8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 21: | Line 21: | ||
ગુલામમોહમ્મદ શેખ સુરેન્દ્રનગરથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવે છે. આરમ્ભના દિવસોમાં સુરેશ જોષીને મળવાનું બને છે. ધીમે ધીમે સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો-કળાકારોનું હૂંફાળું છત્ર મળતાં આ યુવાનમાં સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકોમાં રિલ્કે, માલાર્મે, સેન્ટ જ્હોન પર્સ, બૉદલેર, ઑક્તોવિયો પાઝ, યેમિનેઝ, લૉર્કાની કવિતાના સ્વાદે ગુલામમોહમ્મદ શેખને વિશ્વકવિતાનો અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ઉત્સાહી અધ્યાપકોએ વિશ્વકળાનો અઘરો રસ્તો સુઝાડ્યો. | ગુલામમોહમ્મદ શેખ સુરેન્દ્રનગરથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવે છે. આરમ્ભના દિવસોમાં સુરેશ જોષીને મળવાનું બને છે. ધીમે ધીમે સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો-કળાકારોનું હૂંફાળું છત્ર મળતાં આ યુવાનમાં સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકોમાં રિલ્કે, માલાર્મે, સેન્ટ જ્હોન પર્સ, બૉદલેર, ઑક્તોવિયો પાઝ, યેમિનેઝ, લૉર્કાની કવિતાના સ્વાદે ગુલામમોહમ્મદ શેખને વિશ્વકવિતાનો અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ઉત્સાહી અધ્યાપકોએ વિશ્વકળાનો અઘરો રસ્તો સુઝાડ્યો. | ||
નર્મદથી રાજેન્દ્ર–નિરંજન અને ઉશનસ્–જયન્ત પાઠક સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરના આધુનિકતાવાદી કવિઓ ને કવિતાના અપૂર્વ આક્રમણે આપણી રૂઢ માન્યતાઓને સૌ પ્રથમ તો ચોંકાવીને આઘાત આપ્યા. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડતી 'અથવા' (પ્રથમ આવૃત્તિ : | નર્મદથી રાજેન્દ્ર–નિરંજન અને ઉશનસ્–જયન્ત પાઠક સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરના આધુનિકતાવાદી કવિઓ ને કવિતાના અપૂર્વ આક્રમણે આપણી રૂઢ માન્યતાઓને સૌ પ્રથમ તો ચોંકાવીને આઘાત આપ્યા. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડતી 'અથવા' (પ્રથમ આવૃત્તિ : 1974) તથા 'અથવા અને' (સંવર્ધિત આવૃત્તિ : 2013)ની કેટલીક કાવ્યકૃતિઓ ગુજરાતી અછાન્દસ કવિતાનું મહત્વનું સ્થિત્યન્તર છે. આ સન્દર્ભે ગુલામમોહમ્મદ શેખ આપણી અછાન્દસ ગુજરાતી કવિતાના પ્રથમ બલિષ્ઠ કવિ છે. | ||
કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ– | કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ– |