33,232
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
મમ્મટે લોલ્લટની વિચારણા આ રીતે મૂકી છે. વિભાવોથી–અર્થાત્ લલના આદિ આલંબન વિભાવો અને ઉદ્યાન આદિ ઉદ્દીપન વિભાવોથી –રતિ આદિ ભાવો ઉત્પન્ન થાય છે. કટાક્ષ અને ભુજોત્ક્ષેપ આદિ અનુભાવોથી તે પ્રતીતિયોગ્ય બને છે, અને નિર્વેદાદિ વ્યભિચારીઓથી તે પરિપોષ પામે છે. રસ સાક્ષાત્ભાવે રામાદિ અનુકાર્યોમાં સંભવે છે, પણ રૂપાનુસંધાનના બળે નટનટીઓમાં તે પ્રતીત થાય છે. | મમ્મટે લોલ્લટની વિચારણા આ રીતે મૂકી છે. વિભાવોથી–અર્થાત્ લલના આદિ આલંબન વિભાવો અને ઉદ્યાન આદિ ઉદ્દીપન વિભાવોથી –રતિ આદિ ભાવો ઉત્પન્ન થાય છે. કટાક્ષ અને ભુજોત્ક્ષેપ આદિ અનુભાવોથી તે પ્રતીતિયોગ્ય બને છે, અને નિર્વેદાદિ વ્યભિચારીઓથી તે પરિપોષ પામે છે. રસ સાક્ષાત્ભાવે રામાદિ અનુકાર્યોમાં સંભવે છે, પણ રૂપાનુસંધાનના બળે નટનટીઓમાં તે પ્રતીત થાય છે. | ||
આ બે આચાર્યોની લોલ્લટ વિશેની ભૂમિકામાં જે ફેર છે, તે પછી સ્પષ્ટ કરીશું. પહેલાં બંનેને આધારે મુખ્ય ભૂમિકા જોઈએ તો, રતિ, શોક આદિ સ્થાયીઓ વિભાવાદિના ‘સંયોગે’ ઉત્પન્ન થાય છે, પુષ્ટ થાય છે, અને રસની કોટિએ પહોંચે છે. રસ એટલે વિભાવાદિથી ઉત્પન્ન અને ઉપચિતિ પામેલો સ્થાયી માત્ર. સ્થાયિભાવ જો અનુપચિત એેવો ભાવ છે, તો ‘રસ’ એની ઉપચિત અવસ્થા માત્ર છે. વિભાવાદિના યોગે પરાકાષ્ઠાએ પહોંચેલો સ્થાયિભાવ પોતે જ આસ્વાદ્ય બની રહે છે. એનું તાત્પર્ય એમ કે સ્થાયિભાવ અને રસની વચ્ચે તાત્ત્વિક ભેદ નથી. અલબત્ત, આસ્વાદ્યતાની કોટિએ પહોંચવા માટે તેને વિભાવાદિનો ‘સંયોગ’ અનિવાર્ય છે. | આ બે આચાર્યોની લોલ્લટ વિશેની ભૂમિકામાં જે ફેર છે, તે પછી સ્પષ્ટ કરીશું. પહેલાં બંનેને આધારે મુખ્ય ભૂમિકા જોઈએ તો, રતિ, શોક આદિ સ્થાયીઓ વિભાવાદિના ‘સંયોગે’ ઉત્પન્ન થાય છે, પુષ્ટ થાય છે, અને રસની કોટિએ પહોંચે છે. રસ એટલે વિભાવાદિથી ઉત્પન્ન અને ઉપચિતિ પામેલો સ્થાયી માત્ર. સ્થાયિભાવ જો અનુપચિત એેવો ભાવ છે, તો ‘રસ’ એની ઉપચિત અવસ્થા માત્ર છે. વિભાવાદિના યોગે પરાકાષ્ઠાએ પહોંચેલો સ્થાયિભાવ પોતે જ આસ્વાદ્ય બની રહે છે. એનું તાત્પર્ય એમ કે સ્થાયિભાવ અને રસની વચ્ચે તાત્ત્વિક ભેદ નથી. અલબત્ત, આસ્વાદ્યતાની કોટિએ પહોંચવા માટે તેને વિભાવાદિનો ‘સંયોગ’ અનિવાર્ય છે. | ||
રસની ‘ઉત્પત્તિ-‘ઉપચિતિ’ના વાદ તરીકે લોલ્લટનો મત જાણીતો થયો છે. જે વિભાવાદિથી તે ‘ઉત્પન્ન’ થાય છે, અને ‘ઉપચિત’ થાય છે, તે લૌકિક કારણો જેવાં ‘કારણો’ માત્ર છે. વ્યવહારમાં વ્યક્તિના ચિત્તમાં જાગતી અમુક લાગણી અને તેના નિમિત્ત પ્રસંગ કે પાત્ર વચ્ચે કાર્યકારણની લૌકિક સ્તરના સંબંધની જે ભૂમિકા રહી હોય છે, તેવી જ અહીં ‘રસ’ અને વિભાવાદિ વચ્ચે સંભવે છે. એમાંથી એમ ફલિત થાય છે કે ‘રસ’ લૌકિક સ્વરૂપનો મનોવ્યાપાર છે અને પ્રત્યક્ષ જ્ઞાનનો તે વિષય બને છે. વળી રસ કેવળ લૌકિક ભાવની ઉપચિત અવસ્થા હોવાથી લોલ્લટને રસની સુખદુઃખાત્મકતા અભિપ્રેત હોવાનો પણ મોટો સંભવ છે. જોકે તેમની ઉપલબ્ધ બનેલી વિચારણામાં એ જાતનો સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. ગમે તેમ, એટલું તો ખરું જ કે લોલ્લટ ‘સ્થાયી એવ રસઃ’ની પરિપાટી સ્વીકારનારા આચાર્ય છે. | રસની ‘ઉત્પત્તિ-‘ઉપચિતિ’ના વાદ તરીકે લોલ્લટનો મત જાણીતો થયો છે. જે વિભાવાદિથી તે ‘ઉત્પન્ન’ થાય છે, અને ‘ઉપચિત’ થાય છે, તે લૌકિક કારણો જેવાં ‘કારણો’ માત્ર છે. વ્યવહારમાં વ્યક્તિના ચિત્તમાં જાગતી અમુક લાગણી અને તેના નિમિત્ત પ્રસંગ કે પાત્ર વચ્ચે કાર્યકારણની લૌકિક સ્તરના સંબંધની જે ભૂમિકા રહી હોય છે, તેવી જ અહીં ‘રસ’ અને વિભાવાદિ વચ્ચે સંભવે છે. એમાંથી એમ ફલિત થાય છે કે ‘રસ’ લૌકિક સ્વરૂપનો મનોવ્યાપાર છે અને પ્રત્યક્ષ જ્ઞાનનો તે વિષય બને છે. વળી રસ કેવળ લૌકિક ભાવની ઉપચિત અવસ્થા હોવાથી લોલ્લટને રસની સુખદુઃખાત્મકતા અભિપ્રેત હોવાનો પણ મોટો સંભવ છે. જોકે તેમની ઉપલબ્ધ બનેલી વિચારણામાં એ જાતનો સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. ગમે તેમ, એટલું તો ખરું જ કે લોલ્લટ ‘સ્થાયી એવ રસઃ’ની પરિપાટી સ્વીકારનારા આચાર્ય છે.<ref>ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.</ref> | ||
આ પ્રકારનો ‘રસ’ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં અર્થાત્ નાટ્યવૃત્તાંત જેનો આશ્રય લે છે તે મૂળ (ઐતિહાસિક) પાત્રોમાં સંભવે છે. જ્યારે તખતા પરનાં નટનટીઓ એ પાત્રોનું ‘અનુસંધાન’ જાળવતાં હોવાથી તેમનામાં એ ગૌણરૂપે પ્રત્યક્ષ થાય છે. આ મુદ્દા પરત્વે ‘અભિનવભારતી’ અને ‘કાવ્યપ્રકાશ’માં થોડો વિગતભેદ જોવા મળે છે. ‘અભિનવભારતી’ પ્રમાણે રસ ‘ઉત્પન્ન’ થાય છે, ‘ઉપચિત’ થાય છે; જ્યારે ‘કાવ્યપ્રકાશ’ ‘પ્રતીયમાનો રસઃ’ અર્થાત્ ‘રસ પ્રતીત થાય’ એમ કહે છે. અને, એનો અર્થ એમ થાય કે રસ મુખ્ય વૃત્તિથી રામાદિ અનુકાર્યોમાં તેમજ ગૌણ વૃત્તિથી નટનટીઓમાં પ્રતીત થાય છે. અર્થાત્ અહીં સામાજિકને એ પ્રતીયમાન છે એમ સમજવાનું છે. ડૉ. કાંતિચંદ્ર પાંડેયે એે મત વ્યક્ત કર્યો છે કે લોલ્લટ રસની ‘ઉત્પત્તિ’ કે ‘ઉપચિતિ’નો જે રીતે વિચાર કરે છે તેમાં તેમણે સામાજિકને લક્ષમાં લીધો નથી. | આ પ્રકારનો ‘રસ’ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં અર્થાત્ નાટ્યવૃત્તાંત જેનો આશ્રય લે છે તે મૂળ (ઐતિહાસિક) પાત્રોમાં સંભવે છે. જ્યારે તખતા પરનાં નટનટીઓ એ પાત્રોનું ‘અનુસંધાન’ જાળવતાં હોવાથી તેમનામાં એ ગૌણરૂપે પ્રત્યક્ષ થાય છે. આ મુદ્દા પરત્વે ‘અભિનવભારતી’ અને ‘કાવ્યપ્રકાશ’માં થોડો વિગતભેદ જોવા મળે છે. ‘અભિનવભારતી’ પ્રમાણે રસ ‘ઉત્પન્ન’ થાય છે, ‘ઉપચિત’ થાય છે; જ્યારે ‘કાવ્યપ્રકાશ’ ‘પ્રતીયમાનો રસઃ’ અર્થાત્ ‘રસ પ્રતીત થાય’ એમ કહે છે. અને, એનો અર્થ એમ થાય કે રસ મુખ્ય વૃત્તિથી રામાદિ અનુકાર્યોમાં તેમજ ગૌણ વૃત્તિથી નટનટીઓમાં પ્રતીત થાય છે. અર્થાત્ અહીં સામાજિકને એ પ્રતીયમાન છે એમ સમજવાનું છે. ડૉ. કાંતિચંદ્ર પાંડેયે એે મત વ્યક્ત કર્યો છે કે લોલ્લટ રસની ‘ઉત્પત્તિ’ કે ‘ઉપચિતિ’નો જે રીતે વિચાર કરે છે તેમાં તેમણે સામાજિકને લક્ષમાં લીધો નથી.<ref>એજન.</ref> તેમની દલીલ એમ છે કે, મમ્મટે ‘પ્રતીયમાનો’ શબ્દ ઉમેરીને અભિનવની વાચનામાં ફેરફાર કર્યો છે. પણ ડૉ. નાન્દી એવો ખુલાસો કરે છે કે, અભિનવે લોલ્લટના વિચારને પૂરેપૂરો રજૂ કર્યો ન હોય એમ ધારીએ, અને મમ્મટ પાસે નાટ્યશાસ્ત્ર પરની લોલ્લટની ટીકાની મૂળ વાચના હોય તેમ સ્વીકારીએ, તો સંભવ છે કે ‘પ્રતીયમાનો’ શબ્દ એ મમ્મટનું ઉમેરણ ન પણ હોય. આ રીતે ડૉ. નાન્દી લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’માં રસની પ્રતીયમાનતાનો ખ્યાલ પુરસ્કારે છે. | ||
ભરતના રસસૂત્રમાંના ‘સંયોગ’ શબ્દનું મમ્મટે કરેલું અર્થઘટન નોંધપાત્ર છે. તેમના અર્થઘટન પ્રમાણે વિભાવો રસની ‘ઉત્પત્તિ’માં ‘કારણરૂપ’ બની રહે છે. અનુભાવો તેને ‘પ્રતીતિક્ષમ’ બનાવે છે, એટલે કે તેને બોધનો વિષય બનાવે છે, જ્યારે વ્યભિચારિભાવો તેને ‘પરિપુષ્ટ’ કરીને રસત્વની કોટિએ પહોંચાડે છે. આ વિશે તેમનું સ્પષ્ટીકરણ છે : સ્થાયિભાવ અને વિભાવ ‘ઉત્પાદ્ય—ઉત્પાદકભાવ’ના સંબંધથી, અને સ્થાયિભાવ અને અનુભાવ ‘ગમ્યગમક’ના સંબંધથી, અને સ્થાયિભાવ અને વ્યભિચારિભાવ ‘પોષ્યપોષક’ના સંબંધથી સંકળાયા હોય છે. એ રીતે રસસૂત્રની ‘નિષ્પત્તિ’ સંજ્ઞાનો અર્થ ‘ઉત્પત્તિ’, ’અભિવ્યક્તિ’ અને ‘પુષ્ટિ’ એમ થાય છે. | ભરતના રસસૂત્રમાંના ‘સંયોગ’ શબ્દનું મમ્મટે કરેલું અર્થઘટન નોંધપાત્ર છે. તેમના અર્થઘટન પ્રમાણે વિભાવો રસની ‘ઉત્પત્તિ’માં ‘કારણરૂપ’ બની રહે છે. અનુભાવો તેને ‘પ્રતીતિક્ષમ’ બનાવે છે, એટલે કે તેને બોધનો વિષય બનાવે છે, જ્યારે વ્યભિચારિભાવો તેને ‘પરિપુષ્ટ’ કરીને રસત્વની કોટિએ પહોંચાડે છે. આ વિશે તેમનું સ્પષ્ટીકરણ છે : સ્થાયિભાવ અને વિભાવ ‘ઉત્પાદ્ય—ઉત્પાદકભાવ’ના સંબંધથી, અને સ્થાયિભાવ અને અનુભાવ ‘ગમ્યગમક’ના સંબંધથી, અને સ્થાયિભાવ અને વ્યભિચારિભાવ ‘પોષ્યપોષક’ના સંબંધથી સંકળાયા હોય છે. એ રીતે રસસૂત્રની ‘નિષ્પત્તિ’ સંજ્ઞાનો અર્થ ‘ઉત્પત્તિ’, ’અભિવ્યક્તિ’ અને ‘પુષ્ટિ’ એમ થાય છે. | ||
રસના ‘ઉત્પત્તિવાદ’ની સમાંતર વિચારસરણી ટાંકી બતાવતાં અભિનવે દંડીના ‘કાવ્યાદર્શ’માંથી બે અવતરણો મૂક્યાં છે : | રસના ‘ઉત્પત્તિવાદ’ની સમાંતર વિચારસરણી ટાંકી બતાવતાં અભિનવે દંડીના ‘કાવ્યાદર્શ’માંથી બે અવતરણો મૂક્યાં છે : | ||
| Line 33: | Line 33: | ||
અભિનવગુપ્તે આ રીતે અનુકાર્ય, અનુકર્તા અને સામાજિક એ ત્રણેયની ભૂમિકાએથી ‘રસના ઉત્પત્તિ-ઉપચિતિ’ વાદની તપાસ કરી તેમાં રહેલી મુશ્કેલીઓ તરફ સંકેત કર્યો છે. આપણે આગળ જોઈશું કે, રસાનુભૂતિ એ સહૃદયની અ-લૌકિક પ્રતીતિ છે, અને લૌકિક ભાવથી તે સ્વરૂપતઃ ભિન્ન છે, એવી અભિનવની પોતાની ભૂમિકા છે. એ ભૂમિકાએથી તેમણે લોલ્લટના મતની નિર્બળતાઓ ખુલ્લી કરી આપી છે. | અભિનવગુપ્તે આ રીતે અનુકાર્ય, અનુકર્તા અને સામાજિક એ ત્રણેયની ભૂમિકાએથી ‘રસના ઉત્પત્તિ-ઉપચિતિ’ વાદની તપાસ કરી તેમાં રહેલી મુશ્કેલીઓ તરફ સંકેત કર્યો છે. આપણે આગળ જોઈશું કે, રસાનુભૂતિ એ સહૃદયની અ-લૌકિક પ્રતીતિ છે, અને લૌકિક ભાવથી તે સ્વરૂપતઃ ભિન્ન છે, એવી અભિનવની પોતાની ભૂમિકા છે. એ ભૂમિકાએથી તેમણે લોલ્લટના મતની નિર્બળતાઓ ખુલ્લી કરી આપી છે. | ||
રસના ‘ઉત્પત્તિ–ઉપચિતિ’વાદનો મમ્મટે પણ એવી રીતે તાર્કિક ભૂમિકાએથી વિરોધ કર્યો છે. અલબત્ત, લોલ્લટના મતના સીધેસીધા ખંડન રૂપે નહિ, પણ રસસ્વરૂપની તાત્ત્વિક ચર્ચાના ભાગરૂપે તે આવે છે, અને અભિનવની વિચારણાનો પ્રતિધ્વનિ એમાં સાંભળી શકાય. લોલ્લટના સિદ્ધાંતમાં એમ અભિપ્રેત છે કે સ્થાયિભાવની ‘ઉત્પત્તિ’ અને ‘ઉપચિતિ’માં વિભાવાદિનો સંયોગ અનિવાર્ય છે. પણ ‘રસ’ની ઉપસ્થિતિ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં તેમણે સ્વીકારી છે, તે જોતાં તો વિભાવો લૌકિક કોટિનાં જ ‘કારણો’ છે, અને ‘રસ’ (ઉત્પન્ન અને ઉપચિત સ્થાયિભાવ) એ તેનું ‘કાર્ય’ છે, અર્થાત્ ‘રસ’ અને તેના વિભાવો વચ્ચે લૌકિક કોટિના કાર્યકારણનો સંબંધ રહ્યો છે. મમ્મટે આ ભૂમિકાનો પ્રતિવાદ કરતાં એમ કહ્યું કે ‘રસ’ એ કેાઈ લૌકિક ‘કારણ’નું ‘કાર્ય’ નથી. વ્યવહારજગતમાં એમ બને છે કે ‘કારણ’ નષ્ટ થઈ જતાંય તેનું ‘કાર્ય’ ટકી રહેતું હોય છે. ઉદાહરણ લેખે, કુંભારે માટીનો ઘડો બનાવ્યો, તો કુંભાર એનું ‘નિમિત્ત કારણ’ ઠર્યો, અને ‘ઘડો’ તેનું ‘કાર્ય’ બની રહ્યો. આ પ્રસંગમાં કુંભાર અવસાન પામે, અર્થાત્ (નિમિત્ત) કારણ નષ્ટ થાય, તોયે ઘડો–અર્થાત્ ‘કાર્ય’ ત્યાં ટકી રહે જ છે. પણ સામાજિકના રસબોધની બાબતમાં એમ બનતું નથી. રસતત્ત્વ એ વિભાવરૂપ ‘કારણ’નું ‘કાર્ય’ નથી. એમ જો હોત તો તો એ ‘કારણ’ નષ્ટ થયા પછીયે ‘કાર્ય’ રૂપે ‘રસ’ સહૃદયના ચિત્તમાં ટકી રહેત. પણ આ બાબતમાં સહૃદયનો અનુભવ જુદો જ છે. તેને એ વાતની પ્રતીતિ છે કે, વિભાવાદિનું અનુસંધાન જ્યાં લગી રહે છે ત્યાં લગી જ રસની અનુભૂતિ થાય છે. અને જે ક્ષણે એ અનુસંધાન તૂટ્યું તે ક્ષણે જ રસબોધનું તત્ત્વ પણ લુપ્ત થઈ જાય છે. તાત્પર્ય કે, રસ અને વિભાવ વચ્ચે લૌકિક કાર્યકારણનો સંબંધ નથી, અને લોલ્લટનો રસનો ‘ઉત્પત્તિ-ઉપચિતિ’ વાદ અસ્વીકાર્ય બની રહે છે. | રસના ‘ઉત્પત્તિ–ઉપચિતિ’વાદનો મમ્મટે પણ એવી રીતે તાર્કિક ભૂમિકાએથી વિરોધ કર્યો છે. અલબત્ત, લોલ્લટના મતના સીધેસીધા ખંડન રૂપે નહિ, પણ રસસ્વરૂપની તાત્ત્વિક ચર્ચાના ભાગરૂપે તે આવે છે, અને અભિનવની વિચારણાનો પ્રતિધ્વનિ એમાં સાંભળી શકાય. લોલ્લટના સિદ્ધાંતમાં એમ અભિપ્રેત છે કે સ્થાયિભાવની ‘ઉત્પત્તિ’ અને ‘ઉપચિતિ’માં વિભાવાદિનો સંયોગ અનિવાર્ય છે. પણ ‘રસ’ની ઉપસ્થિતિ મુખ્યત્વે રામાદિ અનુકાર્યોમાં તેમણે સ્વીકારી છે, તે જોતાં તો વિભાવો લૌકિક કોટિનાં જ ‘કારણો’ છે, અને ‘રસ’ (ઉત્પન્ન અને ઉપચિત સ્થાયિભાવ) એ તેનું ‘કાર્ય’ છે, અર્થાત્ ‘રસ’ અને તેના વિભાવો વચ્ચે લૌકિક કોટિના કાર્યકારણનો સંબંધ રહ્યો છે. મમ્મટે આ ભૂમિકાનો પ્રતિવાદ કરતાં એમ કહ્યું કે ‘રસ’ એ કેાઈ લૌકિક ‘કારણ’નું ‘કાર્ય’ નથી. વ્યવહારજગતમાં એમ બને છે કે ‘કારણ’ નષ્ટ થઈ જતાંય તેનું ‘કાર્ય’ ટકી રહેતું હોય છે. ઉદાહરણ લેખે, કુંભારે માટીનો ઘડો બનાવ્યો, તો કુંભાર એનું ‘નિમિત્ત કારણ’ ઠર્યો, અને ‘ઘડો’ તેનું ‘કાર્ય’ બની રહ્યો. આ પ્રસંગમાં કુંભાર અવસાન પામે, અર્થાત્ (નિમિત્ત) કારણ નષ્ટ થાય, તોયે ઘડો–અર્થાત્ ‘કાર્ય’ ત્યાં ટકી રહે જ છે. પણ સામાજિકના રસબોધની બાબતમાં એમ બનતું નથી. રસતત્ત્વ એ વિભાવરૂપ ‘કારણ’નું ‘કાર્ય’ નથી. એમ જો હોત તો તો એ ‘કારણ’ નષ્ટ થયા પછીયે ‘કાર્ય’ રૂપે ‘રસ’ સહૃદયના ચિત્તમાં ટકી રહેત. પણ આ બાબતમાં સહૃદયનો અનુભવ જુદો જ છે. તેને એ વાતની પ્રતીતિ છે કે, વિભાવાદિનું અનુસંધાન જ્યાં લગી રહે છે ત્યાં લગી જ રસની અનુભૂતિ થાય છે. અને જે ક્ષણે એ અનુસંધાન તૂટ્યું તે ક્ષણે જ રસબોધનું તત્ત્વ પણ લુપ્ત થઈ જાય છે. તાત્પર્ય કે, રસ અને વિભાવ વચ્ચે લૌકિક કાર્યકારણનો સંબંધ નથી, અને લોલ્લટનો રસનો ‘ઉત્પત્તિ-ઉપચિતિ’ વાદ અસ્વીકાર્ય બની રહે છે. | ||
‘પ્રદીપ’ના કર્તા ગોવિંદે લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’ સામે જે વાંધાઓ ઉઠાવ્યા છે, તે પણ ધ્યાનપાત્ર છે. | ‘પ્રદીપ’ના કર્તા ગોવિંદે લોલ્લટના ‘ઉત્પત્તિ-ઉપચિતિવાદ’ સામે જે વાંધાઓ ઉઠાવ્યા છે, તે પણ ધ્યાનપાત્ર છે.<ref>શ્રી નગીનદાસ પારેખ : ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’માં પૃ. ૧૫–૧૬ની ચર્ચા.</ref> તેઓ કહે છે, ‘ઉપચિત’ સ્થાયિભાવ તો વિભાવ કે વિભાવોમાં ઉપસ્થિત હોય અને સામાજિકમાં જો તેનો અભાવ હોય તો, સામાજિકને રસની ચમત્કૃતિનો બોધ શી રીતે થાય? રસની ચમત્કૃતિનો અનુભવ તો સામાજિકને જ થવો જોઈએ. ગોવિંદની આ ટીકાનો મર્મ એ છે કે રસની ઉપસ્થિતિ વિભાવોમાં સ્વીકારીએ તે પૂરતું નથી. મહત્ત્વની વાત તો સામાજિકને રસની અનુભૂતિ શી રીતે થાય છે તે છે. આ સંદર્ભમાં ગોવિંદે એવી સ્પષ્ટતા પણ કરી કે વિભાવાદિ અને તેથી ‘ઉત્પન્ન થતા (અને ‘ઉપચિત’ થતા) સ્થાયિભાવનું–‘રસ’નું–માત્ર જ્ઞાન, પણ ચમત્કૃતિ જગાડવા પૂરતું નથી. ‘રસ’ની ચમત્કૃતિ જે (તાર્કિક) જ્ઞાનથી જ સંભવતી હોય તો તો કેવળ શબ્દજ્ઞાનથી પણ રસબોધની શક્યતા સ્વીકારવી પડે. પણ વાસ્તવમાં એમ બનતું નથી. વળી ઉપચિત સ્થાયીને જ જો રસરૂપ ગણીએ તો તો પરાકાષ્ઠાએ પહોંચેલા લૌકિક રતિભાવના પ્રત્યક્ષીકરણથી પણ રસની ચમત્કૃતિ સધાતી હોવાનું સ્વીકારવું પડે, પણ સહૃદય એમાં રસાનુભવ કરતો નથી, કરી શકતો નથી, એ હકીકત છે. રસનું તત્ત્વ એ રીતે લૌકિક જ્ઞાનનો વિષય નથી. ગોવિંદની બીજી એક દલીલ એ રહી છે કે અનુભાવોના જ્ઞાનને બળે થતા આરોપને પણ ‘સાક્ષાત્કાર’ ગણવો ન જોઈએ. કેમ કે, ચંદન જેને લગાડવામાં આવે તેને જ તેનું સુખ મળે, તેના જોનારને નહિ. ગોવિંદની આ દલીલ પણ ખૂબ મહત્ત્વની છે. તેમનું એમ કહેવું છે કે સામેની કોઈ વ્યક્તિમાં (અન્ય વિભાવરૂપ કારણથી) ‘ઉત્પન્ન’ થયેલો સ્થાયિભાવ તેના અનુભાવોથી જ્ઞાનગોચર બનતો હોય તો પણ, એ રીતે, સ્થાયિભાવનું જ્ઞાન સામાજિકને માટે સાક્ષાત્કાર નથી બનતું. બીજી રીતે કહીએ તો, માત્ર અનુભાવોની પ્રતીતિના બળે સામાજિક એના પાત્રમાં સ્થાયિભાવનું આરોપણ કરે, તે કંઈ સાક્ષાત્કારની કોટિનું જ્ઞાન નથી. સામાજિકને એ રીતે રસની ચમત્કૃતિ થવી શક્ય નથી. ગોવિંદની છેલ્લી દલીલ એ છે કે રસચમત્કૃતિને બીજી કોઈ રીતે ઘટાવી શકાય તેમ પણ નથી. કેમ કે રસની બાબતમાં પ્રમાણનો જ અભાવ છે. ગોવિંદની આ બધી ટીકાટિપ્પણીઓનું સ્વારસ્ય એ જ કે રસની ચમત્કૃતિ સહૃદયને અનુભવરૂપે પ્રાપ્ત થાય છે, અને એ કોઈ લૌકિક પ્રતીતિનો વિષય જ નથી. ગોવિંદની આ દલીલો તાર્કિક રીતે ઘણી સંગીન છે, અને રસની તાત્ત્વિક ચર્ચાના વિકાસમાં તેનું ઘણું મહત્ત્વ છે. | ||
‘રસપ્રદીપ’ના કર્તા | ‘રસપ્રદીપ’ના કર્તા પ્રભાકરનો<ref>શ્રી નગીનદાસ પારેખના ઉપરોક્ત ગ્રંથમાં પૃ. ૨૮ પરની પાદટીપની ચર્ચા.</ref> એક વિચાર અહીં પ્રસ્તુત બની રહે છે. આપણે આગળ જોઈશું કે શ્રીશંકુકના ‘અનુકૃતિ-અનુમિતિવાદ’ની સામે માર્મિક પ્રશ્ન રૂપે એ આવ્યો છે, પણ લોલ્લટની આ ભૂમિકાના સંદર્ભે પણ તે એટલો જ મહત્ત્વનો ઠરે છે. પ્રભાકર પૂછે છે કે પૌરાણિક કે ઐતિહાસિક નાટકમાંનાં પાત્રો પહેલાં થઈ ગયેલાં હોય છે, એટલે તેમનું ‘અનુકરણ’ સંભવે છે. પણ ‘પ્રકરણ’ વગેરેમાં પાત્રો જ્યાં કલ્પિત હોય ત્યાં ‘અનુકરણ’ શી રીતે સંભવે? આપણે આ ભૂમિકાએથી એવો પ્રશ્ન પણ કરી શકીએ કે, લોલ્લટના મત પ્રમાણે રામાદિ અનુકાર્યોમાં જ રસ મુખ્યત્વે સંભવે છે, તો જ્યાં કેવળ કલ્પિત પાત્રોનો જ આશ્રય લેવામાં આવ્યો હોય ત્યાં રસની મુખ્ય ઉપસ્થિતિ ક્યાં ગણવી? તાત્પર્ય કે, નાટ્યપ્રયોગની બહાર અનુકાર્યોમાં–મૂળ પાત્રોમાં–‘રસ’ની ઉપસ્થિતિ સ્વીકારી શકાય નહિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||