13
edits
Khushimistry (talk | contribs) No edit summary |
Khushimistry (talk | contribs) No edit summary |
||
| Line 27: | Line 27: | ||
‘પચીસ વર્ષ!’ | ‘પચીસ વર્ષ!’ | ||
ત્રીજો માણસ, જે ન કારકુન કે ન અધિકારી | ત્રીજો માણસ, જે ન કારકુન કે ન અધિકારી જેવો વચ્ચેની સ્થિતિનો લાગતો હતો તેણે મોં મલકાવી હા પાડી. | ||
‘અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો?’ જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી | ‘અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો?’ જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાળતાંવાળતાં કહ્યું. | ||
બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહિ. અંતે પેલો કારકુન જેવો બોલ્યો, ‘સાહેબ! વૃદ્ધ માણસ છે. આજ પચીસ વર્ષે ક્યાં જાય? આપણે જ નભાવ્યે છુટકો.’ | |||
જુવાન અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા. સોટીથી એક કાંકરો આઘે ઉડાડી તે બોલ્યો | જુવાન અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા. સોટીથી એક કાંકરો આઘે ઉડાડી તે બોલ્યો, ‘આપણે માણસ સાથે કામ નથી, કામ સાથે કામ છે. ક્યાં જાય એ જોવાનું એને રહ્યું; કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે.’ | ||
કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો. એનું હૃદય | કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો. એનું હૃદય કૈંક નિખાલસ હતું. પંદર વર્ષનો હતો ત્યારથી તે કારકુન રહ્યો હતો. તેણે કાળાંધોળાં કરીને તો નહિ, પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને શિરસ્તેદારી મેળવી હતી. એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો ન હતાં, છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું. સાહેબના હોઠની સખ્તાઈ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો: ‘ભૈયો બદ્રીનાથ ત્યાં પચીસ વર્ષથી નોકરી કરે છે.’ | ||
‘એની ઉંમર કેટલી છે?’ | ‘એની ઉંમર કેટલી છે?’ | ||
‘હશે આશરે સત્તાવન-અઠ્ઠાવન.’ | ‘હશે... આશરે સત્તાવન-અઠ્ઠાવન.’ | ||
‘ત્યારે એ કામને માટે નાલાયક છે!’ સાહેબે ફેંસલો આપ્યો. સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન | ‘ત્યારે એ કામને માટે નાલાયક છે!’ સાહેબે ફેંસલો આપ્યો. સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન છવાયું છે એ ચતુર શિરસ્તેદાર સમજી ગયો અને તેથી બીજી વખત સમજાવાશે, એમ વિચારી તે શાંત રહ્યો. | ||
એવું બન્યું હતું કે રંગપુરના સ્ટેશનથી આશરે | એવું બન્યું હતું કે રંગપુરના સ્ટેશનથી આશરે બેએક માઈલ દૂર રેલવેની સડક જાહેર સડકને કાપીને જતી હતી એટલા માટે એ ક્રૉસિંગ આગળ રેલવે સત્તાવાળાઓએ એક ઓરડી બાંધી ત્યાં એક માણસ રાખ્યો હતો. બદ્રીનાથ ભૈયો, આજે પચીસ વર્ષ થયાં, એના એ જડ જબરદસ્ત લાકડાને, ગાડી આવવાને વખતે આડું ઠસાવતો અને ગાડી જાય એટલે ઊભું કરતો. પણ થોડા વખત પહેલાં એની સરતચુકથી એક અકસ્માત થતો રહી ગયો હતો. રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ, ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને શિરસ્તેદાર આજે એ જ વાત કરી રહ્યા હતા. | ||
એટલામાં સ્ટેશન પર ગાડી આવી | એટલામાં સ્ટેશન પર ગાડી આવી ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા. બેસતાંબેસતાં પણ એના તુંદમિજાજી સ્વભાવને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા: ‘એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપળ માણસ નીમવો પડશે.’ | ||
તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં | તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડુબી ગયા. બંને નીચલા અધિકારીઓએ સલામ કરી ને ગાડી રવાના થઈ ગઈ. | ||
શિરસ્તેદાર વિનાયકરાવ | શિરસ્તેદાર વિનાયકરાવ હમેશાં ગામની એ સડકે બેત્રણ માઈલ ફરવા જતો. એની રૂપાના હાથાવાળી લાકડી, જૂનો જાળવી રાખેલો રેશમી દુપટ્ટો, દક્ષિણી પાઘડી ને ચંપલ આ રસ્તા પર છેલ્લાં દસ વર્ષ થયાં નિયમિત મુસાફરી કરતાં. બદ્રીનાથની ઓરડીએ જઈ તે બે ઘડી બેસે ને રાવસાહેબને આવેલા જોઈ ભૈયો પણ પોતાની નઃનીશી વાડીમાંથી બહાર નીકળી ઠંડું પાણી ભરી મુકે. પછી બંને પરદેશીઓ સુખદુઃખની વાતો કરે ને એમ હમેશાં સાંજ વીતી જાય. | ||
આજે પણ સાંજે વિનાયકરાવનાં મંદ પગલાં એ તરફ વળતાં હતાં. | આજે પણ સાંજે વિનાયકરાવનાં મંદ પગલાં એ તરફ વળતાં હતાં. ધીમેધીમે એ ત્યાં પહોંચ્યો ને ભૈયાને ન જોઈ, કંઈક આરામ પામી, પોતાના હમેશના ઓટલા પર બેઠો. ઉંડો વિચાર કરતો તે ભૈયાની સુંદર કૃતિ જોઈ રહ્યો હતો. ભૈયાએ પોતાની ઓરડીની પાછળ વાડા જેવું કરી એમાં ગલ, ગલગોટા, કરેણ, કેળ ને પપૈયાં વાવ્યાં હતાં. એક કારેલીનો ને એક વાલોળનો એમ બે માંડવા પણ બનાવ્યા હતા. ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ, અજમો, કોથમીર ને તુલસીના ક્યારા હતા, અને આગળના ભાગમાં બેચાર નાન નાનાં ઝાડવાં પર ફૂલવેલની જુદીજુદી જાત ચડાવી માંડવા જેવું કરી લીધું હતું. એની ચારે તરફ થોડાક વાંસ ખોસી ખપાટો બાંધી લઈ ભીંત બનાવી હતી અને નીચે જમીન પર ધોળી ફૂલ જેવી સ્વચ્છ ગાર કરી હતી. ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી. વિનાયકરાવ ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઈ રહ્યો. | ||
એટલામાં ભૈયાના ઘરમાંથી એક | એટલામાં ભૈયાના ઘરમાંથી એક બારતેર વર્ષની છોકરી બહાર નીકળી. વિનાયકરાવને જોઈ એ એકદમ પાછી અંદર ગઈ ને ભૈયાને કહ્યું, ‘ભૈયાદાદા! બહાર તો કોઈક બેઠું છે!’ | ||
‘કોણ છે?’ કહી ભૈયો બહાર આવ્યો. | ‘કોણ છે?’ કહી ભૈયો બહાર આવ્યો. | ||
આજે આઠેક દિવસ થયાં તે જરાક અસ્વસ્થ હતો | આજે આઠેક દિવસ થયાં તે જરાક અસ્વસ્થ હતો તેમજ વિનાયકરાવ પણ એકાદ અઠવાડિયું થયાં આ તરફ આવ્યા ન હતા, એટલે વિનાયકરાવ હશે એ ડોસાને યાદ રહ્યું નહિ. બહાર આવતાં જ તેણે વિનાયકરાવને જોયા. | ||
‘ઓહો! પાની, છોકરી | ‘ઓહો! પાની, છોકરી! આ તો આપણા રાવસાહેબ છે. ઠંડા પાણી લાવો, ચાલો.’ અને ભૈયો પોતાની હમેશની ઢબથી વિનાયકરાવ પાસે જઈ બેઠો. બિલાડીનાં બેત્રણ બચ્ચાં એના વૃદ્ધ શરીરને ઘસાઈઘસાઈને ફરવા લાગ્યાં. | ||
વિનાયકરાવનું જિગર | વિનાયકરાવનું જિગર ચીરાઈ રહ્યું હતું. ભૈયાને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો. આસપાસ થોરની વાડ હોય, બાવળનું ઝાડ હોય કે બોરડીનો છોડ હોય, પણ દરેકે દરેક ઝાડને એ કલાવિધાનમાં પોતાનો ભાગ આપતું કરી ભૈયાએ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી સુંદર નાનીશી વાડી બનાવી હતી. | ||
પણ આજે તો તેણે એક નવું દૃશ્ય જોયું. ભૈયાએ વળી, કોઈક વાડીવાળાની છોકરીને | પણ આજે તો તેણે એક નવું દૃશ્ય જોયું. ભૈયાએ વળી, કોઈક વાડીવાળાની છોકરીને પુત્રી જેવા લાડથી બોલાવી. રાવને આ દૃશ્ય નવીન લાગ્યું, કારણ કે પાનીને આજે જ તેણે જોઈ હતી. | ||
‘આ છોકરી કોની | ‘આ છોકરી કોની ભૈયાદાદા?’ આજે વિનાયકરાવ ‘ભૈયા’ એમ ન કહી શક્યો. | ||
‘આ વાડીવાળાની છે. બિચારી આઠ દિવસ થયાં બકરી દોહી દે છે. ઈશ્વર એનું કલ્યાણ કરે!’ | ‘આ વાડીવાળાની છે. બિચારી આઠ દિવસ થયાં બકરી દોહી દે છે. ઈશ્વર એનું કલ્યાણ કરે!’ | ||
પાની ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી | પાની ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી. નાની આઠદસ વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરેખ આવી રહ્યું હતું કે વિનાયકરાવની દૃષ્ટિ ત્યાં ચોંટી ગઈ. | ||
‘ભૈયાદાદા! હવે જાઉં છું હોં!’ | ‘ભૈયાદાદા! હવે જાઉં છું હોં!’ | ||
| Line 75: | Line 75: | ||
‘ટીલાળીને દોહી?’ | ‘ટીલાળીને દોહી?’ | ||
ટીલાળી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા | ટીલાળી ભૈયાની બકરીનું નામ હતું. ભોળા વૃદ્ધભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાળી પાડયું હતું. એવાં નામ માણસનાં પડતાં હોય તો માણસ પશુ કરતાં સારો લાગે! તેમજ ‘શબ્દો યથાર્થાક્ષર:’ થાય. | ||
‘હા | ‘હા ભૈયાદાદા.’ | ||
‘ઠીક જા. કાલે વહેલી આવજો | ‘ઠીક જા. કાલે વહેલી આવજો હોં!’ | ||
પાની ચાલી ગઈ | પાની ચાલી ગઈ. પણ થોડીવાર ન થઈ ત્યાં પાછી ફરી: ‘ભૈયાદાદા! ચાર દિવસ પછી દિવાળી છે; તમારે લાપશી ભરડાવવી નથી?’ | ||
વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો. તે મીઠું હસી | વૃદ્ધ ભૈયો આનંદ પામ્યો. તે મીઠું હસી પડયો: ‘મારે વળી લાપશી શી?’ | ||
‘એમ | ‘એમ કૈં હોય, ભૈયાદાદા? સૌ જમશે-જૂઠશે ને તમે કાંઈ નહિ કરો?’ | ||
વિનાયકરાવે નિ:શ્વાસ | વિનાયકરાવે નિ:શ્વાસ મુક્યો. | ||
‘ઠીક લે, થોડાક ઘઉં લેતી જા | ‘ઠીક લે, થોડાક ઘઉં લેતી જા. પણ બહુ જાડા ભરડતી નહિ હોં!’ | ||
‘ના | ‘ના દાદા! હું તો હવે ઝીણું ભરડું છું.’ | ||
પાની ગઈ. કણબીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયકરાવે આજે જ જાણ્યું. એણે ધીમેથી કહ્યું | પાની ગઈ. કણબીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયકરાવે આજે જ જાણ્યું. એણે ધીમેથી કહ્યું, ‘ભૈયાદાદા! આ નોકરી તમે છોડી દો. હવે અવસ્થા થઈ કહેવાય.’ | ||
‘હવે મારે કેટલાં વર્ષ કાઢવાં છે?’ ભૈયાએ જવાબ વાળ્યો | ‘હવે મારે કેટલાં વર્ષ કાઢવાં છે?’ ભૈયાએ જવાબ વાળ્યો; ‘બહુબહુ તો પાંચ.’ | ||
‘એટલે જ કહું છું કે હવે ભજન કરો!’ | ‘એટલે જ કહું છું કે હવે ભજન કરો!’ | ||
‘આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં | ‘આજ આટલી અવસ્થાએ કોને આશરે જાઉં? છોકરો પ્લેગમાં ગયો; છોકરાની વહુ ભાગી ગઈ. હવે એકનું એક પેટ છે તે ભગવાન દેહ હાંકે ત્યાં સુધી કામ કરવું ને ખાવું.’ બદ્રીનાથે જવાબ વાળ્યો. વિનાયકરાવનું અંત:કરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું. | ||
તે જવા | તે જવા ઉઠયો. ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર મા કરતાંયે વધારે પ્રેમ હતો. | ||
બીજે દિવસે ટ્રાફિક | બીજે દિવસે ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ બરાબર નિયમસર ઑફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું શિર ઝુકાવીને વિનાયકરાવ ઉભો હતો. | ||
‘કેમ રાવ! તમે પેલા ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો? મેં જોયું કે એ ડોસો બધો વખત ઝાડવાં નીંદવામાં જ ગાળે છે!’ સાહેબે પોતાની અવલોકનશક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી ને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયકરાવ તરફ જોઈ રહ્યા. | ‘કેમ રાવ! તમે પેલા ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો? મેં જોયું કે એ ડોસો બધો વખત ઝાડવાં નીંદવામાં જ ગાળે છે!’ સાહેબે પોતાની અવલોકનશક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી ને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયકરાવ તરફ જોઈ રહ્યા. | ||
રાવના મનમાં ભાંજગડ ચાલતી હતી. એક વખત તેના ખીસામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો; પણ તરત જ એના હાથપગ | રાવના મનમાં ભાંજગડ ચાલતી હતી. એક વખત તેના ખીસામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો; પણ તરત જ એના હાથપગ ધ્રુજવા લાગ્યા ને તેણે સાહેબ તરફ ઝુકીને સલામ ભરી. | ||
‘વિનાયકરાવ!’ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી | ‘વિનાયકરાવ!’ બિલાડી ઉંદરને રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી; ‘તમે શું ઠરાવ્યું?’ | ||
વિનાયકરાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં ને અરધો ગુસ્સામાં બોલ્યો | વિનાયકરાવે વિચાર કર્યો ને અરધો જુસ્સામાં ને અરધો ગુસ્સામાં તે બોલ્યો, ‘એ નહિ બને!’ | ||
સાહેબે હોઠ | સાહેબે હોઠ કરડયા, ‘હેં!’ | ||
હમેશની ગુલામી-નિર્બળતા પોતાનું બળ જમાવવા લાગી. રાવના હોશકોશ ઊડી ગયા. પોતે ઉતાવળથી ભુલ કરી તે એ સમજી ગયો. ફેરવી તોળવાની કળામાં તે પાવરધો હોવાથી તરત બોલ્યો, ‘સાહેબ! એ તો હું બીજા જ વિચારમાં હતો. ભૈયા બદ્રીનાથની જગ્યાએ કાળુને ગોઠવવો ઠીક પડશે!’ | |||
‘હા; અને ભૈયાને ચોવીસ કલાકની | ‘હા; અને ભૈયાને ચોવીસ કલાકની નોટીસ આપી દો!’ | ||
‘બહુ સારું!’ શિરસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો. | ‘બહુ સારું!’ શિરસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો. | ||
તોપણ વિનાયકરાવે વૃદ્ધ ભૈયાને | તોપણ વિનાયકરાવે વૃદ્ધ ભૈયાને કૈંક મદદ કરી. બીજે દિવસે ભૈયાને સાહેબની હજુરમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો. ડોસો હાજર થયો. સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રુઆબથી એટલા જ અક્કડ બેઠા હતા. ભૈયાને જોતાં જ તે બોલ્યા, ‘તુમ્હારા નામ ભૈયા બદ્રીનાથ?’ | ||
‘જી હાં | ‘જી હાં સાબ!’ | ||
‘તુમ બડે | ‘તુમ બડે બુઢ્ઢે હો ગયે. સરકાર કી ખુબ નોકરી કીઇ. અબ તો આરામ લીજીએ!’ | ||
‘જી હાં | ‘જી હાં સાબ, ધોળાં નોકરીમાં જ આવ્યાં.’ | ||
‘અચ્છા!’ | ‘અચ્છા!’ | ||
ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કાંઈક ઇનામ આપવાની ગોઠવણ કરતા હશે. એટલામાં સાહેબે કાગળમાંથી મોં | ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબી નોકરી માટે કાંઈક ઇનામ આપવાની ગોઠવણ કરતા હશે. એટલામાં સાહેબે કાગળમાંથી મોં ઉંચું કરી તેના તરફ ફરી સમાચાર સંભળાવી દીધા: ‘અચ્છા; તુમ વિનાયકરાવકુ મિલો. તુમ્હારા હિસાબ કરને કે લીયે હુકમ દિયા ગયા હૈ! અબ તુમ આરામ લીજીયે!’ | ||
વજ્રપાત થયો હોય તેમ ભૈયો – મૂઢ જેવો સાહેબ સામે | વજ્રપાત થયો હોય તેમ ભૈયો – મૂઢ જેવો સાહેબ સામે ઉભો રહ્યો: પોતાની હદમાં અકસ્માત થતાં બચી ગએલો તે વાત તેને યાદ આવી. સાહેબ એટલા માટે પોતાને બરતરફ કરે છે એ છેવટે સમજાયું. તે ગળગળો બની ગયો. ‘સાહેબ! આજ હવે… | ||
સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો. બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો | સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો. બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો, ‘સાહેબ! હવે ઘરડેઘડપણ શા માટે ભવ બગાડો છો? આજ હવે મને કોણ સંઘરે?’ | ||
‘ડોસા | ‘ડોસા દીકરો છે ને?’ | ||
‘જી | ‘જી ના. પ્લેગ….’ બદ્રીનાથ વધારે બોલી શક્યો નહિ. ‘મારું ઝુપડું ને ઝાડવાં એ જ છોકરાં છે. હવે બેચાર છેલ્લાં વર્ષ ત્ય ગાળવા દો!’ | ||
‘એ ફૂલિશ સેન્ટિમેન્ટેલિસ્ટ (મૂર્ખ રોતલ) | ‘એ ફૂલિશ સેન્ટિમેન્ટેલિસ્ટ !(મૂર્ખ રોતલ!)’ સાહેબે ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા! | ||
‘ઠીક | ‘ઠીક ઠીક, એ વિષે વિચાર કરશું; જોશું. હમણાં જાઓ.’ | ||
પણ ભૈયો બદ્રીનાથ તો વિનાયકરાવને મળ્યા વિના ધીમે પગલે પોતાને | પણ ભૈયો બદ્રીનાથ તો વિનાયકરાવને મળ્યા વિના ધીમે પગલે પોતાને ઝુંપડે ગયો. જે જમીન સાથે પચીસ વર્ષ બાળકની જેમ તે રમ્યો હતો તે જમીનને હવે થોડા દિવસ માટે છોડતાં એનું હૃદય ધ્રુજતું હતું. | ||
બીજે દિવસે વિનાયકરાવ ફરવા ગયો. બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો. ભૈયો ઓટલા પર જ વિનાયકરાવની રાહ જોતો હતો. | બીજે દિવસે વિનાયકરાવ ફરવા ગયો. બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો. ભૈયો ઓટલા પર જ વિનાયકરાવની રાહ જોતો હતો. | ||
‘કાં? | ‘કાં? કાહીં હોઈલ કા?’ એણે વિનાયકરાવને આતુરતાથી પૂછ્યું. | ||
‘નાહિ, તુમાલા જાવેં લાગેલ. દુસરા મનુષ્યયાંચી નેમણૂક ઝાલી.’ | |||
બદ્રીનાથ ગળગળો થઈ ગયો, પણ હિંમતમાં આવીને બોલ્યો | બદ્રીનાથ ગળગળો થઈ ગયો, પણ હિંમતમાં આવીને બોલ્યો, ‘કાલે સવારે?’ | ||
‘હા.’ | ‘હા.’ | ||
વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં | અને વિનાયકરાવ તરત જ ભૈયાના પગમાં પડયો! | ||
‘અરે, અરે! રાવસાહેબ, આ શું?’ | ‘અરે, અરે! રાવસાહેબ, આ શું?’ | ||
| Line 163: | Line 163: | ||
‘ભૈયાદાદા! અહીંથી પરભાર્યા કાલે મારે ઘેર આવજો. મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો.’ | ‘ભૈયાદાદા! અહીંથી પરભાર્યા કાલે મારે ઘેર આવજો. મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો.’ | ||
‘અરે રાવસાહેબ!’ ભૈયો ફિક્કું હસ્યો | ‘અરે રાવસાહેબ!’ ભૈયો ફિક્કું હસ્યો, ‘એ તમારી ઉદારતા છે; પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ.’ | ||
વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયાદાદાને બરાબર સમજાવીશું. બંને | વિનાયકરાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયાદાદાને બરાબર સમજાવીશું. બંને ઉઠયા ત્યારે ભૈયો આંખમાં આંસુ સહિત વિનાયકરાવને ભેટી પડયો. બિલાડીનાં બે-ત્રણ બચ્ચાં તો એના વૃદ્ધ શરીર પર અટવાતાં જ હતાં. | ||
‘રાવસાહેબ | ‘રાવસાહેબ! આ તમને સોંપું છું હો!’ વૃદ્ધ એટલું જ બોલી શક્યો ને બંને છુટા પડયા. | ||
બીજે દિવસે સવારમાં દિવસ ન ઊગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી | બીજે દિવસે સવારમાં દિવસ ન ઊગે ત્યાં તો વિનાયકરાવ આવ્યો હતો. પાની પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી. વિનાયકરાવ ઓટલા ઉપર બેઠો, કારણ કે ભૈયો હજી બહાર આવ્યો ન હતો. અંતે થાકીને પાનીએ બારણું તો ખુલ્લું જ હતું. | ||
‘ભૈયાદાદા! એ ભૈયાદાદા!’ કણબીની છોકરીનો માયાળુ સ્વર એકાંત સીમમાં સ્પષ્ટ અસર કરતો રણકી રહ્યો. | ‘ભૈયાદાદા! એ ભૈયાદાદા!’ કણબીની છોકરીનો માયાળુ સ્વર એકાંત સીમમાં સ્પષ્ટ અસર કરતો રણકી રહ્યો. | ||
‘ભૈયાદાદા! ચાલો ચાલો, | ‘ભૈયાદાદા! ચાલો ચાલો, ટીલડી દોઉં છું.’ | ||
પણ ભૈયાદાદાએ જવાબ આપ્યો નહિ. | પણ ભૈયાદાદાએ જવાબ આપ્યો નહિ. | ||
પાની વધારે મોટે સાદે બોલી | પાની વધારે મોટે સાદે બોલી, ‘અને આ તમારી દિવાળીની લાપસી, દાદા!’ | ||
હવે વિનાયકરાવ | હવે વિનાયકરાવ ઉઠીને ત્યાં આવ્યો. ઝુંપડામાં અડગ ને અક્કડ વૃદ્ધ ભૈયાદાદા ઓઢીને નિરાંતે ઉંઘતા હતા. એના શરીરને ઘસીને બિલાડીનાં બચ્ચાં ખેલી રહ્યાં હતાં ને બકરીનાં બચ્ચાં છેક એની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બેં બેં કરતાં હતાં... | ||
વિનાયકરાવની આંખમાં આંસુ આવ્યાં ને તે અંદર ગયો. | વિનાયકરાવની આંખમાં આંસુ આવ્યાં ને તે અંદર ગયો. | ||
પાની દાદાના શરીરને હલાવી હસતી હતી. અબઘડી ભૈયાદાદા | પાની દાદાના શરીરને હલાવી હસતી હતી. અબઘડી ભૈયાદાદા ‘ઉભી રહેજે પકડું.’ કહેતા ઉઠશે એવા વિનોદની આશાથી છોકરી આનંદમાં હસતી હતી. વિનાયકે પાસે જઈ શરીર હલાવ્યું ને મોટેથી બૂમ પાડી, ‘ભૈયાદાદા!’ | ||
ઝુંપડીમાંથી કોઈ ન કાઢે માટે ભૈયાદાદા અડગ સુતા રહ્યા. | |||
વિનાયકરાવનો સાદ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. તે પાની તરફ ફરીને બોલ્યો: | વિનાયકરાવનો સાદ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. તે પાની તરફ ફરીને બોલ્યો: | ||
| Line 195: | Line 195: | ||
<center>*</center> | <center>*</center> | ||
ભૈયાદાદાની વાડીમાં હવે | ભૈયાદાદાની વાડીમાં હવે ક્યારે ય એવી સ્વચ્છતા રહેતી નથી. હોલા બેસતા, ચકલીઓ બોલતી, ને કોયલ વાડ ને વેલાની અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી. કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે. વીસમી સદી કાવ્યમય જીવનને-આદર્શ કામ કરનારને-શું કરે? સંસ્થા વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે? યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે? આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits