સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/ચિનુ મોદીની દીર્ઘકૃતિ ‘બાહુક’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ચિનુ મોદીની દીર્ઘ કૃતિ ‘બાહુક’ : આકાર અને અભિવ્યક્તિની દૃષ્ટિએ તેની એક સમીક્ષા}}
{{Heading|ચિનુ મોદીની દીર્ઘ કૃતિ ‘બાહુક’ : <br>આકાર અને અભિવ્યક્તિની દૃષ્ટિએ તેની એક સમીક્ષા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વાતંત્ર્યોત્તર ગાળાની આપણી આધુનિક કવિતામાં આકાર અને અભિવ્યક્તિની  દૃષ્ટિએ જે રીતે આપણા કવિઓની પ્રયોગવૃત્તિ ઉત્કટતાથી કામ કરતી રહી, અને આધુનિક સંવેદનશીલતાનું એમાં જે રીતે ગાઢ અનુસંધાન પ્રગટ થયું, તેની સિદ્ધિ અસિદ્ધિઓ વચ્ચે એક પ્રભાવક પરિણામ આપણને ચિનુ મોદીની દીર્ઘ કૃતિ ‘બાહુક’માં પ્રાપ્ત થયું. એ કૃતિના ‘પ્રાકટ્યની ક્ષણે’ શીર્ષકના આમુખમાં ચિનુએ એના નિર્માણને લગતી જે કેફિયતો રજૂ કરી છે, તેમાંથી એમ સમજાય છે કે આ તેમની એક મહત્ત્વાકાંક્ષી રચના છે, અને એના વસ્તુવિભાવન તેમ એના લેખન પાછળ વર્ષો સુધી તેઓ પરોવાયેલા રહ્યા છે. મહાભારતના પ્રસિદ્ધ નલોપાખ્યાનની એક ઘેરી રહસ્યપૂર્ણ (poignant) ઘટના શોધી લઈને ચિનુએ એમાં નિજી અસ્તિત્વપરક સંવેદનાઓ રજૂ કરવાનો આશય રાખ્યો છે : અથવા એમ કહો કે ચિનુની આગવી અસ્તિત્વપરક ભાવભૂમિકાને વ્યક્ત થવાને એ ઘટનાને આધાર મળ્યો છે. ગમે તેમ, પણ આ રચના એની વિલક્ષણ વર્ણ્યપરિસ્થિતિ અને વધુ તો કદાચ આકાર અને અભિવ્યક્તિની દૃષ્ટિએ આપણું વિશેષ ધ્યાન ખેંચી રહે છે. ‘બાહુક’ના વિલક્ષણ આકાર અને તેની વિલક્ષણ રચનારીતિને ધ્યાનમાં લઈ ડૉ. હરિવલ્લભ ભાયાણી એની પ્રસ્તાવનામાં આ રચના આપણા અર્વાચીન ખંડકાવ્યના ઇતિહાસમાં નૂતન વળાંક આણે છે એમ કહેવા પ્રેરાયા છે. એમાં યોજાયેલી કાવ્યરીતિ ‘પ્રશિષ્ટ રીતિનું અનુસંધાન’ ધરાવે છે એમ નોંધી તેમણે એનું ગૌરવ કર્યું છે. જોકે કૃતિ વિશેના આ રીતના પોતાના અભિપ્રાયનું સમર્થન મળે એ રીતે વિસ્તૃત ચર્ચા તેમણે કરી નથી. પણ તેમનાં એ મંતવ્યો કૃતિના આકાર અને તેની રચનાપ્રક્રિયાને સમજવામાં દ્યોતક જરૂર નીવડે છે.

Navigation menu