35,830
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
નીતાએ ઢાળેલી પાંપણે જ જવાબ આપ્યો, “ તમને ઠીક લાગે એમ.” | નીતાએ ઢાળેલી પાંપણે જ જવાબ આપ્યો, “ તમને ઠીક લાગે એમ.” | ||
આ ‘ઠીક’ શબ્દની ઠોકર એ ઘણી વાર ખાઈ ચૂક્યો હતો. સમજાવટનું હથિયાર વાપર્યા સિવાય હવે છૂટકો નહોતો. “જો નીતા, આપણો ભઇલું હવે ચોથામાં આવ્યો, ને હવે આ બધું શોભે? એ તો ઠીક, પણ તારી ડિલવરી, મારી ઓફિસ ને ભઇલુની સ્કૂલ, આ બધું કેમ સચવાય? અને તને તો ખબર જ છે કે બીજું કોઈ આપણા માટે એક દિવસ પણ કાઢી આપે એમ છે ?” નીતાએ સામેથી આવતા શબ્દોની ગૂંચવણને જવાબમાં પ્રવેશવા દીધી નહીં ને સાવ ઠંડા કલેજે જવાબ વાળ્યો, ‘પણ એમાં હું શું કરું ?’ આ ‘શું કરું’ના જવાબમાં સમીર ઘણું કહેવડાવવા અને કરાવવા માંગતો હતો. પણ એ દૂધનો દાઝેલો .....! દરરોજ ચા-નાસ્તાની વીસ મિનિટનો સમય આજે કલાક સુધી લંબાયો. પણ એ લંબાતા જતા સમય પાસે પણ કોઈ ઉપાય હાથવગો નહોતો. | આ ‘ઠીક’ શબ્દની ઠોકર એ ઘણી વાર ખાઈ ચૂક્યો હતો. સમજાવટનું હથિયાર વાપર્યા સિવાય હવે છૂટકો નહોતો. “જો નીતા, આપણો ભઇલું હવે ચોથામાં આવ્યો, ને હવે આ બધું શોભે? એ તો ઠીક, પણ તારી ડિલવરી, મારી ઓફિસ ને ભઇલુની સ્કૂલ, આ બધું કેમ સચવાય? અને તને તો ખબર જ છે કે બીજું કોઈ આપણા માટે એક દિવસ પણ કાઢી આપે એમ છે ?” નીતાએ સામેથી આવતા શબ્દોની ગૂંચવણને જવાબમાં પ્રવેશવા દીધી નહીં ને સાવ ઠંડા કલેજે જવાબ વાળ્યો, ‘પણ એમાં હું શું કરું ?’ આ ‘શું કરું’ના જવાબમાં સમીર ઘણું કહેવડાવવા અને કરાવવા માંગતો હતો. પણ એ દૂધનો દાઝેલો .....! દરરોજ ચા-નાસ્તાની વીસ મિનિટનો સમય આજે કલાક સુધી લંબાયો. પણ એ લંબાતા જતા સમય પાસે પણ કોઈ ઉપાય હાથવગો નહોતો. | ||
‘સારુ, સાંજે વહેલો આવું છું. ચેક-અપ માટે જઈ આવીએ.’ કહીને તે ઊભો થઈ ગયો. સાંજે ડોક્ટર સાથે થનાર વાર્તાલાપ આખો દિવસ એના માનસ પર છવાયેલો રહ્યો. ‘ડોક્ટર જ એમ કહી દે કે પાંત્રીસ વરસ પછીની ડિલવરી જોખમી ગણાય, તો?, આ ઉંમર પછી જન્મેલા બાળકને શારીરિક-માનસિક ખોડ-ખાંપણની શકયતા વધારે રહે છે, તો? ડોક્ટરના મોટાં તપાસ મશીનો સામે સવારનું એ સામાન્ય ટેસ્ટર વામણું સાબિત થાય તો? ડોક્ટર નીતાના જીવનું જોખમ બતાવે તો?’ આવા તો અનેક મનવાંછિત પ્રશ્નો એના મગજમાં આખો દિવસ ભટકતા રહ્યા. | |||
સાંજે ચેકઅપ બાદ દવાખાનાનાં પગથિયાં ઊતરતાં એના વિચારોએ ડોક્ટરને પણ આડા હાથે લીધો હતો. “સાલા...એકસો ચાલીસ કરોડની વસ્તીવાળા આ દેશમાં આવા વસ્તીવાદી ડોક્ટરો શું કામ જીવતા હશે? મને કહે છે, ‘કુદરતના ન્યાયને હસતા મોઢે સ્વીકારી લો.’ પણ એ બે-ચાર વર્ષ સુધી રડીરડીને મને હસવાનું ભુલાવી દેશે ત્યારે મને સથવારો આપવા તારો બાપ આવશે? એના લાલન-પાલન, ભણવાની ને કામધંધે લગાડવાની જવાબદારી હોસ્પિટલ ઉપાડશે? આ શકુનિએ તો મારા પક્ષમાં એકેય પાસું ન ફેક્યું. ને ઘરવાળાંઓ? એ તો વર્ષોથી ગલ નાખીને જ બેઠાં છે. સમાચાર મળતાં જ હરખ-પદુડા થઈ દોડશે ને એક જ કલાકમાં આવતા દસ મહિનાનું આયોજન ઘડી કાઢશે. ને બાપુજી તો એના જન્મ પછી કરવાની ઉજવણીઓની જાહેરાત પણ કરી નાખશે. આ સમાચાર પહોંચે એ પહેલાં જ કંઇક કરવું પડશે. પણ શું? દુનિયાભરના ચિંતકોનું જ્ઞાન આ સાંજે સમીરને નિરર્થક લાગતું હતું. અણુ-પરામાણુનાં સંભવિત ચિત્રો દોરાયાં પણ સમીરના મનમાં ચાલતા વિચારોનું ચિત્ર દોરવું મુશ્કેલ હતું. એને ઇચ્છિત એવા ચિત્રને આકાર આપવા માટે દિવસો સુધી તમામ રેખાઓને આડી, ઊભી, ત્રાંસી કરી જોઈ પણ પરિણામ શૂન્ય આવ્યું. એ ચિત્રને પરિસ્થિતિના કૂચડાને આધારે છોડી દઈ સમીરે જીવવા માંડ્યું. | સાંજે ચેકઅપ બાદ દવાખાનાનાં પગથિયાં ઊતરતાં એના વિચારોએ ડોક્ટરને પણ આડા હાથે લીધો હતો. “સાલા...એકસો ચાલીસ કરોડની વસ્તીવાળા આ દેશમાં આવા વસ્તીવાદી ડોક્ટરો શું કામ જીવતા હશે? મને કહે છે, ‘કુદરતના ન્યાયને હસતા મોઢે સ્વીકારી લો.’ પણ એ બે-ચાર વર્ષ સુધી રડીરડીને મને હસવાનું ભુલાવી દેશે ત્યારે મને સથવારો આપવા તારો બાપ આવશે? એના લાલન-પાલન, ભણવાની ને કામધંધે લગાડવાની જવાબદારી હોસ્પિટલ ઉપાડશે? આ શકુનિએ તો મારા પક્ષમાં એકેય પાસું ન ફેક્યું. ને ઘરવાળાંઓ? એ તો વર્ષોથી ગલ નાખીને જ બેઠાં છે. સમાચાર મળતાં જ હરખ-પદુડા થઈ દોડશે ને એક જ કલાકમાં આવતા દસ મહિનાનું આયોજન ઘડી કાઢશે. ને બાપુજી તો એના જન્મ પછી કરવાની ઉજવણીઓની જાહેરાત પણ કરી નાખશે. આ સમાચાર પહોંચે એ પહેલાં જ કંઇક કરવું પડશે. પણ શું? દુનિયાભરના ચિંતકોનું જ્ઞાન આ સાંજે સમીરને નિરર્થક લાગતું હતું. અણુ-પરામાણુનાં સંભવિત ચિત્રો દોરાયાં પણ સમીરના મનમાં ચાલતા વિચારોનું ચિત્ર દોરવું મુશ્કેલ હતું. એને ઇચ્છિત એવા ચિત્રને આકાર આપવા માટે દિવસો સુધી તમામ રેખાઓને આડી, ઊભી, ત્રાંસી કરી જોઈ પણ પરિણામ શૂન્ય આવ્યું. એ ચિત્રને પરિસ્થિતિના કૂચડાને આધારે છોડી દઈ સમીરે જીવવા માંડ્યું. | ||
સતત સાડા-આઠ મહિના સુધી સેવેલી અનેક શંકા-કુશંકાઓને ખોટી પાડી સમયના શક્તિશાળી પુરુષે એને બીજા સંતાનનો પિતા બનાવ્યો. આજે તો બે મહિના પૂરા થતાં નીતા પિયરથી પોતાના ઘેર આવવાની હતી. પુત્રના જન્મ વખતે એ બે દિવસ હોસ્પિટલમાં રોકાયો હતો ને ત્યાર પછી પણ આઠ-દસ વખત મા-દીકરાને મળી આવ્યો હતો. પણ જ્યારે પણ ગયો નીતાના માથે હાથ ફેરવી સમાચાર પૂછ્યા છે. નવા-મહેમાનના ખબર-અંતર પૂછ્યા છે પણ પુત્રને ખોળામાં લઈ રમાડવાનો ઉમળકો જાગ્યો નથી. એની ને નીતાની વચ્ચે આ વિષયે બહુ વાત પણ ક્યાં થઈ છે? | સતત સાડા-આઠ મહિના સુધી સેવેલી અનેક શંકા-કુશંકાઓને ખોટી પાડી સમયના શક્તિશાળી પુરુષે એને બીજા સંતાનનો પિતા બનાવ્યો. આજે તો બે મહિના પૂરા થતાં નીતા પિયરથી પોતાના ઘેર આવવાની હતી. પુત્રના જન્મ વખતે એ બે દિવસ હોસ્પિટલમાં રોકાયો હતો ને ત્યાર પછી પણ આઠ-દસ વખત મા-દીકરાને મળી આવ્યો હતો. પણ જ્યારે પણ ગયો નીતાના માથે હાથ ફેરવી સમાચાર પૂછ્યા છે. નવા-મહેમાનના ખબર-અંતર પૂછ્યા છે પણ પુત્રને ખોળામાં લઈ રમાડવાનો ઉમળકો જાગ્યો નથી. એની ને નીતાની વચ્ચે આ વિષયે બહુ વાત પણ ક્યાં થઈ છે? | ||