મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 79: Line 79:




અંક પહેલો
અંક પહેલો
દૃશ્ય પહેલું
દૃશ્ય પહેલું


Line 304: Line 304:
તીરથ : ના.. રે. એમ કાંઈ મરી જાય તેમ નથી માર્યું. જમણી પાંખ વેધાય એવી ટીપ લીધી હતી. તેતર હાથમાં આવ્યું એટલે તેતરી ખસે નહિ. મને અહીં એકલું એકલું લાગત અને કેમે કરી દિવસો ન જાત. સાથી શોધ્યો. ચાલો સૌને બતાવું.  
તીરથ : ના.. રે. એમ કાંઈ મરી જાય તેમ નથી માર્યું. જમણી પાંખ વેધાય એવી ટીપ લીધી હતી. તેતર હાથમાં આવ્યું એટલે તેતરી ખસે નહિ. મને અહીં એકલું એકલું લાગત અને કેમે કરી દિવસો ન જાત. સાથી શોધ્યો. ચાલો સૌને બતાવું.  
(તીરથ આગળ અને બીજા પાછળ એમ જાય છે. પ્રોફેસર કાંઈ ઊંડો વિચાર કરતા નવી બીડી સળગાવવા રોકાય છે અને પછી તેઓ પણ સૌને અનુસરે છે.){{Poem2Close}}
(તીરથ આગળ અને બીજા પાછળ એમ જાય છે. પ્રોફેસર કાંઈ ઊંડો વિચાર કરતા નવી બીડી સળગાવવા રોકાય છે અને પછી તેઓ પણ સૌને અનુસરે છે.){{Poem2Close}}
{{Poem2Open}}
દૃશ્ય બીજું
(સ્થળ : તીરથનો ઓરડો.
કાળ : અઠવાડિયા પછીની એક આથમતી સાંજ.
પડદો ખસતાં પશ્ચિમની બારીમાંથી મંથરાનો પટ દેખાય છે, પણ મકાન અને નદીની વચ્ચે સારું એવું અંતર છે. બરોબર સામે નદીને વીંધીને પેલે પાર જવાનો પુલ છે. રંગભૂમિનો પાછલો ભાગ પશ્ચિમ તરીકે લેવાનો છે. ઉત્તરની દીવાલમાં બારણું છે અને એની નીચે ટેબલ ગોઠવ્યું છે. ટેબલ ઉપર થોડી ચોપડીઓ પડી છે. ઊંચે ભીંતમાં એક એકતારો ટીંગાય છે. એક બાજુ સૂવાના કોટ ઉપર ભીંતમાં ખીંટી છે અને એમાં કપડાં અસ્તવ્યસ્ત ભરાઈ પડ્યાં છે.
પડદો ઊપડે છે ત્યારે તીરથ ખુરસીમાં બેસી કોઈ ચોપડી વાંચતો હોય છે. થોડી વારે અવાજ સાથે ચોપડીને બંધ કરી ઊભો થઈ જાય છે અને આમથી તેમ આંટા મારવા લાગે છે.)
તીરથ : નથી ગમતું, નથી ગમતું; અને નથી ગમતું. ફાલ્ગુની રોજ રોજ નવી નવી ચોપડીઓ ખડકી જાય છે અને હું ચિત્રો જોઈ જોઈને પાછી વળાવું છું. એ બિચારી અંગ્રેજી શીખવવા બહુએ માથાં ફોડે છે, પણ મારું મગજ ચોંટે તો મગજમાં અક્ષરો ચોંટે ને? આખો દિવસ એની એ પંચાત. સવાર-સાંજ ધ્યાન ધરવાં અને બપોરે પેલા લોકો બબડ્યા કરે તે ચુપચાપ સાંભળ્યા કરવાનું.
(વળી ખુરશીમાં બેસે છે. ચેન ન પડતાં ખાટલા ઉપર જઈને આડો થાય છે. તરત જ બેઠો થઈ પાછળની બારીએ જાય છે. થોડી વાર દૂર દૂર જોઈ રહે છે. ટેબલ પાસે આવી એકતારો ઉપાડે છે અને બારીમાં જઈ ઊભો રહે છે.)
તીરથ : એ જ, એ જ; પેલા નાળિયેરીના ઝાડ અને ડાક બંગલાની વચ્ચેનું ઝૂંપડું. કેમ બેસતાં! કેમ ઊઠતાં?
(એકતારો વગાડતો એમાં સૂર પૂરે છે.)
તીરથ :
આરે કાંઠે તો મારી
હોડલી મેં બાંધી
ને નજરું માંડી પેલે પાર:
અવનીને આભ જ્યાં ચૂમે ત્યાંથી કોઈ,
અણદીઠ ખેંચતું તાર :
જુગ જુગ જેવી રાત લંબાણી,
ક્યારે જનમશે સવાર?
પલાશ  : (બારણામાંથી આવું કે? — કશો વાંધો ન હોય તો!
તીરથ : (ચમકતો, જાણે પકડાઈ ગયો હોય એવા ક્ષોભથી) હા, આવો. (મનમાં) વળી પાછી એની એ લપ.
(એકતારો ટેબલ ઉપર મૂકે છે.)
મરાલ : (એકદમ આવી) અરે એકતારો મૂકો નહિ; મૂકો નહિ; નીચેથી અમે તમારું ગાન સાંભળ્યું. મનમાં થયું કે અધૂરું છે તે ઉપર જઈને પૂરું કરીએ ખાટલા ઉપર બેસતાં)
હં; ચલાવો જોઈએ!
તીરથ : મને ગાતાં ક્યાં આવડે છે
આલાપ : (ધસી આવી) મને એમ હતું કે ગાતાં આવડતું હોય છતાં ‘મને નથી આવડતું — નથી આવડતું’ એમ કહીને પા કલાક કાઢી નાખવાનો રોગ કેવળ અમને શહેરીઓને જ હશે! આજે ખબર પડી કે તમને લોકોને પણ એનો ચેપ લાગ્યો છે. મોંઘા ન થાવ. (ખુરશીમાં બેસે છે) ચાલો, ગાવ જોઈએ.
તીરથ : સાચે જ મને ગાતાં નથી આવડતું.
પલાશ : કહેશું ત્યારે ગધેડે નહિ ચડો, કાં?
આલાપ : અને આમ અમસ્તો તો તગડાવી મૂક્યો હતો! વાત છે હવે તમારી. હવે બેસવા જશો ત્યારેય ભડકાવીને ભગાડી મૂકીશ.
મરાલ : ચાલો પલાશ. આપણે ચાલ્યા જઈએ. નાહક આપણે એમના પેલે પારના તાર તોડીએ છીએ.
તીરથ : (છુપાવવા) ના, બેસો, બેસો; એવું કાંઈ નથી.
પલાશ : અમેય ક્યાં કહીએ છીએ કે એવું કાંઈ છે. એવું ‘કોઈ’ છે એટલું જ અમારું કહેવું છે.
(તીરથ મૂંગો રહે છે.)
પલાશ : (ઉત્તર ન મળવાથી એક વળ વધારે ખાઈ) પણ તીરથશંકર! પેલા પારની વાત કરો ત્યાં સુધી તો જાણે ઠીક! પણ આ પારથી કોઈને ઉપાડીને પેલે પાર પહોંચાડી ન દેતા હો!
તીરથ : પલાશ, મેં તમને અનેક વખત કહ્યું છે કે મારી સાથે વધારે ઠઠ્ઠામાં સાર નથી. અમને લોકોને બોલતાં નથી આવડતું. પણ બીજું કાંઈક આવડે છે.
પલાશ : એ હું બરાબર જાણું છું. પણ અહીં. આશ્રમમાં કાંઈક પરાક્રમ કરી ન બેસતા — ગાત’તા એવું!
(તીરથ ધસી આવી આવેશથી તેને એક લપડાક ચોડે છે. એ જ વખતે ખંડમાં ફાલ્ગુની દાખલ થાય છે. પલાશ ઝંખવાણો પડી જાય છે. સૌ સ્તબ્ધ બની ગયા છે. થોડી વાર કોઈ કાંઈ બોલતું નથી.)
પલાશ : (મહામહેનતે) સ્વામીજી ઓફિસમાં છે, મરાલ?
મરાલ : હા.
પલાશ : ત્યારે હું સીદ્ધો જાઉં છું. જંગલી, અજડ, ગામડિયો, વાઘરો!
(બબડતો બહાર નીકળી જાય છે. તીરથ મોઢું ફેરવ્યા વિના બહાર જ જોઈ રહ્યો છે. ફાલ્ગુની પાસે જાય છે એટલે તે ત્યાંથી ખસી ટેબલ પાસે આવે છે.)
તીરથ : (ઓચિંતા) પલાશને બહુ વાગ્યું હશે, નહિ?
મરાલ : હા.
તીરથ : અને એને માઠુંય ખૂબ લાગ્યું હશે! મારો જરાય વિચાર નહોતો. પણ હાથ હાથમાં ન રહ્યો.
આલાપ : તમે ખોટું તો કર્યું જ છે. કદાચ હવે તમે આશ્રમમાં નહિ રહી શકો.
તીરથ : એની મને પરવા નથી. પણ જતાં પહેલાં પલાશને મનાવી લઈ હું કહીશ કે મારી ભૂલ થઈ. મેં એને કેટલીય વાર વાર્યો હતો!
ફાલ્ગુની : ગભરાવ નહિ તીરથ, બાપુ તમને કાંઈ નહિ કહે. હું બારણામાં ઊભીઊભી બધું જોતી હતી. બાપુને બધી વાત કરીશ.
(છાત્રો એકબીજા સામે માર્મિક દૃષ્ટિ નાખે છે.)
તીરથ : હું ગભરાઉં એવો નથી.
આલાપ : પણ તમારે હવે તમારા જૂના ધંધાઓ છોડી કાંઈક રીતે ઉપર આવવું જોઈએ. જો આવું ને આવું કરવાના હો તો ઘેર રહો અને અહીં રહો એમાં કાંઈક ફરક નથી. તમારી ઉપર સ્વામીજીએ મોટી આશાઓ બાંધી છે તે કૃપા કરી એ સાધુપુરુષને નિરાશ કરશો નહિ. અભ્યાસમાં કાંઈક ધ્યાન આપો ધ્યાન. સેવા કરવા માટેય તૈયારીની જરૂર હોય છે.
તીરથ : મારે નથી ભણવું; જાવ. તમે બધા મોટી સેવા કરવાના છો તે કોઈક તો એવા જોશે ને કે જેની સેવા કરવી પડે? મારે સુધરવુંય નથી, પછી?
મરાલ : તો અહીં રહી શા માટે સમાજના પૈસા બગાડો છો?
ફાલ્ગુની : તેની ચિંતા તમારે નથી કરવાની બાપુ એ બધું જોઈ લેશે.
(બન્ને ધૂંધવાતા સામસામે જુએ છે.)
મરાલ : ચાલ આલાપ, જઈએ.
આલાપ : જી. ચાલ
બંસી : (પ્રવેશ કરી તીરથ સામે ઊભો રહે છે.) તીરથ, ચાલો સ્વામીજી બોલાવે.
તીરથ : કહો સ્વામીજીને કે તીરથ નથી આવતો.
બધા : અપમાન, સ્વામીજીનું અપમાન!
બંસી : આવા બબૂચકને શા માટે સંઘર્યો હશે !
(ત્રણેય છાત્રો ચાલ્યા જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે.)
ફાલ્ગુની : ખૂબ અંધારું થઈ ગયું. ચાલો, દીવો લઈ આવું. અને પછી આગળનો પાઠ આપું.
તીરથ : તમે બેસો, મારી પાસે બત્તીયે છે અને બાકસેય છે. (દીવો પેટાવતાં) પણ આજે પાઠ નથી લેવો.
ફાલ્ગુની : કેમ?
તીરથ : મારે નથી ભણવું (દીવો પેટાવી ટેબલ ઉપર મૂકે છે.)
ફાલ્ગુની : (આરજૂથી) એ નહિ ચાલે, ભણવું તો પડશે જ. તમે ભણી લેશો એટલે આપણે સાથે કામ કરીશું.
તીરથ : મારે કામ નથી કરવું. મને કેટલીય વાર એમ થાય છે કે અમે છીએ તેવા જ સારા છીએ.
(ફાલ્ગુની સામે ખુરશીમાં બેસે છે.)
ફાલ્ગુની : પણ તમને કોણ કહે છે કે તમે ખરાબ છો?
તીરથ : બધા જ.
ફાલ્ગુની : બધા જ એટલે કોણ? આ બધાં? એમનું માનવાનું નથી. મેં તમને કદી ક્યાં ખરાબ કહ્યા છે ?
(આશાથી જોઈ રહે છે.)
તીરથ : તમે એક ન કહો તેમાં શો દિ’ વળ્યો? (ફાલ્ગુની સહેજ નિરાશ થાય છે.) પણ પલાશને ખૂબ ખોટું લાગ્યું હશે, નહિ?
ફાલ્ગુની : ખૂબ જ. વળી, મેં એ જોયું એથી વિશેષ.
તીરથ : તમને એ ચાહે છે, નહિ?
ફાલ્ગુની : તમને કોણે કહ્યું?
તીરથ : મને એવું લાગે છે. કહ્યું તો કોઈએ નથી.
ફાલ્ગુની : (નીચે જોઈ) ખરું છે.
તીરથ : અને મને એ શા માટે તિરસ્કારે છે તેનું પણ મને કારણ જડ્યું છે. તમે હવેથી મારી પાસે આવવાનું બંધ કરો તો?
ફાલ્ગુની : (માથાનો ઉછાળો આપતાં એની વેણી વિંઝાય છે.) શા માટે?
તીરથ : તમેય એને ચાહો છો, નહિ?
ફાલ્ગુની : તમને નહિ ગમતું હોય તો નહિ આવીએ.
તીરથ : (ઊભો થઈ જઈ) જુઓ, એમ નહિ. એમ ખોટું ન લગાડશો. મને તો તમે આવો છો તે ખૂબ ગમે છે. તમને જોઉં છું અને મને મારા ગામની એક છોકરી યાદ આવે છે, અને આખા દિવસનો અણગમો ઓસરી જાય છે. પણ મારાથી પલાશનું પડી ગયેલું મોઢું નથી ખમાતું.
ફાલ્ગુની : (ઊંડા અને માટે જ અવ્યક્ત વિષાદથી) કોઈ છોકરી? કોણ એ તો કહો? કોઈ મારા જેવડી?
તીરથ : (ફરતાંફરતાં સહજ તાનમાં) તમારાથી સહેજ નાની.
ફાલ્ગુની : ખૂબ સુંદર હશે.
તીરથ : સાધારણ. તમારા જેટલી તો નહિ જ.
ફાલ્ગુની : મીઠો કંઠ હશે, નહિ?
તીરથ : કેટલીક વખત હું રાવણહથ્થો બજાવું છું ત્યારે ગાય છે ખરી. પણ તોય તમારા જેવું મીઠું નહિ. એવું અઘરું-અઘરું તો એ બિચારીને આવડે પણ નહિ.
ફાલ્ગુની : ઠીક, એક બીજી વાત. હું ગાઉં છું એ તમને ગમે છે? અમારા બેમાં તમને વધારે કોનું ગાવું ગમે?
તીરથ : સારું તમારું લાગે; પણ ગમે તેનું. પણ એવું એવું શા માટે પૂછો છો? જુઓ, (સહજ આનન્દમાં આવી જઈ) હું કોયલ બોલાવું. ના, ના, ચીબરી. તમને ખબર છે, મને લગભગ બધાં પંખીઓની બોલી આવડે છે? તમે કહો તે બોલાવું.
ફાલ્ગુની : મોરલો.
તીરથ : મોરલો? ના, તમે કહેતાં હતાં ને કે અમુક રાગ અમુક વખતે જ ગવાય? તેમ જ અમુક પંખી અમુક વખતે જ બોલાવાય. મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે મોરલો રણકી ઊઠે.
ફાલ્ગુની : એમ કહો કે હું કહું એ તમારે નથી કરવું.
તીરથ : આજે તમને શું થયું છે? આમ વાતવાતમાં ખોટું લગાડો છો તે?
ફાલ્ગુની : મનેય ખબર પડતી નથી કે મને શું થયું છે. પણ કંઈ થયું છે તેટલું ચોક્કસ.
તીરથ : મારી ગમગીની ઊડી તો તમને એનો પડછાયો પડ્યો. ચાલો કાંઈક ગાઉં, તમને ગમે તેવું! તમે ખુશ થશો. (એકતારો ઉપાડી બારી પાસે જાય છે અને વગાડવો શરૂ કરે છે.)
તીરથ :
પર્વતમાંથી ધોધવો દોડ્યો,
વીંધતો વગડા-વાટ :
વીંધતો વગડા-વાટ :
એકબીજાને અડવા-રડવા,
તીર કરે રઘવાટ :
વહે તેમ વેગળા થાતા!
પદે પદે ભેદ લંબાતા!
(ફાલ્ગુની નિસાસો મૂકે છે. તીરથ બારીમાંથી મુખ ફેરવી તેની સામે જોઈ રહે છે.)
તીરથ : તમને શું થયું છે આજે, કહેશો? મારું ગીત પણ ગમ્યું નહિ?
ફાલ્ગુન : ગમ્યું તો ખરું, પણ....
તીરથ : પણ શું? કેમ અટકી ગયાં?
ફાલ્ગુની : મને એમ થયું કે તમે ગાવ છો મારી પાસે, પણ ગાવ છો કોઈ બીજા માટે!
તીરથ : બીજા માટે? હું ન સમજ્યો. અહીં આસપાસમાં તો કોઈ નથી એવો મારો ખ્યાલ છે.
ફાલ્ગુની : આસપાસ કોઈ નહિ હોય, પણ કોઈ ખૂબ પાસે છે, અંદર છે. પણ તમને છૂટ છે તેમ કરવાની. જેમ પલાશ મને બાંધી ન શકે તેમ હું તમને બાંધી ન શકું, અને તીરથ...
(અટકી પડે છે.)
તીરથ : એમ વચ્ચેથી વાત અધૂરી ન મૂકો.
ફાલ્ગુની : હું એમ કહેતી હતી તીરથ, કે તમારા કહેવા પ્રમાણે હવેથી હું તમારી પાસે આવવું બંધ કરીશ. આજ નહિ તો આગળ મળશું એ આશાએ દોડી રહેલા તમારી ગીતની નદીના બે કાંઠાઓ જેમ વધારે ને વધારે વેગળા થતા જાય છે તેમ આપણુંય થાય! —અને પછી તો મારાથી એ ન સહાય! જો મળવાનું નિર્માણ હોત તો પહેલેથી મળી ગયાં હોત! વળી પલાશનેય ખૂબ ખોટું લાગે છે.
તીરથ : ફાલ્ગુની..
ફાલ્ગુની : હવે કાંઈ નહિ, ગમે કે ન ગમે. ફાલ્ગુનીએ તો પલાશના વડવાનળમાં જ શાંતિ મેળવવાની હોય. તીરથ, ત્યારે હું જાઉં. કાંઈ ખપ પડે તો મને કહેજો. અચકાશો નહિ.
(જવા જાય છે. બારણામાંથી આવતાં વિદુર સામે મળે છે.)
વિદુર : તું અહીં છે, બેટા? તારી બાએ તો તને શોધવા આખો આશ્રમ શોધી કાઢ્યો.
ફાલ્ગુની : મને માફ કરો બાપુ. હવેથી હું અહીં નહીં આવું.
વિદુર : હું એમ નથી કહેતો, બેટા.
ફાલ્ગુની : હું પણ એમ નથી કહેતી. હું કહું છું માત્ર એટલું કે ફરી કદી અહીં નહીં આવું.
(ચાલી જાય છે.)
વિદુર : (સહેજ કડક થઈ) આટલા અંધારા સુધી આશ્રમકન્યા સાથે એકલા રહેવું સારું નહિ, સમજ્યો તીરથ?
તીરથ : (રોષે ભરાઈ) આ મારો ઓરડો છે, અને મેં એમને અહીં બોલાવ્યાં નહોતાં. તમે ઇચ્છો તો એમને બંધબારણે પૂરી રાખી શકો છો. સમજ્યા? બાકી મારા ઓરડામાં જેમ તમને આવવાની છૂટ છે તેમ તેમને પણ છે. પણ હવે એમ કરવાની જરૂર નહિ રહે. એમણે જાતે જ કહ્યું. તેઓ નહિ આવે.
(ખીંટી ઉપરથી કપડાં ઉતારી ઢગલો કરવા લાગે છે.)
વિદુર : શું કરે છે, તીરથ?
તીરથ : કપડાં બાંધું છું.
વિદુર : શા માટે?
તીરથ : પલાશને આજે મેં માર્યો એટલે હવે તમે મને અહીં નહિ રાખો એમ કોઈક કહેતું હતું. તમે કાઢો તે પહેલાં હું જ ચાલ્યો જઈશ. જોકે એમાં મારો કશો વાંક નહોતો.
વિદુર : મેં તને જવાનું ક્યાં કહ્યું છે?
તીરથ : પણ કહેવાના છો ને?
વિદુર : ના.
તીરથ : ના? પણ મેં પલાશને માર્યો ને?
વિદુર : તેનું કશું નહિ. માત્ર મેં તને બોલાવ્યો ત્યારે તું ન આવ્યો એ અઘટિત થયું છે. એનુંય કાંઈ નહિ, પણ આજે તો હું તારી પાસે કંઈક બીજી જ વાત કરવા આવ્યો છું. જો આમ આવ; મારી પડખે બેસ.
(તીરથને પડખામાં લઈ ખાટ ઉપર બેસે છે.)
વિદુર : જો તીરથ, તારી ઉપર મેં મોટી આશાઓ બાંધી છે. જીવનનું સ્વપ્નું તારી દ્વારા મારે ફલિત કરવું છે. પણ એને માટે તારે દિવસ-રાત મહેનત કરવી પડશે. સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન અને જીવનની સંસ્કારિતા, પછી સમાજશાસ્ત્ર, અને છેલ્લે જે ખાસ વર્ગની સેવા કરવાની છે તે વર્ગના પ્રશ્નોનું ઊંડું ચિંતન અને મનન. આટલું બધું ભાળી ભડકતો નહિ. બધું ધીરેધીરે આવી જશે. વળી તારામાં પ્રાણ છે. માત્ર તેને યોગ્ય દિશા-સૂચનની જરૂર છે. તે હું કરતો રહીશ. પણ તારે અભ્યાસ માટે પ્રમાણિક પ્રયત્ન કરવો પડશે. કરીશ ?
તીરથ : હા.
વિદુર : વચન આપે છે?
તીરથ : ના.
વિદુર : કેમ? જે કરવું જ છે તેનું વચન આપવામાં શો વાંધો?
તીરથ : વચન પળાયું કે ન પળાયું!
વિદુર : એનો તો નિશ્ચય કરવાનો છે.
તીરથ : ઠીક; મને વિચાર કરી જોવા વખત આપો, એક દિવસ પછી જવાબ આપીશ.
વિદુર : વિચાર પૂરતો કરી જો, એક દિવસ શું, એમ તો આખું અઠવાડિયું ખમવા હું તૈયાર છું. ચાલ ત્યારે, જાઉં હું તો. આજે મારી બેનનું માથું ચડ્યું છે. (ઊભો થાય છે.) એક વાત કરી દઉં. છોકરીઓની મૈત્રી એ કાંઈ ખરાબ વસ્તુ નથી. પણ એમાં જોખમ રહેલું છે. એથી મન વિલાસી બને છે અને પુરુષાર્થ હણાય છે. પરિણામે જીવન વેડફાઈ જાય છે, સમજ્યો? મને થયું કે શરૂઆતથી જ તને ચેતવી દઉં.
(વિદુર જાય છે. બે હાથમાં માથું દાબી નીચે વદને તીરથ ક્યાંય સુધી બેસી રહે છે. પછી)
તીરથ ન: (ઊભા થઈ જઈ) ના, ના, ના; પુરુષાર્થ ત્યાં ઘડાય છે. તોફાનની આ કૂટાકૂટ કરતી શક્તિ એ જ પ્રેરે છે. (બારીમાં જોઈ રહે છે. થોડી વારે) પણ આમ ક્યાં સુધી? અહીં રહ્યે શો લાભ? નથી આ લોકો જેવો થવાનો કે નથી મારા જેવો રહેવાનો. એના કરતાં હું જ રહું એ શું ખોટું? (ફરી પાછો બારીમાંથી બહાર તાકવા લાગે છે, થોડી વારે એ એકતારો ઉપાડી ગાવું શરૂ કરે છે.)
હાથ હતા વણકેળવ્યા મારા,
કંઠમાં ખૂબ કચાશ :
કંઠમાં ખૂબ કચાશ :
જાણું નહિ. આજ એકતારામાં,
કોણ ઉપાડતું શ્વાસ?
બાંધ્યા કોઈ કોયલે માળા!
ગળામાં આજ રૂપાળો!
જૂનો થયો જરી એકતારો ને,
વાંસમાં ઊપડી ફાટ :
વાંસમાં ઊપડી ફાટ :
ખોખરી ખૂંટીએ ગૂંચળાં લેતા,
તારને ગાળતો કાટ :
કોઈ તોય તૂંબ છૂપાણું!
ગવાડતું ગેબનું ગાણું!
અભિજિત : (અંદર આવી) આવું કે? — મારી પહેલાં આવી ગયેલાં લોકોથી કંટાળો ન ચડ્યો હોય તો?
તીરથ : (કમને મુખ ફેરવતાં) ચડ્યો છે; પણ તમે આવી શકો છો.
અભિજિત : જરા ધીરજ રાખીશ તો તને સમજાશે કે મારાથી કદી કંટાળો ન ચડે!
તીરથ : (એકતારો ટેબલ ઉપર મૂકી, ખુરશી ખસેડી) બેસો, પ્રોફેસર સાહેબ, આટલી મોડી રાતે સબળ આવ્યા?
અભિજિત : તને એક વાત કહેવા આવ્યો છું.
તીરથ : વળી શું છે?
અભિજિત : ગભરા નહિ. જો, પહેલાં આપણે ધુમાડા કાઢી લઈએ. ધુમાડા વગર વાતાવરણ જામતું નથી અને વાતાવરણ વિના ન કહેવાય એવી આ વાત છે.
(સિગારેટ સળગાવી એ તીરથને આપે છે અને પોતે સિગાર પીવી શરૂ કરે છે, જોતજોતામાં ઓરડો ધુમાડાથી ભરાઈ જાય છે.)
અભિજિત : હવે વાતાવરણ જામ્યું! જો તને હું એમ કહેવા આવ્યો છું કે હું તને ચાહું છું.
(તીરથ ચમકે છે.)
અભિજિત : ચમક નહિ, ફિલસૂફોનો પ્રેમ પ્રદર્શિત કરવાનો પ્રકાર પણ ન્યારો હોય છે. માટે તો કોઈ ફિલસૂફ હજી પ્રેમમાં સફળ નથી થયો. ચાહવાનો અર્થ એમ નથી કરવાનો કે હું તને પરણવા માગું છું. જાતિનો વાંધો ન સ્વીકારીએ તોય આપણી વચ્ચે વયનું ઘણું અંતર છે. વળી ફિલસૂફોને લગ્ન વિશે તો બહુ માઠો અનુભવ છે. ઓથેન્સનો સોક્રેટિસ અને મહારાષ્ટ્રનો તુકારામ બૈરીને લીધે બેવડા થવાને બદલે અડધા થઈ ગયા, બિચારા. હું તો તને એમ સમજાવવા માગું છું કે તું એમ નહિ માનતો કે તને ચાહનારું અહીં કોઈ નથી. ન ગમે ત્યારે મારી પાસે રહેજે. વળી બીજી વાત જો, વિદુરની વાતોમાં બહુ માનતો નહિ, એ ધાર્મિક છે અને માટે મૂરખ છે. તારે સુધરવાપણું છે જ નહિ, કેમ કે તું બગડ્યો જ નહોતો!
(થોડી વાર અભિજિત ધુમાડાના ગોટાઓ તરફ જોઈ રહે છે. તીરથ આશ્ચર્યમાં બીડી પીવાનું ભૂલી જાય છે એટલે બીડી એના હાથમાં જ ઠરી જાય છે. અભિજિતનું ધ્યાન જાય છે.)
અભિજિત : તારી બીડી તો હોલાવઈ ગઈ. સાધનાની જેમ બીડીનું પાન પણ સતત ચાલવું જોઈએ. એમાં ક્ષતિ થઈ કે ફળની જેમ તણખો અલોપ થઈ જવાનો. લાવ સળગાવી આપું.
(પોતાની સિગારના ટોપકાને તીરથની બીડીનું ટોપકું અડાડી સળગાવે છે.)
બાઈબલમાં વાક્ય છે કે દીવામાંથી દીવો પ્રગટે, (બીડી સળગાવી તીરથના હાથમાં ન આપતાં એના મોંમાં જ પાધરી ખોસે છે.)
મારેય એક દીકરો હતો. તારી જેવી જ એની આંખો. તારા જેવડો થયો અને માળો મરી ગયો. તને જોઉં છું ત્યારે તે યાદ આવે છે.
(વળી ધુમાડા સામે જોઈ રહે છે. થોડી વારે સિગારને ખુરશીના હાથા સાથે ઘસી ઠારી નાખે છે. ઠૂંઠું ફેંકી દેવા બારીમાં જાય છે. થોડી વાર ત્યાં થંભી જાય છે.)
અભિજિત : હું અંદર આવ્યો ત્યારે તું આ બારીમાંથી બહાર જોતો હતો, નહિ?
તીરથ : હા.
અભિજિત : બારી વસ્તુ જ એવી છે કે એમાંથી બહાર જોવાનું મન થાય. એમાં તારો વાંક નથી! બારી વિનાના ઘરની કલ્પના જ કેટલી દુ:ખદ છે? (થોડી વારે) અને તું કાંઈક ગાતો હતો, નહિ?
તીરથ : હા.
અભિજિત : હવે તો ચંદ્રમાએ પણ કોર કાઢી છે. એના ઝાંખા પ્રકાશમાં નદીને પેલે પાર ઊભેલા ધૂંધળા કૂબાઓ દેખાય છે. આમ આવ ને? ત્યાં શું ઊભો છે? જો પેલો ધુમાડો દેખાય. કોઈ આપણી જેમ ત્યાં બેઠુંબેઠું બીડી પીતું હશે, નહિ?
(તીરથ નિસાસો મૂકે છે.)
અભિજિત : સામાં ઝૂંપડાં યાદ આવે છે ત્યારે તને કાંઈક થાય છે, નહિ? શું થાય છે તે સમજાવી શકે? (થોડી વારે) જો, મને વાત કહેવાય, હોં! જેમ મને તારામાં મારો દીકરો દેખાય છે તેમ તને મારામાં તારો બાપ દેખાવો જોઈએ. એટલે તો રોજ બીડી પાઉં છું.
તીરથ : (હસે છે; પાસે જાય છે.) એક વાત પૂછું, સાહેબ?
અભિજિત : ખુશીથી. મને થાય છે કે કોઈ આવીને મને ચોવીસે કલાક પ્રશ્નો પૂછ્યા કરે. મારી પાસે જવાબોનો ખજાનો ભર્યો છે. કેટલાક તો પ્રશ્ન વિનાના માત્ર જવાબો જ છે; તું માનીશ? પણ એક વાત. હવેથી સાહેબ નહિ કહેતો, હોં! પ્રોફેસર! બસ!
તીરથ : ઠીક પ્રોફેસર, એમાં કશું ખરાબ ખરું?
અભિજિત : એમાં એટલે શેમાં?
તીરથ : (ઝૂંપડાંઓ તરફ હાથ કરી) એમાં!
અભિજિત : (તીરથને ખભે હાથ મૂકતાં) ના રે! કદાચ એના સિવાય બીજા બધામાં ખોટું છે. નહિ તો સિંધુ નદીના પૂર જેટલું એમાં જોર ક્યાંથી હોય? જગતમાં શક્તિ એટલી સારી; અશક્તિ એટલી અનીતિ!
તીરથ : ત્યારે એક વાત મેં કોઈને નથી કરી તે તમને કહું. હું આજે રાત્રે અહીંથી ભાગી જવાનો છું.
અભિજિત : શક્તિથી ભાગી જવાનો છે કે દુર્બળતાથી?
તીરથ : શક્તિથી.
અભિજિત : બસ; ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી. પણ ભાગીને શું કરીશ? અહીં રહ્યોરહ્યો નિરાંતે ભણને! મનેય શાંતિ રહે! પણ ભૂલ્યો. મેં જ હમણાં ઘડી પહેલાં કહેલું કે તારે માટે ભણવાનું ન હોય કાં? તારી મરજી!
તીરથ : અને એક બીજી વાત કરી લઉં. પેલું પલાશવાળું ઈંડું પણ ઉપાડતો જવાનો છું. એ ઈંડું મારા અને આરતીના પાળીતા મોરનું છે. બાપુને મેં એ ન વેચવા બહુએ વિનવ્યા હતા; પણ માન્યા નહિ. ખરું કહું તો મને મારા બાપુ કરતાં તમે વધારે ગમો છો અને મારી બા ઉપર પણ મને હવે તો રોષ ચડ્યો છે. કદાચ એને મારામાં રાગ નથી. નહિ તો ગઈ કાલે જ્યારે એ મળવા આવી ત્યારે મને કલાકો સુધી રડતો જોવા છતાં પાછો લઈ ગયા વિના કેમ રહી શકે?
અભિજિત : એ તો તું જાણે! પણ તું તારા પિતાની વાતો કરે છે ત્યારે કોણ જાણે કેમ પણ મને નથી ગમતું.
તીરથ : ત્યારે હું નાસવાની તૈયારી કરું. (એકતારો લઈ) આ એકતારો? બીજું શું લેવાનું હોય? સિદ્ધો પહોંચવાનો એને કૂબે, અને બજાવવાનો એકતારો, કોશેટાના કીડાની માફક એ કૂબામાં જ ગુંજી ઊઠશે
અભિજિત : સામે ન થવાય એટલો જોરદાર પ્રવાહ છે, નહિ? પણ વાંધો નહિ, એ તાણ અંતરમાં એવું જ અદમ્ય જોમ પેદા કરે છે, જે આખરી બલિદાનમાં પરિણમે છે. પણ ચાલ, હુંય આ ઓરડામાંથી ભાગવાની તૈયારી.....
તીરથ : પહેલાં હું, પછી તમે.
(તીરથ નીકળી જાય છે. અભિજિતના હાથ બીડી ખોળવા ડબામાં ફંફ મારી રહે છે.)
અભિજિત : સાળી બીડીયે ખલાસ થઈ ગઈ છે.!
(ડબલું પછાડી ચાલતા થાય છે.)
અંક બીજો
દૃશ્ય પહેલું
(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા,
કાળ : પખવાડિયા પછીની એક ઊગતી રાત.
રચના : પહેલા અંકના પહેલા પ્રવેશની
પ્રોફેસર અભિજિત ખુરશી ઉપર બેઠા છે. લાકડાના ચોખૂણ ઉપર મઢેલા રેશમના ફલકનો ઉપરનો ભાગ ટેબલ ઉપર ટેકવી છેડાને ગોઠણ ઉપર ગોઠવી કાંઈક ચીતરી રહ્યા છે. પડદો ઊપડે છે ત્યારે એકબે આંચકા આપી ટેબલ ઉપર ચિત્રને ગોઠવે છે, અને પછી સહેજ દૂર જઈને ધારી ધારીને જુએ છે.)
અભિજિત : મનની મૂર્તિ! બૂઢાપામાં આ ઠીક લીલા આદરી છે. ફરીને આવ્યો અને ઓચિંતું પહેલાંની જેમ ચીતરવા બેસવાનું મન થયું. શું ચીતરવું છે તેની ખબર નહોતી; છતાંય પેટીમાંથી કાટ ખાઈ ગયેલી જરીપુરાણી રંગપેટી કાઢી અને લબકા મૂકવા લાગ્યો. આકૃતિ ખલાસ થઈ ત્યારે ખબર પડી કે અંતરમાં કોની અસ્પષ્ટ છાયાબી જામતી જતી હતી! (નજીકમાં જઈ વળી બેચાર વળાંકો આપે છે. પાછા દૂર જઈ) ના; જેમ હતું તેમ જ સારું હતું. દુનિયામાં જેમ હોય છે તેમ જ સારું હોય છે. સુધારવા જઈએ છીએ અને છબરડો વાળી મૂકીએ છીએ. માટે તો હું માનું છું કે Ethics Normal science મટી Natural science થાય; નીતિશાસ્ત્ર આદર્શવિવેચક વિજ્ઞાન મટી, પ્રાકૃતિક વિજ્ઞાન બને તો સમાજનું પોણું ઝેર ઊતરી જાય — અને એ natural science થયું એ ભેગું એનું અસ્તિત્વ ગયું.
એનું અસ્તિત્વ ગયું કે સમાજનું શેતૂર પ્રફુલ્લ થયું. નીતિશાસ્ત્રનો સ્વભાવ રેશમના કીડા જેવી હોય છે. શેતૂર ખૂબ કોળે એવી એની ભાવના હોય છે; પણ સ્વભાવ પાંદડાં કરડી ખાવાનો હોઈ શેતૂરનો નાશ પણ એ જ કરે છે.
(ચમકી) પણ આ વિચારો ક્યાંથી આવ્યા? હવે આગળ ચિત્ર કરવું અશક્ય થઈ પડ્યું. આમ જ રોજ મમરો મુકાય છે. આરંભું છું કાંઈક અને અંત કોઈ બીજી જ વસ્તુનો આવે છે.
(સિગાર સળગાવી ચિત્રને ખોળામાં લઈ બેસે છે. શરૂઆતમાં ચિત્રની સામે જોઈ રહે છે. થોડી વારે મોઢું આપોઆપ ઊંચું થઈ જાય છે અને ધુમાડાઓ તરફ તાકવા લાગે છે.)
પણ એ જ ખરી વસ્તુ છે. જેમ જેમ વિચાર કરતો જાઉં છું તેમતેમ વધારેને વધારે સ્પષ્ટ થતું જાય છે કે જ્ઞાન માત્રના સર્વ પ્રમાણો અંતે એક જ અવસ્થામાં આવી મળે છે. એ અવસ્થા શૂન્ય સ્વભાવની છે. એને અસ્તિત્વ નથી છતાં એ છે. આમ મોટા મૂર્ખાઓ હોવા છતાં વેદાન્તીઓની શૂન્યની કલ્પના આહ્લાદક છે!
(એમની વિચારમાળા ધોળાય છે એ દરમ્યાન બંસી, મરાલ, અશોક, પલાશ અને આલાપ આવી લાગે છે. પ્રોફેસરનું ધ્યાન ન જવાથી બે ઘડી મૂંગા ઊભા રહે છે. અભિજિત ધુમાડાનાં ગૂંચળાઓમાં જોઈ રહ્યા છે.)
અંતે બધું એકાત્મમાં પરિણમે છે. પદાર્થની આત્યંતિક સ્થિતિ પરમાણુ છે એ સંકલના ખોટી ઠરી અને અંતે સૌ આવીને ઊભા રહ્યા શક્તિ, Energy, ઉપર! કળામાં પણ એમ જ બન્યું. આકૃતિની સપ્રમાણતા, ઋજુતા, — એ બધું ઊડી ગયું અને શ્રેષ્ઠ આંગળીઓની શક્તિની મૂલવણી આકૃતિના છંદમાં, વેગમાં થવા લાગી. બધે એ જ વિચારોનાં ગૂંચળાં! — મારી સિગારના ધુમાડા જેવાં!
પલાશ : (આગળ આવી) શું વિચાર કરો છો પ્રોફેસર? અમે ક્યારના આવી ઊભા છીએ, હો!
અભિજિત : (આછું મરકી) ઊભા હો તો અદબપલાંઠી વાળી બેસી જાવ. કાન નથી પકડાવતો કેમકે હું કેળવણીના આધુનિક વિચારોમાં માનનારો છું.
(સૌ હસતાં હસતાં વીંટળાઈ વળે છે.)
બંસી : અમે તમારા વિચારોમાં ખલેલ પાડી, ખરું? ધુમાડાના ગોટાઓ વચ્ચે તમારા ભમરને વમળ લેતા અમે જોઈ શક્યા હતા.
અભિજિત : (રાખ ખંખેરતાં) ના-આ-રે-ના! એવું કાંઈ નહોતું. હું તો એમ વિચાર કરતો હતો કે Higher Philosophyની જેમ Higher Mathematics 5ણ paradoxesમાં પરિણમે છે. મોટામાં મોટી ત્રિજ્યાવાળું વર્તુળ એટલે સુરેખા! બે સમાન્તર સુરેખાઓ અનન્તમાં મળે ખરી વિશ્વાત્મા અનન્ત છતાં શૂન્ય! બધે જ ઘાણીના બેલની ઘૂમરીઓ.
આલાપ : મને તો એમ લાગે છે કે માનવમેધા થાકે છે ત્યારે આવા અવળા ધંધા શરૂ કરે છે.
અભિજિત : ના-આ-રે! અવળા ધંધા તો અદમ્ય શક્તિની નિશાની છે. હંમેશાં થાકેલા લોકો રસ્તા ઉપર ચાલનારાં હોય છે. માટે તો વાંદરાંઓને રસ્તા ઉપર ચાલવું પસંદ નથી, પણ ડાળીએ ડાળીએ કૂદકા મારતા કંટાળો ચડતો નથી. એ રીતે માણસો કરતાં માનવીના એ આદિ વડીલો ઊંચા છે. પણ તમે લોકો મને પાટા ઉપરથી ઉતારી પાડો છો. વાતનો વિષય એ નહોતો. હું એમ કહેતો હતો કે ફિલસૂફીનો પરિપાક એટલે શૂન્ય! સૃષ્ટિનાં સામાન્ય આવિષ્કરણોમાં પણ તમે એ જોઈ શકો. વનસ્પતિ માત્રનો મૂળછંદ સુરેખા કે કાટખૂણો નથી, પણ વર્તુલની ક્યારેક અધૂરી તો ક્યારેક સંપૂર્ણ લીલાઓ છે. કળામાંય વળાંકને વધારે પસંદ કરવામાં આવે છે. જો કે પેલા રશિયનોએ હમણાં એક થોડા જૂના ધતિંગને ઝાઝું નવું ચેતન આપ્યું છે? Cubismનું! પણ એ તે કાંઈ કળા છે? કૂતરાના વડછકાં કહી શકાય કદાચ! જે આવ્યો એને ભર બટકું! હું તમને રોજ કહું છું તે યાદ રાખતા નથી? શક્તિમાંથી જે જન્મે તે સારું? અશક્તિની સંતતિ વિકૃત હોય છે. ઈર્ષા, દ્વેષ અને અસૂયા, તિરસ્કાર અને વૈર; —એ માનવસ્વભાવની નિર્બળતાઓ છે. રશિયાની કળા એમાંથી જન્મેલી હોવાથી વિકૃત છે.
બંસી : રહેવા દેજો, અભિજિત. આવું જાહેરમાં બોલ્યા તો કોઈ કોમ્યુનિસ્ટ ગોળીએ દેશે.
અભિજિત : એ જ ઉપાધિ છે તો! એમની હિંસા પણ અકલામય છે. ગોળી છૂટે છે ત્યારે સીધી લીટી પડે છે. અસલના લોકો ગળાટૂંપો દેતા; એથી ગળા આસપાસની દોરીનો આકાર ગોળ, વર્તુલ, શૂન્ય જેવો ઊર્ધ્વબાહુ થતો. અંતે સઘળું શૂન્યમાં પરિણમે છે!
મરાલ : જો બધું જ શૂન્ય હોય તો આટલી બધી ચોરસ વાતો શા માટે કરો છો? જે નથી તે વિશે જ તમે ખૂબ બોલો છો.
અભિજિત : માનવીનો એ સ્વભાવ છે. ઈશ્વર નથી માટે તો ઈશ્વર ઉપર લખાયું—બોલાયું છે તેટલું બીજા કશા ઉપર નથી થયું. પણ જે નથી તે શૂન્ય અનન્ત છે. તમે ફર્યા જ કરો! ફર્યા જ કરો! પણ કદી વર્તુલનો છેડો હાથ લાગવાનો છે? શૂન્ય વસ્તુ જ એવી છે કે એનો વિસ્તાર અનો હોવાથી એની પરિણતિ પણ અનન્ત જ રહે! નીતિશાસ્ત્રનો જ દાખલો લો! (બીડી ઠારીને નાખી દે છે. બીજી સળગાવી ધુમાડા કાઢવા લાગે છે.)
અશોક : જો નીતિશાસ્ત્રને સમૂળગું જ ઉડાડી દ્યો તો સમાજ ટકશે શી રીતે? વર્તનનું કાંઈક ધોરણ તો હોવું જોઈ એ ને?
અભિજિત : તમે ધારો છો ત્યાં આપણો વિરોધ નથી. આપણો વિરોધ તો અહીં છે : તમે કહો છો કે વર્તણૂકને — કે જેને હું આદતી રાર્જનશક્તિ કહું છું. — કાંઈક ધોરણ હોવું જોઈએ. હું કહું છું, એને ધોરણ છે જ. નીતિશાસ્ત્ર નૈસર્ગિકતાના ધોરણે રચાવું જોઈએ — એટલે કે નિસર્ગ પોતાનું કામ કરતી હોવાથી એમાં આપણે માથું ન મારવું જોઈએ. બાઈબલમાં ઈવ-આદમ અને જ્ઞાનફળની જે કથા છે તેનો અર્થ બીજો શો છે? એનો અર્થ તો એ કે આદમ અને ઈવ જેવાં હતાં તેવાં સારાં હતાં. સુધરવા ગયાં, જ્ઞાન પામવા ગયાં, — કે સત્યાનાશ વળ્યું. એટલે તો હું કહું છું કે દલિતવર્ગોને તમારા શબ્દોમાં, હોં! — જેવા છે તેવા જ રહેવા દો! સુધારવા જશો તો શું કરી બેસશો તેની કલ્પના છે? — તમારા જેવા! પણ તમે કોઈએ મારું માન્યું નહિ અને ભેગા થઈને તીરથને ભગાડી મૂક્યો.
મરાલ : ક્યાંની ક્યાં વાત લાવી મૂકો છો? ક્યાં શૂન્ય અને ક્યાં તીરથ?
બંસી : બન્ને એક જ છે! તીરથ અને શૂન્ય!
અભિજિત : જીવનમાં આજે પહેલી જ વાર તું સાચું બોલ્યો.
(સૌ હસે છે.)
આલાપ : પણ તમને ખબર છે, અભિજિત, કે તીરથ અહીં જ છે? આશ્રમમાં?
અભિજિત : (ચમકથી) ના રે!
અશોક : ત્યારે શું? પાંચ દિવસ પહેલાં એનો બાપ એને અહીં પાછો મૂકી ગયો.
બિચારાને બાંધીને લાવ્યો હતો! વાંસા ઉપર હજી સોળ છે.
અભિજિત : અ ર્ ર્ ર્ ર્! (તરત જ) પણ અહીં છે તો મારી પાસે કેમ નથી આવતો?
અશોક : કેમ કે ઓરડામાંથી બહાર નીકળવાની કે નીચે ઊતરવાની સ્વામીજીએ એને બંધી કરી છે.
અભિજિત : શાબાશ તમારા સ્વામીજીને! એને મનમાં એમ હશે કે પુસ્તકાલય ઉપર રહ્યોરહ્યો તીરથ પંડિત થઈ જશે! (થોડી વારે) ત્યારે એનો અર્થ તો એમ થયો કે મારે એને મળવા જવું. (આળસ મરડી, બગાસું ખાઈ ઊભા થાય છે. ચિત્ર ખોળામાંથી દડી પડે છે.) ઓહ!
(અશોક નમીને ચિત્ર ઉપાડી લે છે. સૌ ઊભા થઈ અશોકની ખુરશી ઉપર ઝળૂંબતા ટોળું વળે છે.)
આલાપ : આ ચિત્ર શેનું છે, પ્રોફેસર સાહેબ?
અભિજિત : (આંટા મારતાં) મારે ફરી વાર કહેવું પડે છે કે ‘શેનું છે’ એમ ન પુછાય! કોનું છે એમ કહેવું જોઈએ!
પલાશ : ચિત્રમાં મનુષ્યાકૃતિ તો છે નહિ. તો પછી કોનું છે એમ કેમ કરીને પૂછવું? નાળિયેરીના ઝાડ વચ્ચે નાના કૂબાઓ! ઉપર ભૂરું આકાશ અને એમાં એક ભડકો : બે સીમાઓ આકાશને બાથ ભરતા હાથ જેવી ચીતરી છે. આને તમે જો માણસ કહેતા હો તો ભલે!
અભિજિત : હું ધારતો જ હતો કે તમને એ નહિ સમજાય. એ ચિત્ર તીરથનું છે.
અશોક-પલાશ : તીરથનું?
અભિજિત : હા.
આલાપ : નીચે નામ નહિ લખો ત્યાં સુધી એ નહિ ઓળખાય.
(સૌ હસી પડે છે.)
અભિજિત : હાસ્યનો ઉદ્ભવ ટૂંકી દૃષ્ટિમાં, વિસ્તાર છેતરપિંડીમાં અને વિલોપ રુદનમાં થાય છે.
આલાપ : એમ નહિ; સમજાવો તો ખરા કે આ ચિત્રને તમે તીરથનું કઈ રીતે કહી શકો છો! તીરથ તો શું, અંદર એકે મંદિર પણ દેખાતું નથી.
અભિજિત : જે હોય છે તે નથી દેખાતું; જે નથી હોતું તે જ્ઞાન ગણાય છે. ચિત્રમાં લાલપીળા લીટાઓને નહિ; પણ એ સૌનો મળીને જે એક સૂરસંવાદ જામે છે, જે એક આભા પ્રકટે છે તેને જોવાનું હોય છે, જે કૂબા તરીકે દેખાય છે તે કૂબા છે જ નહિ. નાળિયેરીના સ્તંભો પણ બીજું ગમે તે છે પણ નાળિયેરી નથી. જે દેખાય છે તેની પછવાડે છુપાયેલું અદૃશ્ય જોતાં શીખવાનું છે.
અશોક : તો તો જોઈએ છીએ તે સઘળી માયા, નહિ? માટે જ તમે લોકો નિગમની બહુબહુ વાતો કરતા લાગો છો.
અભિજિત : એમ જ! બરાબર એમ જ! ધ્રુવતારક સ્થિર લાગે છે પણ તેની ગતિ કોઈ પણ તારા કરતાં ઊતરતી નથી. પૃથ્વીની ધરી એના તરફ તાકે છે એટલે એ સ્થિર લાગે છે. આવતી કાલે કોઈ ઉલ્કાપાત થાય અને ધરીનું ત્રાટક અભિજિત—પેલો આકાશનો તારો; હું નહિ! — સાથે સંધાય તો અભિજિત સ્થિર ભાસે. માટે તો હું કહું છું કે કોઈ તરફ તાકવું નહિ. જેને ધ્યેય કર્યું તે નિષ્પ્રાણ થઈ સ્થિર થઈ જવાનું.
(નવી સિગાર સળગાવી આરામખુરશીમાં પડે છે.) કેટલીક વખત તો મને એમ થાય છે કે આખા મનુકુલની બુદ્ધિને સનાતન ચકરીનો રોગ લાગ્યો છે નહિ તો આ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા જેવા તેજસ્વીઓ પણ ચક્કર-ચક્કર ફરતા કેમ લાગે?
મરાલ : તમારી વાતો સાંભળીને અમારું મગજ ચક્રાવે ચડે છે. પ્રોફેસર, એમ થાય છે કે આવા ગોટાળામાં પડવા કરતાં તમારી પાસે આવવું જ બંધ કરવું. તમે આવ્યા એ પહેલાં એવી મઝા હતી! તમે આવ્યા અને આશ્રમનું અંતર ડોળી નાખ્યું. તીરથ આવ્યો અને આશ્રમનું શરીર ક્ષુભિત થયું.
અભિજિત : જે વસ્તુ તને આજે સમજાય છે મરાલ, તેની દિવ્યદૃષ્ટિથી મેં પહેલેથી જ કલ્પના કરી લીધી હતી. મેં વિદુર પાસે મારી જાત સામે અનેક દલીલો કરી હતી. પણ એણે માન્યું નહિ. બાકી અંગત રીતે મને તો સ્તબ્ધ થઈ જીવનના એકધારા પ્રવાહમાં તણાયા કરવા કરતાં સામે પૂર તરવાનો શોખ છે. ભલે તાણ અસહ્ય હોય અને છાતી ફાટી જાય! અમે શૂન્ય- શૂન્ય શા માટે પુકારીએ છીએ, ખબર છે? કેમ કે અમારી અક્કલ ઊડી- ઊડી ને ખૂબ અંતરે પહોંચે છે ખરી; પણ અંતે ખબર પડે છે કે આડી લોખંડની કોઈ અભેદ્ય દીવાલ ખડી છે. એ ન વટાવાય એટલી ઊંચી છે, અને ન ભેદાય એટલી નક્કર છે. આટલું ભાન હોવા છતાં, ઊડી ઊડીને લોખંડની અભેદ્ય દીવાલ સાથે પાંખો અફળાવી અફળાવી પીંખાઈ જવાનો અમને શોખ થાય છે. એ દીવાલ ઉપર ફાંફાં મારતી પાંખો પછડાય છે ત્યારે જે નાદ ઊઠે છે તે નાદમાં અમને જીવનની ધન્યતા લાધે છે. છીછરાં લોકો એ નાદને Cynicism કહે છે. પણ અમે માનીએ છીએ કે નિરાશાના એ નાદ સિવાય ક્યાંય કશું વિશેષ છે નહિ, કેમ કે કશું વિશેષ મળી શકે એમ નથી.
પલાશ : ઓછામાં ઓછું રાત્રે તો તમારી પાસે ન આવવું જોઈએ. તમારી વાતો સાંભળીને જઈએ છીએ પછી ઊંઘ આવતી નથી.
અભિજિત : (ખડખડાટ હસતાં ઊભા થઈ જાય છે. પલાશ પાસે જઈ એને કપાળમાં એક જોરથી ચુંબન ભરે છે.) અરે! કપાળ બંદ થયું, નહિ? લે આ રૂમાલ; લૂછી નાખ તો!
(બધા હસી પડે છે.)
પલાશ : બીજો વાંધો નથી, તમારા મોંમાંથી બીડી ખૂબ ગંધાય છે એટલે!
અભિજિત : (હસતાં હસતાં આરામખુરશીમાં બેસતાં) સાચું, સાચું, જેણે ચુંબન કરવું છે તેણે બીડી ન પીવી જોઈએ. પણ અધૂરી વાત આગળ ચલાવીએ તો તમારી જેમ શરૂઆતમાં મેંય કેટલીય રાતો, નિદ્રાવિહીન દશામાં ગાળી હતી. કેટલી એની તમને કલ્પના ન આવે! આ ગામમાં જ એ વખતે હું અને વિદુર રહેતા. તમારો આશ્રમ એ વખતે નહોતો. પડખાં ફેરવી ફેરવીને જ્યારે પાંસળીઓ બળવા આવે ત્યારે નદીને કાંઠે ગાઉઓના ગાઉ ફરી વળતો! પણ મને જોઈતું હતું તે જડતું નહિ. દિલમાં એક જ પ્રશ્ન ઊઠ્યા કરતો : આત્યંતિક સત્ય કયું? અંતે...
...
અશોક : અંતે શું? કેમ અટક્યા?
અભિજિત : હું એમ કહેતો હતો કે અંતે એક તત્ત્વ હાથ લાગ્યું અથવા કહો કે ખાતરી થઈ કે એ જ તત્ત્વ સાચું છું.
આલાપ : કયું તત્ત્વ? અમને ન કહો?
અભિજિત : એમ ન કહેવાય. પહેલાં તો મારી એક સો ગાયો લઈ જઈ એક વસ જંગલમાં ચરાવી લાવો. પછી બીજે વરસે એક હજાર; પછીને વરસે એક લાખ; પછી એક કરોડ; પછી... પણ અરે, એટલી ગાયો મારી પાસે તો શું, દુનિયા પાસે પણ નહિ હોય! છતાં આશ્ચર્યની વાત તો એ છે કે અસલના ઋષિમુનિઓને અબજો ગાયો હતી.
મરાલ : એમ વાત ન ઉડાવો, કયું તત્ત્વ હાથ લાગ્યું તે કહો!
અભિજિત : એને માટે તમારે અદબપલાંઠી વાળી એકધ્યાન થવું પડશે. એ કાંઈ જેવું તેવું વાક્ય નથી. જીવનભર સંઘરી રાખવાનું છે, સમજ્યા? સાવધાન!
અશોક : ચાલો સૌ સાવધાન છીએ; ઉચ્ચરો!
અભિજિત : મને ખાતરી થઈ કે અસત્ય પણ અંતે એક સત્ય છે.
બંસી : એવા ને એવા તમે; અને એવી ને એવી તમારી વાતો! નાહક જિજ્ઞાસા પેદા કરી અને કહ્યું ત્યારે કંઈ નહિ!
અભિજિત : તમે માનો છો એમ નથી. એ તત્ત્વ ન સમજાય એટલું સહેલું છે; —સહેલું છે સમજ્યા! પણ છોકરાઓ, હવે હું ખૂબ થાક્યો છું. બે-પાંચ મિનિટ સૂઈ જાઉં, તમે ત્યાં સુધી આ બાજુ બેઠા-બેઠા આ ચોપડીઓ જુઓ. આજે જ આવી છે. (એક પછી એક ચોપડીઓ આપતાં) આ જર્મન કવિ ગટેનાં ચિત્રો છે. હમણાં જ એની મૂળ પોથી જડી. આ રિનેસાંના કલાકાર માઈકેલ એન્જેલોના સ્વનીતો છે, અને આ જાણો છો? મારા પોતાના છબરડા છે! ફિલસૂફીમાં પડ્યો તે પહેલાં કવિતાઓ કરતો અને ચિત્રો ચીતરતો. ગમે તો જુઓ!
(છાત્રો ખુરશીઓ ખેંચી પુસ્તકો લઈ ખૂણામાં બેસી જોવા લાગે છે. અભિજિત આરામખુરશીમાં ઢળી પડે છે. ઓચિંતો એક હાથ છાતી ઉપર સરી પડે છે. થોડી ક્ષણ સાવ શાંતિ પથરાય છે. છાત્રોની ચોપડીઓનાં પાનાંઓના ચલન સિવાય બીજું કશું હલનચલન નથી.)
અભિજિત : (ઊંઘમાં) હા!
(સ્વપ્નોનો ભાસ કરાવતો એક આછા પડદા પાછળ પીળી પીતાંબરી પહેરીને અને સફેદ ઉત્તરિય ઓઢીને એક વ્યક્તિ દાખલ થાય છે. કાનમાં કુંડળ છે. પગની ચાખડીઓના અવાજથી આખા ઓરડાને ભરી દે છે. મુખાકૃતિ તેજસ્વી અને માથા ઉપર સુંદર લાંબા વાળ છે. આખા દેહમાંથી કાંતિ નીતરે છે.)
અભિજિત : આવવાની તમે રજા માગતા હતા ?
આવનાર વ્યક્તિ : જી!
અભિજિત : વારુ, પણ તમે કોણ છો એ પૂછું તે પહેલાં મારે તમને બે વાત કહી દેવાની છે. પહેલી : મારાં બારણાં સદાય ઉઘાડાં હોવાથી, સિવાય કે હું ઊંઘતો હોઉ, આવવાની રજા માગ્યા વિના ધસી આવવું. બીજી : તમે ફરી વાર મને મળવા આવો ત્યારે આ ઠકઠક કરતી ચાખડી પગથિયા ઉપર ઉતારતા આવશો. મને એનો અવાજ બિલકુલ પસંદ નથી અથવા તળિયા ઉપર રબ્બર જડાવતા આવજો.
આવનાર વ્યક્તિ : પણ અમારી દુનિયામાં રબ્બર થતું નથી.
અભિજિત : તમારી દુનિયા? કવિ છો તમે?
આવનાર વ્યક્તિ : ના જી.
અભિજિત : તો પછી અમારી દુનિયા ને તમારી દુનિયા એવા ચાળા શા? ક્યાંથી આવો છો?
આવનાર વ્યક્તિ : સ્વર્ગમાંથી.
અભિજિત : સ્વર્ગમાંથી? મારા બાપ! અથવા તમારા બાપ! પણ સ્વર્ગ છે ખરું? તમે જોયું છે એ?
આવનાર વ્યક્તિ : હું એમાં સૈકાઓ સુધી રહ્યો છું.
અભિજિત : તમે ઊંઘતા તો નથી ને! જાંઘમાં ચોંટિયો ભરી જુઓ તો!
આવનાર વ્યક્તિ : ના જી, હું ઊંઘતો નથી. તમારે મારું માનવું જોઈએ, કેમ કે હું કદી ખોટું બોલતો નથી.
અભિજિત : મૂરખ નથી તો! એક વખત ખોટું બોલવામાં શો વાંધો છે એમ મનમાં કહી અત્યારે જ બોલતા હો તો શું કરવું? એ રીતે તો આખા જગતનું અસત્ય તમે બોલી શકો અને છતાં યુધિષ્ઠિરની જેવા ધર્મરાજ ગણાઈ શકો. લુચ્ચો, આખી દુનિયાને બનાવી ગયો. પણ વાતવાતમાં રહી ગયું. કહો, શુભ નામ!
આવનાર વ્યક્તિ : હરિશ્ચંદ્ર.
અભિજિત : તે બાપ બાપ હતા કે નહિ? દુનિયામાં તો હજારો હરિશ્ચંદ્ર થઈ ગયા છે.
હરિશ્ચંદ્ર : બાપનું નામ તો ભૂલી ગયો છું. પણ દુનિયાના લોકો મને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કહે છે.
અભિજિત : બહુ અનુકૂલા-સ્મૃતિ રાખતા લાગો છો. બાપને ભૂલી ગયા પણ બિરુદને નહિ ભૂલ્યા. જુઓ એક વાત કહું. હું તમને બેસો એમ નથી કહેવાનો. બેસવું હોય તો બેસજો, અને ઊભા રહેવું હોય તોય ઓરડો પૂરતો ઊંચો છે. તમારા મનમાં ખ્યાલ હશે કે ‘હું હરિશ્ચંદ્ર છું’ એમ કહીશ એટલે લોકો ઓછા ઓછા થઈ જશે. બીજાની બાબતમાં સાચું હોય તોય મારે મન તમારી કોડીનીય કિંમત નથી.
હરિશ્ચંદ્ર : હું કાંઈ મારી કિંમત કરાવવા નથી આવ્યો. જુઓ (પાસે જઈ ખુરશીનો દાંડો પકડી નમીને ઊભા રહે છે.) આજે તમને હું મારી અનુમતિ દેવા આવ્યો છું અને મને લાગે છે કે એ વિષયમાં મારી અનુમિત બહુ વજૂદની થઈ પડશે.
અભિજિત : તમે શું કહેવા માગો છો?
હરિશ્ચંદ્ર : હું એમ કહેવા આવ્યો છું કે તમારી સત્યની ફિલસૂફી સાચી છે.
અભિજિત : એટલે?
હરિશ્ચંદ્ર : એટલે અસત્ય પણ આખરે એક સત્ય છે એ તમારા કથન સાથે હું મળતો થાઉં છું.
અભિજિત : આટલા સૈકાઓ વેડફ્યા પછી પણ તમે અંતે એમ માનતા થયા છો તેથી મને તમારા વિશે હવે સહેજ આશા બંધાય છે. આ નવીન સૂઝેલા પંથે આગળ જશો તો કદાચ તમારો ઉદ્ધાર શક્ય છે. તો તો પછી આપણે થોડા જ સમયમાં મળશું; — નરકમાં! હું માનું છે કે સ્વર્ગમાં કાંઈ ઝાઝું સુખ નહિ હોય!
હરિશ્ચંદ્ર : ના-આ-રે! જરાય નહિ! માટે તો મને મહાન અનુતાપ થયો છે. સ્વર્ગના સુખની આશામાં મેં દુનિયાનુંય સુખ ગુમાવ્યું અને રહ્યો ત્રિશંકુની માફક લટકતો. જાતને વેચી, પુત્રને વેચ્યો અને બૈરીને પણ વેચી! અત્યારે એમ થાય છે કે એક આટલુંક અસત્ય બોલ્યો હોત તો કાંઈ નહોતું!
— વળી
અભિજિત : (વચમાં જ) તમને એમાં અસત્યની શક્તિનાં દર્શન નથી થતાં! શક્તિશાળી એટલું શુભ! દુર્બળતા ભરેલું એટલું અશુભ.
હરિશ્ચંદ્ર : થાય છે સ્તો! પણ એ તો હવે! અને હવે તો બહુ મોડું થયું! પણ હું એમ કહેતો હતો કે અત્યારે તો મને એમ પણ થાય છે કે સત્યને જેમ સ્વતંત્ર વ્યક્તિત્વ હતું તેમ મારા પુત્રને અને પત્નીને પણ હતું. એટલે સત્યના વ્યક્તિત્વ માટે પુત્ર-પત્નીનો ભોગ આપ્યો તેના કરતાં પુત્રપત્નીના વ્યક્તિત્વ માટે સત્યનો ભોગ આપ્યો હોત તો તે ક્રિયા વધારે મહાન થાત — ગૌરવવાન થાત! અથવા ટૂંકમાં સત્ય ખાતર પુત્રપત્નીના વ્યક્તિત્વ ઉપર તરાપ મારવાનો અધિકાર મને નહોતો.
— પણ મારે હવે જવું જોઈએ.
અભિજિત : રહોને; શી ઉતાવળ છે? જવાય છે!
હરિશ્ચંદ્ર : એમ તો કાંઈ ઉતાવળ નથી. પણ આઠમે પ્રહરે અગ્નિદેવ આજે સર્વ સ્વર્ગવાસીઓને સુરાપાન કરાવવાના છે. વળી એ મિજલસમાં ઉર્વસી મૃત્યુ-નૃત્ય નાચવાની છે. અમને અમરોને મરણમાં ખૂબ રસ પડે છે એ તો તમે જાણતા હશો! ત્યારે પ્રણામ.
(ઊપડે છે)
અભિજિત રહો; બે ઘડી બેસો. હું મારા વિદ્યાર્થીઓને બોલાવું. ઘણે વખતે તમને જોઈને એ લોકોને કૌતુક થશે.
હરિશ્ચંદ્ર : ના, ના; મારે જવું જોઈએ.
(જવા જાય છે. જાય છે. સ્વપ્નનો ભાસ કરાવતો પડદો ખેંચાય છે.)
અભિજિત : ના, એમ ન જવાય. (એમનું ઉત્તરિય ઝાલવા હાથ લંબાવે છે. ખીંટી ઉપરથી ઝૂલતો ખેસ હાથમાં આવે છે. તાણથી ખીંટી ઊખડી પડે છે. એક મોટો ધબાકો થાય છે. અભિજિત ઊભા થઈ જાય છે. છાત્રો પણ ધસી આવે છે.) માફ કરજો, માફ કરજો મને હરિશ્ચંદ્ર! બહુ વાગ્યું તો નથી ને? તમારું ઉત્તરિય ઝાલ્યું તે કાંઈ તમને પાડવાના... ...
અશોક : (આગળ આવી) શું બોલો છો, અભિજિત? અને આ ખીંટી શા માટે તાણી પાડી? ઊંઘો છો કે જાગો છો?
અભિજિત : (ચારે બાજુ બાઘામંડળ ફરી) કેમ, હરિશ્ચંદ્ર અહીં નથી? હમણાં જ હતા ને?
મરાલ : હરિશ્ચંદ્ર કોણ?
અભિજિત : અરે પેલા તમારા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હતા! બિચારા ખરખરો કરતા હતા! મને એમની ખૂબ દયા આવી.
આલાપ : સ્વપ્ન હશે, સ્વપ્નું!
અભિજિત : હા; એમ જ હશે, કદાચ અથવા અત્યારે ચાલે છે તે સ્વપ્ન હશે. એ તો પૂરી જાગૃતિ હતી. તમને ખબર છે કે જીવન એ સ્વપ્નું છે અને મૃત્યુ એ અનન્ત જાગરણ છે?
પલાશ : ચાલી પાછી તમારી વાતો! તોબા પ્રોફેસર! પછી તો કંટાળો ચડે, હો!
અભિજિત : કંટાળો એ... ... .... ....
બંસી : (વચમાં જ) હવે બસ, સાહેબ; અમે જઈએ ઊંઘ આવે છે.
અભિજિત : હા, પધારો.
(સૌ જાય છે, અભિજિત થોડી વાર સ્તબ્ધ ઊભા રહે છે. પછી બીડી સળગાવી આંટા મારે છે.) સત્યની દુનિયાનાં આછાં દર્શન થતાં હતાં ત્યાં ખીંટી પડી અને શૂન્યની દુનિયામાં લાવી મૂક્યો.
(બારીમાં જઈ ઊભો રહે છે.)
અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ!
(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.){{Poem2Close}}
26,604

edits

Navigation menu