માડી મને સાંભરે રે/માડી : મધમીઠું ગોઠીમડું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 20: Line 20:
અને આવજો ખેતર ઢૂકડું.
અને આવજો ખેતર ઢૂકડું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center| {{gap}}<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*{{gap}} }}
{{center|{{gap}}<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*{{gap}} }}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખેતરે પહોંચીએ ત્યાં ઓઘલીના પૂળા લણાતા હોય. અવલબેન, મણિબેન, ચતુરભાઈ પૂળાની જુદી જુદી છાપરીઓ કરી ને કામમાં જોતરાઈ ગયાં હોય. જેઠાભાઈની હાજરી અમારી સાથે ન  હોય, એ નારા ચોધરીના ઢોરોના વાડાને સાચવવા, સાફ કરવા જુદા જતા, છાણમાટી ભરતા. આખો દિવસ તે વૈતરાં કરવામાં પગ વાળીને બેસતા નહીં. બધાં ભાઈ બહેનો મારાથી મોટાં હતાં, બધાની મજૂરી-વેઠના બદલામાં ખળું પાકે ત્યારે ‘ઘરાક’ જે અનાજ આપે તેનાથી દિવસો ટૂંકાવવાના. મોટાં બેન શાંતાના લગ્ન થઈ ગયેલાં, તે સાસરે રહેતાં એટલે તેમની સ્મૃતિ ખાસ નહીંવત્‌, ન નાનો ભાઈ ચીમન મારા કરતાં દશ વર્ષ જેટલો નાનો એટલે મારા બાળપણના દિવસોનો એ સાક્ષી નથી. શાંતાબેન અલપઝલપ ગામ આવે, એ તો મહેમાન કહેવાય ને ! પિતાજી બિન્દાસથી જીવનારા જીવ. વણાટના ધંધામાં ફાવટ ન આવતાં અમદાવાદ ચાલ્યા ગયેલા. મિલમાં જતા પણ બચાવતા કાંઈ નહી.

Line 26: Line 26:
"માડી, વાત કાલ અધૂરી રાસીતીન્‌અ..." મા મલકીને મને રાજી રાખવા વારતા માંડે, કામ ચાલતું જાય વારતા કહેવાતી જાય. બધા માની વાતમાં હોંકારો ભણે. ડોસીમા અને તેના તંબૂડાની વાત, પરીઓ અને રાજકુમારની વાત, સોનબઈબેનની વાત, કેટલીક વાર્તાઓ મા ગઈને સંભળાવતી. એ બધામાં મને ગોઠીમડાં અને કાબરની વાત બહુ ગમતી. માની પાસે વાર્તાઓનો ખજાનો. માની વાર્તાઓના ખજાનામાંથી જાતજાતનાં ને ભાતભાતનાં રત્નો નીકળે. વાર્તાઓથી કંટાળીએ ત્યાં માને કંઈક યાદ આવતાં લણવાનું કામ પડતું મૂકીને ખેતરમાં આટો મારી આવે. વળતાં ફાંટ ભરીને મીઠાં મીઠાં ગોઠીમડાં લઈ આવે. પાક્કાં હોય તેવા ગોઠીમડાં મારા માટે પસંદ કરીને શબરીની જેમ ચાખી ચાખી ને મને ખાવા આપે. રખેને કોઈ ગોઠીમડું કડવું નીકળી જાય. મારા સિવાયનાં બાકીનાં ભાઈબહેનો ગોઠીમડાં માટે ઝૂંટાઝૂંટ ને લૂંટ ચલાવે. ગોઠીમડાંનો નાસ્તો કામમાં હળવાશ લાવે. પડછાયા પગમાં સંતાઈ પૂર્વ તરફ ફરવા માંડે એટલે બપોરાના રોટલા છૂટે. ડુંગળીનું શાક કે કઢી, બાજરી કે જારના રોટલા. મરચું કે એકલી છાશ કે લુખા રોટલા, એને જ તો ‘લન્ચ’ કહેવાય !
"માડી, વાત કાલ અધૂરી રાસીતીન્‌અ..." મા મલકીને મને રાજી રાખવા વારતા માંડે, કામ ચાલતું જાય વારતા કહેવાતી જાય. બધા માની વાતમાં હોંકારો ભણે. ડોસીમા અને તેના તંબૂડાની વાત, પરીઓ અને રાજકુમારની વાત, સોનબઈબેનની વાત, કેટલીક વાર્તાઓ મા ગઈને સંભળાવતી. એ બધામાં મને ગોઠીમડાં અને કાબરની વાત બહુ ગમતી. માની પાસે વાર્તાઓનો ખજાનો. માની વાર્તાઓના ખજાનામાંથી જાતજાતનાં ને ભાતભાતનાં રત્નો નીકળે. વાર્તાઓથી કંટાળીએ ત્યાં માને કંઈક યાદ આવતાં લણવાનું કામ પડતું મૂકીને ખેતરમાં આટો મારી આવે. વળતાં ફાંટ ભરીને મીઠાં મીઠાં ગોઠીમડાં લઈ આવે. પાક્કાં હોય તેવા ગોઠીમડાં મારા માટે પસંદ કરીને શબરીની જેમ ચાખી ચાખી ને મને ખાવા આપે. રખેને કોઈ ગોઠીમડું કડવું નીકળી જાય. મારા સિવાયનાં બાકીનાં ભાઈબહેનો ગોઠીમડાં માટે ઝૂંટાઝૂંટ ને લૂંટ ચલાવે. ગોઠીમડાંનો નાસ્તો કામમાં હળવાશ લાવે. પડછાયા પગમાં સંતાઈ પૂર્વ તરફ ફરવા માંડે એટલે બપોરાના રોટલા છૂટે. ડુંગળીનું શાક કે કઢી, બાજરી કે જારના રોટલા. મરચું કે એકલી છાશ કે લુખા રોટલા, એને જ તો ‘લન્ચ’ કહેવાય !
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center| {{gap}}<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*{{gap}} }}
{{center|{{gap}}<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*{{gap}} }}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમેય હું બાળપણથી ખૂબ તોફાની, કેટલાંક અળવીતરાં મને યાદ, તો કેટલાંક તોફાનો માએ વર્ણવી સંભળાવેલાં. માના મુખે વર્ણનો સાંભળવાં ખૂબ જ ગમે. ઝીણામાં ઝીણી વિગત એવા રસથી રજૂ કરે કે જાણે કુચાવાળી છાશનું તાંસળું મોઢે માંડ્યું હોય એમ ઘટક ઘટક ઘૂંટડા ભરતાં કોઠામાં ઠંડક પહોંચે. કોઈક વાર ઘેર મહેમાન આવે તેમનાં છોકરાં ધીંગામસ્તી કરે ને, મહેમાન છોકરાઓને ઠપકો આપે તો મા તેમને હળવેથી વારે, સાથે સાથે મારી ફરિયાદ એના શબ્દોમાં સરી પડે.

Line 55: Line 55:
મારો ઉત્સાહ તો સાવ હાડ ગાળી ગયો. ફરીથી માની સામે ઓશિયાળી નજરે જોયું. માની આંગળી પકડી શાળાના પાછલા બારણે ગયો, ભારે હૃદયે શાળાનો ઉંબર ઓળંગી વર્ગમાં ઘૂસ્યો. ને મારી કોમના સહાધ્યાયીઓ સાથે બેઠેલ મારા મોટાભાઈ પાસે જઈને બેઠો. એ દિવસે પહેલી વાર પાક્કો અનુભવ થયો કે હું "બીજાઓ" જેવો માણસ નથી. સૌની સાથે હળીભળી શકતો નથી. મારી પાસે બોલી નથી. તોફાન નથી. બસ એ મૂંઝાતું હૃદય છે. આખો દિવસ હું ચૂપચાપ બેસી રહ્યો. થેલીમાંથી પાટી કાઢી નહીં, પેન કાઢી નહીં. પણ હૃદયના મધ્યભાગમાં એક શબ્દ કોતરાયો હું અછૂત છું. એ રાત વેરણ બની. ઊંઘ ન આવી તે ન આવી.
મારો ઉત્સાહ તો સાવ હાડ ગાળી ગયો. ફરીથી માની સામે ઓશિયાળી નજરે જોયું. માની આંગળી પકડી શાળાના પાછલા બારણે ગયો, ભારે હૃદયે શાળાનો ઉંબર ઓળંગી વર્ગમાં ઘૂસ્યો. ને મારી કોમના સહાધ્યાયીઓ સાથે બેઠેલ મારા મોટાભાઈ પાસે જઈને બેઠો. એ દિવસે પહેલી વાર પાક્કો અનુભવ થયો કે હું "બીજાઓ" જેવો માણસ નથી. સૌની સાથે હળીભળી શકતો નથી. મારી પાસે બોલી નથી. તોફાન નથી. બસ એ મૂંઝાતું હૃદય છે. આખો દિવસ હું ચૂપચાપ બેસી રહ્યો. થેલીમાંથી પાટી કાઢી નહીં, પેન કાઢી નહીં. પણ હૃદયના મધ્યભાગમાં એક શબ્દ કોતરાયો હું અછૂત છું. એ રાત વેરણ બની. ઊંઘ ન આવી તે ન આવી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center| {{gap}}<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*{{gap}} }}
{{center|{{gap}}<nowiki>*</nowiki>{{gap}}*{{gap}}*{{gap}} }}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમદાવાદથી એક પત્ર અને થોડાક પૈસા પિતાજીએ મોકલાવ્યા છે ને અમને બોલાવ્યાં છે, એ વાતે ઘરમાં ઉત્સાહનું વારતાવરણ પેદા કરી દીધું. મારે, ચતુરભાઈ અને માએ અમદાવાદ જવાનું નક્કી થયું. જેઠાભાઈ તો પિતાજી સાથે અમદાવાદમાં એક ચાલીમાં રહેતા હતા. જવાના દિવસે અમે વ્હેલાં ઊઠ્યાં. વહેલી પરોઢમાં અમે એક મોટા પોટલા સાથે નીકળ્યાં. મારા જીવનની પહેલી મુસાફરી હતી. મા એકબે વાર અમદાવાદ જઈ આવેલ. મેં જીદ કરેલી પણ જવા મળેલ નહીં. આજ અનાયાસ અમે પછી ત્રણ એકલાં અમદાવાદ જવાનાં હતાં. મા એક સ્થળે જઈ આવે કબૂતરની જેમ ક્યારેય રસ્તો ભૂલે નહીં, એટલે નિરાંત હતી. છતાં અમદાવાદના સરનામાવાળી ચિઠ્ઠી અમે સાથે રાખી હતી. ચાલતાં ચાલતાં છ ગાઉનો પંથ કાપી અમે બપોર સુધીમાં સિદ્ધપુર પહોંચ્યાં. આમ તો આ શહેર મારું પરિચિત. ‘કાતોક’ના મેળામાં સરસ્વતીના નીરમાં છબછબિયાંનો આનંદ હજીયે સ્પર્શ બનીને શરીરમાં સંતાઈને બેઠો છે. રેલવેસ્ટેશનેથી અમદાવાદની ટિકિટો કાઢવવામાં આવી. ગાડીની રાહ જોતાં અમે સ્ટેશનમાં બેઠાં. ઘેરથી લાવેલા રોટલા ને ગોળ ખાધાં. પાણી...પાણી તો રેલવેસ્ટેશનમાં ય બ્રાહ્મણિયા પરબ, અછૂતોથી ત્યાંનું પાણી પણ માગી શકાય નહીં. તોય તરસના માર્યા હિંમત કરી પાણી માગ્યું. દૂર ઊભા ઊભા ખોબો ધરીને, મળ્યું ય ખરું. પણ બીજાઓને પ્યાલામાં પાણી પીતાં ભાળી અજંપાનું લખલખું પસાર થયું શરીર આરપાર.

Navigation menu