ચિત્રકૂટના ઘાટ પર/જે કો ચાહે ધરણી પરે સ્વર્ગને લાવવાને–: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જે કો ચાહે ધરણી પરે સ્વર્ગને લાવવાને–}} {{Poem2Open}} ત્યારે ગુજરા...")
 
No edit summary
Line 23: Line 23:
મેં વિચાર્યું કે, આ તો મારે માટે વિશેષ સારું. પછી તો હુંય જાણે, ગુજરાતીનો વિદ્યાર્થી બની ગયો. પ્રોફેસર ઉમાશંકર ત્યારે ગ્રીક ટ્રેજેડી ભણાવે, ઈબ્સન અને કાલિદાસનાં નાટકો પણ ભણાવે અને પ્રેમાનંદ પણ. એક એક પિરિયડ એટલે કેટકેટલાં સાહિત્યોમાં ભ્રમણ! ધન્ય થઈ જવાય. એક દિવસ સવારે રોજની જેમ પ્રોફેસર ઉમાશંકર ભણાવી રહ્યા હતા. અમે તલ્લીન હતા. સવારનો કુમળો તડકો પૂર્વની બારીઓમાંથી વર્ગખંડમાં વેરાયેલો હતો. બોલતાં બોલતાં પ્રોફેસરે શ્રી અરવિંદનો નિર્દેશ કર્યો. બરાબર વિગત તો યાદ નથી, પણ એમણે પૂછ્યું : શ્રી અરવિંદની ગુજરાતીમાં અનૂવાદિત આ પંક્તિઓ કોઈને યાદ છે? એમણે પહેલી પંક્તિનો આરંભ કહ્યો : ‘જે કો ચાહે ધરણી પરે…’

એ કોઈ વિદ્યાર્થી બોલે તેની રાહ જોતા ઊભા રહ્યા. મને મંદાક્રાંતાની એ ચારે પંક્તિઓ યાદ હતી, પણ સંકોચને કારણે બેસી રહ્યો. તેમણે ફરી પૂછ્યું : ‘કોઈને યાદ નથી?’ છેવટે મેં આંગળી ઊંચી કરી. આખો વર્ગ મારી સામે જોવા લાગ્યો. ઉમાશંકરે મને બોલવાને કહ્યું. હું બોલ્યો :
એ કોઈ વિદ્યાર્થી બોલે તેની રાહ જોતા ઊભા રહ્યા. મને મંદાક્રાંતાની એ ચારે પંક્તિઓ યાદ હતી, પણ સંકોચને કારણે બેસી રહ્યો. તેમણે ફરી પૂછ્યું : ‘કોઈને યાદ નથી?’ છેવટે મેં આંગળી ઊંચી કરી. આખો વર્ગ મારી સામે જોવા લાગ્યો. ઉમાશંકરે મને બોલવાને કહ્યું. હું બોલ્યો :{{Poem2Close}}

જે કો ચાહે ધરણી પરે સ્વર્ગને લાવવાને
'''જે કો ચાહે ધરણી પરે સ્વર્ગને લાવવાને'''
તેણે જાતે ધરણી તણી માટી પર આવવાનું.
પૃથ્વી કેરો મલિન પ્રકૃતિ-બોજ ઉઠાવવાનો,
કષ્ટ છાયો વિકટ પથ આ વિશ્વનો કાપવાનો…

બોલીને હું બેસી જવા જતો હતો ત્યાં ઉમાશંકરભાઈએ કહ્યું : ‘ફરી બોલો.’ આ વખતે હું સ્વસ્થતાથી અને વિશ્વાસથી બોલ્યો.
'''તેણે જાતે ધરણી તણી માટી પર આવવાનું.'''
 
'''પૃથ્વી કેરો મલિન પ્રકૃતિ-બોજ ઉઠાવવાનો,'''
 
'''કષ્ટ છાયો વિકટ પથ આ વિશ્વનો કાપવાનો…'''
 
{{Poem2Open}}બોલીને હું બેસી જવા જતો હતો ત્યાં ઉમાશંકરભાઈએ કહ્યું : ‘ફરી બોલો.’ આ વખતે હું સ્વસ્થતાથી અને વિશ્વાસથી બોલ્યો.

વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની આંખોમાં અચરજ હતું. આ હિન્દીનો વિદ્યાર્થી છે અને એને મોંએ ગુજરાતી મંદાક્રાંતાના છંદની, અને તે કદીય ભણવામાં ન આવેલી પંક્તિઓ હોય તે જાણે એમના માન્યામાં નહોતું આવતું:

Line 42: Line 45:
શ્રી અરવિંદ કહે છે કે, જે કોઈ આ પૃથ્વી પર સ્વર્ગ લાવવા ઇચ્છે, અર્થાત્ પૃથ્વીને સ્વર્ગસમી બનાવવા ઇચ્છે, તો તેણે જાતે આ ધરતી પર આવવું પડે, પછી ભલે તે ઈશ્વર કેમ ન હોય? રામ પણ આવ્યા, કૃષ્ણ પણ આવ્યા અને બુદ્ધ પણ આવ્યા. ઈશુ પણ આવ્યા – આ ધરતીને સ્વર્ગ બનાવવાને. પરંતુ એમના આવવા માત્રથી કે એમના આદેશ માત્રથી ધરતી પર સ્વર્ગ આવી જતું નથી. એમને પોતાને મથવું પડે છે. એમને પોતાને પૃથ્વીનો મલિન પ્રકૃતિબોજ ઉઠાવવો પડે છે. રામ, કૃષ્ણ, ઈશુ – પોતાની દિવ્યતા છતાં – એમણે આ ધરતી પર કષ્ટે છવાયેલો પથ કાપ્યો છે, એમના જીવનના અંત સુધી. કૃષ્ણ અને ઈશુનું તો મૃત્યુ પણ કેવું?

દિવ્ય અવતારોની વાત જવા દઈએ તોય જે મનુષ્ય પ્રેમીઓ આ ધરતીને જીવવા જેવી બનાવવા ઇચ્છે છે, તેમને માટે પણ આ વચન એટલું જ સાચું છે. સ્વર્ગ લાવવા ઇચ્છનારને નારકીય યંત્રણામાંથી પસાર થવાનું રહે છે, આજના દિનોમાં કદાચ સવિશેષ.
દિવ્ય અવતારોની વાત જવા દઈએ તોય જે મનુષ્ય પ્રેમીઓ આ ધરતીને જીવવા જેવી બનાવવા ઇચ્છે છે, તેમને માટે પણ આ વચન એટલું જ સાચું છે. સ્વર્ગ લાવવા ઇચ્છનારને નારકીય યંત્રણામાંથી પસાર થવાનું રહે છે, આજના દિનોમાં કદાચ સવિશેષ.{{Poem2Close}}

:::::::::::::::[૬-૪-’૯૭]
{{Right|[૬-૪-’૯૭]}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu