મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 306: Line 306:


{{Poem2Open}}
{{Poem2Open}}
દૃશ્ય બીજું
દૃશ્ય બીજું


(સ્થળ : તીરથનો ઓરડો.
(સ્થળ : તીરથનો ઓરડો.
Line 508: Line 511:
અભિજિત : સાળી બીડીયે ખલાસ થઈ ગઈ છે.!
અભિજિત : સાળી બીડીયે ખલાસ થઈ ગઈ છે.!
(ડબલું પછાડી ચાલતા થાય છે.)
(ડબલું પછાડી ચાલતા થાય છે.)


અંક બીજો
અંક બીજો
દૃશ્ય પહેલું
દૃશ્ય પહેલું


(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા,
(સ્થળ : સેવાશ્રમની પાન્થશાળા,
Line 632: Line 637:
અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ!
અભિજિત : દીવો તો બળે છે, જાગતા હશે, કદાચ!
(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.){{Poem2Close}}
(પથારી ઉપરથી શાલ ઉપાડે છે.){{Poem2Close}}
{{Poem2Open}}
દૃશ્ય બીજું
(સ્થળ : તીરથનો ઓરડો.
કાળ : આગલા દૃશ્યની રાત.
રચના : પહેલા અંકના બીજા દૃશ્યના જેવી.
બારણાના બન્ને બારસાખ ઉપર હાથ ઠેરવી તીરથ ઊભોઊભો વિચાર કરે છે.)
તીરથ : કોઈ આવતું નથી. આખો દિવસ અંગ્રેજી અક્ષરો ઘૂંટવા અને કવિતાઓ ગોખવી. આના કરતાં તો ઝાડ ઉપર ઊંધે માથે લટકવું સારું. પહેલાં તો વિદ્યાર્થીઓય આવતા અને વાતો કરતા જતા. હવે તો હું પોતે એમને બારીમાંથી બોલાવું તોય તેઓ જોયા વિના ચાલ્યા જાય છે. એમને મારી પાસે આવવું કેમ નહિ ગમતું હોય? મારામાં એવું તે શું હશે કે એમને પાસે બેસતાં સૂગ ચડે!
(બારણું છોડી ટેબલ પાસે જઈ ઊભો રહે છે.)
અને પ્રોફેસર પણ આવતા નથી. એમણેય માયા મૂકી લાગે છે. એ આવતા તો બે ઘડી આનંદ પડતો.
(બારીમાં જાય છે.)
અને તે દિવસે ફાલ્ગુની ગઈ તે ગઈ. પાછી ડોકાણી જ નહિ. મને હજીય નથી સમજાતું કે એને શાનું માઠું લાગ્યું!
(બારીમાંથી બહાર જોઈ રહે છે.)
પાંચ દિવસથી એનુંય મોઢું જોયું નથી. બિચારીએ રડીરડીને આંખના દેવતા જગાવ્યા હશે!
(ટેબલ પાસે આવી થોડી વારે આવેશમાં.)
શા માટે? શા માટે આ બધું? કશું સમજાતું નથી, અને કશું સહાતું પણ નથી. આ કરતાં તો મંથરામાં મરણિયો મારી તળીએ બેસવું. સારું. (આંટા મારે છે.) મનનેય કેમ કરી સમજાવું? હું એનો કાન પકડ્યા જ કરું છું કે તારે સુધરવાનું છે. એણેય પોતાનો કક્કો પકડી રાખ્યો છે કે ‘હું છું તેવું જ સારું છું.’
(ટેબલ ઉપર જઈ ચોપડીઓનાં પાનાં ફેરવવા લાગે છે.)
એક મોટા પતાસા ઉપર મકોડા ચડ્યા હોય એવું લાગે છે આ પાનું. અક્ષર તો એકે ઉકલતો નથી. જે ઊકલતું નથી એ આવરણ વાંચવાનું છે. જે અંદર તરવરે છે તે આભા જોવાની મનાઈ છે.
(બારીમાં જઈ, કોણી ટેકવી, હથેળીમાં મોઢું રાખી) જીવનભર આમ જોયા જ કરવાનું હોય તો! (થોડી વાર સ્તબ્ધ રહે છે. પછી ખીંટીએ ટીંગાતો એકતારો ઉપાડી પાછો બારીમાં જાય છે; ગાય છે.)
પાંખો કાપવી’તી તો.....રે.....
મોરલાને, જનમ કેમ આપ્યો?
હે, પડઘો ન પાડવો તો....રે....
અંતરે સાદ કાં આલાપ્યો?
—જનમ કેમ આપ્યો?
સામી મેલાતમાં દીવડી ફરુકે,
ફરકે એના અંતરની જ્યોતિ :
હે, આડી ચણી આ કાચની દીવાલ તો
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખો કાપવી’તી તો....રે....
મોરલાને જનમ કેમ આપ્યો?
(બહાર દીવાલ પર બારીની ઉપર કાંઈક અફળાઈને ચોંટી ગયું હોય એવો અવાજ થાય છે. બારીમાંથી એક ગાંઠોવાળી, નહિ જાડી અને નહિ પાતળી એવી દોરી લટકી રહેલી દેખાય છે.)
તીરથ : (ચમકી) આ શું? આ શેનો અવાજ? (બારીમાંથી બહાર જુએ છે. પછી બહાર ડોકું કાઢી ઉપર જુએ છે, અને ભીંત ઉપર હાથ ફેરવે છે.) કાંઈક સુંવાળું-સુંવાળું ચોટી ગયું છે! શું હશે! (થોડી વારે) અરે! બે નાના પગ વચ્ચે જાડી પૂંછડી જેવું કાંઈક છે! અને આ શું? આ દોરી ક્યાંથી?
(હાથ હજી બહારની બારી ઉપરની દીવાલ ઉપર ફરી રહ્યો છે.)
ઘો! ચંદન ઘો! (ઓરડામાં આગળ આવી જાય છે.)
કોણ હશે! કોણે ચંદન ઘો ફગાવી હશે! (થોડી વારે) ચોર! બૂમ પાડું? (થોડું રહી) ના. આવે તો હું એકલો પૂરો પડીશ. એનેય ખબર પડશે કે ચોરને ત્યાં ખાતર ન પાડી શકાય.
(પાછો બારીમાં દોડી જાય છે. બહાર નીચે નમીને બૂમ પાડે છે.)
કોણ છે એ?
(દોરી હલી રહી છે. કોઈ ધીરે ધીરે ઉપર આવતું હોય એવો આછો અવાજ થાય છે.) કોણ છે ત્યાં? (દોરી પકડી લે છે.) બોલ છે કે કાપી નાખું અહીંથી દોરી! પછડાઈશ પથરા ઉપર અને રંગાઈ જશે હાડકાં તારાં! બોલ, કોણ છો તું?
(નીચેથી અવાજ આવે છે : ‘ધીમે બોલ; કોઈ દોડી આવશે.’
તીરથ : ચાલાકી નહીં. કોણ છે? બોલી નાખ!
(નીચેથી અવાજ આવે છે; વધુ પાસે આવ્યો હોય તેવો : ‘તીરથ!’)
તીરથ : (આશ્ચર્ય, દોરડું છોડી દઈ) કોણ? (નીચે સાવ નજીકથી અવાજ આવે છે : ‘હજી નહીં ઓળખી, તીરથ?’)
તીરથ : કોણ? તું અહીં ક્યાંથી? કેમ કરીને આવી? શા માટે આવી?
(એક બાળાનું માથું દેખાય છે.)
દેખાતું ડોકું : મને અંદર ખેંચી લે, તીરથ.
તીરથ : (ઝડપથી બારી બંધ કરતો) ના, તારાથી અંદર ન અવાય.
(બારી બંધ કરી દે છે.)
બહારથી અવાજ : અરે! આ શું કરે છે? ઉઘાડ તારી બારી અને લઈ લે મને અંદર!
તીરથ : (નિશ્ચયથી જૂલફાં ઝુલાવતો) ના-ના-ના!
બહારથી અવાજ : તોફાન નહિ; હું થાકી છું હવે.
તીરથ : ઢોંગ નહિ; તું થાકે નહિ કદી.
બહારથી અવાજ : અરે હું પછડાઈ પડીશ, સમજતો નથી?
તીરથ : તો હું પાછળ પડીશ. પણ એ પહેલાં બારી નહિ ઊઘડે. સ્વામીજીની મના છે અને રાત્રે કન્યાઓ સાથે વાતો નહિ. વળી અંધારા ઓરડામાં એકલાં ન રહેવાય, સમજી?
બહારથી અવાજ : મરે તારા સ્વામીજી; ચાલ, ખોટાં બહાનાં નહિ કાઢ. હું આવું એ ન ગમતું હોય તો ઊતરી ચાલી જાઉં, સમજ્યો?
તીરથ : તો નથી ગમતું, જા! ઊતરી જા!
(ઊતરતાં પગલાંનો અવાજ આવે છે.)
તીરથ : ના, ના, ના; રહે તો! જો એક વાત કહું! ન સાંભળે?
બહારથી અવાજ : તો બારી ઉઘાડ. મારે અંદર આવવું છે.
તીરથ : એમ બારી ન ઊઘડે. પણ તું બહાર ઊભી રહે, જો આજે બારી ઉઘાડું તો તું પછી રોજ આવે! અને પકડાય તો પછી ભોગ લાગે! મને મારી ચિંતા નથી; પણ તારી દુર્દશા શે જોઈ જાય? આજ બહારથી જ પાછી જા અને પછી કોઈ દિવસ પાછી ન આવ, સમજી?
બહારથી અવાજ : તીરથા!
તીરથ : પણ કહે તો, આરતી; તું ક્યાંથી આવી? અને હું રહું છું તેની ભાળ ક્યાંથી મળી?
આરતી : (બહારથી) તને તારા બાપુ બાંધીને લઈ ગયા તે દિ’થી અંતરનું પાંજરું ખાલીખાલી થઈ ગયું. ખાવા બેસું તો ખાવું ભાવે નહિ. રોવા મન કરું તો રોવાય નહિ. મારા બાપુ ભાળી જાય તો-તો મારો ભોગ લાગે ને! મૂંગી મૂંગી કામ કર્યા કરું આખો દિવસ. પણ પછી ન રહેવાયું. તરકીબ શોધી કાઢી. દાતણ લઈને આ ગામમાં વેચવા આવી. આશ્રમમાં પણ આવવા લાગી. રોજરોજ છોકરાઓને તારા ખબર પૂછું. પણ સહુ આસપાસમાં આંખ મિચકારા કરે અને જવાબ દીધા વગર ચાલ્યા જાય. આજે તને બારણામાંથી જોઈ લીધો. બસ! પછી પૂછવાનું હોય? રાત પડી અને બાપુની રાધા... તને ખબર છે ને અમારી ચંદનઘોનું નામ રાધા છે? મેં પાડ્યું છે. તને ગમે એ નામ?
તીરથ : હા, ભાઈ હા! પણ આગળ જલદી કહે રાધાનું શું?
આરતી : (બહારથી) બાપુએ આજે લાળી ન કરી એટલે માની લીધું કે આજે ખાતર પાડવા નહિ જાય. બસ પછી તો! સૌ સૂતા એટલે રાધાને ઉપાડીને ચાલી આવી. અને પછી તો તું જાણે છે? કોઈક મારી દોરી કાપી નાખતું હતું. કોઈક ભૂલી ગયું હતું કે પોતે પોતાની જ દોરી કાપતું હતું! પણ જો તીરથ! હવે તારે બારી ઉઘાડવી પડે! મેં તેં કહ્યું તેમ કર્યું, અને તું મારું ન માને?
તીરથ : ના, ના, ના; તારું ન મનાય. અહીં એથી અનર્થ થઈ જાય તને એ ન સમજાય.
આરતી : (બહારથી) તીરથ! મારી બધી મહેનત પાણીમાં? અહીં સુધી આવીને તને જોયા વિના પાછી જાઉં? અને પછી મારી રાત કેમ જાય? અને કોને ખબર તું પાછો ક્યારે આવે?
તીરથ : બારી ન ઊઘડે. કોઈ જોઈ જાય તો તને કેદમાં નાખે. વળી તે કાંઈ આજથી અટકવાની થોડી છો? મારે અહીં રહેવાના દિવસો ઝાઝા અને પછી તો તારે અહીં આવવાના દિવસોનો પાર ન રહે! જો, તું ચાલી જા, જોઉં!
આરતી : (બહારથી) ના, તીરથા; એવું નહિ, જો, આજે ઉઘાડ, હું ફરી કોઈ દિ’ નહિ આવું!
તીરથ : હું માનું નહિ તો! ચાલ, ઊતરી જા જોઉં.
આરતી : (બહારથી) ઉઘાડે છે કે હું બૂમ પાડું? પકડાઈએ બંને! થોડું તો સાથે રહેવાશે!
તીરથ : વાહ રે, આરતુ! તુય જબરી છે. જાણે હું ડરી જવાનો! જા, ડાહી થઈ જા! તું જ્યારેજ્યારે આશ્રમમાં દાતણ દેવા આવીશ ત્યારેત્યારે હું બારીમાંથી ડોકાઈશ, હવે મારું માન!
આરતી : એમ હું નથી જવાની. આખી રાત આમ ટીંગાઈ રહેવાની. ઠરીને ઠીકરું થઈ જવું બ્હેતર!
તીરથ : (પટાવતો) : જો, એક બીજી વાત કહું, તું રોજરોજ અત્યારે આવજે, હું અહીં ઊભાંઊભાં એકતારો બજાવીશ અને તને ગમતાં મારાં ગીતો ગાઈશ. કબૂલ? તો જા અત્યારે. જો, પડકાઈ એ તો ભારે થાય!
આરતી : (બહારથી) એ બધું કબૂલ છે. પણ આજે આટલે સુધી આવી તો જોઈ લેવા દે તારું મોઢું. તું કઈ રીતે રહે છે તે તો જોવા દે! તારા બાપુ તો આખા ગામમાં પોરસ કરતા ફરે છે!
તીરથ : અંદર આવે એટલે પ્હો પહેલાં પાછી નીકળે એવી તું શાણી ખરી ને? ના, એ નહિ બને, નહિ બને! જા, ઊતરી જા. મને બહુ ખોટું લાગે છે, હો!
આરતી : (બહારથી) જો તીરથા, આમ માઠું ન લગાડ. હું જાઉં છું. તારું વચન પાળજે. હું રોજરોજ આવીશ નીચે, અને ઊભી રહીશ તારા પડછાયાની જેમ! પણ આજે તીરથા આજે, નથી રહેવાતું! એક, બસ એક જ!
તીરથ : ગાંડી રે ગાંડી! જો એક કામ કર! બારીના લાકડાને તારો ગાલ અડાડી રાખ. અહીંથી હું ચુંબન લઉં છું. જો... (અવાજથી બારીના બારણાને ચૂમે છે.) હવે બસ ને! જા હવે જોઉં!
આરતી : (બહારથી) જાઉં છું તીરથા, પણ નીચે ઊભી રહીશ. બારીમાંથી તારો પડછાયો પડે ને! — તેના પગ પાસે! આજેય તારે ગાવું પડશે!
તીરથ : જા, તેમ કરીશ. જાય છે ને હવે?
આરતી : (બહારથી) હા. (દોરડું હાલવા લાગે છે તેની ખબર બારી ઉપરના તેના આછા પછડાટથી થાય છે.)
તીરથ : જાય છે ને?
આરતી : (બહારથી નીચેથી) હા, હા! તીરથા!
(તીરથ બારી ઉઘાડી નીચે ટીંગાતો ઊતરતી આરતીને જોઈ રહે છે. થોડી વારે દોરડું ધ્રૂજતું અટકે છે, અને ઓર્ચિતો એક મૃદુ આંચકો આવે છે. ચંદનઘોનો નીચે કોઈના ખોળામાં પડવાનો અવાજ આવે છે. તીરથ હજી જોઈ રહ્યો છે. પછી...)
