35,830
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|8. કાગડાભૈનું ‘ક્રા’|સંજય પટેલ }} | {{Heading|8. કાગડાભૈનું ‘ક્રા’|સંજય પટેલ }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Sanjay Patel 1.jpg|right|175px]] | |||
‘મને પાંચેક દિવસ ઉપર થયા છે.’ શબ્દો કાને પડતાં જ સવારની પહેલી ચાનો પહેલો ઘૂંટડો ભરવા લંબાયેલા સમીરના હોઠ પાછા ખેંચાઈ ગયા. ચાની ચુસકી લીધા વિના પણ એ સખત દાઝી ગયો હોય એવું લાગ્યું. એ નીતા સામે માત્ર જોઈ રહ્યો. કેટલીક ક્ષણો માટે એ બંનેની આસપાસ શાંતિ છવાઈ ગઈ. આ અવકાશમાં નિતાના શબ્દોએ કાંકરી નાખીને ખાલીપો પૂર્યો. ‘સાંજે આવતી વખતે પેલું ટેસ્ટ કરવાનું લેતા આવશો?’ સમીરનું માથું કોઈ અદૃશ્ય ભારથી કે પછી પ્રશ્નના જવાબના હકારમાં પણ, ચાઇનીઝ બતકની જેમ ગરદનની ધરી પર ઝૂલી રહ્યું હતું. | ‘મને પાંચેક દિવસ ઉપર થયા છે.’ શબ્દો કાને પડતાં જ સવારની પહેલી ચાનો પહેલો ઘૂંટડો ભરવા લંબાયેલા સમીરના હોઠ પાછા ખેંચાઈ ગયા. ચાની ચુસકી લીધા વિના પણ એ સખત દાઝી ગયો હોય એવું લાગ્યું. એ નીતા સામે માત્ર જોઈ રહ્યો. કેટલીક ક્ષણો માટે એ બંનેની આસપાસ શાંતિ છવાઈ ગઈ. આ અવકાશમાં નિતાના શબ્દોએ કાંકરી નાખીને ખાલીપો પૂર્યો. ‘સાંજે આવતી વખતે પેલું ટેસ્ટ કરવાનું લેતા આવશો?’ સમીરનું માથું કોઈ અદૃશ્ય ભારથી કે પછી પ્રશ્નના જવાબના હકારમાં પણ, ચાઇનીઝ બતકની જેમ ગરદનની ધરી પર ઝૂલી રહ્યું હતું. | ||
ચા-નાસ્તાની વિધિ ઝડપથી આટોપી તેણે ઓફિસ જવા ગાડી ચાંલુ કરી. વિચારોનો સેલ તો આજે સવારે જ વાગી ગયો હતો. ગાડી અને વિચારો બંનેએ પૂરપાટ ઝડપ પકડી લીધી હતી. “આ સ્ત્રીઓ....! શું ભૂસું ભર્યું છે દિમાગમાં? આ જિંદગી શું છોકરાં મોટાં કરવા માટે જ મળી છે? આ મોટો તો બિચારો સારો કે, ક્યાં મોટો થઇ ગયો એ ખબર જ ન પડી. ને એનેય નવ વર્ષ થયાં, અને હવે ?’ ચાર મહિના પહેલાં જ ભજવાયેલું કકળાટનું આવું જ એક દૃશ્ય પાછું એના મગજમાં ભજવાઈ રહ્યું. આ જ રીતે તે યુરિન ટેસ્ટર લઈ આવ્યો હતો. એના પર યુરિનનાં બે ટપકાં પડતાં જ ઊભરી આવેલા કોઈ દાનવના લોહિયાળ ભાલા જેવા લાલ ઊભા બે લીટા દિવસો સુધી એની આંખમાં ભોંકાયા કર્યા હતા. | ચા-નાસ્તાની વિધિ ઝડપથી આટોપી તેણે ઓફિસ જવા ગાડી ચાંલુ કરી. વિચારોનો સેલ તો આજે સવારે જ વાગી ગયો હતો. ગાડી અને વિચારો બંનેએ પૂરપાટ ઝડપ પકડી લીધી હતી. “આ સ્ત્રીઓ....! શું ભૂસું ભર્યું છે દિમાગમાં? આ જિંદગી શું છોકરાં મોટાં કરવા માટે જ મળી છે? આ મોટો તો બિચારો સારો કે, ક્યાં મોટો થઇ ગયો એ ખબર જ ન પડી. ને એનેય નવ વર્ષ થયાં, અને હવે ?’ ચાર મહિના પહેલાં જ ભજવાયેલું કકળાટનું આવું જ એક દૃશ્ય પાછું એના મગજમાં ભજવાઈ રહ્યું. આ જ રીતે તે યુરિન ટેસ્ટર લઈ આવ્યો હતો. એના પર યુરિનનાં બે ટપકાં પડતાં જ ઊભરી આવેલા કોઈ દાનવના લોહિયાળ ભાલા જેવા લાલ ઊભા બે લીટા દિવસો સુધી એની આંખમાં ભોંકાયા કર્યા હતા. | ||