પદ્મિની/‘પદ્મિની’ નાટ્યકૃતિ (ટૅક્સ્ટ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અર્પણ|}}
<center>આરાધનામાં સ્મરું રૂપ બાનું!</center>
<center>ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું! </center>
<center>0</center>
{{Poem2Open}}
અંતે આજે : —
એક વર્ષ ઉપરાંત તો મુદ્રણાલયની અન્ય આપત્તિઓને અંગે અર્ધમુદ્રિત દશામાં પુસ્તકને પડ્યું રહેવું પડ્યું. અંતે આજે જ્યારે એ તૈયાર થાય છે ત્યારે એના પ્રકાશક સ્નેહી ભાઈ જયંતિલાલ દોષીને અનેકવિધ આપત્તિઓમાંથી સફળતા પૂર્વક માર્ગ કરવા બદલ અભિનંદન આપ્યા સિવાય કેમ રહેવાય? અને બીજા બે સ્નેહીઓનો પણ ઓછામાં ઓછો નામનિર્દેષ તો કરવાનો જ : જો વિશેષ લખું તો એમને નથી ગમવાનું, અને ન જ લખું તો મને નથી ગમવાનું એટલે મધ્યમ પ્રતિપદા’ને ન્યાયે : ભાઈ યશવંત પંડ્યા અને સોમાલાલ શાહનો હું કેટલો ઋણી છું તે સૌને કેમ સમજાવાય? મુદ્રણની અને ખાસ કરીને સંસ્કૃત તથા અંગ્રેજી જોડણીની અસહ્ય ભૂલો રહી જવા પામી છે તે સૌ કરતા વિશેષ મને સાલે છે એ ખાતરી આપ્યા પછી વાંચનાર નિભાવી લેશે એટલી આશા રાખું છું.{{Poem2Close}}
{{Right|કૃષ્ણલાલ શ્રીધરાણી|}}
21મી ફેબ્રુઆરી, 34
મુંબઈ
'''પડઘા ગીત'''
{{Poem2Open}}
વગડાને વાટ કો’ લજામણીનો લુમખો :
લીલુડી પાંદડીમાં જાંબલી ફૂલે ગૂંથ્યો :
‘અડશો-મન-ન-કોટ’ અધીર!
મારો સાળુ ચોળાય!
પ્રેમરાગ સ્પર્શથી અંગ અકળાય!
ફૂલડાં સંગાથ એક શેવતીનો ઝૂમખો:
નીલમના ઝુંડમાં પારસ ફૂલે લચ્યો :
પડછાયો કોઈનો કુટિલ!
મારું અંગ અભડાય!
ભોગભૂખી આંખડીથી પાંખડી કપાય!
એકલ ઉરો તણા અબોલ શબ્દ ઊપડ્યા :
દરિયાના બેટમાં પડઘા થઈ પડ્યા :
દિવાદાંડીનું થયું શરીર!
એના ‘આવ’ સંભળાય!
ભેખડની બાથ એ તો! પાસ ના જવાય!
આભલાના બુરજમાં રૂપવેલ વીજળી :
તેજ તણી કાર્યમાં પ્રતાપની શિખા ભળી.
જોબનનાં તેજ ભર્યા ચીર!
રૂપ એનાં દૂરથી પિવાય!
અડીએ તો અડનારું ખાખ થઈ જાય!
પદ્મિની પુષ્પમાં વસંત એક જોગણી :
અનંગ સમી આંખમાં પવિત્રતા ધખે ધૂણી :
અડશો ના! રોમ રોમ તીર!
એના આશિષ લેવાય!
સિંહણનાં દૂધ સિંહથી જ જીરવાય !
20, 7, 32,{{Poem2Close}}
(1)
અરાવલી કોતર કંદરામાં,
પ્રતાપના એકલ શબ્દ આથડે;
ચિતોડના રાજ સિંહાસને અડે :
રડી પડે નેત્ર વસુંધરાનાં.
એકાકી કો કાંચનઝંધ શો ઊભી,
સમુદ્રના સૌ નીરખે તરંગો :
સામ્રાજ્યના, ફ્રાન્સ તણાય ભંગો,
ઉકેલતો; તારલીઓ જતી ડૂબી :
પૃથ્વી તણાં રાષ્ટ્ર સહુ ઉખેડી,
ખંડી કરું; અંતરનો નિનાદ,
હોલાંડમાં દેઈ અબોલ સાદ,
આમંત્રતો સૌ શમણાં જતાં ઊડી;
પ્રતાપે ગજવી ખીણો, લેના બોનાપારટે;
કૈસરે પદસૃષ્ટિનાં ગીતો હોલાન્ડમાં રટે;
ખૂંચવી મહારાજ્યો, પાઠવ્યા સ્થળ નિર્જને!
ખૂંચવી માતનો ખોળો, પદભ્રષ્ટ કીધો મને!
પૃથ્વીએ સાંભળ્યા શબ્દો, પદભ્રષ્ટ પાદશાના!
કારમાં ગાન એથીયે, કરવા અંતર દાહના!
(2)
અશોકનું ધર્મસિંહાસને નહિ;
નહિ મહારાજ્ય સમુદ્રગુપ્તનું;
કનિષ્કનુંયે ન વિસાતમાં કંઈ;
પદ્માસને પ્રિય ન જીન મુક્તનું;
બાવીશ તો પૂતળીયે મઢેલા,
ન ભાવના વિક્રમના સિંહાસને
મનુષ્યના મસ્તકથી ચણેલા,
ઝંધીસને આસન કોડ ના મને;
મળ્યું હતું એ સહુથી મહાન!
માતા તણા અંતરનું વિતાન!
(3)
ખણી ખણી કોતરકાળજાના,
આ દેહનું મંદિર તેં ચણી દીધું;
કરી દઈ દાન બધી પ્રભાનાં,
આ કોડિયું એક પ્રકાશનું કીધું;
ચતુર્મુખે વિશ્વ સજાવતાં દીધી—
બધી પ્રભા તેં મુજને ધરી દીધી!
(4)
આ વિશ્વની ભવ્ય વિરાટ વાડીએ
પ્રવેશ તું, — કાંચનદ્વારથી કીધો;
પાવિત્ર્યનો, ધર્મતણો, પ્રભાનો,
સંદેશ તેં પ્રેમપીયૂષમાં દીધો;
અજ્ઞાતના ભીષણ ગર્ભમાંથી
ખેંચી લઈ આતશ દેખતો કીધો!
(5)
વર્ષો વીત્યાં આજ ઊડી ગાયને,
ઊંચે; મૂકી એકલ બાળ, બાને;
ન વીસરું નેત્ર કદી અમીનાં,
અપત્ય પ્રીતિ પમરંત હીના :
સંધ્યા ઉષા નીરખતા દિગન્તે.
અશ્વે ચડું હું સ્મૃતિના ઉડન્તે :
ને બીજમાં હું તુજ રૂપ ભાળું,
માતૃત્વની ત્યાં કવિતા નિહાળું :
નથી ગઈ બા નકી હું કહું છું;
રૂપાન્તરો સર્વમહીં સ્મરું છું :
આકાશમાં તારી અનંતતા છે :
ને અગ્નિમાં તુંજ વિશુદ્ધતા છે;
નિદ્રામહીંવત્સલ ભાવ બાના!
ઉલ્લાસબાના સ્મરુ સોણલામાં;
દયા ઝરે માતની ચંદ્રિકામાં :
વસુંધરામાં બલિદાન બાનાં :
(6)
આરાધનામાં સ્મરું રૂપ બાનું!
ને બા સ્મરીને પ્રભુરૂપ પામું !
7, 3, 29,
23, 7, 32
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પદ્મિની|}}
{{Heading|પદ્મિની|}}
26,604

edits

Navigation menu