પહોંચી ગઈ! હાશ!
(નિસાસો મૂકી આવીને એકતારો ઉપાડે છે. પછી બારીની એક બાજુને અઢેલીને ઊભો રહે છે અને પોતાનાં ઝાંખાં નયનો નીચે કોઈ નિશ્ચિત વસ્તુ ઉપર ખોડે છે. એકતારો ઝણઝણે છે, અને હોઠ વચ્ચેથી સૂરો સરવા લાગે છે.)
તીરથ :
નીચે નિરંજરા નર્તકી ,
ને ઊંચે ઝળૂંબે આભ;
વાદળાંએ હૈયાં ખોલ્યાં!
નદીઓના નીરમાં હેલી ચડી રે,
ગાજ્યાં વનગૌહરના ગાભ;
ધણણણ ડુંગર ડોલ્યા!
ભાઈ રે મેહુલા જરી રોતો રે’જે રે,
નદી માતા ઓસરજો પૂર;
સામે કાંઠે કૂકડા બોલ્યા!
આ કાંઠે હું, સામે સાહ્યબો રે,
મધગાળે નદી કેરાં પૂર;
પ્રેમપથ મસ્તક મોલ્યાં!
નીચે નિરંજરા નર્તકી રે,
ને ઊંચે ઝળૂંબે આભ;
વાદળાંએ હૈયાં ખોલ્યાં!
(થોડી વાર મૂંગો રહે છે.)
હજી જતી નથી. ક્યારેક આ છોકરી ભૂંડી કરી બેસશે!
(થોડી વારે) બીજું ગાવું પડશે એમ લાગે છે.
(ફરી એકતારો છેડે છે.)
કાંટો વાગ્યો રે મને કેરનો,
ના ધરણીએ પગલું મેલાય:
પંથ હજી પહોળો પડ્યો રે!
ઊઠતાં ખૂબ આકરું,
ને ‘આવ’ તારું શે’ય ના ઠેલાય :
દરિયાની વચમાં ખડ્યો રે!
અભિજિત : (બારણામાંથી) આવું કે? - આડો ન આવતો હોઉં તો!
તીરથ : (સ્વપ્નામાંથી સફાળો જાગતો હોય તેમ) ઓહ!
(તરત જ સ્વસ્થ થઈ જાય છે. આગળ આવી)
આવો, આવો; એ તો સહેજ ગાતો હતો.
અભિજિત : ગાતો હતો તો ગાયા કર હજી. દુનિયામાં બધાં ગીત અધૂરા છે એટલે તું તારું ગીત અધૂરું રાખીશ તોય કશો  અચંબો નહિ થાય. પૂરું કર ત્યારે!
તીરથ : (ક્ષોભથી-સંકોચથી) ના, ના; હવે શું ગવાય? અને મને ગાતાંય ક્યાં આવડે છે?
અભિજિત : એટલે તો હું કહું છું કે ગા! તું જાણે છે કે અહીં તું જે ન આવડતું હોય તે શીખવા આવ્યો છે. આજે ગાતાં શીખ! (આગળ આવી ખુરશીમાં બેસે છે.) લે, આ એક ચિત્ર લાવ્યો છું, તને ગમે તો રાખી લે! નહિ તો ગોટો વાળી બારીમાંથી ફેંકી દે!
(અભિજિતના હાથમાંથી તીરથ ચિત્ર લઈ લે છે. બે ઘડી જોઈ રહે છે.)
તીરથ : (આવેશથી) હા.... હા....! સરસ છે! મને ખૂબ ગમે છે. હું જ રાખીશ પાછું કદી નહિ મળે!
અભિજિત : દુનિયામાં કશું પાછું મળતું નથી. દાખલા તરીકે તારું ગીત!
તીરથ : ના, ના; એમ નહિ. હું ગાઈશ કરી. પણ હમણાં નહિ. થોડી વાર પછી.
અભિજિત : તારી મરજી, પણ એક શરત બારીમાં ઊભાંઊભાં ગાવું પડશે.
તીરથ : (ચમકે છે.) ખૂબ ઠંડી છે, નહિ? તમને ઢાઢ વાતી હશે. બારી બંધ કરું?
અભિજિત : ના-અ—રેના
તીરથ : (કશું સાંભળ્યા વિના બારી બંધ કરી દે છે.) હવે તમને ઠીક લાગતું હશે!
અભિજિત : કોણ જાણે! કોઈ દિવસ અઠીક થયું નથી એટલે ઠીક કેવું હોય તેની કલ્પના નથી. પણ આમ આવ તો! લે આ સિગારેટ! તારા વિના આ ડબો ખાલી થતો નહોતો! (સિગારેટ આપે છે. પોતાની સળગાવ્યા પછી બાકસ તીરથને આપે છે.)
અભિજિત : (બીડી પીતાંપીતાં થોડી વારે) તે તું અહીં ક્યારે આવ્યો?
તીરથ : ચારપાંચ દિવસ થયા હશે!
અભિજિત : ખૂબ વાંચતો હશે!
તીરથ : ના રે ના! વાંચવાનું ગમતું હોય તો જોતશું? આ તો મને અહીંથી ઊતરવાની મનાઈ છે એટલે તમને મળવા ન આવી શક્યો.
અભિજિત : આશ્ચર્યની વાત છે! હું તો માનતો હતો કે આ આશ્રમમાં માત્ર ચડવાની મનાઈ હશે! પણ મળવા આવવાનું કાંઈ જ પ્રયોજન નહોતું! હું તો અમસ્તો જ પૂછતો હતો.
(ધુમાડાના ગોટાથી ઓરડો ભરાઈ જાય છે.)
અભિજિત : હવા કરતાં ધુમાડો વધી ગયો. જરા બારી ખોલ તો!
તીરથ : (આતુરતાથી) ના, ના; તમને ટાઢ વાશે અને શરદી થશે.
અભિજિત : નહિ થાય એની ખાતરી આપું છું, અને પાછળથી તુંય કબૂલ કરીશ એ.
તીરથ : મારું માનો! આજની હવા બહુ વિચિત્ર છે!
અભિજિત : એ હું જાણું છું; અને માટે તો એ અંદર આવે એવું કરું છું. પણ તું જાતે નહિ ઉઘાડ તો હું ઉઘાડી આપીશ.
(ઊભા થઈ બારી ઉઘાડે છે. તીરથ જોઈ રહે છે. થોડી વાર બહાર જોતા અભિજિત સ્તબ્ધ ઊભા રહે છે.
અભિજિત : આમ આવ તો! તને કંઈક બતાવું.
(તીરથ પાસે જાય છે.)
અભિજિત : જો, સામા પુલ ઉપર કાંઈક પડછાયા જેવું જતું દેખાય છે, નહિ? શું હશે?
તીરથ : (જોઈને) મને તો કાંઈ દેખાતું નથી.
અભિજિત : તો તો નક્કી એ ભૂત! નહિ તો મને દેખાય અને તને કેમ ન દેખાય? અથવા બીજું પણ બનવાનો સંભવ છે કોઈ વસ્તુને જોવી હોય તો જેમ એ વસ્તુ અમુક હદ કરતાં પાસે હોય એ જરૂરનું છે, તેમ એ વસ્તુ અમુક અંતરે હોય તેય જરૂ2નું છે. માણસ પર્વત જોઈ શકે તોય પોતાની પાંપણ ન જોઈ શકે. એ તારી પાંપણમાં તો નથી ભરાઈ ગયું ને? તપાસ કરી જો!
તીરથ : (આકુળ થઈ) તમે શું કહો છો તે સમજાતું નથી.
અભિજિત : એમ જ બને! સમજવાનું પણ જોવા જેવું જ છે. કાંઈ સમજવું હોય ત્યારે એ શક્તિ ઉપરાંત અઘરું ન હોય એ જેમ જરૂરનું છે તેમ એ ખૂબ સહેલું ન હોય તે જરૂરનું છે. Perhaps it might be too easy for you to understand. અરે ભૂલ્યો! તને અંગ્રેજી નથી આવડતું. કાં? હું એમ કહેતો હતો કે મેં કહ્યું એ કદાચ તું સમજી શકે તે કરતાંય તારે માટે સહેલું હશે! પણ હવે પાટા ઉપર આવી જા. (ખભે હાથ મૂકી) હું જાણું છું.
(તીરથ મૂંગો રહે છે.) કહું છું ને કે હું જાણું છું. બોલ, હવે તારું અધૂરું ગીત આગળ ગાઈશ ને? — ગાઈશ ને?
તીરથ : ના.
અભિજિત : ના? કેમ મારી ઉપર રોષે ભરાયો છે?
તીરથ : હા.
અભિજિત : તેને વાંધો નહિ. લે આ બીજી બીડી. ઊતરી જશે એમ આશા છે.
તીરથ : (હસી પડે છે.) તમે બહુ વિચિત્ર માણસ છો.
અભિજિત : નહિ; આજની હવા!
(તીરથ અભિજિતના હાથમાંથી બીડી ખેંચી લઈ બારીમાંથી બહાર ફેંકી દે છે.)
અભિજિત : બહુ ધીમે ફગાવી. વાગી નહિ તો! ભૂત તો બહુ દૂર ભાગી ગયું છે.
(તીરથ હસે છે.)
તે હું પૂછું છું કે ભૂત બીડી પીવે ખરાં?
તીરથ : (હસી પડે છે. લાડથી પોતાના બંને હાથોમાં પ્રોફેસરના હાથ પકડી)
વિચિત્ર પ્રોફેસર, ચાલો બેસીએ.
અભિજિત : ચાલો.
તીરથ : (રંગમાં આવી જઈ, હાથ છોડી દઈ) ના, હવે તો હું ગાઈશ. તમે ખુરશીમાં બેસો. અહીં બારીમાં ઊભોઊભો એકતારો લઈ ગાઈશ. હું આડો હઈશ તો તમને પનવ નહિ અડે.
અભિજિત : એમ કર.
(અભિજિત ખુરશીમાં જઈને પડે છે. તીરથ એકતારો લઈ બારીમાં જાય છે. એક આંખ અંદર અને એક આંખ બહાર રાખી ગાય છે.
કાંટો વાગ્યો રે મને કેરનો,
ના ધરણીયે પગલું મેલાય;
પંથ હજુ પ્હોળો પડ્યો!
ઊઠતાં પડે ખૂબ આકરું,
ને ‘આવ’ તારું શે’ય ના ઠેલાય;
દરિયાની વચમાં ખડ્યો રે!
ઊઠ રે સાથીડા, ઊઠ ભાઈબંધ, તારો
મોંઘો સમય વહી જાય:
છાંડ મને : હું ક્યાં નડ્યો રે?
અભિજિત : બસ ભાઈ, બસ! ગીત ગમતું હોત તો બીડી શા માટે પીત? મૂક તારો એકતારો. આવ, અહીં બેસ.
(તીરથ તેમ કરે છે.)
અભિજિત : બોલ, હવે ક્યારે ભાગી જવું છે?
તીરથ : ક્યારેય નહિ.
અભિજિત : કેમ? અહીં ગમી ગયું?
તીરથ : ના.
અભિજિત : તોય?
તીરથ : હા; તોય અહીં રહેવું છે.
અભિજિત : શક્તિથી કે ડરના માર્યા?
તીરથ : શક્તિથી.
અભિજિત : બસ ત્યારે! કોઈને પૂછવાની જરૂર નથી. લે આ બીડીઓ. (ડબો મૂકતો જાય છે.) હું તો ચાલ્યો. માણસોએ જાગતા ન હોય ત્યારે ઊંઘી જવું જોઈએ.
(ચાલ્યા જાય છે. તીરથ એમની તરફ એમની દિશામાં જોઈ રહે છે.)
તીરથ : અજબ માણસ છે કોઈ!
(ઊઠીને આંટા મારે છે. બારીમાં જાય છે.)
તીરથ : આખો પુલ અજગરની જેમ પડ્યો છે અને ઉપર કોઈ નહિ.
(પલંગ પાસે આવે છે.)
ચાલ ઊંઘી જાઉં. (પલંગમાં કૂદી પડી મોઢા ઉપર શાલ ઓઢી લે છે.)
અંક ત્રીજો
દૃશ્ય પહેલું
(સ્થળ : સેવાશ્રમની પાન્ધશાળા,
કાળ : અઠવાડિયા પછી એક રાત.
રચના : પહેલા અને બીજા અંકનાં પહેલાં દૃશ્યો જેવી.
એક બાજુ કપડાંનો ગંજ અને બીજી બાજુ અસ્તવ્યસ્ત ચોપડીઓનો મોટો ઢગલો પડ્યો છે. થોડીથોડી વારે કોરાં તથા લખેલાં પાનાંઓ આમતેમ ઊડે છે. બિછાના સિવાય બધું જ ઊથલપાથલ થઈ ગયું છે. બધા ગોટાળા વચ્ચે પહોળા પગ કરી પ્રોફેસર અભિજિત માથા ઉપર બન્ને હાથ મૂકી કાંઈ ન સૂઝતું હોય તેમ, નીચે જોતા ઊભા રહે છે. આજેએમણે પહોળો લેંઘો અને હાફ શર્ટ પહેર્યો છે.
બાજુની ટ્રંકોને પગના હડસેલાથી ખસેડે છે.)
અભિજિત : (એમ નીચે જોઈ રહી) આકાશનાં વાદળાંઓની ગડી કરી ગોઠવવા જેવો પ્રયત્ન છે. આ બધાંને કેમ કરી ગોઠવવું, અને ક્યાં ગોઠવવું? ટ્રંકોમાં કપડાં ગોઠવી જોયાં તો ચોપડીઓ બહાર રહી ગઈ; અને ચોપડીઓ ગોઠવી જોઈ તો કપડાં બહાર રહી ગયાં. અસલના લોકોનો અપરિગ્રહનો સિદ્ધાંત કદાચ આવી સ્થિતિમાં જ શોધાયો હશે!
(કંટાળી પલંગ ઉપર જઈને બેસે છે.)
પણ આમ બેસી રહ્યે નહિ પાલવે. સવારમાં સાત વાગ્યે ટ્રેઈન ઊપડે છે; અને એ પહેલાં ઊંઘમાંથી જાગવા સુધીનાં તમામ કામો આટોપી લેવાનાં છે.
(પાછા ઊભા થઈ અરાજકતા વચ્ચે આવી ઊભા રહે છે. નીચા નમી બેચાર ચોપડીઓ એક ટ્રંકમાં મૂકે છે. ન રુચ્યું હોય તેમ તેમાંથી કાઢી બીજી ટ્રંકમાં ગોઠવે છે. વળી ન ગોઠતું હોય તેમ ઉઠાવી તેને ઢગલામાં ફેંકે છે અને કપડાં ગોઠવવા લાગે છે.)
જીવનમાં આવા પ્રસંગોએ માબાપ યાદ આવે છે; એમના ભાવ માટે નહિ; એમની ભૂલો માટે. જો જીવન આખું દુ:ખોની એક પરંપરા સમાન હોય તો જીવન માટે તેમની જવાબદારી હોઈ એ દુ:ખો માટે પણ તેમના જ કાન પકડવા જોઈએ. પણ માબાપમાં એટલું સમજવાની શક્તિ હોત તો વહેલાં-વહેલાં મરી શેનાં જાત?
(આસપાસ ઊડતાં કાગળિયાં એકઠાં કરવા લાગે છે. એક કાગળ આંખ આગળ આણી) સર્વનાશ! જો આ ઊડી ગયો હતો તો! સાત સામયિકોમાંથી પાછું ફરેલું મારું કાવ્ય. વિષય ‘વિદ્યાર્થીની સ્વપ્નસુંદરી’, (ખાટલા ઉપર બેસી જઈ વાંચવા લાગે છે.) છપાયું નહિ એ જ સારું થયું. નહિ તો એ મહાપુરુષના કોઈ અહિંસક અનુયાયીએ મને ફરિજયાત નિર્વાણ અપાવ્યું હોત! (ઊભા થઈ બારીમાં જાય છે.) ગચ્છ, ગચ્છ, કાવ્ય શ્રેષ્ઠ! સ્વસ્થાને! સ્વધામે! (પવનમાં કાવ્યને ઊડતું મેલે છે.) પણ પુણ્યના પુંજ જેવા આ ઢગલાનું શું? મને તો ગમ પડતી નથી. (પાછા પલંગ ઉપર જઈને બેસે છે અને પુસ્તકોના ઢગલા તરફ જોઈ રહે છે.) એમ કરું તો? આમાંનું બધું જ અહીં મૂકતો જાઉં. ઉપયોગનું થોડું ઉપાડતો જાઉં? પણ ઉપયોગનું કોને ગણવું? જગતમાં જેમ એકે સ્ત્રી કદરૂપી નથી તેમ જીવનમાં એકે વસ્તુ નકામી નથી. કેમ કે બદસૂરતમાં બદસૂરત સ્ત્રી પણ કોઈ એક પુરુષને ગધેડો કે ખચ્ચર બનાવી મૂકવાને શક્તિમાન હોય છે. એવી સ્થિતિમાં ઉપયોગનું કોને કહેવું અને સુંદરતા શામાં લેખવી?
(અશોક, બંસી, પલાશ, આલાપ અને મરાલ આવે છે. ઓરડાની આ સ્થિતિથી આશ્ચર્યમુગ્ધ થઈ થોડી વાર જોઈ રહે છે.)
પલાશ : આ બધું શું, પ્રોફેસર સાહેબ?
અભિજિત : તમે જુઓ છો તે! આ જગતમાં તમે જુઓ છો તે સિવાય બીજું કશું છે જ નહિ.
બંસી : અત્યાર સુધી અમે તમને નહોતા જોયા તે તમે નહોતા?
અભિજિત : ના.
મરાલ : તો અત્યારે ક્યાંથી ઊતરી આવ્યા?
અભિજિત : તમારી આખોમાંથી.
આલાપ : તો ફિલસૂફ ઉપરાંત કવિ પણ છો, નહિ?
અભિજિત : દરેક ફિલસૂફ નિષ્ફળ કવિ જ હોય છે. હમણાં જ મારી એક કવિતા ફાડી ફેંકી દીધી.
અશોક : ફાડી ફેંકી દીધી? અમને આપતા જવું’તું. અમે છપાવત સમાજને આમ તમારા જ્ઞાનથી વંચિત રાખવાનો તમને અધિકાર નથી.
અભિજિત : ધૂત્ તમારો સમાજ; અને હડધૂત મારી કવિતા! સમાજ એમ સુધરવાનો હોત તો આજથી બે હજાર અને પાંચસો વર્ષ પૂર્વે પેલા ગૌતમને ગામડે ગામડે ઠેબાં ખાઈ ઘસાઈ જવું ન પડત. ઈસુએ બિચારાએ પ્રાણ આપ્યા, અને જોઅન સળગી મરી. દુનિયા સુધરવાની નથી; અને દુનિયાએ સુધરવું પણ ન જોઈએ. કેમ કે કોઈ પણ સુધારો બલિદાન માગે છે, કે જે બલિદાનને એ પોતે જ લાયક નથી હોતો. માટે તો કહું છું કે તમે લોકો તીરથને સુધારવાનું છોડી દો.
અશોક : આ વાત ઊપડી તો એનો અંત આવવાનો નહિ. કહો તો. અભિજિત, આ બધી ઊથલપાથલ શા માટે?
અભિજિત : (ઠંડે પેટે) કાલે જાઉં છું.
બંસી : કાલે?
પલાશ : (આતુરતાથી) આટલા જલદી! હજી તો...
અભિજિત : જલદી જવું સારું અહીંથી તો. મને તો ભય લાગવા માંડ્યો છે કે અહીં વધારે રોકાઈશ તો સુધરી જઈશ, અને વિદુરને ભય લાગવો શરૂ થયો છે કે મારા અહીં વિશેષ રોકાવાથી આશ્રમ બગડી જશે.
મરાલ : સ્વામીજીને? ના...! એમને કદી જ એવું લાગે નહિ. એમણે કદી જ એવું કહ્યું નથી.
અભિજિત : ના... ! હું તો લહેર કરતો હતો! પણ એમ છે ને, કે હવે મારે જવું જોઈએ!
પલાશ : ક્યાં જશો?
અભિજિત : રસ્તાનું પૂછે છે? એનું કેમ કહી શકાય? મગજના વિચારોની જેમ રસ્તાનું પણ તે ક્યાં દોરી જશે તે કહી શકાતું નથી.
બંસી : કાલે જ જશો? કાલે સવારમાં?
અભિજિત : હા.
બંસી : અને એ પહેલાં આ બધું ગોઠવી લેવાની આશા રાખો છો?
અભિજિત : હું કશાની જ આશા રાખતો નથી. માણસોએ બધી આશા છોડવાની છે. આશા એટલે જે અત્યારે છે તેનાથી કંઈક વધારે સારાના આવવાની આગાહી. એમાં હું માનતો જ નથી. કેમ કે વધારે સારાની આશા રાખીને જગતને મ્હાણી ન શકાય. જે છે તે જ સારું છે — જેમ છે તેમ જ બધું બરાબર છે.
પલાશ : ચાલો અભિજિત, આમ આરો નહિ આવે. અમે તમને મદદ કરીએ.
અભિજિત : એ મઝાની યોજના છે. તેમને કામ કરતા જોઈને મને થશે કે બધું હું જ કરું છું.
(છાત્રો પુસ્તકો અને કપડાં ગોઠવવા લાગે છે. પ્રોફેસર બીડી સળગાવી આમ તેમ ફરતા ફરતા એ જોતા રહે છે.)
બંસી : આટલી બધી ચોપડીઓ તમારી ટ્રંકમાં નહિ સમાય. હું મારી ટ્રંક લઈ આવું.
અભિજિત : ના. ના; હું બધાં પુસ્તકો લઈ જવાનો નથી.
આલાપ : અહીં આશ્રમમાં મૂકી જશો?
અભિજિત : આ, હું સંસ્થાઓમાં માનતો જ નથી.
અશોક : દોષ તો જેમ દરેકમાં હોય છે તેમ સંસ્થાઓમાં પણ હશે! છતાં સંસ્થાઓ ઘણું સારું કામ કરે છે તેની કોઈ ના પાડી શકે એમ નથી. (ચોપડીઓ એક તરફ ખડકવા લાગે છે.)
અભિજિત : મારે તો સંસ્થાઓ ન જોઈએ. સારાને અને અભિમાનને શબ્દ-અર્થ, અથવા શિવપાર્વતી જેવો સંબંધ છે અને અભિમાન એટલે સંકુચિતતાવાડાઓ! દુનિયામાં એટલા બધા વાડાઓ છે કે નવા ઉમેરવાની જરૂર નથી.
આલાપ : તો આ ચોપડીઓ ક્યાં મૂકી જશો?
અભિજિત : જો તમને જોઈતી હોય તો લઈ જાવ. નહિ તો નદીમાં નાખી આવો.
પલાશ : (ઊછળી) ઇતિહાસની ચોપડીઓ મારી.
આલાપ : (કૂદી) કળાની ચોપડીઓ કોઈ ન લે!
મરાલ : દર્શનશાસ્ત્રની હું જ રાખી લઈશ.
અશોક : અને હું? ફિલસૂફીની ચોપડાઓ તો મારે જોઈએ. હું ઉંમરમાં મોટો અને અભ્યાસમાં આગળ છું.
બંસી : (વચ્ચે આવી) તકરાર નહિ. ભગવાન બુદ્ધનો મધ્ય પ્રતિપદા માર્ગ સ્વીકારો. તમારી બેની મધ્યમાં ફિલસૂફીની ચોપડીઓ હું જ રાખીશ.
અભિજિત : મને કેટલીય વખત એમ થાય છે, (ઠરી ગયેલી બીડી પાછી સળગાવી) કે બુદ્ધે પોતાના મધ્ય પ્રતિપદામાર્ગની કલ્પના બે બિલ્લી અને વચ્ચે પડેલા વાંદરા વાળી પેલી પુરાણી કથામાંથી લીધી છે. મધ્યમાર્ગ એ વાંદરાનો માર્ગ છે.
અશોક : ધર્મની ચેષ્ટા નહિ, અભિજિત.
અભિજિત : તારે મન એ ચેષ્ટા હશે! મારે મન ચેષ્ટા માત્ર ગાંભીર્યનો ગર્ભ છે. વળી મધ્યપ્રતિપદા માર્ગની લીટી બહુ સાંકડી હોવાથી સૌ એના ઉપર ઊભા રહી ન શકે; — સૌનો એમાં સમાવેશ ન થાય.
પલાશ : પણ...
અભિજિત : ઊભો રહે, ઉતાવળા, અને તમે મધ્યપ્રતિપદ્ય માર્ગ ગણો પણ કોને? મધ્યબિન્દુ નક્કી કરતાં પહેલાં બે અંત્યબિન્દુની હયાતિ આવશ્યક છે. વળી જ્યાં શરૂ કરો અને જ્યાં પૂરું કરો ત્યાં અત્યબિન્દુઓ તો આવી રહે. એટલે જેને ગૌતમે મધ્યમાર્ગની રેખા ઉપર પડતું માની ઉચ્ચ ગણ્યું હોય તેને જ તમે અંત્ય તરીકે પ્રતિષ્ઠિત કહી શકો. એ રીતે તો કોઈ નવું જ મધ્યબિન્દુ શોધાય. વળી બીજી વાત, ગૌતમનું પોતાનું જીવન જુઓ. એણે રાજ્યત્યાગ કર્યો એ તો જાણે ઠીક; પણ પુત્રપત્નીને પોઢતાં મૂકી પલાયન કર્યું એ અંત્ય પગલું હતું કે માધ્યમિક? જો એને માધ્યમિક કહી શકાય તો કહેવું જોઈએ કે જગતમાં સઘળું જ માધ્યમિક છે. તો તો પછી અંત બાકી રહેશે જ નહીં; અને જ્યાં અંત નહીં ત્યાં મધ્ય શું?
અશોક : તમારી વાતો! તમારી ચોપડીઓ જેમ ટ્રંકમાં માતી નથી તેમ તમારા વિચારોય વધી પડ્યા છે. કેટલાક વિચારો અહીં મૂકતા જાવ ને! (સૌ ફરી ગોઠવવા લાગે છે.)
અભિજિત : પોતાના મગજમાં વિચારો ન હોય ત્યાં સુધી બીજાના વિચારો સંઘરી શકાતા નથી.
પલાશ : અમારા મગજમાં વિચારો છે.
અભિજિત : તો તમારે મારા વિચારોની જરૂર નથી. આપણને આપણે ન જાણના હોઈએ એવું જાણનાર તરફ આકર્ષણ થાય છે, માટે તો હું જ્યારે જ્યારે આહ્વાન આપતો ત્યારેત્યારે તમે મોઢું બગાડતા! એમ કે જાણતા હોઈએ તે વિષે શું સાંભળવું?
બંસી : (કૂદી) પણ એક વાત. અહીં એક વ્યક્તિ એવી છે જેના શરીરનો ઉપલો માળ સાવ ખાલી છે. એને માટે થોડા વિચારો મૂકતા જાવ ને!
પલાશ : (કામ કરતાં) કોણ એ?
બંસી : તીરથ.
અભિજિત : (હસતાં) માથું ખાલી છે કે નહિ તેનો એ તમને હવે પછી અનુભવ કરાવશે. બાકી એની મૂઠી ખાલી નથી એની તો પલાશેય સાથી પૂરશે.
(પલાશ ઝંખવાય છે.)
અશોક : પ્રોફેસર, એક વાત કહું?
અભિજિત : તમારી મરજી.
અશોક : તમને તીરથ માટે આડો ખૂણો છે.
અભિજિત : મને આખા માનવલોક માટે આડો ખૂણો છે. ફરક માત્ર એટલો કે માનવીમાં હું સૌને મૂકી શકતો નથી.
(અશોક નીચે જોઈ કામે વળે છે.)
આલાપ : (કૂદી ઊઠી) બધું તૈયાર. આટલી ચોપડીઓ બાકી રહી. અમે એ વહેંચી લઈશું.
મરાલ : તમે આખી રાત ઊથલપાથલ કરી હોત તોય સવારે એવું ને એવું હોત! અમે એટલી ત્વરાથી બધું કરી નાખ્યું? કોઈએ મને શિખવાડ્યું હતું?
અભિજિત : વાંદરાને ઝાડ ઉપર ચડવાનું શીખવાડવું ન પડે.
મરાલ : (હસતાં) સરસ બદલો આપો છો.
અભિજિત : (નિ:શ્વાસ લેતાં) ચાલો, પત્યું તમે આવ્યા તો! હંમેશાં કોઈ હરિના લાલ મળી જ રહે છે. જરા બેસીએ, આવો. આ આપણી છેલ્લી રાત, કાં?
(અભિજિત આરામખુરશીમાં પડે છે, સિગારેટ સળગાવી ધુમાડા કાઢવા શરૂ કરે છે.)
પલાશ : (પાસે આવી, પ્રોફેસરનો હાથ પકડતાં) કહો તો પ્રોફેસર, તમને કાંઈ જ થતું નથી મનમાં? તમે જાવ છો તે અમને નથી ગમવાનું — નથી ગમતું.
અભિજિત : જગતમાં કોઈ પણ વસ્તુને સ્વકીય મૂલ્ય છે જ નહિ. મૂલ્ય બધું મનનું આપેલું છે. એટલે ગમવું ન ગમવું એ મનનો સોદો છે. દુ:ખમાં, માંદગીમાં કે આપત્તિમાંય મને તો આનંદ પડે છે. દરેક વસ્તુમાં એકાદ તો એવું તત્ત્વ હોય જ છે જેને ગમતું કરી શકાય. માટે તો હું કહું છે કે સાંપ્રત શિક્ષણપ્રણાલી સારી છે કે નઠારી એ પ્રશ્ન બાજુએ મૂકીએ તોય પ્રાણદંડની શિક્ષાની શોધ કરનાર ખરેખર કોઈ બેવકૂફ હતો; કેમ કે મૃત્યુમાં સજા નથી; મૃત્યુના ભયમાં સજા છે. એટલે વૈર લેવું હોય તોય જન્મકેદ આપી કેદીને રોજરોજ કહ્યા કરવું જોઈએ કે આવતી કાલે તને ફાંસીએ ચડાવવામાં આવશે.
આલાપ : (પાસે આવી બન્ને હાથ પકડી) જવા દો તમારી એ બધી ફિલસૂફી આજે. કહો, અમને કદી યાદ કરશો ખરા? અમે તો તમને કદી નહિ વિસરવાના.
અભિજિત : (વિરોધથી) અરે, અરે, આમ મારા બન્ને હાથ પકડી રાખો તો મારે બીડી કેમ પીવી?
(એક હાથ ખેંચી લઈ બીડીની રાખ ખંખેરે છે.)
બાકી યાદ કરવાનું તો ચિત્તનું કામ રહ્યું અને ચિત્ત કોઈ અચળ-અટલ વસ્તુ નહિ પણ જાગૃતિઓની પરંપરા છે. એવી સ્થિતિમાં એવું વચન ન આપી શકાય. વળી એક બીજી વાત પણ છે. માણસ ક્ષણે ક્ષણે બદલાય છે. આ ક્ષણનો અશોક તે આવતી કાલનો અશોક નથી. એટલે સ્મૃતિ માત્ર અસત્ય છે. સાચી સ્મૃતિ સંભવતી જ નથી. (ઉતાવળે) હું તમને કહું છું ને કે બધું ચક્રાવો છે! શૂન્ય-શૂન્ય; સમજ્યા?
મરાલ : એમ નહિ, અભિજિત. જાવ છો ત્યારે તમારું આ કવચ ઉતારી નાખો. એ અમારી અને તમારી વચ્ચે આવે છે. આજે તો અમને જાણવા દો કે અમારી જેમ તમારી છાતી નીચેય એક ઊનું હૃદય ધબકે છે.
અભિજિત : જો મારું હૃદય ઊનું હોત તો આમ મારે બીડી પીવી ન પડત. એ ક્યારનુંય ઠરી ગયું છે. એટલે શરદી ન થઈ જાય માટે તો આ અગ્નિ અંદર ઉતારું છું.
અશોક : તમે એમ માનતા હશો કે આવુંઆવું વિચિત્ર બોલશો એટલે લોકો તમને વખાણશે, કાં?
અભિજિત : હું પોતે જ્યાં સુધી મને વખાણું છું ત્યાં સુધી લોકોનાં વખાણની મને અપેક્ષા નથી. વળી વખાણ તો આપણે જે વસ્તુ સમજી ન શકીએ તેનાં જ કરીએ છીએ. એવાં વખાણ કરતાં વડછકાં વધારે મીઠાં લાગે છે.
અશોક : પણ એક ગંભીર વાત પૂછી લઉં. જેટલી વખત અહીં રહ્યા તેટલો વખત તમે અમારે મન એક કોયડો જ રહ્યા છો. કહો તો તમારો બળવો કોની સામે છે? ધર્માચાર્યો સામે? — કે ધનિકો સામે?
અભિજિત : (ઊભા થઈ જાય છે.) કોયડો? હું કોયડો  હું બીજું બધું હોઈશ, પણ કોયડો નથી. પેલો આકાશવાળો ભગવાન કોયડો થવા ગયો તો લોકોએ એની શી દશા કરી મૂકી એ તો વિચારો! કોઈ કહે એને એક હજાર આંખ છે. કોઈ માને એની ડુંટીમાંથી કમળ ઊગ્યું છે. તો તો બિચારાને અહોરાત સૂતું રહેવું પડતું હશે! અને એટલે જ દુનિયામાં આટલી અંધાધૂંધી ચાલે છે. સૂતાસૂતા સાવરણી ન ફેરવાય ત્યાં આખી દુનિયાની રખેવાળી તો ક્યાંથી થાય? મારે મારી એવી દશા કરાવવી નથી કે હું કોયડો બનું! વળી મારે કોઈની સામે વિરોધ નથી એટલે બળવો ક્યાંથી જન્મે? અને કોણ કોની સામે બળવો કરે? ગરીબો એમ માને કે પૈસાદારો સુખી છે અને પોતે દુ:ખના દરિયામાં ડૂબેલા છે. ભિખારીઓ એમ માને છે કે ગરીબ ગણાતાં લોકો લૂચ્ચાં-લફંગાં છે કેમ કે ખરું દુ:ખ તો પોતાને જ છે. પૈસાદારો એમ માને છે કે રાજાઓ જેટલું સુખ પોતાને નથી. આમાં કોણ કોની સામે બળવો કરે? ખરી રીતે તો આખી માનવજાતને એક થઈને ભગવાન સામે બળવો કરવાનો છે કે એણે સૌને પેટ આપ્યાં અને પામરતા આપી!
પલાશ : ઓ બાપ રે! ભગવાન સામે બળવો? અભિજિત, આવી ઉપાધિ શા માટે? એના કરતાં જીવનને મજાથી માણો ને! જીવનને સુંદર બનાવવા દર્શનિકોએ યુગયુગથી કૂદકા માર્યા, પરિણામે જગતની સપાટીમાં પણ ખાડાટેકરા થઈ ગયા.
અભિજિત : એ જ ઉપાધિ છે તો! ખરી રીતે જગતને સુંદર બનાવવા માટે નહિ પણ સહ્ય બનાવવા માટે ફિલસૂફીનો ઉપયોગ છે. સર્જનમાં વેદના છે, અને જીવન સર્જનની અખંડ પરંપરા છે. સુખથી જીવન જીવવાનો આથી વધારે સારો ઉપાય મને હજી મળ્યો નથી.
(બીડી ઠરી રહેતાં ફગાવી દે છે. નવી સળગાવે છે. ઊભા થઈને આંટા મારે છે. બારીમાં જાય છે.)
અભિજિત : (ઉદ્વિગ્ન થઈ) અરે આમ આવો તો. ગામમાં કંઈ કોલાહલ મચ્યો હોય એમ લાગે છે. દીવાઓ દોડી રહ્યા છે.
(સૌ બારી આગળ જાય છે. બંદૂકોના અવાજ સંભળાય છે.)
અશોક : ધડાકો! કોઈએ બંદૂક ફોડી!
આલાપ : કોઈએ પંખી પાડ્યું હશે!
બંસી : (બારીમાં જોતાં) આખા ગામમાં દોડાદોડ થઈ રહી છે. શું થયું હશે?
અભિજિત : ધાડ તો........
અશોક : ના-આ-રે ! એમ તો ગામની પોલીસ જાગૃત છે.
અભિજિત : પણ તપાસ કરવામાં આપણું શું જાય છે? ચાલો બહાર જઈએ, ઊભા રહો, હું મારા જોડા પહેરી લઉં.
અશોક : નાહકની ઉપાધિ છે એ, પ્રોફેસર, જે હશે તેની હમણાં જ જાણ થશે. હું રામાને મોકલી દઉં છું. (બારીમાંથી બૂમ પાડે છે.) રામા! રામા!
પલાશ : કેમ કોઈ જવાબ નથી આપતું?
અશોક : બહાર ગયો હશે! હમણાં આવશે! આવશે કે તરત જ એને મોકલી દઈશું.
અભિજિત : પણ મને ભય છે કે લોકો ઉપર કંઈક આપત્તિ આવી પડી છે. એવી સ્થિતિમાં આપણે એમની પડખે ઊભા રહેવું જોઈએ.
અશોક : પણ ઉતાવળ શી છે? હમણાં તપાસ કરાવું છું.
પલાશ : અશોક ઠીક કહે છે. તપાસ કરાવીને પછી જ જઈએ પ્રોફેસર.
બંસી. : લો, હું રામાને ફરી સાદ પાડું (જોરથી) રામા, રામા.
અશોક : થોભી જા ને બંસી; બિચારો બહાર ગયો હશે.
(ફરી બંદૂકના અવાજ થાય છે.)
અભિજિત : ના, ના; રાહ જોવી ઉચિત નથી. આપણે પહોંચી જવું જોઈએ. કાંઈ નહિ હોય તો પાછા આવીશું. રાત સરસ છે અને શીતળ છે. આનંદ પડશે.
અશોક : પણ એમ કારણ વિના આશ્રમછાત્રોથી...
(એક માણસ હાંફતોહાંફતો આવે છે.)
આવનાર માણસ : ગામ ભાંગ્યું! ગામ ભાંગ્યું! મિયાણાઓએ ધાડ પાડી છે. ફોજદાર સા’બને ગોળીએ દીધા. લોકો નાસભાગ કરે છે. નગરશેઠે આશ્રમને ખબર કરવા મને મોકલ્યો છે. આવી પૂગજો.
અભિજિત : (ઉદ્વેગી) હું નહોતો કહેતો? ચાલો હવે; બહુ ચર્ચા નહિ.
બંસી : ચાલો.
આલાપ : આપણે લાઠીઓ લઈ લઈએ.
