34,174
edits
No edit summary |
No edit summary |

| Line 14: | Line 14: | ||
જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?</poem>}} | જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?</poem>}} | ||
તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | ||
કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે૩ | કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે૩<ref>૩. કાન્તમાલા, પૃ. ૩૧૫.</ref> : | ||
“ત્યાં થોડે દૂર એક ૧૪ વર્ષનું બાલક કાંઈક શ્યામ રંગે બુદ્ધિમતાં ચક્ષુઓ સળવળ થતાં, ભરેલી નાસિકાવાળું પરંતુ સરલ ગોળ ઉત્સુક મુખવાળું. ચહેરા ઉપરથી ઓળખાણ પડ્યું કે માધવજીભાઈના ભાઈ મણિશંકર હોવા જોઈએ. અતિ શરમાળ બાળ ધીમે પગલે આવી બાજુના પથર ઉપર બેશી ગયું. એને બોલાવવાનું કાર્ય મારે શરૂ કરવું પડ્યું. | |||
‘અહો, આવો ભાઈ, તમે મણિશંકર?’ | ‘અહો, આવો ભાઈ, તમે મણિશંકર?’ | ||
‘હા.’ | ‘હા.’ | ||
| Line 46: | Line 46: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे' | મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे' | ||
આ મૈત્રી આગળ વધતી જાય છે. ‘મારી કીસ્તી’ એ કાવ્ય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મોકલ્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી ‘અતિજ્ઞાન’ ગુજરાત દર્પણમાં. ‘વસંતવિજય’ તો તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું.૪ તે પછી પણ બંને મિત્રો વચ્ચે આપણી સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રસમય ચર્ચા પત્રો દ્વારા ચાલેલી છે. આ પત્રોમાંથી કેટલાક ઉતારા કાન્તમાલામાં૫ આપેલા છે જેથી મણિભાઈના વિચાર અને કેટલાક આશયો ઉપર ઘણો પ્રકાશ પડે છે. | આ મૈત્રી આગળ વધતી જાય છે. ‘મારી કીસ્તી’ એ કાવ્ય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મોકલ્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી ‘અતિજ્ઞાન’ ગુજરાત દર્પણમાં. ‘વસંતવિજય’ તો તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું.૪<ref>૪. યુગધર્મ, પુ. ૨, પૃ. ૪રર,</ref><ref>૫. પૃ. ૨૮૮થી ૨૯૭.</ref>તે પછી પણ બંને મિત્રો વચ્ચે આપણી સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રસમય ચર્ચા પત્રો દ્વારા ચાલેલી છે. આ પત્રોમાંથી કેટલાક ઉતારા કાન્તમાલામાં૫ આપેલા છે જેથી મણિભાઈના વિચાર અને કેટલાક આશયો ઉપર ઘણો પ્રકાશ પડે છે. | ||
કૉલેજજીવનમાં થયેલી બીજી મૈત્રી પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તો જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જામી. તે સાલની ફર્સ્ટ બી.એ.ની પરીક્ષા આપીને પ્રો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બંને લાંબે સુધી ફરવા ગયા અને માર્ગમાં પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી. ચોથા ભાગની કવિતાઓ, કવિઓ, વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મૈત્રીનું બીજ રોપાયું.૬ | કૉલેજજીવનમાં થયેલી બીજી મૈત્રી પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તો જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જામી. તે સાલની ફર્સ્ટ બી.એ.ની પરીક્ષા આપીને પ્રો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બંને લાંબે સુધી ફરવા ગયા અને માર્ગમાં પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી. ચોથા ભાગની કવિતાઓ, કવિઓ, વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મૈત્રીનું બીજ રોપાયું.૬<ref>૬. આ પારિગ્રાફની હકીકત માટે જુઓ યુગધર્મ ૪, ૨૭૪ ઉપરનો લેખ</ref> | ||
બંનેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકોઈ જોઈ શકે તેમ છે. પણ એ ભેદ બંને મિત્રોના સ્વતંત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનિકારક નીવડવાને બદલે બંનેને ઉપકારક નીવડ્યો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે અને જુદા હોય તે દરમિયાન પણ કાગળો ચર્ચા અને એકબીજાની કૃતિઓનો તેમ વાચન, વિચાર, મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. પ્રો. બલવંતરાય આ રીતે મણિભાઈની ઘણીખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણીમાં ટીકાકાર, સૂચનાકાર, કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તો પોતે જ કૃતિઓના વિષય કે નિમિત્ત પણ ખરા. | બંનેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકોઈ જોઈ શકે તેમ છે. પણ એ ભેદ બંને મિત્રોના સ્વતંત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનિકારક નીવડવાને બદલે બંનેને ઉપકારક નીવડ્યો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે અને જુદા હોય તે દરમિયાન પણ કાગળો ચર્ચા અને એકબીજાની કૃતિઓનો તેમ વાચન, વિચાર, મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. પ્રો. બલવંતરાય આ રીતે મણિભાઈની ઘણીખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણીમાં ટીકાકાર, સૂચનાકાર, કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તો પોતે જ કૃતિઓના વિષય કે નિમિત્ત પણ ખરા. | ||
મણિભાઈનું ‘ચક્રવાકમિથુન’ પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ ‘કાન્ત’ તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. ‘ઉપહાર’ કાવ્ય તો પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી તે પ્રો. ઠાકોરને અર્પણ થયો છે. એ ‘ઉપહાર’ અંગ્રેજી સૉનેટ નામની પદ્યરચનાને અનુસારે છે. આ પદ્યરચનાનો સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલો – ૧૮૮૮માં ‘ભણકારા’માં અને ૧૮૮૯માં ‘અદૃષ્ટિદર્શન’માં.૭ એ રચનાના વિશેષ પ્રયોગો મણિભાઈએ મિસિઝ બ્રાઉનિંગનાં સૉનેટોના અનુવાદમાં કરેલા છે, અને ‘અગતિગમન’ પણ મૂળ સૉનેટમાં લખાયું હતું. પણ આ રચના પછીથી લૂલી લાગવાથી આ બધાં કાવ્યો હાલ છે તે રૂપમાં મૂક્યાં. અખંડ કે સળંગ કે અભંગ પૃથ્વીનો ઉપયોગ પણ મણિભાઈએ પ્રો. બલવંતરાયના પ્રયોગો ઉપરથી કરેલો. ‘અગતિગમન’ પ્રો. ઠાકોરના ‘અદૃષ્ટિદર્શન’ ઉપરથી સૂચિત થયું છે. ‘પ્રણયમાં કાલક્ષેપ’ની પણ મૂળ સૂચના પ્રો. ઠાકોરે ‘ઉપહારનો પ્રત્યુત્તર૮ આપેલો તેમાંથી મળેલી. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’ અને ‘અશ્રુને આવાહન’ એ બે કાવ્યોમાં પંક્તિઓ અને પંક્તિખંડો પ્રો. ઠાકોરનાં કાવ્યોમાંથી લીધેલાં છે (જુઓ પૂર્વાલાપ ટિપ્પણ). આ છેલ્લા કાવ્યની ઉત્પત્તિ વિશે પ્રો. ઠાકોર એક ખાનગી પત્રમાં લખે છે : | મણિભાઈનું ‘ચક્રવાકમિથુન’ પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ ‘કાન્ત’ તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. ‘ઉપહાર’ કાવ્ય તો પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી તે પ્રો. ઠાકોરને અર્પણ થયો છે. એ ‘ઉપહાર’ અંગ્રેજી સૉનેટ નામની પદ્યરચનાને અનુસારે છે. આ પદ્યરચનાનો સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલો – ૧૮૮૮માં ‘ભણકારા’માં અને ૧૮૮૯માં ‘અદૃષ્ટિદર્શન’માં.૭<ref>૭. આ લેખમાં આ અને આવી બીજી પ્રો. ઠાકોર વિશેની અને તેમના મણિભાઈ સાથેના સંબંધ વિશેની જે જે હકીકત મૂકેલી છે તેનો મુખ્ય આધાર ‘મણિભાઈની કવિતા વિશે અંગત માહિતી’ (યુગધર્મ પુ. ૪, પૃ. ૨૭૪)નો પ્રો. ઠાકોરનો લેખ, અને તે ઉપરાંત પ્રો. ઠાકોરના મારા ઉપરના ખાનગી પત્રો એ છે. કોઈ હકીકત તેમની સાથેની વાતચીતમાંથી પણ મળેલી છે.</ref> એ રચનાના વિશેષ પ્રયોગો મણિભાઈએ મિસિઝ બ્રાઉનિંગનાં સૉનેટોના અનુવાદમાં કરેલા છે, અને ‘અગતિગમન’ પણ મૂળ સૉનેટમાં લખાયું હતું. પણ આ રચના પછીથી લૂલી લાગવાથી આ બધાં કાવ્યો હાલ છે તે રૂપમાં મૂક્યાં. અખંડ કે સળંગ કે અભંગ પૃથ્વીનો ઉપયોગ પણ મણિભાઈએ પ્રો. બલવંતરાયના પ્રયોગો ઉપરથી કરેલો. ‘અગતિગમન’ પ્રો. ઠાકોરના ‘અદૃષ્ટિદર્શન’ ઉપરથી સૂચિત થયું છે. ‘પ્રણયમાં કાલક્ષેપ’ની પણ મૂળ સૂચના પ્રો. ઠાકોરે ‘ઉપહારનો પ્રત્યુત્તર૮<ref>૮. પ્રત્યુત્તર કાવ્યરૂપે જ હતો તેનો પહેલો ખંડ નીચે પ્રમાણે હતો :

‘ગમે તો સ્વીકારે ગત સમય કેરાં સ્મરણમાં.’

અરે આવાં વાક્યો, પ્રિયતમ સખે યાચું વદ યા!

તમે સંભારો છો સમય ભૂલું તે હુંય ન કદી,

ભૂલ્યો લાગું એ તો દિવસ અવળાની જ અવધિ!

નહીં ઉદ્ગારો એ કંઈ તમ કરેલા જ થયલા,

– સ્વયંભૂ પ્રીતિનાં અમર ઝરણાંના સૂર ભલા!

આ છેલ્લી પંક્તિઓ સાથે સરખાવો.

નથી તારું એ હૈં, સકળ રચના છે કુદરતી.

નિસર્ગે બંધાતી ત્રુટિત પણ મેળે થઈ જતી;

પૂર્વાલાપ (આવૃત્તિ ૩જી) પૃ. ૪૮

આ પ્રત્યુત્તરની બે પંક્તિઓ

ભલે ને અત્યારે અખિલ નભ ફેલાય વચમાં

શશીની શું તેથી ઉદવપલ રાત્રી વિસરશે?

મણિશંકરને અત્યંત પ્રિય હતી.

આખા માટે જુઓ ભણકાર (૧૯૪૨ની આવૃત્તિ) પૃ. ૨૯૭.</ref> આપેલો તેમાંથી મળેલી. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’ અને ‘અશ્રુને આવાહન’ એ બે કાવ્યોમાં પંક્તિઓ અને પંક્તિખંડો પ્રો. ઠાકોરનાં કાવ્યોમાંથી લીધેલાં છે (જુઓ પૂર્વાલાપ ટિપ્પણ). આ છેલ્લા કાવ્યની ઉત્પત્તિ વિશે પ્રો. ઠાકોર એક ખાનગી પત્રમાં લખે છે : | |||
‘કુસુમમાલામાં ફૂલ ઉપર પદ છે તે ઉપરથી મેં આંસુ વિશે લખવા માંડ્યું જે અત્યંત દુષ્ટ થવાથી મને ચીડ માય નહીં, મણિભાઈ મારી ચીડથી ખડખડ હરસે તેમ-તેમ હું વધારે ચિડાઉં... બીજી સવારે એમણે આ લખીને મને વંચાવ્યું. હું પણ મારો કક્કો એમ છોડું ખરો? મેં કહ્યું – But this is not a પદ! This is quite irrelevant. (આ કાંઈ પદ નથી. આ તો જુદું જ થયું.) આમાં આવતી ‘નથી પાસે કોઈ...’ એ મારી બે પંક્તિઓ મણિભાઈને બહુ ગમી ગયેલી અને વારે વારે બોલ્યા કરે. પછી એમને અને મને ચીડવવા જયાશંકર વાઘજી વ્યાસ અને ઠાકરથી મૂળજી એ બે પંક્તિઓ જ્યારે ને ત્યારે ખૂબ બગાડીને રાગડા તાણવામાં જ બડી લહેર માણતા.’ | ‘કુસુમમાલામાં ફૂલ ઉપર પદ છે તે ઉપરથી મેં આંસુ વિશે લખવા માંડ્યું જે અત્યંત દુષ્ટ થવાથી મને ચીડ માય નહીં, મણિભાઈ મારી ચીડથી ખડખડ હરસે તેમ-તેમ હું વધારે ચિડાઉં... બીજી સવારે એમણે આ લખીને મને વંચાવ્યું. હું પણ મારો કક્કો એમ છોડું ખરો? મેં કહ્યું – But this is not a પદ! This is quite irrelevant. (આ કાંઈ પદ નથી. આ તો જુદું જ થયું.) આમાં આવતી ‘નથી પાસે કોઈ...’ એ મારી બે પંક્તિઓ મણિભાઈને બહુ ગમી ગયેલી અને વારે વારે બોલ્યા કરે. પછી એમને અને મને ચીડવવા જયાશંકર વાઘજી વ્યાસ અને ઠાકરથી મૂળજી એ બે પંક્તિઓ જ્યારે ને ત્યારે ખૂબ બગાડીને રાગડા તાણવામાં જ બડી લહેર માણતા.’ | ||
‘રાજહંસને સંબોધન’ અને ‘રતિને પ્રાર્થના’ એ કાવ્યો પણ પ્રો. ઠાકોરને ઉદ્દેશીને જ લખાયાં છે. | ‘રાજહંસને સંબોધન’ અને ‘રતિને પ્રાર્થના’ એ કાવ્યો પણ પ્રો. ઠાકોરને ઉદ્દેશીને જ લખાયાં છે. | ||
આ રીતે આ સાહિત્યમિત્રોમાં પ્રો. ઠાકોરની અસર અવતરણોથી બતાવી તો મણિભાઈની અસર પ્રો. ઠાકોરનાં કાવ્યો ઉપર કશી ખરી કે નહિ? પ્રો. ઠાકોરે ‘અંજની ગીત’ અને ‘અભ્યસ્ત શિખરિણી’ વાપર્યા છે તે સિવાય અવતરણોથી બતાવાય તેવી અસર નથી કેમ કે કાન્તમાંથી કાંઈ ન લેવા તેમણે સાવચેતી રાખી છે. આનાં કારણો બે –વિનમ્રતા અને ટેક : | આ રીતે આ સાહિત્યમિત્રોમાં પ્રો. ઠાકોરની અસર અવતરણોથી બતાવી તો મણિભાઈની અસર પ્રો. ઠાકોરનાં કાવ્યો ઉપર કશી ખરી કે નહિ? પ્રો. ઠાકોરે ‘અંજની ગીત’ અને ‘અભ્યસ્ત શિખરિણી’ વાપર્યા છે તે સિવાય અવતરણોથી બતાવાય તેવી અસર નથી કેમ કે કાન્તમાંથી કાંઈ ન લેવા તેમણે સાવચેતી રાખી છે. આનાં કારણો બે –વિનમ્રતા અને ટેક : | ||
‘હું મણિભાઈની કૃતિઓને, એમની પંક્તિઓને, એમની શૈલીને, એમના કવિતાપ્રવાહના લયને, એમની કરામતની ઝીણામાં ઝીણી વિગતને... એટલી સુંદર, ઊંચી અને નમૂનેદાર ગણતો કે મને એમ જ વરસતું જે મારી પોતાની ખડબચડ રચનાના સ્પર્શથી તો એ અભડાય – એમાંનું કંઈયે મારામાં લઉં તો તુરત એ અવતરણની આસપાસનું મારું લખાણ છેક કાળું પડી જાય! મારા લખાણમાં મણિભાઈનો અંશ પણ નથી, તેનું એક કારણ આ હતું તો બીજું કારણ એથી છેક જ ઊલટી જાતનું હતું. મણિભાઈ તો આત્મીય, તથાપિ એમની પણ કંઈયે સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલું તો તેમાં મારું શું વળે?... એ કરતાં તો ન લખવું બહેતર.’૯ | ‘હું મણિભાઈની કૃતિઓને, એમની પંક્તિઓને, એમની શૈલીને, એમના કવિતાપ્રવાહના લયને, એમની કરામતની ઝીણામાં ઝીણી વિગતને... એટલી સુંદર, ઊંચી અને નમૂનેદાર ગણતો કે મને એમ જ વરસતું જે મારી પોતાની ખડબચડ રચનાના સ્પર્શથી તો એ અભડાય – એમાંનું કંઈયે મારામાં લઉં તો તુરત એ અવતરણની આસપાસનું મારું લખાણ છેક કાળું પડી જાય! મારા લખાણમાં મણિભાઈનો અંશ પણ નથી, તેનું એક કારણ આ હતું તો બીજું કારણ એથી છેક જ ઊલટી જાતનું હતું. મણિભાઈ તો આત્મીય, તથાપિ એમની પણ કંઈયે સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલું તો તેમાં મારું શું વળે?... એ કરતાં તો ન લખવું બહેતર.’૯<ref>૯. યુગધર્મ ૪, ૨૭૮</ref> | ||
એ સિવાય પણ એક કારણ છે. પ્રો. ઠાકોરના વિચારો કાવ્યશૈલી વગેરે માત્ર કાન્તથી જ નહિ પણ અત્યાર સુધીના સર્વ સાહિત્યકારોથી કંઈક જુદાં છે. એ લેવા ધારે તોપણ પોતાની સામગ્રી સાથે મેળ ખાય એવું ઘણું ઓછું લઈ શકે. પણ એક બાબત પ્રો. ઠાકોર પોતે વાતચીતમાં અને પત્રમાં વારંવાર કહે છે, તે એ કે કલ્પના સિવાય કાવ્યના બીજા કોઈ પણ સંસ્કારો તેમનામાં સહજ નહોતા. તે સર્વ સંસ્કારો તેમને મણિભાઈની મૈત્રીથી મળ્યા, જેને પરિણામે પોતે કાવ્યમાર્ગમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવા પ્રેરાયા. | એ સિવાય પણ એક કારણ છે. પ્રો. ઠાકોરના વિચારો કાવ્યશૈલી વગેરે માત્ર કાન્તથી જ નહિ પણ અત્યાર સુધીના સર્વ સાહિત્યકારોથી કંઈક જુદાં છે. એ લેવા ધારે તોપણ પોતાની સામગ્રી સાથે મેળ ખાય એવું ઘણું ઓછું લઈ શકે. પણ એક બાબત પ્રો. ઠાકોર પોતે વાતચીતમાં અને પત્રમાં વારંવાર કહે છે, તે એ કે કલ્પના સિવાય કાવ્યના બીજા કોઈ પણ સંસ્કારો તેમનામાં સહજ નહોતા. તે સર્વ સંસ્કારો તેમને મણિભાઈની મૈત્રીથી મળ્યા, જેને પરિણામે પોતે કાવ્યમાર્ગમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવા પ્રેરાયા. | ||
આ સાહિત્યમિત્રોનો સંબંધ આપણે આગળ જોઈશું તેમ મણિભાઈ ક્રિશ્ચન ધર્મ સ્વીકારે છે તે પછીના મર્મવેધી મંથનમાં તૂટે છે, લુપ્ત થાય છે. એ ફરી નહિ જ સંધાય એમ લાગે છે. પ્રો. ઠાકોરના ‘આરોહણ’ના ત્રયી શમી જશે અભંગુર શું ક્ષીરસિન્ધુ વિશે? | આ સાહિત્યમિત્રોનો સંબંધ આપણે આગળ જોઈશું તેમ મણિભાઈ ક્રિશ્ચન ધર્મ સ્વીકારે છે તે પછીના મર્મવેધી મંથનમાં તૂટે છે, લુપ્ત થાય છે. એ ફરી નહિ જ સંધાય એમ લાગે છે. પ્રો. ઠાકોરના ‘આરોહણ’ના ત્રયી શમી જશે અભંગુર શું ક્ષીરસિન્ધુ વિશે? | ||
| Line 97: | Line 112: | ||
‘પરંતુ ખરાં સ્વજન તો મારી બા નીવડ્યાં. મણિભાઈએ રાજકોટ આવીને એક બે દિવસમાં આ કવિતા લખી. મારાં બા જેટલી વાર એ વાંચે તેટલી વાર એમને રોવું આવે. મણિશંકર પણ રોજ એક બે વાર નર્મદાને સંભારીને રુએ. પછી એ જવા તૈયાર થયા ત્યારે મારાં બાએ સમ દીધા. ‘જવું હોય તો અહીંથી સીધા એક ઠેકાણે જાઓ, બીજે કશે જાઓ તો મારા સમ.’ થોડી હકીકત મારાથી જાણે, એટલે એમણે મણિશંકરને પ્રથમ વચનથી બાંધી લીધા અને પછી તે ઠેકાણું એમને જણાવ્યું, – ‘જામનગર, શંકરલાલ માસ્તરને ત્યાં.’ મણિશંકર પણ એ જ ઝમાનાના માણસ તે જમનાબાને વડીલ ગણીને એમનો બોલ પાળ્યો, અને બન્યું પણ એમ કે મણિશંકર નવો સંબંધ લગભગ બાંધીને જ પાછા ફર્યા.’૧૨<ref>૧૨. યુગધર્મ ૪, ૨૭૯</ref> | ‘પરંતુ ખરાં સ્વજન તો મારી બા નીવડ્યાં. મણિભાઈએ રાજકોટ આવીને એક બે દિવસમાં આ કવિતા લખી. મારાં બા જેટલી વાર એ વાંચે તેટલી વાર એમને રોવું આવે. મણિશંકર પણ રોજ એક બે વાર નર્મદાને સંભારીને રુએ. પછી એ જવા તૈયાર થયા ત્યારે મારાં બાએ સમ દીધા. ‘જવું હોય તો અહીંથી સીધા એક ઠેકાણે જાઓ, બીજે કશે જાઓ તો મારા સમ.’ થોડી હકીકત મારાથી જાણે, એટલે એમણે મણિશંકરને પ્રથમ વચનથી બાંધી લીધા અને પછી તે ઠેકાણું એમને જણાવ્યું, – ‘જામનગર, શંકરલાલ માસ્તરને ત્યાં.’ મણિશંકર પણ એ જ ઝમાનાના માણસ તે જમનાબાને વડીલ ગણીને એમનો બોલ પાળ્યો, અને બન્યું પણ એમ કે મણિશંકર નવો સંબંધ લગભગ બાંધીને જ પાછા ફર્યા.’૧૨<ref>૧૨. યુગધર્મ ૪, ૨૭૯</ref> | ||
૧૮૯૨માં તેમનું બીજું લગ્ન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ પણ નર્મદા હતું. તેમને નાની પણ કહેતા. ‘મુગ્ધાને સંબોધન’ એ ‘નાની’ નામથી થયું છે. ‘પ્રિયાને પ્રાર્થના’ પણ તેમને ઉદ્દેશીને જ લખાયું છે. આ રીતે મણિભાઈનું સ્નેહાળ અંતઃકરણ સરલતાથી નવી દિશાએ વળ્યું પણ જૂનો સ્નેહ ભુલાય એવો છીછરો નહોતો. અને એ જખમ આખી જિંદગી કદી રુઝાયો નથી. એ નર્મદાના મૃત્યુ પછી વીસ એકવીસ વરસે જૂની કવિતાઓ તપાસતાં ‘નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું’ એ પંક્તિઓ વાંચતાં ‘તેમની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં અને અમે જેઓ તેમની પાસે બેઠા હતા અને નર્મદાને કદી નહિ જોયેલાં, તેમને મોઢે તેમના સૌંદર્યનું અને તેમના સદ્ગુણોનું વર્ણન કરવા લાગ્યા; જાણે હજી તેમનો વિયોગ ગઈ કાલે જ થયો હોય!’૧૩<ref>૧૩. કાન્તમાલા, પૃ. ૩૦૦</ref> | ૧૮૯૨માં તેમનું બીજું લગ્ન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ પણ નર્મદા હતું. તેમને નાની પણ કહેતા. ‘મુગ્ધાને સંબોધન’ એ ‘નાની’ નામથી થયું છે. ‘પ્રિયાને પ્રાર્થના’ પણ તેમને ઉદ્દેશીને જ લખાયું છે. આ રીતે મણિભાઈનું સ્નેહાળ અંતઃકરણ સરલતાથી નવી દિશાએ વળ્યું પણ જૂનો સ્નેહ ભુલાય એવો છીછરો નહોતો. અને એ જખમ આખી જિંદગી કદી રુઝાયો નથી. એ નર્મદાના મૃત્યુ પછી વીસ એકવીસ વરસે જૂની કવિતાઓ તપાસતાં ‘નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું’ એ પંક્તિઓ વાંચતાં ‘તેમની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં અને અમે જેઓ તેમની પાસે બેઠા હતા અને નર્મદાને કદી નહિ જોયેલાં, તેમને મોઢે તેમના સૌંદર્યનું અને તેમના સદ્ગુણોનું વર્ણન કરવા લાગ્યા; જાણે હજી તેમનો વિયોગ ગઈ કાલે જ થયો હોય!’૧૩<ref>૧૩. કાન્તમાલા, પૃ. ૩૦૦</ref> | ||
મણિભાઈના બચપણના ધર્મસંસ્કારો એક સંસ્કારી ઉચ્ચ બ્રાહ્મણજ્ઞાતિના કુટુંબના હતા. તેમ છતાં સ્વતંત્ર નિર્ણય કરવાની વયે આપણે પ્રથમ તેમને નાસ્તિક નહિ તો અજ્ઞેયવાદી જોઈએ છીએ. તેમનાં કાવ્યો અને તેમના પત્રો આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે. શ્રીયુત નરસિંહરાવે મણિભાઈ વિશેના સ્મરણાંકમાં કંઈક આવી હકીકત નોંધી છે.૧૪ આ અનાસ્થા જડ ઔદાસીન્યની નહોતી પણ સતત ખોજ કરનારની અતૃપ્તિની હતી. ફિલસૂફીના અભ્યાસથી તેમની ખોજમાં ઊંડાણ, ચિંતન અને તર્કશીલતા આવ્યાં હશે. તેમની ધર્મજિજ્ઞાસા પહેલેથી જ તીવ્ર હતી પણ તેમના લાગણીવાળા સૌંદર્યપરીક્ષક અને તલસ્પર્શી અંતઃકરણને કોઈ પણ ધર્મસંપ્રદાય ચાલુ સ્વરૂપમાં ગ્રાહ્ય ન લાગ્યો. પ્રથમ પત્ની નર્મદાના અવસાનના મર્મવેધી શોકથી એક તરફથી મનોબળ વિહ્વલ થતી ગઈ. વળી શિક્ષણના ઇતિહાસ જેવો મહાન ગ્રંથ લખવાનો થાક પણ લાગેલો.૧૫<ref>૧૫. તે સમયના એક પત્રમાં લખે છે : ‘મારો ઇતિહાસ પૂરો થયો છે પણ એણે મને ભોંય ભેગો કરી દીધો છે. કવિતા હું મુદ્દલ વાંચતો નથી. વાંચી શકતો જ નથી. માત્ર કેળવણીવિષયક થોથાં વાંચી શકું છું.’ પ્રો. ઠાકોર ઠીક કહે છે કે આ પ્રસંગે એમને છ માસની ફર્લો મળી હોત તો કદાચ એમના જીવનનો આખોયે ઇતિહાસ બદલાઈ જાત. કાન્તમાલા પૃ. ૩૩૨–૩૩૩.</ref> અધૂરામાં પૂરું વડોદરાની નોકરીની ચિંતા ઉત્પન્ન થઈ. ‘વડોદરા છોડવું પડશે એમ લાગે. એલએલ. બી. થઈને વકીલ તરીકે નવો આરંભ કરીશ એમ કહેતા તથાપિ હૃદયનાં ઊંડાણોમાં એમ પાર ઊતરવા વિશે પૂરેપૂરી અશ્રદ્ધા લાગે અને બીજું શું કરવું તે ન સૂઝે એવી દશા અને ગ્લાનિ તેમને ૧૮૯૩થી થયા કરતી.’૧૬<ref>૧૬. યુગધર્મ. ૪, ૨૭૬</ref> આ ગ્લાનિ ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’માં પ્રગટ થઈ છે. | મણિભાઈના બચપણના ધર્મસંસ્કારો એક સંસ્કારી ઉચ્ચ બ્રાહ્મણજ્ઞાતિના કુટુંબના હતા. તેમ છતાં સ્વતંત્ર નિર્ણય કરવાની વયે આપણે પ્રથમ તેમને નાસ્તિક નહિ તો અજ્ઞેયવાદી જોઈએ છીએ. તેમનાં કાવ્યો અને તેમના પત્રો આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે. શ્રીયુત નરસિંહરાવે મણિભાઈ વિશેના સ્મરણાંકમાં કંઈક આવી હકીકત નોંધી છે.૧૪<ref>૧૪. સ્મરણમુકુર, પૃ. ૧૫૩</ref> આ અનાસ્થા જડ ઔદાસીન્યની નહોતી પણ સતત ખોજ કરનારની અતૃપ્તિની હતી. ફિલસૂફીના અભ્યાસથી તેમની ખોજમાં ઊંડાણ, ચિંતન અને તર્કશીલતા આવ્યાં હશે. તેમની ધર્મજિજ્ઞાસા પહેલેથી જ તીવ્ર હતી પણ તેમના લાગણીવાળા સૌંદર્યપરીક્ષક અને તલસ્પર્શી અંતઃકરણને કોઈ પણ ધર્મસંપ્રદાય ચાલુ સ્વરૂપમાં ગ્રાહ્ય ન લાગ્યો. પ્રથમ પત્ની નર્મદાના અવસાનના મર્મવેધી શોકથી એક તરફથી મનોબળ વિહ્વલ થતી ગઈ. વળી શિક્ષણના ઇતિહાસ જેવો મહાન ગ્રંથ લખવાનો થાક પણ લાગેલો.૧૫<ref>૧૫. તે સમયના એક પત્રમાં લખે છે : ‘મારો ઇતિહાસ પૂરો થયો છે પણ એણે મને ભોંય ભેગો કરી દીધો છે. કવિતા હું મુદ્દલ વાંચતો નથી. વાંચી શકતો જ નથી. માત્ર કેળવણીવિષયક થોથાં વાંચી શકું છું.’ પ્રો. ઠાકોર ઠીક કહે છે કે આ પ્રસંગે એમને છ માસની ફર્લો મળી હોત તો કદાચ એમના જીવનનો આખોયે ઇતિહાસ બદલાઈ જાત. કાન્તમાલા પૃ. ૩૩૨–૩૩૩.</ref> અધૂરામાં પૂરું વડોદરાની નોકરીની ચિંતા ઉત્પન્ન થઈ. ‘વડોદરા છોડવું પડશે એમ લાગે. એલએલ. બી. થઈને વકીલ તરીકે નવો આરંભ કરીશ એમ કહેતા તથાપિ હૃદયનાં ઊંડાણોમાં એમ પાર ઊતરવા વિશે પૂરેપૂરી અશ્રદ્ધા લાગે અને બીજું શું કરવું તે ન સૂઝે એવી દશા અને ગ્લાનિ તેમને ૧૮૯૩થી થયા કરતી.’૧૬<ref>૧૬. યુગધર્મ. ૪, ૨૭૬</ref> આ ગ્લાનિ ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’માં પ્રગટ થઈ છે. | ||
મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે.’૧૭<ref>૧૭. કાન્તમાલા, પૃ. ૩૦૪, ૩૦૫</ref> મહાનુભાવ અંતઃકરણોનાં દુઃખો પણ અસાધારણ છે. ચારુદત્તને અનેક વિપત્તિમાં દુઃખ એ જ લાગતું હતું. | મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે.’૧૭<ref>૧૭. કાન્તમાલા, પૃ. ૩૦૪, ૩૦૫</ref> મહાનુભાવ અંતઃકરણોનાં દુઃખો પણ અસાધારણ છે. ચારુદત્તને અનેક વિપત્તિમાં દુઃખ એ જ લાગતું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 174: | Line 189: | ||
પ્રાસમાં પણ એમણે કોઈ-કોઈ જગાએ વૈચિત્ર્ય દાખલ કર્યું છે : | પ્રાસમાં પણ એમણે કોઈ-કોઈ જગાએ વૈચિત્ર્ય દાખલ કર્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> હરિત નીલ સુદૂર વનસ્થલી – | {{Block center|<poem>હરિત નીલ સુદૂર વનસ્થલી – | ||
પર મળી સુકુમાર મૃગો રમે; | |||
ઉપવનો તણી સંવૃત આવલી – | |||
મહીં જવા પ્રણયી તરુણો ભમે. | |||
{{right|ચક્રવાક મિથુન}}</poem>}} | {{right|ચક્રવાક મિથુન}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 183: | Line 198: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મારી હોડી ખરાબામાં તૂટી ગઈ; | {{Block center|<poem> મારી હોડી ખરાબામાં તૂટી ગઈ; | ||
મારી જોડી હા! માયા તે લૂંટી ગઈ; | |||
{{right|અંતિમ પ્રાર્થના}}</poem>}} | {{right|અંતિમ પ્રાર્થના}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 555: | Line 570: | ||
એ શ્લોક પછી આવતી ફૂદડીઓનો બીજો શો અર્થ થઈ શકે? અર્થાત્ આ કાવ્ય મૂળ પાઠમાં કવિના તત્કાલીન મંતવ્યને જેટલું સબળ રીતે વ્યક્ત કરી શકે છે તેટલું નવા પાઠ સાથે નવી શ્રદ્ધાને વ્યક્ત કરી શકતું નથી. | એ શ્લોક પછી આવતી ફૂદડીઓનો બીજો શો અર્થ થઈ શકે? અર્થાત્ આ કાવ્ય મૂળ પાઠમાં કવિના તત્કાલીન મંતવ્યને જેટલું સબળ રીતે વ્યક્ત કરી શકે છે તેટલું નવા પાઠ સાથે નવી શ્રદ્ધાને વ્યક્ત કરી શકતું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[‘આલોચના’] | [‘આલોચના’]

'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||