બાળનાટકો/2 પીળાં પલાશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 96: Line 96:
(ગોઠણ પડે છે.)
(ગોઠણ પડે છે.)
રજનીગંધા : અઠવાડિયાની મહેતલ આપું છું. દક્ષિણેશ્વર! પાર વિનાનાં પુષ્પો આ જંગલમાં ઊઘડે છે. હું પણ જંગલનું પુષ્પ છું. અને પુષ્પને પુષ્પ જોઈએ. જાવ પસંદ કરી આવો કોઈ એક  
રજનીગંધા : અઠવાડિયાની મહેતલ આપું છું. દક્ષિણેશ્વર! પાર વિનાનાં પુષ્પો આ જંગલમાં ઊઘડે છે. હું પણ જંગલનું પુષ્પ છું. અને પુષ્પને પુષ્પ જોઈએ. જાવ પસંદ કરી આવો કોઈ એક  
કાજળ : આદેશ, માનસપ્રતિમા!{{Poem2Close}}
કાજળ : આદેશ, માનસપ્રતિમા!
 
રજનીગંધા : (પાછળ ફરી) અને દાસી! જાવ, નીચે જઈ બાકીના સર્વ રાજકુમારોને મારી આજ્ઞાથી સંભળાવી છે કે એક અઠવાડિયામાં સૌએ એક-એક ફૂલ ચૂંટી લાવવાનું છે. રજનીગંધાને જેનું ફૂલ ગમશે તેની તે થશે.
(દાસી પ્રણામ કરી જવા જાય છે.)
ઊભી રહે. અને કોઈને પણ ઉપર ન આવવા દેવાની દ્વારપાળને આશા દેતી આવજે.
દાસી : આજ્ઞા, બા!
(જાય છે.
રજનીગંધા બીજી દાસીના હાથમાંથી વીંજણો આંચકી લઈ પોતાની મેળે જ પવન નાખે છે. થોડી વાર બારીમાંથી બહાર જોયા કરે છે; પછી બેઠકમાં પડે છે.
બે પહેરેગીરો બંદીવાન ભરથરીને ઘેરી લાવે છે. એના પગમાં બેડીઓ છે. ગૂંચવાયેલાં એનાં જુલફાંઓ ઊડી રહ્યાં છે. રજનીગંધા ઊભી થઈ જાય છે. ઘણી વાર સુધી એની સામે તાકી રહે છે. પછી એકાએક)
રજનીગંધા : (હીબકાં ભરતી) ભરથરી! મારા ભરથરી!
(એના પગમાં માથું મૂકી રોવા લાગે છે.)
ભરથરી : (આઘો ખશી) રડો નહિ, રાજકન્યા!
રજનીગંધા : (ઊભી થઈ જાય છે. ફરી એની આંખોમાં તાકવા લાગે છે.)
ભરથરી! તારી આ દશા? અને તે મારે કારણે?
ભરથરી : કાંઈ નહિ, રજનીગંધા! મહારાજાએ કહ્યું કે કાં તો હજારો રૂપિયા ઉઠાવી પરદેશ ચાલ્યો જા, અને કાં તો આ મિનારના ભોંયતળિયામાં બંદીવાન બની રહે. મેં પાછલું કબૂલ કર્યું. મારે ‘એક ગીત ગા, ઓ ભરથરી!’ એવા તારા શબ્દો સાંભળ્યા કરવા હતા, અને તારે માટે ગાયા કરવું હતું.
રજનીગંધા : ઓ ભરથરી! મને માફ કર. મારો અપરાધ થયો છે. મને ક્ષમા કર. ક્ષમા કર!
(ફરી પગમાં પડે છે. ભરથરી દૂર ખસી જાય છે.)
ભરથરી : રજનીગંધા! માફ મારે તે કરવાનું હોય? માફ તો તમારે કરવાનું છે કે આજકાલ સારી રજની બિછાનામાં ચોળાયેલાં તમારાં ફૂલ પાંખડી-પાંખડી થઈ વનવંટોળમાં ઊડી જાય છે અને હું એકઠાં કરી સંઘરી શકતો નથી! ઊભાં થાવ; આમ મને અકળાવો નહિ,
રજનીગંધા : (એકદમ ઊભી થઈ જઈ ક્રુદ્ધ દૃષ્ટિએ પહેરેગીરો સામે જોઈ રહે છે.) ખોલી નાખો, ખોલી નાખો આ પગની બેડીઓ!
(પહેરેગીરો ભરથરીની બેડીઓ ખોલી નાખે છે. ભૂત ભરાયું હોય તેમ રજનીગંધા ભરથરીનો સમસ્ત દેહ ધારીને નીરખી રહે છે.)
ભરથરી, મારા ભરથરી! આવ, આપણે બે ઘડી બેસીએ — જલદી કર! મહારાજાની આજ્ઞા છે કે તને તરત જ આ મિનારની બહાર કરવો. ચાલ, એ પહેલાં તને ધારી ધારીને જોઈ લઉં. આવ, બેસ મારી પડખે.
(રજનીગંધા જઈને આસન પર બેસે છે. પછી ભરથરીના આવવાની રાહ જોતી તેની સામે જોઈ રહે છે.)
નહિ આવે અહીં?
ભસ્થરી : ના
રજનીગંધા : અને કશુંય નહિ બોલે?
ભરથરી : શું બોલું રજનીગંધા?
રજનીગંધા : કંઈક, તને જે ગમે તે! તને જે ગમે તે મને ગમશે.
(ભરથરી ફરીથી ચૂપ થઈ ઊભો રહે છે.)
(આરજૂથી) બોલ તો! યાદ છે તને? તું ગીત ગાઈ રહેતો ત્યારે હું એક ફૂલ ફગાવતી; કાં?
ભરથરી : હા.
રજનીગંધા : પછી એનું હું શું કરતો ?
ભરથરી : ખબર નથી મને.
રજનીગંધા : કહેવું નથી એમ કહે!
ભરથરી : એમ કહેવું પડે?
રજનીગંધા : એક દિવસે તો મોગરો ફગાવેલો. ગુલછડી અને પારુલના પણ વારા આવી ગયેલા. હવે શું ફગાવવું તેના વિચારમાં છું. બોલ, તને કયું ફૂલ ગમશે?
ભરથરી : તને ગમશે તે.
રજનીગંધા : તે તો નક્કી કરવાનું છે.
(નીચે જોઈ જાય છે. ઘણી વાર સુધી કોઈ કશું બોલતું નથી.)
રજનીગંધા : (એકદમ ઊંચે જોઈ) આ તી બહુ ખરાબ! કોઈએ તો કાંઈ બોલવું જોઈએ : કાં તારે ને કાં મારે. આમ ગૂંગા શે બેસ્યું જાય?
(ભરથરી મૂંગો જ રહે છે.)
રજનીગંધા : બોલને, ભરથરી!
ભરથરી : મને બોલતાં નથી આવડતું; કહે તો ગાઈ સંભળાવું.
રજનીગંધા : તો, ગા!
(ઊભી થઈ એકતારો લાવે છે.)
ભરથરી : (ઊભો થઈ જાય છે. રજનીગંધાની સામે જઈ સૂર મેળવે છે. પછી ધીરે ધીરે ગીત છેડે છે.)
આવળ બાવળ બોરડીને
ઊભા આડાં સરુનાં ઝાડ
ઊંડી ખીણો ઊંડી કંદરા ને
ઊંચા ઊભા છે પથ્થર પહાડ,
કેડી વિનાનાં જંગલ તારાં!
સાગરને વળી હોય ઓવારા
બંધ કરી દે બોલવું રાણી,
દેજે મને ના સાદ :
આવ્યા વિના મન માનતું નો ને
ભોમિયો ના એકાદ :
કેડી વિનાનાં જંગલ તારાં!
સાગરને વળી હોય ઓવારા?
ડગલે પગલે ઠેશ પડે ને,
આંખ ફરૂકે આજ :
અપશુકનમાં દોડતો આવું,
પાણીને હોય ના પાજ :
કેડી વિનાનાં જંગલ તારાં!
સાગરને વળી હોય ઓવારા?
રજનીગંધા : (ગોઠણભર પડી) બંધ કર, બંધ કર, ઓ ભરથરી! બંધ કર તારું ગાન! બોલવા કરતાં મોઢું બંધ રાખવું જ સારું છે તેની હવે મને જાણ થઈ.
(ભરથરી મોં ફેરવી ઊભો રહે છે.)
ભરથરી, ઓ ભરથરી! આમ તો જો! એમ માઠું ન લગાડ.
(થોડી વારે)
ઠીક લે, બોલ તારે બોલવું હોય તે!
(ભરથરી મોં ફેરવ્યા વિના જ ઊભો રહે છે. રજનીગંધા ઊભી થઈ એની સામે જ જાય છે.)
રજનીગંધા : શો વિચાર કરે છે, ભરથરી?
ભરથરી : જવાનો.
રજનીગંધા : ક્યાં?
ભરથરી : તું મોકલે ત્યાં.
રજનીગંધા : સાચે જ!
(ભરથરી મૂંગો રહી જવાબ આપે છે.)
રજનીગંધા : તો જા આ જંગલમાં, અને શોધી લાવ એક ફૂલ!
ભરથરી : કયું ફૂલ? અને કેમ?
રજનીગંધા : મહારાજને મનાવવા મેં ઇચ્છાવર વરવા નક્કી કર્યું છે. આઠ દિવસની અવધ આપી ઉમેદવારોને આ જંગલમાં પાઠવ્યા છે. સૌએ એક-એક ફૂલ ચૂંટી લાવવાનું. જેનું ગમશે, તે મને ગમશે. તુંય જા, ભરથરી! તારું જો ગમશે તો હું તારી!
ભરથરી : ના.
રજનીગંધા : (ચમકી) પણ હું મોકલું ત્યાં જવાનું તેં વચન આપ્યું છે!
ભરથરી : પણ આમાં અન્યને અન્યાય થાય, રજની! તને મનગમતું ફૂલ હું લાવીશ એમ નહિ બને; પણ હું લાવીશ તે તને મનગમનું થશે! છતાંય તું કહે છે તો આ...
(મિનારનાં પગથિયાં ઊતરી જાય છે.) {{Poem2Close}}
26,604

edits