ટ) | |||
‘રણજિતરામની ‘માસ્તર નંદનપ્રસાદ’ વાર્તામાં યંત્રવિજ્ઞાનથી વિક્ષિપ્ત પાત્રની આંતરદશાનું વર્ણન કર્યું છે. રણજિતરામની આ વાર્તામાં યાંત્રિક જીવનથી ત્રસ્ત એક સંવેદનશીલ માસ્તરના આંતરચેતનાપ્રવાહો છે.’ | |||
– જયેશ ભોગાયતા (‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’, સંપા. જયેશ ભોગાયતા) | |||
{{Poem2Close}} | |||
'''સંદર્ભ ગ્રંથ :''' | |||
<poem>(૧) ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ખંડ-૪, સંપા. ઉમાશંકર જોશી અને અન્ય, પ્રથમ આવૃત્તિ ૧૯૮૧, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. | |||
(૨) ‘રણજિતરામ ગદ્યસંચય’ ૧ અને ૨, સંપા. રઘુવીર ચૌધરી અને અન્ય, પ્રથમ આવૃત્તિ ૧૯૮૨, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. | |||
(૩) ‘રણજિતરામ વાવાભાઈ અને તેમનું સાહિત્ય’ સંપા. દોલત ભટ્ટ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૬, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. | |||
(૪) ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’, સંપા. જયેશ ભોગાયતા, પ્રથમ આવૃત્તિ ૨૦૧૭, ગુજરાત સાહિત્ય અકાદમી.</poem> | |||
{{rh|||'''વિપુલ પુરોહિત,'''
ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી
ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.
મો. ૯૧૦૬૫૦૬૦૯૪}} | |||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કવિ ન્હાનાલાલ | ||
|next = ધૂમકેતુ | |next = ધૂમકેતુ | ||