બાળનાટકો/2 પીળાં પલાશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 178: Line 178:
ભરથરી : પણ આમાં અન્યને અન્યાય થાય, રજની! તને મનગમતું ફૂલ હું લાવીશ એમ નહિ બને; પણ હું લાવીશ તે તને મનગમનું થશે! છતાંય તું કહે છે તો આ...
ભરથરી : પણ આમાં અન્યને અન્યાય થાય, રજની! તને મનગમતું ફૂલ હું લાવીશ એમ નહિ બને; પણ હું લાવીશ તે તને મનગમનું થશે! છતાંય તું કહે છે તો આ...
(મિનારનાં પગથિયાં ઊતરી જાય છે.) {{Poem2Close}}
(મિનારનાં પગથિયાં ઊતરી જાય છે.) {{Poem2Close}}
'''દૃશ્ય બીજું'''
{{Poem2Open}}
(અવધના આઠ દિવસ પૂરા થયા છે. દેશદેશના રાજકુમારો તળેટીએ આવી ઉત્સુક ઊભા છે. મિનારના પગથાર ઉપર દુંદુભિ ગગડે છે.
ઉપલા ખંડમાં આજે ઉત્સવ મંડાયો છે. મહારાજની સીધી દેખરેખ નીચે આજે સઘળું શણગારવામાં આવ્યું છે. દાસીઓએ પીળાં પટકુળ પહેર્યાં છે.
રજનીગંધા શૂન્યમનસ્ક સમાન અવનત મુખે બારી નીચેના આસન ઉપર બેઠી છે. દાસીઓ સમીરણ વાય છે.
થોડીવારે રજનીગંધા ઊંચે જુએ છે, અને બારીમાંથી દૂર દૂર દૂર દૃષ્ટિ ફેલાવે છે.)
રજનીગંધા : મહારાજ ક્યાં છે?
પહેલી દાસી વચલા ખંડમાં આપની અનુજ્ઞાની રાહ જોતા બેઠા છે.
રજનીગંધા : મારી અનુજ્ઞા!
બીજી દાસી : હા, કુંવરીબા! એટલે એમ કે આપ જો શૃંગારસજ્જ હો તો રાજકુમારોને લઈને તેઓ ઉપર આવે.
રજનીગંધા : ના ના, હું સજ્જ નથી; અને થવાની પણ નથી.
(થોડી વાર નીચું જોઈ રહે છે.)
તે શું સઘળા રાજકુમારો આવી ગયા?
પહેલી દાસી : હા, બા! સઘળા જ
(ફરી બારીમાંથી બહુ વાર જોઈ રહે છે.)
રજનીગંધા : ભરથરીના કાંઈ વાવડ? એય આવી ગયો!
(બંને દાસીઓ નીચે જોઈ રહે છે.)
રજનીગંધા : કેમ કોઈ બોલતું નથી?
બન્ને : અમને ખબર નથી, બા!
—બહારથી : રજનીગંધા!
રજનીગંધા : (ઊભી થઈ જઈ) પધારો, મહારાજ!
—બહા2થી : વારે વારે કેમ ભૂલી જાય છે કે કુંવારી રજનીગંધાને ન જોવાનું મને પ્રણ છે? હું તો તને પૂછવા આવ્યો છું કે જો હું તૈયાર હો, તો સૌને ઉપર લાવું.
રજનીગંધા : (કચવાતા) તૈયાર તો છું, પિતાજી! આપ સૌને લાવી શકો છો.
—બહારથી : બહુ સારું બેટા!
(ઊતરતાં પગલાંનો અવાજ આવે છે.)
રજનીગંધા : (બારીમાં દોડી જઈ) દ્રૌપદીનાં ચીરહરણને સમયે છેલ્લી ઘડીએ શ્રીકૃષ્ણ દોડી આવ્યા હતા, તેમ છેલ્લી ઘડીએય તું આવી ચડીશ તો મારું જીત્યું સાર્થક થશે, ઓ ભરથરી!
(અસ્વસ્થ થઈ આંટા મારવા લાગે છે.)
દાસી! જાવ, પિતાજીને કહો કે આજનો દિવસ અંધાર્યો છે તેથી સ્વયંવર આજને બદલે આવતી કાલ ઉપર મુલતવી રાખવામાં આવે.
પહેલી દાસી : જેવી આજ્ઞા, રજનીગંધાબા!
(જવા જાય છે.)
રજનીગંધા : ના, ના, ઊભી રહે. તોતો મહારાજ બહુ ક્રુદ્ધ થશે.
(દાસી પાછી આવે છે.)
—બહારથી : રાજકુમારો પધાર્યા છે, રાજકુમારી!
રજનીગંધા : (અકળાઈ જઈ) ઘડી એમને બહાર રાખો, મહારાજ! એક ઘડી. ના ના, મોકલો સૌને અંદર; કાંઈ પીડા નથી; પણ સૌને એક સાથે નહિ; હું અકળાઈ જઈશ. એક પછી એક કુમારોને પાઠવતા રહેશો.
—બહારથી : તારી ખુશી, બેટા !
(રજનીગંધા બારીમાં મુખ રાખી અસ્વસ્થ ઊભી રહે છે. એક રાજકુમાર પ્રવેશ કરે છે. એના હાથમાં કુન્દ ફૂલ છે.)
કુન્દન : (પ્રણતી કરીને) સ્વપ્નસુંદરી! સ્વર્ગવાડીનું આ ફૂલ. ઇન્દ્રના વૈજયંત નામના મહેલને ઘેરીને નન્દનવન ઊભું છે. નન્દનવનમાં પાંચ વૃક્ષો છે; અને એ પાંચમાં કુન્દ સહુની વચ્ચે છે. ઉર્વશી નૃત્ય કરે છે ત્યારે કુન્દ ફૂલની કર્ણમંજરી કરે છે. પૃથ્વી ઉપર તારુંય નૃત્ય અજોડ ઉર્વશીના જેવું છે. સ્થાપ આને કર્ણમંજરીએ!
રજનીગંધા : (મોં ફેરવ્યા વિના) રાજકુમાર! કહેતાં મને દુ:ખ થાય છે. કેમકે તમનેય દુ:ખ થશે તેની ખાતરી છે. પણ રજનીગંધા તો વસુંધરાનું હાસ્ય! એને સ્વર્ગનો વિલાસ ન ગમે.
(રાજકુમાર ઝંખવાણો પડી ઊતરી જાય છે. બીજો રાજપુત્ર પ્રવેશ કરે છે. હાથમાં ગુલદાવરીનો ગજરો છે.)
કાજળ : (પ્રણતી કરી) આઠ રજનીનું જાગરણ કરી આવ્યો છે. ગંધા! અને આ ગુલદાવરીનો ગજરો લાવ્યો છું.
રજનીગંધા : (મુખ ફેરવ્યા વિના) રાજકુમાર! ઉરમાં ન આલશો. પણ સ્ત્રીને પુરુષ પસંદ પડે, સ્ત્રી નહિ! ગુલદાવરીમાં પૌરુષ નથી; અને સ્ત્રીમાર્દવની રજનીગંધામાં ક્યાં ખોટ છે?
(રાજકુમાર ગુલદાવરીના ગજરાને ચોળી નાખી રજનીગંધા ઉપર ફગાવે છે. પછી ઊઠીને ચાલતો થાય છે.)
રજનીગંધા : ભરથરી! મારા ભરથરી!
(ત્રીજો રાજવી આવે છે. એની બાથમાં કાંચનપુષ્પો ભર્યાં છે.)
કાંચન : (પ્રણતી કરી) કાંચનવર્ણી! તારા માટે આ કાંચનપુષ્પો. તું વનની પુષ્પા છે, તો કાંચન અરણ્યનું ફૂલ છે. તારું માર્દવ અને કાંચનની અણીશુદ્ધ કઠોરતા : પૃથ્વી ઉપર દેવપુત્રો અવતરશે!
રજનીગંધા : (અવતન મુખે) કાંચન! તને શું કહું? એટલી બધી શુદ્ધિને હું શું કરું? મને મૃદુ દેહ છે; આરણ્યકને મારી શી અપેક્ષા? અને મનેય અકળામણ થાય. તુંય સમજે છે તો!
(ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કાંચન પગથિયાં ઊતરી જાય છે.)
રજનીગંધા : આવ; આવી પહોંચ, મારા ભરથરી! પછી તું આવીશ. અને મને કોઈ ઉપાડી ગયું હશે; અને તારા આવવાનો અવસર નહિ રહે!
(ચોથો પાટવી પધારે છે. એના હાથમાં પ્રફુલ્લ પલાશની શાખા છે.)
કિંશુક : વનશાંતિ! કવિઓએ મારા ફૂલને વનનો વડવાનળ કહ્યો છે. પૃથ્વીને વસંતઋતુનો તાવ ચડે છે, ત્યારે હું રોમાંચ થઈ ફૂટી નીકળું છું, ઋતુરાણી! સૃષ્ટિનાં સહુ ફૂલોમાં મારું વ્યક્તિત્વ અસ્પૃષ્ટ છે. તેને સ્પર્શી શકે માત્ર શાંતિ! મારો સૌને સાદ છે. મેં સૌને આમંત્રણ પાઠવ્યાં છે, કેમકે વસંતથી એકલા નથી રહેવાતું. અને હું વસંતનું વરદાન છું. મારાં પલાશ સ્વીકારીશ?
રજનીગંધા : (સ્વાગત બહાવરી બની) ભરથરી, ભરથરી! મારા ભરથરી! આવ; આવી પહોંચ. કોઈ મને ખેંચી જશે એમ લાગે છે. હું તાણ અનુભવું છું.
(થોડી વાર શાંતિ છવાઈ જાય છે.)
કિંશુક : વાસંતી પલાશ પસંદ છે. મેઘવી!
રજનીગંધા : (અર્ધા મુખે) રાજપુત્ર! તમારો સાદ સહેવાતો નથી; તમારું આમંત્રણ ઠેલાતું નથી! ઊંડાને ઊંડાનો અવાજ જેમ આવે તેમ તમારો પડઘો મારી હજી ખાલી કોતરોમાં પડે છે! પણ... પણ...
કિંશુક : (અકળાતો) બોલો, બોલો! કાંઈ બાકી ન રાખો.
(ઊભો થઈ જાય છે.)
રજનીગંધા : તમે એકલા ન રહી શકો તે હું જાણી ગઈ છે. હવે તમને બેકલા કરવામાં રસ ન રહ્યો!
(કિંશુક પલાશની પાંદડીએ પાંદડી પીંખી નાખી આખા ખંડમાં ઉડાડે છે, અને પછી ઊતરી પડે છે.)
રજનીગંધા : (સ્વગત, બારીએ જઈ) ગઈ કાલના માણસો મોકલ્યા છે. ભરથરી જ્યાં હોય ત્યાંથી તેને પકડી આણવા! અને હવેય નહિ આવે તો...
(ઉંબરો ઉલેટી પાંચમો પ્રવેશ કરે છે. એના હાથમાં ગંધરાજનો ગોટો છે.)
કુમાર : ફૂલરાણી! ગંધરાજ લાવ્યો છું.
(ઊભો જ રહે છે.)
રજનીગંધા : (એકદમ ફરી) ગંધરાજ? ગંધરાજ? જાણે રજનીગંધાનો અનુરણન! ક્યાં છે, ક્યાં છે? આપો મને.
કુમાર : (હાથ લંબાવી) તમે જ લઈ લો!
રજનીગંધા : ના ના; મને ન ખપે. ન ખપે એ! એ તો જોતજોતામાં કરમાઈ જાય, પીળાં પડી જાય!
કુમાર : પ્રેમનો રંગ પીળો છે, કુમારી! અને રજનીગંધા અને ગંધરાજની બેલડીને તો કવિસમ્રાટે ગાઈ છે! વળી ગંધરાજની ખૂબી તમે સમજતાં નથી. એ પ્રફુલ્લપાંખડી હોય ત્યારે તો મહેકે, પણ સત્કર્મોની સ્મૃતિની જેમ પીળાં પડ્યા પછી — કરમાયા પછી એ સવિશેષ મહેકે છે. સ્વીકારી લો એને, રાજકુમારી!
રજનીગંધા : ક્ષમા કરો, ક્ષમા કરો, કુમાર! મૃત્યુ પછીય જીવવાનું હોય તો શાંતિ ક્યારે સાંપડે? મૃત્યુની આશામાં તો મને જીવન સહ્ય થાય છે. કુમાર, પધારો! તમારું કરમાયેલું મોં મારાથી નથી સહાતું! રજનીગંધા અને ગંધરાજનું લગ્ન સ્વાભાવિક લાગે છે, કુમાર! પણ તેથી જ મને એ અકારું છે.
કુમાર : જેવી મરજી, કુમારી!
જાણે સ્વપ્નમાં સરતી હોય તેમ એના ગીતનો પડઘો પાડતી એને અનુસરે છે.
(ધીમે પગલે વિદાય થાય છે.)
રજનીગંધા : આવજો!
કુમાર : ન...આ....રે !
(ઊતરી જાય છે.)
રજનીગંધા : મેં ભૂલ કરી. કુમાર, કુમાર!
(ઉંબરામાં જાય છે.)
ચાલ્યા ગયા, ચાલ્યા ગયા, કુમાર!
(પગથિયાં તરફ જોઈ રહે છે. થોડી વારે)
આ શું? આ કોણ આવે છે? પહેરેગીરો કોઈને પકડી આણે છે. ભરથરી તો નહિ?
(અંદર આવી સ્વસ્થ થવા લાગે છે. સાડી સંકોરે છે.)
ભરથરી! મારો ભરથરી!
(ભરથરીને પકડી બે પહેરેગીરો પ્રવેશ કરે છે. એના છોગામાં પીળાં પલાશ રાજે છે. રાજકુમારીનો ઇશારો થતાં પહેરેગીરો એને છોડી ચાલ્યા જાય છે. રજનીગંધા સ્તબ્ધ થઈ ભરથરીની આંખોમાં જોઈ રહે છે. છૂટો થતાં જ ભરથરી એકતારો શરૂ કરે છે અને સૂર પૂરે છે.)
ભરથરી :
પાઠવ્યાં પાછાં કોણ ફરે?
નીર નીતર્યાં ભેગાં ન થાય :
ડુંગરે ડુંગરે દેવળ ઊભાં,
ત્યાં પાછળ કેમ ફરાય?
પીળા પલાશનું ફૂલડું લાધ્યું!
જોબનપુરમાં જોબન વાધ્યું!
રજનીગંધા : ભરથરી, ભરથરી! તને આ શું થયું છે? દેખે છે છતાં જાણે દેખતો નથી; બોલે છે છતાં જાણે બોલતો નથી!
(ભરથરી મૂગો રહે છે.)
ભરથરી !
ભરથરી : રજનીગંધા!
રજનીગંધા : આપ મને તારું ચૂંટેલું ફૂલ! કયું ફૂલ લાવ્યો છે?
ભરથરી : એકે ફૂલ લાવ્યો નથી, રજનીગંધા! તું જે ફૂલ દેખે છે તે મારી સાથે આવ્યું છે, હું લાવ્યો નથી, વગડેવગડે હું ફરી વળ્યો અને ઝાડવેઝાડવું જોઈ આવી. અંતે આ પીળું પલાશ લાધ્યું. ગયો’તો તારે માટે લેવા, પણ એ મળતાં તું સરી પડી! મને મારામાં જ તૃપ્તિ મળી. તારા સેવકો પકડી ન લાવ્યા હોત તો હું ત્યાં જ રહેત. પલાશનો સ્વભાવ પ્રસરવાનો હોય છે. પણ પીળું પલાસ અસામાન્ય હોઈ આત્મસંતોષી છે. પ્રભુની જેમ આત્મરતિનો દુર્ગુણ એની રેષાઓમાં ઢળ્યો છે. રજનીગંધા! તને ખૂબ જોવડાવી મેં. અને રાહ જોવડાવી તેય ને અનંત કાળ સુધી એકલી જ રાખવા! પણ એમાં કોઈ શું કરે? રજનીગંધા! મને તો પીળું પલાશ લાધ્યું!
(ગાય છે.)
પાઠવ્યાં પાછાં કોણ ફરે?
નીર નીતર્યાં ભેગાં ન થાય :
ડુંગરે ડુંગરે દેવળ ઊભાં,
ત્યાં પાછળ કેમ ફરાય?
પીળા પલાશનું ફૂલડું લાધ્યું,
જોબનપુરમાં જોબન વાધ્યું!
(ગાતો નીચે જાય છે.)
રજનીગંધા : (જાણે સ્વપ્નમાં સરતી હોય તેમ એના ગીતના પડઘો પાડતી એને અનુસરે છે.)
પ્પાઠવ્યાં પાછાં કોણ ફરે?
નીર નીતર્યાં ભેગાં ન થાય :
ડુંગરે ડુંગરે દેવળ ઊભાં,
ત્યાં પાછળ કેમ ફરાય?
પીળા પલાશનું ફૂલડું લાધ્યું,
આગ મહીં વળી ઇન્ધન વાધ્યું!
(મૂઢ થયેલી દાસીઓ એને અટકાવવાનું ભૂલી જાય છે. પડદો નીચે ઊતરી જાય છે.){{Poem2Close}}
26,604

edits

Navigation menu