35,666
edits
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|૩. શબ્દની શક્તિ}} | {{Heading|૩. શબ્દની શક્તિ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શબ્દની શક્તિ એટલે કે ભાષાની શક્તિ, બોલીની શક્તિ. બોલાય છે તે બોલી. સૌ ભાખે છે તે ભાષા. આ ભાષા અથવા બોલી અવાજોની બનેલી હોય છે. આપણે અજાણી એવી કોઈ ભાષા સાંભળીએ તો સામાના મુખમાંથી અપરિચિત અવાજોની પરંપરા, અમુક વિરામોથી અંકિત, આરોહઅવરોહમાં આગળ વધતી, આપણા કાને અથડાતી અનુભવાય છે. પણ આપણને પરિચિત ભાષા, આપણી સ્વભાષા, આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેમાં અવાજના નાના નાના એકમો છે, એ એકમો પરસ્પર કોઈ નિયમોથી વળગીને એક ઘટકરૂપ બન્યા હોય છે, એવા ઘટકો એક પછી એક આવ્યે જાય છે અને આપણને વાક્પ્રવાહ રૂપે પ્રતીત થાય છે. આ વાક્પ્રવાહ દ્વારા આપણને બોલનારનો અનુભવપ્રવાહ પહોંચે છે. | શબ્દની શક્તિ એટલે કે ભાષાની શક્તિ, બોલીની શક્તિ. બોલાય છે તે બોલી. સૌ ભાખે છે તે ભાષા. આ ભાષા અથવા બોલી અવાજોની બનેલી હોય છે. આપણે અજાણી એવી કોઈ ભાષા સાંભળીએ તો સામાના મુખમાંથી અપરિચિત અવાજોની પરંપરા, અમુક વિરામોથી અંકિત, આરોહઅવરોહમાં આગળ વધતી, આપણા કાને અથડાતી અનુભવાય છે. પણ આપણને પરિચિત ભાષા, આપણી સ્વભાષા, આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેમાં અવાજના નાના નાના એકમો છે, એ એકમો પરસ્પર કોઈ નિયમોથી વળગીને એક ઘટકરૂપ બન્યા હોય છે, એવા ઘટકો એક પછી એક આવ્યે જાય છે અને આપણને વાક્પ્રવાહ રૂપે પ્રતીત થાય છે. આ વાક્પ્રવાહ દ્વારા આપણને બોલનારનો અનુભવપ્રવાહ પહોંચે છે. | ||
અવાજના નાના નાના એકમો તે શબ્દો. શબ્દનો એક અર્થ અવાજ છે. (સરખાવો ગીતાના આરંભમાં આવતા स शब्दस्तुमुलोऽभवत् માંનો પ્રયોગ.) પણ ભાષામાં આવતો શબ્દ એ નર્યો અવાજ નથી – કેવળ વર્ણસમૂહ નથી. અવાજ માત્ર અમુક વર્ણનો બનેલો હોય, પણ ભાષામાં આવતો શબ્દ એ નિશ્ચિત વર્ણસમૂહરૂપ હોય છે એટલું જ નહીં પણ એ એકમ, એ ચોક્કસ વર્ણસમૂહ, કશાકના સંકેતરૂપ હોય છે. ‘જળ’ એ ચોક્કસ વર્ણસમૂહ, અવાજનું એકમ, કાને પડતાં નદીમાં જે વહી રહ્યું છે અને જેમાં આપણે નાહવા પડીએ છીએ તે ‘પાણી’ એવો બોધ આપણને થાય છે. ‘જળ’—એ ઉચ્ચારમાં પાણી રૂપી પદાર્થને