યુરોપ-અનુભવ/ટ્રાવેલર્સ ચેક પાછા મળ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટ્રાવેલર્સ ચેક પાછા મળ્યા}} {{Poem2Open}} લંડનથી અમે ટ્યૂબ ટ્રેનન...")
 
No edit summary
Line 5: Line 5:
લંડનથી અમે ટ્યૂબ ટ્રેનનો અઠવાડિયાનો પાસ લઈ લીધો. લંડનમાં ગમે ત્યાં આવવા-જવામાં સુવિધા રહે અને એ પ્રમાણમાં સસ્તો પડે. પાસમાં આપણો ફોટો ચોડવો પડે. બ્રાઉન્ડ્જ ગ્રીનના સ્ટેશનેથી જ લઈ લીધો. નિરંજન ભગતે એક વાર કહેલું કે, કવિ એલિયટ બૅન્કમાં નોકરી કરવા જતાં, તે ટ્યૂબમાં ટ્રાવેલ કરતા. ત્યારે ટ્યૂબ ટ્રેનનો આવો ખ્યાલ નહોતો આવ્યો. રોમ, પૅરિસ, લંડન જેવાં મહાનગરોમાં રોજબરોજની આવનજાવન માટે નાગરિકો મુખ્યત્વે ટ્યૂબ ટ્રેનનો જ ઉપયોગ કરે. પોતાની કાર લઈને નીકળે તો ગંતવ્યસ્થાને પહોંચતાં વાર તો લાગે, પણ મુખ્ય પ્રશ્ન પાર્કિંગનો થાય. પોતાને ઘેર બે ગાડીઓ હોય તોય ટ્યૂબ સારી પડે.

લંડનમાં પહેલે દિવસે જ જ્યારે આ અન્ડરગ્રાઉન્ડ ટ્યૂબ રેલ્વેમાં કહો કે ભૂગર્ભ રેલ્વેમાં પ્રવાસ કર્યો, ત્યારે જ જોયું કે, અંદર કેટલી વિશાળ જગ્યા અને પૅસેન્જરો માટે વ્યવસ્થા હોય છે. વિજ્ઞાપનો પણ કેટલાં? કેવાં? અહીંની સંસ્કૃતિનો, વાણિજ્ય – વ્યવસ્થાપનનો ખ્યાલ આવી જાય. સૌથી મોટી વાત તો લંડનવાસીઓની સાથે સાથે રેલમુસાફરી થાય. તેમને નજીકથી ઓળખાવતો અવસર મળે. અમે પહેલી વાર, ગાડી આવતાં ઊભી રહી કે, એકાએક બારણાં ઊઘડી જતાં જોયાં, અને તે સાથે એક ચેતવણીનો સૂર સંભળાયો – Mind the gap. ગાડી ઊપડી નહિ ત્યાં સુધી રહી રહીને સંભળાય – Mind the gap. કારણ પછી સમજાયું – પ્લૅટફૉર્મ અને ટ્રેનના પગથિયા વચ્ચે જે થોડી જગ્યા હતી તેમાં કોઈ બેધ્યાનપણાને લીધે કે ઉતાવળથી ઊતરવા જતાં પડી ન જાય તે માટે આ સૂચના હતી. પછી તો જ્યાં સાવધાનીની જરૂર હોય ત્યાં અમે આ સૂત્ર બોલીએ. Mind the gap.
લંડનમાં પહેલે દિવસે જ જ્યારે આ અન્ડરગ્રાઉન્ડ ટ્યૂબ રેલ્વેમાં કહો કે ભૂગર્ભ રેલ્વેમાં પ્રવાસ કર્યો, ત્યારે જ જોયું કે, અંદર કેટલી વિશાળ જગ્યા અને પૅસેન્જરો માટે વ્યવસ્થા હોય છે. વિજ્ઞાપનો પણ કેટલાં? કેવાં? અહીંની સંસ્કૃતિનો, વાણિજ્ય – વ્યવસ્થાપનનો ખ્યાલ આવી જાય. સૌથી મોટી વાત તો લંડનવાસીઓની સાથે સાથે રેલમુસાફરી થાય. તેમને નજીકથી ઓળખાવતો અવસર મળે. અમે પહેલી વાર, ગાડી આવતાં ઊભી રહી કે, એકાએક બારણાં ઊઘડી જતાં જોયાં, અને તે સાથે એક ચેતવણીનો સૂર સંભળાયો – <big>Mind the gap.</big> ગાડી ઊપડી નહિ ત્યાં સુધી રહી રહીને સંભળાય – <big>Mind the gap.</big> કારણ પછી સમજાયું – પ્લૅટફૉર્મ અને ટ્રેનના પગથિયા વચ્ચે જે થોડી જગ્યા હતી તેમાં કોઈ બેધ્યાનપણાને લીધે કે ઉતાવળથી ઊતરવા જતાં પડી ન જાય તે માટે આ સૂચના હતી. પછી તો જ્યાં સાવધાનીની જરૂર હોય ત્યાં અમે આ સૂત્ર બોલીએ. <big>Mind the gap.</big>

