રસસિદ્ધાંત—એક પરિચય/ભરતના રસસૂત્રમાં યોજાયેલી પરિભાષાના અર્થસંકેતો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:
સ્થાયિભાવની સંજ્ઞા આ રીતે માનવમાત્રમાં રહેલી મૂળભૂત વૃત્તિ કે ભાવને અનુલક્ષે છે. પણ રસતત્ત્વની દીર્ઘકાલીન ચર્ચાવિચારણાઓમાં સ્થાયિભાવોના સ્થાન કે સંદર્ભ પરત્વે એકથી વધુ ભૂમિકાઓ જોવા મળે છે અને તેની નોંધ લેવાનું અહીં પ્રાપ્ત થાય છે.

(૧) સ્થાયિભાવનું એક અધિષ્ઠાન તે સામાજિક છે. આ સામાજિકના ચિત્તમાં સ્થાયિભાવો જન્મજાત વૃત્તિઓ રૂપે રહ્યા હોય છે. અભિનવે રસનિષ્પત્તિની વિચારણામાં, આપણે આગળ વિગતે જોઈશું કે, સામાજિકના સ્થાયિભાવોને કેન્દ્રમાં આણ્યા છે. તેમનું એવું પ્રતિપાદન રહ્યું છે કે કાવ્યનાટકાદિમાં રજૂ થતા વિભાવાદિના યોગે સામાજિકમાં સુષુપ્તપણે પડી રહેલા સ્થાયિભાવો જ સાધારણીકૃત રૂપમાં ઉદ્‌બુદ્ધ થઈ ઊઠે છે અને પોતાના એ સાધારણીકૃત સ્થાયિભાવોને જ તે રસરૂપે પ્રતીત કરે છે. તેના સ્થાયિભાવેનું સાધારણીકૃત રૂપ એ જ રસ સ્વયં. અહીં આપણે એમ નોંધવાનું છે કે, સામાજિકમાં ઉદ્‌બુદ્ધ થતા સર્વ સ્થાયિભાવોને કાવ્યનાટકના તત્સમ ભાવો જોડે અનુસંધાન છે. આ સંદર્ભમાં આપણે સામાજિકને સ્થાયિભાવોના અધિષ્ઠાન તરીકે સ્વીકારાતો જોઈએ છીએ. જોકે કાવ્યનાટકના યોગે જાગ્રત થતા એ સ્થાયીઓ તેના અંગત ભાવો રહેતા નથી, એટલે અભિનવે ‘સ્થાયિવિલક્ષણો રસઃ’ એમ કહીને રસની સ્થાયિભાવથી ભિન્નતા રેખાંકિત કરી આપી છે.

(૨) અભિનવની રસમીમાંસામાં સમસ્ત નાટક કે કાવ્યમાં વ્યાપી રહેલા કોઈ એક સ્થાયિભાવનો વિચાર પણ મળે છે.૧૩ મુખ્ય પાત્રની પ્રધાન ચિત્તવૃત્તિ રૂપે એ આખી કૃતિમાં વ્યાપી રહ્યો હોય છે. કૃતિનાં પ્રધાન-ગૌણ બધાંયે પાત્રોનું મુખ્ય પાત્રના સંવિદ્‌માં પ્રતિબિંબ પડતું હોય છે. એ રીતે કૃતિમાં મુખ્ય પાત્રનો સ્થાયિવિશેષ તે સમસ્ત કૃતિનો સ્થાયિવિશેષ બની રહે છે. વિવિધ પાત્રો અને પ્રસંગો નિમિત્તે રજૂ થતા પ્રધાન-ગૌણ અસંખ્ય ભાવોને આત્મસાત્‌ કરીને તે ઉપચય પામે છે. નાટક અને મહાકાવ્ય જેવાં વિશાળ પટનાં સ્વરૂપોમાં રતિ આદિ પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીનો કોઈ એક સ્થાયી પ્રધાન ભાવરૂપે આલેખાવો જોઈએ એમ અભિનવ કહે છે.૧૪<ref>૧૪. ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૨) – ‘ભારતી’ની ચર્ચા.<br>{{gap}}‘તત્ર પુરુષાર્થ નિષ્ઠાઃ કાશ્ચિતસંવિદ્‌ ઇતિ (એવ) પ્રધાનામ્‌ | તદ્યથા-રતિઃ કામઃ તદનુષઙિ્‌ગધર્માર્થનિષ્ઠા | ક્રોધસ્તત્પ્રધાનેષ્વર્થનિષ્ઠઃ | કામધર્મપર્યવસિતોઽપ્યુત્સાહઃ સમસ્ત ધર્માદિપર્યવસિતઃ | તત્ત્વજ્ઞાનજનિતનિર્વેદપ્રાયો વિભાવો મોક્ષોપાય ઇતિ તાવદેષાં પ્રાધાન્યમ્‌ | ...</ref> પણ અહીં આપણે લક્ષમાં રાખવાનું છે કે આ પ્રકારનો કૃતિમાં વ્યાપકપણે પ્રવર્તતો મુખ્ય સ્થાયી અન્ય સ્થાયીઓ અને વ્યભિચારીઓનો ઉપચય કરીને પુષ્ટ થયો છે. કૃતિનો આ સ્થાયી, એક રીતે, સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલા સ્થાયીઓથી ભિન્ન કોટિનો છે. કળાના રૂપમાં એને વિશેષ ‘અર્થ અને ‘આકાર’ મળ્યો છે.
(૨) અભિનવની રસમીમાંસામાં સમસ્ત નાટક કે કાવ્યમાં વ્યાપી રહેલા કોઈ એક સ્થાયિભાવનો વિચાર પણ મળે છે.<ref>‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૬૬) – ‘ભારતી’ની ચર્ચા. <br>{{gap}} ‘તત્ર નાટ્ય નામ નટગતાભિનયપ્રભાવસાક્ષાત્કારાયમાણૈકધનમાન-સનિશ્ચલાધ્યવસેયઃ સમસ્તનાટકાદ્યન્યતમકાવ્યવિશેષાચ્ચ દ્યોતનીયોઽર્થઃ | સ ચ યદ્યપ્યનન્તવિભાવાધાત્મ તથાપિ સર્વેષા જડાનાં સંવિદિ તસ્યાશ્ચ ભોક્તરિ ભોક્તૃવર્ગસ્ય ચ પ્રધાને ભોક્તરિ પર્યવસાન્નાયકામિધાનભોક્તૃવિશેષસ્થયિચિત્તવૃતિસ્વભાવઃ|’</ref> મુખ્ય પાત્રની પ્રધાન ચિત્તવૃત્તિ રૂપે એ આખી કૃતિમાં વ્યાપી રહ્યો હોય છે. કૃતિનાં પ્રધાન-ગૌણ બધાંયે પાત્રોનું મુખ્ય પાત્રના સંવિદ્‌માં પ્રતિબિંબ પડતું હોય છે. એ રીતે કૃતિમાં મુખ્ય પાત્રનો સ્થાયિવિશેષ તે સમસ્ત કૃતિનો સ્થાયિવિશેષ બની રહે છે. વિવિધ પાત્રો અને પ્રસંગો નિમિત્તે રજૂ થતા પ્રધાન-ગૌણ અસંખ્ય ભાવોને આત્મસાત્‌ કરીને તે ઉપચય પામે છે. નાટક અને મહાકાવ્ય જેવાં વિશાળ પટનાં સ્વરૂપોમાં રતિ આદિ પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીનો કોઈ એક સ્થાયી પ્રધાન ભાવરૂપે આલેખાવો જોઈએ એમ અભિનવ કહે છે.<ref>‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૨) – ‘ભારતી’ની ચર્ચા.<br>{{gap}}‘તત્ર પુરુષાર્થ નિષ્ઠાઃ કાશ્ચિતસંવિદ્‌ ઇતિ (એવ) પ્રધાનામ્‌ | તદ્યથા-રતિઃ કામઃ તદનુષઙિ્‌ગધર્માર્થનિષ્ઠા | ક્રોધસ્તત્પ્રધાનેષ્વર્થનિષ્ઠઃ | કામધર્મપર્યવસિતોઽપ્યુત્સાહઃ સમસ્ત ધર્માદિપર્યવસિતઃ | તત્ત્વજ્ઞાનજનિતનિર્વેદપ્રાયો વિભાવો મોક્ષોપાય ઇતિ તાવદેષાં પ્રાધાન્યમ્‌ | ...</ref> પણ અહીં આપણે લક્ષમાં રાખવાનું છે કે આ પ્રકારનો કૃતિમાં વ્યાપકપણે પ્રવર્તતો મુખ્ય સ્થાયી અન્ય સ્થાયીઓ અને વ્યભિચારીઓનો ઉપચય કરીને પુષ્ટ થયો છે. કૃતિનો આ સ્થાયી, એક રીતે, સામાજિકના ચિત્તમાં સુષુપ્ત રહેલા સ્થાયીઓથી ભિન્ન કોટિનો છે. કળાના રૂપમાં એને વિશેષ ‘અર્થ અને ‘આકાર’ મળ્યો છે.
(૩) પ્રાચીન રસમીમાંસકોમાં લોલ્લટે રસની ‘ઉત્પત્તિ’નો સિદ્ધાંત રજૂ કર્યો છે. તેમની ચર્ચામાં નાટકમાં પ્રવેશ પામેલાં પણ મૂળ ઐતિહાસિક એવાં પાત્રોના સ્થાયિભાવોનો ઉલ્લેખ આવે છે. તેમનું એમ કહેવું છે કે યોગ્ય ‘કારણ’ મળતાં આ પાત્રોમાં સ્થાયિભાવો ‘ઉત્પન્ન’ થાય છે, અને યોગ્ય પોષણ મળતાં તે ‘પુષ્ટ’ બને છે. આવો પરિપુષ્ટ સ્થાયી સ્વયં રસ રૂપ છે, કહો કે રસની કોટિએ પહોંચે છે. અહીં મૂળ ઐતિહાસિક પાત્રોના સ્થાયિભાવોનો ઉલ્લેખ છે તે આપણે લક્ષમાં રાખવાનું છે.

(૪) શ્રીશંકુકની રસમીમાંસામાં સ્થાયિભાવોના અધિષ્ઠાનને લગતી વળી એક ભિન્ન ભૂમિકા જોવા મળે છે. તેઓ એમ કહે છે કે તખતા પર અભિનય કરતાં નટનટીઓ અનુકાર્ય રામાદિની ‘અનુકૃતિ’ કરે છે, અર્થાત્‌ તેઓ વિભાવાદિ સમેત સ્થાયિભાવોની ‘અનુકૃતિ’ રજૂ કરે છે. એ સ્થાયિભાવો એ રીતે તેમના અંગત ભાવો હોતા નથી. રસ-વિચારણામાં નટનટીઓ દ્વારા અનુકૃત સ્થાયિઓનો ખ્યાલ આગવા પ્રશ્નો ઊભા કરે છે તે આપણે આગળ જોઈશું.

Line 28: Line 28:
{{Poem2Open}}
{{Poem2Open}}
માનવચિત્તમાં જન્મી જન્મીને લય પામતી ક્ષણિક તરલ વૃત્તિઓને વ્યભિચારીઓ તરીકે ઓળખાવવામાં આવી છે. ભરતે તેત્રીસ વ્યભિચારીઓ ગણાવ્યા છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈત્ય, ચિંતા, મોહ, સ્મૃતિ, દ્યૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, વિબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ અને વિતર્ક.  

સંસ્કૃત આચાર્યોએ સ્થાયી અને વ્યભિચારીઓ વચ્ચે ભેદરેખા આંકી આપી છે. તેઓ એમ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, સ્થાયી ગણાયેલા ભાવો માનવપ્રકૃતિમાં ઊંડે ઊંડે રોપાયેલા મૂળભૂત ભાવો છે. માનવચિત્તમાં તેનું નિરપેક્ષ અસ્તિત્વ રહ્યું છે. સ્થાયિભાવની ઉપસ્થિતિ એ રીતે સ્વયંભૂ ઘટના છે. એને એના પોતાના સિવાય અન્ય આશ્રયની અપેક્ષા નથી, જોકે અન્ય સ્થાયિભાવોને આશ્રયે એ આવી શકે છે. આથી ઊલટું, વ્યભિચારિભાવોને કોઈ ને કોઈ સ્થાયીની પૂર્વસત્તાની અપેક્ષા રહે છે. સ્થાયિભાવના આવિર્ભાવ રૂપે જ તે અસ્તિત્વમાં આવે છે, અર્થાત્‌ સ્થાયીથી નિરપેક્ષ તેને કોઈ સત્તા સંભવતી નથી. સ્થાયીને જો આપણે વિશાળ પ્રવાહરૂપે કલ્પીએ તો વ્યભિચારીઓને એની સપાટી પર નિરંતર જન્મી જન્મીને લય પામતા બુદ્‌બુદો કહેવા પડે. મહત્ત્વની વાત એ છે કે પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરોધી લાગતા વ્યભિચારીઓને સ્થાયિભાવ આત્મસાત્‌ કરી લેવા સમર્થ હોય છે; એટલું જ નહિ, આવા અસંખ્ય વ્યભિચારીઓને પચાવીને તે પોષણ અને સંવર્ધન પામતો હોય છે. સ્થાયિભાવ ખરેખર તો માનવપ્રકૃતિમાં અત્યંત ગહન સ્તરે રોપાયેલો હોવાથી પોતાના વિરેાધી દેખાતા વ્યભિચારીઓથી તે વિચ્છિન્ન થઈ જતો નથી, કે તેથી ક્ષીણ પણ પડતો નથી. બલકે સ્થાયી હોવાને કારણે આવા વિરોધી અંશોનો ઉપચય કરવાની અંતઃક્ષમતા તે ધરાવે છે. સ્થાયી અને વ્યભિચારી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં અભિનવે મણિમાળાનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સૂચક છે.૧૫<ref>૧૫. ‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૩) – ‘ભારતી’ની ચર્ચા.<br>{{gap}}તસ્માત્સ્થાયિરૂપચિત્તસૂત્રસ્યૂતા એવામી વ્યભિચારિણઃ સ્વાત્માનમુદયાસ્તભયવૈચિજ્યશતસહસ્ત્રધર્માણં પ્રતિલભમાના રક્તનીલાદિસૂત્રસ્યૂતવિરલભાવો (ગો) પલમ્ભનસમ્ભાવિતભઙ્‌ગીસહસ્ત્રગર્ભ સ્ફટિકકાચભ્ર (ભ્રા) મલપદ્મરાગમરક્તમહાનીલાદિમયગોલકવત્તસ્મિન્‌ સૂત્રે સ્વસંસ્કીવૈચિત્ર્યમનિવેશન્તોઽપિ તત્સૂત્રકૃતમુપકારસન્દર્મ વિભ્રત સ્વયં ચ વિચિત્રાર્થસ્થાયિસૂત્રં ચ વિચિત્રયન્તોઽન્તરાન્તરા શુદ્ધમપિ સ્થાયિસૂત્ર પ્રતિભાસાવકારામુપનયન્તોઽપિ પૂર્વાપરવ્યભિચારિ રત્નચ્છાયાશબલિમાનમશ્યમાનયન્તઃ પ્રતિભાસયન્ત ઇતિ વ્યભિચારિણ ઉચ્યન્તે |  </ref> એ દૃષ્ટાંત પ્રમાણે સ્થાયી એ મણિમાળામાં રહેલા સૂત્ર સરખી વસ્તુ છે. સમગ્ર માળામાં એ સળંગ સૂત્ર રૂપે આવે છે, જ્યારે વ્યભિચારીઓ એ સૂત્રમાં પરોવાયેલા રંગબેરંગી મણિઓ જેવા છે. એની વિવિધરંગી ઝાંયથી એ આખુંયે સૂત્ર રંગીન ઝાંય ધારણ કરે છે. એનો સૂચિતાર્થ એમ થશે કે જેને મૂળ સ્થાયિભાવ ગણ્યો તે ખરેખર તો વ્યભિચારિભાવોની અપારવિધ અર્થચ્છાયાઓ આત્મસાત્‌ કરીને વિશિષ્ટ સ્થાયી તરીકેની સંજ્ઞા પામે છે. વ્યભિચારીઓ એ રીતે સ્થાયિભાવને અભિમુખ રહીને સક્રિય બને છે, તેમાં સમર્પક બનીને તે આત્મલય સાધે છે, અને એમાં જ તેની કૃતકૃત્યતા રહી છે. પણ સ્થાયિભાવોનું ગૌરવ તેને મળ્યું નથી તે પણ સૂચક છે. પ્રાચીન પરંપરાના મોટા ભાગના આચાર્યોએ એવી ભૂમિકા સ્વીકારી છે કે સ્થાયી જ રસત્વની ક્ષમતા ધરાવે છે, વ્યભિચારી નહિ. સંસ્કૃત રસવિચારણાની પરંપરામાં પાછળથી જે રીતે સ્થાયિવિશિષ્ટ ભાવો અને તજ્જન્ય વિશિષ્ટ રસોની સંખ્યા પરત્વે વિચારભેદ ચાલતો રહ્યો તેમાં આ સમજ કારણભૂત રહી દેખાય છે. સંસ્કૃત આચાર્યોએ પોતાની સમક્ષ નવા નવા ઉન્મેષોવાળું સાહિત્ય ઊઘડતું જોયું, તે સાથે જ તેમને નવા નવા રસોની વ્યવસ્થા કરવાનું જરૂરી લાગ્યું હતું, અને દરેક નવા રસની પ્રતિષ્ઠા કરતાં તેના આશ્રયભૂત સ્થાયિભાવની અલગ સત્તા પણ તેમને સ્વીકારવી પડે એમ હતું. અભિનવની શાંતરસની વ્યવસ્થા અને તેના આશ્રયભૂત ‘નિર્વેદ’ કે ‘તત્ત્વજ્ઞાન’ જેવા સ્થાયીનો સ્વીકાર-અસ્વીકાર એ રીતે એક રસપ્રદ પ્રકરણ બની રહે છે.
સંસ્કૃત આચાર્યોએ સ્થાયી અને વ્યભિચારીઓ વચ્ચે ભેદરેખા આંકી આપી છે. તેઓ એમ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, સ્થાયી ગણાયેલા ભાવો માનવપ્રકૃતિમાં ઊંડે ઊંડે રોપાયેલા મૂળભૂત ભાવો છે. માનવચિત્તમાં તેનું નિરપેક્ષ અસ્તિત્વ રહ્યું છે. સ્થાયિભાવની ઉપસ્થિતિ એ રીતે સ્વયંભૂ ઘટના છે. એને એના પોતાના સિવાય અન્ય આશ્રયની અપેક્ષા નથી, જોકે અન્ય સ્થાયિભાવોને આશ્રયે એ આવી શકે છે. આથી ઊલટું, વ્યભિચારિભાવોને કોઈ ને કોઈ સ્થાયીની પૂર્વસત્તાની અપેક્ષા રહે છે. સ્થાયિભાવના આવિર્ભાવ રૂપે જ તે અસ્તિત્વમાં આવે છે, અર્થાત્‌ સ્થાયીથી નિરપેક્ષ તેને કોઈ સત્તા સંભવતી નથી. સ્થાયીને જો આપણે વિશાળ પ્રવાહરૂપે કલ્પીએ તો વ્યભિચારીઓને એની સપાટી પર નિરંતર જન્મી જન્મીને લય પામતા બુદ્‌બુદો કહેવા પડે. મહત્ત્વની વાત એ છે કે પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરોધી લાગતા વ્યભિચારીઓને સ્થાયિભાવ આત્મસાત્‌ કરી લેવા સમર્થ હોય છે; એટલું જ નહિ, આવા અસંખ્ય વ્યભિચારીઓને પચાવીને તે પોષણ અને સંવર્ધન પામતો હોય છે. સ્થાયિભાવ ખરેખર તો માનવપ્રકૃતિમાં અત્યંત ગહન સ્તરે રોપાયેલો હોવાથી પોતાના વિરેાધી દેખાતા વ્યભિચારીઓથી તે વિચ્છિન્ન થઈ જતો નથી, કે તેથી ક્ષીણ પણ પડતો નથી. બલકે સ્થાયી હોવાને કારણે આવા વિરોધી અંશોનો ઉપચય કરવાની અંતઃક્ષમતા તે ધરાવે છે. સ્થાયી અને વ્યભિચારી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં અભિનવે મણિમાળાનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સૂચક છે.<ref>‘નાટ્યશાસ્ત્ર’ (પૃ. ૨૮૩) – ‘ભારતી’ની ચર્ચા.<br>{{gap}}તસ્માત્સ્થાયિરૂપચિત્તસૂત્રસ્યૂતા એવામી વ્યભિચારિણઃ સ્વાત્માનમુદયાસ્તભયવૈચિજ્યશતસહસ્ત્રધર્માણં પ્રતિલભમાના રક્તનીલાદિસૂત્રસ્યૂતવિરલભાવો (ગો) પલમ્ભનસમ્ભાવિતભઙ્‌ગીસહસ્ત્રગર્ભ સ્ફટિકકાચભ્ર (ભ્રા) મલપદ્મરાગમરક્તમહાનીલાદિમયગોલકવત્તસ્મિન્‌ સૂત્રે સ્વસંસ્કીવૈચિત્ર્યમનિવેશન્તોઽપિ તત્સૂત્રકૃતમુપકારસન્દર્મ વિભ્રત સ્વયં ચ વિચિત્રાર્થસ્થાયિસૂત્રં ચ વિચિત્રયન્તોઽન્તરાન્તરા શુદ્ધમપિ સ્થાયિસૂત્ર પ્રતિભાસાવકારામુપનયન્તોઽપિ પૂર્વાપરવ્યભિચારિ રત્નચ્છાયાશબલિમાનમશ્યમાનયન્તઃ પ્રતિભાસયન્ત ઇતિ વ્યભિચારિણ ઉચ્યન્તે |  </ref> એ દૃષ્ટાંત પ્રમાણે સ્થાયી એ મણિમાળામાં રહેલા સૂત્ર સરખી વસ્તુ છે. સમગ્ર માળામાં એ સળંગ સૂત્ર રૂપે આવે છે, જ્યારે વ્યભિચારીઓ એ સૂત્રમાં પરોવાયેલા રંગબેરંગી મણિઓ જેવા છે. એની વિવિધરંગી ઝાંયથી એ આખુંયે સૂત્ર રંગીન ઝાંય ધારણ કરે છે. એનો સૂચિતાર્થ એમ થશે કે જેને મૂળ સ્થાયિભાવ ગણ્યો તે ખરેખર તો વ્યભિચારિભાવોની અપારવિધ અર્થચ્છાયાઓ આત્મસાત્‌ કરીને વિશિષ્ટ સ્થાયી તરીકેની સંજ્ઞા પામે છે. વ્યભિચારીઓ એ રીતે સ્થાયિભાવને અભિમુખ રહીને સક્રિય બને છે, તેમાં સમર્પક બનીને તે આત્મલય સાધે છે, અને એમાં જ તેની કૃતકૃત્યતા રહી છે. પણ સ્થાયિભાવોનું ગૌરવ તેને મળ્યું નથી તે પણ સૂચક છે. પ્રાચીન પરંપરાના મોટા ભાગના આચાર્યોએ એવી ભૂમિકા સ્વીકારી છે કે સ્થાયી જ રસત્વની ક્ષમતા ધરાવે છે, વ્યભિચારી નહિ. સંસ્કૃત રસવિચારણાની પરંપરામાં પાછળથી જે રીતે સ્થાયિવિશિષ્ટ ભાવો અને તજ્જન્ય વિશિષ્ટ રસોની સંખ્યા પરત્વે વિચારભેદ ચાલતો રહ્યો તેમાં આ સમજ કારણભૂત રહી દેખાય છે. સંસ્કૃત આચાર્યોએ પોતાની સમક્ષ નવા નવા ઉન્મેષોવાળું સાહિત્ય ઊઘડતું જોયું, તે સાથે જ તેમને નવા નવા રસોની વ્યવસ્થા કરવાનું જરૂરી લાગ્યું હતું, અને દરેક નવા રસની પ્રતિષ્ઠા કરતાં તેના આશ્રયભૂત સ્થાયિભાવની અલગ સત્તા પણ તેમને સ્વીકારવી પડે એમ હતું. અભિનવની શાંતરસની વ્યવસ્થા અને તેના આશ્રયભૂત ‘નિર્વેદ’ કે ‘તત્ત્વજ્ઞાન’ જેવા સ્થાયીનો સ્વીકાર-અસ્વીકાર એ રીતે એક રસપ્રદ પ્રકરણ બની રહે છે.
રસનિષ્પત્તિની ક્ષમતાની દૃષ્ટિએ સ્થાયી અને વ્યભિચારી વચ્ચે આ જાતનો ભેદ કરવામાં આવ્યો છે. છતાં પ્રાચીન આચાર્યો આ વર્ગીકરણને અંતિમ લેખતા નથી. નાટકો અને મહાકાવ્યોમાં રતિ, ક્રોધ, ઉત્સાહ અને નિર્વેદ એ ચાર પુરુષાર્થનિષ્ઠ સ્થાયીઓ પૈકીના કોઈ એકને પ્રધાનભૂત સ્થાયી તરીકે તેઓ સ્વીકારે છે. તે સાથે બાકીના સ્થાયીઓ, વ્યભિચારીઓની જેમ તેના અંગભૂત બનીને આવી શકે છે એમ કહે છે. અર્થાત્‌ આવા સંદર્ભમાં ‘પુરુષાર્થનિષ્ઠ’ ગણાયેલા મુખ્ય સ્થાયીમાં બાકીના સ્થાયીઓ પણ સમર્પક બનીને આવતા હોય છે. આથી ઊલટું એક એવો મત પણ પ્રગટ થયો છે કે વ્યભિચારીઓ પણ સ્થાયીઓની જેમ જ રસની ક્ષમતા ધરાવે છે, પણ એનો વ્યાપક સ્વીકાર થયો નથી.

વ્યભિચારીઓ તરીકે ગણાવવામાં આવેલા ૩૩ ભાવોનું આધુનિક માનસશાસ્ત્રના પ્રકાશમાં અવલોકન કરવામાં આવે તો, સમજાશે કે એ બધા એક જ કોટિના એકસરખા મનોવ્યાપારો નથી.૧૬<ref>૧૬. સ્થાયિભાવોને આધુનિક મનોવિજ્ઞાનના પ્રકાશમાં ઘટાવી જોવાના પ્રયત્નો કેટલાક અર્વાચીન વિદ્વાનોએ કર્યા છે : મરાઠીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. વાટવેનો ગ્રંથ ‘રસવિમર્શ’, હિંદીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. નગેન્દ્રનો ગ્રંથ ‘રસસિદ્ધાન્ત’, હિંદીના બીજા અભ્યાસી ડૉ. રાકેશ ગુપ્તાનો ગ્રંથ ‘Psychological Studies in Rasa’—એ ગ્રંથોની પ્રસ્તુત મુદ્દાની ચર્ચા જુઓ.</ref> એ પૈકી ગ્લાનિ, ધૃતિ, નિર્વેદ જેવા ભાવો મનના ઊંડા વ્યાપક વ્યાપારો સંભવે છે, એના દૈહિક આવિષ્કારો એટલા સ્ફુટ નથી, પણ એની માનસિક ભૂમિકા સંકુલ હોઈ શકે છે. એટલે સ્થાયિભાવ જેવા કે લગભગ એ ભૂમિકાએ પહોંચતા એ ભાવો છે. મતિ, વિતર્ક અને સ્મૃતિ એ ‘ભાવો’માં વળી ખરેખર તો અમુક બૌદ્ધિક વ્યાપારોનું પ્રાધાન્ય સૂચવાય છે. આથી ભિન્ન, આલસ્ય, જડતા, નિદ્રા, અપસ્માર, સુપ્ત અને મરણ જેવા ‘ભાવો’ વ્યક્તિના મનોભાવો કરતાંયે વધુ તો તેના દેહની અવસ્થાને જ વધુ અનુલક્ષે છે.
વ્યભિચારીઓ તરીકે ગણાવવામાં આવેલા ૩૩ ભાવોનું આધુનિક માનસશાસ્ત્રના પ્રકાશમાં અવલોકન કરવામાં આવે તો, સમજાશે કે એ બધા એક જ કોટિના એકસરખા મનોવ્યાપારો નથી.<ref>સ્થાયિભાવોને આધુનિક મનોવિજ્ઞાનના પ્રકાશમાં ઘટાવી જોવાના પ્રયત્નો કેટલાક અર્વાચીન વિદ્વાનોએ કર્યા છે : મરાઠીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. વાટવેનો ગ્રંથ ‘રસવિમર્શ’, હિંદીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. નગેન્દ્રનો ગ્રંથ ‘રસસિદ્ધાન્ત’, હિંદીના બીજા અભ્યાસી ડૉ. રાકેશ ગુપ્તાનો ગ્રંથ ‘Psychological Studies in Rasa’—એ ગ્રંથોની પ્રસ્તુત મુદ્દાની ચર્ચા જુઓ.</ref> એ પૈકી ગ્લાનિ, ધૃતિ, નિર્વેદ જેવા ભાવો મનના ઊંડા વ્યાપક વ્યાપારો સંભવે છે, એના દૈહિક આવિષ્કારો એટલા સ્ફુટ નથી, પણ એની માનસિક ભૂમિકા સંકુલ હોઈ શકે છે. એટલે સ્થાયિભાવ જેવા કે લગભગ એ ભૂમિકાએ પહોંચતા એ ભાવો છે. મતિ, વિતર્ક અને સ્મૃતિ એ ‘ભાવો’માં વળી ખરેખર તો અમુક બૌદ્ધિક વ્યાપારોનું પ્રાધાન્ય સૂચવાય છે. આથી ભિન્ન, આલસ્ય, જડતા, નિદ્રા, અપસ્માર, સુપ્ત અને મરણ જેવા ‘ભાવો’ વ્યક્તિના મનોભાવો કરતાંયે વધુ તો તેના દેહની અવસ્થાને જ વધુ અનુલક્ષે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સાત્ત્વિક ભાવો'''
'''સાત્ત્વિક ભાવો'''
Line 52: Line 52:
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
'''ટીકા-ટિપ્પણીઓ'''
{{reflist}}
{{reflist}}
<br>
<br>

Navigation menu