સાહિત્યિક સંરસન — ૪/બોંસાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 2: Line 2:
{{Heading|11. બોંસાઈ | કિરીટ દૂધાત }}
{{Heading|11. બોંસાઈ | કિરીટ દૂધાત }}
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Kirit Dudhat 1.jpg|right|175px]]
‘ઓહ! આ ત્રીજો દિવસ થવા આવ્યો. હજી માથું સણકા મારે છે. સાલ્લુ, લોકોને મગજનાં ટ્યુમર થાય ત્યારે એના માથાં આમ જ ચસકા મારતાં હશે? પેલી ભભૂતમાં કોઈ પ્રકારના ચેપી જીવાણુ તો નહીં હોયને? પણ મારે આખી મેટરમાં આમ કૂદી પડવાની ક્યાં જરૂર હતી? મને અગાઉથી ઈશારા તો મળી જ ગયેલાને? ઇકબાલ સાચું કહેતો હતો, ‘તમે મામલતદાર થઈ ગયા છો એટલે શું થયું? રહેવાના તો ભોંચકલાના ભોંચકલા.’ આ તો ઇકબાલ મારો સ્કૂલનો દોસ્તાર એટલે આવું ચોખ્ખેચોખું કહી શકે કે તમે ગમે એટલા આગળ વધો પણ તમને પટેલિયાને આ વાણિયા અને કાઠી દરબારો તો ભોં તરફ નીચી મુંડી કરીને જમીનને ચાંચ માર્યા કરતા ચકલા જ સમજવાના! પણ ઇકબાલ ખરા ટાઇમે રજા ઉપર કેમ ઊતરી ગયો? એ પણ આમાં શામેલ હશે? એવું તો ના હોય?  

ધારી મામલતદાર તરીકે હાજર થયો તે દિવસે લોકલ નાયબ મામલતદારો પાસેથી રેવન્યુની મેટર સમજવામાં રાતના આઠ જેવું થઈ ગયેલું. વિંઝુડાભાઈ કુંડલાથી અને ગોરીભાઈ ઉનાથી અપડાઉન કરતા. એને સાંજે છેલ્લી બસો સાડા પાંચ વાગ્યાની એટલે એમને જવા દેવા સિવાય છૂટકો નહોતો. પણ  પટાવાળાને સૂચના આપેલી કે લોકલે રહેતા કોરાટભાઈ અને સખરેલિયાભાઈ વગેરે રોકાય. ત્યાં અંદર ચિઠ્ઠી આવી કે લોકલ ફોરેસ્ટર મળવા માંગે છે. મને થયું કે પહેલા દિવસે એમ ચિઠ્ઠી આવતા વેંત મુલાકાત આપી દેવા જેવું સસ્તુ ન થવું એટલે ભારે મોં રાખીને કહ્યું, ‘એમને કો’ કે વેઇટ કરે, સાહેબ આગામી રેવન્યુ ઓફિસરની મીટિંગની તૈયારી કરે છે.’  

Navigation menu