ચૈતર ચમકે ચાંદની/નારંગીનો દેહ ધારણ કરતા કવિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નારંગીનો દેહ ધારણ કરતા કવિ}} {{Poem2Open}} કવિઓ પાસે હૃદયના ભાવ વ્ય...")
 
No edit summary
Line 15: Line 15:
નારંગી, મોસંબી બીમારના ઓશીકા બાજુના પાંજરા પર રકાબીમાં પડ્યાં છે. જરા ફોલી, એકાદ પેશી નિચોવી રસનું એકાદ ટીપું… એક ટીપું જીવન.
નારંગી, મોસંબી બીમારના ઓશીકા બાજુના પાંજરા પર રકાબીમાં પડ્યાં છે. જરા ફોલી, એકાદ પેશી નિચોવી રસનું એકાદ ટીપું… એક ટીપું જીવન.

નારંગી પડી છે, પાંજરા પર રકાબીમાં. ના, એ નારંગી નહિ. હવે અહીં એક કવિ જીવનાનંદ દાસ આવે છે, એ કવિ કહે છે કે હું જો એ નારંગીની પેશી બની જાઉં! પણ એ તો આ દેહે શક્ય કેવી રીતે બને? એટલે પછી કવિ કહે છે :
નારંગી પડી છે, પાંજરા પર રકાબીમાં. ના, એ નારંગી નહિ. હવે અહીં એક કવિ જીવનાનંદ દાસ આવે છે, એ કવિ કહે છે કે હું જો એ નારંગીની પેશી બની જાઉં! પણ એ તો આ દેહે શક્ય કેવી રીતે બને? એટલે પછી કવિ કહે છે :{{Poem2Close}}

એક વાર જ્યારે દેહમાંથી
::'''એક વાર જ્યારે દેહમાંથી'''
હું બહાર નીકળી જઈશ,
તો શું ફરીથી
આ ધરતી પર નહીં આવું?
જો ફરી આવવાનું થાય
તો
ઇચ્છું કે
કોઈ એક શિયાળાની ઠંડી રાતે
કોઈ એક
મૃત્યુશૈયા પર પડેલા
સ્નેહીજનના ઓશીકે
એક ઠંડી નારંગીની કરુણ
પેશી બનીને આવું.

'''હું બહાર નીકળી જઈશ,'''
'''તો શું ફરીથી'''
'''આ ધરતી પર નહીં આવું?'''
'''જો ફરી આવવાનું થાય'''
'''તો'''
'''ઇચ્છું કે'''
'''કોઈ એક શિયાળાની ઠંડી રાતે'''
'''કોઈ એક'''
'''મૃત્યુશૈયા પર પડેલા'''
'''સ્નેહીજનના ઓશીકે'''
'''એક ઠંડી નારંગીની કરુણ'''
'''પેશી બનીને આવું.'''
{{Poem2Open}}
મુમૂર્ષુ સ્વજનના કંઠમાં એકાદ ટીપું જીવન તો જ સીંચી શકાય ને? આમ જોઈએ તો બાબરની પ્રાર્થના છે, પોતાનું આયુષ્ય પ્રિયજનને, પ્રિય સંતાનને આપી એના ચિરજીવનની પ્રાર્થના, પણ આ કવિએ કેવી કોમળ રીતે એ પ્રાર્થના કરી છે. અહીં પ્રાર્થનાનું ફળ નથી, કેમ કે અહીં ઈશ્વરને કોઈ સીધી પ્રાર્થના નથી. અહીં તો માત્ર એક ઇચ્છા વ્યક્ત કરી છે. ફરી અવતાર એક નારંગી રૂપે, નારંગીના કરુણ માંસ રૂપે, પેશી રૂપે, પોતે જ પેલી રકાબીમાં પડેલી નારંગીરૂપે હોય એ નારંગીમાંની પેશી હોય.

Line 43: Line 55:
પણ કવિઓ પાસે હૃદયના ભાવો વ્યક્ત કરવાની અદ્ભુત રીતો હોય છે. બધા કવિઓ પાસે નહિ, આ કવિતાના કવિ જીવનાનંદ દાસ જેવા કવિઓ પાસે હોય.
પણ કવિઓ પાસે હૃદયના ભાવો વ્યક્ત કરવાની અદ્ભુત રીતો હોય છે. બધા કવિઓ પાસે નહિ, આ કવિતાના કવિ જીવનાનંદ દાસ જેવા કવિઓ પાસે હોય.

વાતને મેં વધારે પડતી સાદી રીતે, કદાચ કવિને અન્યાય થઈ જાય એ રીતે કરી અને મૂળ બંગાળીમાં વાંચીએ ત્યારે પહેલાં તો લાગે કે કવિએ પણ વાત તો સાદી રીતે જ કરી છે, પરંતુ કવિની એ સાદાઈ તો છેતરામણી છે. વાણીમાં આવી સાદગી લાવવા કવિને વરસોની સાધના કરવી પડે. જરા જુઓ મૂળ બંગાળી લીટીઓ :
વાતને મેં વધારે પડતી સાદી રીતે, કદાચ કવિને અન્યાય થઈ જાય એ રીતે કરી અને મૂળ બંગાળીમાં વાંચીએ ત્યારે પહેલાં તો લાગે કે કવિએ પણ વાત તો સાદી રીતે જ કરી છે, પરંતુ કવિની એ સાદાઈ તો છેતરામણી છે. વાણીમાં આવી સાદગી લાવવા કવિને વરસોની સાધના કરવી પડે. જરા જુઓ મૂળ બંગાળી લીટીઓ :{{Poem2Close}}
 
::'''એક બાર જખન દેહ થેકે બાર હયે જાબો!'''
 
'''આબાર કિ ફિરે આસબોના આમિ પૃથિવીતે?'''
 
એક બાર જખન દેહ થેકે બાર હયે જાબો!
{{Poem2Open}}જાણે કોઈ શિશુમનનો પ્રશ્ન. એક વાર દેહમાંથી બહાર નીકળી જઈશ તો ફરી પાછો ધરતી પર નહિ આવું? પછી કહે છે કે આવવાનું થાય તો કયા અવતારે?{{Poem2Close}}
આબાર કિ ફિરે આસબોના આમિ પૃથિવીતે?

જાણે કોઈ શિશુમનનો પ્રશ્ન. એક વાર દેહમાંથી બહાર નીકળી જઈશ તો ફરી પાછો ધરતી પર નહિ આવું? પછી કહે છે કે આવવાનું થાય તો કયા અવતારે?
::'''એકટા હિમ કમલાલેબુર કરુણ માંસ નિયે!'''

એકટા હિમ કમલાલેબુર કરુણ માંસ નિયે!
'''કોનો એક પરિચિત મુમૂર્ષુર બિછાનાર કિનારે.'''
કોનો એક પરિચિત મુમૂર્ષુર બિછાનાર કિનારે.

{{Poem2Open}}
કવિ બીમાર સ્વજનને ‘ઓશીકે’ પણ નથી કહેતા – પણ બિછાનાને કિનારે –કહે છે. જાણે ચિંતાતુર ઊભેલા અનેક ચહેરામાં એક ચહેરો તે આ નારંગીનો. એક સિરિયસ ચિત્ર, એટલે તો કવિ કમલાલેબુ – નારંગીનું ‘કરુણ માંસ’ એવા શબ્દનો પ્રયોગ કરે છે – પેશી તો મેં ગુજરાતીમાં લખ્યું. માંસ એટલે અહીં નારંગીનો ગર પણ થાય – પણ ‘માંસ’ શબ્દ પણ સાભિપ્રાય છે. જાણે જીવંત દેહનો અંશ. કેમ કે એ અન્ય નારંગીઓ જેવી નારંગી નથી, એ તો એક વાર મનુષ્ય દેહમાંથી બહાર નીકળી ગયા પછી પ્રિયજન માટે નારંગીનો દેહ ધરીને આવેલા કવિ છે.{{Poem2Close}}

{{Right|૮-૩-૯૨}}
{{Right|૮-૩-૯૨}}
26,604

edits

Navigation menu