બાળનાટકો/3 બાળારાજા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 71: Line 71:
હાં રે ખૂબ વગડાવશું વાજાં!  
હાં રે ખૂબ વગડાવશું વાજાં!  
જાગો જાગોને બાળારાજા!
જાગો જાગોને બાળારાજા!
(ગાતો નાચતો બાળા રાજાને તેડી જાય છે.) {{Poem2Close))
(ગાતો નાચતો બાળા રાજાને તેડી જાય છે.) {{Poem2Close}}
 
{{Poem2Open}}
દૃશ્ય બીજું
 
સ્થળ : રાજમહેલ
કાળ : સવાર
 
(રાજદરબાર ભરાયો છે. વચ્ચે ખાલી સિંહાસન છે અને અડખે-પડખે બે ચમ્મરધારીઓ ઊભા છે. પછી ખુરશીઓની હાર શરૂ થાય છે. એક બાજુ કારભારી, સેનાપતિ, રાજગુરુ, નગરશેઠ અને બીજા મહાજનો બેઠા છે. બીજી બાજુ વૈતાલિકોની મંડળી બેઠી છે. પાછળ હજૂરિયાઓ ઊભા છે.
વૈતાલિકોના ગાન સાથે બહારથી આવતા નોબત શરણાઈના સૂરો ભળી જાય છે.
બે છડીદારો પ્રવેશ કરે છે.)
છડીદારો : મહારાજાધિરાજ અંજનસિંહની જય થાઓ! ઉદેપુરપતિ ગૌબ્રાહ્મણપ્રતિપાલ મહારાણા અંજનસિંહની જય થાઓ!
(સર્વ સભાગણ જયજયકાર કરી ઊઠે છે. અંજન રાજાના વેશમાં પ્રવેશ કરે છે. એણે કિનખાબના કડિયા ઉપર તલવાર કસી છે. ઝવેરાતભર્યા સાફામાં કલગી ખોસી છે.
સર્વ સભાગણ ઊભા થઈ જાય છે. સૌ લળીલળીને સલામ ભરે છે. અંજન સિંહાસને જઈને બેસે છે એટલે સૌ પોતપોતાને સ્થાને બેસી જાય છે. રાજગુરુ ઊભા થઈ અંજનને માથેથી સાફો ઉતારી લઈ મુગટ મૂકે છે પછી રાજતિલક કરે છે.)
રાજગુરુ : મહારાજધિરાજ રાણા અંજનસિંહનો જય!
સર્વ : (જેની પાસે તલવારો છે તે મ્યાનમાંથી કાઢી ઊંચે ધરી રાખે છે.)
મહારાજાધિરાજ રાણા અંજનસિંહનો જય!
(થોડીવાર શાંતિ પથરાય છે.)
કારભારી : (ઊભા થઈ અંજન પાસે જઈ) મહારાણા! હવે આપના હાથમાં ચિતોડનું રાજ્ય આવ્યું. આપ અમારા અન્નદાતા.
અંજન : રાજ્ય આવ્યું એટલે?
કારભારી : એટલે હવે આપ જે ધારો તે કરી શકો. આપ હુકમ કરો એટલી વાર! અમે સૌ આપનો પડ્યો બોલ ઝીલી લેવા આતુર ઊભા છીએ.
અંજન : ઊભા ક્યાં છો? કેટલાક તો નિરાંતે બેઠા છે!
કારભારી : એ તો એમ જ કહેવાય, મારા ધણી! મારા કહેવાનો અર્થ એ કે આપ અમારા અન્નદાતા, અને અમે સૌ આપના ચિઠ્ઠીના ચાકર
અંજન : એમ? હું જેમ કહું તેમ કરશો?
સેનાપતિ : એમાં તે પૂછવાનું હોય, નામદાર!
અંજન : તો જુઓ, સેનાપતિ! હું જ્યારે ગાદીએ બેસવા દરબારગઢમાં પ્રવેશ કરતો હતો ત્યારે કેટલાક ગામડિયા જેવા ગણાતા છોકરાઓ અંદર આવવા મથી રહ્યા હતા. પહેરેગીરો એમને બંદૂકના કુંદા દેખાડી ડરાવતા હતા. જાવ તો બહાર, એ સૌને અહીં તેડી લાવો જોઈએ?
સેનાપતિ : જેવો હુકમ, ખુદાવિંદ !
(સેનાપતિ કેનિસ બજાવી જાય છે.)
અંજન : (વૈતાલિકો તરફ જોઈ) તમે સૌ આઘા ખસી જાવ જોઈએ! એ સૌને બેસવાની જગ્યા કરી આપો.
(વૈતાલિકો ઊભા થઈ દૂર જાય છે. સેનાપતિ પ્રવેશ કરે છે. તેમની પછવાડે પાંચછ છોકરાઓનું ટોળું છે. અંજનને ભાળતાં જ સૌ દોડે છે. કોઈ એને ગળે વળગે છે; કોઈ એનો હાથ પકડે છે. કોઈ એના પગ ઝાલે છે.)
અજિત : અરે અંજન! આમ તે હોય, ગાંડા? ગાદીએ બેઠો પણ એક કંકોતરી સરખીયે નહિ?
પેમલો : અને અમને પેલા સિપાઈડા દબડાવતા હતા ત્યારે ભાઈ સાહેબ આડી નજર કરી અંદર પેસી ગયા!
ભીમજી : હોય, ભાઈ! હોય. અમલ આંધળો છે. મોટા થયા પછી કાંઈ મહોબત રહે છે?
કાનો : પણ એલા અમને ઓળખે છે કે ભૂલી ગયો? હું મુખીદાદાની ડેલીએ રોજ દાતણ નાખવા આવતો, ને તું મને રોટલી આપતો; યાદ છે?
 
 
હવે જા રે જા! એ તો અમારો અંજણો! ઝાઝું જીવ મારા ભાઈ!
 
 
સેનાપતિ : (રૂઆબથી) છેટા રહો સૌ; સાવ જંગલી જેવા છો! તમે કોની સાથે વાત કરો છો તેની ખબર છે? એ તો છે મહારાજાધિરાજ અંજનસિંહ!
કાનો : હવે જા રે જા! એ તો અમારો અંજણો! અમારી સાથે ડુંગળીના દડા ચોરવા આવતો એ મુખીદાદાનો દીકરો! (અંજનને ગાલે બચી ભરે છે.) ઝાઝું જીવ, મારા ભાઈ!
સેનાપતિ : અરે, હટો સૌ!
(સૌ અચકાતા દૂર ઊભા રહે છે.)
અંજન : (પ્રભાવથી) સેનાપતિજી! તમે જરા બેસી જાવ તો?
સેનાપતિ : પણ નામદાર ! આ સહુ...
અંજન : જુઓ, તમે કહેતા હતા ને, કે હું કહીશ તે સઘળું તમે માનશો?
સેનાપતિ : હા, અન્નદાતા !
(કસવાણું મોઢું કરી બેસી જાય છે.)
અંજન : કારભારીભાઈ!
કારભારી : ઘણી ખમ્મા મારા બાપુને! (ઊભા થઈ અદબ કરે છે.)
અંજન : જુઓ, હું હવે મારા બોલ પાડવા માંડું છું, તમે સૌ એ ઝીલતા જજો, હો? જુઓ, એકે નીચે ન પડે તૈયાર!
કારભારી : અમે સૌ તૈયાર છીએ આપની સેવામાં, નામદાર!
અંજન : રાજગુરુ! આપ સિધાવો. આપની પાઘડી આ શંકરને સોંપતા જાવ. આજથી હું શંકરને રાજગુરુ બનાવું છું.
રાજગુરુ : (નસાઈ ગયેલી કેરીના જેવું મોઢું કરી) જેવી અન્નદાતાની મરજી! (પાઘડી મૂકી ચાલતા થાય છે. શંકર પાઘડી પહેરી ખુરશીમાં મરક મરક થતો બેસે છે.)
અંજન : અને કાળા! જા જોઈએ, નગરશેઠનો ખેસ ઉતારી લે તો? તું આજથી ઉદેપુરનો નગરશેઠ.
નગરશેઠ : (હાંફળાફાંફળા) હું જ આ ચાલ્યો, મારા ખાવિંદ! લ્યો કાળાભાઈ! આ મારો ખેસ, અને મારો ધુબાકા!
(કાળો પહોળો થઈને નગરશેઠની ખુરશીમાં બેસે છે. નગરશેઠ પડતા-આખડતા ઊપડી જાય છે.)
અને, સેનાપતિજી!
સેનાપતિ : (જાણે તૈયાર જ હોય તેમ) જી મહારાજ! ઊપડું ને?
અંજન : એમાં પૂછવાનું હોય ?
(સેનાપતિ ચાલવા લાગે છે.)
અંજન : પણ આ ખાંડું મૂકતા જાવ ખાંડું. જા, અજિત ઉઠાવી લે.
સેનાપતિ : (તલવા2 ઉતારી અજિતને આપતાં) હજી તો તલવારની મૂઠ જેવડો તો થયો નથી! લે, બંધા તલવારની કેડે!
(રોફમાં ને રોમાં સેનાપતિ ચાલ્યા જાય છે.)
અંજન : અને કારભારીજી !
કારભારી : અન્નદાતા !
અંજન : આપનું પદ હું ભીમજીને આપું છું.
કારભારી : નામદાર! રહેવા દ્યો એ વાત. હું ઘરડું માણસ કહેવાઉં. મારો ઘણો ખપ પડશે, મારા બાળાબાપુ! વાણિયા વિના તો રાવણનાંય રાજ નહોતાં રહ્યાં!
અંજન : (ક્રોધમાં ઊભો થઈ જઈ) મારી રાવણ સાથે સરખામણી?
કારભારી : (ભાગતાં) માર્યા, મારા બાપ!
(કારભારી સાથે આખું ગામલોક ભાગી જાય છે.)
અંજન : ભીમજીભાઈ ! બેસો કારભારીના આસને, હવે તો આપણું રાજ્ય! આ બેવકૂફ બુઢ્ઢાઓને હવે કાનનાક કાપી ચૂનો ચોપડી, ઊંધે ગધેડે બેસાડી, અરાવલીની ટેકરીઓમાં તબડાવી મૂકવા છે.
(અજિતના બાપુ ગરાશિયા ગુમાનસિંહ પ્રવેશ કરે છે. આવીને અજિતનો પાધરોકને કાન પકડે છે.)
ગુમાનસિંહ : અહીં આવીને આ મોટાં કટાયેલા પતરાં લટકાવીને બેસી ગયો છે, તે તારો કયો દાદો ઘોડી પાવા જશે? ચાલ ઊઠ જલદી, નહિ તો દઈશને એક ડેબાનો!
(અજિત શિયાવિયા થઈ જાય છે. અંજન સામે જોતો જોતો બાપુની આગળ થઈ જાય છે. ગુમાનસિંહ પણ તેની પાછળ નીકળી જાય છે.)
અંજન : (પગ પછાડી) ગુમાનસિંહ એના મનમાં સમજે છે શું? મારા સેનાપતિનું અપમાન! કાલે સવારે એનું ઘાણીએ ઘાલીને તેલ કાઢો, સમજ્યાને ભીમજીભાઈ કારભારી?
ભીમજી : હા, મારા અન્નદાતા!
(લાખો સુતાર પ્રવેશ કરે છે.
લાખો : હવે અન્નદાતાની પૂંછડી નહિ ભાળી હોય તે! આઠ-આઠ વાગી ગયા ને દુકાનમાંથી હજી છોડિયાં નથી ઉપાડ્યાં તે તું તારા મનમાં...
(એ ભીમજી તરફ ધસે છે એટલે ભીમજી પલાયન કરે છે. લાખો પાછળપાછળ જાય છે.)
અંજન : એ બે બાયલાઓ તો ગયા. પણ કાના, કાળા, શંકર, પેમલા! તમે બધા મક્કમ રહેજો....
શંકર : જાન જાય તોયે તમને ન છોડું, મારા નામદાર! એ શું બોલ્યા!
(ચકલીભટ પ્રવેશ કરે છે. એના હાથમાં લોટ માગવાની તાંબડી છે.)
ચકલીભટ : એલા શંકરિયા! લે ઉપાડ આ તાંબડી, અને આદરી દે તારું ‘દયા પ્રભુની!’
(શંકર અને ચકલીભટ ચાલ્યા જાય છે.)
પેમલો : આમાં કાંઈ સાર લાગતો નથી. પટેલ સીમમાંથી જો સીધા અહીં આવશે તો બળદને ઘોંકાવવાની આરથી મને જ વીંધી નાખશે! અને એ વખતે કાંઈ આ અંજનો આપણો થઈને ઊભો રહેશે?
(ચાલવા માંડે છે)
કાનો-કાળો : ભાઈ! તું તો બહુ ઉતાવળો? ચાલ સૌ સાથે જ જઈએ.
(ત્રણેય જાય છે. અંજન એકલો પડે છે.)
અંજન : હવે શું થાય? કરવા ગયા કંઈક અને થઈ બેઠું કાંઈક! જૂના અમલદારોને કાઢીને નવા મૂક્યા, તો નવા એની મેળે નીકળી ગયા!
(મૂંઝાતો અમાતેમ ફરવા લાગે છે. સિંહાસનને ઊથલાવી નીચેથી કારભારી બહાર નીકળે છે.)
કારભારીજી! આપ અંદર ક્યાંથી પેઠા?
કારભારી : (ખંધાઈથી હસતાં) અરે મારા અન્નદાતા! આપને હું કાંઈ છોડું? કહેતો નો’તો કે જેનાં કામ જે કરે? અને આપને ખૂબ ભૂખ લાગી છે, નહિ? ચાલો આવો; બેસી જાવ મારી ખાંધ ઉપર.
(ઊંચકીને ખભે બેસાડે છે.)
પણ હવે આવા ગાંડા ન થશો, હો !
(ગાવા નાચવા લાગે છે.)
આવો, આવોને બાળારાજા!
ખવરાવું ખાંડ, ઘી, ખાજાં!
હો આવો, આવોને બાળારાજા!
સોનલા સિંહાસને રૂપાની ઘૂઘરી!
કસબી કિનખાબ માંહી ઝાઝી જરી ભરી!
હાં રે ખૂબ વગડાવશું વા!
આવો, આવોને બાળારાજા!
(ઊભો રહીને સાખી ગાય છે.)
 
ઘોડા ચણ્યા ખાય પણ
માણસથી ન ચવાય—-
(ગદ્ય બોલી જઈ) જેનાં કામ જે કરે રે, મારા બાપલા!
ન પચે એ ન ખાઈએ,
તો જ રહીએ સાજાતાજા!
હો આવો, આવોને બાળારાજા!
ખવરાવું ઘી, ખાંડ, ખાજાં!
હો આવો, આવોને બાળારાજા!
(નાચતો ગાતો જાય છે.) {{Poem2Close}}
26,604

edits

Navigation menu