સંચયન-૧૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 631: Line 631:
== ॥ વિવેચન ॥ ==
== ॥ વિવેચન ॥ ==


{{Img float | style    = | above    = | file    = File:Chandrkant Topiwala.jpg  | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Chandrkant Topiwala.jpg  | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}


<center><big><big>{{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ 
સ્વરૂપની દૃષ્ટિએ}}</big></big><br>
<center><big><big>{{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ 
સ્વરૂપની દૃષ્ટિએ}}</big></big><br>
Line 662: Line 662:
</center>
</center>


[[File:Sanchayan 10-13 Todi Ragini.jpg|center|400px]]
[[File:Sanchayan 10-14.jpg|center|400px]]


<center><big><big>{{color|#000066|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ}}</big></big><br>
<center><big><big>{{color|#000066|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ}}</big></big><br>
Line 669: Line 669:
દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે.
દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Img float | style    = | above    = | file    = File:Sanchayan 10-15.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-15.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ તો ગુજરાતી કવિતા મધ્યકાળથી સાહસનાં લેખનો કરતી આવેલી. પહેલાં ધર્મના સાહસ, પછી સુધારા અને સંસ્કૃતિનાં લેખનો જેવી કવિતાને પોતાને કોઈ ભાગ્યે જ સાહસ કરવાનું હતું, એને તો અન્ય સાહસોના લગભગ નિષ્ક્રિય વાહક બનીને રહેવાનું હતું. શરૂમાં, પ્રહ્ લાદ પારેખ, રાજેન્દ્ર, નિરંજન આદિ કવિઓએ કવિતાને વાહક બનતી અટકાવવાનો પુરુષાર્થ આરંભ્યો અને અંતે ૧૯૬૦ થી ગુજરાતી કવિતાએ સાહસનાં લેખનો છોડી પહેલી વાર લેખનોનાં સાહસનો પંથ ઝાલ્યો. બાહ્ય વળગણો (external attachments) છોડી કવિતા સંપૂર્ણ સ્વાયત્તતા તરફ, આત્મનિર્ભરતા તરફ, સ્વનિર્દેશતા તરફ વળી, ટૂંકમાં શુદ્ધતા તરફ વળી. આધુનિક કવિતાના આ પુરસ્કર્તા કવિઓમાંના ઘણા જ્યારે ટૂંકી વાર્તા, નવલકથા અને નાટ્યલેખન તરફ વળ્યા ત્યારે અન્ય સ્વરૂપોને પણ ખોટું યા ખરું, આક્રમક રીતે કાવ્યપરિણામ મળે એ સ્વાભાવિક હતું.
આમ તો ગુજરાતી કવિતા મધ્યકાળથી સાહસનાં લેખનો કરતી આવેલી. પહેલાં ધર્મના સાહસ, પછી સુધારા અને સંસ્કૃતિનાં લેખનો જેવી કવિતાને પોતાને કોઈ ભાગ્યે જ સાહસ કરવાનું હતું, એને તો અન્ય સાહસોના લગભગ નિષ્ક્રિય વાહક બનીને રહેવાનું હતું. શરૂમાં, પ્રહ્ લાદ પારેખ, રાજેન્દ્ર, નિરંજન આદિ કવિઓએ કવિતાને વાહક બનતી અટકાવવાનો પુરુષાર્થ આરંભ્યો અને અંતે ૧૯૬૦ થી ગુજરાતી કવિતાએ સાહસનાં લેખનો છોડી પહેલી વાર લેખનોનાં સાહસનો પંથ ઝાલ્યો. બાહ્ય વળગણો (external attachments) છોડી કવિતા સંપૂર્ણ સ્વાયત્તતા તરફ, આત્મનિર્ભરતા તરફ, સ્વનિર્દેશતા તરફ વળી, ટૂંકમાં શુદ્ધતા તરફ વળી. આધુનિક કવિતાના આ પુરસ્કર્તા કવિઓમાંના ઘણા જ્યારે ટૂંકી વાર્તા, નવલકથા અને નાટ્યલેખન તરફ વળ્યા ત્યારે અન્ય સ્વરૂપોને પણ ખોટું યા ખરું, આક્રમક રીતે કાવ્યપરિણામ મળે એ સ્વાભાવિક હતું.
