26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. એક ભાગવતપારાયણ| ચંદ્રકાન્ત શેઠ}} <poem> અંધારું ચશ્માં ચઢા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
અંધારું ચશ્માં ચઢાવી વાંચે છે શ્રીમદ્ભાગવત | અંધારું ચશ્માં ચઢાવી વાંચે છે શ્રીમદ્ભાગવત | ||
ને ઘરડી દીવાલો આછું સાંભળતી હોંકારો ભણે છે ગદ્ગદ થઈને. | ને ઘરડી દીવાલો આછું સાંભળતી હોંકારો ભણે છે ગદ્ગદ થઈને. | ||
જ્ઞાનેશ્વર પાસે ભાગવત ભણીને આવેલી ભેંસ | જ્ઞાનેશ્વર પાસે ભાગવત ભણીને આવેલી ભેંસ | ||
ગાદીતકિયે બેસી, | ગાદીતકિયે બેસી, | ||
:: કાન હલાવે ને પૂછડું હલાવે, | |||
:: પૂછડું હલાવે ને કાન હલાવે. | |||
અરે! કોણ છે? | અરે! કોણ છે? | ||
કોણ કરે છે ધમાલ આ બારણા આગળ? | કોણ કરે છે ધમાલ આ બારણા આગળ? | ||
અલ્યા વનેચરો! | અલ્યા વનેચરો! | ||
વસ્તીમાં તો વર્તો જરા સંસ્કારી રીતે! | વસ્તીમાં તો વર્તો જરા સંસ્કારી રીતે! | ||
હાશ... ટળ્યા વનેચરો! | હાશ... ટળ્યા વનેચરો! | ||
ચલાવો આપની દેવકથા આગળ! | ચલાવો આપની દેવકથા આગળ! | ||
ને અંધારું ફરીથી ચશ્માં ચઢાવી, | ને અંધારું ફરીથી ચશ્માં ચઢાવી, | ||
:: પુનશ્ચઓમ્ કરી, | |||
હંકારે છે આગળ શ્રીમદ્ભાગવતનો દશમસ્કંધ. | હંકારે છે આગળ શ્રીમદ્ભાગવતનો દશમસ્કંધ. | ||
દશમસ્કંધમાં દેવકીને પીડા ઊપડી પ્રસવની | દશમસ્કંધમાં દેવકીને પીડા ઊપડી પ્રસવની | ||
ને આ બાજુ પેલી જ્ઞાનેશ્વરવાળી ભેંસનેય પીડા ઊપડી જણતરની! | ને આ બાજુ પેલી જ્ઞાનેશ્વરવાળી ભેંસનેય પીડા ઊપડી જણતરની! | ||
ભેંસ તો જે ભાંભરે છે – જે ભાંભરે છે!... | ભેંસ તો જે ભાંભરે છે – જે ભાંભરે છે!... | ||
ઘરડી દીવાલો કાને આંગળીઓ ખોસીને કહે, | ઘરડી દીવાલો કાને આંગળીઓ ખોસીને કહે, | ||
:: ‘રાંડ, મૂંગી મર, | |||
:: ને ભાગવત તો સાંભળ!’ | |||
ભેંસનો માલિક તો ચશ્માંધારી અંધારાને જ્ઞાનેશ્વર માની પૂછે : | ભેંસનો માલિક તો ચશ્માંધારી અંધારાને જ્ઞાનેશ્વર માની પૂછે : | ||
‘બાપજી! ભેંસને પાડો આવશે કે પાડી?’ | ‘બાપજી! ભેંસને પાડો આવશે કે પાડી?’ | ||
ને ચશ્માંધારી અંધારું તો સાવ નિરુત્તર! | ને ચશ્માંધારી અંધારું તો સાવ નિરુત્તર! | ||
ભેંસના ખાલી પેટ જેવું ખાલી – સાવ નિરુત્તર!</poem> | ભેંસના ખાલી પેટ જેવું ખાલી – સાવ નિરુત્તર!</poem> | ||
{{Right|((ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૯)}} | {{Right|((ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૪૯)}} |
edits