મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|??????????? ???? | રમણ સોની}} <poem> </poem>")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|??????????? ???? | રમણ સોની}}
{{Heading|પદ ૧|વિશ્વનાથ}}
<poem>
<poem>
પદ: ૧ (રાગ: ગોડી)[દુહા]
કેહે દેવકી શ્રીકૃષ્ણને "સાંભલ્ય માહારા તંન
મોહનજી મથુરા વિષે શે નથી માનતું મંન?{{space}} ૧
હું આપું સારી સુખડી માહારા સુંદર શાંમ શરીર
નીસાસો ઊંડો કરી કાં નેત્રે ભરો છો નીર?"{{space}} ૨
[ગીત]
આતાજી! એમ ન કીજિયે, બલેહારી રે,
મુંને કોહોની મનની વાત; બલા લેઉં તાહારી રે.{{space}} ૩
જશોદાજી આહાં તેડાવિયે, બલેહારી રે,
જે જાણે તાહારી વાત, બલા લેઉં તાહારી રે.{{space}} ૪
નંદજી સું છે વેગલા, બલેહારી રે,
તેહેને સાદ કરાવું આજ; બલા લેઉં તાહારી રે.{{space}} ૫
માહારા સમ, મુખથી કોહો, બલેહારી રે,
મૂકી મનની લાજ; બલા લેઉં તાહારી રે.{{space}} ૬
વાહાલા જે ગોવાલિયા, બલેહારી રે,
તેહેનાં મંડાવોની નામ; બલા લેઉં તાહારી રે.{{space}} ૭
કોહો તે મથુરામાં કરું, બલેહારી રે,
ન ઉત્તમ ગોકુલ ગામ; બલા લેઉં તાહારી રે.{{space}} ૮
ગાયો ઘણી ઘેર આપણે, બલેહારી રે,
જો માયા તેહેની હોય; બલા લેઉં તાહારી રે.{{space}} ૯
માખણ પરઘરનું ભાવે, બલેહારી રે,
તો ઈચ્છે છે સહુ કોય, બલા લેઉં તાહારી રે.{{space}} ૧૦
શું મોરપીછ મલતાં નથી? બલેહારી રે,
બહુ ગુંજાના છે હાર; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૧
કામલી કારણ કાહાનજી! બલેહારી રે,
આ શી આંસુડાંની ધાર, બલા લેઉં તાહારી રે.{{space}} ૧૨
સરસ વંસ સોનાતણો, બલેહારી રે,
હીરે જડિત્ર લ્યો હાથ, બલા લેઉં તાહારી રે.{{space}} ૧૩
માંકડાં શું મલતાં નથી? બલેહારી રે,
ગોપી ગોવાલાનો સાથ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૪
જો દાણ લેવું મનમાં ગમે, બલેહારી રે,
તો જ્યમલો જમુનાંનો ઘાટ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૫
મનુસમાત્ર આવી ચઢે, બલેહારી રે,
આ વ્રીંદાવનની વાટ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૬
શું મહિયારી મથુરાં નથી? બલેહારી રે.
જો ભાવે તેહની છાશ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૭
વિશ્વનાથ વાહાલા ઘણું, બલેહારી રે,
નિશદિન રાખીશ પાસ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૮
</poem>
</poem>
18,450

edits

Navigation menu