રણજિતરામ ગદ્યસંચય – ૧/કાળીઘાટ પર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 14: Line 14:
ફકીર : મારી ભૂમિની આશા! ભૈરવીની સન્મુખ લે પ્રતિજ્ઞા કે સ્વદેશની. અહોનિશ સેવા કરીશ – સ્વદેશમાં જ બનતી ચીજો વાપરીશ – સ્વદેશમાં બનતી ચીજો વગર ચલાવી લઈશ પણ દેશને આર્થિક શૃંખલાથી જકડાવા દઈશ નહિ અને સ્વદેશીઓને અકિંચનતાથી ટળવળાવીશ નહિ.

બીજો તરુણ : ચંડિકે! સાંઈમૌલાના ઉપદેશનો સોમ પીઉં છું. પ્રતિજ્ઞાનો સંકલ્પ જળ રેડીને કરું છું. જીવનની કુહરે કુહરમાં એક જ ધ્વનિ નિનાદિત થાય છે. સાંઈજી રગેરગ દોડતું લોહી એક જ ધબકારો કરે છે! આજ પંખીઓ પણ એક જ કિલકિલાટ કરે છે – દેવી! શી તારી માયા! જ્યાં ત્યાં સ્વદેશસેવાના જ ઘોષ ઝણઝણી રહ્યા છે. અંબે! એ સેવા આ જીવન છે ત્યાં સુધી મને પંચભૂતના વિલય પછી જ્યાં હોઉં ત્યાંથી પણ બંગભૂમિની સેવના કરું એવી શક્તિ પ્રેર!

        (પગે પડે છે.)
(પગે પડે છે.)
પ્રસન્નરાય ચૌધરી : અહાહાહા!! શો સુભાગ્યનો મંગલ દિવસ! મહા સમુદ્રમાં ભરતી આવી છે. બંગભૂમિનાં અણુઅણુમાં જીવન જાગ્યું છે – નવું ચેતન, નવો પ્રાણ, વિરલ ઉત્સાહ આજ સ્થળે સ્થળે પ્રવાહિત છે; મુર્શિદાબાદની મસ્નદને લાત મારી, બંગાળનો ઉત્કર્ષ સાધવા, નવાબઝાદો ફકીરી લઈ ઉપદેશ ઠેર ઠેર આપે. પ્રતિમાભંજક ઇસ્લામનો અનુયાયી કાલિકાનું પૂજન આદરે અને તેના મંદિરમાં ભીષ્મ પ્રતિજ્ઞા લે અને લેવડાવે, ગંગાતટે સ્વદેશસેવા સાધવા ઐક્ય આણવા રક્ષાબંધન ઉચનીચ, ગરીબતવંગર, બાલકવૃદ્ધ, સ્ત્રીપુરુષના ભેદ કાઢી નાંખી દરેક બંગાળીને અરજ કરે એનાથી વિશેષ પ્રોજ્વલ દિવસ કઈ પ્રજાના ઇતિહાસમાં હશે? પ્રકાશનાં પૂર ધમધમતાં આવે છે. જ્યાં જુએ ત્યાં અલૌકિક ઉલ્લાસ, અદમનીય ઉત્સાહ અને વિરલ તેજ સ્ફુરી રહ્યાં છે. સ્વદેશ, સ્વદેશ, સ્વદેશના પોકારોથી દિશાઓ મુખરિત થઈ છે. ધનાઢ્યો, રાજાઓ, નવાબો, જમીનદારો પોતાનું દ્રવ્ય, માલમિલકત, જાગીર વજીફા બંગાલાના ઉદય અને ઉત્કર્ષ સારુ બ્રહ્માર્પણ કરી ફકીર થાય છે. દેશની નિર્ધનતા – દ્રવ્યની, શરીરની અને હૃદયની ઊપટતી જવાના કલ્યાણકારી શુભ સંજોગો જ્યાં ત્યાં દ્રગ્ગોચર થાય છે. યુગયુગાંતરની રૂઢિઓ, સિકંદરે ગોર્ડીઅન ગાંઠ કાપી તેવી રીતે તોડી આબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષો હુન્નરઉદ્યોગ શીખવા અને તેવા સ્વદેશમાં ઊગવવા પૃથ્વીના દેશ દેશ જવા લાગ્યા છે.

બીજો તરુણ : ચૌધરીકાકા! દેવીના મહંતે પણ વિદેશ જઈ ઉદ્યોગ કલાવિધાન શીખી આવવા આશીર્વાદ આપ્યો. પરદેશગમન અને સમુદ્રયાન માટે જગજ્જનનીની સંમતિ આપી.

Navigation menu