સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/પચ્ચીસી (’૩૧–’૫૫)ની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
શ્રી દેશળજીનું ઝૂંપડીમાં રેંટિયો ચલાવતી વૃદ્ધાના જીવનવિરામનું વેધક ચિત્રણ જુઓ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap}}રામ રામ<ref>‘ઉત્તરાયન’ (૧૯૫૪), પૃ. ૧૩૦.</ref>
{{Block center|'''<poem>{{gap}}રામ રામ<ref>‘ઉત્તરાયન’ (૧૯૫૪), પૃ. ૧૩૦.</ref>
આ ગામ-ખૂણે
આ ગામ-ખૂણે
જૂની ઊભી એકલ ઝૂંપડીમાં  
જૂની ઊભી એકલ ઝૂંપડીમાં  
Line 39: Line 39:
બોલે ફરી વાર જ  
બોલે ફરી વાર જ  
‘રામ રામ.’
‘રામ રામ.’
૮-૧-’૩૧</poem>}}
૮-૧-’૩૧</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હૃદયનું અભિસરણ અજગતના કેવા અજાણ્યા દૂરતમ ખૂણા સુધી જોવા મળે છે! અને છંદ? શ્રી નિરંજન ભગત ‘એકલો’ (છંદોલય ૧૯૪૯)માં પોતાના હૃદ્‌ગતને વશ વર્તી અભ્યસ્ત ઉપજાતિ યોજે છે; દેશળજીને ઉપરની જેવી કૃતિઓમાં (એ કૃતિઓનો પરિચય સુકર બન્યો ‘ઉત્તરાયન’નું પ્રકાશન થતાં ૧૯૫૪માં) અભ્યસ્ત ઉપજાતિની શક્યતાઓ ૧૯૩૧માં ઉપયોજવાનો પ્રસંગ આવ્યો છે. આ એક છંદલઢણની વાત કરીએ તો, એ બે ઉપરાંત પણ બીજાઓમાં, પોતપોતાની જરૂરિયાત પ્રમાણેનાં ઉપજાતિરૂપો યોજાયેલાં મળશે. બધાની પાછળ કારણ એક જ છે : ‘ત્રીસ પછીની કવિતામાં, પ્રો. ઠાકોરે ચીંધેલી છંદોની પ્રવાહિતા મોકળી બનીને અનેક માર્ગે સર્જકપ્રતિભાને પ્રેરે છે અને એને અભિવ્યક્તિની અપૂર્વ અનુકૂળતાઓ અર્પે છે. દલપત-નર્મદે સંસ્કૃત વૃત્તોને ગુજરાતી કવિતામાં પહેલી વાર ગંજાવર પાયા ઉપર તક આપી; ૧૯૩૦ પછીની પચ્ચીશીમાં પ્રો. ઠાકોરે બક્ષેલી પ્રવાહિતાના પ્રભાવ નીચે વૃત્તોને અભિવ્યક્તિના એક સાધન તરીકે વધુમાં વધુ ખીલવાની તક મળી. એ તકનો લાભ આ પચ્ચીશીના કવિઓએ મબલક લીધો છે. વૃત્તોને માટે એ તક છેલ્લી જ તો ન હતી? – એ પ્રશ્નનો ઉત્તર ભવિષ્ય જ આપી શકે. છેલ્લી હોય તો પણ એની અસર તમામ છાંદસ રચનાઓ અને કહેવાતી (so-called) તેમ જ ખરેખરી અછાંદસ રચાનાઓ ઉપર દીર્ઘજીવી રહેવાની.

Line 45: Line 45:
અ-હિટ્‌લરી અ-સ્ટૅલિની યુરપ થાય પાછું કયેં?
અ-હિટ્‌લરી અ-સ્ટૅલિની યુરપ થાય પાછું કયેં?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>ગ્રસેલ અવ તો દીસે ઉભય રાહુ ને કેતુએ!
{{Block center|'''<poem>ગ્રસેલ અવ તો દીસે ઉભય રાહુ ને કેતુએ!
મહાન લઘુ મધ્યમે સકલ રાષ્ટ્ર એ ખંડમાં  
મહાન લઘુ મધ્યમે સકલ રાષ્ટ્ર એ ખંડમાં  
ભયે અગર શ્યામપિંગલ, અકંપ રીઢે હયે  
ભયે અગર શ્યામપિંગલ, અકંપ રીઢે હયે  
Line 52: Line 52:
લયોકૂન-ત્રિમૂર્તિ-શિલ્પ, અતિકાય વ્યાલદ્વયે  

ભરાવી ચૂડ, અંગ અંગ કચડાયં, ઝાળો ઝરે  
ભરાવી ચૂડ, અંગ અંગ કચડાયં, ઝાળો ઝરે  
કરાલ વિષ કેરી, તોય દૃઢ શૈલ શા પૌરુષે!</poem>}}
કરાલ વિષ કેરી, તોય દૃઢ શૈલ શા પૌરુષે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વાર્તાલાપોમાં મારો વિષય છે આ પચ્ચીશીમાં – આ પચ્ચીશીના વિશિષ્ટ સંજોગોમાં કવિતાની ખોજ. દુર્બોધતા, અ-ગેયતા, આદિ નવીન કવિતા અંગેની મુશ્કેલીઓ વિશે કહેવા હું રોકાવાનો નથી. એવા બધા વિશે હવે આજે કાંઈ ભાગ્યે જ ઉમેરવાનું હોય. હવે પછી આપણે આ પચ્ચીશીના ગ્રંથનો અને પ્રયોગોનો પરિચય કરીશું અને તે પછી કવિતાસિદ્ધિની શોધનો આલેખ જોઈશું.

Line 64: Line 64:
પ્રયોગો વગર માણસને ચેન પડતું નથી. તેમાં કવિતા જેવી સર્જક કલાપ્રવૃત્તિ હોય તો પ્રયોગો થયા જ કરે એમાં શી નવાઈ? પોતાની તરત આગળના કવિઓએ જહેમતપૂર્વક ઉપજાવેલી શૈલી તે કોણ જાણે કેમ પણ પાછળથી આવતા કવિઓને ખાસ કામ આવતી લાગતી નથી. હા, ક્યારેક બહુ જૂના કવિઓની રીતિ ખપ લાગે છે ખરી. પણ ઘણું ખરું કવિઓને નવો ઉપક્રમ યોજવાનો રહે છે. એક કથાકાવ્યની જ વાત કરીએ. દલપતરામને કથા કહેવી હતી :

{{Block center|<poem> એક અડપલો છોકરો, જીવો જેનું નામ,  
{{Block center|'''<poem> એક અડપલો છોકરો, જીવો જેનું નામ,  
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.</poem>}}
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દલપતરામને શામળશૈલી કામ લાગી શકી. જેમ પાછળથી ગોવર્ધનરામને ગોલ્ડસ્મિથના ‘ધ હર્મિટ’નો અનુવાદ કરવો હતો, ત્યારે ‘ઓખાહરણ’માંની પ્રેમાનંદ-શૈલી કામમાં આવી :

{{Block center|<poem> જોગીરાજ, ઊભા રહો જરી,  
{{Block center|'''<poem> જોગીરાજ, ઊભા રહો જરી,  
મને વાટ બતાવોની ખરી.</poem>}}
મને વાટ બતાવોની ખરી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ અપૂર્વ સર્જકશક્તિ કાવ્યમાં કથાનક યોજવા પ્રવૃત્ત થાય છે ત્યારે કાન્તનાં ખંડકાવ્યોનો મૌલિક પ્રયોગ આપણને મળે છે. કાન્તને અનુસરીને કલાપી કાવ્યમાં કથાનકો આપે છે. પણ કલાપીની ભાવપ્રવણતા કાન્તશૈલીમાં ગદ્યાળુ વર્ણનભાગ માટે યોજાતા અનુષ્ટુપથી છૂટે છે અને એક જ સળંગ છંદમાં ‘બિલ્વમંગળ’ જેવું કથાનકકાવ્ય આપે છે. નાનાલાલની સર્જકતા કથા માટે અપદ્યાગદ્ય પસંદ કરે છે :

