34,076
edits
(+1) |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
આટલે આવ્યા પછી આપણે આ મૂલ્ય સંબંધી એક બીજા પ્રશ્નનો નિવેડો આણી શકીશું. એક એવો પ્રશ્ન ઉઠાવાય છે કે આ મૂલ્યનું ધોરણ ક્યાંથી આવ્યું? કેટલાક કહે છે કે એ કાવ્યમાંથી જ આવે છે, અને તેથી દરેક કાવ્યને પોતપોતાનું મૂલ્યધોરણ હોય છે. મૂલ્યધોરણનો અર્થ સમજીએ તો આવું વિધાન કરી શકીએ નહિ. કોઈ વસ્તુના મૂલ્યનું ધોરણ તે વસ્તુમાં જ મર્યાદિત હોઈ શકે નહિ. ખુરશીની કિંમત આપણે એટલી જ આંકી શકીએ, કે જેટલી આપણા જીવનમાં તેની કિંમત હોય; આપણા જીવનમાં બેસવાની સુખસગવડ અને ઘરની શોભાને જેટલું સ્થાન હોય, તેટલી જ કિંમત આપણે ખુરશીની આંકી શકીએ. તેમ જ સમગ્ર જીવનમાં એટલે જીવનમાં જે સંસ્કારો પડ્યા હોય, પછી તે પોતા પરના આઘાતોથી પડ્યા હોય, બીજાના જીવનના સમભાવથી પડ્યા હોય કે કાવ્યોમાંથી પડ્યા હોય, અને એ સર્વ સંસ્કારોએ છેવટે જે વ્યવસ્થિત પિંડ ધારણ કર્યો હોય, તે સંસ્કારોમાંથી જ એ ધોરણ નીકળે છે. એ સંસ્કારોને વ્યવસ્થિત કરવાનું જે ધોરણ તે જ આ નવા કાવ્યના અનુભવને મૂલવવાનું ધોરણ. તેટલા માટે જ આપણે સહૃદયમાં જગતના અનુભવની અપેક્ષા રાખીએ છીએ. | આટલે આવ્યા પછી આપણે આ મૂલ્ય સંબંધી એક બીજા પ્રશ્નનો નિવેડો આણી શકીશું. એક એવો પ્રશ્ન ઉઠાવાય છે કે આ મૂલ્યનું ધોરણ ક્યાંથી આવ્યું? કેટલાક કહે છે કે એ કાવ્યમાંથી જ આવે છે, અને તેથી દરેક કાવ્યને પોતપોતાનું મૂલ્યધોરણ હોય છે. મૂલ્યધોરણનો અર્થ સમજીએ તો આવું વિધાન કરી શકીએ નહિ. કોઈ વસ્તુના મૂલ્યનું ધોરણ તે વસ્તુમાં જ મર્યાદિત હોઈ શકે નહિ. ખુરશીની કિંમત આપણે એટલી જ આંકી શકીએ, કે જેટલી આપણા જીવનમાં તેની કિંમત હોય; આપણા જીવનમાં બેસવાની સુખસગવડ અને ઘરની શોભાને જેટલું સ્થાન હોય, તેટલી જ કિંમત આપણે ખુરશીની આંકી શકીએ. તેમ જ સમગ્ર જીવનમાં એટલે જીવનમાં જે સંસ્કારો પડ્યા હોય, પછી તે પોતા પરના આઘાતોથી પડ્યા હોય, બીજાના જીવનના સમભાવથી પડ્યા હોય કે કાવ્યોમાંથી પડ્યા હોય, અને એ સર્વ સંસ્કારોએ છેવટે જે વ્યવસ્થિત પિંડ ધારણ કર્યો હોય, તે સંસ્કારોમાંથી જ એ ધોરણ નીકળે છે. એ સંસ્કારોને વ્યવસ્થિત કરવાનું જે ધોરણ તે જ આ નવા કાવ્યના અનુભવને મૂલવવાનું ધોરણ. તેટલા માટે જ આપણે સહૃદયમાં જગતના અનુભવની અપેક્ષા રાખીએ છીએ. | ||
અને વિશેષ તો એ છે કે જો આપણે, સંસ્કાર ધારણ કરનાર મન, ચિત્ત, જીવ કે આત્મા, જે કહો તેને, એક અને અભિન્ન માનતા હોઈએ, તો એ આત્માને વ્યાવહારિક અનુભવ માટે એક ધોરણ, અને કાવ્યના અનુભવ માટે બીજું ધોરણ હોઈ શકે નહિ. એમ જીવનના ભાગલા પાડી શકાય નહિ. હું તો એમ માનું છું કે માણસને પોતાના જીવનના એકત્વની પ્રતીતિ છે માટે જ માણસ જગતમાં એકત્વની અપેક્ષા રાખે છે. એટલું જ નહિ, માણસને એકત્વનો ખ્યાલ જ પોતાના જીવનના એકત્વમાંથી આવે છે. માણસને જીવનમાં એકત્વનો અનુભવ ન હોત તો તે કશાને એકરૂપે જોઈ શકત નહિ, અને ભિન્ન વસ્તુઓને કોઈ એક દૃષ્ટિએ જોયા વિના કદી કશું ધોરણ અસ્તિત્વમાં આવે જ નહિ. અને માટે હું એ અશક્ય સમજું છું કે સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય. | અને વિશેષ તો એ છે કે જો આપણે, સંસ્કાર ધારણ કરનાર મન, ચિત્ત, જીવ કે આત્મા, જે કહો તેને, એક અને અભિન્ન માનતા હોઈએ, તો એ આત્માને વ્યાવહારિક અનુભવ માટે એક ધોરણ, અને કાવ્યના અનુભવ માટે બીજું ધોરણ હોઈ શકે નહિ. એમ જીવનના ભાગલા પાડી શકાય નહિ. હું તો એમ માનું છું કે માણસને પોતાના જીવનના એકત્વની પ્રતીતિ છે માટે જ માણસ જગતમાં એકત્વની અપેક્ષા રાખે છે. એટલું જ નહિ, માણસને એકત્વનો ખ્યાલ જ પોતાના જીવનના એકત્વમાંથી આવે છે. માણસને જીવનમાં એકત્વનો અનુભવ ન હોત તો તે કશાને એકરૂપે જોઈ શકત નહિ, અને ભિન્ન વસ્તુઓને કોઈ એક દૃષ્ટિએ જોયા વિના કદી કશું ધોરણ અસ્તિત્વમાં આવે જ નહિ. અને માટે હું એ અશક્ય સમજું છું કે સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય. | ||
અને કોઈ પણ અનુભવનું મૂલ્યાંકન એ જ એ અનુભવનો ઉપદેશ ન કહેવાય? જીવનમાં કોઈ પણ અનુભવ જો સમગ્રની દૃષ્ટિએ વ્યવસ્થિત થાય તો એ અનુભવનો સંસ્કાર જરૂર ભવિષ્યમાં કોઈ પણ વસ્તુનું તારતમ્ય કાઢવામાં પોતાનો ફાળો આપે જ, અને કાવ્યમાં અનુભવ આ દૃષ્ટિએ વ્યવસ્થિત થઈને જ મુકાયેલો હોય છે. એટલે કાવ્યને ઉપદેશક કહેવામાં કશો દોષ થઈ જતો નથી. અને માટે જ કાવ્યપ્રકાશકારે કાવ્યનું એક મુખ્ય પ્રયોજન સદ્ય પરમ આનંદ આપવાનું કહીને, છેવટે તેને કાન્તાની પેઠે ઉપદેશ આપનાર કહ્યું છે, તે પણ યથાર્થ છે. કાવ્યમાં રસનિષ્પત્તિની સાથે જ ભાવિની નીતિના સંસ્કારો પડે જ છે. અને એ દૃષ્ટિએ એના મૂલ્યાંકનનું એક સ્પષ્ટ ધોરણ એ પણ બને. | અને કોઈ પણ અનુભવનું મૂલ્યાંકન એ જ એ અનુભવનો ઉપદેશ ન કહેવાય? જીવનમાં કોઈ પણ અનુભવ જો સમગ્રની દૃષ્ટિએ વ્યવસ્થિત થાય તો એ અનુભવનો સંસ્કાર જરૂર ભવિષ્યમાં કોઈ પણ વસ્તુનું તારતમ્ય કાઢવામાં પોતાનો ફાળો આપે જ, અને કાવ્યમાં અનુભવ આ દૃષ્ટિએ વ્યવસ્થિત થઈને જ મુકાયેલો હોય છે. એટલે કાવ્યને ઉપદેશક કહેવામાં કશો દોષ થઈ જતો નથી. અને માટે જ કાવ્યપ્રકાશકારે કાવ્યનું એક મુખ્ય પ્રયોજન સદ્ય પરમ આનંદ આપવાનું કહીને, છેવટે તેને કાન્તાની પેઠે ઉપદેશ આપનાર કહ્યું છે, તે પણ યથાર્થ છે. કાવ્યમાં રસનિષ્પત્તિની સાથે જ ભાવિની નીતિના સંસ્કારો પડે જ છે. અને એ દૃષ્ટિએ એના મૂલ્યાંકનનું એક સ્પષ્ટ ધોરણ એ પણ બને.<ref>ઑલ ઇન્ડિયા રેડિયોના સૌજન્યથી</ref> | ||
[‘સાહિત્યલોક’] | [‘સાહિત્યલોક’] | ||
સુરુચિ | સુરુચિ | ||
સુરુચિ એ માત્ર સ્થૂલ વસ્તુમાંથી આવતી દૃષ્ટિ નથી, તેનો ઊગમ વધારે ઊંડો છે. એ જીવનના ઊંડાણમાંથી સ્ફુરે છે. અને ઘણે અંશે આપણા સમગ્ર જીવનવહેણ ઉપર પણ આધાર રાખે છે. આ બાબતમાં શોધન અને ઊંડાણ બંને માટે દાર્શનિક (philosophic) વાચન એ એક ઉત્તમ ઉપાય છે. તમે તમારા ધંધાને અંગે એવા સમાજમાં છો જ્યાં તમને બીજું ઘણું મળશે, ઘણું જોવાનું મળશે, પણ બરાબર આ મેં ઉપર કહ્યું તે નહિ મળે, એને માટે દાર્શનિક દૃષ્ટિના ગ્રંથો, ઉપનિષદો, ગીતા, આપણો ધર્મ, સર રાધાકૃષ્ણન, કાકાસાહેબ વગેરે વાંચતા રહો તો ફાયદો થશે. હું તો એમ માનું છું કે દરેક માણસે ફિલસૂફીનો અભ્યાસ કરવો જોઈએ. જે એમ માને છે કે મારે ફિલસૂફીનું કામ નથી, તે ફિલસૂફીથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ એને હીન પ્રકારની શ્રદ્ધા વળગી પડે છે – એ ન જાણે એમ. આપણે કુદરતી રીતે રહેવાની વાતો કરીએ, પણ કંઈ નાહ્યા વિના ન ચાલે, પાછી એને કુદરતી ગણો કે અકુદરતી ગણો. ફિલસૂફીનું બરાબર એવું છે. | સુરુચિ એ માત્ર સ્થૂલ વસ્તુમાંથી આવતી દૃષ્ટિ નથી, તેનો ઊગમ વધારે ઊંડો છે. એ જીવનના ઊંડાણમાંથી સ્ફુરે છે. અને ઘણે અંશે આપણા સમગ્ર જીવનવહેણ ઉપર પણ આધાર રાખે છે. આ બાબતમાં શોધન અને ઊંડાણ બંને માટે દાર્શનિક (philosophic) વાચન એ એક ઉત્તમ ઉપાય છે. તમે તમારા ધંધાને અંગે એવા સમાજમાં છો જ્યાં તમને બીજું ઘણું મળશે, ઘણું જોવાનું મળશે, પણ બરાબર આ મેં ઉપર કહ્યું તે નહિ મળે, એને માટે દાર્શનિક દૃષ્ટિના ગ્રંથો, ઉપનિષદો, ગીતા, આપણો ધર્મ, સર રાધાકૃષ્ણન, કાકાસાહેબ વગેરે વાંચતા રહો તો ફાયદો થશે. હું તો એમ માનું છું કે દરેક માણસે ફિલસૂફીનો અભ્યાસ કરવો જોઈએ. જે એમ માને છે કે મારે ફિલસૂફીનું કામ નથી, તે ફિલસૂફીથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ એને હીન પ્રકારની શ્રદ્ધા વળગી પડે છે – એ ન જાણે એમ. આપણે કુદરતી રીતે રહેવાની વાતો કરીએ, પણ કંઈ નાહ્યા વિના ન ચાલે, પાછી એને કુદરતી ગણો કે અકુદરતી ગણો. ફિલસૂફીનું બરાબર એવું છે.<ref>એક પત્રમાંથી</ref> | ||
[‘સાહિત્યલોક’) | [‘સાહિત્યલોક’) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||