લગતું કશું નથી પણ જે સમાજમાં આપણે ઊછર્યા અને જીવીએ છીએ તેણે પાણીના અનુભવનો સંસ્કાર ‘જળ’ એ અવાજએકમથી ઉદ્બુદ્ધ થાય એવો સંકેત સ્વીકાર્યો છે અને એ સંકેત આપણે વારસામાં અપનાવ્યો છે. આ જ વાત આપણે સાદી ભાષામાં એ રીતે કહીએ છીએ કે ‘જળ’ શબ્દનો અર્થ ‘પાણી’. અર્થ વગરનો કોઈ શબ્દ ન હોય. | અવાજના નાના નાના એકમો તે શબ્દો. શબ્દનો એક અર્થ અવાજ છે. (સરખાવો ગીતાના આરંભમાં આવતા स शब्दस्तुमुलोऽभवत् માંનો પ્રયોગ.) પણ ભાષામાં આવતો શબ્દ એ નર્યો અવાજ નથી – કેવળ વર્ણસમૂહ નથી. અવાજ માત્ર અમુક વર્ણનો બનેલો હોય, પણ ભાષામાં આવતો શબ્દ એ નિશ્ચિત વર્ણસમૂહરૂપ હોય છે એટલું જ નહીં પણ એ એકમ, એ ચોક્કસ વર્ણસમૂહ, કશાકના સંકેતરૂપ હોય છે. ‘જળ’ એ ચોક્કસ વર્ણસમૂહ, અવાજનું એકમ, કાને પડતાં નદીમાં જે વહી રહ્યું છે અને જેમાં આપણે નાહવા પડીએ છીએ તે ‘પાણી’ એવો બોધ આપણને થાય છે. ‘જળ’—એ ઉચ્ચારમાં પાણી રૂપી પદાર્થને લગતું કશું નથી પણ જે સમાજમાં આપણે ઊછર્યા અને જીવીએ છીએ તેણે પાણીના અનુભવનો સંસ્કાર ‘જળ’ એ અવાજએકમથી ઉદ્બુદ્ધ થાય એવો સંકેત સ્વીકાર્યો છે અને એ સંકેત આપણે વારસામાં અપનાવ્યો છે. આ જ વાત આપણે સાદી ભાષામાં એ રીતે કહીએ છીએ કે ‘જળ’ શબ્દનો અર્થ ‘પાણી’. અર્થ વગરનો કોઈ શબ્દ ન હોય. | ||
| Line 13: | Line 12: | ||
ન્હાનાલાલનું ગીત છે ‘માછીડા, હોડી હલકાર, મારે જાવું પેલે પાર.’ એમાં એક કડી છે : | ન્હાનાલાલનું ગીત છે ‘માછીડા, હોડી હલકાર, મારે જાવું પેલે પાર.’ એમાં એક કડી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> આભનો સાગર જળજળ ભરિયો, માંહી સૂરજ ને સોમ; | {{Block center|'''<poem> આભનો સાગર જળજળ ભરિયો, માંહી સૂરજ ને સોમ; | ||
આ આરે છે ધરતીની ભેખડ, ત્યાં છે ચેતનભોમ.</poem>}} | આ આરે છે ધરતીની ભેખડ, ત્યાં છે ચેતનભોમ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં બે વાર આવતો ‘જળ’ શબ્દ ‘પાણી’નો નિર્દેશ કરે છે? હા અને ના. સાંકેતિક અર્થમાંથી એક કિનારાથી બીજા કિનારા સુધી ફેલાતો, બે જણ વચ્ચે અંતરાયરૂપ, પ્રવાહી – એટલું તો આ ગીતની કડીમાંના ‘જળ’ શબ્દને વળગી રહ્યું છે જ. પણ આપણે જાણીએ છીએ કે આકાશમાં પ્રવાહી પાણી છે નહીં. સૂર્યમંડળ, નક્ષત્રો, ન હતાં ત્યારે આખો વિરાટ પ્રવાહી ‘નારા’-મય હતો, તેનું સૂચન આ ‘જળજળ’માં જોઈશું? ‘જળજળ’ અવાજના સાહચર્યથી ‘ઝળહળ’ કે ‘ઝળાંઝળાં’ પ્રકાશનું સૂચન પણ ઉમેરાય છે. માછી હોડીમાં નદીને સામે પાર પહોંચાડે એ વિનંતી પાર્થિવતાથી ચૈતન્ય સુધીની યાત્રા સુકર કરી આપે એવી વ્યક્તિને થયેલી વિનંતી રૂપે આ કડીમાં અનુભવાય છે. સંદર્ભથી રચાયેલા સમગ્ર અર્થના પ્રકાશમાં ‘જળ’ શબ્દ પોતાના મૂળ ‘પાણી’ અર્થના પ્રાથમિક અવલંબનથી શરૂ કરી નવો જ અર્થ સમર્પે છે, જેમાં પ્રવાહી પાણીનો અર્થ તો રહેવા પામતો જ નથી. આ નવો અર્થ, એ શબ્દ બહારના પાણીના અર્થનો નિર્દેશ કરનાર બહિર્નિર્દેશક મટવાથી, સંદર્ભ-અંતર્ગત નવા અર્થનો નિર્દેશ કરનાર અંતર્નિર્દેશક બનવાથી, પ્રાપ્ત થયો છે. બર્હિનિર્દેશક શબ્દોનો વ્યવહાર ભાષાને પારદર્શક રાખે છે, શબ્દો અંતર્નિર્દેશક થતાં ભાષા અ-પારદર્શક બને છે અને કલાના રૂપના – આકારના સર્જનને ઉપકારક નીવડે છે. | આમાં બે વાર આવતો ‘જળ’ શબ્દ ‘પાણી’નો નિર્દેશ કરે છે? હા અને ના. સાંકેતિક અર્થમાંથી એક કિનારાથી બીજા કિનારા સુધી ફેલાતો, બે જણ વચ્ચે અંતરાયરૂપ, પ્રવાહી – એટલું તો આ ગીતની કડીમાંના ‘જળ’ શબ્દને વળગી રહ્યું છે જ. પણ આપણે જાણીએ છીએ કે આકાશમાં પ્રવાહી પાણી છે નહીં. સૂર્યમંડળ, નક્ષત્રો, ન હતાં ત્યારે આખો વિરાટ પ્રવાહી ‘નારા’-મય હતો, તેનું સૂચન આ ‘જળજળ’માં જોઈશું? ‘જળજળ’ અવાજના સાહચર્યથી ‘ઝળહળ’ કે ‘ઝળાંઝળાં’ પ્રકાશનું સૂચન પણ ઉમેરાય છે. માછી હોડીમાં નદીને સામે પાર પહોંચાડે એ વિનંતી પાર્થિવતાથી ચૈતન્ય સુધીની યાત્રા સુકર કરી આપે એવી વ્યક્તિને થયેલી વિનંતી રૂપે આ કડીમાં અનુભવાય છે. સંદર્ભથી રચાયેલા સમગ્ર અર્થના પ્રકાશમાં ‘જળ’ શબ્દ પોતાના મૂળ ‘પાણી’ અર્થના પ્રાથમિક અવલંબનથી શરૂ કરી નવો જ અર્થ સમર્પે છે, જેમાં પ્રવાહી પાણીનો અર્થ તો રહેવા પામતો જ નથી. આ નવો અર્થ, એ શબ્દ બહારના પાણીના અર્થનો નિર્દેશ કરનાર બહિર્નિર્દેશક મટવાથી, સંદર્ભ-અંતર્ગત નવા અર્થનો નિર્દેશ કરનાર અંતર્નિર્દેશક બનવાથી, પ્રાપ્ત થયો છે. બર્હિનિર્દેશક શબ્દોનો વ્યવહાર ભાષાને પારદર્શક રાખે છે, શબ્દો અંતર્નિર્દેશક થતાં ભાષા અ-પારદર્શક બને છે અને કલાના રૂપના – આકારના સર્જનને ઉપકારક નીવડે છે. | ||
| Line 20: | Line 19: | ||
એક નાનકડી રચના, કવિશ્રી સુન્દરમ્ની, લઈએ : | એક નાનકડી રચના, કવિશ્રી સુન્દરમ્ની, લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> તને મેં ઝંખી છે | {{Block center|'''<poem>તને મેં ઝંખી છે | ||
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં ખંડશિખરિણીના લગાગાગાગાગા લલલલલગા ગાલલલગા એ ઉચ્ચારણ-પરંપરામાં પોતામાં કોઈ એવું સૌંદર્ય નથી પણ કવિરચિત સ્વરવ્યંજન-સંકલના છંદોલયથી ઉઠાવ પામીને શબ્દોના કુલ અર્થસંદર્ભથી અનુપ્રાણિત થઈ આખી સંરચનાને કાવ્યમાં પરિણમાવવામાં ઉપકારક નીવડે છે. ‘તને મેં ઝંખી છે.’-માં ‘એ’ સ્વરથી ત્રણ ટુકડા પડે છે. ‘તને મેં’ પ્રણયી યુગલને આપણી આગળ સ્થાપે છે. ‘ઝંખી છે’ – એ ત્રીજો ટુકડો ઉમેરાતાં, કેમ જાણે કંઈક ખંચકાતાં ખંચકાતાં ન હોય, – તેમ છતાં કહું ન કહું – એ સંકોચને અતિક્રમીને, અંતે ‘તને મેં ઝંખી છે’ – એવો ઉત્તાન હૃદયનો ઉદ્ગાર પ્રગટ થઈ જાય છે. અરે, પણ આવડી મોટી વાત કહેવાઈ ગઈ! ‘તને’ આગળ પણ એ તે શેં કહેવાય? તરત જ પાછું અત્યાર સુધીનું મૌન બળવાન બને છે અને છંદની પંક્તિ આગળ વધતી નથી. પણ ફરી પાછો પ્રણયી, વાત કહેવાઈ જ ગઈ છે તો એ શી વાત છે એનો ઇશારો આપી દેવા જાણે બીજી પંક્તિ ઉચ્ચારે છે. પહેલીમાં નર્યું નિવેદન હતું, બીજીમાં ચિત્ર છે, ‘યુગોથી ધીખેલા’ એમાં અગાઉના ‘ઝંખી’માંના ‘ખી’ સાથે જોડાઈ ‘થી’, ‘ધી’નો દીર્ઘ ‘ઈ’ સ્વર અને ‘ખે’માંનો ‘ખ’– સંયુક્ત રીતે, ધખવાનો ખ્યાલ આપી રહે છે. ‘યુગોથી ધીખેલા’, ‘પ્રખર સહરા’ એમાં બંને યતિ વિલંબિત ‘આ’ સ્વર આગળ અટકીને રણના અફાટ વિસ્તારનો નિર્દેશ કરી રહે છે. ‘તને મેં ઝંખી છે’માં ઉત્તાનતા હતી, ‘યુગોથી ધીખેલા’-માં તૃષાની હાંફ હતી, છેલ્લા શબ્દોમાં – ‘ર’ અને ‘સ’નું પુનરાવર્તન કરતા ‘સહરાની તરસથી’ એ પંક્તિખંડમાં જાણે કે તૃષાની બેહદ તીવ્રતા એ જ જાણે એને છીપવનાર રસ-વસ્તુ નીવડી ન હોય એમ એક પ્રકારની આસાયેશ વરતાય છે, શાતાનો સંસ્પર્શ થાય છે. સ્વરવ્યંજનસંકલના, છંદોલય, શબ્દાર્થો એ બધાં પરસ્પર ઓતપ્રોત થવાને લીધે નીપજતા અપૂર્વ સંદર્ભને પરિણામે એક નાનકડું મુક્તક કાવ્ય પણ ઉદાત્તતા (ધ સબ્લાઈમ) સુધી કેમ પહોંચે છે એનો આ લઘુકૃતિ સુંદર નમૂનો છે. | આમાં ખંડશિખરિણીના લગાગાગાગાગા લલલલલગા ગાલલલગા એ ઉચ્ચારણ-પરંપરામાં પોતામાં કોઈ એવું સૌંદર્ય નથી પણ કવિરચિત સ્વરવ્યંજન-સંકલના છંદોલયથી ઉઠાવ પામીને શબ્દોના કુલ અર્થસંદર્ભથી અનુપ્રાણિત થઈ આખી સંરચનાને કાવ્યમાં પરિણમાવવામાં ઉપકારક નીવડે છે. ‘તને મેં ઝંખી છે.’-માં ‘એ’ સ્વરથી ત્રણ ટુકડા પડે છે. ‘તને મેં’ પ્રણયી યુગલને આપણી આગળ સ્થાપે છે. ‘ઝંખી છે’ – એ ત્રીજો ટુકડો ઉમેરાતાં, કેમ જાણે કંઈક ખંચકાતાં ખંચકાતાં ન હોય, – તેમ છતાં કહું ન કહું – એ સંકોચને અતિક્રમીને, અંતે ‘તને મેં ઝંખી છે’ – એવો ઉત્તાન હૃદયનો ઉદ્ગાર પ્રગટ થઈ જાય છે. અરે, પણ આવડી મોટી વાત કહેવાઈ ગઈ! ‘તને’ આગળ પણ એ તે શેં કહેવાય? તરત જ પાછું અત્યાર સુધીનું મૌન બળવાન બને છે અને છંદની પંક્તિ આગળ વધતી નથી. પણ ફરી પાછો પ્રણયી, વાત કહેવાઈ જ ગઈ છે તો એ શી વાત છે એનો ઇશારો આપી દેવા જાણે બીજી પંક્તિ ઉચ્ચારે છે. પહેલીમાં નર્યું નિવેદન હતું, બીજીમાં ચિત્ર છે, ‘યુગોથી ધીખેલા’ એમાં અગાઉના ‘ઝંખી’માંના ‘ખી’ સાથે જોડાઈ ‘થી’, ‘ધી’નો દીર્ઘ ‘ઈ’ સ્વર અને ‘ખે’માંનો ‘ખ’– સંયુક્ત રીતે, ધખવાનો ખ્યાલ આપી રહે છે. ‘યુગોથી ધીખેલા’, ‘પ્રખર સહરા’ એમાં બંને યતિ વિલંબિત ‘આ’ સ્વર આગળ અટકીને રણના અફાટ વિસ્તારનો નિર્દેશ કરી રહે છે. ‘તને મેં ઝંખી છે’માં ઉત્તાનતા હતી, ‘યુગોથી ધીખેલા’-માં તૃષાની હાંફ હતી, છેલ્લા શબ્દોમાં – ‘ર’ અને ‘સ’નું પુનરાવર્તન કરતા ‘સહરાની તરસથી’ એ પંક્તિખંડમાં જાણે કે તૃષાની બેહદ તીવ્રતા એ જ જાણે એને છીપવનાર રસ-વસ્તુ નીવડી ન હોય એમ એક પ્રકારની આસાયેશ વરતાય છે, શાતાનો સંસ્પર્શ થાય છે. સ્વરવ્યંજનસંકલના, છંદોલય, શબ્દાર્થો એ બધાં પરસ્પર ઓતપ્રોત થવાને લીધે નીપજતા અપૂર્વ સંદર્ભને પરિણામે એક નાનકડું મુક્તક કાવ્ય પણ ઉદાત્તતા (ધ સબ્લાઈમ) સુધી કેમ પહોંચે છે એનો આ લઘુકૃતિ સુંદર નમૂનો છે. | ||
| Line 35: | Line 34: | ||
<poem>અમદાવાદ : ૨૨-૩-૧૯૭૧ | <poem>અમદાવાદ : ૨૨-૩-૧૯૭૧ | ||
[‘જ્ઞાનગંગોત્રી’ના વિશ્વસાહિત્ય ગ્રંથ માટે લખાયું.] | [‘જ્ઞાનગંગોત્રી’ના વિશ્વસાહિત્ય ગ્રંથ માટે લખાયું.] | ||
(શબ્દની શક્તિ)</poem> | {{right|(શબ્દની શક્તિ)}}</poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||