33,916
edits
No edit summary |
(+1) |
||
| Line 1,722: | Line 1,722: | ||
સમજૂતી : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે? | સમજૂતી : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ, | {{Block center|<poem>વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ, | ||
ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨ | ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨</poem>}} | ||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : પૃથ્વી પરના અધ્યાસો જે એને હોય છે તેને ખરેખર દૂર ન કરી શકાય. ગુરુની મદદથી તેને પાંખ આવે ખરી, તે ઊડે પણ ખરો પણ પૃથ્વી પર જ પાછો પડે છે. | વિચાર કહે છે : પૃથ્વી પરના અધ્યાસો જે એને હોય છે તેને ખરેખર દૂર ન કરી શકાય. ગુરુની મદદથી તેને પાંખ આવે ખરી, તે ઊડે પણ ખરો પણ પૃથ્વી પર જ પાછો પડે છે. | ||
પાઠચર્ચા : ૨. ખ ‘ખરો’ને સ્થાને ‘તેહવો’ ઘ ચ છ જ ઝ તેહેવો; ૩. ક આવી. ૪. છ જ ઝ ‘પડે’ને સ્થાને ‘આવે.’ | પાઠચર્ચા : ૨. ખ ‘ખરો’ને સ્થાને ‘તેહવો’ ઘ ચ છ જ ઝ તેહેવો; ૩. ક આવી. ૪. છ જ ઝ ‘પડે’ને સ્થાને ‘આવે.’ | ||
સમજૂતી : ભૂચરને પાંખ આવે ત્યારે એ ઊડે તો ખરું પણ આકાશમાં નિરંતરાય ગતિ કરી શકતું નથી. પૃથ્વી પર પાછું પડે છે. કેમકે એના ભૂચર તરીકે અધ્યાસો દૂર થયા હોતા નથી. એ જ રીતે વામજ્ઞાનીને ગુરુની મદદથી જ્ઞાન તો આવે, પણ એના અધ્યાસો દૂર ન થયા હોવાથી અધ્યાત્મમાર્ગે એની ગતિ થતી નથી. અખાજીના દૃષ્ટાંતનો આ મર્મ છે. | સમજૂતી : ભૂચરને પાંખ આવે ત્યારે એ ઊડે તો ખરું પણ આકાશમાં નિરંતરાય ગતિ કરી શકતું નથી. પૃથ્વી પર પાછું પડે છે. કેમકે એના ભૂચર તરીકે અધ્યાસો દૂર થયા હોતા નથી. એ જ રીતે વામજ્ઞાનીને ગુરુની મદદથી જ્ઞાન તો આવે, પણ એના અધ્યાસો દૂર ન થયા હોવાથી અધ્યાત્મમાર્ગે એની ગતિ થતી નથી. અખાજીના દૃષ્ટાંતનો આ મર્મ છે. | ||
ત્યમ વામજ્ઞાની મોહોદ્વારા તણો, વાતે વિશેષે ચાલે ઘણો, | {{Poem2Close}} | ||
પણ તનમનસુખ તે પ્રવૃત્તિસંગ્ય, નિવૃત્તિ-આકાશ શું નો હોઇ રંગ. ૩૦૩ | {{Block center|<poem>ત્યમ વામજ્ઞાની મોહોદ્વારા તણો, વાતે વિશેષે ચાલે ઘણો, | ||
પણ તનમનસુખ તે પ્રવૃત્તિસંગ્ય, નિવૃત્તિ-આકાશ શું નો હોઇ રંગ. ૩૦૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
તેમ મોહને માર્ગે ચાલનાર વામજ્ઞાની (જ્ઞાનીની) વાત તો ઘણી કરે છે, પણ તે પ્રવૃત્તિમય રહીને તનમનનું સુખ ભોગવે છે. નિવૃત્તિરૂપી આકાશ સાથે એને સ્નેહ નથી હોતો. | તેમ મોહને માર્ગે ચાલનાર વામજ્ઞાની (જ્ઞાનીની) વાત તો ઘણી કરે છે, પણ તે પ્રવૃત્તિમય રહીને તનમનનું સુખ ભોગવે છે. નિવૃત્તિરૂપી આકાશ સાથે એને સ્નેહ નથી હોતો. | ||
વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન, | {{Poem2Close}} | ||
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદ માંહાં તે તણી. ૩૦૪ | {{Block center|<poem>વિવેક વડે જે છે જ્ઞાન, ચિદાકાશ માંહાં તેહેનું ધ્યાન, | ||
વરતણ્ય માત્ર આવે દેહ ભણી, પણ સુરતિ રહે ચિદ માંહાં તે તણી. ૩૦૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિવેકપૂર્વકનું જ્ઞાન જેને છે તેનું ધ્યાન ચૈતન્યરૂપી આકાશમાં હોય છે તેનો માત્ર વ્યવહાર કે વ્યાપાર દેહનો હોય છે પણ તેની વૃત્તિ કે લગની તો ચૈતન્યસ્વરૂપમાં જ હોય છે. | વિવેકપૂર્વકનું જ્ઞાન જેને છે તેનું ધ્યાન ચૈતન્યરૂપી આકાશમાં હોય છે તેનો માત્ર વ્યવહાર કે વ્યાપાર દેહનો હોય છે પણ તેની વૃત્તિ કે લગની તો ચૈતન્યસ્વરૂપમાં જ હોય છે. | ||
સમજૂતી : ચિત્તની પ્રવૃત્તિ-નિવૃત્તિ રાણીઓ અને એનાં મોહ-વિવેક સંતાનો. તે પરથી અખાજી જ્ઞાનીના બે વર્ગ પાડવા સુધી ગયા છે. પ્રવૃત્તિ કે મોહથી પ્રેરાયેલા જ્ઞાનીઓ તે વામજ્ઞાની. એમની પાસે ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન છે, પણ ચિદાકાશમાં એમની ગતિ નથી. એ જ્ઞાનનો ઉપયોગ ખોટે માર્ગે કરે છે. નિવૃત્તિભાવ કે વિવેકયુક્ત જ્ઞાની તે દક્ષિણ જ્ઞાની. તેઓ સંસારમાં રહે છે છતાં એમની વૃત્તિ ચૈતન્યમય-બ્રહ્મમય હોય છે. | સમજૂતી : ચિત્તની પ્રવૃત્તિ-નિવૃત્તિ રાણીઓ અને એનાં મોહ-વિવેક સંતાનો. તે પરથી અખાજી જ્ઞાનીના બે વર્ગ પાડવા સુધી ગયા છે. પ્રવૃત્તિ કે મોહથી પ્રેરાયેલા જ્ઞાનીઓ તે વામજ્ઞાની. એમની પાસે ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન છે, પણ ચિદાકાશમાં એમની ગતિ નથી. એ જ્ઞાનનો ઉપયોગ ખોટે માર્ગે કરે છે. નિવૃત્તિભાવ કે વિવેકયુક્ત જ્ઞાની તે દક્ષિણ જ્ઞાની. તેઓ સંસારમાં રહે છે છતાં એમની વૃત્તિ ચૈતન્યમય-બ્રહ્મમય હોય છે. | ||
આ સંદર્ભમાં અખાજીના છપ્પાનું દશવિધ જ્ઞાની અંગ જોઈ શકાય. ત્યાં જ્ઞાનીના દસ પ્રકારો છે. શુકજ્ઞાની, જ્ઞાનદગ્ધ, વિતંડજ્ઞાની, જ્ઞાનખળ, નિંદકજ્ઞાની, ભ્રમજ્ઞાની, હઠજ્ઞાની, શઠજ્ઞાની, શૂન્યવાદી અને શુદ્ધજ્ઞાની. એમાં એક બાજુ શુદ્ધ-જ્ઞાની છે ને બીજી બાજુ બાકીના નવ પ્રકારના જ્ઞાનીઓ છે, જે અખાજીને ઇષ્ટ નથી. | આ સંદર્ભમાં અખાજીના છપ્પાનું દશવિધ જ્ઞાની અંગ જોઈ શકાય. ત્યાં જ્ઞાનીના દસ પ્રકારો છે. શુકજ્ઞાની, જ્ઞાનદગ્ધ, વિતંડજ્ઞાની, જ્ઞાનખળ, નિંદકજ્ઞાની, ભ્રમજ્ઞાની, હઠજ્ઞાની, શઠજ્ઞાની, શૂન્યવાદી અને શુદ્ધજ્ઞાની. એમાં એક બાજુ શુદ્ધ-જ્ઞાની છે ને બીજી બાજુ બાકીના નવ પ્રકારના જ્ઞાનીઓ છે, જે અખાજીને ઇષ્ટ નથી. | ||
જ્ઞાનખળ એટલે ખલજ્ઞાનીની વાત અહીં હવે પછી કડી ૩૪૭–૪૯માં થયેલી છે. | જ્ઞાનખળ એટલે ખલજ્ઞાનીની વાત અહીં હવે પછી કડી ૩૪૭–૪૯માં થયેલી છે. | ||
તે માટે દ્વારા માંહાં ફેર, લૂખી દ્રષ્ટ્યે [૨૮ક] ન ટલે અંધેર, | {{Poem2Close}} | ||
મુક્તિ લગી છે એક જ વાટ, પણ વિવેકી ચાલે નિરાટ. ૩૦૫ | {{Block center|<poem>તે માટે દ્વારા માંહાં ફેર, લૂખી દ્રષ્ટ્યે [૨૮ક] ન ટલે અંધેર, | ||
મુક્તિ લગી છે એક જ વાટ, પણ વિવેકી ચાલે નિરાટ. ૩૦૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
તેથી ફેર સાધનનો – માર્ગ છે. નિસ્તેજ દૃષ્ટિથી અંધકાર દૂર ન થાય. મુક્તિ સુધીનો એક જ માર્ગ છે. ત્યાં વિવેકી એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાય છે. | તેથી ફેર સાધનનો – માર્ગ છે. નિસ્તેજ દૃષ્ટિથી અંધકાર દૂર ન થાય. મુક્તિ સુધીનો એક જ માર્ગ છે. ત્યાં વિવેકી એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાય છે. | ||
પાઠચર્ચા : ખ ઘ ચ છ જ ઝ અ બ હપ્રમાં ‘ન’ નથી પરંતુ અર્થદૃષ્ટિએ તે પાઠ સંગત નથી. | પાઠચર્ચા : ખ ઘ ચ છ જ ઝ અ બ હપ્રમાં ‘ન’ નથી પરંતુ અર્થદૃષ્ટિએ તે પાઠ સંગત નથી. | ||
ચિત્ત કહે વિવેક તણું બલ કશું, જ્યમ દીપધામ દીપક માંહાં વસું, | {{Poem2Close}} | ||
તે દીવો માહાતેજ્યે ભલ્યો, ત્યારે ટાલવા કોણ ને સ્યાથો ટલ્યો. ૩૦૬ | {{Block center|<poem>ચિત્ત કહે વિવેક તણું બલ કશું, જ્યમ દીપધામ દીપક માંહાં વસું, | ||
તે દીવો માહાતેજ્યે ભલ્યો, ત્યારે ટાલવા કોણ ને સ્યાથો ટલ્યો. ૩૦૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : વિવેકનું બળ કેટલું? દીવામાં દીવાનો પ્રકાશ રહેલો હોય છે, તે દીવો મહાતેજમાં ભળે ત્યારે શું ટળ્યું અને શામાંથી ટળ્યું? (એટલે કે કશું ટળ્યું નથી.) | ચિત્ત કહે છે : વિવેકનું બળ કેટલું? દીવામાં દીવાનો પ્રકાશ રહેલો હોય છે, તે દીવો મહાતેજમાં ભળે ત્યારે શું ટળ્યું અને શામાંથી ટળ્યું? (એટલે કે કશું ટળ્યું નથી.) | ||
વિચાર કહે ઊંડો સ્થલ એહ, જ્યાંહાં ન મલે દેહી ને દેહ, | {{Poem2Close}} | ||
તેહેવા થકાં ભોગવણી અલગ, દ્રષ્ટાંત વડે સમઝીએ સલગ. ૩૦૭ | {{Block center|<poem>વિચાર કહે ઊંડો સ્થલ એહ, જ્યાંહાં ન મલે દેહી ને દેહ, | ||
તેહેવા થકાં ભોગવણી અલગ, દ્રષ્ટાંત વડે સમઝીએ સલગ. ૩૦૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : જ્યાં દેહી (આત્મા) અને દેહ (અલગ) ન હોય તે ઊંડા અનુભવનો પ્રદેશ છે. તે એવા હોવાથી (દેહી અને દેહ અલગ ન હોવાથી) એ અનુભવ જુદો હોય છે. એ બંને સંલગ્ન એટલે કે એકરૂપ છે તે આપણે દૃષ્ટાંતથી સમજીએ. | વિચાર કહે છે : જ્યાં દેહી (આત્મા) અને દેહ (અલગ) ન હોય તે ઊંડા અનુભવનો પ્રદેશ છે. તે એવા હોવાથી (દેહી અને દેહ અલગ ન હોવાથી) એ અનુભવ જુદો હોય છે. એ બંને સંલગ્ન એટલે કે એકરૂપ છે તે આપણે દૃષ્ટાંતથી સમજીએ. | ||
જે પારદ ઔષધિ વડે મરે, તે નૈરાશી નીમડ્યે જ સરે, | {{Poem2Close}} | ||
તેહેના પરાક્રમ હોએ અમોઘ, જે અનુભવે તે થાએ અરોગ. ૩૦૮ | {{Block center|<poem>જે પારદ ઔષધિ વડે મરે, તે નૈરાશી નીમડ્યે જ સરે, | ||
તેહેના પરાક્રમ હોએ અમોઘ, જે અનુભવે તે થાએ અરોગ. ૩૦૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
જે પારો ઔષધિ (દવા) વડે મરે (અશુદ્ધિરહિત બને) તે અંતે નિરાશી (આશા – આસક્તિરહિત) જ નીવડે. તેનાં પરાક્રમ અમોઘ હોય છે. જે અનુભવે તે રોગ વિનાનું થાય. | જે પારો ઔષધિ (દવા) વડે મરે (અશુદ્ધિરહિત બને) તે અંતે નિરાશી (આશા – આસક્તિરહિત) જ નીવડે. તેનાં પરાક્રમ અમોઘ હોય છે. જે અનુભવે તે રોગ વિનાનું થાય. | ||
સમજૂતી : અહીં વિવેકજ્ઞાની – ખરા જ્ઞાનીની ગતિ બતાવવા પારાનું દૃષ્ટાંત લેવામાં આવ્યું છે. કાચો પારો આરોગ્યને હાનિકારક છે. એ વિષ ગણાય છે, પણ શુદ્ધ પારાના ઘણા ગુણ છે. અશુદ્ધ રૂપે મળી આવતા પારા ઉપર ઘણી ઔષધપ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેનાથી પારાનું સ્વરૂપાંતર થાય છે. આ પ્રક્રિયાઓને સંસ્કાર કહેવામાં આવે છે. આવા આઠ કે અઢાર સંસ્કારો – શોધન, બંધન વગેરે વર્ણવાયેલા મળે છે. એમાં એક મારણ સંસ્કાર પણ છે. આ સંસ્કારથી પારાની અશુદ્ધિઓ ગળાય છે. સામાન્ય પારાની ગોળી બનાવવી ઘણી અઘરી છે. એ ગોળી બનાવી શકાય ત્યારે એ બાંધ્યો પારો કહેવાય. આવી ઔષધપ્રક્રિયા પામેલો પારો સંપૂર્ણ શુદ્ધ બને છે ત્યારે એ સિદ્ધ પારો કહેવાય છે. સિદ્ધ પારો પ્રચંડ અગ્નિમાં પણ ટકી શકે છે. આવા પારાનાં ચમત્કારક પરિણામો હોય છે – એ લેવાથી આકાશમાં ઊડી પણ શકાય છે. આ અને પછીની કડીઓમાં પારાના આ સંસ્કારો અને એના ગુણોનો નિર્દેશ છે. | સમજૂતી : અહીં વિવેકજ્ઞાની – ખરા જ્ઞાનીની ગતિ બતાવવા પારાનું દૃષ્ટાંત લેવામાં આવ્યું છે. કાચો પારો આરોગ્યને હાનિકારક છે. એ વિષ ગણાય છે, પણ શુદ્ધ પારાના ઘણા ગુણ છે. અશુદ્ધ રૂપે મળી આવતા પારા ઉપર ઘણી ઔષધપ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેનાથી પારાનું સ્વરૂપાંતર થાય છે. આ પ્રક્રિયાઓને સંસ્કાર કહેવામાં આવે છે. આવા આઠ કે અઢાર સંસ્કારો – શોધન, બંધન વગેરે વર્ણવાયેલા મળે છે. એમાં એક મારણ સંસ્કાર પણ છે. આ સંસ્કારથી પારાની અશુદ્ધિઓ ગળાય છે. સામાન્ય પારાની ગોળી બનાવવી ઘણી અઘરી છે. એ ગોળી બનાવી શકાય ત્યારે એ બાંધ્યો પારો કહેવાય. આવી ઔષધપ્રક્રિયા પામેલો પારો સંપૂર્ણ શુદ્ધ બને છે ત્યારે એ સિદ્ધ પારો કહેવાય છે. સિદ્ધ પારો પ્રચંડ અગ્નિમાં પણ ટકી શકે છે. આવા પારાનાં ચમત્કારક પરિણામો હોય છે – એ લેવાથી આકાશમાં ઊડી પણ શકાય છે. આ અને પછીની કડીઓમાં પારાના આ સંસ્કારો અને એના ગુણોનો નિર્દેશ છે. | ||
ઔષધપ્રક્રિયાથી મરેલા પારાને અહીં ‘નિરાશી’ બનેલો કહેવામાં આવેલ છે. નિરાશી એટલે આશા, અપેક્ષાથી પર. એ વિષેશણ સજીવ વ્યક્તિને લાગે, પારાને નહીં. તેથી અહીં તેનો રૂપકાત્મક અર્થ અભિપ્રેત છે એમ માનવું જોઈએ. | ઔષધપ્રક્રિયાથી મરેલા પારાને અહીં ‘નિરાશી’ બનેલો કહેવામાં આવેલ છે. નિરાશી એટલે આશા, અપેક્ષાથી પર. એ વિષેશણ સજીવ વ્યક્તિને લાગે, પારાને નહીં. તેથી અહીં તેનો રૂપકાત્મક અર્થ અભિપ્રેત છે એમ માનવું જોઈએ. | ||
ગોટયકા કેરી નીપજ્ય થાઇ, તો સ્વર્ગ મૃત્યુ પાતાલે જાઇ, | {{Poem2Close}} | ||
મૂઆ પછી બહુ પરાક્રમ કરે, ત્યમ પ્રગન્યાવંતની સુરતિ સંચરે. ૩૦૯ | {{Block center|<poem>ગોટયકા કેરી નીપજ્ય થાઇ, તો સ્વર્ગ મૃત્યુ પાતાલે જાઇ, | ||
મૂઆ પછી બહુ પરાક્રમ કરે, ત્યમ પ્રગન્યાવંતની સુરતિ સંચરે. ૩૦૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
આવી ઔષધપ્રક્રિયાથી પારાની ગોળી બને. પછી એની ગતિ સ્વર્ગ, મૃત્યુ, પાતાલે બધે જ હોય છે. મર્યા પછી એ અનેક કાર્યો કરી શકે છે. આ જ રીતે પ્રજ્ઞાવંતની (જ્ઞાનીની) વૃત્તિ બધે પહોંચે છે. | આવી ઔષધપ્રક્રિયાથી પારાની ગોળી બને. પછી એની ગતિ સ્વર્ગ, મૃત્યુ, પાતાલે બધે જ હોય છે. મર્યા પછી એ અનેક કાર્યો કરી શકે છે. આ જ રીતે પ્રજ્ઞાવંતની (જ્ઞાનીની) વૃત્તિ બધે પહોંચે છે. | ||
સમજૂતી : પ્રક્રિયા કરેલી પારાની ગોળીની સાથે પ્રજ્ઞાવંતને સરખાવેલ છે. એ પારાની ગતિ જેમ અસાધારણ હોય છે તેમ દેહભાવથી પર થયેલી (મરી ગયેલી) અને આશામુક્ત થયેલી જ્ઞાની વ્યક્તિની ગતિ પણ એવી જ હોય છે. | સમજૂતી : પ્રક્રિયા કરેલી પારાની ગોળીની સાથે પ્રજ્ઞાવંતને સરખાવેલ છે. એ પારાની ગતિ જેમ અસાધારણ હોય છે તેમ દેહભાવથી પર થયેલી (મરી ગયેલી) અને આશામુક્ત થયેલી જ્ઞાની વ્યક્તિની ગતિ પણ એવી જ હોય છે. | ||
તેહ જ પારદ ગંધક વડે થાઇ, તે દીસે નીપનો પણ અંતર્ય મૂરછાઇ, | {{Poem2Close}} | ||
થોભે નહીં અગ્નિને પાસ, કર્યો-કારવ્યો થાએ નાશ. ૩૧૦ | {{Block center|<poem>તેહ જ પારદ ગંધક વડે થાઇ, તે દીસે નીપનો પણ અંતર્ય મૂરછાઇ, | ||
થોભે નહીં અગ્નિને પાસ, કર્યો-કારવ્યો થાએ નાશ. ૩૧૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે જ પારા ઉપર ગંધકની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કશુંક નીપજતું દેખાય છે પણ તેનું આંતિરક સત્ત્વ નિષ્ક્રિય બની જાય છે. અગ્નિના સ્પર્શથી તે ટકી શકતો નથી. કર્યુંકારવ્યું બધું નાશ થાય છે. | તે જ પારા ઉપર ગંધકની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કશુંક નીપજતું દેખાય છે પણ તેનું આંતિરક સત્ત્વ નિષ્ક્રિય બની જાય છે. અગ્નિના સ્પર્શથી તે ટકી શકતો નથી. કર્યુંકારવ્યું બધું નાશ થાય છે. | ||
સમજૂતી : ગંધક જલદી સળગી ઊઠે એવો પદાર્થ છે. એના સંયોગથી પારો પણ સળગી ઊઠે, અગ્નિ પાસે ટકી ન શકે. જ્વાલામુખીના અગ્નિમાં ગંધક-પારાનું મિશ્રણ હોય છે. અહીં એવી કોઈ પ્રક્રિયા અભિપ્રેત છે જેમાં પારામાં ગંધકનું તત્ત્વ રહે છે. એ પારો પ્રક્રિયા પામેલો છે, પણ એનું આંતરિક સત્ત્વ મૂર્છિત થઈ ગયું હોય છે. વિવેક વગરના જ્ઞાનને આવા પારા સાથે સરખાવે છે. એ જ્ઞાન છે પણ એમાં જ્ઞાનનું ખરું સત્ત્વ નથી. | સમજૂતી : ગંધક જલદી સળગી ઊઠે એવો પદાર્થ છે. એના સંયોગથી પારો પણ સળગી ઊઠે, અગ્નિ પાસે ટકી ન શકે. જ્વાલામુખીના અગ્નિમાં ગંધક-પારાનું મિશ્રણ હોય છે. અહીં એવી કોઈ પ્રક્રિયા અભિપ્રેત છે જેમાં પારામાં ગંધકનું તત્ત્વ રહે છે. એ પારો પ્રક્રિયા પામેલો છે, પણ એનું આંતરિક સત્ત્વ મૂર્છિત થઈ ગયું હોય છે. વિવેક વગરના જ્ઞાનને આવા પારા સાથે સરખાવે છે. એ જ્ઞાન છે પણ એમાં જ્ઞાનનું ખરું સત્ત્વ નથી. | ||
વિવેક વિના તે[૨૮ખ] એહવું જ્ઞાન, રસ થઈ વરતે નહીં નિદાન, | {{Poem2Close}} | ||