{{Block center|<poem>ગુલછડી સમોવડી એક બાલિકા હતી.</poem>}}
{{Block center|'''<poem>ગુલછડી સમોવડી એક બાલિકા હતી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બલવંતરાય ‘મંગલાલાપ’માં અને ‘એક તોડેલી ડાળ’ના મધ્યમાં અને પછીથી ‘રાજ્યાભિષેકની રાત’માં પ્રવાહી પૃથ્વી યોજે છે, જેનો ચંદ્રવદનના ‘રતન’ આદિમાં પણ આદર થતો જોઈ શકાય છે. આ ઉપરાંત, આ પચ્ચીશીમાં શાલિનીમિશ્ર પ્રવાહી ઉપજાતિએ ટૂંકાં કથાનકકાવ્યો માટે સારું એવું કામ આપ્યું છે.

આમ એકલા કથાકાવ્યની રચનામાં જ કેવા કેવા ફેરફારો ઉત્તરોત્તર થતા આવે છે? અને સર્જકકવિને અનેકવિધ પ્રયોગ કરવાની તક પણ હોય છે. આ પચ્ચીશીનું એક ઉત્તમ કથાકાવ્ય ‘દશરથનો અંતકાળ’ શ્રી ગણપત ભાવસારે ગેય ઢાળમાં રેલાવ્યું છે, પણ બલવંતરાયે ગુજરાતી કવિતાને આપેલી પ્રવાહિતાનો પ્રભાવ આવા છંદ ઉપર પણ પડ્યા વગર રહ્યો નથીઃ

{{Block center|<poem>તે દિન – જે દિનની કરું વાત હું – હતો જરીક ગરમ,  
{{Block center|'''<poem>તે દિન – જે દિનની કરું વાત હું – હતો જરીક ગરમ,  
મેં ધાર્યું કે લાવ સરજુતટનું આપણું મૃગયા-વન  

જોઈ આવું જરી; મૃગલાં કેરો મળશે કોઈ શિકાર,  

કરીશ તો, નહિ તો બેસી સુણીશ અંતરના ધબકાર  
કરીશ તો, નહિ તો બેસી સુણીશ અંતરના ધબકાર  
સરજુ કેરા;...
સરજુ કેરા;...
{{gap|4em}}<nowiki>***</nowiki>
{{gap|6em}}<nowiki>***</nowiki>
આભનો અરધો પંથ પૂરો કરી પશ્ચિમે ઢળતો ચંદ,  

વનના છાંયડા પૂરવ દિશમાં ધસતા સૂંધીને ગંધ  

Line 90: Line 90:
‘ભડ ભડ’ કરી થયો અચાનક, ને મેં શિકારને કાજ  

ધનુષની પર તીર ચઢાવી કાન પે તાણી કમાન,
ધનુષની પર તીર ચઢાવી કાન પે તાણી કમાન,
મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને-અને-હાય રે રામ!</poem>}}  
મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને-અને-હાય રે રામ!</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
રચનાની પ્રવાહિતા જોતાં, આ કાવ્ય ૧૯૩૦ પહેલાં ભાગ્યે જ લખાઈ શક્યું હોત.

Line 102: Line 102:
બીજું એક મંથન આ આખીય પચ્ચીશીમાં કવિની કવિ તરીકે કોઈ શ્રદ્ધા હોવી જોઈએ – એને અંગેનું જોઈ શકાય. વચ્ચે એક ચર્ચા ચાલેલી અને કવિ નાનાલાલની જેમ ‘દર્શન’ની શક્તિવાળા કવિ તરીકે શ્રી પૂજાલાલની ગણના થતી. કદાચ અત્યારે એ માન્યતા એવી પગભર નહિ હોય. શ્રદ્ધા માણસના અંતરમાંથી ઊગી નીકળી હોય એવી વરતાવી જોઈએ. ઉછીની શ્રદ્ધા એ વસ્તુતઃ શ્રદ્ધા જ નથી એ ધ્યાનમાં રહેવું જોઈએ. એ રીતે જોતાં, સામાન્ય રીતે જેને ‘શ્રદ્ધા’ કહેવામાં આવે છે તેનો અભાવ એ ક્યારેક માણસની સાચી શ્રદ્ધા હોઈ શકે. પ્રો. ઠાકોરના જે કાવ્યે આ પચ્ચીશીના કાવ્યપ્રયોગો ઉપર સૌથી વધુ અસર કરી છે તે ‘આરોહણ’માં એમનો આર્યસંસ્કૃતિ માટેનો અતિઆદર તેમ જ ઈશ્વરમાં આસ્થા જોવા મળે છે. પર્વતની ટૂક ઉપર પવનથી ઘંટ હાલે છે અને કવિ કહે છે :

{{Block center|<poem>અહા, સ્વર મીઠો! ફરી! નગર આ શું ગંધર્વનું?  
{{Block center|'''<poem>અહા, સ્વર મીઠો! ફરી! નગર આ શું ગંધર્વનું?  
ફરી જ રણકો! અહો અનિલ, આવ રમ આ દિશે?
ફરી જ રણકો! અહો અનિલ, આવ રમ આ દિશે?
***
{{gap|6em}}<nowiki>***</nowiki>
અહા મધુર ઘંટ મંદિર વિશે યદૃચ્છાનિલે  
અહા મધુર ઘંટ મંદિર વિશે યદૃચ્છાનિલે  
થતા મુખર, શો વિષાદ પ્રકટો તમે આ ઉરે!  
થતા મુખર, શો વિષાદ પ્રકટો તમે આ ઉરે!  
રહ્યો શું પૂર્વજ મહાપ્રબલસત્ત્વ આર્યો તણો  

ત્રિકાલજિત ધર્મ, – ઘંટ રવ મિષ્ટ આ કેવલ?
ત્રિકાલજિત ધર્મ, – ઘંટ રવ મિષ્ટ આ કેવલ?
***
{{gap|6em}}<nowiki>***</nowiki>
ભલે પ્રલય ઊતરો? અથ નવૈવ મન્વંતરે!  
ભલે પ્રલય ઊતરો? અથ નવૈવ મન્વંતરે!  
– વસે તું નિજ રંગમાં, સકલ સૂત્ર તુજ હાથમાં!</poem>}}
– વસે તું નિજ રંગમાં, સકલ સૂત્ર તુજ હાથમાં!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ કવિ અર્ધીક સદી પછી ‘ચોપાટીને બાંકડે’માં પ્રાચીન સંસ્કૃતિ માટેની આપણી ફૂલણશી વૃત્તિને ચાબખા મારે છે અને કદાચ આ વધુ શ્રદ્ધાજન્ય લાગે છે :

{{Block center|<poem>ભર્યું મગજ બાકી આખું ગતકીર્તિ-વ્યામોહથી!  
{{Block center|'''<poem>ભર્યું મગજ બાકી આખું ગતકીર્તિ-વ્યામોહથી!  
અવાસ્તવિક ભૂત મ્હાતમફુલાશ-વાતે નર્યું!  
અવાસ્તવિક ભૂત મ્હાતમફુલાશ-વાતે નર્યું!  
પુરાતન યથા તથૈવ વધુ ઊજળું ઊર્જિત  
પુરાતન યથા તથૈવ વધુ ઊજળું ઊર્જિત  
Line 123: Line 123:
ન બાહ્ય લગીર પ્રભા કદિ જણાય ઝંખાય વા.
ન બાહ્ય લગીર પ્રભા કદિ જણાય ઝંખાય વા.
બની પિહિતચક્ષ પ્રેક્ષિ પતિ અંધ ગાંધાર-જા,  

ગ્રહતી કર ભૂતનો વરી જ અંઘતા આ પ્રજા.</poem>}}
ગ્રહતી કર ભૂતનો વરી જ અંઘતા આ પ્રજા.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કહેવાતી શ્રદ્ધામાંથી અશ્રદ્ધા તરફ, પણ ઉપર સૂચવ્યું તેમ કવિની પોતાની અંતર્ગત સાચી શ્રદ્ધા તરફ, ગતિ જુઓ; અને બીજી બાજુ ‘કોયા ભગતની કડવી વાણી’માં ભગવાનને ખુલ્લો પત્ર લખનાર કવિ સુન્દરમ્‌ ધીમે ધીમે શ્રદ્ધા તરફ વળે છે એ જુઓ. આ બધા વિશે વિચાર કરવા જતાં કદાચ એ પ્રશ્ન આગળ આવશે કે કવિને કાવ્ય સિદ્ધ કરવા ઉપરાંત બીજી કોઈ શ્રદ્ધાની, કવિ તરીકે, જરૂર ખરી? બીજી ગમે તેવી મોટી શ્રદ્ધા હોય, પણ કાવ્યરચનામાં કવિ કવિતાને પામવા માટે કટિબદ્ધ નહિ હોય, તો ભાગ્યે જ કશો ફાયદો થશે. પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિ એ જ કવિની શ્રદ્ધા. શેઇક્‌સ્પિઅરની કાવ્યસૃષ્ટિની બહાર એની શ્રદ્ધાને શોધવાની જરૂર જ નથી, અને એ કાવ્યસૃષ્ટિનો અનુભવ તો ઈશુ જેવા સંતની શ્રદ્ધાની યાદ અપાવવા પૂરતો છે.

Line 137: Line 137:
પ્રો. ઠાકોરે પ્રચારેલી શૈલીના આશ્રયે, એમાં યથેચ્છ નાનામોટા ફેરફારો કરી લઈને, કેટલાક કવિઓ સારી કવિતાસિદ્ધિ મેળવી શક્યા છે. ઉપર મેં શ્રી રામનારાયણ પાઠકનો ઉલ્લેખ કર્યો છે. શ્રી પાઠકમાં જે કંઈ કવિત્વ છે તેને માટે આ નવી રીતિ પૂરતી ઉપકારક હતી. આડવાતમાં કહું કે મને પોતાને એમની થોડીક પણ ઉત્તમ કવિતામાં એમના વ્યક્તિત્વની એક વિશેષ અભિવ્યક્તિ દેખાય છે. મૅથ્યુ આર્નલ્ડની ગણના અભ્યાસીઓ વિવેચક કરતાં કવિમાં વિશેષ કરે છે એ આ સંદર્ભમાં નોંધવા જેવું છે. પ્રહ્‌લાદ પારેખનું પરિમિત કવિત્વ પ્રચલિત કાવ્યરીતિની મદદથી પૂર્ણપણે પ્રગટ થઈ શકે છે. સદ્‌ગત હરિશ્ચંદ્રમાં જે સર્જકતાનો વેગ જોવા મળે છે તેને માટે પણ પરિચિત કાવ્યરૂપો પર્યાપ્ત નીવડે છે. નાની ઉંમરે ગુજરી ગયેલી બહેન અંગેના શોકોદ્‌ગારનું શ્રી હરિશ્ચંદ્રનું કાવ્ય રીતિની દૃષ્ટિએ ગમે ત્યારે લખાઈ શક્યું હોત એ છે ગુજરાતી કવિતાનું એક અમૂલ્ય રત્ન :

{{Block center|<poem>
{{Block center|'''<poem>
નિર્દોષ ને નિર્મળ આંખ તારી  
નિર્દોષ ને નિર્મળ આંખ તારી  
હતી હજી યૌવનથી અજાણ,
હતી હજી યૌવનથી અજાણ,
Line 157: Line 157:
સુકોમળી દેહકળી અરે અરે  
સુકોમળી દેહકળી અરે અરે  
વસંતની ફૂંક મહીં ખરી પડી!
વસંતની ફૂંક મહીં ખરી પડી!
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાચી કવિત્વશક્તિવાળા રાજેન્દ્ર શાહની બાબતમાં પણ કદાચ ચાલુ કાવ્યરૂપો એમની કવિતાસિદ્ધિમાં વધુ કાર્યક્ષમ નીવડે છે. ‘આયુષ્યના અવશેષે’ના હરિણીની વેદનમન્થર ગતિ જુઓ. જીવનની છેલ્લી અવધ વિતાવવા વતનમાં આવનારને મોટેરાં અને નાનેરાં, શેરીનાં બાળક અને શ્વાન અને અવાવરુ ઘર કેવી રેતી આવકારે છે :

{{Block center|<poem>ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
{{Block center|'''<poem>ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,  
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,  
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,

Line 168: Line 168:
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;  

ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.</poem>}}
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે કેટલાક સર્જકો એવા છે જેઓ દરેક નવા પ્રયત્ને અભિવ્યક્તિનો પ્રશ્ન હલ કરવા મથે છે. જેનું ઉત્તમ કવિતા દ્વારા પ્રગટવા મથતું હોય અને જે પ્રત્યેક નવી રચનામાં અભિવ્યક્તિની ગુંજાશો ખીલવવા મથતા હોય એવા કવિઓમાં આ પચ્ચીશીમાં બલવંતરાય મુખ્ય છે. પતીલ વિશે પણ એમ કહી શકાય. વધુ કાવ્યશક્તિવાળા સુંદરમ્‌ પણ આ પ્રકારના કવિ છે. છેલ્લાં વરસોમાં અભિવ્યક્તિનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં એમની કાવ્યરચનાઓની ગતિ હોય એવું સ્પષ્ટ દેખાતું નથી, પણ તે છતાં આવા શક્તિસંપન્ન કવિ ગમે ત્યારે નવીનપણે અભિવ્યક્તિ સર કરે એ મધુર અકસ્માત માટે હમેશાં અવકાશ રહેવાનો. વધુ સભાનપણે અભિવ્યક્તિનો પ્રશ્ન છેડવાની પ્રક્રિયા આ પચ્ચીશીના આરંભના એક સંસિદ્ધ કવિ શ્રીધરાણીની તાજેતરની કૃતિઓમાં કેવી પ્રગટ થાય છે એ જોતાં આખી ચર્ચા કદાચ વધુ વિશદ બનશે. શ્રીધરાણીની આરંભની કૃતિઓનાં ભાષા, લય, આયોજન વગેરેમાં એક નાજુક કલામયતા જોવા મળે છે. એ રચનાઓમાં મુખ્યત્વે હતું ઊર્મિ અને ભાવનાનું સૌંદર્ય. બાર વરસ અમેરિકામાં રહી, સમાજશાસ્ત્ર અને રાજકારણના વિષયોમાં રમમાણ રહી ફરી પાછા છેલ્લાં વરસોમાં એ કાવ્યરચના તરફ વળ્યા છે ત્યારે એમની રચનાનું સ્વરૂપ કેટલું બદલાઈ ગયેલું લાગે છે! વિષય, છંદ, લય, ભાષા, ભાવપ્રતીકો – બધું જ બદલાઈ ગયું છે.

ક્યાં પહેલાંની માદક લયવાળી પંક્તિઓ? –{{Poem2Close}}  

{{Block center|<poem>ઉચ્છ્‌વાસતો કાનન-મર્મર-ધ્વનિ
{{Block center|'''<poem>ઉચ્છ્‌વાસતો કાનન-મર્મર-ધ્વનિ
શરુ તરુનાં વન વીંધતો વહે;  
શરુ તરુનાં વન વીંધતો વહે;  
લળી જતો મંજરીભાર વેરી,  
લળી જતો મંજરીભાર વેરી,  
ઊંચા ઊંચા સાગ નીચા નમી રહે.</poem>}}
ઊંચા ઊંચા સાગ નીચા નમી રહે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને ક્યાં એમના ૧૯૫૬માં લખાયેલા ‘આઠમું દિલ્હી’ના પદ્યની નવી જ ઇબારત? –
અને ક્યાં એમના ૧૯૫૬માં લખાયેલા ‘આઠમું દિલ્હી’ના પદ્યની નવી જ ઇબારત? –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ગઈ કાલ તણી ધૂળ ઊડે જામે,  
{{Block center|'''<poem>ગઈ કાલ તણી ધૂળ ઊડે જામે,  
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો નાનો રણમાં!  
નીલ ગાલીચો નાનો રણમાં!  
ભારતદર્શન એક જ કણમાં!
ભારતદર્શન એક જ કણમાં!
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,  
ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,  
મૂઉં હતું તે કુતુબ કૂદી બે વારા મરતું.</poem>}}
મૂઉં હતું તે કુતુબ કૂદી બે વારા મરતું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છંદ, લય, ભાષા, ભાવપ્રતીક બધું જ બદલાયું છે. કવિ બદલાયા છે માટે જ નહિ, વચગાળામાં જગત બદલાયું છે માટે, આપણો અતિધીમી ગોકળગાય ગતિએ ચાલતો સમાજ પણ બદલાયો છે માટે. શ્રીધરાણીને અબલત્ત, એક મુશ્કેલી છે. વચગાળામાં એમના સહકાવ્યકર્તાઓએ જે કાંઈ પ્રયોગો કર્યા હોય તે સાથે એમનો સંપર્ક રહી શક્યો ન હતો. એ સહકાવ્યકર્તાઓ અને પછી આવેલા કવિઓમાંથી જેને જેને બદલાયેલી પરિસ્થિતિનું માપ ધ્યાનમાં આવ્યું હશે તેમને આજે શ્રીધરાણીને કાવ્યરચનામાં અમૂંઝણ થતી હશે તેવી જ વેઠવી પડી હશે. તે બધાઓની જેમ જ શ્રીધરાણી પણ અહીં રહ્યા હોત અને ચાલુ લખતા હોત તો પણ ‘આઠમું દિલ્હી’ની રચના સુધી ક્રમે ક્રમે એમને આવી પહોંચવાનું રહેત આ પચ્ચીશીના આરંભમાં જે લઢણ કવિઓને કાર્યક્ષમ લાગી હોય તે પચીસ વર્ષને અંતે ન પણ લાગે. બલકે સર્જક કવિ પોતાને ફાવી ગયેલી લઢણનું પુનરાવર્તન કર્યા કરે તો તેમાં એની સર્જકતા ક્યાં રહી? કૃતિએ કૃતિએ કવિ તરીકે એનો નવાવતાર થાય તો જ એ સર્જક સાચો.

નવી નવી કૃતિએ અભિવ્યક્તિનો પ્રશ્ન ઉકેલવાના પ્રયત્નો જોઈશું તો જણાશે કે એમાં ભાષા કદાચ સૌથી વધુ ભાગ ભજવે છે. ઉપરથી જોતાં છંદના ફેરફાર ધ્યાન ખેંચે છે. અનુકરણ કરનારાઓ છંદ અપનાવીને નવીનતા નિપજાવ્યાનો સંતોષ લેવા લલચાતા હોય છે. પણ કવિ નવી અભિવ્યક્તિ શોધતાં જે ભાષા દ્વારા નવાં ભાવપ્રતીકો યોજે છે તે આપોઆપ છંદનો ઘાટ ફેરવી દે છે. તેનો તે પરિચિત પ્રાચીન છંદ પણ જુદો જ ભાસે છે. નાનાલાલના ‘પિતૃતર્પણ’ના અનુષ્ટુપ સાથે સુંદરમ્‌ના ‘૧૩–૭ની લોકલ’ના અનુષ્ટુપની અપૂર્વ કાવ્યક્ષમતાવાળી નવીનતા સરખાવી જુઓ. ઉપજાતિ – શાલિનીમિશ્ર પ્રવાહી ઉપજાતિ – ની કેવી નવીન કાર્યસાધકતા છે તે પણ સ્વયંપ્રતીત છે. કવિતા જેમ જેમ જિવાતા જીવનમાંથી ભાવપ્રતીકો ઉપાડવા પ્રેરાય અને બોલચાલની ભાષાને યોજવા કરે, તેમ તેમ છંદોનું સ્વરૂપ બદલાવાનું. જૂના છંદો પણ આવું કામ આપી શકે, જેમ પ્રો. ઠાકોર, સુંદરમ્‌, રામનારાયણ પાઠક આદિમાં આપે છે. સુંદરમ્‌

{{Block center|<poem>અરે કે હમણાંનું આ હૃદયને થયું છે જ શું?</poem>}}
{{Block center|'''<poem>અરે કે હમણાંનું આ હૃદયને થયું છે જ શું?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
–માં ‘કે’માંના ‘કે’નો બોલચાલની રીતે લઘુ ઉચ્ચાર કરી પૃથ્વીને કેવો ઘરેળુ બનાવી દે છે! શ્રી પાઠક ‘ઉમામહેશ્વર’ના સંવાદમાં

{{Block center|<poem>‘રહો જાણ્યા એ તો, જગ મહીં બધે છેતરઈને  
{{Block center|'''<poem>‘રહો જાણ્યા એ તો, જગ મહીં બધે છેતરઈને  
શીખ્યા છો આવીને, ઘરની ઘરુણી એક ઠગતાં.  
શીખ્યા છો આવીને, ઘરની ઘરુણી એક ઠગતાં.  
બીજું તો જાણે કે ઠીક જ, વિષ પીધું ક્યમ કહો?!’
બીજું તો જાણે કે ઠીક જ, વિષ પીધું ક્યમ કહો?!’
***
{{gap|6em}}<nowiki>***</nowiki>
‘મને મારા કંઠે મન થયું બસ એ રંગ ધરવા.’</poem>}}
‘મને મારા કંઠે મન થયું બસ એ રંગ ધરવા.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– એમાં બોલચાલની છટા, શિખરિણી જેવા સંસ્કૃત વૃત્ત દ્વારા પણ કેવું ઘરગથ્થુ વાતાવરણ જમાવી શકે છે!

Line 203: Line 203:
મારી એક પંક્તિ આપું તો તે નિર્વાહ્ય લેખાશે. ‘છિન્નભિન્ન છું’ની બીજી પંક્તિ છે –
મારી એક પંક્તિ આપું તો તે નિર્વાહ્ય લેખાશે. ‘છિન્નભિન્ન છું’ની બીજી પંક્તિ છે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો</poem>}}
{{Block center|'''<poem>નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– આમાં ‘નિશ્છંદ કવિતામાં ધબકવા’ સુધી હરિગીતનો લય છે. ‘કરતા લય સમો’માં પણ હરિગીત પાછો હાથમાં આવી જાય છે, પણ આખી પંક્તિના લયને હરિગીતની પંક્તિના ચાલુ બીબાથી થોડેક દૂર રાખવાનો પ્રયત્ન વરતાય છે. મને લાગે છે કે જેને મુક્ત પદ્ય અથવા અછાંદસ રચના કહે છે તે વધુમાં વધુ અઘરી રચના છે.

{{Block center|<poem> કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો  
{{Block center|'''<poem> કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો  
તડકો કડાક કોરો પહેરીને હું નીકળ્યો છું</poem>}}
તડકો કડાક કોરો પહેરીને હું નીકળ્યો છું</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– ઉદ્‌ગારનાર શ્રી નલિન રાવળ પોતાની એક તાજી કૃતિમાં મેળવાળી ‘અછાંદસ’ રચના (એ છે પરંપરિત કવિત) સિદ્ધ કરી શકે છે.

Navigation menu