Line 685: Line 685:
[[File:Sanchayan 10-16 Kedar Ragini.jpg|300px|center]]
[[File:Sanchayan 10-16 Kedar Ragini.jpg|300px|center]]
{{center|કેદાર રાગિણી}}
{{center|કેદાર રાગિણી}}
== ॥ કલાજગત ॥ ==
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-17 Megh Malhar.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = રાગ મેઘ મલ્હાર  | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-18 megh raag.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = રાગ મેઘ  | capalign = center  | alt      = }}
<center><big><big>{{color|#000066|રાગ મેઘ મલ્હાર}}</big></big><br>
<big>{{Color|#0066cc|'''અભિજિત વ્યાસ'''}}</big></center>
{{Poem2Open}}
વૈશાખ અને જેઠ મહિનાની ગરમી એટલે શરીર જાણે મીણબત્તીની જેમ ઓગળતું. ચૈત્રમાં ગુલમહોર કેવો સજીધજીને તૈયાર થયો હતો. તે હવે તેના લાલ ફૂલની રતાશ પણ ઓગળી ગઈ છે. ગરમાળાના ફૂલો પણ હવે તો કરમાઈ ગયા છે. જાણે સોનાનો ભાવ કેમ ઘટી ગયો હોય! અષાઢમાં ભગવાન જગન્નાથ ફરવા નીકળે. કાલીદાસે પણ અષાઢનો મહિમા ગાયો છે. મોહન રાકેશનું નાટક ‘અષાઢ કા એક દિન’ પણ યાદ આવે. અષાઢનું વાતાવરણ જ કંઈક જુદું. અષાઢનું આકાશ એટલે ગોરંભાયેલું. આકાશના ગર્ભમાં જાણે વરસાદ સમાયો હોય તેવા વાદળના ગોટેગોટા. લેન્ડસ્કેપ સર્જવા ઇચ્છતા ચિત્રકારો માટે અષાઢ મહિનો અદ્ભુત છે.
અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. આપણે ગુજરાતમાં તો તંત્રની કસોટી પણ આ અષાઢી બીજના જ હોય છે. આ દિવસે વરસાદના અમીછાંટણા પડે તો તેને શુકન ગણવાની પરંપરા છે. ભડલીના ભાખનાર તો અષાઢે વીજળી ગાજે તેના પરથી વર્ષનું ભાવિ ભાખે. અષાઢી બીજથી ગામડાઓનાં ચિત્રો પણ બદલાઈ જાય. વર્ષા ઋતુનો આરંભ થયો તેમ અષાઢી બીજ જો ગાજે તે ખેડૂતો તેને શુકનવંતુ વર્ષાનો અણસાર લેખે.
વર્ષાના દિવસોની મજા જ કંઈક ઔર છે. વરસાદ પહેલા, વરસાદ દરમ્યાન અને વરસાદ પછીના ચિત્રોનો વૈભવ જ જુદો જુદો છે. વરસાદ પહેલા આકાશ જે રીતે ગોરંભાયેલું જોવા મળે તેને ચિત્રિત કરવાની મજા જુદી છે. આમ તો આકાશમાં વાદળો રોજ જુદા જુદા સ્વરૂપે જોવા મળે. પણ અષાઢ - શ્રાવણના વાદળોનો રંગ કંઈક જુદો. ક્યારેક સાવ સફેદ, રૂ જેવા, તો ક્યારેક કાળા ડીબાંગ. તો ક્યારેક વળી મેઘધનુષની પણછ તાણીને ઉભા હોય. અને મેઘધનુષમાં તો સાત રંગોનો સમન્વય. આ બધા દૃશ્યો કોઈ ચિત્રકાર કે ફોટોગ્રાફરને જરૂર આકર્ષે. આ વરસાદી માહોલના કેટલાય ચિત્રો અનેક ચિત્રકારોએ સર્જ્યા છે. ચિત્રકારોની જેમ ફોટોગ્રાફરો પણ આ વર્ષાઋતુના લેન્ડસ્કેપ ઝડપવાનું ચૂકે નહીં. આ ફક્ત આકાશ કે મેઘધનુષ પૂરતું મર્યાદિત નથી. અનેક પ્રકારના વરસાદી વાતાવરણના ફોટોગ્રાફ જોવા મળે છે. આપણા એક ફોટોગ્રાફરે તો ‘મોનસુન ઈન ઈન્ડિયા’ એવું સરસ પુસ્તક પ્રગટ કર્યું છે. અને કોઈને અંગ્રેજી ફિલ્મ ‘મોનસુન વેડીંગ’ પણ યાદ આવે.
જેમ ચિત્રકળા કે ફોટોગ્રાફી કરતા કલાકારોને વર્ષાઋતુના ચિત્રો સર્જવા ગમે તેમ સંગીતકારોને માટે પણ વર્ષાઋતુ એવી જ આકર્ષક છે. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતમાં તો વર્ષાઋતુના ખાસ રાગો રજૂ કરવાની એક વિશિષ્ટ પરંપરા જોવા સાંભળવા મળે છે. વર્ષાના ગીતો ગાઈને રજૂ કરવાની પણ એક જૂની પરંપરા છે. આ પરંપરામાં આપણાં અનેક પ્રચલિત ગીતોનો સમાવેશ થાય છે. શાંતિનિકેતનમાં તો અષાઢને આવકારતો વર્ષા ગીતોનો કાર્યક્રમ પણ થાય છે. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતમાં તો કેટલા બધા રાગો વર્ષાઋતુના છે. જેમ કે મેઘ, મલ્હાર, મેઘ મલ્હાર, મીયાં મલ્હાર, રામદાસી મલ્હાર, સુર મલ્હાર, જૈત મલ્હાર, સરયુ મલ્હાર, મીરાં મલ્હાર, ગૌડ મલ્હાર, ચંદ્ર મલ્હાર, અરુણ મલ્હાર, દેશ મલ્હાર વગેરે. અનેકને ખાસ આ ઋતુ દરમ્યાન જ રજૂ કરવાની પરંપરા છે. સાવન, ઝુલા અને કજરી પણ વર્ષાઋતુમાં ખાસ ગવાય છે. કજરી વર્ષાઋતુનો ઉપશાસ્ત્રીય સંગીતનો લોકપ્રિય પ્રકાર છે. મોટા ભાગની કજરીની રચનાઓમાં રાધાકૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવે છે. કજરીમાં વિપ્રલંભ શૃંગાર અને સંભોગશૃંગાર બંને વર્ણવાય છે. ઠુમરીની જેમ કજરીમાં પણ શબ્દને વિવિધ રીતે સ્વરથી રમાડવામાં આવે છે. મીરઝાપુર અને બનારસમાં કજરીને સાંભળવી એ એક લહાવો છે.
આ મલ્હાર રાગની સાથે તાનસેન અને તાનારીરીની એક દંતકથા પણ જોડાયેલી સાંભળવા મળે છે. તાનસેને જ્યારે દરબારમાં બાદશાહના આગ્રહને માન આપીને દીપક રાગ પ્રસ્તુત કરેલો ત્યારે તેના શરીરમાં ઉત્પન્ન થયેલ અગનને ઠારવા માટે મલ્હાર રાગ ગાવો જરૂરી હતો. અને તે દ્વારા જ તેને શાંતિ મળે તેમ હતી. પણ દરબારમાં એવું કોઈ ન હતું જે મલ્હાર રાગ ગાઈને રજૂ કરી શકે. ત્યારે તાના રીરી નામની બહેનોએ આ મલ્હાર રાગને ગાઈને તાનસેનને શાતા આપી હતી તેવી વાર્તા જગજાહેર છે. રાગ મલ્હારને રજૂ કરવાથી વરસાદ વરસે તેવી એક માન્યતા છે. સંગીતના શાસ્ત્રોમાં પણ આ મતલબની વાત થયેલી છે તેમ કેટલાક સંગીતજ્ઞોનું કહેવું છે.
આ તાનારીરીની જેમ તેમના નાના નરસિંહ મહેતાની પણ એક વાર્તા આ પ્રકારની જ લોકમુખે સાંભળવા મળે છે. એક વખત નરસિંહ મહેતાની મજાક કરવા કોઈએ તેને ઉકળતું પાણી નાહવા માટે આપ્યું. હવે આ ઉકળતા પાણીથી તો કેમ નાહી શકાય!  એટલે નરસિંહ મહેતાએ રાગ મલ્હારમાં એક ભજન ગાયું અને વરસાદ વરસ્યો.
આ માન્યતાની જ્યારે વાત યાદ આવે છે ત્યારે એક બીજી પણ વાત યાદ આવે છે. એક વખત પંડિત જશરાજ સાણંદમાં ખુલ્લામાં કાર્યક્રમ આપી રહ્યા હતા ત્યારે વરસાદના ફોરાઓ પડવા શરૂ થયેલા. જશરાજજીએ આ ફોરાઓની વાત કરતા કાર્યક્રમ દરમ્યાન જ કહ્યું કે આ મારા સંગીતનો પ્રતાપ નહિ પણ ઈવરની કૃપા છે તેમ સમજવું.
અહીં મને એક ‘મેઘમલ્હાર’ નામની ટૂંકી ફિલ્મ પણ યાદ આવે છે જેના દિગ્દર્શક છે સુદીપ્તો ચટ્ટોપાધ્યાય. આ ટૂંકી અવધિની, એટલે કે ફ્ક્ત તેતાલીસ મિનિટની એક ફિલ્મ છે. ફિલ્મની વાર્તા કંઈક આમ છે - વર્ષો પૂર્વે નદીને કાંઠે ગુરુ શિવલીક એના બે શિષ્યો સત્યકામ અને સંગનીક તથા પુત્રી સુરંજનાને સંગીતની શિક્ષા આપી રહ્યા છે. આ શિક્ષા દરમ્યાન ગુરુ એમને જણાવે છે કે અષાઢી પૂનમના રોજ કોઈ મન અને શરીરથી પવિત્ર હોય તેવી વ્યક્તિ રાગ મેઘમલ્હાર ગાઈને રજૂ કરે તો સાક્ષાત સરસ્વતીનું પૃથ્વી ઉપર અવતરણ થાય છે. આ વાતથી પ્રેરાઈને ત્રણેય મેઘમલ્હારની આરાધના કરે છે. અને ત્રણેયમાં સત્યકામને સરસ્વતીના અવતરણમાં સફળતા મળે છે. પણ પૃથ્વી ઉપર આવતા જ સરસ્વતી પથ્થરમાં પરિવર્તન પામે છે. ગુરુ પુત્રી સુરંજના, કે જે સત્યકામને પ્રેમ કરતી હોય છે તે રાગ મેઘમલ્હારને પ્રસ્તુત કરી સરસ્વતીને ફરી સજીવન કરે છે.
આપણી ફિલ્મોમાં તો વળી વરસાદની કંઈક ઔર જમાવટ હોય છે. તેમાં પણ અતિનાટક (melodrama) રજૂ કરવા ઇચ્છતા દિગ્દર્શકને માટે તો વરસાદી રજૂઆત અત્યંત મહત્ત્વની બની રહે છે. તેમાં પણ આપણી હિન્દી ફિલ્મોમાં તો વરસાદ એક પ્રકારની સેન્સુઅસનેસ દર્શાવવાને માટે અતિ મહત્ત્વનું ઘટક છે. સત્યજિત રાયની ફિલ્મ ‘પથેર પાંચાલી’માં વરસાદની રજૂઆત અત્યંત નયનરરમ્ય છે. તેમાં પણ પહેલું ફોરું જે રીતે પડે છે તે જ દિગ્દર્શકની સૂઝને માટે માન અપાવે છે. આપણા ભારતીય ફિલ્મ દિગ્દર્શકો વરસાદને જે રીતે રજૂ કરે છે તે હોલીવુડના દિગ્દર્શકો કરતા વધુ નાટ્યાત્મક હોય છે. અને એ રીતે ખાસ તો બોલીવુડ બધી જ રીતે હોલીવુડથી આગળ છે.
દિગ્દર્શક ઋત્વિક ઘટકે તો તેની એક ફિલ્મનું નામ ‘મેઘે ઠાક્યે તારા’ રાખ્યું છે. તો એમની ‘સુવર્ણરેખા’ ફિલ્મમાં વરસાદના દૃશ્યમાં ઉસ્તાદ બહાદુરખાને (સરોદવાદક) જે રીતે મીયાં મલ્હારને પાર્શ્ચસંગીતમાં મુક્યો છે તે સમગ્ર દૃશ્ય અને તેના પરિવેશને પ્રભાવક બનાવી દે છે. ગોવિંદ નિહલાની દિગ્દર્શિત ફિલ્મ ‘દૃષ્ટિ’માં પણ વરસાદી દૃશ્ય અને તેની પાછળનું કિશોરી આમોનકરનું કંઠ્યસંગીત અનેરું છે. આવા તો અનેક દૃશ્યોને યાદ કરી શકાય છે. તેમાં પણ જ્યારે વરસાદી વાતાવરણમાં ગીતોની રજૂઆત થઈ છે તેવા તો અનેક ગીતો યાદ આવે. ફિલ્મ ‘ગુરુ’નું ‘બરસો રે મીઠા મીઠા’ તો સ્વર નિયોજન અને પિક્ચરાઈઝેશનમાં પણ સરસ થયું છે. એવું જ ‘લમ્હે’નું ગીત ‘મેઘા રે મેઘા, તેરા મન તરસે રે પાની ક્યું બરસા રે’ પણ યાદ આવે. ‘ગરજત બરસત સાવન આયો રે’ પણ મનમાં યાદ આવે. આ પ્રકારના અનેક ગીતો આજે તો હોઠે ચઢેલા છે. અને તેના દૃશ્યો પણ યાદ આવે. આજે તો આ ગીતોને યાદ કરીએ જ.
આપણી હિન્દી ફિલ્મોમાં ક્લાઈમેક્સના દૃશ્યોને દર્શાવવામાં વરસાદ ખૂબ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ રહ્યો છે. ફિલ્મોમાં કેટલીક નાટ્યાત્મકતા સર્જવા માટે વરસાદનો ઉપયોગ ઘણા વર્ષોથી થતો રહ્યો છે. પ્રચલિત સિનેમાની ફોર્મ્યુલાનો એક મહત્ત્વનો ભાગ વરસાદ પણ છે. આપણી હિન્દી ફિલ્મોમાં તો કેટલાક પ્રકારની સેન્સ્યુઆલીટી સર્જવા માટે વરસાદનું દૃશ્ય સર્જવામાં આવે છે. વરસતા વરસાદમાં અભિનેતા અને અભિનેત્રી ગીતો ગાતાં હોય કે હિરો-વિલનની ઘમાસાણ ફાઈટ ચાલતી હોય - આ પ્રકારના દૃશ્યો અત્યંત કોમન છે. ટીપ ટીપ બરસે પાની, પાની મેં આગ લગા દે - વગેરે ગીતોમાં અભિનેત્રીના વળાંકોમાંથી ટપકતાં પાણીના ટીપા કે શરીરને ચોટી ગયેલા ભીના આછાં વસ્ત્રોથી દર્શકોની સેન્સ્યુઅસનેસને સ્પર્શવાનો સ્પષ્ટ અભિગમ રાખીને નિર્માતાઓ ટિકિટબારી તરફ જોયા કરે છે.
વરસાદમાં સંગીત સાંભળવાનો આનંદ પણ અનેરો છે. ધોમ ધખતા ઉનાળા પછી જ્યારે પહેલો વરસાદ વરસે ત્યારે માટીમાંથી જે એક સુગંધ આવે તે પણ અનેરી હોય છે અને તે પણ ફક્ત પ્રથમ વરસાદના સમયે જ આવે. આમ તો જેઠ મહિનાની શરૂઆતથી જ આકાશનો નજારો બદલાવો શરૂ થાય છે. પણ શહેરી વાતાવરણમાં અને સૂર્યના પ્રકોપને કારણે સામાન્ય સંજોગોમાં આકાશ સામે જોવાનો સમય જ મળતો નથી. આમ પણ આકાશ અને માનવ વચ્ચે ઘણો મોટો અવકાશ સર્જાઈ ગયો છે. ગામડા ગામમાં હજી માણસ અને આકાશની વચ્ચે એક સંબંધ હતો. પણ શહેરી જીવનમાં આવો કોઈ સંબંધ આકાશ અને માનવ વચ્ચે રહ્યો નથી. એવા સંજોગોમાં આકાશમાંના વાદળો જોવાની કોને ફુરસદ છે. એટલે જેઠમાં સર્જાતા સફેદ કાળા વાદળોની નોંધ વળી કોણ રાખે પણ આ બધો સમય આકાશને જોવાનો અને માણવાનો છે. તેમાં પણ રાત્રિની મજા જ વળી કંઈક જુદી. ચૈત્ર-વૈશાખના ચોખ્ખા, નગ્ન આકાશના દર્શન તો આ મહિનાઓમાં જ થાય. પછી ધીરે ધીરે વાદળોના આવરણો ઓઢવા શરૂ કરે તે અષાઢ-શ્રાવણમાં તો તે પૂર્ણ રૂપે ઢંકાઈ ગયું હોય છે. તે તારાઓ તો શું સૂર્યને પણ તેની સાથે સંતાકુકડી રમવું પડે.
સંગીતકારોને માટે આ જ દિવસોમાં મલ્હારના પ્રકાર રજૂ કરવાનો એક અદ્ભુત અવસર મળે છે. આમ તો હવે કોઈ પણ ઋતુમાં કોઈપણ રાગની રજૂઆત સંગીતકારો કરતા હોય છે. તે ઉપરાંત કેસેટ અને સી.ડી.ના આ જમાનામાં આ બધું તમે ઇચ્છા પડે ત્યારે સાંભળી શકાય છે. એટલે ચોક્કસ સમયે અને ચોક્કસ ઋતુમાં જ અમુક રાગો સાંભળવાનું રહેતું નથી. તેમાં પણ આપણે ફિલ્મોમાં તો દિગ્દર્શકને ઇચ્છા થાય ત્યારે વરસાદી વાતાવરણ જમાવવામાં આવે છે. પણ ખાસ વર્ષા ઋતુનું સંગીત નૈસર્ગિક રૂપમાં સાંભળવું એ પણ એક લહાવો છે. વર્ષાના આગમન પૂર્વે મોરના ટહુકા, વાદળોનો ગડગડાટ વગેરેમાં અને એ વરસતા વરસાદમાં પણ એક લય હોય છે. આ લયને માણવાને માટે મન જોઈએ. જેવી રીતે કોઈ સંગીતકારની રજૂઆતમાં પણ એક લય હોય છે તેમ જ આ નૈસર્ગિક સંગીતમાં પણ લય હોય છે. ઉસ્તાદ અમજદઅલીખાંએ વગાડેલો રાગ મીયાં મલ્હાર સાંભળીએ છીએ ત્યારે એ જ વર્ષાના લયનો આનંદ આવે છે.
વરસાદ પડતો હોય ત્યારે કંઈ કામ ન કરતા વરસાદમાં પલળવાની (હરીન્દ્ર દવેની કવિતા જેમ ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ’) કે તેને જોવાની મને તો ખૂબ મજા આવે. આવી મજા બીજા પણ અનેક લોકો લેતા જ હશે. ઘણી વખત અચાનક જ વરસાદ વરસી પડે અને બહાર પલળવા ન નીકળી શકાય તેવા સમયે પણ કામ થંભી જતું હોય છે અને નજર બારી બહાર દેખાતા વિવ પર મંડાઈ રહે છે. અને વરસાદને કારણે વિચારોનો કંઈક ઔર પ્રવાહ વહેવા લાગે છે. ‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી’ જેવી બાલમુકુન્દ દવેની પંક્તિ પણ યાદ આવે કે ‘માથે ગાજે મેઘલો, ડસડસ ડારે વીજ, અષાઢે અમ આવશું આવો, આવી બીજ’ જેવી મણિલાલ હ. પટેલની પંક્તિઓ સહજ યાદ આવી જાય. વર્ષાઋતુમાં વિરહ અને શૃંગારનો રસ ઝરતો હોય તેમ અંદર પણ વરસતું રહે. વરસના બીજા દિવસો કરતા વર્ષાના દિવસો મને હંમેશા વધુ રોમેન્ટિક લાગ્યા છે. ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રાજ કપૂરે ફિલ્મના પહેલા અને ત્રીજા ભાગમાં વરસાદી દૃશ્યોમાં જે રોમેન્ટિકનેસ રજૂ કરી છે એ અદ્ભુત છે. ‘મોહે અંગ લગજા બાલમા’ ગીત આ સંદર્ભમાં ખાસ યાદ આવે.
મનમાં ગણગણવા તથા આમ પણ સાંભળવા ગમે તેવા કેટલાક ગીતો યાદ કરું ‘બોલે રે પપીહરા, પપીહરા, નિત ઘન બરસે, મન પ્યાસા, નિત મન તરસે (ફિલ્મ : ગુડ્ડી), ‘ગરજત બરસત સાવન આયો રે’ (ફિલ્મ : બરસાત કી રાત), ‘કહાંસે આયે બદરા હો’ (ફિલ્મ : ચશ્મેબદુર), ‘ડર લાગે, ગરજે બરસીયા’, ‘મેઘા છાયે આધી રાત’ (ફિલ્મ : શર્મિલી, આ ગીત અલબત રાગ પટદીપમાં સર્જાયું છે), વગેરે અનેકને યાદ કરી શકાય.
આજે આ લખું છું ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. એક સમયે આ રીતે સતત વરસાદ વરસી રહ્યો હોય તે સમયને હેલી કહેવામાં આવતી. હવે તો આવા શબ્દો પણ ચલણમાં નથી. અત્યારે પણ હેલી જેવું વાતાવરણ છે. અને રૂમમાં પણ હવે વાતાવરણ ભીનું ભીનું થઈ ગયું છે. ભેજ એટલો બધો દીવાલો વાટે ફૂટ્યો છે કે મારી પ્રિય ચોપડીઓ બગડે નહિ તેની ચિંતા થઈ રહી છે.
{{Poem2Close}}
<center>
{|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.5em;"
|-
|[[File:Sanchayan 10-19 Megha Raga.jpg|center|220px]]
|[[File:Sanchayan 10-20 Asavari raag.jpg|center|200px]]
|-
| <center>રાગ મેઘ</center>
| <center>અસાવરી રાગિણી</center>
|}
</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>
{|style="background-color: #876F12; "
|<span style="color:FloralWhite      "><big><center>{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}} <br>
તબક્કાવાર આવતું રહેશે</center></big></span>
|}
</center>
<poem>
<big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 
}}</big>
શ્રેયા સંઘવી શાહ
<big>{{color|DarkOrchid|ઑડિયો પઠન:  
}}</big>
અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
<big>{{color|DarkOrchid|કર્તા-પરિચયો:  
}}</big>
અનિતા પાદરિયા
<big>{{color|DarkOrchid|પરામર્શક: 
}}</big>
તનય શાહ
<big>{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:
}}</big>
પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત
</poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>
{|style="background-color: #FFEEDC; "
|<span style="color:FloralWhite      "><big><center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા <br>{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]'''</center></big></span>
|}
{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;"
| »
| ગોવાલણી
| »
| એક સાંજની મુલાકાત
|-
| »
| શામળશાનો વિવાહ
| »
| મનેય કોઈ મારે !!!!
|-
| »
| પોસ્ટ ઓફિસ
| »
| ટાઢ
|-
| »
| પૃથ્વી અને સ્વર્ગ
| »
| તમને ગમીને?
|-
| »
| વિનિપાત
| »
| અપ્રતીક્ષા
|-
| »
| ભૈયાદાદા
| »
| સાડાત્રણ ફૂટની ઘટના
|-
| »
| રજપૂતાણી
| »
| સળિયા
|-
| »
| મુકુંદરાય
| »
| ચર્ચબેલ
|-
| »
| સૌભાગ્યવતી!!!
| »
| પોટકું
|-
| »
| સદાશિવ ટપાલી
| »
| મંદિરની પછીતે
|-
| »
| જી’બા
| »
| ચંપી
|-
| »
| મારી ચંપાનો વર
| »
| સૈનિકનાં બાળકો
|-
| »
| શ્રાવણી મેળો
| »
| શ્વાસનળીમાં ટ્રેન
|-
| »
| ખોલકી
| »
| તરસના કુવાનું પ્રતિબિંબ
|-
| »
| માજા વેલાનું મૃત્યુ
| »
| સ્ત્રી નામે વિશાખા
|-
| »
| માને ખોળે
| »
| અંધારી ગલીમાં સફેદ ટપકાં
|-
| »
| નીલીનું ભૂત
| »
| ઇતરા
|-
| »
| મધુરાં સપનાં
| »
| બારણું
|-
| »
| વટ
| »
| ત્રેપન સિંહ ચાવડા જીવે છે
|-
| »
| ઉત્તરા
| »
| બદલી
|-
| »
| ટપુભાઈ  રાતડીયા
| »
| લીલો છોકરો
|-
| »
| લોહીનું ટીપું 
| »
| રાતવાસો
|-
| »
| ધાડ 
| »
| ભાય
|-
| »
| ખરા બપોર 
| »
| નિત્યક્રમ
|-
| »
| ચંપો ને  કેળ
| »
| ખરજવું
|-
| »
| થીગડું 
| »
| જનારી
|-
| »
| એક મુલાકાત
| »
| બદામી રંગનો કોટ અને છત્રી
|-
| »
| અગતિગમન 
| »
| ગેટ ટુ ગેધર
|-
| »
| વર પ્રાપ્તિ 
| »
| મહોતું
|-
| »
| પદભ્રષ્ટ
| »
| એક મેઈલ
|}
</center>
{{HeaderNav
|previous=[[સંચયન-૯]]
|next = [[સંચયન-૧૧]]
}}

Navigation menu