33,897
edits
No edit summary |
No edit summary Tag: Manual revert |
||
| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ}} | ||
{{Infobox person | {{Infobox person | ||
| cover_image = File:Suresh Joshi 1955.jpg | | cover_image = File:Suresh Joshi 1955.jpg | ||
| Line 19: | Line 17: | ||
| signature = | | signature = | ||
}} | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''સુરેશ જોષી'''નું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના પુરવાર થઈ – આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે. તેમનામાં વિલક્ષણ સંવેદનાશીલતા હતી અને આ સંવેદના દ્વારા માનવીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા તેઓ મથતા રહ્યા; તેમનો પ્રયત્ન સતત રૂપથી અરૂપ, સાધારણથી અસાધારણ, ક્ષણિકથી શાશ્વત સુધી જવાનો રહ્યો. પોતાની સામે જે અસીમ અને ભયાનક વાસ્તવિકતા હતી તેને પોતાની રચનાઓમાં કંડારવા માટે જેટજેટલી યુક્તિપ્રયુક્તિઓ લેખે લગાડી શકાય તે બધી જ કામે લગાડવા માટે તેઓ આતુર હતા. એટલે જ તેઓ વાસ્તવથી માંડીને અસંગતિ, કપોલકલ્પિતને પોતાની રચનાઓમાં સમાવવા મથ્યા. આ જ રીતે એક બાજુ તેઓ મુગ્ધતાનો અને બીજી બાજુ વિદગ્ધતાનો પુરસ્કાર કરતા રહ્યા. જે કોઈ પોતાની જાતને સર્જક તરીકે ઓળખાવે છે તેને બૃહદ્, અપરિમેય વાસ્તવને પામવા માટે આવું કરવું પડે એ સ્પષ્ટ છે. | '''સુરેશ જોષી'''નું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના પુરવાર થઈ – આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે. તેમનામાં વિલક્ષણ સંવેદનાશીલતા હતી અને આ સંવેદના દ્વારા માનવીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા તેઓ મથતા રહ્યા; તેમનો પ્રયત્ન સતત રૂપથી અરૂપ, સાધારણથી અસાધારણ, ક્ષણિકથી શાશ્વત સુધી જવાનો રહ્યો. પોતાની સામે જે અસીમ અને ભયાનક વાસ્તવિકતા હતી તેને પોતાની રચનાઓમાં કંડારવા માટે જેટજેટલી યુક્તિપ્રયુક્તિઓ લેખે લગાડી શકાય તે બધી જ કામે લગાડવા માટે તેઓ આતુર હતા. એટલે જ તેઓ વાસ્તવથી માંડીને અસંગતિ, કપોલકલ્પિતને પોતાની રચનાઓમાં સમાવવા મથ્યા. આ જ રીતે એક બાજુ તેઓ મુગ્ધતાનો અને બીજી બાજુ વિદગ્ધતાનો પુરસ્કાર કરતા રહ્યા. જે કોઈ પોતાની જાતને સર્જક તરીકે ઓળખાવે છે તેને બૃહદ્, અપરિમેય વાસ્તવને પામવા માટે આવું કરવું પડે એ સ્પષ્ટ છે. | ||
સુરેશ જોષીએ પોતાના નિબંધોમાં પ્રગટ રીતે અને વાર્તાઓમાં અપ્રગટ રીતે અખંડનો મહિમા કર્યો હતો. આ અખંડને પામવા માટે આપણી સમગ્ર સંવેદનાને કામે લગાડવી પડે. એટલે જ એમની રચનાઓમાં સમગ્ર ઇન્દ્રિયગોચર વિશ્વની સંકુલ છબિ આપણને જોવા મળે છે. કોઈ પણ યુગના સર્જકે સમગ્ર પરિવેશની સાથે પળેપળનો સંબંધ અખંડ રીતે પ્રગટાવવો હોય તો પોતાની સમગ્ર આકલનક્ષમતાને કામે લગાવવી પડે, પરોક્ષને બદલે અપરોક્ષને સ્વીકૃતિ આપવી પડે, પોતાના ઇન્દ્રિયજગતને બધિર બનતાં અટકાવીને જીવંત વ્યક્તિતાની પ્રતીતિ કરાવવી પડે. આમ કરતા જતાં જીવનવિષયક, સાહિત્યવિષયક પરંપરાઓને પડકારવાનું સાહસ પણ સર્જકે કરવું જોઈએ. નહીંતર તો પરંપરાના અનુસરણમાં અને પછી તો પરંપરાના યાંત્રિક અનુકરણમાં સરી જવાનો વારો આવે. ઇતિહાસના જે તબક્કે સ્થગિતતા, બંધિયારપણું જોવા મળે તે વખતે કોઈએ સાહસ કરીને અસ્વીકૃતિનાં જોખમોનો મુકાબલો કરીને પણ આગળ આવવું પડે, અચલાયતનો પર આક્રમણો કરવાં પડે. વિવાદો છેડવા પડે, ઊહાપોહ કરવો પડે. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માનતા હતા કે સાહિત્યકાર નબળો હોય તો એક આખી પેઢીને વેઠવાનો વારો આવે, એટલે સંસ્કારિતાના રક્ષણસંવર્ધન માટે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવાનાં ન હોય, લોકપ્રિયતાની પરવા કરવાની ન હોય. સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી સાહિત્યકારને, ભાવકને – કેટલાક અપવાદોને બાદ કરતાં – વિશ્વસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો. સુરેશ જોષીએ સાહિત્યને વિશ્વસાહિત્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતાં-મૂલવતાં શિખવાડ્યું. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે કૃતિને મૂલવવાનાં ધોરણો આકરાં બનવા માંડ્યાં. સાહિત્યકૃતિ અનેક રીતે જો સમૃદ્ધ ન હોય તો કાળના પ્રવાહમાં ખતમ થઈ જાય. આથી સમૃદ્ધિનો આગ્રહ સુરેશ જોષી રાખતા રહ્યા અને પોતાની રચનાઓને એવી સમૃદ્ધિ આપતા રહ્યા. આ પ્રક્રિયાના એક ભાગ રૂપે જ ઘટનાના તિરોધાનની વાત ગુજરાતી સાહિત્ય સમક્ષ ધરી. જ્યાં ઘટના સૂક્ષ્મને બદલે સ્થૂળ ભૂમિકાએ પ્રયોજાય છે ત્યાં એ કાળની સામે કદી ટકી શકતી નથી, માનવસંદર્ભની કશી સંકુલ છબિ ઉપસાવી શકતી નથી; સાહિત્યકૃતિ જે માધ્યમ અને પ્રકારમાં ઢાળવામાં આવી હોય છે તેની શક્યતાઓને તાગી શકતી નથી. આવી ઘણીબધી શક્યતાઓનો અસ્વીકાર કરવો એટલે આપણા જગતને હ્રસ્વ બનાવવું. સાચો સર્જક ક્યારેય પોતાના જગતને હ્રસ્વ બનાવવા તૈયાર ન થાય. સુરેશ જોષીને હંમેશા આવા સર્જકો જ આકર્ષતા હતા; સતત આવા સર્જકો વિશે જ લખતા-વિચારતા હતા. | સુરેશ જોષીએ પોતાના નિબંધોમાં પ્રગટ રીતે અને વાર્તાઓમાં અપ્રગટ રીતે અખંડનો મહિમા કર્યો હતો. આ અખંડને પામવા માટે આપણી સમગ્ર સંવેદનાને કામે લગાડવી પડે. એટલે જ એમની રચનાઓમાં સમગ્ર ઇન્દ્રિયગોચર વિશ્વની સંકુલ છબિ આપણને જોવા મળે છે. કોઈ પણ યુગના સર્જકે સમગ્ર પરિવેશની સાથે પળેપળનો સંબંધ અખંડ રીતે પ્રગટાવવો હોય તો પોતાની સમગ્ર આકલનક્ષમતાને કામે લગાવવી પડે, પરોક્ષને બદલે અપરોક્ષને સ્વીકૃતિ આપવી પડે, પોતાના ઇન્દ્રિયજગતને બધિર બનતાં અટકાવીને જીવંત વ્યક્તિતાની પ્રતીતિ કરાવવી પડે. આમ કરતા જતાં જીવનવિષયક, સાહિત્યવિષયક પરંપરાઓને પડકારવાનું સાહસ પણ સર્જકે કરવું જોઈએ. નહીંતર તો પરંપરાના અનુસરણમાં અને પછી તો પરંપરાના યાંત્રિક અનુકરણમાં સરી જવાનો વારો આવે. ઇતિહાસના જે તબક્કે સ્થગિતતા, બંધિયારપણું જોવા મળે તે વખતે કોઈએ સાહસ કરીને અસ્વીકૃતિનાં જોખમોનો મુકાબલો કરીને પણ આગળ આવવું પડે, અચલાયતનો પર આક્રમણો કરવાં પડે. વિવાદો છેડવા પડે, ઊહાપોહ કરવો પડે. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માનતા હતા કે સાહિત્યકાર નબળો હોય તો એક આખી પેઢીને વેઠવાનો વારો આવે, એટલે સંસ્કારિતાના રક્ષણસંવર્ધન માટે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવાનાં ન હોય, લોકપ્રિયતાની પરવા કરવાની ન હોય. સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી સાહિત્યકારને, ભાવકને – કેટલાક અપવાદોને બાદ કરતાં – વિશ્વસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો. સુરેશ જોષીએ સાહિત્યને વિશ્વસાહિત્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતાં-મૂલવતાં શિખવાડ્યું. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે કૃતિને મૂલવવાનાં ધોરણો આકરાં બનવા માંડ્યાં. સાહિત્યકૃતિ અનેક રીતે જો સમૃદ્ધ ન હોય તો કાળના પ્રવાહમાં ખતમ થઈ જાય. આથી સમૃદ્ધિનો આગ્રહ સુરેશ જોષી રાખતા રહ્યા અને પોતાની રચનાઓને એવી સમૃદ્ધિ આપતા રહ્યા. આ પ્રક્રિયાના એક ભાગ રૂપે જ ઘટનાના તિરોધાનની વાત ગુજરાતી સાહિત્ય સમક્ષ ધરી. જ્યાં ઘટના સૂક્ષ્મને બદલે સ્થૂળ ભૂમિકાએ પ્રયોજાય છે ત્યાં એ કાળની સામે કદી ટકી શકતી નથી, માનવસંદર્ભની કશી સંકુલ છબિ ઉપસાવી શકતી નથી; સાહિત્યકૃતિ જે માધ્યમ અને પ્રકારમાં ઢાળવામાં આવી હોય છે તેની શક્યતાઓને તાગી શકતી નથી. આવી ઘણીબધી શક્યતાઓનો અસ્વીકાર કરવો એટલે આપણા જગતને હ્રસ્વ બનાવવું. સાચો સર્જક ક્યારેય પોતાના જગતને હ્રસ્વ બનાવવા તૈયાર ન થાય. સુરેશ જોષીને હંમેશા આવા સર્જકો જ આકર્ષતા હતા; સતત આવા સર્જકો વિશે જ લખતા-વિચારતા હતા. | ||