ચિત્ત કહે પરાકાષ્ઠા સૂચવી વાત, જેહેવું હૂંતું તેહવું સાક્ષાત. ૩૧૧ | {{Block center|<poem>વિવેક વિના તે[૨૮ખ] એહવું જ્ઞાન, રસ થઈ વરતે નહીં નિદાન, | ||
ચિત્ત કહે પરાકાષ્ઠા સૂચવી વાત, જેહેવું હૂંતું તેહવું સાક્ષાત. ૩૧૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિવેક વિનાનું જ્ઞાન આવું હોય છે. તે રસરૂપ થઈને પ્રવર્તતું જ નથી. ચિત્ત કહે છે : છેક સુધીની તેં વાત કહી. એમાં જેવું હતું તેવું પણ સાક્ષાત્ રૂપ હતું – | વિવેક વિનાનું જ્ઞાન આવું હોય છે. તે રસરૂપ થઈને પ્રવર્તતું જ નથી. ચિત્ત કહે છે : છેક સુધીની તેં વાત કહી. એમાં જેવું હતું તેવું પણ સાક્ષાત્ રૂપ હતું – | ||
સમજૂતી : આમ તો પારો એટલે રસ. પણ અહીં પારાની આગળ વર્ણવાયેલી અનેક ગુણવાળી જે સ્થિતિ તે રસસ્થિતિ એવો સંદર્ભ જણાય છે. વિવેક વિનાનું જ્ઞાન એવી સ્થિતિએ પહોંચી શકતું નથી. | સમજૂતી : આમ તો પારો એટલે રસ. પણ અહીં પારાની આગળ વર્ણવાયેલી અનેક ગુણવાળી જે સ્થિતિ તે રસસ્થિતિ એવો સંદર્ભ જણાય છે. વિવેક વિનાનું જ્ઞાન એવી સ્થિતિએ પહોંચી શકતું નથી. | ||
પણ રસ થયાનો સ્યો વિશેષ, તેહેનો અધિકો કર્ય વિવેક, | {{Poem2Close}} | ||
વિચાર કહે રસ થયાનું એ એંધાણ, દેહ છતે ટલે દ્વૈતનું ભાન. ૩૧૨ | {{Block center|<poem>પણ રસ થયાનો સ્યો વિશેષ, તેહેનો અધિકો કર્ય વિવેક, | ||
વિચાર કહે રસ થયાનું એ એંધાણ, દેહ છતે ટલે દ્વૈતનું ભાન. ૩૧૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
પણ રસ થવામાં શું વિશેષતા છે? તેની વધારે સમજણ આપ. વિચારે કહ્યું : દેહ હોવા છતાં દ્વૈતનું ભાન ન રહે એ રસ થયાનું નિશાન છે. | પણ રસ થવામાં શું વિશેષતા છે? તેની વધારે સમજણ આપ. વિચારે કહ્યું : દેહ હોવા છતાં દ્વૈતનું ભાન ન રહે એ રસ થયાનું નિશાન છે. | ||
સમજૂતી : ત્રીજા ચરણમાં ‘રસ’ શબ્દ રૂપકાત્મક અર્થમાં છે એમ માનવું જોઈએ. | સમજૂતી : ત્રીજા ચરણમાં ‘રસ’ શબ્દ રૂપકાત્મક અર્થમાં છે એમ માનવું જોઈએ. | ||
દેહારામી તે તાંહાં ન હોઇ, જેહેની સુરતિ ચૈતન્યમે હોઇ, | {{Poem2Close}} | ||
જ્ઞાનભરૂંસે પોષે દેહ, ઊથાનદશાને પામે તેહ. ૩૧૩ | {{Block center|<poem>દેહારામી તે તાંહાં ન હોઇ, જેહેની સુરતિ ચૈતન્યમે હોઇ, | ||
જ્ઞાનભરૂંસે પોષે દેહ, ઊથાનદશાને પામે તેહ. ૩૧૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેની વૃત્તિ ચૈતન્યમય હેાય છે તે દેહભાવવાળો (દેહસુખ માણનારો) હોતો નથી. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે દેહનું પોષણ કરે છે તે ઉન્નતદશાને પામે છે. | જેની વૃત્તિ ચૈતન્યમય હેાય છે તે દેહભાવવાળો (દેહસુખ માણનારો) હોતો નથી. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે દેહનું પોષણ કરે છે તે ઉન્નતદશાને પામે છે. | ||
પાઠચર્ચા : ચોથા ચરણમાં ઘણી હપ્ર ‘ન’ કે ‘નવ્ય’ શબ્દ વધારાનો આપે છે, જેનાથી અર્થ ઊલટો જ થઈ જાય છે. અહીં જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિનું વર્ણન છે. તેથી એનું દેહના સુખ પ્રત્યે લક્ષ નથી. પણ એ દેહને માત્ર ટકાવી રાખે છે એવું તાત્પર્ય જણાય છે તેથી એવી વ્યક્તિ ઉત્થાનદશાને પામે એવી ઉક્તિ વધારે સાચી જણાય છે. | પાઠચર્ચા : ચોથા ચરણમાં ઘણી હપ્ર ‘ન’ કે ‘નવ્ય’ શબ્દ વધારાનો આપે છે, જેનાથી અર્થ ઊલટો જ થઈ જાય છે. અહીં જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિનું વર્ણન છે. તેથી એનું દેહના સુખ પ્રત્યે લક્ષ નથી. પણ એ દેહને માત્ર ટકાવી રાખે છે એવું તાત્પર્ય જણાય છે તેથી એવી વ્યક્તિ ઉત્થાનદશાને પામે એવી ઉક્તિ વધારે સાચી જણાય છે. | ||
ચિત્ત કહે વાત મૂઆની જીવતે કહી, તે તે હું ક્યમ રાખું સહી, | {{Poem2Close}} | ||
જ્યમ સ્વપ્નસાખ્ય દેવા નહીં કોઈ, એહવું સરખું એ ત્યાંહાં હોઈ. ૩૧૪ | {{Block center|<poem>ચિત્ત કહે વાત મૂઆની જીવતે કહી, તે તે હું ક્યમ રાખું સહી, | ||
જ્યમ સ્વપ્નસાખ્ય દેવા નહીં કોઈ, એહવું સરખું એ ત્યાંહાં હોઈ. ૩૧૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે : (તેં) મૂવાની વાત જીવતાં જ કહી તે હું કેવી રીતે સાચી માનું? જેમ સ્વપ્ન સાક્ષી આપવા કોઈ નથી એના જેવું આ થયું. | ચિત્ત કહે : (તેં) મૂવાની વાત જીવતાં જ કહી તે હું કેવી રીતે સાચી માનું? જેમ સ્વપ્ન સાક્ષી આપવા કોઈ નથી એના જેવું આ થયું. | ||
વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ, હું જ્યાંહાં રહ્યો કહું છું તે અનુપ, | {{Poem2Close}} | ||
જે મુજપણું રાખી બોલું હું, તો તો કહેજે જીવતો તું. ૩૧૫ | {{Block center|<poem>વિચાર કહે સાંભલ્ય, ચિત્તભૂપ, હું જ્યાંહાં રહ્યો કહું છું તે અનુપ, | ||
જે મુજપણું રાખી બોલું હું, તો તો કહેજે જીવતો તું. ૩૧૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : ચિત્ત રાજા સાંભળ, હું જ્યાં રહીને કહું છું તે સ્થિતિ અનુ૫મ છે. મારાપણું રાખીને હું બોલું તો તું મને જીવતો કહેજે. | વિચાર કહે છે : ચિત્ત રાજા સાંભળ, હું જ્યાં રહીને કહું છું તે સ્થિતિ અનુ૫મ છે. મારાપણું રાખીને હું બોલું તો તું મને જીવતો કહેજે. | ||
સમજૂતી : જીવતા છતાં મૃત્યુ પછીની વાત કેમ કરે છે તેવો પ્રશ્ન ચિત્તે કરેલો તેના જવાબમાં વિચારનો ખુલાસો ૩૧૭મી કડી સુધી ચાલે છે. તે પૂરતો સ્પષ્ટ નથી. પણ આવું સમજાય છે : વિચાર ‘મુજપણું’ રાખીને, સંસારી જીવતાપણાથી બોલતો નથી, પંડ-બ્રહ્માંડની પરની સ્થિતિથી બોલે છે. એટલે કે વ્યવહારદૃષ્ટિથી નહીં, તત્ત્વદૃષ્ટિથી બોલે છે. | સમજૂતી : જીવતા છતાં મૃત્યુ પછીની વાત કેમ કરે છે તેવો પ્રશ્ન ચિત્તે કરેલો તેના જવાબમાં વિચારનો ખુલાસો ૩૧૭મી કડી સુધી ચાલે છે. તે પૂરતો સ્પષ્ટ નથી. પણ આવું સમજાય છે : વિચાર ‘મુજપણું’ રાખીને, સંસારી જીવતાપણાથી બોલતો નથી, પંડ-બ્રહ્માંડની પરની સ્થિતિથી બોલે છે. એટલે કે વ્યવહારદૃષ્ટિથી નહીં, તત્ત્વદૃષ્ટિથી બોલે છે. | ||
પંડ્ય બ્રહ્માંડ પહરેરી રહેણ, ત્યાંહાં રહ્યો બોલું હું વેણ, | {{Poem2Close}} | ||
પડછંદાની જાણે પઠ્ય, જાણીજે બોલે છે[૨લ્ક] હઠ્ય. ૩૧૬ | {{Block center|<poem>પંડ્ય બ્રહ્માંડ પહરેરી રહેણ, ત્યાંહાં રહ્યો બોલું હું વેણ, | ||
પડછંદાની જાણે પઠ્ય, જાણીજે બોલે છે[૨લ્ક] હઠ્ય. ૩૧૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
પિંડ અને બ્રહ્માંડથી પારની જે સ્થિતિ છે તેમાં રહીને હું વચન બોલું છું. જાણે કોઈ પડઘાની જેમ હઠપૂર્વક બોલે છે એમ સમજજે. | પિંડ અને બ્રહ્માંડથી પારની જે સ્થિતિ છે તેમાં રહીને હું વચન બોલું છું. જાણે કોઈ પડઘાની જેમ હઠપૂર્વક બોલે છે એમ સમજજે. | ||
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક હપ્ર ‘પહેરેરી’ પાઠ આપે છે તે લેખનદોષ હોવાનો સંભવ છે. પરુંપહરું + એર + ઇ એ રીતે ‘પહરેરી’ આવે. આથી એ પાઠ સ્વાભાવિક માન્યો છે. ‘પરહરી’ જેવા પાઠ સમજફેરથી થયેલા લાગે છે. | પાઠચર્ચા : પહેલા ચરણમાં ક હપ્ર ‘પહેરેરી’ પાઠ આપે છે તે લેખનદોષ હોવાનો સંભવ છે. પરુંપહરું + એર + ઇ એ રીતે ‘પહરેરી’ આવે. આથી એ પાઠ સ્વાભાવિક માન્યો છે. ‘પરહરી’ જેવા પાઠ સમજફેરથી થયેલા લાગે છે. | ||
પણ ત્યાંહાં બોલેવા સરખું નથી, એ તો તુજ ઉદ્દેશે વાણી કથી, | {{Poem2Close}} | ||
ચિત્ત કહે જ્યાંહાં હોએ આકાશ, ત્યાંહાંથો હોએ શબ્દપ્રકાશ. ૩૧૭ | {{Block center|<poem>પણ ત્યાંહાં બોલેવા સરખું નથી, એ તો તુજ ઉદ્દેશે વાણી કથી, | ||
ચિત્ત કહે જ્યાંહાં હોએ આકાશ, ત્યાંહાંથો હોએ શબ્દપ્રકાશ. ૩૧૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
પણ ત્યાં બોલવાપણું નથી હોતું. એ તો તારે માટે જ વાણી રૂપે કહ્યું. ચિત્ત કહે છે : આકાશ હોય ત્યાં શબ્દ ઉત્પન્ન થાય. | પણ ત્યાં બોલવાપણું નથી હોતું. એ તો તારે માટે જ વાણી રૂપે કહ્યું. ચિત્ત કહે છે : આકાશ હોય ત્યાં શબ્દ ઉત્પન્ન થાય. | ||
તે માટે ઊઠે છે ઘોષ, પણ તું છે ત્યાંહાં તે સ્યો છે મોક્ષ, | {{Poem2Close}} | ||
વિચાર કહે જ્યાંહાં ન હોઇ આકાશ, ત્યાંહાં શબ્દે ન હોઇ ને ન હોઇ સમાસ. ૩૧૮ | {{Block center|<poem>તે માટે ઊઠે છે ઘોષ, પણ તું છે ત્યાંહાં તે સ્યો છે મોક્ષ, | ||
વિચાર કહે જ્યાંહાં ન હોઇ આકાશ, ત્યાંહાં શબ્દે ન હોઇ ને ન હોઇ સમાસ. ૩૧૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
આકાશને કારણે ધ્વનિ ઊઠે છે. પણ તું જ્યાં છે ત્યાં કેવા પ્રકારની મોક્ષની સ્થિતિ છે? વિચાર કહે છે : જ્યાં આકાશ ન હોય ત્યાં શબ્દ (ધ્વનિ) પણ ન હોય અને કશાનો સમાવેશ પણ ન હોય. | આકાશને કારણે ધ્વનિ ઊઠે છે. પણ તું જ્યાં છે ત્યાં કેવા પ્રકારની મોક્ષની સ્થિતિ છે? વિચાર કહે છે : જ્યાં આકાશ ન હોય ત્યાં શબ્દ (ધ્વનિ) પણ ન હોય અને કશાનો સમાવેશ પણ ન હોય. | ||
સમજૂતી : ‘સમાસ’ શબ્દ અહીં ‘સમાવેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે, કેમકે આકાશ – અવકાશ હોય તો કશુંક ભરી શકાય છે. આકાશ Container છે. અખાના નીચેના છપ્પામાં પણ આ શબ્દ આ અર્થમાં જ યોજાયેલો છે : | સમજૂતી : ‘સમાસ’ શબ્દ અહીં ‘સમાવેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે, કેમકે આકાશ – અવકાશ હોય તો કશુંક ભરી શકાય છે. આકાશ Container છે. અખાના નીચેના છપ્પામાં પણ આ શબ્દ આ અર્થમાં જ યોજાયેલો છે : | ||
અખા એ તાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દનો નોહે સમાસ. ૩૧૭ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અખા એ તાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દનો નોહે સમાસ. ૩૧૭ | |||
માંહેબહાર ન જાયે કહ્યો, બાંધ્યોરૂંધ્યો પોતે લહ્યો. | માંહેબહાર ન જાયે કહ્યો, બાંધ્યોરૂંધ્યો પોતે લહ્યો. | ||
સહેજે સહેજ ફૂલ્યું આકાશ, ઊપજે સાથે અખા સમાસ. | સહેજે સહેજ ફૂલ્યું આકાશ, ઊપજે સાથે અખા સમાસ. | ||
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થૈ ઔલે ભૂંસાય. ૫૧૫ | આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થૈ ઔલે ભૂંસાય. ૫૧૫</poem>}} | ||
{{Poem2Open}} | |||
૫૧૫મા છપ્પામાં સમાઈ જવું, વિલીન થઈ જવું એવી છાયા પણ છે પણ મૂળભૂત રીતે એ ‘સમાવેશ’નો અર્થ છે. | ૫૧૫મા છપ્પામાં સમાઈ જવું, વિલીન થઈ જવું એવી છાયા પણ છે પણ મૂળભૂત રીતે એ ‘સમાવેશ’નો અર્થ છે. | ||
વિચાર બ્રહ્મભાવની સ્થિતિએ – મોક્ષની સ્થિતિએ રહીને બોલે છે તેથી ચિત્ત પૂછે છે કે આ તારો કયા પ્રકારનો મોક્ષ છે? એમાં બોલવાનું કેમ રહ્યું છે? આકાશ હોય ત્યાં જ શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન હોય, વિચાર જવાબમાં એમ કહે છે કે મોક્ષની સ્થિતિમાં આકાશ નથી અને આકાશ ન હોય ત્યાં શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન ન હોય. એમ, હું બોલું છું ત્યારે પણ મારા લક્ષમાં છે. | વિચાર બ્રહ્મભાવની સ્થિતિએ – મોક્ષની સ્થિતિએ રહીને બોલે છે તેથી ચિત્ત પૂછે છે કે આ તારો કયા પ્રકારનો મોક્ષ છે? એમાં બોલવાનું કેમ રહ્યું છે? આકાશ હોય ત્યાં જ શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન હોય, વિચાર જવાબમાં એમ કહે છે કે મોક્ષની સ્થિતિમાં આકાશ નથી અને આકાશ ન હોય ત્યાં શબ્દ અને અન્ય પદાર્થોના સમાવેશને સ્થાન ન હોય. એમ, હું બોલું છું ત્યારે પણ મારા લક્ષમાં છે. | ||
અખાજીની વિચારણા આ રીતે ગોઠવી શકાય છે, છતાં અભિવ્યક્તિ પૂરતી વિશદ નથી એ સ્વીકારવું જોઈએ. | અખાજીની વિચારણા આ રીતે ગોઠવી શકાય છે, છતાં અભિવ્યક્તિ પૂરતી વિશદ નથી એ સ્વીકારવું જોઈએ. | ||
બોલતાં થકાં એહેવો મુજ લક્ષ, જોવાએ તો જો માહારી ચક્ષ, | {{Poem2Close}} | ||
મુજ જોતાં એહવું છે સદા, તે થઈ વરતે જાએ દધા. ૩૧૯ | {{Block center|<poem>બોલતાં થકાં એહેવો મુજ લક્ષ, જોવાએ તો જો માહારી ચક્ષ, | ||
મુજ જોતાં એહવું છે સદા, તે થઈ વરતે જાએ દધા. ૩૧૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
હું બોલું છું તોપણ મારું લક્ષ આવું છે. મારી દૃષ્ટિએ તારાથી જોવાય તો જો. મારી દૃષ્ટિએ તો આ સ્થિતિ જ છે. એમ થઈને વર્તવાથી પીડા જાય છે. | હું બોલું છું તોપણ મારું લક્ષ આવું છે. મારી દૃષ્ટિએ તારાથી જોવાય તો જો. મારી દૃષ્ટિએ તો આ સ્થિતિ જ છે. એમ થઈને વર્તવાથી પીડા જાય છે. | ||
ચિત્ત કહે તે થઈ વરત્યાની કેહી પેર્ય, પંડ્ય સહિત એકપણું કર્ય ધેર્ય, | {{Poem2Close}} | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, જ્યમ અપત્ય પિતાને ખંધ્યે ચઢ્યું જાઇ. ૩૨૦ | {{Block center|<poem>ચિત્ત કહે તે થઈ વરત્યાની કેહી પેર્ય, પંડ્ય સહિત એકપણું કર્ય ધેર્ય, | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, જ્યમ અપત્ય પિતાને ખંધ્યે ચઢ્યું જાઇ. ૩૨૦</poem>}} | |||
ચિત્ત કહે છે : એમ થઈને વર્તવાની કઈ રીત છે? કેમકે મૂળથી જ શરીર સાથે આપણું એકપણું હોય છે. વિચાર કહે : ચિત્ત, સાંભળ, જેમ સંતાન પિતાના ખભા પર ચઢીને જાય છે – | ચિત્ત કહે છે : એમ થઈને વર્તવાની કઈ રીત છે? કેમકે મૂળથી જ શરીર સાથે આપણું એકપણું હોય છે. વિચાર કહે : ચિત્ત, સાંભળ, જેમ સંતાન પિતાના ખભા પર ચઢીને જાય છે – | ||
તેહેને પૂછવી ન પડે વાટ અવાટ, થાકે નહીં ન કરે અટાટ્ય, | {{Block center|<poem>તેહેને પૂછવી ન પડે વાટ અવાટ, થાકે નહીં ન કરે અટાટ્ય, | ||
જોગખેમ પિતા કરે પેર્યે, જાગે ઊંઘે ૫ણ ઘેર્યનું ઘેર્ય. ૩૨૧ | જોગખેમ પિતા કરે પેર્યે, જાગે ઊંઘે ૫ણ ઘેર્યનું ઘેર્ય. ૩૨૧</poem>}} | ||
{{Poem2Open}} | |||
તેને રસ્તો છે કે રસ્તો નથી એમ પૂછવું પડતું નથી, તે થાકતો નથી. તેને નકામો શ્રમ થતો નથી. પિતા તેના પાલનપોષણની ગોઠવણ કરે છે. તે જાગે અથવા ઊંઘી જાય પણ ઘેર ને ઘેર જ (ત્યાંનો ત્યાં, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં) રહે છે. | તેને રસ્તો છે કે રસ્તો નથી એમ પૂછવું પડતું નથી, તે થાકતો નથી. તેને નકામો શ્રમ થતો નથી. પિતા તેના પાલનપોષણની ગોઠવણ કરે છે. તે જાગે અથવા ઊંઘી જાય પણ ઘેર ને ઘેર જ (ત્યાંનો ત્યાં, જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં) રહે છે. | ||
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ હપ્ર ‘પેર્યે’ પહેલાં ‘રુડિ’ આપે છે તે અર્થદૃષ્ટિએ ઉપકારક છે પણ તેને અન્ય હપ્રનો ટેકો નથી. | પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ હપ્ર ‘પેર્યે’ પહેલાં ‘રુડિ’ આપે છે તે અર્થદૃષ્ટિએ ઉપકારક છે પણ તેને અન્ય હપ્રનો ટેકો નથી. | ||
સમજૂતી : ‘પેર્યે’ શબ્દનો અન્વય અને અર્થ કેમ કરવો એ પ્રશ્ન થાય એવું છે. તેને ક્રિયાવિશેષણ ગણીએ તો ‘વિવિધ પ્રકારે યોગક્ષેમ કરે છે’ એવો અર્થ થાય. ખ હપ્રના ‘રુડિપેર્યે’ પાઠમાં આ અન્વય સ્પષ્ટ રીતે ઊઘડી આવે છે પણ એ પાઠને અન્યત્રથી ટેકો નથી. ‘પેર્યે’ શબ્દ મધ્યકાળમાં તૈયારી, જોગવાઈ, ગોઠવણ એવા અર્થમાં પણ છે. ‘મોસાળાની પેર કરો’ એમ કહેવાય. અહીં એ શબ્દ એ રીતે આવ્યો હોવાની વધુ સંભાવના છે. તેથી ‘યોગક્ષેમની પેર કરે છે’ એવો અન્વય કલ્પ્યો છે. | સમજૂતી : ‘પેર્યે’ શબ્દનો અન્વય અને અર્થ કેમ કરવો એ પ્રશ્ન થાય એવું છે. તેને ક્રિયાવિશેષણ ગણીએ તો ‘વિવિધ પ્રકારે યોગક્ષેમ કરે છે’ એવો અર્થ થાય. ખ હપ્રના ‘રુડિપેર્યે’ પાઠમાં આ અન્વય સ્પષ્ટ રીતે ઊઘડી આવે છે પણ એ પાઠને અન્યત્રથી ટેકો નથી. ‘પેર્યે’ શબ્દ મધ્યકાળમાં તૈયારી, જોગવાઈ, ગોઠવણ એવા અર્થમાં પણ છે. ‘મોસાળાની પેર કરો’ એમ કહેવાય. અહીં એ શબ્દ એ રીતે આવ્યો હોવાની વધુ સંભાવના છે. તેથી ‘યોગક્ષેમની પેર કરે છે’ એવો અન્વય કલ્પ્યો છે. | ||
દેશકાલ તાં તેહેને નહીં, પિતા વરતણે વર[૨૯ખ]તણ્ય સહી, | {{Poem2Close}} | ||
પર્વત ચઢે કે જાએ પાતાલ, પણ રંચ આયાસ ન પામે બાલ. ૩૨૨ | {{Block center|<poem>દેશકાલ તાં તેહેને નહીં, પિતા વરતણે વર[૨૯ખ]તણ્ય સહી, | ||
પર્વત ચઢે કે જાએ પાતાલ, પણ રંચ આયાસ ન પામે બાલ. ૩૨૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
દેશ અને કાળ(નું ભાન) તેને હોતા નથી. પિતા જેમ વર્તે તેમ જ તે વર્તે છે. (તે પિતા) પર્વત પર ચઢે કે પાતાળમાં જાય પણ બાળક સહેજ પણ શ્રમ પામતું નથી. | દેશ અને કાળ(નું ભાન) તેને હોતા નથી. પિતા જેમ વર્તે તેમ જ તે વર્તે છે. (તે પિતા) પર્વત પર ચઢે કે પાતાળમાં જાય પણ બાળક સહેજ પણ શ્રમ પામતું નથી. | ||
એમ વસ્તુ વિષે દીઠું આપ, તેહેને નથી વચન-આલાપ, | {{Poem2Close}} | ||
અસંભાવના તેહેને નહીં, જેણે એહવી ગૂઢ ગત્ય ગ્રહી. ૩૨૩ | {{Block center|<poem>એમ વસ્તુ વિષે દીઠું આપ, તેહેને નથી વચન-આલાપ, | ||
અસંભાવના તેહેને નહીં, જેણે એહવી ગૂઢ ગત્ય ગ્રહી. ૩૨૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
એવી રીતે બ્રહ્મમાં આત્મસ્વરૂપને જોયું તેને વચન બોલવાપણું રહેતું નથી. જેણે એવી ગૂઢ ગતિ ગ્રહણ કરી છે, તેને અસંભાવના પણ હોતી નથી. | એવી રીતે બ્રહ્મમાં આત્મસ્વરૂપને જોયું તેને વચન બોલવાપણું રહેતું નથી. જેણે એવી ગૂઢ ગતિ ગ્રહણ કરી છે, તેને અસંભાવના પણ હોતી નથી. | ||
ચિત્ત કહે એ તો ગત્ય ગૂઢ, પણ તુજ વિના હું જેહેવો મૂઢ, | {{Poem2Close}} | ||
જ્યમ તું દેખાડે વાટ, ત્યમ હું ચાલ્યો જાઉં નિરાટ. ૩૨૪ | {{Block center|<poem>ચિત્ત કહે એ તો ગત્ય ગૂઢ, પણ તુજ વિના હું જેહેવો મૂઢ, | ||
જ્યમ તું દેખાડે વાટ, ત્યમ હું ચાલ્યો જાઉં નિરાટ. ૩૨૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : એ ગતિ તો ગૂઢ છે. પણ તારા વિના હું મૂઢ જેવો છું. હવે તું જેમ રસ્તો બતાવે તેમ હું એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાઉં. | ચિત્ત કહે છે : એ ગતિ તો ગૂઢ છે. પણ તારા વિના હું મૂઢ જેવો છું. હવે તું જેમ રસ્તો બતાવે તેમ હું એકલો – સ્વતંત્રપણે ચાલ્યો જાઉં. | ||
જોને દેહ તાં વલગો સરખો મુને, દેહને ઇંદ્રી વલગા કેહેને, | {{Poem2Close}} | ||
કે ઇંદ્રીને વલગા સર્વ વિષે, તે તાં ન રહે કીધા પખે. ૩૨૫ | {{Block center|<poem>જોને દેહ તાં વલગો સરખો મુને, દેહને ઇંદ્રી વલગા કેહેને, | ||
કે ઇંદ્રીને વલગા સર્વ વિષે, તે તાં ન રહે કીધા પખે. ૩૨૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
(તું) જોને, દેહ ત્યાં મને વળગેલો જ છે. દેહને ઇન્દ્રિય વળગેલી છે. ઇન્દ્રિયને બધા વિષયો વળગેલા છે. તે (ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોને વળગેલા વિષયો) કંઈ કર્યા વિના રહેતા નથી. (=પ્રવૃત્ત થયા વિના રહેતા નથી.) | (તું) જોને, દેહ ત્યાં મને વળગેલો જ છે. દેહને ઇન્દ્રિય વળગેલી છે. ઇન્દ્રિયને બધા વિષયો વળગેલા છે. તે (ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોને વળગેલા વિષયો) કંઈ કર્યા વિના રહેતા નથી. (=પ્રવૃત્ત થયા વિના રહેતા નથી.) | ||
કરતાં પડે શબ્દનો માર, હવે તેહેનો શો કરવો પ્રતીકાર, | {{Poem2Close}} | ||
વિચાર કહે સાંભલ્ય તું ચિત્ત, સત્ય વરતાવે ત્યમ તું વર્ત્ય. ૩૨૬ | {{Block center|<poem>કરતાં પડે શબ્દનો માર, હવે તેહેનો શો કરવો પ્રતીકાર, | ||
વિચાર કહે સાંભલ્ય તું ચિત્ત, સત્ય વરતાવે ત્યમ તું વર્ત્ય. ૩૨૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
એ પ્રવૃત્ત થતાં મને શબ્દનો માર પડે છે. (મારે ઉપદેશવચનો સાંભળવાં પડે છે.) હવે તેનો ઉપાય કઈ રીતે કરવો? વિચાર કહે છે : ચિત્ત તું સાંભળ. સત્ય જેમ વર્તન કરાવે તેમ તું વર્તન કર. | એ પ્રવૃત્ત થતાં મને શબ્દનો માર પડે છે. (મારે ઉપદેશવચનો સાંભળવાં પડે છે.) હવે તેનો ઉપાય કઈ રીતે કરવો? વિચાર કહે છે : ચિત્ત તું સાંભળ. સત્ય જેમ વર્તન કરાવે તેમ તું વર્તન કર. | ||
પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘કરતાં પડે’ને સ્થાને ઘણી હપ્ર ‘અનેક રીતે’ પાઠ આપે છે, પરંતુ સ્વીકારેલા પાઠની જેમ આ પાઠ પણ અસ્પષ્ટ રહે છે. સ્વીકારેલા પાઠને આગળની કડીના અર્થ સાથે સંબંધ છે. | પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘કરતાં પડે’ને સ્થાને ઘણી હપ્ર ‘અનેક રીતે’ પાઠ આપે છે, પરંતુ સ્વીકારેલા પાઠની જેમ આ પાઠ પણ અસ્પષ્ટ રહે છે. સ્વીકારેલા પાઠને આગળની કડીના અર્થ સાથે સંબંધ છે. | ||
સમજૂતી : પહેલા ચરણમાં શબ્દનો માર પડવાની વાત છે તેમ ૩૫૭મી કડીમાં ‘મુજને શબ્દે મારે સહુ’ એવી ઉક્તિ મળે છે તે પરથી ‘શબ્દ’ એટલે ઉપદેશવચન એમ અભિપ્રેત હોવાનું સમજાય છે. ‘શબ્દ’ આપણી સંતવાણીમાં ‘ગુરુના (વચન) શબ્દ’ તરીકે ઘણીવાર વપરાય છે. આમ છતાં આ વાત અખાજીના વિચારપ્રવાહમાં સુંદર રીતે ગોઠવાતી નથી. | સમજૂતી : પહેલા ચરણમાં શબ્દનો માર પડવાની વાત છે તેમ ૩૫૭મી કડીમાં ‘મુજને શબ્દે મારે સહુ’ એવી ઉક્તિ મળે છે તે પરથી ‘શબ્દ’ એટલે ઉપદેશવચન એમ અભિપ્રેત હોવાનું સમજાય છે. ‘શબ્દ’ આપણી સંતવાણીમાં ‘ગુરુના (વચન) શબ્દ’ તરીકે ઘણીવાર વપરાય છે. આમ છતાં આ વાત અખાજીના વિચારપ્રવાહમાં સુંદર રીતે ગોઠવાતી નથી. | ||
સત્ય દેખાડે સૂધી વાટ, સત્ય વિના તે ન પામે ઘાટ, | {{Poem2Close}} | ||
સત્ય આગુઓ આગલ્ય કરે, અને તે પૂઠ્યે જો તું સંચરે. ૩૨૭ | {{Block center|<poem>સત્ય દેખાડે સૂધી વાટ, સત્ય વિના તે ન પામે ઘાટ, | ||
સત્ય આગુઓ આગલ્ય કરે, અને તે પૂઠ્યે જો તું સંચરે. ૩૨૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
સત્ય સીધો રસ્તો બતાવે છે. સત્ય વિના કશું ઘાટ પામતું નથી. જો તું સત્યની પાછળ જાય તો આગળ ચાલતું સત્ય તને આગળ લઈ જશે. | સત્ય સીધો રસ્તો બતાવે છે. સત્ય વિના કશું ઘાટ પામતું નથી. જો તું સત્યની પાછળ જાય તો આગળ ચાલતું સત્ય તને આગળ લઈ જશે. | ||
પ્રવૃત્તિ નિવૃત્તિ ભોગવે સત્ય વડે, તો કહીંએ ભૂલો[૩૦ક] નવ્ય પડે, | {{Poem2Close}} | ||
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, જ્ઞાન કથી રખે આણો ગર્વ. ૩૨૮ | {{Block center|<poem>પ્રવૃત્તિ નિવૃત્તિ ભોગવે સત્ય વડે, તો કહીંએ ભૂલો[૩૦ક] નવ્ય પડે, | ||
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, જ્ઞાન કથી રખે આણો ગર્વ. ૩૨૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
પ્રવૃત્તિ અને નિવૃત્તિ સત્ય વડે ભોગવે તો તું ક્યાંય ભૂલો ન પડે. જેણે સત્ય ખોયું તેણે બધું ખોયું. જ્ઞાનની વાત કહીને ગર્વ કરીશ નહીં. | પ્રવૃત્તિ અને નિવૃત્તિ સત્ય વડે ભોગવે તો તું ક્યાંય ભૂલો ન પડે. જેણે સત્ય ખોયું તેણે બધું ખોયું. જ્ઞાનની વાત કહીને ગર્વ કરીશ નહીં. | ||
ચિત્ત કહે જ્ઞાન ત્યાંહાં સત્યનું શું કામ, શું ઉત્તર દેવો છે હરિરાજાન, | {{Poem2Close}} | ||
વિચાર કહે રખે એ નિદ્રાએ સૂએ, કાં ધમ્યુંધૂપ્યું વાએ ખૂએ. ૩૨૯ | {{Block center|<poem>ચિત્ત કહે જ્ઞાન ત્યાંહાં સત્યનું શું કામ, શું ઉત્તર દેવો છે હરિરાજાન, | ||
વિચાર કહે રખે એ નિદ્રાએ સૂએ, કાં ધમ્યુંધૂપ્યું વાએ ખૂએ. ૩૨૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : જ્ઞાન હોય ત્યાં સત્યનું શું કામ છે? હરિરાજા (બ્રહ્મરૂપી રાજા)ને શું જવાબ આપવાનો છે? વિચાર કહે છે : જોજે, એવી નિદ્રામાં સૂઈ જતો! શ્રમથી મેળવેલું શા માટે સહેજમાં ગુમાવે છે? | ચિત્ત કહે છે : જ્ઞાન હોય ત્યાં સત્યનું શું કામ છે? હરિરાજા (બ્રહ્મરૂપી રાજા)ને શું જવાબ આપવાનો છે? વિચાર કહે છે : જોજે, એવી નિદ્રામાં સૂઈ જતો! શ્રમથી મેળવેલું શા માટે સહેજમાં ગુમાવે છે? | ||
સમજૂતી : અહીં ‘હરિરાજાન’ શબ્દ છે તે સંદર્ભમાં જુઓ છપ્પાની નીચેની પંક્તિ : | સમજૂતી : અહીં ‘હરિરાજાન’ શબ્દ છે તે સંદર્ભમાં જુઓ છપ્પાની નીચેની પંક્તિ : | ||
દર્પણ તો મુખસુખને ગ્રહે, પણ પ્રતિબિંબ તે ક્યમ બિંબને લહે? | {{Poem2Close}} | ||
આદર્શ સ્થાને જે નામરૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ? | {{Block center|<poem>દર્પણ તો મુખસુખને ગ્રહે, પણ પ્રતિબિંબ તે ક્યમ બિંબને લહે? | ||
આદર્શ સ્થાને જે નામરૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ?</poem>}} | |||
{{Poem2Open}} | |||
આમાં ‘હરિભૂપ’ને સત્ય (સત્યસ્વરૂપ) કહ્યાં છે તે પણ નોંધપાત્ર છે તો અહીં ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘હરિરાજાન’ એટલે સત્યસ્વરૂપ હરિરાજા અભિપ્રેત હોઈ શકે. | આમાં ‘હરિભૂપ’ને સત્ય (સત્યસ્વરૂપ) કહ્યાં છે તે પણ નોંધપાત્ર છે તો અહીં ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘હરિરાજાન’ એટલે સત્યસ્વરૂપ હરિરાજા અભિપ્રેત હોઈ શકે. | ||
‘ધમ્યુંધૂપ્યું’ એટલે ધમણથી તપાવેલું. વાયુથી એ ઠંડું પડી જાય. આ કહેવતરૂપ પ્રયોગ છે અને અખાજીમાં અન્યત્ર પણ પ્રયોજાયેલ છે : | ‘ધમ્યુંધૂપ્યું’ એટલે ધમણથી તપાવેલું. વાયુથી એ ઠંડું પડી જાય. આ કહેવતરૂપ પ્રયોગ છે અને અખાજીમાં અન્યત્ર પણ પ્રયોજાયેલ છે : | ||
દેહનું કૃત્ય તે દેહ લગે, જાયે ધમ્યુંધૂપ્યું વાય (પદ ૧૭૪/૮). | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દેહનું કૃત્ય તે દેહ લગે, જાયે ધમ્યુંધૂપ્યું વાય (પદ ૧૭૪/૮). | |||
ધમ્યુંધૂપ્યું વાય, અખા અંતે જાયે સહી (અખાની વાણી, ૨૩૮). | ધમ્યુંધૂપ્યું વાય, અખા અંતે જાયે સહી (અખાની વાણી, ૨૩૮). | ||
ઘણા ચૂકે ઘાત, ધમ્યુંધૂપ્યું વાએ વટે (અખાની વાણી, ૨૪૫). | ઘણા ચૂકે ઘાત, ધમ્યુંધૂપ્યું વાએ વટે (અખાની વાણી, ૨૪૫). | ||
એ ઉપર્ય તુજ કહું દ્રષ્ટાંત, જો સમઝેશ નો નીપજેશ સંત, | એ ઉપર્ય તુજ કહું દ્રષ્ટાંત, જો સમઝેશ નો નીપજેશ સંત, | ||
જ્યમ કો હોએ મોટો માહારાજ, તે અંધ થકો કરતો હોય રાજ. ૩૩૦ | જ્યમ કો હોએ મોટો માહારાજ, તે અંધ થકો કરતો હોય રાજ. ૩૩૦</poem>}} | ||
{{Poem2Open}} | |||
એ ઉપર તને એક દૃષ્ટાંત કહું. જો સમજીશ તો સંત થઈશ. જેમ કોઈ મોટો મહારાજા હોય અને અંધ હોવા છતાં રાજ્ય કરતો હોય – | એ ઉપર તને એક દૃષ્ટાંત કહું. જો સમજીશ તો સંત થઈશ. જેમ કોઈ મોટો મહારાજા હોય અને અંધ હોવા છતાં રાજ્ય કરતો હોય – | ||
તેહેની પરજા હોએ માહા દુઃખી, ચક્ષુહીણ છે જેહેનો મુખી, | {{Poem2Close}} | ||
તે નેત્રવિહૂણો ન્યાય ક્યમ કરે, મંત્રીનું ગમતું આચરે. ૩૩૧ | {{Block center|<poem>તેહેની પરજા હોએ માહા દુઃખી, ચક્ષુહીણ છે જેહેનો મુખી, | ||
તે નેત્રવિહૂણો ન્યાય ક્યમ કરે, મંત્રીનું ગમતું આચરે. ૩૩૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેનો મુખી ચક્ષુ વિનાનો હોય તેની પ્રજા ખૂબ દુઃખી હોય. તે આંખ વિનાનો રાજા ન્યાય કેવી રીતે કરે? મંત્રીને જ ગમે તેવું તે આચરણ કરે. | જેનો મુખી ચક્ષુ વિનાનો હોય તેની પ્રજા ખૂબ દુઃખી હોય. તે આંખ વિનાનો રાજા ન્યાય કેવી રીતે કરે? મંત્રીને જ ગમે તેવું તે આચરણ કરે. | ||
મોહો આદ્યે દેઈ કામ ક્રોધ, એહવા પરધાન તણો તુજ બોધ, | {{Poem2Close}} | ||
તેણે કરી વણસે તુજપણું, તે માટે તુંને કહું છું ઘણું. ૩૩૨ | {{Block center|<poem>મોહો આદ્યે દેઈ કામ ક્રોધ, એહવા પરધાન તણો તુજ બોધ, | ||
તેણે કરી વણસે તુજપણું, તે માટે તુંને કહું છું ઘણું. ૩૩૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે રીતે મોહ, કામ, ક્રોધ વગેરે સંતાનો તારા પ્રધાન છે, તેમના તરફથી તને બોધ – માર્ગદર્શન મળે છે. તેને લીધે તું તારાપણું ગુમાવે છે માટે તને આ બધું કહું છું. | તે રીતે મોહ, કામ, ક્રોધ વગેરે સંતાનો તારા પ્રધાન છે, તેમના તરફથી તને બોધ – માર્ગદર્શન મળે છે. તેને લીધે તું તારાપણું ગુમાવે છે માટે તને આ બધું કહું છું. | ||
સમજૂતી : ‘દેઈ’ શબ્દ માટે જુઓ ૨૯૬મી કડીની સમજૂતી. | સમજૂતી : ‘દેઈ’ શબ્દ માટે જુઓ ૨૯૬મી કડીની સમજૂતી. | ||
ચિત્ત કહે છે સાંભલ્ય વિચાર, મુજ સાથે એહેનો અવતાર, | {{Poem2Close}} | ||
તો મુજથી ક્યમ અલગા થાઇ, જ્યમ દીપક માંહાં તેજ ચાલ્યું જાઇ. [૩૦ખ] ૩૩૩ | {{Block center|<poem>ચિત્ત કહે છે સાંભલ્ય વિચાર, મુજ સાથે એહેનો અવતાર, | ||
તો મુજથી ક્યમ અલગા થાઇ, જ્યમ દીપક માંહાં તેજ ચાલ્યું જાઇ. [૩૦ખ] ૩૩૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છેઃ વિચાર સાંભળ. મારી સાથે જ તેનો જન્મ થયો છે, તો એ મારાથી કેવી રીતે જુદા થાય? જેમ દીવામાં તેજ પ્રવર્તે છે (તેમ તે મારી સાથે જોડાયેલા હોય છે.) | ચિત્ત કહે છેઃ વિચાર સાંભળ. મારી સાથે જ તેનો જન્મ થયો છે, તો એ મારાથી કેવી રીતે જુદા થાય? જેમ દીવામાં તેજ પ્રવર્તે છે (તેમ તે મારી સાથે જોડાયેલા હોય છે.) | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્ત ભૂપ, એ જ દ્રષ્ટાંતનું તુજ દેખાડું રૂપ, | {{Poem2Close}} | ||
જ્યમ સુભાવ્યે દીપક માંહાં તેજ, ત્યમ તુજ માંહાં વિષેનું હેજ. ૩૩૪ | {{Block center|<poem>વિચાર કહે સાંભલ્ય ચિત્ત ભૂપ, એ જ દ્રષ્ટાંતનું તુજ દેખાડું રૂપ, | ||
જ્યમ સુભાવ્યે દીપક માંહાં તેજ, ત્યમ તુજ માંહાં વિષેનું હેજ. ૩૩૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : ચિત્તરાજ સાંભળ. એ જ દૃષ્ટાંતનું રૂપ તારી આગળ સ્પષ્ટ કરું. જેમ સ્વભાવથી જ દીવામાં તેજ રહેલું છે તેમ તારામાં વિષય પ્રત્યે આસક્તિ છે. | વિચાર કહે છે : ચિત્તરાજ સાંભળ. એ જ દૃષ્ટાંતનું રૂપ તારી આગળ સ્પષ્ટ કરું. જેમ સ્વભાવથી જ દીવામાં તેજ રહેલું છે તેમ તારામાં વિષય પ્રત્યે આસક્તિ છે. | ||
તે સેહેજ દીપ કરે ઉદ્યોત, તે તો સુખકર હોએ જોત્ય, | {{Poem2Close}} | ||
તેહે જ દીપ જ્યારે પરસે ત્રણ, ત્યારે દુઃખકર હોએ આચર્ણ. ૩૩૫ | {{Block center|<poem>તે સેહેજ દીપ કરે ઉદ્યોત, તે તો સુખકર હોએ જોત્ય, | ||
તેહે જ દીપ જ્યારે પરસે ત્રણ, ત્યારે દુઃખકર હોએ આચર્ણ. ૩૩૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે દીવો સહજ રીતે પ્રકાશ કરે છે ત્યારે દીવાની જ્યોત સુખકર હોય છે (પણ) તે જ દીવો જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે તેનું આચરણ દુઃખ ઉપજાવનારું બને છે. | તે દીવો સહજ રીતે પ્રકાશ કરે છે ત્યારે દીવાની જ્યોત સુખકર હોય છે (પણ) તે જ દીવો જ્યારે તૃણને સ્પર્શે છે ત્યારે તેનું આચરણ દુઃખ ઉપજાવનારું બને છે. | ||
જ્યમજ્યમ જ્વાલા વાધે બહુલ, ત્યમત્યમ આવે સ્નેહનું મૂલ, | {{Poem2Close}} | ||
કરણ-સુભાવ શબ્દની વૃત્ત્ય, એટલે જ રહે તો વાધે નહીં કૃત્ય. ૩૩૬ | {{Block center|<poem>જ્યમજ્યમ જ્વાલા વાધે બહુલ, ત્યમત્યમ આવે સ્નેહનું મૂલ, | ||
કરણ-સુભાવ શબ્દની વૃત્ત્ય, એટલે જ રહે તો વાધે નહીં કૃત્ય. ૩૩૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેમજેમ જ્વાલા (જ્યોત) વધારે ને વધારે થાય તેમતેમ તેલનું તળિયું આવે છે (=ખલાસ થાય છે). શબ્દ એટલે અવાજ (સાંભળવાની) વૃત્તિ એટલે કે વ્યાપાર તે કાનનો સ્વભાવ છે. ત્યાં સુધી જ એ રહે તો કર્મ વધે નહીં. | જેમજેમ જ્વાલા (જ્યોત) વધારે ને વધારે થાય તેમતેમ તેલનું તળિયું આવે છે (=ખલાસ થાય છે). શબ્દ એટલે અવાજ (સાંભળવાની) વૃત્તિ એટલે કે વ્યાપાર તે કાનનો સ્વભાવ છે. ત્યાં સુધી જ એ રહે તો કર્મ વધે નહીં. | ||
સમજૂતી : ‘સ્નેહનું મૂલ આવે’ એટલે દીવાનું જે તેલ હોય તેનું તળિયું આવે. એટલે કે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય એમ તાત્પર્ય જણાય છે. | સમજૂતી : ‘સ્નેહનું મૂલ આવે’ એટલે દીવાનું જે તેલ હોય તેનું તળિયું આવે. એટલે કે ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય એમ તાત્પર્ય જણાય છે. | ||
‘શબ્દની વૃત્ય’ને ‘શબ્દની વૃત્ય’ તરીકે પણ ઘટાવી શકાય. પણ એનો કશો અર્થ થતો નથી, ને ૩૨૬, ૩૫૭મી કડીમાં ‘શબ્દ’ ‘ઉપદેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે તેથી અહીં ‘નિવૃત્તિ’ શબ્દ માની અર્થ કર્યો છે, જોકે એ પણ ઝાઝો સંતોષકારક નથી. જુઓ ૩૨૬મી કડીની સમજૂતી. | ‘શબ્દની વૃત્ય’ને ‘શબ્દની વૃત્ય’ તરીકે પણ ઘટાવી શકાય. પણ એનો કશો અર્થ થતો નથી, ને ૩૨૬, ૩૫૭મી કડીમાં ‘શબ્દ’ ‘ઉપદેશ’ના અર્થમાં હોવાનું સમજાય છે તેથી અહીં ‘નિવૃત્તિ’ શબ્દ માની અર્થ કર્યો છે, જોકે એ પણ ઝાઝો સંતોષકારક નથી. જુઓ ૩૨૬મી કડીની સમજૂતી. | ||
ત્વચા સ્પર્શ જાણે તો ખરો, પણ અધિકો આદર તે સ્યાહાનો કરો, | {{Poem2Close}} | ||
નેત્ર જુએ સુભાવે રૂપ, ૫ણ તાણ્યો તેહેનો પડે છે કૂપ. ૩૩૭ | {{Block center|<poem>ત્વચા સ્પર્શ જાણે તો ખરો, પણ અધિકો આદર તે સ્યાહાનો કરો, | ||
નેત્ર જુએ સુભાવે રૂપ, ૫ણ તાણ્યો તેહેનો પડે છે કૂપ. ૩૩૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
ત્વચાથી સ્પર્શનો અનુભવ કર, પણ તેનો વધારે આદર શા માટે કરે છે? આંખ પોતાના સ્વભાવથી રૂપ જુએ છે પણ એનાથી ખેંચાયેલો તું કૂવામાં પડે છે. | ત્વચાથી સ્પર્શનો અનુભવ કર, પણ તેનો વધારે આદર શા માટે કરે છે? આંખ પોતાના સ્વભાવથી રૂપ જુએ છે પણ એનાથી ખેંચાયેલો તું કૂવામાં પડે છે. | ||
રસના રસ જાણે તે ખરી, પણ દુઃખ પામે છે અત્ય આદરી, | {{Poem2Close}} | ||
નાસા વિષે જાણે ખરો ગંધ, પણ આદર કર્યે વાધે છે ધંધ. ૩૩૮ | {{Block center|<poem>રસના રસ જાણે તે ખરી, પણ દુઃખ પામે છે અત્ય આદરી, | ||
નાસા વિષે જાણે ખરો ગંધ, પણ આદર કર્યે વાધે છે ધંધ. ૩૩૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
જીભથી રસનો અનુભવ થાય તે બરાબર છે પણ તેનું વધારે સેવન કરવાથી તું દુઃખ પામે છે. નાસિકા ગંધનો વિષય અનુભવે છે તે ખરું પણ તેને વધારે મહત્ત્વ આપવાથી ઉપાધિ – આપત્તિ વધે છે. | જીભથી રસનો અનુભવ થાય તે બરાબર છે પણ તેનું વધારે સેવન કરવાથી તું દુઃખ પામે છે. નાસિકા ગંધનો વિષય અનુભવે છે તે ખરું પણ તેને વધારે મહત્ત્વ આપવાથી ઉપાધિ – આપત્તિ વધે છે. | ||
સ્વાભાવિક હોએ જેટલો તેટલે રહે તે નિવૃત્ત્યસુખ પામે ભલો, | {{Poem2Close}} | ||
પણ તુજને તે વધાર્યા ગમે, વ[૩૧ક]લતા વિષે તે તુજને દમે. ૩૩૯ | {{Block center|<poem>સ્વાભાવિક હોએ જેટલો તેટલે રહે તે નિવૃત્ત્યસુખ પામે ભલો, | ||
ઇન્દ્રિયોનો વ્યાપાર જેટલો સ્વાભાવિક કક્ષાએ રહેશે તેટલું તું નિવૃત્તિસુખ પામીશ. પણ તને તો તે વધારવા ગમે છે. તેથી પછી વિષય તને હેરાન કરે છે. | પણ તુજને તે વધાર્યા ગમે, વ[૩૧ક]લતા વિષે તે તુજને દમે. ૩૩૯</poem>}} | ||
ચિત્ત કહે મુને તે કેહે વાત, દુઃખરહિત જ્યમ રહ્યું સાક્ષાત, | {{Poem2Open}} | ||
વિચાર કહે મરતકવત્ થાઇ, એહેવા થકા જ્યમ રેહેવાઇ. ૩૪૦ | ઇન્દ્રિયોનો વ્યાપાર જેટલો સ્વાભાવિક કક્ષાએ રહેશે તેટલું તું નિવૃત્તિસુખ પામીશ. પણ તને તો તે વધારવા ગમે છે. તેથી પછી વિષય તને હેરાન કરે છે. | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>ચિત્ત કહે મુને તે કેહે વાત, દુઃખરહિત જ્યમ રહ્યું સાક્ષાત, | |||
વિચાર કહે મરતકવત્ થાઇ, એહેવા થકા જ્યમ રેહેવાઇ. ૩૪૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : દુઃખરહિત જે સાક્ષાત્પણું છે તેની મને વાત કર. વિચાર કહે છે : મૃત્યુ પામ્યો હોય તેવો થા. એવા થઈને રહેવાય તો – | ચિત્ત કહે છે : દુઃખરહિત જે સાક્ષાત્પણું છે તેની મને વાત કર. વિચાર કહે છે : મૃત્યુ પામ્યો હોય તેવો થા. એવા થઈને રહેવાય તો – | ||
સમજૂતી : અખાજી મૃતકની દશાને પામવા વારંવાર કહેતા હોય છે. મૃતકની દશા એટલે એમની દૃષ્ટિએ અહંભાવથી જન્મતા રાગ-દ્વેષાદિ વગરની દશા, દેહભાવ વિનાની દશા. | સમજૂતી : અખાજી મૃતકની દશાને પામવા વારંવાર કહેતા હોય છે. મૃતકની દશા એટલે એમની દૃષ્ટિએ અહંભાવથી જન્મતા રાગ-દ્વેષાદિ વગરની દશા, દેહભાવ વિનાની દશા. | ||
ઉપતૃષ્ણે અચાનક ભોગ, ઉદ્યમવિહૂણો ફલે જ્યમ જોગ, | {{Poem2Close}} | ||
અકસ્માત સેહેજ જ્યમ ફલે, તે વિચારી ભોગવે અનુભવ નવ્ય ચલે. ૩૪૧ | {{Block center|<poem>ઉપતૃષ્ણે અચાનક ભોગ, ઉદ્યમવિહૂણો ફલે જ્યમ જોગ, | ||
અકસ્માત સેહેજ જ્યમ ફલે, તે વિચારી ભોગવે અનુભવ નવ્ય ચલે. ૩૪૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
તૃષ્ણા વિના અચાનક ભોગ ભોગવાય છે અને પ્રયત્ન વિના જાણે યોગની સિદ્ધિ થાય છે. આમ આકસ્મિક રીતે અને સહજતાથી જે ફળ મળે છે તે વિચારપૂર્વક ભોગવે તો અનુભવ (=બ્રહ્મ – આત્મતત્ત્વનો અનુભવ) વિક્ષિપ્ત થતો નથી. | તૃષ્ણા વિના અચાનક ભોગ ભોગવાય છે અને પ્રયત્ન વિના જાણે યોગની સિદ્ધિ થાય છે. આમ આકસ્મિક રીતે અને સહજતાથી જે ફળ મળે છે તે વિચારપૂર્વક ભોગવે તો અનુભવ (=બ્રહ્મ – આત્મતત્ત્વનો અનુભવ) વિક્ષિપ્ત થતો નથી. | ||
એહવા થકા વસ્તુનો ભોગ, એ રેહેણી વિના બીજો તે રોગ, | {{Poem2Close}} | ||
પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨ | {{Block center|<poem>એહવા થકા વસ્તુનો ભોગ, એ રેહેણી વિના બીજો તે રોગ, | ||
{{Poem2Open}} | |||
પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨</poem>}} | |||
આમ થઈને આત્મતત્ત્વનો અનુભવ કરવાની રીતે રહેવા સિવાયનું સર્વ કંઈ રોગ છે. પણ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કોઈ કંઈ (ક્રિયા) કરતા રહેશે તે છેવટે પોતાના અહંભાવને દૂર કરશે (?) | આમ થઈને આત્મતત્ત્વનો અનુભવ કરવાની રીતે રહેવા સિવાયનું સર્વ કંઈ રોગ છે. પણ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કોઈ કંઈ (ક્રિયા) કરતા રહેશે તે છેવટે પોતાના અહંભાવને દૂર કરશે (?) | ||
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘બીજો’ને સ્થાને ‘જે કરશે’ વગેરે પાઠ આપે છે પણ મુખ્ય પ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આ જ ચરણમાં ‘કરતા’ને સ્થાને ‘કરવા’ ક ગ સિવાયની બધી હપ્ર આપે છે પણ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. ચોથા ચરણમાં અ બ નો પાઠ દેખીતી રીતે ખોટો છે. આ જ ચરણમાં ‘અંત્યે’ને સ્થાને ‘અંતર્યે’ પાઠ બાકીની બધી હપ્ર આપે છે, પરંતુ મુખ્ય પ્રતનો પાઠ અર્થદૃષ્ટિએ બરાબર છે તેથી છોડ્યો નથી. ‘રસે’ એ પાઠાંતર માટે જુઓ સમજૂતી. | પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘બીજો’ને સ્થાને ‘જે કરશે’ વગેરે પાઠ આપે છે પણ મુખ્ય પ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આ જ ચરણમાં ‘કરતા’ને સ્થાને ‘કરવા’ ક ગ સિવાયની બધી હપ્ર આપે છે પણ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. ચોથા ચરણમાં અ બ નો પાઠ દેખીતી રીતે ખોટો છે. આ જ ચરણમાં ‘અંત્યે’ને સ્થાને ‘અંતર્યે’ પાઠ બાકીની બધી હપ્ર આપે છે, પરંતુ મુખ્ય પ્રતનો પાઠ અર્થદૃષ્ટિએ બરાબર છે તેથી છોડ્યો નથી. ‘રસે’ એ પાઠાંતર માટે જુઓ સમજૂતી. | ||
સમજૂતી : મુખ્ય પ્રત સિવાયની સઘળી હપ્ર ‘રસે’ પાઠ આપે છે તે પહેલી દૃષ્ટિએ સરળ લાગે. એ પાઠ સ્વીકારીએ એટલે મુખ્ય પ્રતે પ્રાસને ખાતર ‘રસે’નું ‘રશે’ કર્યું છે એમ માનવું પડે, (કડી ૩૪૯માં પણ આ પ્રતે ‘રસ’નું ‘રશ’ કર્યું. છે) પરંતુ ‘જ્ઞાન’ એટલે બ્રહ્મજ્ઞાન, સૂઝ, સમજ એ જ અર્થ અહીં હોઈ શકે. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કંઈ થાય તેમાં ‘હૂંસ’નો ‘રસ’ કેવી રીતે હોઈ શકે? વિચારપરંપરા તો એવી ચાલે છે કે ઇન્દ્રિયવ્યાપારો સમજપૂર્વક થતા રહે તો એ બાધક નીવડતા નથી. એટલે અહીં ‘હૂંસ’ (અહંભાવ) દૂર થવાની વાત વધારે બંધ બેસે. ‘નેરશે’ એટલે ‘નિરાસ કરે, દૂર કરે’ એવો અર્થ લઈ શકાય પરંતુ ‘નિરસે’ નહીં પણ ‘નેરશે’ એવા પ્રયોગને અખાજીમાંથી સમર્થન જણાતું નથી તો ‘રશે’ ને ક્રિયાપદ ગણી શકાય? સંસ્કૃત ‘રહ્’ ધાતુ પરથી ‘રહશે’ અને ‘હ’કાર લુપ્ત થતાં ‘રશે’ બની શકે અથવા દેશ્ય ‘રસિઅ’ (= છિન્ન, કપાયેલું) પરથી ‘રસે – રશે’ થયું હશે? (ગુજ. રહેંસવુંનાં મૂળ દેશ્ય ‘રસિઅ’માં છે) અંતે અખાજીની આ ઉક્તિ કોયડારૂપ જ રહે છે. | સમજૂતી : મુખ્ય પ્રત સિવાયની સઘળી હપ્ર ‘રસે’ પાઠ આપે છે તે પહેલી દૃષ્ટિએ સરળ લાગે. એ પાઠ સ્વીકારીએ એટલે મુખ્ય પ્રતે પ્રાસને ખાતર ‘રસે’નું ‘રશે’ કર્યું છે એમ માનવું પડે, (કડી ૩૪૯માં પણ આ પ્રતે ‘રસ’નું ‘રશ’ કર્યું. છે) પરંતુ ‘જ્ઞાન’ એટલે બ્રહ્મજ્ઞાન, સૂઝ, સમજ એ જ અર્થ અહીં હોઈ શકે. જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કંઈ થાય તેમાં ‘હૂંસ’નો ‘રસ’ કેવી રીતે હોઈ શકે? વિચારપરંપરા તો એવી ચાલે છે કે ઇન્દ્રિયવ્યાપારો સમજપૂર્વક થતા રહે તો એ બાધક નીવડતા નથી. એટલે અહીં ‘હૂંસ’ (અહંભાવ) દૂર થવાની વાત વધારે બંધ બેસે. ‘નેરશે’ એટલે ‘નિરાસ કરે, દૂર કરે’ એવો અર્થ લઈ શકાય પરંતુ ‘નિરસે’ નહીં પણ ‘નેરશે’ એવા પ્રયોગને અખાજીમાંથી સમર્થન જણાતું નથી તો ‘રશે’ ને ક્રિયાપદ ગણી શકાય? સંસ્કૃત ‘રહ્’ ધાતુ પરથી ‘રહશે’ અને ‘હ’કાર લુપ્ત થતાં ‘રશે’ બની શકે અથવા દેશ્ય ‘રસિઅ’ (= છિન્ન, કપાયેલું) પરથી ‘રસે – રશે’ થયું હશે? (ગુજ. રહેંસવુંનાં મૂળ દેશ્ય ‘રસિઅ’માં છે) અંતે અખાજીની આ ઉક્તિ કોયડારૂપ જ રહે છે. | ||
તેહેનાં તનમનને તે માર, જે હૂંસે ચઢ્યો કરશે પ્રતીકાર, | {{Poem2Close}} | ||
ઉત્તમ મધ્યમ હૂંસ જાણજે, એ નેડો અંતર્ય આણજે. ૩૪૩ | {{Block center|<poem>તેહેનાં તનમનને તે માર, જે હૂંસે ચઢ્યો કરશે પ્રતીકાર, | ||
ઉત્તમ મધ્યમ હૂંસ જાણજે, એ નેડો અંતર્ય આણજે. ૩૪૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
જે અહંભાવને વશ થઈને એને સંતોષવાના ઉપાયો કરશે તેના તનમનને નુકસાન થશે. અહંભાવ ઉત્તમ, મધ્યમ બંને પ્રકારનો હોય છે એમ જાણજે. એની પરીક્ષા અંતરમાં કરી લેજે. | જે અહંભાવને વશ થઈને એને સંતોષવાના ઉપાયો કરશે તેના તનમનને નુકસાન થશે. અહંભાવ ઉત્તમ, મધ્યમ બંને પ્રકારનો હોય છે એમ જાણજે. એની પરીક્ષા અંતરમાં કરી લેજે. | ||
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘નેડો’ને સ્થાને ‘નેઠો’ પાઠ આપે છે. બંને પાઠમાં થોડી અસ્પષ્ટતા છે. જુઓ સમજૂતી. | પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘નેડો’ને સ્થાને ‘નેઠો’ પાઠ આપે છે. બંને પાઠમાં થોડી અસ્પષ્ટતા છે. જુઓ સમજૂતી. | ||
| Line 1,893: | Line 1,978: | ||
‘નેડે’ ‘નજીક’ના અર્થમાં આ કૃતિની ૪૦મી કડીમાં વપરાયો છે. પણ ‘નેડો’ એ અર્થમાં સંજ્ઞા તરીકે જાણીતો નથી. કોશો ‘નેડો’ એટલે ખણખોદવાળી તપાસ, નેડો લેવો – એટલે ભૂલ શોધવા પાછળ ભમવું એમ અર્થ આપે છે. આ ઉપરથી ‘નેડો આણવો’ એટલે પરીક્ષા કરવી, તપાસ કરવી, વિવેક કરવો એવો અર્થ કરી શકાય. અહંભાવ ઉત્તમ અને મધ્યમ પ્રકારના હોય તો તેના વિશે વિવેક કરવો આવશ્યક બને છે. | ‘નેડે’ ‘નજીક’ના અર્થમાં આ કૃતિની ૪૦મી કડીમાં વપરાયો છે. પણ ‘નેડો’ એ અર્થમાં સંજ્ઞા તરીકે જાણીતો નથી. કોશો ‘નેડો’ એટલે ખણખોદવાળી તપાસ, નેડો લેવો – એટલે ભૂલ શોધવા પાછળ ભમવું એમ અર્થ આપે છે. આ ઉપરથી ‘નેડો આણવો’ એટલે પરીક્ષા કરવી, તપાસ કરવી, વિવેક કરવો એવો અર્થ કરી શકાય. અહંભાવ ઉત્તમ અને મધ્યમ પ્રકારના હોય તો તેના વિશે વિવેક કરવો આવશ્યક બને છે. | ||
અન્ય હપ્ર ‘નેઠો’ શબ્દ આપે છે. નેઠો = છેડો, પરિણામ, ઉકેલ એવો અર્થ થાય છે. તેથી ‘નેઠો આણવો’ એટલે ‘ઉકેલ આણવો’. મનમાં એ ઉકેલ – છેવટની સમજણ રાખજે એમ તાત્પર્ય થાય. પણ આના કરતાં ‘વિવેક’, ‘પરીક્ષા’નો અર્થ વધુ પ્રસ્તુત લાગે છે. | અન્ય હપ્ર ‘નેઠો’ શબ્દ આપે છે. નેઠો = છેડો, પરિણામ, ઉકેલ એવો અર્થ થાય છે. તેથી ‘નેઠો આણવો’ એટલે ‘ઉકેલ આણવો’. મનમાં એ ઉકેલ – છેવટની સમજણ રાખજે એમ તાત્પર્ય થાય. પણ આના કરતાં ‘વિવેક’, ‘પરીક્ષા’નો અર્થ વધુ પ્રસ્તુત લાગે છે. | ||
જે નિશે રાખશે સર્વાતીત, વેહેવાર ગુરુભક્તિ હેતપ્રીત, | {{Poem2Close}} | ||
અવહિત ક્રમ આચરે નહીં નેમ, સત્ય વરત્યેં હોએ જોગખેમ. ૩૪૪ | {{Block center|<poem>જે નિશે રાખશે સર્વાતીત, વેહેવાર ગુરુભક્તિ હેતપ્રીત, | ||
અવહિત ક્રમ આચરે નહીં નેમ, સત્ય વરત્યેં હોએ જોગખેમ. ૩૪૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
જે સર્વાતીત બ્રહ્મમાં નિશ્ચયબુદ્ધિ રાખે છે, ગુરુભક્તિનો અને હેતપ્રીતનો વ્યવહાર કરે છે, નિયમપૂર્વક નિષિદ્ધકર્મ કરતો નથી ને આ રીતે સત્યનિષ્ઠ વર્તન કરે છે તેનું યોગક્ષેમ – કલ્યાણ થાય છે. | જે સર્વાતીત બ્રહ્મમાં નિશ્ચયબુદ્ધિ રાખે છે, ગુરુભક્તિનો અને હેતપ્રીતનો વ્યવહાર કરે છે, નિયમપૂર્વક નિષિદ્ધકર્મ કરતો નથી ને આ રીતે સત્યનિષ્ઠ વર્તન કરે છે તેનું યોગક્ષેમ – કલ્યાણ થાય છે. | ||
બાહ્ય આભ્યંતર શુચિ રહે અંગ, અને જ્ઞાનખલનો ન[૩૧ખ] કરે સંગ, | {{Poem2Close}} | ||
વચન જ્યથારથ અંતર્ય ઉદાસ, અનુભવ સરખો સર્વાવાસ. ૩૪૫ | {{Block center|<poem>બાહ્ય આભ્યંતર શુચિ રહે અંગ, અને જ્ઞાનખલનો ન[૩૧ખ] કરે સંગ, | ||
વચન જ્યથારથ અંતર્ય ઉદાસ, અનુભવ સરખો સર્વાવાસ. ૩૪૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેમનાં બાહ્ય અને આભ્યંતર સર્વ અંગો પવિત્ર રહે છે અને ખલજ્ઞાનીનો સંગ કરતા નથી, તેમનું વચન યથાર્થ હોય છે, અંતરમાં જે ઉદાસીન – તટસ્થ હોય છે, સર્વાવાસ બ્રહ્મનો જે અનુભવ કરે છે – | જેમનાં બાહ્ય અને આભ્યંતર સર્વ અંગો પવિત્ર રહે છે અને ખલજ્ઞાનીનો સંગ કરતા નથી, તેમનું વચન યથાર્થ હોય છે, અંતરમાં જે ઉદાસીન – તટસ્થ હોય છે, સર્વાવાસ બ્રહ્મનો જે અનુભવ કરે છે – | ||
સમજૂતી : જ્ઞાનખલ, ખલજ્ઞાનીનાં લક્ષણ ૩૪૭–૫૦ કડીમાં આવે છે. વામજ્ઞાની અને દક્ષિણજ્ઞાનીનું વર્ણન ૨૯૬–૩૦૪ કડીઓમાં થયેલું છે તે વિશે જુઓ કડી ૩૦૪ની સમજૂતી. | સમજૂતી : જ્ઞાનખલ, ખલજ્ઞાનીનાં લક્ષણ ૩૪૭–૫૦ કડીમાં આવે છે. વામજ્ઞાની અને દક્ષિણજ્ઞાનીનું વર્ણન ૨૯૬–૩૦૪ કડીઓમાં થયેલું છે તે વિશે જુઓ કડી ૩૦૪ની સમજૂતી. | ||
એહવે લક્ષણ્યે જ્ઞાની જેહ, અતિશે હરિને વાહાલા તેહ, | {{Poem2Close}} | ||
ચિત્ત કહે જ્ઞાનખલ ત્યેં જે કહ્યા વિચાર, તેહેનો કેહેવો હોએ આચાર. ૩૪૬ | {{Block center|<poem>એહવે લક્ષણ્યે જ્ઞાની જેહ, અતિશે હરિને વાહાલા તેહ, | ||
ચિત્ત કહે જ્ઞાનખલ ત્યેં જે કહ્યા વિચાર, તેહેનો કેહેવો હોએ આચાર. ૩૪૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
જે જ્ઞાની એવાં લક્ષણવાળા છે તેઓ હરિને વહાલા હોય છે. ચિત્ત કહે છે : વિચાર, ખલજ્ઞાનીની તેં જે વાત કરી તેનો આચાર કેવો હેાય? | જે જ્ઞાની એવાં લક્ષણવાળા છે તેઓ હરિને વહાલા હોય છે. ચિત્ત કહે છે : વિચાર, ખલજ્ઞાનીની તેં જે વાત કરી તેનો આચાર કેવો હેાય? | ||
વિચાર કહે તેહેની હોએ ખલ નેષ્ટા, પણ વચનવિવેક રૂડી ચેષ્ટા, | {{Poem2Close}} | ||
પણ અંતર્યે હરિ ગુરુ શું નહીં હેત, વાક્યરહિત જેમ લૂખી રેત. ૩૪૭ | {{Block center|<poem>વિચાર કહે તેહેની હોએ ખલ નેષ્ટા, પણ વચનવિવેક રૂડી ચેષ્ટા, | ||
પણ અંતર્યે હરિ ગુરુ શું નહીં હેત, વાક્યરહિત જેમ લૂખી રેત. ૩૪૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છેઃ તેની નિષ્ઠા દુષ્ટ-કુટિલતાભરી હોય છે. તેનું વચન વિવેકવાળું હોય છે, તેનું બાહ્ય વર્તન સારું હોય છે પણ હૃદયમાં હરિગુરુ પ્રત્યે પ્રીતિ હોતી નથી ને લૂખી (સત્ત્વ વિનાની) રેત જેવો એ હોય છે. | વિચાર કહે છેઃ તેની નિષ્ઠા દુષ્ટ-કુટિલતાભરી હોય છે. તેનું વચન વિવેકવાળું હોય છે, તેનું બાહ્ય વર્તન સારું હોય છે પણ હૃદયમાં હરિગુરુ પ્રત્યે પ્રીતિ હોતી નથી ને લૂખી (સત્ત્વ વિનાની) રેત જેવો એ હોય છે. | ||
ગુરુના વચન વડે કરે વાત, પણ રદે ન લહે ગુરુનું સાખ્યાત, | {{Poem2Close}} | ||
જ્યમ દૂધ જમાવે માખણ કાજ્ય, જો જામ્યું તો પામે આહાજ્ય. ૩૪૮ | {{Block center|<poem>ગુરુના વચન વડે કરે વાત, પણ રદે ન લહે ગુરુનું સાખ્યાત, | ||
જ્યમ દૂધ જમાવે માખણ કાજ્ય, જો જામ્યું તો પામે આહાજ્ય. ૩૪૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
ગુરુનાં વચનનો ઉલ્લેખ કરીને વાત કરે પણ હૃદયમાં ગુરુનો સાક્ષાત્કાર તેને થયો નથી હોતો. જેવી રીતે માખણ મેળવવા માટે દૂધને જમાવવામાં આવે ત્યારે જો એ જામે તો ઘી મળે – | ગુરુનાં વચનનો ઉલ્લેખ કરીને વાત કરે પણ હૃદયમાં ગુરુનો સાક્ષાત્કાર તેને થયો નથી હોતો. જેવી રીતે માખણ મેળવવા માટે દૂધને જમાવવામાં આવે ત્યારે જો એ જામે તો ઘી મળે – | ||
જો રસ ન પડ્યું તો કાંજી થાઇ, ત્યમ ખલજ્ઞાની એહેવા શા પ્રાઇ, | {{Poem2Close}} | ||
નેષ્ટિક જે જ્ઞાની નીપજે, તે સકલ ભાવે પામે વિજે. ૩૪૯ | {{Block center|<poem>જો રસ ન પડ્યું તો કાંજી થાઇ, ત્યમ ખલજ્ઞાની એહેવા શા પ્રાઇ, | ||
નેષ્ટિક જે જ્ઞાની નીપજે, તે સકલ ભાવે પામે વિજે. ૩૪૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
અને જો મેળવણ ન પડે તો કાંજી થાય, તેવી રીતે ખલજ્ઞાની નિશ્ચિતપણે એવા હોય છે. નિષ્ઠાવંત – સાચા જે જ્ઞાની હોય છે તે બધી રીતે વિજય પામે છે. | અને જો મેળવણ ન પડે તો કાંજી થાય, તેવી રીતે ખલજ્ઞાની નિશ્ચિતપણે એવા હોય છે. નિષ્ઠાવંત – સાચા જે જ્ઞાની હોય છે તે બધી રીતે વિજય પામે છે. | ||
ચિત્ત કહે તું તે ધન્ય વિચાર, તોરો લક્ષ તે સાક્ષાત્કાર, | {{Poem2Close}} | ||
હવે એક વાત મુને ચર્ચી કહે, જે ગુરુ ગોવિંદ એક કે બે.[૩૨ક] ૩૫૦ | {{Block center|<poem>ચિત્ત કહે તું તે ધન્ય વિચાર, તોરો લક્ષ તે સાક્ષાત્કાર, | ||
હવે એક વાત મુને ચર્ચી કહે, જે ગુરુ ગોવિંદ એક કે બે.[૩૨ક] ૩૫૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : વિચાર, તને ધન્ય છે. તારું લક્ષ સાક્ષાત્કાર તરફ છે. હવે એક વાત તું મને ચર્ચા કરીને કહે કે ગુરુ ને ગોવિંદ એક છે કે બે અલગઅલગ? | ચિત્ત કહે છે : વિચાર, તને ધન્ય છે. તારું લક્ષ સાક્ષાત્કાર તરફ છે. હવે એક વાત તું મને ચર્ચા કરીને કહે કે ગુરુ ને ગોવિંદ એક છે કે બે અલગઅલગ? | ||
શબ્દે તાં દ્વૈત સરખું થાઇ, પણ અંતરનો શો છે અભિપ્રાઇ, | {{Poem2Close}} | ||
પરાતપર ગોવિંદને સહુ કહે, જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે. ૩૫૧ | {{Block center|<poem>શબ્દે તાં દ્વૈત સરખું થાઇ, પણ અંતરનો શો છે અભિપ્રાઇ, | ||
પરાતપર ગોવિંદને સહુ કહે, જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે. ૩૫૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
શબ્દમાં (ભાષામાં) તો એ દ્વૈત જેવું થાય છે (=બંને અલગ જણાય છે.) એના આંતરિક સ્વરૂપ વિશે તારો અભિપ્રાય શો છે? ગોવિંદને બધાં પરાત્પર (=પરથી પણ પર) બ્રહ્મ કહે છે, જે દૃષ્ટિમાં આવતો નથી (દેખાતો નથી) અને મૂઠીથી ગ્રહણ થતો નથી (પકડાતો નથી). | શબ્દમાં (ભાષામાં) તો એ દ્વૈત જેવું થાય છે (=બંને અલગ જણાય છે.) એના આંતરિક સ્વરૂપ વિશે તારો અભિપ્રાય શો છે? ગોવિંદને બધાં પરાત્પર (=પરથી પણ પર) બ્રહ્મ કહે છે, જે દૃષ્ટિમાં આવતો નથી (દેખાતો નથી) અને મૂઠીથી ગ્રહણ થતો નથી (પકડાતો નથી). | ||
અને ગુરુ તો દીસે પ્રગટ પ્રમાણ, ભૌતિક પિંડ્ય સહિત પાદુપાણ્ય, | {{Poem2Close}} | ||
તો તે ક્યમ કહીજે એક, એહનું નિજરૂપ કહે કહે પિંડ્યવિવેક. ૩૫૨ | {{Block center|<poem>અને ગુરુ તો દીસે પ્રગટ પ્રમાણ, ભૌતિક પિંડ્ય સહિત પાદુપાણ્ય, | ||
અને ગુરુ તો હાથ-પગ સાથેનું ભૌતિક શરીર હોય છે, પ્રમાણ આપી શકાય તેવી રીતે પ્રગટ થાય છે. તો તે (એટલે કે ગુરુ અને ગોવિંદ) બંનેને એક કઈ રીતે કહી શકાય તે કહે. તેનું પોતાનું સ્વરૂપ સમજાવ. આ બંનેને શરીર હોવા – ન હોવાનો વિવેક સ્પષ્ટ કર. | તો તે ક્યમ કહીજે એક, એહનું નિજરૂપ કહે કહે પિંડ્યવિવેક. ૩૫૨</poem>}} | ||
વિચાર કહે એ મોટો મર્મ, એ સમઝ્ય તું ચૈતન ચર્મ, | {{Poem2Open}} | ||
ગુરુ વિષે જે ન દેખે કાઇ, તેણે પ્રીછ્યો ગુરુમહિમાઇ. ૩૫૩ | અને ગુરુ તો હાથ-પગ સાથેનું ભૌતિક શરીર હોય છે, પ્રમાણ આપી શકાય તેવી રીતે પ્રગટ થાય છે. તો તે (એટલે કે ગુરુ અને ગોવિંદ) બંનેને એક કઈ રીતે કહી શકાય તે કહે. તેનું પોતાનું સ્વરૂપ સમજાવ. આ બંનેને શરીર હોવા – ન હોવાનો વિવેક સ્પષ્ટ કર. | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>વિચાર કહે એ મોટો મર્મ, એ સમઝ્ય તું ચૈતન ચર્મ, | |||
ગુરુ વિષે જે ન દેખે કાઇ, તેણે પ્રીછ્યો ગુરુમહિમાઇ. ૩૫૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : એ જ મોટું રહસ્ય છે. તું ચૈતન્ય અને શરીર વચ્ચેનો ભેદ સમજ. ગુરુના વિષયમાં શરીરને જે જોતો નથી તેણે જ ગુરુના મહિમાને સારી રીતે જાણ્યો છે. | વિચાર કહે છે : એ જ મોટું રહસ્ય છે. તું ચૈતન્ય અને શરીર વચ્ચેનો ભેદ સમજ. ગુરુના વિષયમાં શરીરને જે જોતો નથી તેણે જ ગુરુના મહિમાને સારી રીતે જાણ્યો છે. | ||
પરાત્પર બ્રહ્મ તેણે લહ્યો, જે એમ ગુરુને સમઝી રહ્યો, | {{Poem2Close}} | ||
પાદુપાણ્યવરજિત સુણ્યો જેહ, સહિત અવ્યેવ તેણે ધર્યો દેહ. ૩૫૪ | {{Block center|<poem>પરાત્પર બ્રહ્મ તેણે લહ્યો, જે એમ ગુરુને સમઝી રહ્યો, | ||
પાદુપાણ્યવરજિત સુણ્યો જેહ, સહિત અવ્યેવ તેણે ધર્યો દેહ. ૩૫૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
જે ગુરુને એમ સમજીને રહ્યો છે તે પરાત્પર બ્રહ્મને પામ્યો છે. હાથપગ વિનાનો (શરીર વિનાનો) જેને આપણે સાંભળ્યો છે તેણે અવયવો સાથે અહીં શરીર ધારણ કર્યું છે. | જે ગુરુને એમ સમજીને રહ્યો છે તે પરાત્પર બ્રહ્મને પામ્યો છે. હાથપગ વિનાનો (શરીર વિનાનો) જેને આપણે સાંભળ્યો છે તેણે અવયવો સાથે અહીં શરીર ધારણ કર્યું છે. | ||
જ્યમ બરાસકપૂરની પ્રતિમા કરી, રૂપસહિત વરી વાપરી, | {{Poem2Close}} | ||
પલક્યે તે[૩૨ખ]અદ્રષ્ટ્ય થઈ જાઈ, એમ ગુરુને દેખે કાઇ. ૩૫૫ | {{Block center|<poem>જ્યમ બરાસકપૂરની પ્રતિમા કરી, રૂપસહિત વરી વાપરી, | ||
પલક્યે તે[૩૨ખ]અદ્રષ્ટ્ય થઈ જાઈ, એમ ગુરુને દેખે કાઇ. ૩૫૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેમ બરાસકપૂરની પ્રતિમા બનાવીએ અને એવા રૂપ સાથે પસંદ કરીને વાપરીએ પણ પલકમાં જ તે અદૃશ્ય થઈ જાય છે, એવી રીતે ગુરુના શરીરને તું જો (સમજ). | જેમ બરાસકપૂરની પ્રતિમા બનાવીએ અને એવા રૂપ સાથે પસંદ કરીને વાપરીએ પણ પલકમાં જ તે અદૃશ્ય થઈ જાય છે, એવી રીતે ગુરુના શરીરને તું જો (સમજ). | ||
સમજૂતી : ગુરુનો નાશવંત દેહ લક્ષમાં લેવાનો નથી એમ તાત્પર્ય છે. | સમજૂતી : ગુરુનો નાશવંત દેહ લક્ષમાં લેવાનો નથી એમ તાત્પર્ય છે. | ||
તો શિષ્યે નીપજે એહવો તેહ, જે એમ ગુરુને દેખે છે દેહ, | {{Poem2Close}} | ||
કારણ છે એ ભાવના તણું, થોડા માંહે કહું છું ઘણું. ૩૫૬ | {{Block center|<poem>તો શિષ્યે નીપજે એહવો તેહ, જે એમ ગુરુને દેખે છે દેહ, | ||
કારણ છે એ ભાવના તણું, થોડા માંહે કહું છું ઘણું. ૩૫૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
જો ગુરુને દેહધારી રૂપે જ જુએ છે તો તે શિષ્ય પણ એવો જ નીપજે છે. એટલે કે શિષ્ય કેવો નીવડે તેનું કારણ ભાવના છે. તને થોડામાં ઘણું હું કહું છું. | જો ગુરુને દેહધારી રૂપે જ જુએ છે તો તે શિષ્ય પણ એવો જ નીપજે છે. એટલે કે શિષ્ય કેવો નીવડે તેનું કારણ ભાવના છે. તને થોડામાં ઘણું હું કહું છું. | ||
ચિત્ત કહે મુને એક પ્રશ્ન ઊપજે, જે મુજથી કાંઈએ નવ્ય નીપજે, | {{Poem2Close}} | ||
પરાધીન શો દીસું હું, અને મુજને શબ્દે મારે સહુ. ૩૫૭ | {{Block center|<poem>ચિત્ત કહે મુને એક પ્રશ્ન ઊપજે, જે મુજથી કાંઈએ નવ્ય નીપજે, | ||
પરાધીન શો દીસું હું, અને મુજને શબ્દે મારે સહુ. ૩૫૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન થાય છે કે મારાથી કંઈ નીપજતું નથી, હું પરાધીન જેવો દેખાઉં છું અને બધા મને શબ્દનો માર મારે છે – ઉપદેશ-વચનો સંભળાવે છે. | ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન થાય છે કે મારાથી કંઈ નીપજતું નથી, હું પરાધીન જેવો દેખાઉં છું અને બધા મને શબ્દનો માર મારે છે – ઉપદેશ-વચનો સંભળાવે છે. | ||
સમજૂતી : ‘શબ્દના માર’ અંગે જુઓ ૩૨૬મી કડીની નોંધ. | સમજૂતી : ‘શબ્દના માર’ અંગે જુઓ ૩૨૬મી કડીની નોંધ. | ||
મુજને તાં બેહુ પેર્યે પડી, જ્યમ વાટ્યે ખૂણો પામે હડી, | {{Poem2Close}} | ||
જાતુંવલતું સહુ જ ઘસાઇ, ત્યમ અહીં અદ્રશ્ય ને અહીંઆ કાઇ. ૩૫૮ | {{Block center|<poem>મુજને તાં બેહુ પેર્યે પડી, જ્યમ વાટ્યે ખૂણો પામે હડી, | ||
જાતુંવલતું સહુ જ ઘસાઇ, ત્યમ અહીં અદ્રશ્ય ને અહીંઆ કાઇ. ૩૫૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
મને ત્યાં બંને રીતે મુશ્કેલી પડી છે, જેમ રસ્તામાં ખૂણો પડે તેને મુશ્કેલી પડે છે. જતું આવતું સૌ કોઈ તેને ઘસાઈને ચાલે છે તેમ એક બાજુ અદૃશ્યરૂપ અને બીજી બાજુ કાયારૂપ એમ બેની વચ્ચે હું ભીંસાઉં છું. | મને ત્યાં બંને રીતે મુશ્કેલી પડી છે, જેમ રસ્તામાં ખૂણો પડે તેને મુશ્કેલી પડે છે. જતું આવતું સૌ કોઈ તેને ઘસાઈને ચાલે છે તેમ એક બાજુ અદૃશ્યરૂપ અને બીજી બાજુ કાયારૂપ એમ બેની વચ્ચે હું ભીંસાઉં છું. | ||
જ્યમ ધ્વજા ફહરેરે વાએ કરી, સહુ કો ધ્વજાને દેખે ખરી, | {{Poem2Close}} | ||
મારુત વ્હાયા વિના નવ્ય રહે, અને ધ્વજા ત્યાં સ્થિરતા નવ્ય ગ્રહે. ૩૫૯ | {{Block center|<poem>જ્યમ ધ્વજા ફહરેરે વાએ કરી, સહુ કો ધ્વજાને દેખે ખરી, | ||
મારુત વ્હાયા વિના નવ્ય રહે, અને ધ્વજા ત્યાં સ્થિરતા નવ્ય ગ્રહે. ૩૫૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેમ ધજા વાયુને કારણે લહેરાય અને સૌ ફરકતી ધજાને જુએ, પવન વાયા વિના ન રહે અને ધજા ત્યાં સ્થિરતા ન પામી શકે – | જેમ ધજા વાયુને કારણે લહેરાય અને સૌ ફરકતી ધજાને જુએ, પવન વાયા વિના ન રહે અને ધજા ત્યાં સ્થિરતા ન પામી શકે – | ||
ચિત્ત કહે છે મુજને એમ થયું, જોને વિચાર એ માંહાં કાંઈ રહ્યું, | {{Poem2Close}} | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્ત પિતા, મુજ વિના તું ખાતો ખતા. ૩૬૦ | {{Block center|<poem>ચિત્ત કહે છે મુજને એમ થયું, જોને વિચાર એ માંહાં કાંઈ રહ્યું, | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્ત પિતા, મુજ વિના તું ખાતો ખતા. ૩૬૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે, મને એ પ્રમાણે થયું છે. વિચાર, આમાં શું તાત્પર્ય રહેલું છે તે તું કહે. વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળ. મારા વિના તું ઠોકર ખાય છે. | ચિત્ત કહે છે, મને એ પ્રમાણે થયું છે. વિચાર, આમાં શું તાત્પર્ય રહેલું છે તે તું કહે. વિચાર કહે છે : ચિત્ત પિતા, સાંભળ. મારા વિના તું ઠોકર ખાય છે. | ||
ચિત્ત કહે છે હવે શું કરું, મુજ સાધ્ય નહીં[૩૩ક]તો શું આચરું, | {{Poem2Close}} | ||
કાલરૂપિયું અનિલ તાં ચલે, તેણે ચિત્ત કાયા ધ્વજા આફલે. ૩૬૧ | {{Block center|<poem>ચિત્ત કહે છે હવે શું કરું, મુજ સાધ્ય નહીં[૩૩ક]તો શું આચરું, | ||
કાલરૂપિયું અનિલ તાં ચલે, તેણે ચિત્ત કાયા ધ્વજા આફલે. ૩૬૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : હવે શું કરું? મને એ સાધ્ય નથી તો હું શું કરું? કાલરૂપી પવન વાય છે તેને કારણે ચિત્ત અને કાયારૂપી ધજા છે તે આમતેમ અથડાય છે. | ચિત્ત કહે છે : હવે શું કરું? મને એ સાધ્ય નથી તો હું શું કરું? કાલરૂપી પવન વાય છે તેને કારણે ચિત્ત અને કાયારૂપી ધજા છે તે આમતેમ અથડાય છે. | ||
સમજૂતી : છેવટે ચિત્ત અને કાયારૂપી ધજા એેવો અન્વય થાય છે એ બહુ અર્થપૂર્ણ લાગતો નથી. ઉપરાંત પછીથી ૩૬૩મી કડીમાં ચિત્તને (ધજાનું) લાકડું અને અહંભાવને વસ્ત્ર કહ્યું છે. કાયા એટલે દેહભાવ એમ કરીએ તો કદાચ રૂપક સંગત બને. ૩૬૨મી કડીમાં કાલવાયુથી અથડાતી વસ્તુ તે ‘જીવ’ કહી છે. એટલે ધજા સાથે અખાજી ચિત્ત, કાયા, જીવ, અહંભાવ એ બધાંને સાંકળે છે. | સમજૂતી : છેવટે ચિત્ત અને કાયારૂપી ધજા એેવો અન્વય થાય છે એ બહુ અર્થપૂર્ણ લાગતો નથી. ઉપરાંત પછીથી ૩૬૩મી કડીમાં ચિત્તને (ધજાનું) લાકડું અને અહંભાવને વસ્ત્ર કહ્યું છે. કાયા એટલે દેહભાવ એમ કરીએ તો કદાચ રૂપક સંગત બને. ૩૬૨મી કડીમાં કાલવાયુથી અથડાતી વસ્તુ તે ‘જીવ’ કહી છે. એટલે ધજા સાથે અખાજી ચિત્ત, કાયા, જીવ, અહંભાવ એ બધાંને સાંકળે છે. | ||
કાલવાય વ્હાતો નવ્ય રહે, અને જીવ ધકા ખાતો નવ્ય રહે, | {{Poem2Close}} | ||
તો તે માહારે કરવું ક્યમ, માહરી તો ભાગી અતિ ગમ્ય. ૩૬૨ | {{Block center|<poem>કાલવાય વ્હાતો નવ્ય રહે, અને જીવ ધકા ખાતો નવ્ય રહે, | ||
તો તે માહારે કરવું ક્યમ, માહરી તો ભાગી અતિ ગમ્ય. ૩૬૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
કાલરૂપી વાયુ વહ્યા વિના રહેતો નથી અને તેથી જીવ ધક્કા ખાધા વિના રહેતો નથી. તો હવે મારે શું કરવું? મારી તો બુદ્ધિ સાવ નષ્ટ થઈ ગઈ છે. | કાલરૂપી વાયુ વહ્યા વિના રહેતો નથી અને તેથી જીવ ધક્કા ખાધા વિના રહેતો નથી. તો હવે મારે શું કરવું? મારી તો બુદ્ધિ સાવ નષ્ટ થઈ ગઈ છે. | ||
વિચાર કહે ધજા જો કોહી પડે, તો મારુત વલતો શે આથડે, | {{Poem2Close}} | ||
જ્યારે હૂંસરૂપી વસ્ત્ર જ સડ્યું, ત્યારે ચિત્તરૂપિયું રહ્યું લાકડું. ૩૬૩ | {{Block center|<poem>વિચાર કહે ધજા જો કોહી પડે, તો મારુત વલતો શે આથડે, | ||
જ્યારે હૂંસરૂપી વસ્ત્ર જ સડ્યું, ત્યારે ચિત્તરૂપિયું રહ્યું લાકડું. ૩૬૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : જો ધજા સડીને પડી જાય તો પછીથી પવન કેવી રીતે અથડાય? જ્યારે અહંભાવરૂપી વસ્ત્ર જ સડી જાય ત્યારે ચિત્તરૂપી લાકડું રહે છે. | વિચાર કહે છે : જો ધજા સડીને પડી જાય તો પછીથી પવન કેવી રીતે અથડાય? જ્યારે અહંભાવરૂપી વસ્ત્ર જ સડી જાય ત્યારે ચિત્તરૂપી લાકડું રહે છે. | ||
સમજૂતી : અહંભાવ વિનાનું ચિત્ત તે ચિદ્ – ચૈતન્યસ્વરૂપ છે તેથી પછીની કડીમાં ‘વસ્તુમય’ થયાની વાત આવે છે. અહીં ચિત્ત એના મૂળ સ્વરૂપે-ચિદ્રૂપે અવશેષ રહે છે એમ અર્થ સમજવો જોઈએ. | સમજૂતી : અહંભાવ વિનાનું ચિત્ત તે ચિદ્ – ચૈતન્યસ્વરૂપ છે તેથી પછીની કડીમાં ‘વસ્તુમય’ થયાની વાત આવે છે. અહીં ચિત્ત એના મૂળ સ્વરૂપે-ચિદ્રૂપે અવશેષ રહે છે એમ અર્થ સમજવો જોઈએ. | ||
કાલવાયુ તેહેને શું કરે, ઘૂમે ઘણો પણ કોણ આચરે, | {{Poem2Close}} | ||
ત્યમ તુજ વિષે ઉપજણ્ય ગઈ, ત્યારે તું રહ્યો વસ્તુમય થઈ. ૩૬૪ | {{Block center|<poem>કાલવાયુ તેહેને શું કરે, ઘૂમે ઘણો પણ કોણ આચરે, | ||
ત્યમ તુજ વિષે ઉપજણ્ય ગઈ, ત્યારે તું રહ્યો વસ્તુમય થઈ. ૩૬૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
કાલવાયુ તેને શું કરી શકે? એ ઘણું ઘૂમે છે પણ શું કરે? તેમ તારામાંથી ઊપજેલું તત્ત્વ (એટલે કે અહંભાવ) ગયું ત્યારે તું બ્રહ્મરૂપ થઈને રહ્યો. | કાલવાયુ તેને શું કરી શકે? એ ઘણું ઘૂમે છે પણ શું કરે? તેમ તારામાંથી ઊપજેલું તત્ત્વ (એટલે કે અહંભાવ) ગયું ત્યારે તું બ્રહ્મરૂપ થઈને રહ્યો. | ||
તે વસ્તુ તાં સ્વે ગુરુ મહારાજ, તેહેને સેવ્યે સીઝે કાજ, | {{Poem2Close}} | ||
તેહેને કાલવાયુ ચાલવી નવ્ય શકે, જે ગુરુને સેવે એહવે થકે. ૩૬૫ | {{Block center|<poem>તે વસ્તુ તાં સ્વે ગુરુ મહારાજ, તેહેને સેવ્યે સીઝે કાજ, | ||
તેહેને કાલવાયુ ચાલવી નવ્ય શકે, જે ગુરુને સેવે એહવે થકે. ૩૬૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
એ બ્રહ્મ(મયતા) તે પોતે ગુરુ છે. તેની સેવા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. જે આવા થઈને ગુરુની સેવા કરે છે એને કાલવાયુ ચલિત કરી શકતો નથી. | એ બ્રહ્મ(મયતા) તે પોતે ગુરુ છે. તેની સેવા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. જે આવા થઈને ગુરુની સેવા કરે છે એને કાલવાયુ ચલિત કરી શકતો નથી. | ||
સમજૂતી : બ્રહ્મમય આત્મસ્વરૂપને જ અખાજી ગુરુ કહેતા હોય એમ સમજાય છે. | સમજૂતી : બ્રહ્મમય આત્મસ્વરૂપને જ અખાજી ગુરુ કહેતા હોય એમ સમજાય છે. | ||
જ્યાંહાં કાચી સેવા ત્યાંહાં કાચું જ્ઞાન, જ્યમ ઔષધ વિના અનુપાન, | {{Poem2Close}} | ||
કાચી ભક્તિ તે લક્ષણહીણ, તેહેની પ્રજ્ઞા હોએ [૩૩ખ] ખીણ. ૩૬૬ | {{Block center|<poem>જ્યાંહાં કાચી સેવા ત્યાંહાં કાચું જ્ઞાન, જ્યમ ઔષધ વિના અનુપાન, | ||
કાચી ભક્તિ તે લક્ષણહીણ, તેહેની પ્રજ્ઞા હોએ [૩૩ખ] ખીણ. ૩૬૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
જ્યાં સેવા કાચી હોય ત્યાં જ્ઞાન પણ કાચું હોય છે, જેમ અનુપાન વિનાનું ઔષધ હોય છે. કાચી ભક્તિ તે ભક્તિના વિશિષ્ટ લક્ષણ – ગુણધર્મ વિનાની છે અને તેવા માણસની પ્રજ્ઞા ક્ષીણ થાય છે. | જ્યાં સેવા કાચી હોય ત્યાં જ્ઞાન પણ કાચું હોય છે, જેમ અનુપાન વિનાનું ઔષધ હોય છે. કાચી ભક્તિ તે ભક્તિના વિશિષ્ટ લક્ષણ – ગુણધર્મ વિનાની છે અને તેવા માણસની પ્રજ્ઞા ક્ષીણ થાય છે. | ||
પ્રજ્ઞાવંત પુરુષ ત્યાં તેહે જ, જેહેને ગુરુ સાથે બહુ હેજ, | {{Poem2Close}} | ||
કાલરૂપિયું દવ પરજલે, જે ન્હાસી પેસે ગુરુહામજલે. ૩૬૭ | {{Block center|<poem>પ્રજ્ઞાવંત પુરુષ ત્યાં તેહે જ, જેહેને ગુરુ સાથે બહુ હેજ, | ||
કાલરૂપિયું દવ પરજલે, જે ન્હાસી પેસે ગુરુહામજલે. ૩૬૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેને ગુરુ સાથે ખૂબ હેત હોય તે પ્રજ્ઞાવંત પુરુષ છે અને જે કાળરૂપી દવ સળગે છે ત્યારે નાસી જઈને ગુરુના સામર્થ્યરૂપી જળમાં પ્રવેશ કરે છે – | જેને ગુરુ સાથે ખૂબ હેત હોય તે પ્રજ્ઞાવંત પુરુષ છે અને જે કાળરૂપી દવ સળગે છે ત્યારે નાસી જઈને ગુરુના સામર્થ્યરૂપી જળમાં પ્રવેશ કરે છે – | ||
તેહેને પરાભવ ન કરે લાઇ, જે લહે સદગુરુમહિમાઇ, | {{Poem2Close}} | ||
ગુરુ કૈવલ્ય ને કૈવલ્ય ગુરુ, હું કૈવલ્ય માંહાં રહ્યો ઊચરું. ૩૬૮ | {{Block center|<poem>તેહેને પરાભવ ન કરે લાઇ, જે લહે સદગુરુમહિમાઇ, | ||
ગુરુ કૈવલ્ય ને કૈવલ્ય ગુરુ, હું કૈવલ્ય માંહાં રહ્યો ઊચરું. ૩૬૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
અને જે સદ્ગુરુનો મહિમા સમજે છે તેનો નાશ અગ્નિ કરી શકતો નથી. ગુરુ જ કૈવલ્ય છે અને કૈવલ્ય જ ગુરુ છે. હું કૈવલ્યમાં રહીને બોલું છું. | અને જે સદ્ગુરુનો મહિમા સમજે છે તેનો નાશ અગ્નિ કરી શકતો નથી. ગુરુ જ કૈવલ્ય છે અને કૈવલ્ય જ ગુરુ છે. હું કૈવલ્યમાં રહીને બોલું છું. | ||
ચિત્ત કહે છે ઘણી વાતના ગુરુ મેં લહ્યા, તે તો પરપંચના પરપંચ માંહાં રહ્યા, | {{Poem2Close}} | ||
જે વિદ્યા જે ગુરુથી લહી, તે કલાનો તે ગુરુ સહી. ૩૬૯ | {{Block center|<poem>ચિત્ત કહે છે ઘણી વાતના ગુરુ મેં લહ્યા, તે તો પરપંચના પરપંચ માંહાં રહ્યા, | ||
જે વિદ્યા જે ગુરુથી લહી, તે કલાનો તે ગુરુ સહી. ૩૬૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : મેં ઘણી બાબતના ગુરુ જોયા છે. તે બધા તો પ્રપંચના પ્રપંચમાં જ રહ્યા છે. જે વિદ્યા જે ગુરુથી પ્રાપ્ત કરી તે કલાનો તે ગુરુ. | ચિત્ત કહે છે : મેં ઘણી બાબતના ગુરુ જોયા છે. તે બધા તો પ્રપંચના પ્રપંચમાં જ રહ્યા છે. જે વિદ્યા જે ગુરુથી પ્રાપ્ત કરી તે કલાનો તે ગુરુ. | ||
વેદવિદ્યા ચૌરજ્ય પરજંત, જે જે કરતવ્ય આચરે જંત, | {{Poem2Close}} | ||
તે તે વાતનો ગુરુ ત્યાં હોઇ, તે ત્યાંહાં નિશે વસા સોઇ. ૩૭૦ | {{Block center|<poem>વેદવિદ્યા ચૌરજ્ય પરજંત, જે જે કરતવ્ય આચરે જંત, | ||
તે તે વાતનો ગુરુ ત્યાં હોઇ, તે ત્યાંહાં નિશે વસા સોઇ. ૩૭૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
વેદવિદ્યાથી માંડીને ચૌર્ય સુધીનાં જે જે કર્મ જીવ કરે છે તે દરેક બાબતના ગુરુ હોય છે. જે-તે બાબતમાં જે-તે ગુરુ એ સો ટકા નિશ્ચિત વાત. | વેદવિદ્યાથી માંડીને ચૌર્ય સુધીનાં જે જે કર્મ જીવ કરે છે તે દરેક બાબતના ગુરુ હોય છે. જે-તે બાબતમાં જે-તે ગુરુ એ સો ટકા નિશ્ચિત વાત. | ||
તું તે કીયો સત્ય રાખે છે ગુરુ, મોરું જાણવું મેં ઊચરું, | {{Poem2Close}} | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, જ્યારે અરભક જનમે માત. ૩૭૧ | {{Block center|<poem>તું તે કીયો સત્ય રાખે છે ગુરુ, મોરું જાણવું મેં ઊચરું, | ||
હું જે જાણું છું તે મેં કહ્યું. તું કયા ગુરુને સત્ય માને છે? વિચાર કહે છે : ચિત્ત મારી વાત સાંભળ. જ્યારે માતાને બાળક જન્મે છે – | વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, જ્યારે અરભક જનમે માત. ૩૭૧</poem>}} | ||
પરસવતાં ખેવ કરે પયપાન, ત્યારે જે ગુરુ આપે છે જ્ઞાન, | {{Poem2Open}} | ||
તે ગુરુ તો સાથ્યે છે સદા, [૩૪ક] બીજા ગુરુ તેહેના બુદબુદા. ૩૭૨ | હું જે જાણું છું તે મેં કહ્યું. તું કયા ગુરુને સત્ય માને છે? વિચાર કહે છે : ચિત્ત મારી વાત સાંભળ. જ્યારે માતાને બાળક જન્મે છે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>પરસવતાં ખેવ કરે પયપાન, ત્યારે જે ગુરુ આપે છે જ્ઞાન, | |||
તે ગુરુ તો સાથ્યે છે સદા, [૩૪ક] બીજા ગુરુ તેહેના બુદબુદા. ૩૭૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
–ત્યારે જન્મતાંની સાથે જ પયપાન કરે છે. એ વખતે જે ગુરુ જ્ઞાન આપે છે તે ગુરુ તો હંમેશાં સાથે છે. બીજા ગુરુ તેના પરપોટા સમાન છે. | –ત્યારે જન્મતાંની સાથે જ પયપાન કરે છે. એ વખતે જે ગુરુ જ્ઞાન આપે છે તે ગુરુ તો હંમેશાં સાથે છે. બીજા ગુરુ તેના પરપોટા સમાન છે. | ||
ચિત્ત કહે એ તો છે જ સુભાવ, જંત્રભેદ ચાલ્યો જાએ સાવ, | {{Poem2Close}} | ||
જોની દ્રુમ ક્યમ પીએ છે નીર, અવનીનું શોષે છે હીર. ૩૭૩ | {{Block center|<poem>ચિત્ત કહે એ તો છે જ સુભાવ, જંત્રભેદ ચાલ્યો જાએ સાવ, | ||
જોની દ્રુમ ક્યમ પીએ છે નીર, અવનીનું શોષે છે હીર. ૩૭૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : બાળકનો એ તો સ્વભાવ જ છે. પદાર્થની ક્રિયા એની મેળે ચાલ્યા કરે છે. જો, વૃક્ષ પાણી કેવી રીતે પીએ છે અને પૃથ્વીનું હીર શોષે છે. | ચિત્ત કહે છે : બાળકનો એ તો સ્વભાવ જ છે. પદાર્થની ક્રિયા એની મેળે ચાલ્યા કરે છે. જો, વૃક્ષ પાણી કેવી રીતે પીએ છે અને પૃથ્વીનું હીર શોષે છે. | ||
મુક્તા નર માદા કને જાઇ, સંપુટ પેસી એકઠો થાઇ, | {{Poem2Close}} | ||
અંબુજ અર્કને સાહામું ક્યમ રહે, એ સહુ સહજ સુભાવે વહે. ૩૭૪ | {{Block center|<poem>મુક્તા નર માદા કને જાઇ, સંપુટ પેસી એકઠો થાઇ, | ||
અંબુજ અર્કને સાહામું ક્યમ રહે, એ સહુ સહજ સુભાવે વહે. ૩૭૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
નર-મોતી માદા-મોતીની પાસે જાય છે અને સંપુટમાં પેસીને એને મળે છે. કમળ સૂર્યની સામે કેમ રહે છે? આ બધું સહજ સ્વભાવે ચાલે છે. | નર-મોતી માદા-મોતીની પાસે જાય છે અને સંપુટમાં પેસીને એને મળે છે. કમળ સૂર્યની સામે કેમ રહે છે? આ બધું સહજ સ્વભાવે ચાલે છે. | ||
સમજૂતી : મોતી વિશે એમ કહેવાય છે કે તેમાં નર-માદા બે પ્રકાર હોય છે અને નર-માદા મોતીને જુદા પાડવામાં આવે તોપણ ભેગા થઈ જાય છે. | સમજૂતી : મોતી વિશે એમ કહેવાય છે કે તેમાં નર-માદા બે પ્રકાર હોય છે અને નર-માદા મોતીને જુદા પાડવામાં આવે તોપણ ભેગા થઈ જાય છે. | ||
વિચાર કહે તું એમ મ ગણેશ, એ લૂખો લક્ષ તું પરો કરેશ, | {{Poem2Close}} | ||
જે અવાચ્યનો એ છે જ સુભાવ, તે છે ગુરુ સતંતર સાવ. ૩૭૫ | {{Block center|<poem>વિચાર કહે તું એમ મ ગણેશ, એ લૂખો લક્ષ તું પરો કરેશ, | ||
જે અવાચ્યનો એ છે જ સુભાવ, તે છે ગુરુ સતંતર સાવ. ૩૭૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : તું એમ ન ગણીશ. એ સાર વિનાના દ્રષ્ટિબિંદુને તું દૂર કર. અવાચ્ય બ્રહ્મનો જ એ સ્વભાવ છે અને તે જ સાવ સ્વતંત્ર ગુરુ છે. | વિચાર કહે છે : તું એમ ન ગણીશ. એ સાર વિનાના દ્રષ્ટિબિંદુને તું દૂર કર. અવાચ્ય બ્રહ્મનો જ એ સ્વભાવ છે અને તે જ સાવ સ્વતંત્ર ગુરુ છે. | ||
ચિત્ત કહે ગુરુ જો એમ છે, તે અંતર માંહાંથી જ કાં નવ્ય કહે, | {{Poem2Close}} | ||
બાહાજ્ય ગુરુ કાં કરવો પડે, તું જ કહે છે પ્રાપત્ય ગુરુ સેવ્યા વડે. ૩૭૬ | {{Block center|<poem>ચિત્ત કહે ગુરુ જો એમ છે, તે અંતર માંહાંથી જ કાં નવ્ય કહે, | ||
બાહાજ્ય ગુરુ કાં કરવો પડે, તું જ કહે છે પ્રાપત્ય ગુરુ સેવ્યા વડે. ૩૭૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : ગુરુ જો એમ જ છે તો તે અંતરમાંથી જ કેમ કહેતા નથી? બાહ્ય ગુરુ શા માટે કરવા પડે છે? અને તું જ કહે છે કે પ્રાપ્તિ તો ગુરુને સેવ્યાથી છે. | ચિત્ત કહે છે : ગુરુ જો એમ જ છે તો તે અંતરમાંથી જ કેમ કહેતા નથી? બાહ્ય ગુરુ શા માટે કરવા પડે છે? અને તું જ કહે છે કે પ્રાપ્તિ તો ગુરુને સેવ્યાથી છે. | ||
સેવાએ તો જો હોએ સરૂપ, તે ત્યાં ગુરુને પરઠ્યો અરૂપ, | {{Poem2Close}} | ||
વિચાર કહે ગુરુ ત્યેં જોયો નથી જતો, પણ ગુરુ તો પ્રત્યક્ષ દીસે છે છતો. ૩૭૭ | {{Block center|<poem>સેવાએ તો જો હોએ સરૂપ, તે ત્યાં ગુરુને પરઠ્યો અરૂપ, | ||
વિચાર કહે ગુરુ ત્યેં જોયો નથી જતો, પણ ગુરુ તો પ્રત્યક્ષ દીસે છે છતો. ૩૭૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેને રૂપ છે તેની જ સેવા થઈ શકે. ગુરુ તો અરૂપ હોવાનો નિશ્ચય કર્યો છે. વિચાર કહે : એ ગુરુ દેખવામાં આવતો નથી પણ ગુરુનું અસ્તિત્વ અનુભવગમ્ય બને છે. | જેને રૂપ છે તેની જ સેવા થઈ શકે. ગુરુ તો અરૂપ હોવાનો નિશ્ચય કર્યો છે. વિચાર કહે : એ ગુરુ દેખવામાં આવતો નથી પણ ગુરુનું અસ્તિત્વ અનુભવગમ્ય બને છે. | ||
એ ઉપર તુંને કહું દ્રષ્ટાંત, તે સોલે અંશે માને તંત, | {{Poem2Close}} | ||
જ્યમ સૂર્યધામ કોએ જોવા કરે, પણ જોઈ ન શકે મહાતેજ આકરે. ૩૭૮ | {{Block center|<poem>એ ઉપર તુંને કહું દ્રષ્ટાંત, તે સોલે અંશે માને તંત, | ||
જ્યમ સૂર્યધામ કોએ જોવા કરે, પણ જોઈ ન શકે મહાતેજ આકરે. ૩૭૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
એ ઉપર તને એક દૃષ્ટાંત કહું, તેને પૂરેપૂરું સાચું માન. જેમ સૂર્યના વૈભવને જોવાનો કોઈ પ્રયત્ન કરે તો તેના આકરા મહાતેજને કારણે તેને તે જોઈ ન શકે – | એ ઉપર તને એક દૃષ્ટાંત કહું, તેને પૂરેપૂરું સાચું માન. જેમ સૂર્યના વૈભવને જોવાનો કોઈ પ્રયત્ન કરે તો તેના આકરા મહાતેજને કારણે તેને તે જોઈ ન શકે – | ||
તે તલે માંડે જલનું પાત્ર, તે માંહે પ્રતિબિંબ રવિ સાક્ષાત, | {{Poem2Close}} | ||
જ્યારે દીઠો પરત્યક્ષ અર્ક, ત્યારે ગયો સંશેનો તર્ક. ૩૭૯ | {{Block center|<poem>તે તલે માંડે જલનું પાત્ર, તે માંહે પ્રતિબિંબ રવિ સાક્ષાત, | ||
જ્યારે દીઠો પરત્યક્ષ અર્ક, ત્યારે ગયો સંશેનો તર્ક. ૩૭૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
– તેની નીચે તે જળનું વાસણ મૂકે છે તેમાં સૂર્યનું સાક્ષાત્ પ્રતિબિંબ પડે છે. જ્યારે સૂર્યને પ્રત્યક્ષ જોયો ત્યારે સંશયબુદ્ધિ પણ જતી રહી. | – તેની નીચે તે જળનું વાસણ મૂકે છે તેમાં સૂર્યનું સાક્ષાત્ પ્રતિબિંબ પડે છે. જ્યારે સૂર્યને પ્રત્યક્ષ જોયો ત્યારે સંશયબુદ્ધિ પણ જતી રહી. | ||
બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, ત્યમ ગુરુ જોતાં ગોવિંદ નીમડે, | {{Poem2Close}} | ||
તે પ્રતિબિંબ તાં ઝલકે બહુ, તે માટે ગુરુ ગોવિંદ કહું. ૩૮૦ | {{Block center|<poem>બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, ત્યમ ગુરુ જોતાં ગોવિંદ નીમડે, | ||
તે પ્રતિબિંબ તાં ઝલકે બહુ, તે માટે ગુરુ ગોવિંદ કહું. ૩૮૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
અહીં પ્રતિબિંબ વડે બિંબ જોવાય છે, તેવી રીતે ગુરુને જોવાથી ગોવિંદ પ્રતીત થાય. તે પ્રતિબિંબ ત્યાં બહુ પ્રકાશે છે માટે જ ગુરુને ગોવિંદ કહું છું. | અહીં પ્રતિબિંબ વડે બિંબ જોવાય છે, તેવી રીતે ગુરુને જોવાથી ગોવિંદ પ્રતીત થાય. તે પ્રતિબિંબ ત્યાં બહુ પ્રકાશે છે માટે જ ગુરુને ગોવિંદ કહું છું. | ||
અર્ક્ક આકાશ ને પ્રતિબિંબ ધરા, પણ લક્ષે જોતાં એક જ ખરા, | {{Poem2Close}} | ||
ગુરુ તે જે એમ વીત્રેક, તે ગુરુ સદા સતંતર છેક. ૩૮૧ | {{Block center|<poem>અર્ક્ક આકાશ ને પ્રતિબિંબ ધરા, પણ લક્ષે જોતાં એક જ ખરા, | ||
ગુરુ તે જે એમ વીત્રેક, તે ગુરુ સદા સતંતર છેક. ૩૮૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
સૂર્ય આકાશમાં છે અને પ્રતિબિંબ પૃથ્વી પર છે પણ અંતે જોતાં બંને એક જ છે. ગુરુ જે એમ (બ્રહ્મથી) જુદા દેખાય છે તે વસ્તુતઃ સદા સ્વતંત્ર (બ્રહ્મરૂપ) છે. | સૂર્ય આકાશમાં છે અને પ્રતિબિંબ પૃથ્વી પર છે પણ અંતે જોતાં બંને એક જ છે. ગુરુ જે એમ (બ્રહ્મથી) જુદા દેખાય છે તે વસ્તુતઃ સદા સ્વતંત્ર (બ્રહ્મરૂપ) છે. | ||
એમ શિષ્યને દેખાડે આપ, તે સદગુરુનો રાખે થા૫, | {{Poem2Close}} | ||
ચિત્ત કહે બીજા ગુરુ બીજી વાતના, મંત્ર જંત્ર ઔષધ ધાતના. ૩૮૨ | {{Block center|<poem>એમ શિષ્યને દેખાડે આપ, તે સદગુરુનો રાખે થા૫, | ||
ચિત્ત કહે બીજા ગુરુ બીજી વાતના, મંત્ર જંત્ર ઔષધ ધાતના. ૩૮૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
એમ જે શિષ્યને પોતાનું આત્મસ્વરૂપ દેખાડે છે તે સદ્ગુરુ તરીકે સ્થાપિત – પ્રતિષ્ઠિત થાય છે. ચિત્ત કહે છે : બીજા ગુરુ બીજી બાબતોના હોય છે. મંત્રના, યંત્રના, ઔષધના, ધાતુના – | એમ જે શિષ્યને પોતાનું આત્મસ્વરૂપ દેખાડે છે તે સદ્ગુરુ તરીકે સ્થાપિત – પ્રતિષ્ઠિત થાય છે. ચિત્ત કહે છે : બીજા ગુરુ બીજી બાબતોના હોય છે. મંત્રના, યંત્રના, ઔષધના, ધાતુના – | ||
વિદ્યા અવિદ્યાના દાતાર, તેહેનું શું કહે છે વિચાર, | {{Poem2Close}} | ||
વિચાર કહે પરપંચના જે ગુરુ, તેહેનું જોતાં માથાસરું. ૩૮૩ | {{Block center|<poem>વિદ્યા અવિદ્યાના દાતાર, તેહેનું શું કહે છે વિચાર, | ||
વિદ્યા અવિદ્યાનાં દેનારા. વિચાર તેને વિશે તું શું કહે છે? વિચાર કહે છે : જગત પ્રપંચના જે ગુરુ છે તેનું મથાળું (માથેનો આધાર) જોતાં જણાય છે કે – | વિચાર કહે પરપંચના જે ગુરુ, તેહેનું જોતાં માથાસરું. ૩૮૩</poem>}} | ||
[૩૫ક]પ્રેરક તે તેહેનો અવાચ્ય, પણ સપન સરીખું જાણી રાચ્ય, | {{Poem2Open}} | ||
જ્યમ કોડી નિશાણીએ દ્રવ્ય તે ખરો, તેણે ક્રયવિક્રય સહુકો આચરો. ૩૮૪ | વિદ્યા અવિદ્યાનાં દેનારા. વિચાર તેને વિશે તું શું કહે છે? વિચાર કહે છે : જગત પ્રપંચના જે ગુરુ છે તેનું મથાળું (માથેનો આધાર) જોતાં જણાય છે કે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>[૩૫ક]પ્રેરક તે તેહેનો અવાચ્ય, પણ સપન સરીખું જાણી રાચ્ય, | |||
જ્યમ કોડી નિશાણીએ દ્રવ્ય તે ખરો, તેણે ક્રયવિક્રય સહુકો આચરો. ૩૮૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
– તેનો પ્રેરક તો અવાચ્ય બ્રહ્મ છે. પણ એને સ્વપ્ન જેવું જાણીને તું રહે. જેમ કોડી એના લક્ષણથી દ્રવ્ય છે અને એનાથી સૌ કોઈ ક્રયવિક્રય –ખરીદવેચાણ કરે છે – | – તેનો પ્રેરક તો અવાચ્ય બ્રહ્મ છે. પણ એને સ્વપ્ન જેવું જાણીને તું રહે. જેમ કોડી એના લક્ષણથી દ્રવ્ય છે અને એનાથી સૌ કોઈ ક્રયવિક્રય –ખરીદવેચાણ કરે છે – | ||
પણ પાત્ર ન ઘડાએ ગાલ્યે થકે, ના કો મુદ્રા પાડી શકે, | {{Poem2Close}} | ||
ત્યમ પરપંચ લગી કાજગરી વાત, પણ નીપજ ન હોએ તેથી સાક્ષાત. ૩૮૫ | {{Block center|<poem>પણ પાત્ર ન ઘડાએ ગાલ્યે થકે, ના કો મુદ્રા પાડી શકે, | ||
ત્યમ પરપંચ લગી કાજગરી વાત, પણ નીપજ ન હોએ તેથી સાક્ષાત. ૩૮૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
પણ તેને ગાળવાથી પાત્ર ઘડાતું નથી કે તેમાંથી કોઈ સિક્કો પણ બનાવી શકાતો નથી. તેવી રીતે જગતપ્રપંચને લાગેવળગે છે ત્યાં સુધી એ બધા ગુરુઓ કાર્ય કરે છે – કામમાં આવે છે પણ તેથી મૂળ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી. | પણ તેને ગાળવાથી પાત્ર ઘડાતું નથી કે તેમાંથી કોઈ સિક્કો પણ બનાવી શકાતો નથી. તેવી રીતે જગતપ્રપંચને લાગેવળગે છે ત્યાં સુધી એ બધા ગુરુઓ કાર્ય કરે છે – કામમાં આવે છે પણ તેથી મૂળ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી. | ||
ચિત્ત કહે પ્રશ્ન એક ઊપજે છે મુને, જે ત્યેં તાં ગુરુ દેખાડ્યો કેહેને, | {{Poem2Close}} | ||
પણ પ્રથમ તેં રાખ્યો છે થાપ, જે કરવી જ કરવી ભક્તિ સહી બાપ. ૩૮૬ | {{Block center|<poem>ચિત્ત કહે પ્રશ્ન એક ઊપજે છે મુને, જે ત્યેં તાં ગુરુ દેખાડ્યો કેહેને, | ||
પણ પ્રથમ તેં રાખ્યો છે થાપ, જે કરવી જ કરવી ભક્તિ સહી બાપ. ૩૮૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન ઊપજે છે કે તેં તો ગુરુને સાક્ષાત્ બતાવ્યો. પણ પહેલાં તેં એવી સ્થાપના કરી હતી કે ભક્તિ તો કરવી જ જોઈએ. | ચિત્ત કહે છે : મને એક પ્રશ્ન ઊપજે છે કે તેં તો ગુરુને સાક્ષાત્ બતાવ્યો. પણ પહેલાં તેં એવી સ્થાપના કરી હતી કે ભક્તિ તો કરવી જ જોઈએ. | ||
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘ગુરુ’ને સ્થાને ક ગ સિવાયની હપ્ર ‘વસ્તુ’ પાઠ આપે છે પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવો જરૂરી લાગ્યો નથી કેમકે અખાજીએ હમણાં જ ગુરુ અને બ્રહ્મની એકતા સ્થાપિત કરી છે જેથી અહીં ગુરુ એટલે ગુરુ બ્રહ્મ એવો અર્થ લઈ શકાય તેમ છે. આ જ ચરણમાં ક ગ હપ્ર ‘કેહેને’ પાઠ આપે છે ત્યારે અન્ય હપ્ર ‘કહને’ ‘કને’ વગેરે પાઠ આપે છે. ‘કેહેને’ એ ‘કને’ના અર્થમાં જ છે અને એ ક ગ હપ્રની લેખનખાસિયત છે એમ ગણ્યું છે. | પાઠચર્ચા : બીજા ચરણમાં ‘ગુરુ’ને સ્થાને ક ગ સિવાયની હપ્ર ‘વસ્તુ’ પાઠ આપે છે પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવો જરૂરી લાગ્યો નથી કેમકે અખાજીએ હમણાં જ ગુરુ અને બ્રહ્મની એકતા સ્થાપિત કરી છે જેથી અહીં ગુરુ એટલે ગુરુ બ્રહ્મ એવો અર્થ લઈ શકાય તેમ છે. આ જ ચરણમાં ક ગ હપ્ર ‘કેહેને’ પાઠ આપે છે ત્યારે અન્ય હપ્ર ‘કહને’ ‘કને’ વગેરે પાઠ આપે છે. ‘કેહેને’ એ ‘કને’ના અર્થમાં જ છે અને એ ક ગ હપ્રની લેખનખાસિયત છે એમ ગણ્યું છે. | ||
હવે તે વચન તે ક્યાંહાં બેસશે, જે બહુ પિંડ્યે તું કહે છે રસે, | {{Poem2Close}} | ||
નવધા સુધી કહી ત્યેં ભક્તિ, એક એકની નવનવ જુક્તિ. ૩૮૭ | {{Block center|<poem>હવે તે વચન તે ક્યાંહાં બેસશે, જે બહુ પિંડ્યે તું કહે છે રસે, | ||
નવધા સુધી કહી ત્યેં ભક્તિ, એક એકની નવનવ જુક્તિ. ૩૮૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
હવે તે વચન જેમાં બહુ પિંડ – રૂપવાળી ભક્તિની વાત તું રસપૂર્વક (= ભારપૂર્વક) કહે છે તે ક્યાંથી બેસશે? નવધા સુધીની ભક્તિ તેં કહી છે તે દરેકની નવીનવી રીત – પ્રકાર છે. | હવે તે વચન જેમાં બહુ પિંડ – રૂપવાળી ભક્તિની વાત તું રસપૂર્વક (= ભારપૂર્વક) કહે છે તે ક્યાંથી બેસશે? નવધા સુધીની ભક્તિ તેં કહી છે તે દરેકની નવીનવી રીત – પ્રકાર છે. | ||
સમજૂતી : બીજા ચરણનો અર્થ કડી ૩૮૯ના સંદર્ભમાં જોઈએ ત્યારે એવો સમજાય છે કે ભક્તિમાં જુદાજુદા વેશ, ક્રિયા વગેરેનો આશ્રય લેવામાં આવે છે તેને કવિ ‘બહુપિંડત્વ’ એટલે કે વિવિધરૂપ હોવાપણું ગણે છે. | સમજૂતી : બીજા ચરણનો અર્થ કડી ૩૮૯ના સંદર્ભમાં જોઈએ ત્યારે એવો સમજાય છે કે ભક્તિમાં જુદાજુદા વેશ, ક્રિયા વગેરેનો આશ્રય લેવામાં આવે છે તેને કવિ ‘બહુપિંડત્વ’ એટલે કે વિવિધરૂપ હોવાપણું ગણે છે. | ||
અર્ચન વંદન કીરતન કરે, પાદસેવના અર્ચન આચરે, | {{Poem2Close}} | ||
સમરણ દાસ્યત્વ બહુ ભેદ, સખાભાવ આતમનૈવેદ. ૩૮૮ | {{Block center|<poem>અર્ચન વંદન કીરતન કરે, પાદસેવના અર્ચન આચરે, | ||
સમરણ દાસ્યત્વ બહુ ભેદ, સખાભાવ આતમનૈવેદ. ૩૮૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
અર્ચન, વંદન, કીર્તન કરે, પાદસેવન પૂજન આચરે, ઉપરાંત સ્મરણ, દાસત્વ, સખાભાવ, આત્મનિવેદન વગેરે પ્રકારે ભક્તિ રહેલી છે. | અર્ચન, વંદન, કીર્તન કરે, પાદસેવન પૂજન આચરે, ઉપરાંત સ્મરણ, દાસત્વ, સખાભાવ, આત્મનિવેદન વગેરે પ્રકારે ભક્તિ રહેલી છે. | ||
સમજૂતી : ભક્તિના નવ પ્રકાર આ પ્રમાણે છે : શ્રવણ, વંદન, કીર્તન, પાદસેવન, અર્ચન, સ્મરણ, દાસત્વ, સખ્યત્વ અને આત્મનિવેદન. એમાંથી શ્રવણ અહીં ચુકાઈ ગયેલ છે અને એને સ્થાને અર્ચન બે વાર આવેલ છે. | સમજૂતી : ભક્તિના નવ પ્રકાર આ પ્રમાણે છે : શ્રવણ, વંદન, કીર્તન, પાદસેવન, અર્ચન, સ્મરણ, દાસત્વ, સખ્યત્વ અને આત્મનિવેદન. એમાંથી શ્રવણ અહીં ચુકાઈ ગયેલ છે અને એને સ્થાને અર્ચન બે વાર આવેલ છે. | ||
એકાશી સુધી તેં લખી, ત્યારે તેં કહી[૩પખ] પરસી પારખી, | {{Poem2Close}} | ||
બહુ પિંડ્યે આચરણહારા, વેષ ક્રિયા વિધ્યવિધ આચારા. ૩૮૯ | {{Block center|<poem>એકાશી સુધી તેં લખી, ત્યારે તેં કહી[૩પખ] પરસી પારખી, | ||
બહુ પિંડ્યે આચરણહારા, વેષ ક્રિયા વિધ્યવિધ આચારા. ૩૮૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
એક્યાસી સુધીની (ભક્તિ) તેં વર્ણવી – આલેખી ત્યારે તેં એને શું તપાસીને સ્વીકારી છે? એમાં તો અનેક રૂપનું આચરણ થાય છે કેમકે, વેશ, ક્રિયાના વિવિધ આચારનો એમાં આશ્રય લેવાય છે. | એક્યાસી સુધીની (ભક્તિ) તેં વર્ણવી – આલેખી ત્યારે તેં એને શું તપાસીને સ્વીકારી છે? એમાં તો અનેક રૂપનું આચરણ થાય છે કેમકે, વેશ, ક્રિયાના વિવિધ આચારનો એમાં આશ્રય લેવાય છે. | ||
તે ત્યેં શું જાણીને કહ્યું, વસ્તુ વિષે તો કાંઈ કેહેવા નવ્ય રહ્યું, | {{Poem2Close}} | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, મેં કહ્યું તેહેનો અભિપ્રાઇ. ૩૯૦ | {{Block center|<poem>તે ત્યેં શું જાણીને કહ્યું, વસ્તુ વિષે તો કાંઈ કેહેવા નવ્ય રહ્યું, | ||
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, મેં કહ્યું તેહેનો અભિપ્રાઇ. ૩૯૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
તો તે તેં શું જાણીને કહ્યું? વસ્તુ એટલે કે બ્રહ્મ વિશે કંઈ કહેવાનું રહ્યું નહીં. વિચાર કહે : ચિત્તરાય, મેં કહ્યું તેનો અભિપ્રાય સાંભળ. | તો તે તેં શું જાણીને કહ્યું? વસ્તુ એટલે કે બ્રહ્મ વિશે કંઈ કહેવાનું રહ્યું નહીં. વિચાર કહે : ચિત્તરાય, મેં કહ્યું તેનો અભિપ્રાય સાંભળ. | ||
તુજને જ્યારે પિંડ્ય જ સ્ફુરે, ત્યારે સ્વસ્વરૂપ નિશે વીસરે, | {{Poem2Close}} | ||
જ્યમજ્યમ બહુ દેહે અધ્યાસ, ત્યમત્યમ સ્વસ્વરૂપ હોએ નાશ. ૩૯૧ | {{Block center|<poem>તુજને જ્યારે પિંડ્ય જ સ્ફુરે, ત્યારે સ્વસ્વરૂપ નિશે વીસરે, | ||
જ્યમજ્યમ બહુ દેહે અધ્યાસ, ત્યમત્યમ સ્વસ્વરૂપ હોએ નાશ. ૩૯૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
તને જ્યારે શરીરનું ભાન થાય છે ત્યારે તારું મૂળ સ્વરૂપ તું ચોક્કસપણે ભૂલી જાય છે. જેમજેમ શરીરનો અધ્યાસ વધે છે તેમતેમ તારા સ્વસ્વરૂપનો નાશ થાય છે. | તને જ્યારે શરીરનું ભાન થાય છે ત્યારે તારું મૂળ સ્વરૂપ તું ચોક્કસપણે ભૂલી જાય છે. જેમજેમ શરીરનો અધ્યાસ વધે છે તેમતેમ તારા સ્વસ્વરૂપનો નાશ થાય છે. | ||
નિજપણું જ્યાંહાં ગયું વીસરી, તેહેને સ્વપનશ્રેણ્ય ચોરાશી ખરી, | {{Poem2Close}} | ||
તે નિદ્રા નીગમવા કાજ્ય, ભક્તિ દેખાડી અંતરબાહાજ્ય. ૩૯૨ | {{Block center|<poem>નિજપણું જ્યાંહાં ગયું વીસરી, તેહેને સ્વપનશ્રેણ્ય ચોરાશી ખરી, | ||
તે નિદ્રા નીગમવા કાજ્ય, ભક્તિ દેખાડી અંતરબાહાજ્ય. ૩૯૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
જ્યારે પોતાપણું ભુલાઈ જાય ત્યારે તે માણસને ચોરાસી લાખ જન્મના ફેરારૂપ સ્વપ્નની શ્રેણિ નિષ્પન્ન થાય છે. તે નિદ્રાને દૂર કરવા આંતરિક અને બાહ્ય ભક્તિનો માર્ગ બતાવ્યો. | જ્યારે પોતાપણું ભુલાઈ જાય ત્યારે તે માણસને ચોરાસી લાખ જન્મના ફેરારૂપ સ્વપ્નની શ્રેણિ નિષ્પન્ન થાય છે. તે નિદ્રાને દૂર કરવા આંતરિક અને બાહ્ય ભક્તિનો માર્ગ બતાવ્યો. | ||
જ્યમ કેહેને ઊમટે ભ્રમરોગ, વ્યાકુલ થૈ જાએ તનમનજોગ, | {{Poem2Close}} | ||
તે જ્યમ સ્વાદ્યે લાગો દહીં ખાટું ખાય, ત્યમત્યમ ગ્રથલ ઘણેરું થાય. ૩૯૩ | {{Block center|<poem>જ્યમ કેહેને ઊમટે ભ્રમરોગ, વ્યાકુલ થૈ જાએ તનમનજોગ, | ||
તે જ્યમ સ્વાદ્યે લાગો દહીં ખાટું ખાય, ત્યમત્યમ ગ્રથલ ઘણેરું થાય. ૩૯૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
જ્યારે કોઈને ગાંડપણ આવે છે ત્યારે તેનાં તનમન વ્યાકુળ થઈ જાય છે. તે (રોગી) સ્વાદનો માર્યો ખાટું દહીં ખાય તેમતેમ વધારે ઘેલો – ગાંડો બને છે. | જ્યારે કોઈને ગાંડપણ આવે છે ત્યારે તેનાં તનમન વ્યાકુળ થઈ જાય છે. તે (રોગી) સ્વાદનો માર્યો ખાટું દહીં ખાય તેમતેમ વધારે ઘેલો – ગાંડો બને છે. | ||
સમજૂતી : વૈદકની દૃષ્ટિએ ખાટું દહીં અને દહીં ખાંડ બંને અપથ્ય છે. દહીં મગજના સ્રોતોને રોકે અને ખટાશ પિત્તનો પ્રકોપ કરે. અહીં થયેલું વર્ણન દહીંખાંડથી થતા વિકારને બદલે ખાટા દહીંથી થતા વિકારને વધુ લાગુ પડે તેવું છે. | સમજૂતી : વૈદકની દૃષ્ટિએ ખાટું દહીં અને દહીં ખાંડ બંને અપથ્ય છે. દહીં મગજના સ્રોતોને રોકે અને ખટાશ પિત્તનો પ્રકોપ કરે. અહીં થયેલું વર્ણન દહીંખાંડથી થતા વિકારને બદલે ખાટા દહીંથી થતા વિકારને વધુ લાગુ પડે તેવું છે. | ||
તે પાછી નિરમલ કરવા કાય, તીખાં તમતમાં ઓષધ ખાય, | {{Poem2Close}} | ||
શાંત્યમા આવે તો[૩૬ક] થાએ આરોગ, રસ ના પડે તો બાંધે અમોઘ. ૩૯૪ | {{Block center|<poem>તે પાછી નિરમલ કરવા કાય, તીખાં તમતમાં ઓષધ ખાય, | ||
શાંત્યમા આવે તો[૩૬ક] થાએ આરોગ, રસ ના પડે તો બાંધે અમોઘ. ૩૯૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે શરીરને ફરી નીરોગી કરવા માટે તીખી તમતમતી દવા ખાય. ગાંડપણમાં શાંતપણું આવે, ગાંડપણ શાંત થાય તો રોગમાંથી મુક્ત થાય પણ એ ઔષધ ન ગમે તો રોગ કાયમી થાય છે. (=રોગનો નાશ થતો નથી.) | તે શરીરને ફરી નીરોગી કરવા માટે તીખી તમતમતી દવા ખાય. ગાંડપણમાં શાંતપણું આવે, ગાંડપણ શાંત થાય તો રોગમાંથી મુક્ત થાય પણ એ ઔષધ ન ગમે તો રોગ કાયમી થાય છે. (=રોગનો નાશ થતો નથી.) | ||
જ્યમ કો બાલક આલે ચઢે, શ્વાસ લેઈને પ્રથવી પડે, | {{Poem2Close}} | ||
તેહેને આલાલુંબે લગાડે માત, જાણે કરતો રહે ઉતપાત. ૩૯૫ | {{Block center|<poem>જ્યમ કો બાલક આલે ચઢે, શ્વાસ લેઈને પ્રથવી પડે, | ||
તેહેને આલાલુંબે લગાડે માત, જાણે કરતો રહે ઉતપાત. ૩૯૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
જેમ કોઈ બાળક તોફાને ચઢે ત્યારે શ્વાસ ચડી જઈને (હાંફી જઈને) પૃથ્વી પર પડે અને એ ઉતપાત કરતો મટે તે માટે મા તેને કશીક લાલચમાં નાખે – | જેમ કોઈ બાળક તોફાને ચઢે ત્યારે શ્વાસ ચડી જઈને (હાંફી જઈને) પૃથ્વી પર પડે અને એ ઉતપાત કરતો મટે તે માટે મા તેને કશીક લાલચમાં નાખે – | ||
ત્યમ કહ્યું હૂતું ઘટવા ઉનમાદ, અને તું તાં કરવા લાગો વાદ, | {{Poem2Close}} | ||
નહીં તો નાચ્યાકૂદ્યાનું શું કામ, ઓલખવો હૂતો અંતર્યથી રામ. ૩૯૬ | {{Block center|<poem>ત્યમ કહ્યું હૂતું ઘટવા ઉનમાદ, અને તું તાં કરવા લાગો વાદ, | ||
નહીં તો નાચ્યાકૂદ્યાનું શું કામ, ઓલખવો હૂતો અંતર્યથી રામ. ૩૯૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
તેમ મેં (ભક્તિની આવશ્યક્તા અંગે) કહ્યું હતું તે ઉન્માદ દૂર કરવા માટે કહ્યું હતું અને તું તો વાદ-વિવાદ કરવા લાગ્યો. એવી જરૂરત ન હોય તો (ભક્તિ અર્થે) નાચવાકૂદવાનું શું કામ હતું? કારણ કે રામને તો અંતરથી ઓળખવાનો હતો. | તેમ મેં (ભક્તિની આવશ્યક્તા અંગે) કહ્યું હતું તે ઉન્માદ દૂર કરવા માટે કહ્યું હતું અને તું તો વાદ-વિવાદ કરવા લાગ્યો. એવી જરૂરત ન હોય તો (ભક્તિ અર્થે) નાચવાકૂદવાનું શું કામ હતું? કારણ કે રામને તો અંતરથી ઓળખવાનો હતો. | ||
એ તો ઔષધનું અજીરણ થાઇ, તું વ્યસને લાગો કહીંએ જાઇ, | {{Poem2Close}} | ||
ચિત્ત કહે જ્યારે કરવી ભક્તિ, પાછી આણવા આતમવૃત્તિ. ૩૯૭ | {{Block center|<poem>એ તો ઔષધનું અજીરણ થાઇ, તું વ્યસને લાગો કહીંએ જાઇ, | ||
પણ જ્યારે ઔષધનું અજીરણ થાય, એ કામ આપતું બંધ થાય ત્યારે તેનું વ્યસન બંધાય છે અને તેનાથી તું ક્યાંયનો ક્યાંય જાય છે. ચિત્ત કહે છે : જ્યારે આત્મવૃત્તિ પાછી લાવવા માટે ભક્તિ કરવાની હોય – | ચિત્ત કહે જ્યારે કરવી ભક્તિ, પાછી આણવા આતમવૃત્તિ. ૩૯૭</poem>}} | ||
અહીં ભક્તિ તે કેવી ઘટે, આ તો લખાણી ગુણને પટે, | {{Poem2Open}} | ||
જેણે પામીએ સ્વામી સદ્ય, એહવું આચરણ મૂલ તું વદ્ય. ૩૯૮ | પણ જ્યારે ઔષધનું અજીરણ થાય, એ કામ આપતું બંધ થાય ત્યારે તેનું વ્યસન બંધાય છે અને તેનાથી તું ક્યાંયનો ક્યાંય જાય છે. ચિત્ત કહે છે : જ્યારે આત્મવૃત્તિ પાછી લાવવા માટે ભક્તિ કરવાની હોય – | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>અહીં ભક્તિ તે કેવી ઘટે, આ તો લખાણી ગુણને પટે, | |||
જેણે પામીએ સ્વામી સદ્ય, એહવું આચરણ મૂલ તું વદ્ય. ૩૯૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
ત્યારે એ સ્થિતિમાં ભક્તિ કેવી હોવી જોઈએ? આ ભક્તિ તો ગુણના પટ પર આલેખાઈ છે (ગુણયુક્ત છે). જેનાથી સ્વામી – બ્રહ્મ તરત જ પ્રાપ્ત થાય એવું આચરણ કયું તે તું બરાબર મને કહે. | ત્યારે એ સ્થિતિમાં ભક્તિ કેવી હોવી જોઈએ? આ ભક્તિ તો ગુણના પટ પર આલેખાઈ છે (ગુણયુક્ત છે). જેનાથી સ્વામી – બ્રહ્મ તરત જ પ્રાપ્ત થાય એવું આચરણ કયું તે તું બરાબર મને કહે. | ||
વિચાર કહે દ્રષ્ટાંતે જાણ્ય, આણલિંગની જે ભક્ત્ય નિરવાણ, | {{Poem2Close}} | ||
જ્યારે મેઘવૃષ્ટ્ય થાનારી હોએ ઘણું, ત્યારે દેખાડે બહુ તેજપણું. ૩૯૯ | {{Block center|<poem>વિચાર કહે દ્રષ્ટાંતે જાણ્ય, આણલિંગની જે ભક્ત્ય નિરવાણ, | ||
જ્યારે મેઘવૃષ્ટ્ય થાનારી હોએ ઘણું, ત્યારે દેખાડે બહુ તેજપણું. ૩૯૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
વિચાર કહે છે : જ્ઞાનીની ભક્તિ ખરેખર કેવી હોય છે તે દૃષ્ટાંતથી સમજ. જ્યારે મેઘની વૃષ્ટિ ઘણી થવાની હોય ત્યારે ઘણો તાપ પડતો હોય છે. | વિચાર કહે છે : જ્ઞાનીની ભક્તિ ખરેખર કેવી હોય છે તે દૃષ્ટાંતથી સમજ. જ્યારે મેઘની વૃષ્ટિ ઘણી થવાની હોય ત્યારે ઘણો તાપ પડતો હોય છે. | ||
તપે ઘણું[૩૬ખ] તેણે પિંડ્ય બ્રહ્માંડ, કલકલી આવે સઘલી મંડ્ય, | {{Poem2Close}} | ||
તેજે કરી જલ પરગટ થાઇ, હરીહરી પ્રથવી થૈ જાઇ. ૪૦૦ | {{Block center|<poem>તપે ઘણું[૩૬ખ] તેણે પિંડ્ય બ્રહ્માંડ, કલકલી આવે સઘલી મંડ્ય, | ||
તેજે કરી જલ પરગટ થાઇ, હરીહરી પ્રથવી થૈ જાઇ. ૪૦૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
તેનાથી પિંડ – બ્રહ્માંડ ઘણાં તપે છે. સઘળી સૃષ્ટિ આકળવિકળ થઈ જાય છે, પરંતુ તાપને કારણે જળ ઉત્પન્ન થાય છે, (વરસે છે ને) પૃથ્વી લીલીછમ થઈ જાય છે. | તેનાથી પિંડ – બ્રહ્માંડ ઘણાં તપે છે. સઘળી સૃષ્ટિ આકળવિકળ થઈ જાય છે, પરંતુ તાપને કારણે જળ ઉત્પન્ન થાય છે, (વરસે છે ને) પૃથ્વી લીલીછમ થઈ જાય છે. | ||
સમજૂતી : તાપથી સમુદ્રનું જળ શોષાઈને વાદળાં બંધાય પછી પૃથ્વી પર વરસે છે એ પ્રક્રિયા અખાજીને અહીં અભિપ્રેત છે. વચ્ચેનાં પગથિયાં અખાજી એમની લાક્ષણિક શૈલીએ કુદાવી ગયા છે. | સમજૂતી : તાપથી સમુદ્રનું જળ શોષાઈને વાદળાં બંધાય પછી પૃથ્વી પર વરસે છે એ પ્રક્રિયા અખાજીને અહીં અભિપ્રેત છે. વચ્ચેનાં પગથિયાં અખાજી એમની લાક્ષણિક શૈલીએ કુદાવી ગયા છે. | ||
એણે દ્રષ્ટાંતે જે છે ભક્ત્ય, આતુરતા ઊપજે અમિત્ય, | {{Poem2Close}} | ||
બહુ તાપ્યે જ્યમ પ્રગટે તોઇ, ત્યમ અંતર્યથી હરિ પરગટ હોઇ. ૪૦૧ | {{Block center|<poem>એણે દ્રષ્ટાંતે જે છે ભક્ત્ય, આતુરતા ઊપજે અમિત્ય, | ||
બહુ તાપ્યે જ્યમ પ્રગટે તોઇ, ત્યમ અંતર્યથી હરિ પરગટ હોઇ. ૪૦૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ દૃષ્ટાંતથી ભક્તિનું આવું સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ બહુ તાપથી પાણી વરસે છે તેમ જ્યારે ઘણી આતુરતા ઊપજે છે ત્યારે અંતરમાંથી હરિ પ્રગટ થાય છે. | આ દૃષ્ટાંતથી ભક્તિનું આવું સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ બહુ તાપથી પાણી વરસે છે તેમ જ્યારે ઘણી આતુરતા ઊપજે છે ત્યારે અંતરમાંથી હરિ પ્રગટ થાય છે. | ||
વ્રેહેવૈરાગ્ય અંતર્ય અપાર, પણ બાહાર્ય ન જાણે કોઈ લગાર, | {{Poem2Close}} | ||
ગજકોઠાની પેર્યે થાઇ, અંતર્યથી કંદ્રપ બલી જાઇ. ૪૦૨ | {{Block center|<poem>વ્રેહેવૈરાગ્ય અંતર્ય અપાર, પણ બાહાર્ય ન જાણે કોઈ લગાર, | ||
ગજકોઠાની પેર્યે થાઇ, અંતર્યથી કંદ્રપ બલી જાઇ. ૪૦૨</poem>}} | |||
{{Poem2Open}} | |||
અંતરમાં વિરહવૈરાગ્ય ખૂબ હોય છે પણ બહાર કોઈ તેને સહેજ પણ જાણે નહીં. હાથીએ ગળેલું કોઠું જેમ બહારથી આખું રહીને અંદરથી ખવાઈ જાય છે તેમ એના અંતરમાંથી કામ બળી જાય છે. | અંતરમાં વિરહવૈરાગ્ય ખૂબ હોય છે પણ બહાર કોઈ તેને સહેજ પણ જાણે નહીં. હાથીએ ગળેલું કોઠું જેમ બહારથી આખું રહીને અંદરથી ખવાઈ જાય છે તેમ એના અંતરમાંથી કામ બળી જાય છે. | ||
સમજૂતી : ગજકપિત્થન્યાય એમ બતાવે છે કે હાથી કોઠું ગળી જાય છે ત્યારે એના પેટમાં કોઠું બહારથી આખું જ રહે છે પણ અંદરથી એનો ગર્ભ ખવાઈ જાય છે. અખાજી જ્ઞાની ભક્તને પણ આવા જ કલ્પે છે. બહારેથી એ એવાને એવા જ દેખાય છે, પણ અંદરથી અહંભાવ ગળી ગયો હોય છે. ભક્તિનો કોઈ દેખાવ નથી હોતો. | સમજૂતી : ગજકપિત્થન્યાય એમ બતાવે છે કે હાથી કોઠું ગળી જાય છે ત્યારે એના પેટમાં કોઠું બહારથી આખું જ રહે છે પણ અંદરથી એનો ગર્ભ ખવાઈ જાય છે. અખાજી જ્ઞાની ભક્તને પણ આવા જ કલ્પે છે. બહારેથી એ એવાને એવા જ દેખાય છે, પણ અંદરથી અહંભાવ ગળી ગયો હોય છે. ભક્તિનો કોઈ દેખાવ નથી હોતો. | ||
ત્યમ દેહાઅભિમાન અંતર્યથી ગલે, રસરૂપ થઈ સ્વામીમાં ભલે, | {{Poem2Close}} | ||
સદા સમોહોલે તે ઘટ રામ, અહંકૃત્ય ગઈ રહ્યું રૂપનામ. ૪૦૩ | {{Block center|<poem>ત્યમ દેહાઅભિમાન અંતર્યથી ગલે, રસરૂપ થઈ સ્વામીમાં ભલે, | ||
સદા સમોહોલે તે ઘટ રામ, અહંકૃત્ય ગઈ રહ્યું રૂપનામ. ૪૦૩</poem>}} | |||
{{Poem2Open}} | |||
એવી રીતે દેહાભિમાન અંતરમાંથી દૂર થાય અને જીવ રસરૂપ થઈને સ્વામી (બ્રહ્મ)માં ભળી જાય ત્યારે તે ઘટમાં સદા રામ હાજરાહજૂર રહે છે. અહંભાવ જતો રહે છે ને માત્ર રૂપ અને નામ રહે છે. | એવી રીતે દેહાભિમાન અંતરમાંથી દૂર થાય અને જીવ રસરૂપ થઈને સ્વામી (બ્રહ્મ)માં ભળી જાય ત્યારે તે ઘટમાં સદા રામ હાજરાહજૂર રહે છે. અહંભાવ જતો રહે છે ને માત્ર રૂપ અને નામ રહે છે. | ||
સમજૂતી : સંમુખે>સંમુહે>સમોહે>સમોહોલેં એમ શબ્દ આવ્યો ગણી શકાય. જ્ઞાની ભક્તને નામરૂપ તો રહે છે, કેમકે એ દેહધારી છે. પણ એનું આંતરિક સત્ત્વ જુદું થઈ ગયું હોય છે. | સમજૂતી : સંમુખે>સંમુહે>સમોહે>સમોહોલેં એમ શબ્દ આવ્યો ગણી શકાય. જ્ઞાની ભક્તને નામરૂપ તો રહે છે, કેમકે એ દેહધારી છે. પણ એનું આંતરિક સત્ત્વ જુદું થઈ ગયું હોય છે. | ||
અણલિંગી ગુરુ તેહેને મલ્યો, ત્યારે ગુરુ જ રહ્યો ને શિષ્ય તે ટલ્યો, | {{Poem2Close}} | ||
લૌકિક ભક્તિ તાં એ નવ્ય હોઇ, જ્યાંહાં આપે આપની નીપજ જોઇ. ૪૦૪ | {{Block center|<poem>અણલિંગી ગુરુ તેહેને મલ્યો, ત્યારે ગુરુ જ રહ્યો ને શિષ્ય તે ટલ્યો, | ||
લૌકિક ભક્તિ તાં એ નવ્ય હોઇ, જ્યાંહાં આપે આપની નીપજ જોઇ. ૪૦૪</poem>}} | |||
{{Poem2Open}} | |||
બ્રહ્મસ્વરૂપી ગુરુ તેને મળ્યો ત્યારે ગુરુ રહે છે ને શિષ્ય ટળી જાય છે. જ્યાં પોતાનામાંથી જ પોતાની નીપજ જોવામાં આવે ત્યાં લૌકિક ભક્તિને સ્થાન રહેતું નથી. | બ્રહ્મસ્વરૂપી ગુરુ તેને મળ્યો ત્યારે ગુરુ રહે છે ને શિષ્ય ટળી જાય છે. જ્યાં પોતાનામાંથી જ પોતાની નીપજ જોવામાં આવે ત્યાં લૌકિક ભક્તિને સ્થાન રહેતું નથી. | ||
સમજૂતી : કવિની દલીલ એ છે કે દેહાભિમાન જતાં અંતરમાં રામ આવી વસે છે એટલે કે બ્રહ્મ થવાય છે. એ અણલિંગી બ્રહ્મ-અવસ્થા જ જાણે ગુરુ બને છે અને ત્યારે બ્રહ્મ જ વ્યાપી રહે છે એટલે કે ગુરુશિષ્યનું અદ્વૈત થાય છે. આ અદ્વૈતની સ્થિતિમાં ભક્તિને કોઈ અવકાશ નથી. | સમજૂતી : કવિની દલીલ એ છે કે દેહાભિમાન જતાં અંતરમાં રામ આવી વસે છે એટલે કે બ્રહ્મ થવાય છે. એ અણલિંગી બ્રહ્મ-અવસ્થા જ જાણે ગુરુ બને છે અને ત્યારે બ્રહ્મ જ વ્યાપી રહે છે એટલે કે ગુરુશિષ્યનું અદ્વૈત થાય છે. આ અદ્વૈતની સ્થિતિમાં ભક્તિને કોઈ અવકાશ નથી. | ||
કરવી કહીતી જે મેં ભકત્ય, તેહેની એમ જાણી લે જુકત્ય, | {{Poem2Close}} | ||
ગુરુ[૩૭ક]સેવા ને આતમલક્ષ, માહારો ત્યાં છે એહ જ પક્ષ. ૪૦૫ | {{Block center|<poem>કરવી કહીતી જે મેં ભકત્ય, તેહેની એમ જાણી લે જુકત્ય, | ||
ગુરુ[૩૭ક]સેવા ને આતમલક્ષ, માહારો ત્યાં છે એહ જ પક્ષ. ૪૦૫</poem>}} | |||
{{Poem2Open}} | |||
મેં તને જે ભક્તિ કરવાની કહી હતી તેનો આ પ્રમાણે મર્મ સમજી લે. ગુરુની સેવા અને આત્મબોધ એ બાબતમાં મારો આ જ મત છે. | મેં તને જે ભક્તિ કરવાની કહી હતી તેનો આ પ્રમાણે મર્મ સમજી લે. ગુરુની સેવા અને આત્મબોધ એ બાબતમાં મારો આ જ મત છે. | ||
જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે, | {{Poem2Close}} | ||
દેહાભિમાન એ મોટો રોગ, જેણે ન હોઇ આતમભોગ. ૪૦૬ | {{Block center|<poem>જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે, | ||
દેહાભિમાન એ મોટો રોગ, જેણે ન હોઇ આતમભોગ. ૪૦૬</poem>}} | |||
{{Poem2Open}} | |||
જો આત્મજ્ઞાન થાય તો આ રીતે થાય બાકી તો સૌ પોતપોતાનો મનગમતો માર્ગ સ્વીકારે. દેહાભિમાન એ મોટો રોગ છે, જેનાથી આત્મઅનુભવ થતો નથી. | જો આત્મજ્ઞાન થાય તો આ રીતે થાય બાકી તો સૌ પોતપોતાનો મનગમતો માર્ગ સ્વીકારે. દેહાભિમાન એ મોટો રોગ છે, જેનાથી આત્મઅનુભવ થતો નથી. | ||
સમઝવો છે મરમ ચિત્ત એહ, રખે કરે ચિત્ત અહં જાડો દેહ, | {{Poem2Close}} | ||
દેહાભિમાન ઉછેરે અહીં, તેહેને તે કુશલ કોહો કેહી. ૪૦૭ | {{Block center|<poem>સમઝવો છે મરમ ચિત્ત એહ, રખે કરે ચિત્ત અહં જાડો દેહ, | ||
દેહાભિમાન ઉછેરે અહીં, તેહેને તે કુશલ કોહો કેહી. ૪૦૭</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત, સમજવા જેવો આ મર્મ છે. ચિત્ત, તું અહંને રખે પુષ્ટ કરે. જે દેહાભિમાનરૂપી સાપને ઉછેરે છે તેને તે કુશળ કોણ કહે? | ચિત્ત, સમજવા જેવો આ મર્મ છે. ચિત્ત, તું અહંને રખે પુષ્ટ કરે. જે દેહાભિમાનરૂપી સાપને ઉછેરે છે તેને તે કુશળ કોણ કહે? | ||
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી પ્રતો જે પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ તદ્દન અપ્રસ્તુત છે. અહીં ‘દેહ’ની નહીં, ‘દેહાભિમાન’ની વાત છે. ‘અહં’ની સાથે ‘જાડો દેહ’ જોડી ન શકવાથી પાઠ ફર્યા જણાય છે. | પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી પ્રતો જે પાઠ આપે છે તે અર્થદૃષ્ટિએ તદ્દન અપ્રસ્તુત છે. અહીં ‘દેહ’ની નહીં, ‘દેહાભિમાન’ની વાત છે. ‘અહં’ની સાથે ‘જાડો દેહ’ જોડી ન શકવાથી પાઠ ફર્યા જણાય છે. | ||
અહીં તો છે ટલવાનું કામ અહં ટલતે રહે આતમરામ, | {{Poem2Close}} | ||
જો જાણે તો એમ જ જાણ્ય, મેં તો કહી મૂક્યું નિરવાણ્ય. ૪૦૮ | {{Block center|<poem>અહીં તો છે ટલવાનું કામ અહં ટલતે રહે આતમરામ, | ||
જો જાણે તો એમ જ જાણ્ય, મેં તો કહી મૂક્યું નિરવાણ્ય. ૪૦૮</poem>}} | |||
{{Poem2Open}} | |||
અહીં તો જાતે ટળી જવાનું કામ છે. અહં દૂર થતાં આત્મારામ રહે છે. જો જાણવું હોય તો એમ જ જાણ. મેં તો તને નિશ્ચિતપણે કહી દીધું. | અહીં તો જાતે ટળી જવાનું કામ છે. અહં દૂર થતાં આત્મારામ રહે છે. જો જાણવું હોય તો એમ જ જાણ. મેં તો તને નિશ્ચિતપણે કહી દીધું. | ||
ચિત્ત કહે મારો ભાગો ભ્રમ, ભાગાથી પામ્યો મેં મર્મ, | {{Poem2Close}} | ||
વચન માત્ર મોરું ચિત્ત નામ, પણ જ્યમ છે ત્યમ એ સ્વે નિજધામ. ૪૦૯ | {{Block center|<poem>ચિત્ત કહે મારો ભાગો ભ્રમ, ભાગાથી પામ્યો મેં મર્મ, | ||
વચન માત્ર મોરું ચિત્ત નામ, પણ જ્યમ છે ત્યમ એ સ્વે નિજધામ. ૪૦૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
ચિત્ત કહે છે : મારો ભ્રમ ભાંગી ગયો છે. ભ્રમ દૂર થવાથી હું મર્મ પામ્યો છું. માત્ર વચનથી હું ‘ચિત્ત’ નામ ધરાવું છું. પણ વસ્તુસ્થિતિમાં તો એ પોતે જ આત્મસ્વરૂપ છે. | ચિત્ત કહે છે : મારો ભ્રમ ભાંગી ગયો છે. ભ્રમ દૂર થવાથી હું મર્મ પામ્યો છું. માત્ર વચનથી હું ‘ચિત્ત’ નામ ધરાવું છું. પણ વસ્તુસ્થિતિમાં તો એ પોતે જ આત્મસ્વરૂપ છે. | ||
મોરો મુજ માંહાં થયો સમાસ, તુજ દ્વારા પૂરણ પ્રકાશ, | {{Poem2Close}} | ||
હવે નથી પૂછેવા વાત, જ્યમ છે ત્યમ સ્વે જ સાક્ષાત. ૪૧૦ | {{Block center|<poem>મોરો મુજ માંહાં થયો સમાસ, તુજ દ્વારા પૂરણ પ્રકાશ, | ||
હવે નથી પૂછેવા વાત, જ્યમ છે ત્યમ સ્વે જ સાક્ષાત. ૪૧૦</poem>}} | |||
{{Poem2Open}} | |||
મારો મારામાં સમાસ થયો. તારાથી પૂર્ણ પ્રકાશ થયો. હવે મારે કંઈ વાત પૂછવાની નથી. વસ્તુતઃ પોતે જ સાક્ષાત્-સ્વરૂપ છે. | મારો મારામાં સમાસ થયો. તારાથી પૂર્ણ પ્રકાશ થયો. હવે મારે કંઈ વાત પૂછવાની નથી. વસ્તુતઃ પોતે જ સાક્ષાત્-સ્વરૂપ છે. | ||
જ્યાંહાં જેહેવો ત્યાંહાં તેહેવો હું, તેહેવા સરખા હું ને તું, | {{Poem2Close}} | ||
અહં બ્ર[૩૭ખ]હ્મ સ્વે જ સાક્ષાત, સ્વે માંહે એ સઘલી વાત. ૪૧૧ | {{Block center|<poem>જ્યાંહાં જેહેવો ત્યાંહાં તેહેવો હું, તેહેવા સરખા હું ને તું, | ||
અહં બ્ર[૩૭ખ]હ્મ સ્વે જ સાક્ષાત, સ્વે માંહે એ સઘલી વાત. ૪૧૧</poem>}} | |||
{{Poem2Open}} | |||
જ્યાં જેવો તું છે તેવો હું છું. હું ને તું એ પ્રમાણે સરખા છીએ. પોતે જ સાક્ષાત્ અહંબ્રહ્ય છે. પોતામાં જ એ સઘલી વાત સમાઈ છે. | જ્યાં જેવો તું છે તેવો હું છું. હું ને તું એ પ્રમાણે સરખા છીએ. પોતે જ સાક્ષાત્ અહંબ્રહ્ય છે. પોતામાં જ એ સઘલી વાત સમાઈ છે. | ||
તે માટે સુણ ચિત્તવિચાર, તેને નોહે ભવસંસાર; | {{Poem2Close}} | ||
દમાય નહીં તે દેહને વિષે, કહે અખો સમઝો સુખે. | {{Block center|<poem>તે માટે સુણ ચિત્તવિચાર, તેને નોહે ભવસંસાર; | ||
દમાય નહીં તે દેહને વિષે, કહે અખો સમઝો સુખે.</poem>}} | |||
{{Poem2Open}} | |||
ઘ ઝ પ્રતમાં નીચેની એક કડી વધારાની મળે છે : | ઘ ઝ પ્રતમાં નીચેની એક કડી વધારાની મળે છે : | ||
ગુરૂ બ્રહ્માનંદ ભેટા જે ઘડી, ત્યાહારે એહેવી સૂઝ તે પડી; | {{Poem2Close}} | ||
અખે કીધો એ ચિતવિચાર, જે ચિતવે તે ઉતરે પાર્ય. | {{Block center|<poem>ગુરૂ બ્રહ્માનંદ ભેટા જે ઘડી, ત્યાહારે એહેવી સૂઝ તે પડી; | ||
અખે કીધો એ ચિતવિચાર, જે ચિતવે તે ઉતરે પાર્ય.</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સંપાદનપદ્ધતિ | ||
|next = | |next = કોશ અને સૂચિ | ||
}} | }} | ||