અમે પિકાડેલી સર્કલ પર ઊતરી ગયાં. અમારે પ્રથમ બાર્કલે બૅન્કમાંથી નવા ટ્રાવેલર્સ ચેક લેવાના હતા, જેની કાલે ઑફિસે પુષ્ટિ કરી હતી. અનિલાબહેનને ૨૯૦ ડૉલરના અને ૨૦૦ પાઉન્ડના ટ્રાવેલર્સ ચેક ગણતરીની મિનિટોમાં, તે પણ પ્રશ્ન વિના, માત્ર રેફ. નંબર આપતાં મળી ગયા, સ્મિત સાથે. અમે તો આભારવશ હતાં. એ રીતે મને અમેરિકન એક્સપ્રેસ કંપનીના ટ્રાવેલર્સ ચેક લેતાં માત્ર પૂછ્યું : ‘રોકડા કે ચેકથી?’ રોકડા ડૉલર લઈ લીધા. એ આપતાં પણ એ જ સ્મિત. હું વિચારતો હતો : મેં આ ચેક અમદાવાદમાંથી ખરીદેલા; ખોવાયા આમસ્ટરડામમાં; એ અંગે ફરિયાદ લખાવી બ્રસેલ્સમાં; અને ચેકના પૈસા પાછા મળ્યા લંડનમાં. બધા જ વ્યવહારમાં વિનયશીલતા. આપણને આવા નેટવર્ક માટે – આ પ્રજા માટે આદર ઊપજ્યા વિના ન રહે.

Line 23: Line 23:
માદામ તુષાડનાં બાવલાં જોઈને રાજી થયેલ મિત્રોને મળું છું. અમારું સંચક્રમણ ચાલુ થાય છે. ફરતાં ફરતાં લંડન બ્રિજ પર. સાંજના છ થયા હતા. લંડન બ્રિજ પર રંગ કરેલી રેલિંગ પર અનેક નામ કોતરેલાં છે.
માદામ તુષાડનાં બાવલાં જોઈને રાજી થયેલ મિત્રોને મળું છું. અમારું સંચક્રમણ ચાલુ થાય છે. ફરતાં ફરતાં લંડન બ્રિજ પર. સાંજના છ થયા હતા. લંડન બ્રિજ પર રંગ કરેલી રેલિંગ પર અનેક નામ કોતરેલાં છે.

વેસ્ટ મિન્સ્ટર એબી સામે બીગ બેન ટાવરના મોટા કાંટા ૭.૨૭ બતાવતા હતા. હજી તડકો હતો. ત્યાં એક બોર્ડ જોયું : ‘We have come to the heart of the city.’ વેસ્ટ મિન્સ્ટરથી અંડરગ્રાઉન્ડ સ્ટેશન ઊતર્યાં. લંડન બ્રિજથી જૂના લંડન તરફ. મેટ્રો ટ્રેન લીધી. એકબે સ્થળે બદલી, વળી પાછા વેસ્ટ મિન્સ્ટર આવ્યા.
વેસ્ટ મિન્સ્ટર એબી સામે બીગ બેન ટાવરના મોટા કાંટા ૭.૨૭ બતાવતા હતા. હજી તડકો હતો. ત્યાં એક બોર્ડ જોયું : <big>‘We have come to the heart of the city.’</big> વેસ્ટ મિન્સ્ટરથી અંડરગ્રાઉન્ડ સ્ટેશન ઊતર્યાં. લંડન બ્રિજથી જૂના લંડન તરફ. મેટ્રો ટ્રેન લીધી. એકબે સ્થળે બદલી, વળી પાછા વેસ્ટ મિન્સ્ટર આવ્યા.

અમે ઊભા હતાં જે બ્રિજ પર તે તો આપણને સૌને કવિ વર્ડ્ઝવર્થે બતાવેલો છે – એ વહેલી સવારનો હતો. ‘દુનિયાને એથી કશું સુંદર બતાવવાનું હતું નહિ.’ એવો એ કવિનો અનુભવ ‘અપૉન ધ વેસ્ટમિન્સ્ટર બ્રિજ’ કવિતા વાંચતાં, એ બ્રિજ કે એવી સવાર જોયા વિના પણ આપણા સુધી પહોંચી જાય. અત્યારે સાંજને ટાણે એ બ્રિજ ઉપર લંડન શહેર ગતિમાં છે, સાંજનો અસ્તાયમાન શ્રમિત તડકો ખુલ્લા આકાશ નીચે પથરાયો છે. ટેમ્સ વેગથી વહી રહી છે. મેટ્રોમાં બેસી પછી બાઉન્ડ્જ ગ્રીન અને પછી ક્રિઝન્ટ રાઇઝ.

{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu