32,460
edits
No edit summary |
(+૧) |
||
| Line 92: | Line 92: | ||
{{right|મો. +૧(૪૩૭)૬૮૮-૭૧૫૫}}<br> | {{right|મો. +૧(૪૩૭)૬૮૮-૭૧૫૫}}<br> | ||
{{right|Email : acharyaabhimanyu79@gmail.com}}<br> | {{right|Email : acharyaabhimanyu79@gmail.com}}<br> | ||
<br>{{HeaderNav2 | |||
|previous = ભી. ન. વણકર | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
|next = | |||
{{SetTitle}} | |||
{{Heading|મધુસૂદન વલ્લભદાસ ઠાકર ‘મધુ રાય’|ગીગાભાઈ વામાભાઈ ભંમર}} | |||
[[File:GTVI Image 112 Madhu RAy.png|200px|right]] | |||
{{Poem2Open}} | |||
મધુસૂદન વલ્લભદાસ ઠાકર ‘મધુ રાય’નો જન્મ તા. ૧૯/૦૭/૧૯૪૨ના રોજ જામખંભાળિયામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ દ્વારકામાંથી લીધું. ૧૯૬૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. પારિવારિક કારણોસર કલકત્તાથી અમદાવાદ પાછા ફરે છે. કલકત્તા નિવાસ તેમને અને ગુજરાતી સાહિત્ય માટે ઘણો ફળદ્રુપ રહ્યો. કલકત્તા નિવાસ દરમ્યાન ગુજરાતી સાહિત્યકાર શિવકુમાર જોશી અને ચંદ્રકાન્ત બક્ષીના સંપર્કમાં આવે છે અને સાહિત્યિક પ્રવૃત્તિની સમજને વેગ મળે છે. ૧૯૬૭માં મધુ રાય કલકત્તા છોડીને ‘જનસત્તા’માં નોકરી સ્વીકારે છે અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રબોધ ચોક્સીની ભલામણથી ઉપતંત્રીનું ગમતું કામ મળે છે અને ‘કૃપાલાણીની વાણી’ લખે છે. ’ગુજરાત સમાચાર’માં ‘સલામ શહેરે અમદાવાદ’ લખે છે. તો, ‘જન્મભૂમિ’માં ‘મનકી બીન’ શ્રેણી લખે છે. કંપનીમાં જાહેરખબર લેખન અને સાપ્તાહિકમાં કૉલમનું કામ કરે છે. | |||
મધુ રાયના શરૂઆતના સર્જનમાંથી દ્વારકા નિવાસ દરમ્યાનના બ્રાહ્મણ સંસ્કરનાં દર્શન થાય છે. તેઓએ દ્વારકાથી લઈને બોસ્ટન સુધીનું વાતાવરણ અનુભવ્યું છે; જીવ્યા છે. તેથી એમના સર્જનમાં તે વાતાવરણ જોવા મળે છે. સમાજ-સંસ્કૃતિ બદલે એમ ભાષાનાં સ્તર પણ સ્વાભાવિક રીતે જ બદલાય છે. દ્વારકા, કલકત્તા, અમદાવાદ એમ સ્થળો બદલે છે પણ તેમના સર્જનમાં એક અખંડ ભારતવર્ષનાં દર્શન પણ થાય છે. | |||
દ્વારકાથી કલકત્તા, કલકત્તાથી અમદાવાદ અને અમદવાદથી અમેરિકા સુધીની યાત્રાને સર્જક સ્વયં આ રીતે વર્ણવે છે, – “ત્યાંની યુનિવર્સિટી ઑફ હાર્વર્ડ એક વાર્ષિક નાટ્ય સેમિનાર કરે છે, જેમાં ભાગ લેવા એશિયામાંથી દર વર્ષે ૬-૬ વ્યક્તિને બોલાવાય છે. મૃણાલિની સારાભાઈની ભલામણથી તે સેમિનારમાં ભાગ લેવા સન ૧૯૭૦માં હું હોનોલૂલૂ આવ્યો. અને દુનિયાને વામનમાંથી વિરાટ સ્વરૂપે જોઈ, નવ માસ નાટ્યલેખન અને દિગ્દર્શનનો અભ્યાસ કર્યો, ૧૯૭૧માં પાછા ફરી અમદાવાદમાં ‘આકંઠ’ નામે નાટ્યલેખનની સંસ્થા સ્થાપી; અને ૧૯૭૪માં યુનિવર્સિટી ઑફ એવન્સવિલ, ઇન્ડિયાનામાં નાટ્યલેખન ભણવા હું પાછો અહીં આવ્યો. ત્યારથી અહીં છું.’૧ તેમણે ભારતીય અને અમેરિકન જુદાજુદા લહેકાવાળી ભાષા સાંભળી જે મધુ રાયના ગદ્યમાં ભાવકને પણ સરવા કાને સંભળાય છે. | |||
{{Poem2Close}} | |||
'''પુસ્તકો :''' | |||
<poem>નાટક : ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮), ‘આપણે ક્લબમાં મળ્યા હતા’ (૧૯૭૪), ‘કુમારની અગાશી’ (૧૯૭૫), ‘પાનકોર નાકે જઈ’ (૨૦૦૪) અને ‘યોગેશ પટેલનું વેવિશાળ’, ‘સુરા અને શત્રુજિત’ (૨૦૦૯). | |||
નાટ્યરૂપાંતર : ‘શરત’ (૧૯૭૫), ‘સંતુ રંગીલી’ (૧૯૭૬) અને ‘ખેલંદો’, ‘ચાન્નાસ’ (૨૦૦૭). | |||
એકાંકી : ‘અશ્વત્થામા’ (૧૯૭૬), ‘આપણું એવું’ (૨૦૦૪), ‘કાન્તા કહે’ (૨૦૦૯). | |||
નવલકથા : ‘ચહેરા’ (૧૯૬૬), ‘કામિની’ (૧૯૭૦), ‘સભા’ (૧૯૭૨), ‘સાપબાજી’ (૧૯૭૨), ‘કિમ્બલ રેવન્સવૂડ’ (૧૯૮૧), ‘કલ્પતરુ’ (૧૯૮૭), ‘મુખસુખ’ (૨૦૦૩) અને ‘સુરા સુરા સુરા’ (૨૦૦૯). | |||
નિબંધ : ‘સેપિયા’ (૨૦૦૧), ‘નીલે ગગનકે તલે’ (૨૦૦૧) અને ‘જિગરના જામ’ (૨૦૦૯). | |||
રેખાચિત્ર : ‘યાર અને દિલદાર’ (૨૦૦૯). | |||
ટૂંકી વાર્તા : ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪), ‘રૂપકથા’ (૧૯૭૨), ‘કાલસર્પ’ (૧૯૭૩), ‘કઉતુક’ (૨૦૦૫), અને ‘રૂપ રૂપ અંબાર’ (૨૦૨૫).</poem> | |||
{{Poem2Open}} | |||
આ ઉપરાંત મધુ રાયની ઘણી કૃતિઓના હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. તેમજ આજપર્યંત તેઓ સર્જનરત છે. કુલ પાંચ વાર્તાસંગ્રહોમાં મળીને ૧૩૦ જેટલી વાર્તાઓ પ્રાપ્ત થાય છે. અહીં મધુ રાયના ઉપરોક્ત પ્રથમ ચાર વાર્તાસંગ્રહ વિશે અભ્યાસ પ્રસ્તુત છે. | |||
ગદ્યનાં વિવિધ સ્વરૂપોમાં મહત્ત્વપૂર્ણ કામ કરનારા આધુનિક સર્જક મધુ રાયને અનેક પરિતોષિકો મળ્યાં છે. ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ અને ‘કુમારની અગાશી’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ માટે ગુજરાત રાજ્ય સરકારનું પ્રથમ પારિતોષિક અને પ્રતિષ્ઠિત ધનજી કાનજી પદક ઉત્તમ નવલકથા ‘કલ્પતરુ’ વાસ્તે પ્રદાન કરવામાં આવેલ. નાટ્યલેખનની વિવિધ સ્પર્ધાઓમાં અનેક ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ. | |||
{{Poem2Close}} | |||
[[File:GTVI Image 113 Banshi Namani Ek Chhokari.png|200px|left]] | |||
{{Poem2Open}} | |||
ગુજરાતી પ્રમુખ વાર્તાકારોની વાત કરવાની હોય તો તેમાં મધુ રાયનું નામ અચૂક લેવું પડે. ‘ધૂમકેતુ’થી લઈને આજ સુધીના ગુજરાતી વાર્તાકારોનાં નામ લેવાના આવે તો તેમાં મધુ રાયને વિના સંકોચે મૂકી શકાય; બલ્કે અચૂક મૂકવા પડે તે તેની વાર્તાકળાને લીધે. વાર્તાકાર તરીકે તેઓ એક અલગ અને વિશિષ્ટ મુદ્રા ધરાવતા વાર્તાકાર છે. તેમણે ગુજરાતી વાર્તા સાહિત્યમાં અનેક ઉત્તમ વાર્તાઓ આપી છે. તેઓ અમદાવાદમાં માત્ર છ વર્ષ જ રહ્યા અને જામખંભાળિયા અને દ્વારકામાં બાળપણ વીત્યું એટલો સમય જ ગુજરાતમાં રહ્યા, છતાં વાર્તામાં ગુજરાતી પરિવેશ આલેખી શક્યા છે તે તેમની ખૂબી અને વિશેષતા કહી શકાય. | |||
વીસમી સદીના ઉત્તરાર્ધમાં, ગુજરાત રાજ્યની સ્થાપનાની સમાંતરે આપણે ત્યાં કળા પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તનો શરૂ થયાં. આપણે ત્યાં પણ નવી હવાનો વંટોળ શરૂ થયો. હવે ગુજરાતી સાહિત્ય વિશ્વ સાહિત્યની ધારાઓ સમાંતરે ઝીલી રહ્યું હતું. આધુનિકતાવાદનાં પગરણ થવા લાગ્યાં. આધુનિકતાનો મૂળ સ્રોત પશ્ચિમની કળા-સંસ્કૃતિમાં જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ પછી કળામાં વિષયગત, અભિવ્યક્તિગત અને આકારગત જે પરિવર્તનો આવ્યાં. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે બહુ ઝડપથી આપણો સર્જક તેને ઝીલે છે. આ કોઈ પ્રાંત કે કોઈ દેશ પૂરતો સીમિત ન રહેતાં આંતરરાષ્ટ્રીયવાદ બને છે. આધુનિકતાના આંદોલનનો પ્રભાવ આપણે ત્યાં કવિતા, ટૂંકી વાર્તા, નાટક અને નવલકથામાં ઝીલાય છે. | |||
આધુનિકતાવાદી સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવામાં સુરેશ જોષી, મધુ રાય, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી, મુકુન્દ પરીખ વગેરેની ટીમ તેમજ સાહિત્યિક સામયિકોનો ખૂબ મોટો ફાળો છે. ‘કૃતિ (સંસ્કૃતિ નહીં)’ તેવું મોટા અક્ષરે લખાતું તેથી પરંપરાવાદીઓને ખૂબ આઘાત લાગેલો. રૂઢ, પ્રચલિત રૂપો, દૃઢ-સુરેખ કાવ્યબંધ અને સિદ્ધ રચનાશૈલીનો ત્યાગ જ નહીં પણ તરછોડીને આધુનિક સર્જકોએ નવાં રૂપો, નવા રચનાબંધ, આકાર, રજૂઆત અને નવી શૈલી નિર્માણ કરવાની દિશામાં પ્રયત્નો કર્યા છે. | |||
આધુનિકયુગની વાર્તા સ્વરૂપની વાત કરીએ તો, આ યુગના પ્રમુખ સર્જક તરીકે સુરેશ જોષી પછી મધુ રાયે ગુજરાતી કથાસાહિત્યમાં બહુ મોટું પરિવર્તન આણ્યું છે. નાટક, નવલકથા અને ટૂંકી વાર્તાને વળાંક આપવામાં મધુ રાય મોખરે છે. આ સમયગાળામાં વાર્તાકારોએ મનુષ્યસંયોગોની વિષમતા, એકલતા, વિચ્છિન્નતા, હતાશા, ગમગીનતા આદિનું નિરૂપણ કરવા માંડ્યુ. આ માટે આ યુગનો પ્રભાવ ઝીલનારા વાર્તાકારોએ કપોળકલ્પના, સ્વપ્ન, અસંગતતા, પુરાકથા જેવા ઘટકતત્ત્વોનો વાર્તા નીપજવવા માટે ઉપયોગ કરવા માંડ્યો. આ રીતે કામ કરનારાઓમાં સુરેશ જોષી, કિશોર જાદવ અને મધુ રાય પ્રમુખ હતા. તેઓ વાર્તા ક્ષેત્રમાં આખા આધુનિક યુગનો આવાજ હતા. સુરેશ જોષી પછીની વાર્તાનાં વહેણ-વળાંકોમાં મધુ રાયનો ફાળો અનન્ય છે. મધુ રાયે ગુજરાતી વાર્તાસાહિત્યમાં નવોન્મેષ પ્રગટાવ્યો. તે તેમની વાર્તાઓની વિશેષતા છે. તેમના પાંચેય વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં એટલુ તો ચોક્કસ સમજાશે કે, વાર્તામાં નવા આયામો તેમણે ઉમેર્યાં છે, નવી સિદ્ધિ અને નવું શિખરસર કરેલું વાર્તામાં તેમની પાસેથી મળે છે. વાર્તામાં નવાં પરિમાણો, નવા વિષયો, શૈલી, ટેક્નિક દ્વારા તેઓ વાર્તાકળા સિદ્ધ કરી શક્યા છે. | |||
મધુ રાયની વાર્તાઓમાં પ્રયોગશીલતા, રચનારીતિ અને વાર્તાનાં વિવિધરૂપો પ્રગટાવવાની તેમની નેમ જણાય છે. વાર્તાકાર તરીકે તેઓ એક વિષયમાં પ્રતિબદ્ધ સર્જક તરીકે સામે આવે છે. ‘બાંશી નામની એક છોકરી’, ‘કાલસર્પ’ વાર્તાસંગ્રહ સુધીની વાર્તાઓમાં ઉપરોક્ત લક્ષણો સાથે નવો રૂપલક્ષી અભિગમ અચૂક નજરે પડે છે. એટલે જ આ વાર્તાઓ મધુ રાયની વાર્તાઓ મધુર લાગે છે, આધુનિકતામાં અગ્રેસર, આકર્ષક જણાય છે. આ સર્જક શાલિન વાર્તાકાર છે. તેની પાસે વાર્તાને નીપજવવાની અને દિશા આપવાની દૃષ્ટિ છે. તેની વાર્તાઓમાં વિવિધતા જોવા મળે છે. | |||
સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ જેના માટે ‘કળાપ્રપંચ’ સંજ્ઞા પ્રયોજી છે તેવી ગૂંથણી મધુ રાય વસ્તુ, સમય, અવકાશ, રચના અને ભાષાની કરે છે તેવું તેની મોટા ભાગની વાર્તાઓમાંથી પસાર થતાં જણાશે. તેઓ વાર્તાના કસબી છે. ‘ધ્વનિ’ કવિતાકળા સાથે વધુ નજીકનો સંબંધ ધરાવે છે. હાર્મોનિકામાં જે ધ્વનિ સંભળાય છે તે મધુ રાયને હાથવગો છે. અહીં લેખકની અર્થ અંગેની-વિશેની શ્રદ્ધા તૂટેલી લાગે. વર્ણોની ફેરબદલ, સાઉન્ડનું સૌંદર્ય લેખકનું નિજી છે. હાર્મોનિકા એટલે જોવાની અને સાંભળવાની ગડમથલ. આ વાર્તાઓ મધુ રાયની પ્રયોગવૃત્તિનું ફળ ગણાય. કળાકારના ધોરણે, સમજપૂર્વક અને પૂર્ણ નિસ્બતથી મધુ રાય વાર્તામાં પ્રયોગો કરે છે. તેનું ઉત્તમ ઉદાહરણ તેની ‘ચ્યુમ્મબન્ન’ વાર્તા ગણાવી શકાય. | |||
‘બાંશી નામની એક છોકરી’ વાર્તાસંગ્રહમાં કુલ બાવીસ વાર્તાઓ છે. આ સંગ્રહમાં સર્જક્ના અન્ય સંગ્રહોના મુકાબલે ઉત્તમ વાર્તાઓ પ્રમાણમાં ઓછી મળે છે. પણ સર્જક તરીકેની મધુ રાયની વિશિષ્ટતા અને વિલક્ષણતા તારવી આપે તેવો સંગ્રહ છે. પ્રથમ સંગ્રહથી જ મધુ રાય વાર્તાકાર તરીકે કાઠું કાઢે છે. બંગાળી પરિવેશ પ્રયોજે છે. આ અગાઉ વાર્તામાં આ પરિવેશ ચંદ્રકાન્ત બક્ષી અને શિવકુમાર જોશી પ્રયોજી ચૂક્યા છે. છતાં આ અલગ અવાજ છે. વાર્તાના વિષયો અલગ છે. તેને રજૂ કરવાની રીત પણ અલગ છે. તેથી મધુ રાય પહેલા જ સંગ્રહથી વાર્તા સાહિત્યમાં પોંખાય છે. | |||
આ સંગ્રહની વાર્તા ‘બાંશી નામની એક છોકરી’માં વાર્તાનાયક સામે એક જુદી જ પરિસ્થિતિ આવી પડી છે. વાર્તામાં બાંશીની અનઉપસ્થિતિમાં વાર્તાની માંડણી વાર્તાકાર કરે છે. વાર્તાનાયકની બાંશી પ્રત્યેની પ્રણયની ભાવના વધુ તો માનસિક જ છે. અતુલભાઈ અને વાર્તાનાયક ફિલ્મ જોવા ગયા છે. આ સમય દરમ્યાન અને પછી ઘરે જતી વખતે પણ વાર્તાનાયકને અનેક રીતે બાંશી નામની છોકરીની યાદ આવે છે. લેખક ખૂબ જ સરળ અને સહજતાથી પાત્રના સ્મૃતિ સંચલનો નિરૂપી શક્યા છે. વાર્તામાં વાર્તાનાયક અને અતુલભાઈની ચર્ચા, વાતચીત અને ખાસ તો વર્તનમાંથી આખી સંવેદનસૃષ્ટિ ખીલે છે અને વિસ્તરે છે તે સ્પષ્ટ રીતે વાચક જોઈ શકશે. બાંશીનો પરિચય પણ ખૂબ ઓછા શબ્દોથી આકૃતિ ઊભી કરી છે. આ બંને વચ્ચેની વાતચીતમાંથી જ બાંશી નામની છોકરીનો પરિચય ભાવક મેળવે છે. હજી વાચક સામે બાંશીને સર્જકે પ્રત્યક્ષ કરી નથી! બાંશીનો પરિચય લેખકને આપવો પડતો નથી. મૂકેશનું પાત્ર ઉમેરાય છે જે વાર્તાનાયકનો મિત્ર છે. લેખક દ્વિ-અક્ષરી શબ્દોથી શરૂ કરીને બાંશીનું વ્યક્તિત્વ સુંદર રીતે ખડું કરે છે. બાંશીના દેહસૌંદર્યને ખૂબ રસાળ શૈલીમાં રજૂ કરી આપે છે. મૂકેશ અને કથાનાયક વચ્ચે થયેલો સંવાદ વાર્તાના અંકોડા મેળવી આપે છે. નાયક તેને મળવા માંગે છે પણ માત્ર તે શ્યામ બજારમાં રહે છે આટલી જ ખબર મળે છે. પછી બાંશી પર છાપ છોડવા માટે સેન્ડલ, કપડાં વગેરેમાં ધ્યાન આપે છે. પણ બાંશી તો અન્ય કોઈને પરણશે. આ તો સામાન્ય ચા વેચવાવાળો બને ને તેને બાંશી ચા વેચતો જોઈ જાય તો? અહીં નાયકનાં જીવનની અને વિલક્ષણ વિચારની વિભીષિકા દર્શાવીને વાર્તા પૂરી કરી છે. | |||
‘સમસ્યા’ વાર્તા મનોસંવેદનોના સૂક્ષ્મ નિરૂપણવાળી વાર્તા છે. નાયકને નોકરીમાં પચાસ રૂપિયાનો પગાર વધારો મળ્યો છે. પહેલા જ દિવસે નાયક ઘણું ઘણું વિચારી લે છે. તેની દૃષ્ટિમાં ફેર વર્તાય છે. નાયક વિચારે છે કે, હવે ઘરમાં કઈ કઈ વસ્તુઓ લાવવી? કયાં કયાં સુધારા કરવા? વગેરેથી કથાનાયકના મનના મનોસંચલનો બહુ જ બારીકાઈથી અને છતાં સહજતાથી સર્જક નિરૂપી શક્યા છે જીવનની સૌથી મોટી સમસ્યા ભવિષ્યના સુખની છે. વાર્તામાં ઘણા પ્રતીકો પ્રયોજીને વાર્તાને ઊંચાઈ આપે છે. | |||
વાર્તાના અંતે સપનું આવે છે અને છૂ કરતાં જે ધારે તે કામ થઈ જાય છે. સપનું તૂટે છે તે જાગવાનો પ્રયાસ કરે છે, આંગળી પકડવાનો પ્રયાસ કરે છે. એ સપનામાં બી જાય છે. વાર્તા નાયકનું સપનું એ દરેક માનવીનું સપનું બને છે અને પચાસ રૂપિયાના પગાર વધારવાળી નોકરી સપનું તો નથી ને? આ સમસ્યાનું સમાધાન શોધવા એ અંદર અને બહારથી તરફડી ઊઠે છે. અહીં વાર્તામાં લેખકની કલાત્મક સૂઝ દેખાય આવે છે. સર્જકની નિરૂપણ શક્તિની કસોટી થાય છે અને તેમાં સર્જક પાર ઉતરે છે. | |||
{{Poem2Close}} | |||
[[File:GTVI Image 114 Kautuk.png|200px|left]] | |||
{{Poem2Open}} | |||
‘ધારો કે –’ વાર્તા વિશિષ્ટ અને આજના માનવીની યંત્રણા સ્થિતિની દ્યોતક છે. વાર્તાના શીર્ષકથી જ શક્યતાઓની શરૂઆત થાય છે. તમારું નામ કેશવલાલ છે અને તમે ગુજરાતી છો. અહીંથી શરૂ થયેલી વાર્તા તેની શરૂઆતમાં જ વાર્તાના અનેક સંકેતો આપી દે છે. સંડાસ, નળની ચકલી, શેવાળ, મેલો ટુવાલ, ગઈકાલવાળું ગંજી વગેરે બધાની સાથે વાર્તા ઘડાય છે અને આ વાર્તાના સંકેતો બને છે. વાર્તાનો વિશિષ્ટ પ્રયોગ અદ્ભુત છે. વાર્તામાં શક્યતાઓ અને સંભાવનાઓ રજૂ કરીને સર્જક બાજી મારી જાય છે. આ ધારણાઓને વાર્તા સર્જકે યાંત્રિકતા સાથે જોડી છે. યાંત્રિકતાએ માનવીના અસ્તિત્વનું કેવું કાસળ કાઢ્યું છે તેનું કલાત્મક આલેખન કરી વાર્તામાં માનવની સ્થિતિ અને ગતિનો સમય સાથે સંકેત કર્યો છે. યાંત્રિકયુગની શોધ અને તેનો આરંભ કરનારો માનવી જ હવે તેનાથી ભીંસાઈ રહ્યો છે. તે યંત્રવત્ જીવન જીવવા લાગ્યો છે. તેની યાંત્રિક ચેતના હવે સંવેદના ગુમાવી દે છે. હતાશા, નિરાશા, નિઃસહાયતા, એકવિધતા, લાચારી, હાડમારી, બેચેની તેને યંત્ર બનાવે છે. વિશ્વાસ ગુમાવી બેસેલ માણસ ભીંસાઈ રહ્યો છે. આખી કથા શરૂથી લઈને અંત સુધી શક્યતાઓરૂપે વિકસે અને વિસ્તરે છે. અહીં લેખકે કલાત્મકતા સિદ્ધ કરી છે. આ વાર્તાની ખાસ વિશેષતા એ છે કે નાટ્યકાર મધુ રાયની દૃષ્ટિએ વાર્તા અસરકારક બની છે. મધુ રાયની ઘણી વાર્તાઓ ભજવણીક્ષમ છે તેમાંની આ એક છે. | |||
‘કુતૂહલ’નો બાળક નવલકિશોર તેનાં તોફાન અને કારનામાઓને કારણે સરેરાશ રોજના ત્રણના હિસાબે કજિયા કરે છે અને સરેરાશ રોજની દસ મિનિટના હિસાબે બાપુજી ભંવરમલજી એને મારતા અને માસ્ટર તેને રોજના આઠ આનાના હિસાબે ભણાવે છે. માસ્ટરની નજરે વાર્તાની પરિસ્થિતિ ખૂલે છે. નવલકિશોરની ઉંમર ચૌદ વર્ષની છે. સર્જક નામ પણ ‘નવલકિશોર’ સૂચક રીતે પસંદ કરે છે. શેઠ અને શેઠાણીની નવલકિશોરને સુધારવાની જિદથી માસ્ટર તેને ભણાવવા આવે છે. નવલકિશોરની જીવ અને જગતને જોવાની દૃષ્ટિમાં વિસંગતતા છે તે કૃતિનો આસ્વાદ્ય અંશ છે. નવલકિશોર કોઈને સારતો નથી, કોઈની કાબૂમાં નથી. શેઠની તો માન-મર્યાદા રાખતો જ નથી તેવો વંઠેલ છે. વાર્તા અંત તરફ ગતિ કરે છે ત્યારે અંતે શેઠની પડદો ખોલે છે ને રહસ્યસ્ફોટ થાય છે. તે કહે છે જવા દો ને માસ્ટર, નવલ હવે નહીં ભણે, હવે ઉઠાડીને એને કાલથી દુકાનમાં બેસાડવાનો છે. સામેવાળાની દીકરી સાથે કરેલી હરકતથી લઈને માતાજીની મૂર્તિની ચેષ્ટા કરવા સુધી નવલકિશોરની માનસિકતાનો વિસ્તાર છે. તેનો પડઘો ખૂબ જ મોટા અવાજે પડે છે. નવલની માનસિક સ્થિતિ અંતે છતી થાય છે ત્યારે માસ્ટર ગોથું ખાય જાય છે. વાર્તાન્તે ચોટદાર અને આસ્વાદ્ય બની છે. | |||
મધુ રાયના ‘બાંશી નામની એક છોકરી’ વાર્તાસંગ્રહની આટલી વાર્તાઓની ચર્ચા કરવી ઉચિત અને યોગ્ય જણાય છે. પરિચય માટે ચર્ચા ખમે તેવી તો તેમની દરેકે દરેક વાર્તા છે. સર્જકનો બીજો વાર્તાસંગ્રહ ‘રૂપકથા’ છે. તેમાંની વિશિષ્ટ અને આસ્વાદ્ય વાર્તાઓ વિશે પરિચય મેળવીએ. | |||
‘ચ્યુમ્બન્ન’ (હાર્મોનિકા) આ વાર્તા હાર્મોનિકા વાર્તા જૂથનું એક વિશિષ્ટ ભાષા એકમ રજૂ કરે છે. ધ્વનિ સૌંદર્ય થકી વાર્તાના શીર્ષકમાં ચુંબનની ક્રિયા દીર્ઘ સ્વરે મૂર્ત થતી જોઈ શકાય છે. ધ્વનિ, રાગ, આવેશમય અભિનિવેશ અને ક્રિયા બધું જ સર્જક ભાષાના વિશિષ્ટ ઉપયોગ થકી ખડું કરે છે. ભાષામાં રહેલા લય થકી વરસાદ વરસવાનો ધ્વનિ સર્જક ખડો કરે છે. અહીં મોહન પરમારની ‘વાયક’ વાર્તા તરત યાદ આવી જાય છે. વરસાદ વરસવાનો અવાજ, ટીપાં પાડવાનો અવાજ, વરસાદનું ટપકવું, ત્રાટકરૂપ વગેરેનો ધ્વનિ ભાષાની મદદથી અને કલાની અદબથી સર્જકે ખડો કર્યો છે. આ શબ્દો ને વર્ણોનું મોટા અવાજે ઉચ્ચચરણ કરવાથી વરસાદ પાડવાની સ્થિતિ તાદૃશ્ય થશે. | |||
રમેશ અને કેતકીની સ્થિતિ અને ચેષ્ટા ભાવકને દુષ્યંત અને શકુંતલા સુધી દોરી જાય છે. સાંકેતિક અને પ્રગટ એમ બે રીતે નાયક નાયિકાની જાતીયક્રિયાઓ અને કલાપો દર્શાવાયાં છે. રતિક્રીડા માટે ઉદ્દીપન બને છે વરસાદ. કેતકીના હોઠ ધ્રુજે છે. તે કશું બોલતી નથી પણ મલકતી રહે છે. અહીં કેતકીનું નાયકને નજીક આવવાનું આહ્વાન છે. આવકાર છે. બંનેનાં હાથ પરસ્પર ભિડાય છે અને વરસાદની હેલી સાથે પરસ્પરના શરીર માઝા મૂકે છે. | |||
વાર્તામાં ઘટના નથી પણ તરંગપટ છે. પૂપૂપૂપૂની જગ્યાએ પુપુપુપુનો ભાવપલટો ક્રિયામાં પરિણમે છે. સામાન્ય ભાવક માટે આ સ્થિતિને અનુભવવી અને પામવી સહેલી નથી. વાર્તામાં ગદ્યની જગ્યાએ પદ્ય પ્રયોજાયેલું જણાશે. વાર્તાનું મોટેથી પઠન કરવું પડે છે ત્યારે તેનું નાદસૌંદર્ય પકડાય છે. દીર્ઘકાલીન ચુંબન દર્શાવીને સર્જક આવેગને દર્શાવે છે અને કેતકી અને રમેશ જે સ્થિતિ- પરિસ્થિતિમાં છે તેણે વાર્તાક્ષણ ઘડી છે. અહીં શૈલી, રજૂઆત અને વિષય નવા છે. મધુ રાય વાચકને શબ્દ ધ્વનિનો અનુભવ કરાવે છે. સાથે સાથે પાત્રોની મનોગત સ્થિતિ દર્શાવે છે. ધ્વનિ પોતાની સાર્થકતા પેલા લાંબા ચુંબનથી સિદ્ધ કરે છે. આ જ હાર્મોનિકાની સિદ્ધિ છે. | |||
‘રૂપકથા’ વાર્તાસંગ્રહની હાર્મોનિકા શૈલીની બીજી ધ્યાનપાત્ર વાર્તા છે ‘કાચની સામે કાચ’. આ વાર્તાને સર્જકે પૂરી પ્રતીકાત્મક રીતે આલેખી છે. હાર્મોનિકા વાર્તા સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર જ છે. આ સર્જકની આગવી વાર્તાકળા કહી શકાય. કાચની સામે કાચ ગોઠવીને પ્રતિબિંબોથી દંપતીનો દૃષ્ટિભંગ અહીં પ્રમુખ અને આસ્વાદ્ય વિષય છે. બદલાતી સામાજિક ચેતના સાથે તેનું રૂપ, દૃષ્ટિકોણ વગેરે બદલાયાં છે. પુત્રીને મામાને ત્યાં મોકલીને દોશી દંપતી સોફા-પલંગ છોડીને જાજમ પર બેસી જાય છે. પછી સ્વભાવિકતામાં આવવાનો ખેલ ખેલે છે. સોફા-પલંગની જગ્યાએ જાજમ આવે છે અને સામે કાચ આવે છે. અહીં દોશી દંપતી રમા અને અતુલ વચ્ચે મનમેળ નથી કે સંવાદિતા જણાતી નથી. બંનેના જેવાં છે તેવાં પ્રતિબિંબો કાચમાં પડે છે. અહીં કાચ વાસ્તવનું પ્રતીક બને છે. આ દંપતી એકબીજાને નિહાળવામાં જે ગેરસમજ કરે છે તેમાં કાચ કરતાં વધું આંખનો દોષ છે. આ વાર્તા વાંચતાં પ્રથમ દૃષ્ટિએ માત્ર શબ્દરમત હોવાનું પ્રતીત થાય કદાચ, પરંતુ કૃતિને કલાઘાટ આપવામાં તેનું મહત્વ વિશેષ છે. અહીં પ્રતિબિંબોમાંથી માનવ અસ્તિત્વનો અણસાર આવતો જણાય છે. | |||
‘કાન’ વાર્તા હરિયાને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તા છે. છતાં સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બની છે. આ વાર્તામાં કાન પ્રતીક બનીને આવે છે. હરિયો નદીથી નહાઈને આવે છે ત્યારે તેનો કાન લાલ થઈ જાય છે. ત્યારે ‘તારો કાન બહુ મજાનો છે બેટા!’ ત્યાંથી હરિયાના કાનનાં વખાણ શરૂ થઈ જાય છે. કાન એ હરિયાની કશીક વિશિષ્ટ પ્રાપ્તિ છે. કાન શરીરનું એક એવું અંગ છે કે જેનો બાહ્ય કરતાં આંતરિક ઉપયોગ વધારે છે. બાહ્ય તો દેખાવમાત્ર માટે છે. સાંભળવાની ક્રિયા કાનની આંતરિક રચના પર વધુ અવલંબે છે. હરિયો અરીસામાં જુએ છે અને વિચારે છે કે, આ વળી કાનનું શું છે? તેવો જાત સાથે સંવાદ રચીને મધુ રાય આપણી માનવીય પોકળ ગતિવિધિ દર્શાવે છે. હરિયાને બધા માન આપે છે કાનને લીધે. હરિયાના સમગ્ર અસ્તિત્વ કરતાં કાનનું મહત્ત્વ વધુ છે. તેને બીજો કાન પણ છે. પણ હરિયો એટલે આ કાન અને કાન વિનાનો હરિયો કશું જ નથી. તેવો તાલ સર્જકે ગોઠવીને હરિયાનાં અસ્તિત્વનો ઉપહાસ અને આધુનિક માનવીની વિડંબણા રજૂ કરી છે. | |||
‘હું પતંગિયું છું’ વાર્તામાં એક દિવસ અમર નામની કોઈ અજાણી વ્યક્તિનો પત્ર કથાનાયિકા નીલાને મળે છે. તે અજાણી વ્યક્તિ એટલે અમર. નીલા અમરને જાણતી-ઓળખતી નથી. પત્ર ભોપાલથી આવ્યો છે, અહીં નીલાનું બાળપણ વીત્યું છે. પત્રમાં તેની બહેનપણીની વીગતો આલેખી છે. નીલાને વાત ખોટી લાગે છે પણ ખાતરી કરતાં પત્રની વીગત સાચી પડે છે. પછી નિયમિત રીતે અમરના પત્રો નીલાને મળતા રહે છે. દરેક પત્રમાં કંઈ ને કંઈ નીલાના જીવનને અસર કરતાં અનિષ્ટના સમાચારથી નીલા ભયભીત રહે છે. પત્રોમાં અન્ય નીલા સંબંધી અને તેને અસર ન કરતી ઝીણી ઝીણી અનેક વિગતો અમર દ્વારા આવે છે. અને અંતે એક સોમવારે અમરના પત્રો આવવાના બંધ થઈ જાય છે. નીલા પત્રો આવવાથી શરૂઆતમાં જે બેચેની અનુભવતી તેથી વિશેષ ગમગીનતા હવે પત્રો બંધ થવાથી અનુભવે છે. તેનું સરસ અને આબેહૂબ આલેખન મધુ રાય કરી શક્યા છે. નીલા સાથે સર્જકે સ્વપ્નની સૃષ્ટિ મૂકીને વાર્તાને જુદાં પરિમાણો તરફ દોરી જાય છે. અંતે લેખકે સમાધાન મૂક્યું છે કે, નીલા માણસ નથી, એ તો એક પતંગિયું છે. અહીં કપોલકલ્પિત તત્ત્વોનો વિનિયોગ હકીકતની પરિપાટી પર રચાઈને વાર્તાને સુંદર કલાઘાટ મળે છે. | |||
{{Poem2Close}} | |||
[[File:GTVI Image 115 Rup Rup Ambar.png|200px|left]] | |||
{{Poem2Open}} | |||
‘સરલ અને શમ્પા’ ઉત્તમ વાર્તા બની છે. આખી વાર્તા કપોળકલ્પિત છે. વાર્તાની શરૂઆતમાં સરલ અને શમ્પા બગીચામાં વાતો કરતાં બેઠાં છે. શમ્પાનો જમણો હાથ દેખાતો નથી અને પછી શમ્પા ગૂમ થાય છે. સરલ શમ્પાને શોધવા મથે છે ત્યારે તેને બધી જગ્યાએથી નકારાત્મક પ્રતિસાદ મળે છે. શમ્પાના ઘરે તપસ કરતાં તેને જવાબ મળે છે કે શમ્પા જેવી અમારે કોઈ છોકરી નથી. અહીં સરલને મોટો ઝટકો લાગે છે. સરલની બધે જ શોધને અંતે શમ્પાની હયાતી અંગે શંકા જાગે છે અને તે શંકા પોતાના અસ્તિત્વની હયાતી સુધી વિસ્તરે છે. આ વાર્તા મધુ રાયની જ નહીં, ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિ બની છે. | |||
આટલી વાર્તાઓ સિવાય પણ આ સંગ્રહની હજી ઘણી ઉત્તમ વાર્તાઓની ચર્ચા કરવી જોઈએ તેવી વાર્તાઓમાં ‘ઈંટોના સાત રંગ’, ‘શેષ પ્રહર’, ‘ધજા’ અને ‘મચ્છરની પાંખોનો અવાજ’ જેવી વાર્તાઓ ખૂબ સારી છે. તો, ‘કાલસર્પ’ વાર્તાસંગ્રહની ઘણીબધી વાર્તાઓ ચર્ચાની એરણે ચડે અને ખરી ઊતરે તેવી છે. પણ આપણે અહીં બે વિશિષ્ટ વાર્તાઓમાં, ‘કાલસર્પ’ અને ‘કઉતુક’ વાર્તાનો તો ઓછામાં ઓછો પરિચય મેળવવો જ છે. જેની નોંધ લીધા વગર આગળ વધી શકાય તેમ નથી. | |||
‘કાલસર્પ’ વાર્તા ભાવ, ભાષા અને વસ્તુથી અલગ ભાત પાડે છે. માયાવી સૃષ્ટિમાંથી ઊભા થતાં વાસ્તવની ક્ષણોને સર્જકે જે પકડી છે તે આસ્વાદ્ય બની છે. આ માટે ભાષાનું પોત અને સામર્થ્ય સર્જક પ્રયોજે છે તે કોઈપણ વાચકનું ધ્યાન ખેંચે છે. આ મધુ રાયની ઉત્તમ વાર્તાઓમાંથી એક છે. સાવ સામાન્ય છતાં આકાશી પદાર્થોનો અનોખો ઉપયોગ કરીને સર્જકે પુરાણ, ખગોળવિદ્યા, જ્યોતિષ અને આકાશીસૃષ્ટિને સાદ્યંત આસ્વાદ્ય બનાવી છે. ‘આ પ્રથમ આકાશી કથાકૃતિ છે.’ તેવું રાધેશ્યામ શર્માનું કથન સાચું છે. અહીં ગદ્યનું એક નવું જ રૂપ જોવા મળે છે. | |||
બે પરમાણુના સંયોજનથી એક ‘અણુ’ બને છે અને એવા ત્રણ અણુના સંયોજનથી ત્રસરેણુ બને. અહીં આવી આકાશી અણુ-પરમાણુકથા સાથે ઍરકન્ડીશન્ડ ટ્રેનમાં છોકરો અને છોકરી બેઠાં છે શતતારકા શુક્લ અને આયુષ્યમાન ધ્રુવ. આ ટ્રેન જીવનનું પ્રતીક બનીને આવે છે. વળી, અવકાશી પદાર્થોની વાત સાથે ટ્રેન અવકાશમાં ચાલી જાય છે. અહીં વાર્તાનો તંતુ મળે છે અને વાર્તાનું નવું અને તાજગીભર્યુંરૂપ સર્જાય છે. ગુજરાતી વાર્તા સાહિત્યમાં અનોખી ભાત પાડતી આ વાર્તા આસ્વાદ્ય બની છે. સાથે સાથે આ વાર્તા ભાવકના મનમાં કેટલાક પ્રશ્નો પણ છોડતી જાય છે. | |||
‘હૃદયના તર્ક તે કૈ’ વાર્તામાં એક નાનકડા ટાપુ પર એક વ્યક્તિ બે ટોપીવાળો માણસ છે અને તેની પત્ની એક જ આંગળીમાં પાંચ વીંટી પહેરતી છતાં બંનેને કોઈ પૂછતું નથી કે શા માટે આમ કરે છે? બોબી તેનો પાળેલો કૂતરો છે. આ ગામમાં એક સુંદર કન્યાનો જન્મ થયો. તેનું નામ સુનંદા હતું. બધા એકબીજાને સ્પીડમાં ટૂંકાક્ષરી નામે બોલાવતાં હતા. વાર્તાનાં રહસ્યો સુનંદા અને રમણના પાત્રોના પ્રવેશથી ખૂલે છે. અમુક ચમત્કારિક ઘટનાઓ બને છે. રમણ ચોક વડે જોલીભાઈ, તેની વહુ અને કૂતરાનું મૃત્યુ નીપજાવી ગામનું અસ્તિત્વ મીટાવી દે છે. અહીં ગામ નથી તો સુનંદા પણ નથી અને રમણ પણ નથી! હળવી શૈલીમાં કહેવાયેલી વાર્તાન્તે વાચક સામે અસ્તિત્વના ગંભીર પ્રશ્નો છોડીને જાય છે. માનવમાત્રનું અસ્તિત્વ શું તેવો પ્રશ્ન વાર્તા વાંચ્યા પછી દરેક વાચકને થશે. તે વાર્તાની સિદ્ધિ છે, વાર્તાનું શિખર છે. | |||
‘મોરે પિયા ગયે રંગૂન’ વાર્તાનું શીર્ષક જ જાણે કોઈ ગીતના શબ્દો છે તેમ જણાય છે. તેનાથી તેમાં સંગીતનો ગુણ હોવાની પ્રતીતિ થાય છે. નાયક પ્રોફે. ગુણુભાઈ પોતાના અમેરિકા નિવાસ દરમ્યાન મુશ્કેલીમાં મુકાય છે. તેમને પુષ્પા મળે છે. અંતે ચોટ સાવ સામાન્ય લાગે. ‘કોલિંગ ફ્રોમ આઉટ ઑફ રેન્જ’ બતાવતો ફોન બીજા ગ્રહ પરથી આવતો હોવાની દહેશત ઉપજાવે છે. વાર્તાનો અંત થોડો અસાધારણ જણાયો છે. | |||
‘ઊંટ’ વાર્તામાં પ્રગટેલો વ્યંગ-કટાક્ષ માનવજાત માટે વિરલ છે. હરિયાનું વિમાન જઈ પહોંચ્યું ઊંટલોકમાં. હરિયો ઊંટલોકમાં પહોંચ્યો પછી તેને સમજાય છે કે, અહીં તો ઊંટોનું આધિપત્ય છે. માનવનાં હાડકાં ટેબલ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માણસ દરેક પશુને ત્યાં હોય અને તે સંશોધન માટે સારો ગણાતો. હરિયાની ઊંચાઈ બરાબર હતી તેથી તેને અહીં ઉપયોગમાં લેવાય છે સંશોધનમાં. માણસનો ઉપયોગ ભોજનમાં પણ થતો! અહીં કપોળકલ્પિતનો સારો ઉપયોગ સર્જકે કર્યો છે. અભિવ્યક્તિમાં ઉપયોગમાં લીધેલી રચનારીતિ, વ્યંગ્ય, કટાક્ષ, પાર્થિવ-અપાર્થિવ તત્ત્વોનો સર્જક સુમેળ સાધે છે અને સારી કલાકૃતિ આપે છે. | |||
આ વાર્તાઓ ઉપરાંત ‘દૂરબીન’, ‘જોલી જોનીની કહાની’, ‘માલાબાર પેલેસ’ ઉત્તમ વાર્તાઓ છે. જેની અચૂક ચર્ચા કરવી જોઈએ તેવી વાર્તાઓ છે. જેની નોંધ લીધા વિના આગળ વધવું મુશ્કેલ છે. પણ આપણે છેલ્લી એક વાર્તાનો પરિચય મેળવવો છે તે છે – ‘તારા’ વાર્તા. છગન-મગનના સંવાદથી શરૂ થતી વાર્તા ડાયસ્પોરાનો ઉત્તમ નમૂનો છે. આખી વાર્તા સંવાદાત્મક ધોરણે ચાલે છે. દીપક અગરવાલ વિઝા મેળવવા માટે અમેરિકન તારાને ખોટું ખોટું પરણે છે. લગ્નની બધી રસમ કરે છે. પણ તારા સાથે શારીરિક રીતે અંતર રાખે છે. ભારતીય ડબલ ધોરણોની માનસિકતા તરત છતી થાય છે. માનવ અનુભવલેખે સારી રચના બની છે. એક ભારતીય વડે સંવેદાત્મક ધોરણે નાયિકાને અન્યાય થાય છે. આ મધુ રાયની હાર્મોનિકા શૈલીની ઉત્તમ વાર્તા બની છે. | |||
વાર્તાકાર તરીકે મધુ રાયની કેટલીક મર્યાદાઓ પણ રહી છે. મધુ રાય અમુક વાર્તામાં અચાનક વળાંક, સ્વપ્ન થકી વાર્તાન્ત અને અસાધારણ અંત આપે છે તે અપ્રતીતિકર લાગે છે. વાતાવરણની વિવિધતા જ તેની સિદ્ધિ સાથે અમુક વાર્તામાં મર્યાદા બને છે. અમુક વાર્તામાં ટેક્નિક અસહજ જણાય છે. સામાન્ય કે સાધારણ ભાવક તેમની અમુક વાર્તાને પામી ન શકે. મધુ રાયની વાર્તાને પામવા, તેનાં પ્રતીકો ઉકેલવા સજ્જ ભાવક અને સરવા કાન જોઈએ. સંવાદાત્મક રીતે કહેવાયેલી વાર્તામાં વાર્તાકાર મધુ રાય ઉપર નાટ્યકાર મધુ રાયનો પ્રભાવ જણાય છે. આવી કેટલીક સામાન્ય ક્ષતિઓને બાદ કરીએ તો, મધુ રાય આપણી ભાષાના ઉત્તમોતમ વાર્તાકાર ઠરે છે. | |||
મધુ રાયના ચારેય વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં એટલું તો ચોક્કસ સમજાય છે કે, મધુ રાય આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર છે. ગુજરાતી વાર્તાસાહિત્યના ઇતિહાસની વાત કરવી હોય ત્યારે વાર્તામાં સીમાચિહ્નરૂપ પ્રદાન બદલ તેમને અચૂક યાદ કરવા પડે. વાર્તાના વિષયો, શૈલી, રજૂઆતની ટેક્નિક, વાર્તાની પ્રેગ્નેટ મોમેન્ટને પકડવી, વાતાવરણના પ્રયોજનમાં વિવિધતા વગેરે મધુ રાયને આપણી ભાષાના મોટા વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. | |||
{{Poem2Close}} | |||
'''સંદર્ભગ્રંથ :''' | |||
<poem>૧. ‘અમેરિકા : રંગ ડોલરિયો’, અદમ ટંકારવી, પ્રથમ આવૃત્તિ ૨૦૦૪, પૃષ્ઠ ૧૨૯. | |||
૨. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ગ્રંથ ૮, ખંડ ૧ અને ર. | |||
૪. ‘રૂપકથા’ (વાર્તાસંગ્રહ), લે. મધુ રાય | |||
૫. ‘કાલસર્પ’ (વાર્તાસંગ્રહ), લે. મધુ રાય | |||
૬. ‘કઉતુક’ (વાર્તાસંગ્રહ), લે, મધુ રાય.</poem> | |||
{{rh|||<poem>પ્રા. ગીગાભાઈ વામાભાઈ ભંમર | |||
આસિસ્ટન્ટ પ્રોફેસર અને અધ્યક્ષ, | |||
ગુજરાતી વિભાગ, | |||
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, રાપર. | |||
મો. ૯૪૨૮૮ ૫૫૭૩૮.</poem> }} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ભી. ન. વણકર | |||
|next = સુવર્ણા રાય | |||
}} | }} | ||