ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હેમાંગિની રાનડે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. બી.એ. પૂર્ણ કર્યા બાદ એમ.એ.નું ભણતર શરૂ કર્યું પરંતુ માતાની ગંભીર માંદગીના કારણે પરીક્ષા ન આપી શક્યાં. માના અવસાન બાદ ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) ઈન્દોર સ્ટેશનના નાટ્ય વિભાગમાં (હિન્દી વિભાગ) કામ કરવાનું શરૂ કર્યું. પિતાના અવસાન બાદ મુંબઈ આવ્યા અને ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) મુંબઈ સ્ટેશનમાં પ્રોગ્રામ રાઈટર, પ્રોગ્રામ ડાયરેક્ટર અને ઉદઘોષક તરીકેની કામગીરી નિભાવી. એટલું જ નહીં, લાંબા સમય સુધી મુંબઈ ઑલ ઈન્ડિયા રેડિયો (AIR) પરના લોકપ્રિય કાર્યક્રમ ‘નારી જગત’ના પ્રોડ્યુસર-ડાયરેક્ટર તરીકેની કામગીરી પણ સફળતાપૂર્વક અદા કરી. તેમણે પોતાનાં  સ-રસ વોઈસ-ઓવરથી કેટલાંય હિન્દી રેડિયો નાટકો અને સીરીયલને જીવંત કરી દીધાં. તેમણે પોતાનાં પ્રભાવક અવાજમાં મુંબઈની જાણીતી સામાજિક સેવાભાવી સંસ્થા ‘નેશનલ એસોસિયેશન ફોર બ્લાઇન્ડ’ માટે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં ઘણાં પુસ્તકોનું એક પણ રૂપિયો લીધાં વિના રેકોર્ડિંગ કરી આપ્યું. ઈ.સ.૧૯૬૭માં તેમનાં લગ્ન પ્રખ્યાત સંગીતજ્ઞ ડૉ. અશોક રાનડે સાથે થયાં અને ત્યારબાદ હમીદા ઈબ્રાહિમમાંથી હેમાંગિની રાનડે બન્યાં. તેઓ હંમેશા ડૉ. અશોક રાનડેના સંગીતના પ્રોજેકટસમાં સક્રિયપણે જોડાતાં રહ્યાં છે. એટલું જ નહીં, ડૉ. અશોક રાનડેના થીમ આધારિત પ્રોગ્રામ ‘સાવન’ના ઓડિયો રેકોર્ડિંગ માટે તેમણે વોઈસ ઓવર પણ આપ્યો છે. ડૉ.રાનડેની કેટલીક રચનાઓ માટે ગીત પણ લખવાનું કામ કર્યું છે. ડૉ. રાનડેના પુસ્તકનો હિન્દી ભાષામાં ‘હિન્દુસ્તાની સંગીત’ નામથી અનુવાદ કર્યો છે, તેનું પ્રકાશન નેશનલ બુક ટ્રસ્ટે કર્યું છે. ડૉ. રાનડેના અવસાન બાદ તેમના અપ્રકાશિત લેખનને પ્રકાશિત કરવામાં અને‘ડૉ. અશોક ડી.રાનડે આર્કાઈવ્સ ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ કલ્ચર’ની સ્થાપના કરવામાં પણ તેમણે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.   

આકાશવાણી માટે તેમણે હિન્દી અને ગુજરાતીમાં અનેક નાટકો, વાર્તાઓ અને લેખો લખ્યાં, પરંતુ તેમનાં સર્જનાત્મક લેખનનો ખરો આરંભ આકાશવાણીમાંથી નિવૃત્ત થયા પછી થયો. ‘અનુભવ’ (ઈ.1996, રાજકમલ પ્રકાશન), ‘સીમાંત’ (ઈ.1999, રાજકમલ પ્રકાશન), ‘એક સ્ત્રી કી આત્મહત્યા’ (ઈ.2005, મેઘા બુક્સ), ‘અતીત કી અનુગુંજ (ઈ.2008, મેઘા બુક્સ) અને ‘ઔર એક સાલ’ (ઈ.2016, મેઘા બુક્સ) – આ પાંચ તેમની હિન્દી ભાષામાં પ્રકાશિત નવલકથાઓ છે. ‘પારિજાતક’ એ (ઈ.2010, ગુજરાતી સાહિત્ય પરિષદ) તેમનો ગુજરાતીમાં પ્રકાશિત એકમાત્ર વાર્તાસંગ્રહ છે. મહદઅંશે તેમની રચનાઓના કેન્દ્રમાં સ્ત્રી હોવા છતાં પારિવારિક કલેશ, સંબંધો અને આધુનિક ભારતમાં બદલાઈ રહેલી વિચારસરણી જેવી બાબતો તેમનાં રચનાત્મક લેખનમાં ધ્યાન ખેંચે છે. દૃશ્યાત્મકતા અને પાત્રોનું માનસશાસ્ત્રીય રીતિએ થતું નિરૂપણ – તેમાંય બાળકોનાં માનસનું અત્યંત ચીવટપૂર્વકનું નિરૂપણ તેમની વાર્તાઓનો વિશેષ ગણી શકાય. નેશનલ બુક ટ્રસ્ટની બાળકો અને કિશોરોની પત્રિકા માટે તેમણે સરસ વાર્તાઓ લખી છે. તેમની વાર્તાઓ ‘સમકાલીન’, ‘ભારતીય સાહિત્ય’, ‘ધર્મયુગ’, ‘નવભારત ટાઈમ્સ’, ‘આજકલ’, ‘કથાદેશ’, ‘સાપ્તાહિક હિંદુસ્તાન’, ‘સારિકા’, ‘જનસત્તા સબરંગ’ વગેરે હિન્દી સામયિકો-અખબારોમાં પ્રકાશિત થઈ. તેમની ગુજરાતી વાર્તાઓ ‘કથાગુર્જરી’, ‘નવનીત સમર્પણ’ અને ‘ગદ્યપર્વ’ જેવા પ્રખ્યાત સામયિકોમાં પ્રગટ થઈ છે. ઈ.200૫ની શ્રેષ્ઠ ગુજરાતી નવલિકાઓમાં તેમની ‘શરૂઆત’ વાર્તા પસંદ થઈ હતી. ઈ.૨૦૦૬માં ‘ઉનાળો’ વાર્તાને પ્રતિષ્ઠિત ‘કથા’ પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમની ગુજરાતી વાર્તાઓના હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં અનુવાદો પણ થયા છે. જેમ કે,‘બેસ્ટ ફ્રેન્ડ’ વાર્તાનો અંગ્રેજીમાં‘સોરી બેસ્ટ ફ્રેન્ડ’ નામથી અંગ્રેજીમાં અનુવાદ થયો, જે પેંગવિન પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘પફિન’માં સ્થાન પામ્યો. તે જ વાર્તાનો હિન્દી અનુવાદ હિન્દી સંપાદન‘તુલિકા’માં પ્રગટ થયો છે. ‘ત્રિશંકુ’ વાર્તાનો મરાઠી ભાષામાં થયેલો અનુવાદ ‘કટ્ટયવર્ય’ સંગ્રહમાં સ્થાન પામ્યો છે. ગુજરાતી ભાષામાં રચનાત્મક લેખનના આરંભ વિશે વાત કરતાં હેમાંગિની રાનડે નોંધે છે કે,

‘અમારા કવિ મિત્ર મેઘનાદભાઈ ભટ્ટના પ્રોત્સાહનથી ગુજરાતીમાં લખવાનું સાહસ કર્યું...ઘણાં વર્ષોથી જે ભાષામાં લેખન ન કર્યું હોય તેની લઢણ સાંપડવી અઘરી ખરી પણ માતૃભાષા લોહીમાં જ ક્યાંક સંતાયેલી હશે, તે ધીમે ધીમે રંગ પકડતી ગઈ. અહીં મારે કબૂલ કરવું જ જોઈએ કે આ પ્રયાસમાં હું એકલી નહોતી, જે લોકોએ મદદનો હાથ લંબાવ્યો તેમનું ઋણ માન્ય કરવું ઘટે...સાહિત્ય સહવાસના અમારા પાડોશી ભાઈ પ્રકાશ મહેતા મારી રચનાઓનાં પહેલા વાચક. ‘નવનીત સમર્પણ’ના સંપાદક શ્રી દીપક દોશી અને ‘ગદ્યપર્વ’ના બહેન ગીતા નાયક. જેમણે સાવ અજાણ્યા લેખકને ફક્ત પ્રોત્સાહન જ ન આપ્યું, જરૂરી સૂચનો અને સલાહ સાથે, લખવા માટે પ્રેરણા પણ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમા જ્યારે મેં આ વાર્તાઓની હસ્તપ્રત મોકલી, ત્યારે ભાઈશ્રી રમેશ દવે, જેમણે લખાણ બાબત પ્રોત્સાહન આપી મારું સાહસ વધારી મને ઉપકૃત કરી છે.’  

તેમનું અવસાન ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ પૂના ખાતે થયું.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
Line 86: Line 86:
‘પાશ’ આ સંગ્રહની જ નહીં પણ ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ વિશિષ્ટ સ્થાન પામે તે પ્રકારની વાર્તા છે. પ્રમાણમાં દીર્ઘ હોય તેવી નવલિકાઓનું એક સુંદર સંપાદન ડૉ. શિરીષ પંચાલે  ‘સપ્તપર્ણ’ નામથી કર્યું છે. તેમાં તેમણે આરંભે દીર્ઘ નવલિકાઓનું વાચન શી રીતે કરવું તે અંગે પાયાની ચર્ચા કરી છે. ‘પાશ’માં પણ નારીનું સંવેદન કેન્દ્રમાં છે. વસુંધરાકાકી આ વાર્તાનું પ્રમુખ પાત્ર છે. ત્રીસેક પૃષ્ઠમાં વિસ્તરતી વાર્તાનું ફલક વ્યાપક છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું નિરૂપણ કરતી આ વાર્તા વાંચતી વેળાએ ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો બીજો ભાગ ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ યાદ આવે. ‘પાશ’ વાર્તા બે ભાગમાં વહેંચાયેલી છે. બાર વર્ષની વયે વસુંધરા  પરણીને દેસાઈ કુટુંબમાં આવે છે ત્યાંથી માંડીને ભત્રીજા અનિલની વહુ બાળકને જન્મ આપે છે ત્યાં સુધીનો સમય વણી લેવાયો છે. કથનકેન્દ્ર સર્વજ્ઞનું હોવાછતાં વાર્તા વસુંધરાના દૃષ્ટિકોણથી કહેવાઈ છે. પ્રથમ ભાગમાં ભત્રીજો અનિલ જૂનું વારસાગત મકાન તોડીને તે જ જમીન પર ફ્લેટ બનાવવા જઈ રહ્યો છે. વસુંધરા જૂના ઘરમાં થાંભલીના ટેકે બેઠી બેઠી પોતાના જીવનનાં લેખાજોખાં કરી રહી છે. વસુંધરાના માનસપટ પર પ્રેમાળ અને ગર્વિષ્ઠ સાસુ, નપુંસક પતિ માધવરાવ, બીમાર જેઠાણી, લંપટ અને ઉડાઉ જેઠ, સ્વતંત્ર મિજાજવાળી અને પતિને વશમાં રાખતી દેરાણી, પત્નીની ‘હા’માં ‘હા’ ભણતો દિયર, શાખની ખોટી વાતોમાં રાચતા ખર્ચાળ સસરા, કુટિલતાથી ઘરનો બધો વહીવટ હાથમાં લઈ લેતી વિધવા નણંદ ગંગા, નવજાત ભત્રીજો અનિલ- આ બધાં કુટુંબીજનો એક પછી એક જીવંત થઈ ઊઠે છે. ભર્યાભાદર્યાં ઘરની જાહોજલાલી અને ક્રમશ: કૌટુંબિક વિખવાદો તથા આર્થિક પાયમાલીના કારણે આખો પરિવાર તૂટતો જાય છે. છેલ્લે બચે છે આ ઘરના સ્તંભ સરીખી અડગ અને એકલી વસુંધરા. બીજા ભાગમાં વસુંધરા અનિલની સાથે તેના નવા ઘરમાં રહેવા આવે છે અને ત્યાંથી તૂટતાં ઘરને જુએ છે. જૂના ઘરનો થાંભલો ઊખડતો નથી એ વાતે વસુંધરા ખુશ છે. એ ભૂતકાળના પાશમાંથી થોડું જ છૂટી શકાય! વસુંધરા આ પાશમાંથી છૂટે છે. અનિલની ગર્ભવતી પત્ની પુત્રને જન્મ આપે છે. સાસુનું જેવું વસુંધરા સાથે જોડાણ હતું તેવું જોડાણ વસુંધરાનું અનિલની પત્ની સાથે સધાય છે. એક તરફ થાંભલો તૂટે છે, બીજી તરફ એ જ કુટુંબનો વારસ જન્મે છે અને તેને ખોળામાં લેતાંવેંત વસુંધરા ભૂતકાળના પાશમાંથી મુક્ત થઈને ભવિષ્ય તરફ જુએ છે. વાર્તાકારની સમયસૂઝ અને  બાયફોકલની રચનારીતિના લીધે વિશાળ સમયપટ પર ફેલાયેલી અને અનેક પાત્રોને વણી લેતી આ વાર્તા ચુસ્ત બની છે. વાર્તાકારે વર્તમાનના માત્ર સાત દિવસની ઘટનાઓનું આલેખન કર્યું છે એ રીતે સમયનું સંકોચન છે. વસુંધરાની સ્મૃતિઓરૂપે તે બાર વર્ષની વયે વહુ બનીને આવે છે ત્યારથી માંડીને આજદિન સુધીના સમયને આવરી લીધો છે. સાત દિવસનો ભૌતિક સમય અને સ્મૃતિઓરૂપે ચૈતસિક સમય – આ ગૂંથણી વાર્તાને ઉપકારક બની છે. સાત દિવસની સમયસંકલના વડે એક જીવંત પરિવાર અને તેના પતનની વાત કહેવાઈ છે. આખી વાર્તામાં પરિવેશની સૂક્ષ્મ વિગતસભર ગૂંથણીના લીધે વાર્તા અર્થસભર બની છે. વસુંધરાના પતિ માધવરાવની નપુંસકતા હીંચકાના કીચૂડાટ અને બીડીના ધુમાડાથી સૂચવાઈ છે. પૂજાની ઓરડીનો અંધકાર ગંગા નણંદના જેઠ સાથેના અનૈતિક સંબંધને સૂચવે છે, સાથે જ આ અંધકાર વસુંધરાના અચેતનને પણ દર્શાવે છે. ઘરની જાહોજલાલી અને બધાનો એકમેક માટેનો પ્રેમ સૂરજનો પ્રકાશ, અગરબત્તીની સુગંધ, મંજીરાનો ધ્વનિ અને સસરાના અવાજથી મૂર્ત થાય છે. દૂધ પી જતી મીનીનો એકાધિકવાર આવતો ઉલ્લેખ જુદાંજુદાં સંકેતો રચે છે. મીની વસુંધરાની એકલતાની સાથી છે. મીનીને મારી બેસતાં માધવરાવનો વંધ્ય આક્રોશ એ ચેષ્ટા વડે સૂચવાય છે. મીનીની દૂધ પી જવાની ચેષ્ટા ગંગાની બધુ હડપ કરી જવાની વૃત્તિનો સંકેત બની રહે છે. સાસુની નાકની મોતીની નથ એ સાસુ, વસુંધરા અને અનિલની વહુને જોડતી કડી બને છે. પહેલીવાર વસુએ સાસુના ગુલાબી હોઠ પર ચમકતી પંચારતી સમી નથ જોઈ હતી તે પળથી વસુ સ્નેહના તાંતણે સાસુ સાથે બંધાઈ ગઈ હતી. આ જ નથ વસુંધરા અનિલની વહુને પહેરાવતી વેળાએ વિચારે ચે કે, ‘આજે નથનો સાચો ધણી મળી ગયો છે.’ થાંભલો વસુંધરાની સ્મૃતિઓને, તેના કુટુંબીજનો અને ઘર સાથેના પ્રગાઢ બંધનને સૂચવે છે. વાર્તાના અંતે ઊખડી જતો થાંભલો વસુંધરાનાં ભૂતકાળના પાશમાંથી થતાં છૂટકારાનો સંકેત બની રહે છે.

આ વાર્તામાં જન્મ અને મૃત્યુનું ચક્ર પણ ગૂંથાયેલું છે. જેઠાણી, જેઠ, સસરા, સાસુ અને અંતે પતિ માધવરાવ – આ બધાંના મૃત્યુ વસુની સ્મૃતિઓરૂપે આવે છે. બાળક અનિલનો જન્મ અને અનિલને ત્યાં પુત્રનો જન્મ એમ બે જન્મની ઘટના વડે કાળનું ચક્ર પૂર્ણ કરવામાં આવ્યું છે. વસુંધરાએ નવજાત અનિયને સ્નેહથી ખોળામાં લીધો હતો. અનિલની પત્ની ગર્ભવતી થઈ તે નવ મહિનાની વસુંધરા સાક્ષી બને છે. તેથી અનિલના બાળકનો જન્મ વસુંધરાનો પણ નવો જન્મ બની રહે છે. વાર્તામાં સંયુક્ત કુટુંબમાં જોવા માલતિ ખટપટો અને કાવાદાવા પણ આલેખાયા હોઈ વાર્તા વાસ્તવિક બની છે. દેરાણીના પત્ર વડે એ ખટપટોનો તંતુ વર્તમાન સુધી- અનિલ સુધી લંબાય છે. અનિલ વસુંધરાની લાગણીને સમજે છે અને તે ખરા અર્થમાં વસુંધરાનો વારસ બની રહે છે. ચુસ્ત સમયસંકલના, ઝીણું નકશીકામ, બાયફોકલની પ્રયુક્તિ, ઘરના પરિવેશનું સંકેતસભર નિરૂપણ વડે આ વાર્તા ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ વિશિષ્ટ સ્થાનની અધિકારી બની રહે છે.  

  ‘શરીર’ વાર્તામાં માલતીની દશા ભગવતીની મા જેવી છે. ચાર ખંડમાં વિસ્તરેલી આ વાર્તામાં સર્વજ્ઞ અને ‘હું’ એમ બેવડું કથનકેન્દ્ર પ્રયોજાયું છે. સરકારી ઑફિસ, માલતીની સાસરીની ચાલી, રેલ્વે સ્ટેશન, રેસ્ટોરાં તથા હૉસ્પિટલનો પરિવેશ શહેરી વાતાવરણને સુરેખ રીતે ઉપસાવે છે. નર્સ અને ઉષા માલતીને હૉસ્પિટલમાં સંવેદનહીન લાગે તેવી રીતે હરતાંફરતાં જુએ છે અને તેના આધારે ઉષા માલતીના વ્યક્તિત્વ વિશે ખોટું અનુમાન લગાવી બેસે છે. અહીં પ્રત્યક્ષ વર્ણન અને સંવાદથી વાત કહેવાઈ છે. ઉષા અને નર્સ માલતીના જીવનના જે પાસાથી અજાણ છે તે પાસું સર્વજ્ઞ કથક પોતે વર્ણવે છે. એ રીતે માલતીનો ભૂતકાળ અને વર્તમાન એકમેક સાથે ગૂંથાતાં જાય અને ભાવકને માલતીના વર્તન પાછળની વેદના સમજાય. તેથી ભાવક ઉષા કરતાં જુદી નજરે માલતીને જુએ. વાર્તાકારે ઉષાને માલતીના જીવનનું સત્ય નહીં ખબર પાડવા દઈ અદ્બુત સંયમ જાળવ્યો છે. વાર્તાના અંતે ઉષા માલતીને તિરસ્કારભરી નજરે જુએ અને ભાવક માલતી પ્રત્યે કરુણા અનુભવે. માલતી એ વ્યક્તિ નહીં પરંતુ જાણે કે એક શરીર માત્ર છે. સમાજમાં ઘણીવાર કોઈ એક પ્રસંગ કે ઘટના પરથી કોઈ વ્યક્તિ વિશે- ખાસ કરીને સ્ત્રી વિશે પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય આપી દેવાય છે. વાર્તાકાર આ વાર્તામાં આપણી આ સામુહિક મનોવૃત્તિને તાગતાં હોઈ કથકનો સીધો વાર્તામાં થતો પ્રવેશ ખૂંચતો નથી.  

‘ઉનાળો’માં બેકાર યુવકની વ્યથાકથા તેના જ મુખે કહેવાય છે. ચાલીમાં બીમાર બાપ અને મા-બહેનની સાથે રહેતો નાયક પાડોશમાં રહેતા વિકલાંગ બાળકને, નવા રહેવા આવેલાં દંપતીને, રસ્તા પરથી પસાર થતી ભીડને શૂન્ય નજરે તાકયા કરે છે. કથાનાયકની ચેતનાથી આખી વસ્તુસ્થિતિનું નિરૂપણ થયું હોવાથી વાર્તા આસ્વાદ્ય બની છે. નાયકની સૂની, નિર્જીવ આંખ આસપાસ જે કાંઈ બનાવ બને તે જોયા કરે તે રીતે વર્ણન થયું છે. વાર્તાના આરંભના આ વિધાનો જુઓ.

‘ઉનાળાની હજુ શરૂઆત હતી, પણ એ બંધ ઓરડીમાં બપોરે જીવ ગૂંગળાઈ જતો. ગેલેરીમાંથી હું નીચે સૂની ગલી જોયા કરતો. ઓરડામાં હું પાછો જતો. હું બાઘાની જેમ અનિયમિત ચાલતી એ ધમણ જોયા કરતો. હવે હું બહાર ઊભો રહી રસ્તા પરની ઊડતી ધૂળ જોયા કરતો.’ (પૃ.30)

Line 97: Line 97:
હેમાંગિની રાનડેની વાર્તાઓમાં પરિવેશ ખૂબ અગત્યનું તત્ત્વ બની રહે છે. ‘શરીર’માં સરકારી ઑફિસ, ચાલી, હૉસ્પિટલ, રેસ્ટોરાં, રેલ્વે સ્ટેશન વડે માલતીની ભીંસ પૂરેપૂરી મૂર્ત થઈ છે. ‘ઉનાળો’માં બેકાર નાયકની ગૂંગળામણ બળબળતા ઉનાળા અને ચાલીના પરિવેશથી સચોટ રીતે ઊપસી છે. ‘પારિજાતક’માં વૃક્ષની સુગંધ અને તેની વિરોધે ખાલી ઘરમાં ભગવતીની માના નિ:સાસા વડે વાર્તા વ્યંજનાક્ષમ બની છે. ‘પાશ’માં જૂના ઘરનો પરિવેશ મહત્ત્વની પ્રયુક્તિ બને છે. પંચેન્દ્રિયોથી પામી શકાય તેવી રીતે થયેલું પરિવેશનું બારીક નિરૂપણ, પાત્રોની વય, વ્યવસાય, પરિસ્થિતિ આદિને આધારે થતું તેમનું માનસશાસ્ત્રીય આલેખન, સ્મૃતિઓ વડે પાત્રોની ઘડાતી, મરડાતી, તૂટતી સંવેદનાઓની તેમના જીવન પર થતી અસરો, કથનકેન્દ્રની યોગ્ય પસંદગી અને વાર્તાના વિષયને અનુરૂપ ગદ્યને કારણે હેમાંગિની રાનડેની વાર્તાઓ ગુજરાતી નવલિકાક્ષેત્રે અવિસ્મરણીય બની રહે છે.

{{rh|ડૉ. આશકા પંડ્યા<br>|વિવેચક, સંશોધક<br>|મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭}}<br><br><br>
{{rh|||ડૉ. આશકા પંડ્યા<br>વિવેચક, સંશોધક<br>મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu