79
edits
(પ્રૂફ) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|બાપુનો કૂતરો | પન્નાલાલ પટેલ}} | {{Heading|બાપુનો કૂતરો | પન્નાલાલ પટેલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિલાયતથી આવ્યા પછી બાપુની સવારી આજ પહેલી જ વખત | વિલાયતથી આવ્યા પછી બાપુની સવારી આજ પહેલી જ વખત આકડિયાં ગામમાં આવતી હતી. એ પચ્ચીસ હજારના જાગીરદારની વાટ જોવાતી હતી, જોવરાવવામાં આવતી હતી. | ||
જોકે તલાટીએ તો આજકાલ કરતાં આઠ દિવસથી દૂધની તાંબડી ભરાવી રાખવા માંડી હતી. ‘બાપુનું ભલું પૂછવું. કઈ ઘડીએ આવતાંક ને ઊભા રે’… ખાટલા, ગાદલાના ગંજ પણ ખડકાઈ ગયા હતા. મુખીને બહારગામ ન જવાની હિદાયત કરી દેવામાં આવી હતી. રાવળિયા, ચમાર, નાઈ અને ગામના બે-ત્રણ ચોકિયાતો તો ચોવીસ કલાક માટે ચોકી ઉપર ખડે પગે જ હતા. ઘેર ખાવા જતા તે પણ બદલીમાં બીજાને મૂકીને. | જોકે તલાટીએ તો આજકાલ કરતાં આઠ દિવસથી દૂધની તાંબડી ભરાવી રાખવા માંડી હતી. ‘બાપુનું ભલું પૂછવું. કઈ ઘડીએ આવતાંક ને ઊભા રે’… ખાટલા, ગાદલાના ગંજ પણ ખડકાઈ ગયા હતા. મુખીને બહારગામ ન જવાની હિદાયત કરી દેવામાં આવી હતી. રાવળિયા, ચમાર, નાઈ અને ગામના બે-ત્રણ ચોકિયાતો તો ચોવીસ કલાક માટે ચોકી ઉપર ખડે પગે જ હતા. ઘેર ખાવા જતા તે પણ બદલીમાં બીજાને મૂકીને. | ||
પણ આજ તો બાપુની રસોઈ કરનાર પેલો ભોઈ, બે સિપાહી, ત્રણ ચાકર અને એમ રસાલો પણ ઢોર | પણ આજ તો બાપુની રસોઈ કરનાર પેલો ભોઈ, બે સિપાહી, ત્રણ ચાકર અને એમ રસાલો પણ ઢોર હડતા પહેલાં આવી ચૂક્યો. કોણ જાણે કેમ ગામમાં એક જાતનો ‘હબાકો’ – દેકાર દેવાઈ ગયો. | ||
ભોઈએ રસોડું સંભાળ્યું | ભોઈએ રસોડું સંભાળ્યું : ચાર માણસોને એની તહેનાતમાં ખડા કરી દેવામાં આવ્યા : બે ચોકિયાત, એક કુંભાર અને એક હજામ, જ્યારે મુખી તો ભોઈની, પેલા સિપાહીઓની અને ચાકરોની બધાયની તહેનાતમાં ખડે પગે હતા. રાંધવાનાં વાસણ, દહીં વગેરે ભેગું કરવા માટે ચોકિયાતોને આગળ કરી પેલા સિપાહીઓ ગામમાં ફરતા થઈ ગયા. સીધું તો વાણિયાને ત્યાંથી – ગામને નામેસ્તો – લાવવાનું હતું. | ||
પેલા ચાકરો ઠાકોરની હાજરીમાં એમનો ચાર્જ સંભાળતા હોય તેમ બિસ્તર, પાણીનાં માટલાં વગેરે વ્યવસ્થા કરવા – અરે કરાવવા લાગ્યા. | પેલા ચાકરો ઠાકોરની હાજરીમાં એમનો ચાર્જ સંભાળતા હોય તેમ બિસ્તર, પાણીનાં માટલાં વગેરે વ્યવસ્થા કરવા – અરે કરાવવા લાગ્યા. | ||
| Line 14: | Line 14: | ||
જ્યારે તલાટી, ગામના પેલા દલા દરજી પાસે પાંચ વર્ષ પર સિવડાવી રાખેલા ખાખી બીરજીસ ઉપર ચોકિયાતને હાથે ધોવાયેલો કોટ ચઢાવી, ગુલાબી રંગથી રંગેલો સાફો બાંધી બાપુના રસ્તા પર ધ્યાન રાખતા આઘાપાછા થઈ રહ્યા. | જ્યારે તલાટી, ગામના પેલા દલા દરજી પાસે પાંચ વર્ષ પર સિવડાવી રાખેલા ખાખી બીરજીસ ઉપર ચોકિયાતને હાથે ધોવાયેલો કોટ ચઢાવી, ગુલાબી રંગથી રંગેલો સાફો બાંધી બાપુના રસ્તા પર ધ્યાન રાખતા આઘાપાછા થઈ રહ્યા. | ||
કોઈકે વધાઈ ખાધી! ‘મોટર આવતી હોય એમ લાગે છે.’ ગામ વચ્ચે આવેલો આખોય ચોરો જાણે એકકાન થયો. નાકા ઉપર માનવીની ઠઠ જામી, ‘એ આવે, એ ધૂળ | કોઈકે વધાઈ ખાધી! ‘મોટર આવતી હોય એમ લાગે છે.’ ગામ વચ્ચે આવેલો આખોય ચોરો જાણે એકકાન થયો. નાકા ઉપર માનવીની ઠઠ જામી, ‘એ આવે, એ ધૂળ ઊડે... આ આવતી નીકળે…’ | ||
ત્યાં તો પેલા સિપાઈઓ આ ટોળા આગળ આવી કૂદ્યા. ‘એ ગધેડા, | ત્યાં તો પેલા સિપાઈઓ આ ટોળા આગળ આવી કૂદ્યા. ‘એ ગધેડા, એ વાટમાં ક્યાં ઊભો છે? એ, બધા હારમાં પડી જાઓ... એ છોકરાં, સાળાં ચૂં ચાં કર્યું છે તો… જતાં રો’ બધાં પાછળ; હારમાં ઊભાં થઈ જાઓ. બાપુ આવે એટલે બધાય - એ હેવાન, સાંભળતો નથી? ઝૂકીને સલામ કરજો હોં!...’ | ||
અને બાપુની મોટર પેલાં ઝૂકેલાં માથાં ઉપર ધૂળ ઉડાડતી ચોરા આગળ જઈ ઊભી. | અને બાપુની મોટર પેલાં ઝૂકેલાં માથાં ઉપર ધૂળ ઉડાડતી ચોરા આગળ જઈ ઊભી. | ||
| Line 22: | Line 22: | ||
કટ દઈને આગળનું બારણું ઊઘડ્યું. અંદરથી ટોપાધારી બાપુ ઊતર્યા એ સાથે જ વાળથી ભરેલું, લાંબા લાંબા કાન અને ટૂંકા ટૂંકા પગવાળું બરફ સરખું સફેદ એવું પ્રાણી પણ કૂદી પડ્યું. પાછલી સીટમાંથી કારભારી ઊતર્યા. | કટ દઈને આગળનું બારણું ઊઘડ્યું. અંદરથી ટોપાધારી બાપુ ઊતર્યા એ સાથે જ વાળથી ભરેલું, લાંબા લાંબા કાન અને ટૂંકા ટૂંકા પગવાળું બરફ સરખું સફેદ એવું પ્રાણી પણ કૂદી પડ્યું. પાછલી સીટમાંથી કારભારી ઊતર્યા. | ||
ઠાકોરની ઉમ્મર અઠ્ઠાવીસેકની હતી. કાઠું મજબૂત હતું. પરંતુ મોંનો | ઠાકોરની ઉમ્મર અઠ્ઠાવીસેકની હતી. કાઠું મજબૂત હતું. પરંતુ મોંનો ઘાટ એટલો બધો સારો ન હતો. હા, કપડાં ‘અપ ટુ ડેટ’ – ‘અપ ટુ ડેટ’ એટલે કે કોટ, પાટલૂન, ટાઈ, હેટ, મોજાં, બૂટ, રિસ્ટવૉચ, ચશ્માં (શોખનાં) અને ટચલી આંગળીએ વેઢ. એક હાથમાં સોટી, બીજા હાથમાં સાંકળ જેવું કશુંક હતું… સ્ટીમરમાંથી જ સીધા ન ઊતરતા હોય! | ||
પણ સાચું પૂછો તો એકઠાં થઈ ગયેલાં ગામનાં માણસોમાંથી કોઈનુંય ધ્યાન ઠાકોર તરફ ન હતું. સલામ ભરતી વખતે પણ એમની અડધી નજર તો ઠાકોરના પગમાં અટવાતા પેલા પ્રાણી તરફ જ રહેતી. | પણ સાચું પૂછો તો એકઠાં થઈ ગયેલાં ગામનાં માણસોમાંથી કોઈનુંય ધ્યાન ઠાકોર તરફ ન હતું. સલામ ભરતી વખતે પણ એમની અડધી નજર તો ઠાકોરના પગમાં અટવાતા પેલા પ્રાણી તરફ જ રહેતી. | ||
edits