સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ: Difference between revisions

Jump to navigation Jump to search
m
No edit summary
 
(11 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સુરેશ જોષી}}
{{Heading|સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ}}
 
{{Infobox person
{{Infobox person
| cover_image = File:Suresh Joshi 1955.jpg

Line 19: Line 17:
| signature =  
| signature =  
}}
}}
{{Poem2Open}}  
{{Poem2Open}}  
'''સુરેશ જોષી'''નું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના પુરવાર થઈ – આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે. તેમનામાં વિલક્ષણ સંવેદનાશીલતા હતી અને આ સંવેદના દ્વારા માનવીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા તેઓ મથતા રહ્યા; તેમનો પ્રયત્ન સતત રૂપથી અરૂપ, સાધારણથી અસાધારણ, ક્ષણિકથી શાશ્વત સુધી જવાનો રહ્યો. પોતાની સામે જે અસીમ અને ભયાનક વાસ્તવિકતા હતી તેને પોતાની રચનાઓમાં કંડારવા માટે જેટજેટલી યુક્તિપ્રયુક્તિઓ લેખે લગાડી શકાય તે બધી જ કામે લગાડવા માટે તેઓ આતુર હતા. એટલે જ તેઓ વાસ્તવથી માંડીને અસંગતિ, કપોલકલ્પિતને પોતાની રચનાઓમાં સમાવવા મથ્યા. આ જ રીતે એક બાજુ તેઓ મુગ્ધતાનો અને બીજી બાજુ વિદગ્ધતાનો પુરસ્કાર કરતા રહ્યા. જે કોઈ પોતાની જાતને સર્જક તરીકે ઓળખાવે છે તેને બૃહદ્, અપરિમેય વાસ્તવને પામવા માટે આવું કરવું પડે એ સ્પષ્ટ છે.

સુરેશ જોષીએ પોતાના નિબંધોમાં પ્રગટ રીતે અને વાર્તાઓમાં અપ્રગટ રીતે અખંડનો મહિમા કર્યો હતો. આ અખંડને પામવા માટે આપણી સમગ્ર સંવેદનાને કામે લગાડવી પડે. એટલે જ એમની રચનાઓમાં સમગ્ર ઇન્દ્રિયગોચર વિશ્વની સંકુલ છબિ આપણને જોવા મળે છે. કોઈ પણ યુગના સર્જકે સમગ્ર પરિવેશની સાથે પળેપળનો સંબંધ અખંડ રીતે પ્રગટાવવો હોય તો પોતાની સમગ્ર આકલનક્ષમતાને કામે લગાવવી પડે, પરોક્ષને બદલે અપરોક્ષને સ્વીકૃતિ આપવી પડે, પોતાના ઇન્દ્રિયજગતને બધિર બનતાં અટકાવીને જીવંત વ્યક્તિતાની પ્રતીતિ કરાવવી પડે. આમ કરતા જતાં જીવનવિષયક, સાહિત્યવિષયક પરંપરાઓને પડકારવાનું સાહસ પણ સર્જકે કરવું જોઈએ. નહીંતર તો પરંપરાના અનુસરણમાં અને પછી તો પરંપરાના યાંત્રિક અનુકરણમાં સરી જવાનો વારો આવે. ઇતિહાસના જે તબક્કે સ્થગિતતા, બંધિયારપણું જોવા મળે તે વખતે કોઈએ સાહસ કરીને અસ્વીકૃતિનાં જોખમોનો મુકાબલો કરીને પણ આગળ આવવું પડે, અચલાયતનો પર આક્રમણો કરવાં પડે. વિવાદો છેડવા પડે, ઊહાપોહ કરવો પડે. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માનતા હતા કે સાહિત્યકાર નબળો હોય તો એક આખી પેઢીને વેઠવાનો વારો આવે, એટલે સંસ્કારિતાના રક્ષણસંવર્ધન માટે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવાનાં ન હોય, લોકપ્રિયતાની પરવા કરવાની ન હોય. સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી સાહિત્યકારને, ભાવકને – કેટલાક અપવાદોને બાદ કરતાં – વિશ્વસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો. સુરેશ જોષીએ સાહિત્યને વિશ્વસાહિત્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતાં-મૂલવતાં શિખવાડ્યું. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે કૃતિને મૂલવવાનાં ધોરણો આકરાં બનવા માંડ્યાં. સાહિત્યકૃતિ અનેક રીતે જો સમૃદ્ધ ન હોય તો કાળના પ્રવાહમાં ખતમ થઈ જાય. આથી સમૃદ્ધિનો આગ્રહ સુરેશ જોષી રાખતા રહ્યા અને પોતાની રચનાઓને એવી સમૃદ્ધિ આપતા રહ્યા. આ પ્રક્રિયાના એક ભાગ રૂપે જ ઘટનાના તિરોધાનની વાત ગુજરાતી સાહિત્ય સમક્ષ ધરી. જ્યાં ઘટના સૂક્ષ્મને બદલે સ્થૂળ ભૂમિકાએ પ્રયોજાય છે ત્યાં એ કાળની સામે કદી ટકી શકતી નથી, માનવસંદર્ભની કશી સંકુલ છબિ ઉપસાવી શકતી નથી; સાહિત્યકૃતિ જે માધ્યમ અને પ્રકારમાં ઢાળવામાં આવી હોય છે તેની શક્યતાઓને તાગી શકતી નથી. આવી ઘણીબધી શક્યતાઓનો અસ્વીકાર કરવો એટલે આપણા જગતને હ્રસ્વ બનાવવું. સાચો સર્જક ક્યારેય પોતાના જગતને હ્રસ્વ બનાવવા તૈયાર ન થાય. સુરેશ જોષીને હંમેશા આવા સર્જકો જ આકર્ષતા હતા; સતત આવા સર્જકો વિશે જ લખતા-વિચારતા હતા.

Line 33: Line 29:
__FORCETOC__
__FORCETOC__

<span style="color:#ff0000"> == જીવનપરિચય ==
== <span style="color:#ff0000"> જીવનપરિચય ==
સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો.

એમ.એ. થઈને થોડો વખત ઑરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. મુંબઈમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામપ્રસાદ બક્ષીનો પરિચય કેળવાતો જતો હતો. રામપ્રસાદ બક્ષીએ એમનાં નિષ્ઠાસૂઝ ને મેધા પારખ્યાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એમ.એ.ના પરીક્ષક તરીકે એમની તેજસ્વિતા પિછાની હતી. એ બંનેના સૂચનથી કરાચીની ડી.જે. સિંઘ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ત્યાં એમને નવેમ્બર 1945થી 1947 સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું, કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો, સર્જક અને વિવેચક તરીકેની પોતાની શક્તિની દૃઢ પ્રતીતિ થઈ. 1947માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માંકડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. 2-3-49ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરુ સાથે થયું. 1951માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યૂટર તરીકે જોડાઈ ગયા. 1953માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; 1978માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યાં.

Line 226: Line 222:

સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર -મનન કર -લેખન કર -વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી.  

{{Right|(July 7, 2021 : USA)}}<br>

{{Right|(July 7, 2021 : USA)}}
<center>&#9724;
 
<br>
== સુરેશ જોષીની કૃતિઓ ==
== સુરેશ જોષીની કૃતિઓ ==
=== <span style="color:#ff0000"> ક. મૌલિક</span> ===

Line 247: Line 244:
# [[છિન્નપત્ર]] : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973

# [[મરણોત્તર]] : બુટાલા પ્રકાશન, 1973
# [[મરણોત્તર]] : બુટાલા પ્રકાશન, 1973
# [[કથાચતુષ્ટ્ય]] : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર : ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, 1983
# [[કથાચક્ર]] : કથાચક્ર
# [[વિદુલા]] : વિદુલા

==== નિબંધ ====
==== નિબંધ ====
# [[જનાન્તિકે]] : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979

# [[ઇદમ્ સર્વમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971

# [[અહો બત કિં આશ્ચર્યમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
# [[અહો બત કિમ્ આશ્ચર્યમ્]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
# [[રમ્યાણિ વીક્ષ્ય]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987

# [[પ્રથમ પુરુષ એકવચન]] : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979

Line 263: Line 261:
# [[કથોપકથન]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969

# [[કાવ્યચર્ચા]] : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971

# [[શ્રુણ્વન્તુ]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# [[શૃણ્વન્તુ]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
# [[અરણ્યરુદન]] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972

# [[ચિન્તયામિ મનસા]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982

# [[અષ્ટમોડધ્યાય]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983
# [[અષ્ટમોઅધ્યાય]] : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983

==== સંશોધન ====
==== સંશોધન ====
Line 346: Line 344:
# [https://issuu.com/ekatra/docs/suresh_joshi_thi_suresh_joshi-suman_shah?fr=sNWU4MTM2NTg1OTI સુરેશ જોષીથી સુરેશ જોષી]: ડૉ. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2000

# સુરેશ જોષીની સર્જનયાત્રા (કવિતા અને નિબન્ધના સંદર્ભે): ડૉ. માલા કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2019

[[Category:સાહિત્યવિશ્વ]]

Navigation menu