પદ્મિની/તારતમ્યનાં ત્રાજવાં’ : લેખકનો નાટકની સંદર્ભ-ચર્ચા કરતો લેખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 98: Line 98:
પદ્મિનીના શિયળનો ભંગ અને હજારો રજપૂતોની પ્રાણહાનિ એ બે વિનષ્ટિઓ વચ્ચે મહતિ વિનષ્ટિ કઈ એ વિશે રજપૂતોને વિચારવાપણું જ ન્હોતું. ‘કાજી, પદ્મિનીનું શિયળ માગતાં તમારી જીભ કેમ તૂટી પડતી નથી?’ એ વાક્યમાં આર્ય અકળામણ છે. રજપૂતોને એવો વિચાર પણ અસહ્ય છે. રજપૂતોની-હિન્દુઓની એ નિર્બળતા છે, પણ એ નિર્બળતામાં જ ખરી સબળતા સમાયેલી છે. મેં એવા પ્રેમળ વિદ્યાર્થીઓ જોયા છે કે જેઓની બીજા ગુંડા વિદ્યાર્થીઓ ભયાનક મશ્કરી કરે છતાં પોતે કેળવવા માગે તોય તેઓની તરફ ક્રોધ કે તિરસ્કાર ન કેળવી શકે. એ અશક્તિ હોવા છતાં મૂળમાં શક્તિ છે. રજપૂતોની એ અશક્તિમાં અગસ્ત્યથી માંડીને આજ સુધીના હિન્દુ ધર્મની, હિન્દુ નીતિશાસ્ત્રની, આર્ય સમાજશાસ્ત્રની તપશ્ચર્યાની તેજસ્વિતા છુપાયેલી છે.
પદ્મિનીના શિયળનો ભંગ અને હજારો રજપૂતોની પ્રાણહાનિ એ બે વિનષ્ટિઓ વચ્ચે મહતિ વિનષ્ટિ કઈ એ વિશે રજપૂતોને વિચારવાપણું જ ન્હોતું. ‘કાજી, પદ્મિનીનું શિયળ માગતાં તમારી જીભ કેમ તૂટી પડતી નથી?’ એ વાક્યમાં આર્ય અકળામણ છે. રજપૂતોને એવો વિચાર પણ અસહ્ય છે. રજપૂતોની-હિન્દુઓની એ નિર્બળતા છે, પણ એ નિર્બળતામાં જ ખરી સબળતા સમાયેલી છે. મેં એવા પ્રેમળ વિદ્યાર્થીઓ જોયા છે કે જેઓની બીજા ગુંડા વિદ્યાર્થીઓ ભયાનક મશ્કરી કરે છતાં પોતે કેળવવા માગે તોય તેઓની તરફ ક્રોધ કે તિરસ્કાર ન કેળવી શકે. એ અશક્તિ હોવા છતાં મૂળમાં શક્તિ છે. રજપૂતોની એ અશક્તિમાં અગસ્ત્યથી માંડીને આજ સુધીના હિન્દુ ધર્મની, હિન્દુ નીતિશાસ્ત્રની, આર્ય સમાજશાસ્ત્રની તપશ્ચર્યાની તેજસ્વિતા છુપાયેલી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
'''પદ્મિનીના નિશ્ચયનું માનસ :'''
પદ્મિનીના નિર્ણયમાં પોતાની જાતને બચાવી લેવાની ઇચ્છા હતી, કે પોતાની જાતનું બલિદાન દેવાની તત્પરતા હતી, એનું માનસશાસ્ત્રીય અન્વેષણ કરવી બહુ રસપ્રદ થશે. પ્રાણીમાત્રમાં સંરક્ષણની સહજ પ્રવૃત્તિ હોય છે. માણસની એ સંરક્ષણની સહજ પ્રવૃત્તિ વિકાસ પામે એને માત્ર શારીરિક સલામતીઓ છોડી, વધારે સૂક્ષ્મ એવી સલામતીઓ તરફ એ વળે, એથી વધારે વિકાસ થાય; ત્યારે સામાજિક કલ્યાણમાં પરિણમી એ લગભગ અદૃશ્ય થાય.
વ્યક્તિના બલિદાન વિના સમષ્ટિનો વિકાસ સંભવવો બહુ મુશ્કેલ છે. વ્યક્તિના એ બલિદાનની શરૂઆત નિર્બળતાઓ — દુર્ગુણોના સંન્યાસથી કરવાની હોય છે. કેમકે દુર્ગુણો વ્યક્તિપ્રધાન હોઈ સ્વચ્છંદ જ હોય છે. અને સ્વચ્છંદને અને સમાજને શત્રુતા છે.8
આર્યભાવના આવા ઉત્કટ અગ્નિમાં પાકેલી પદ્મિનીને વિશે સમાજની કલ્યાણભાવને નિષ્કલંક રાખવા માટે વ્યક્તિઓનું (જેમાં પોતાને મોખરે સ્થાપવાનું છે.) બલિદાન દેવાની કર્તવ્યબુદ્ધિ સિવાય બીજું શું સંભવે? એ પોતાના હાડચામને તુષ્ટમાન કરવાનો નિર્ણય કેમ કરી શકે? ક્ષત્રિયસમુદાયની અસંખ્ય વ્યક્તિઓને સમાજની સંશુદ્ધિ માટે મૃત્યુના મુખમાં હોમી દેવાનું એને કાંઈ બહુ રસપ્રદ નહિ થયું હોય!
વળી અસહાય દશામાં શિયળભંગમાં અને કકળતા હૃદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળભંગમાં ખૂબ તફાવત છે.
પહેલામાં માત્ર નિર્બળતા છે; જ્યારે બીજામાં નિર્બળતા તો છે જ, પણ એની અસર પણ નિર્બળતા જન્માવનારી છે. માટે જ પદ્મિની ગૌરવથી કહી શકે છે કે; ‘શહેનશાહ! તારા કરતાં એ વિનાશ હું વિશેષ અને વિશિષ્ટ રૂપમાં જોઈ શકું છું. પશું જેવા યવનો હિંદુ બાળાઓનાં શરીર ચૂંથશે; એમનાં શિયળ અભડાવશે. પણ શું કરું, સમ્રાટ? બન્ને કપરી વિનષ્ટિઓ હતી. એમાંથી મહતિ વિનષ્ટિમાંથી ઊગરી જવું રજપૂતઓએ ઉચિત ધાર્યું. આથી પ્રજાનાશ થશે અને ઉપર ઉપરથી જોનારને ધર્મનાશ, અને નીતિનાશ પણ થતો જણાશે. પણ એથીએ મહાનાશ તો મેં મારી હીણ માગણીનો સ્વીકાર કર્યો હોત તો થાત. આ નાશમાંથી તો કોઈ કાળે પણ ઊગરવા વારો છે, પણ આર્યકુળની સૌભાગ્યદેવીએ ડંખતે હૃદયે છતાં સંમતિથી સ્વીકારેલા શિયળભંગની શિથિલતા પ્રજાને રુંવે રુંવે ફૂટી નીકળત. પ્રજાનો વધ થાત; અને પૃથ્વીના પ્રલયકાળ સુધી એ શિથિલતા નીતિને માર્ગે સૂક્ષ્મ સંહાર મચાવત. ભોગભૂખ્યાઓ નરપિશાચ! રજપૂતોને ક્ષત્રાણીના શિયળથી ખરીદાયેલું જીવદ્-દાન, અને ચારિત્રના બદલામાં આવેલો રોટલો ગોમાંસ બરબાર હોય છે!’
અને ભગવતી ગીતાએ તો પોતાનો વરદ હસ્ત પ્રસારી પદ્મિનીને ત્રિકાલાબાધિત આશ્વાસન આપ્યું છે કે :
‘ન હિ કલ્યાણક-ત્ કશ્ચિત્ દુર્ગતિમ્ તાત! ગચ્છતિ |’{{Poem2Close}}
{{Poem2Open}}
ફૂટનોટ :
1. ‘Everything in nature works according to laws. Rational beigns alone have the faculty of acting according to the conception of laws - that is, according to principles; in othe words, to have a will.’
T. K. Abbott,
Kant’s Theory o Ethics,
p. 29
સરખાવો.
2. An action done from a sense of duty derives its moral worth not from the purpose which is to be attained by it, but from the maxim by which it is determined, and therefore does not depend on the realisation of the object of the action, but merely upon the principle of voliation by which the action has taken place, without regard to any object to desire.
Abbott, op. cit., p. 16
3.  So act as to treat humanity, whether in thine own person or in that of any other, in every case as an end withal, never as a means only.
Abbott, Op, Cit, P.47.
4. -that ideas are whatever is perceived and these are the only realities, that these realities exist only so for as they are perceived - The possibility of any permanent relations or signification in these ideas is provided by supposing that God is the permanent upholder of those ideas.
History of Philosophy by Dr. Veberwy,
Ges. S. Morris’ Translation, P. 384
આગળ સરખાવો : -
When we perceive a tree, the real tree existing without our mind is truly known and comprehended by (that is, exists in) the infinite mind of God. Every unthinking things is, from the very nature of its existence, perceived by some mind; if not by a finite created mind, yet certainly existing by the infinite mind of God, in whom we live, move and have our being!
Stephen’s Problems of Metaphysic, P.113
5. સરખાવો :
વ્યક્તિ કે સમાજ બંનેનું જીવન એવાં તત્ત્વો ઉપર રચાવું જોઈએ કે જેથી આપણાં ધારણ, પોષણ અને સત્ત્વસંશુદ્ધિ, આપણા જીવનકાળ અને મરણકાળ, સરળ, સંતોષપ્રદ અને સમાધાનકારક થાય.
ધારણ પોષાણ એટલે કેવળ પ્રાણ શરીરમાં ટકી જ રહે એમ નહિ, પણ ધારણ એટલે સુરક્ષિત અને આત્મરક્ષિત જીવન, પોષણ એટલે નિરોગી, કાર્યદક્ષ અને દીર્ઘાયુ થઈ શકે એવું જીવન, અને સત્ત્વસંશુદ્ધિ એટલે માણસાઈભર્યું જીવન; જે જીવનમાં આપણી ભાવનાઓનો અને બુદ્ધિનો વિકાસ એવી રીતે થયો હોય કે આપણું જીવન આપણા પોતામાં જ સમાયેલું-આત્મપર્યાપ્ત (Self-concerntreated) ન હોય, સ્વસુખને જ શોધનારું ન હોય, પણ કુટુંબને, ગામને, દેશને, માનવસમાજને, આપણા સંબંધમાં આવતાં પ્રાણીઓને, જો સંબંધમાં જેટલા જેટલા આવીએ તેટલે અંશે તેને, ન્યાય્યમાર્ગે, સંબંધોની સપ્રમાણતા અને પરિસ્થિતિ પ્રમાણે ઉત્પન્ન થતી મહત્તા જાળવીને, ઉપયોગી, શાંતિપૂર્ણ, સંતોષપૂર્ણ, પ્રેમપૂર્ણ હોય; જેમાં કોઈ વ્યક્તિ કે વર્ગને અન્યાય ન થતો હોય; વિપત્તિમાં આવી પડેલાંને પગભર થઈ શકે એટલી અને અપંગ થયેલાને ઘટતી મદદ મળી રહેતી હોય; અને આપણી બુદ્ધિ બને તેટલી જીવનનાં તત્ત્વને સમજનારી સારગ્રાહી; વસ્તુના મૂળને તેમજ વ્યાપ્તિને ગ્રહણ કરનારી, આપણે જ નિર્માણ કરેલા પૂર્વગ્રહોનાં બંધનોથી બને તેટલી મુક્ત, અને મરણની ઇચ્છા કરનારીયે ન હોય અને તેથી ડરનારીયે ન હોય!
કિશોરલાલ મશરૂવાળા;
જીવનશોધન, ભા. 1લો
પ્રકરણ, જીવન-સિદ્ધાંતત, પા. 34-35
6. Each age has had its cardinal (or Papal) virtue. Among the Greeks and Romans it was courage, or manliness; among the early Christains it was charity, in the middle ages, chivalry; in the eighteen century benevolence; to-day, perhaps, it is what Mr. Leslie Stephen calls organic justice.
The Elements of Ethics,
T. H. Muirhead. P. 208
7. સમર્થનમાં વાંચો : — તર્કમાં શૌર્ય નથી, તર્કમાં વીર્ય નથી, તર્કમાં કાર્યપ્રેરક સાહસ નથી, તર્કમાં ત્યાગ નથી.
તર્ક નિરંતર જાગ્રત રહે છે, તેથી તેની આંખો તર રહે છે. તર્ક અતિ સાવધાન હોય છે, તેથી તે નિર્દય હોય છે, એકલો તર્ક મનુષ્યને સ્વહિતવાદી બનાવી અધોગતિની ખાડમાં નાખે છે. તર્કમાં વૈશ્ય ધર્મના ત્રાજવાં હોય છે.
ભાવનામાં વીરવૃત્તિ છે. ભાવનામાં દિવ્યદૃષ્ટિ છે. પોતાના ભોળપણથી જ ભાવના હંમેશાં સુરક્ષિત રહે છે. ભાવનાના અતિરેકથી થનારું નુકસાન ક્ષણિક અને તુચ્છ હોય છે. તર્કના અતિરેકથી થતી હાનિ આત્માને જ ક્ષીણ કરી નાખે છે.
કાલેલકરના લેખો ભા. 1લો
‘તર્ક અને ભાવના’ પૃ. 474
8. સરખાવો :
‘Where there is progress, it is the result of a more and more complete sacrifice of the individual to the general interest. Each one is compelled first of all to renounce his vices, which are acts of independence.’
The Life of the Bee,
By Maurice Matterling, Page 208{{Poem2Close}}
26,604

edits

Navigation menu