રસસિદ્ધાંત—એક પરિચય/ભરતના રસસૂત્રમાં યોજાયેલી પરિભાષાના અર્થસંકેતો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 24: Line 24:
(૫) કાવ્યનિર્માણની ક્ષણોમાં કવિચિત્તમાં મુખ્ય ચિત્તવૃત્તિ રૂપ જે ભાવ જન્મે છે તેને પણ ઉપચારથી સ્થાયિવૃત્તિ કે સ્થાયિભાવ તરીકે ઉલ્લેખવામાં આવી છે.

રસવિચારણાના વિકાસક્રમમાં આ રીતે સ્થાયિભાવનાં ભિન્ન ભિન્ન અધિષ્ઠાનોનો ઉલ્લેખ મળે છે. સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલો સ્થાયી, કૃતિમાં વ્યાપકપણે રહેલો સ્થાયી, ઐતિહાસિક પાત્રોનો સ્થાયી, નટનટીઓનો અનુકૃત સ્થાયી અને કવિનો સ્થાયી એ દરેકનું સ્વરૂપ અને સ્થાન જુદાં છે.

વ્યભિચારિભાવો
{{Poem2Close}}
'''વ્યભિચારિભાવો'''
{{Poem2Open}}
માનવચિત્તમાં જન્મી જન્મીને લય પામતી ક્ષણિક તરલ વૃત્તિઓને વ્યભિચારીઓ તરીકે ઓળખાવવામાં આવી છે. ભરતે તેત્રીસ વ્યભિચારીઓ ગણાવ્યા છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈત્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, દ્યૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, વિબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ અને વિતર્ક.  

સંસ્કૃત આચાર્યોએ સ્થાયી અને વ્યભિચારીઓ વચ્ચે ભેદરેખા આંકી આપી છે. તેઓ એમ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, સ્થાયી ગણાયેલા ભાવો માનવપ્રકૃતિમાં ઊંડે ઊંડે રોપાયેલા મૂળભૂત ભાવો છે. માનવચિત્તમાં તેનું નિરપેક્ષ અસ્તિત્વ રહ્યું છે. સ્થાયિભાવની ઉપસ્થિતિ એ રીતે સ્વયંભૂ ઘટના છે. એને એના પોતાના સિવાય અન્ય આશ્રયની અપેક્ષા નથી, જોકે અન્ય સ્થાયિભાવોને આશ્રયે એ આવી શકે છે. આથી ઊલટું, વ્યભિચારિભાવોને કોઈ ને કોઈ સ્થાયીની પૂર્વસત્તાની અપેક્ષા રહે છે. સ્થાયિભાવના આવિર્ભાવ રૂપે જ તે અસ્તિત્વમાં આવે છે, અર્થાત્‌ સ્થાયીથી નિરપેક્ષ તેને કોઈ સત્તા સંભવતી નથી. સ્થાયીને જો આપણે વિશાળ પ્રવાહરૂપે કલ્પીએ તો વ્યભિચારીઓને એની સપાટી પર નિરંતર જન્મી જન્મીને લય પામતા બુદ્‌બુદો કહેવા પડે. મહત્ત્વની વાત એ છે કે પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરોધી લાગતા વ્યભિચારીઓને સ્થાયિભાવ આત્મસાત્‌ કરી લેવા સમર્થ હોય છે; એટલું જ નહિ, આવા અસંખ્ય વ્યભિચારીઓને પચાવીને તે પોષણ અને સંવર્ધન પામતો હોય છે. સ્થાયિભાવ ખરેખર તો માનવપ્રકૃતિમાં અત્યંત ગહન સ્તરે રોપાયેલો હોવાથી પોતાના વિરેાધી દેખાતા વ્યભિચારીઓથી તે વિચ્છિન્ન થઈ જતો નથી, કે તેથી ક્ષીણ પણ પડતો નથી. બલકે સ્થાયી હોવાને કારણે આવા વિરોધી અંશોનો ઉપચય કરવાની અંતઃક્ષમતા તે ધરાવે છે. સ્થાયી અને વ્યભિચારી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં અભિનવે મણિમાળાનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સૂચક છે.૧૫ એ દૃષ્ટાંત પ્રમાણે સ્થાયી એ મણિમાળામાં રહેલા સૂત્ર સરખી વસ્તુ છે. સમગ્ર માળામાં એ સળંગ સૂત્ર રૂપે આવે છે, જ્યારે વ્યભિચારીઓ એ સૂત્રમાં પરોવાયેલા રંગબેરંગી મણિઓ જેવા છે. એની વિવિધરંગી ઝાંયથી એ આખુંયે સૂત્ર રંગીન ઝાંય ધારણ કરે છે. એનો સૂચિતાર્થ એમ થશે કે જેને મૂળ સ્થાયિભાવ ગણ્યો તે ખરેખર તો વ્યભિચારિભાવોની અપારવિધ અર્થચ્છાયાઓ આત્મસાત્‌ કરીને વિશિષ્ટ સ્થાયી તરીકેની સંજ્ઞા પામે છે. વ્યભિચારીઓ એ રીતે સ્થાયિભાવને અભિમુખ રહીને સક્રિય બને છે, તેમાં સમર્પક બનીને તે આત્મલય સાધે છે, અને એમાં જ તેની કૃતકૃત્યતા રહી છે. પણ સ્થાયિભાવોનું ગૌરવ તેને મળ્યું નથી તે પણ સૂચક છે. પ્રાચીન પરંપરાના મોટા ભાગના આચાર્યોએ એવી ભૂમિકા સ્વીકારી છે કે સ્થાયી જ રસત્વની ક્ષમતા ધરાવે છે, વ્યભિચારી નહિ. સંસ્કૃત રસવિચારણાની પરંપરામાં પાછળથી જે રીતે સ્થાયિવિશિષ્ટ ભાવો અને તજ્જન્ય વિશિષ્ટ રસોની સંખ્યા પરત્વે વિચારભેદ ચાલતો રહ્યો તેમાં આ સમજ કારણભૂત રહી દેખાય છે. સંસ્કૃત આચાર્યોએ પોતાની સમક્ષ નવા નવા ઉન્મેષોવાળું સાહિત્ય ઊઘડતું જોયું, તે સાથે જ તેમને નવા નવા રસોની વ્યવસ્થા કરવાનું જરૂરી લાગ્યું હતું, અને દરેક નવા રસની પ્રતિષ્ઠા કરતાં તેના આશ્રયભૂત સ્થાયિભાવની અલગ સત્તા પણ તેમને સ્વીકારવી પડે એમ હતું. અભિનવની શાંતરસની વ્યવસ્થા અને તેના આશ્રયભૂત ‘નિર્વેદ’ કે ‘તત્ત્વજ્ઞાન’ જેવા સ્થાયીનો સ્વીકાર-અસ્વીકાર એ રીતે એક રસપ્રદ પ્રકરણ બની રહે છે.

Navigation menu