(અભિજિત આગળ જઈ ચાલવા લાગે છે. છાત્રો પાછળ પડે છે.)
અશોક : ઊભા રહો સૌ! સ્વામીજી ગેરહાજર છે એટલે આશ્રમની જવાબદારી મારી ઉપર છે. તમે કોની રજાથી જાવ છો? કોઈ મારી રજા વગર આશ્રમની બહાર પગલું ન મૂકી શકો.
બંસી : (પાછા ફરતાં) એ સાચું છે.
આલાપ : (આગળ આવી) એ તો ભૂલી જ ગયા.
મરાલ : મઠજ્યેષ્ઠની રજા વિના જવાય જ કેમ?
પલાશ : સાચે જ ભૂલ થઈ.
(અભિજિત ફાટી આંખે જોઈ રહ્યા છે.)
અશોક : અને અત્યારે આશ્રમ બહાર જવાની હું કોઈને અનુજ્ઞા આપતો નથી. પારકા ધનને જોખમમાં મૂકવાનો આશ્રમને અધિકાર નથી.
અભિજિત : મારે તો તારી અનુજ્ઞાની જરૂર નથી! તમે સૌ અહીં રહો; હું જાઉં છું.
અશોક : (આગળ આવી) તમે પણ નહિ જઈ શકો. જ્યાં સુધી અમારા અતિથિ છો ત્યાં સુધી આશ્રમના નિયમો તમનેય બાધક છે.
અભિજિત : જીવનમાં નિયમ શું તે જાણ્યું નથી. હું આ ચાલ્યો.
(ઝડપથી જવા જાય છે. અશોક આડો પડી પકડી રાખે છે. બધા છાત્રો અશોકની મદદમાં છે.)
અશોક : અમે તમને નહિ જવા દઈએ — નહિ જવા દઈ શકીએ. તમારી જવાબદારી પણ અમારી ઉપર છે, જ્યાં સુધી સ્વામીજી ન આવે ત્યાં સુધી.
અભિજિત : (છૂટવાનો ફોગટ પ્રયત્ન કરી રહ્યા છે.) ઓહ! ઓહ! આ જ કારણે હું તમારા ધાર્મિકોનાં મંડળોમાં ભળતો નથી. તમને લોકોને અદ્ભુત કરવા માટે અનુજ્ઞાની અપેક્ષા રહે છે. છોડો; તમારી સાથે મનેય શરમમાં ન નાખો.
પલાશ : એમ જવાય નહિ; સાહેબ.
બંસી : (પકડી રાખી) અને તમે એકલા જઈને કરશો પણ શું?
આલાપ : (હાથ ન છોડતા) નકામા એક વધારે માણસનો જાન જોખમમાં.
(રામો દોડતો-દોડતો આવે છે.)
રામો : ગજબ થઈ ગયો! ગોકીરો સાંભળીને તીરથ ધિંગાળામાં પહોંચી ગયો. એક મિયાણાએ ગોળીથી એનું પેઢું વીંધી નાખ્યું. માણસો એને ખાટલામાં નાખીને લાવ્યા છે. અરે કોઈ દોડો! ડાક્ટરને બોલાવો!
(સૌ અવાક્ થઈ જાય છે.)
અભિજિત એ છે ક્યાં?
રામો : એના ઓરડામાં.
(કાંઈ બોલ્યા વિના અભિજિત બહાર દોડ્યા જાય છે. સૌ બાવરાની માફક એને અનુસરે છે.)
દૃશ્ય બીજું
(સ્થળ : તીરથનો ઓરડો
કાળ : એ જ રાત - આગળ
રચના : પહેલા અને બીજા અંકોના બીજાં દૃશ્યો જેવી.
ખાટલામાં ઘાયલ તીરથ પડ્યો છે. એના પેડુ ઉપર ફાળિયું બાંધી દેવામાં આવ્યું છે. એના આખા શરીર ઉપર એની શાલ ઓઢાડી દેવામાં આવી છે. માત્ર માથું જ ઉઘાડું છે. બેત્રણ માણસો એના ખાટલાની આસપાસ ઊભા છે.
રઘવાટમાં રામો પ્રવેશ કરે છે.)
પહેલો માણસ : કેમ કોઈ આવે છે કે નહિ?
રામો : હા, હા જરી ધરીજ પકડો. સૌ સારાં વાનાં થઈ રહેશે.
બીજો માણસ : તો તો ભગવાનનો પા’ડ. બિચારું કુમળું ફૂલ! હજી તો મોંમાથી દૂધ પણ સુકાયું નથી.
ત્રીજો માણસ : એને માબાપ છે કે નહિ?
રામો : બધું છે, ભાઈ.
ત્રીજો માણસ : તો એમને ખબર આપોને? પછી ઝાઝી વાર નથી.
રામો : નદી પેલે પાર તેઓ રહે છે. બિચારાં આવતાં જ અડધાં થઈ જાય. (તીરથ ‘ઓહ!’ કરી પડખું ફરવા જાય છે, પણ ફરાતું નથી. રામો પાસે જાય છે અને માથે હાથ મૂકે છે.)
રામો : બહુ દુ:ખે છે, ભાઈ? બધું સારું થઈ જશે, હો! ગભરાતો નહિ. દાક્તરને તેડવા મોકલ્યા છે.
(અભિજિત પ્રવેશ કરે છે, અને પાધરા જ ખાટલા પાસે જાય છે. થોડી વાર તીરથની સામે ધારી ધારીને જોઈ રહે છે; પછી નાડી હાથમાં લઈ પડખે જ બેસી જાય છે.)
અભિજિત : તીરથ
તીરથ : (આંખો ખોલી) કોણ પ્રોફેસર?
અભિજિત : હા, તીરથ. પણ બોલ, કેમ છે તને? ગભરાતો નહિ.
તીરથ : મને સારું છે, અભિજિત.
અભિજિત : તો ઠીક, જે કરવું તે શક્તિથી કરવું. મરવું તે પણ શક્તિથી. જો તને વાત કહી દઉં? તું ઝાઝું જીવવાનો નથી. પણ બહાદરિયા, તેં તો મોત માગી લીધું છે, નહિ? અને તું ગભરાય નહિ તે પણ હું જાણું છું.
તીરથ : લેશમાત્ર ગભરામણ નથી, અભિજિત! માત્ર કષ્ટ ખૂબ પડે છે.
અભિજિત : બસ ત્યારે! કોઈની રજા લેવાની જરૂર નથી.
(બીજા સૌ આવી પહોંચે છે. માણસો એક બાજુ ખસી જાય છે. સૌ ગભરાયેલા છે.)
અશોક : કેમ છે, તીરથભાઈ?
પલાશ : કેમ છે, ભાઈ તને?
બંસી : કાંઈ ખાસ દુ:ખતું નથી ને?
અભિજિત : મહેરબાની કરી સૌ શાંત રહો.
અશોક : (પાસે જઈ) ડોક્ટરને બોલાવવા છે?
અભિજિત : મેં માણસ મોકલી દીધું છે. પણ એનો કાંઈ અર્થ નથી. તીરથ પણ જાણે છે કે ઘા મરણતોલ છે.
તીરથ : અને હવે મારી ઘડીઓ પણ ગણીગાંઠી છે. પલાશ છે અહીં? મારી પાસે ન આવે?
પલાશ : (પાસે આવી, રૂંધાયેલા સ્વરે) આ રહ્યો, ભાઈ! કહે, જે કહેવું હોય તે!
તીરથ : મને માફ કરજે, હો!
પલાશ : (રડી પડી) માફ તો તારે કરવાનું.
તીરથ : અને જો, એક બીજું કામ. ફાલ્ગુનીને કહેજે કે તીરથ ઉ52નો રોષ ઉતારી નાખે, અને અશોકભાઈ, સ્વામીજી આવે ત્યારે એમને કહેજો કે રજા વિના તીરથે ઓરડો છોડ્યો તોય તેને માફ કરે! રજા લેવાનો સમય નહોતો! અમ કોળીઓથી બેઠા રહેવાય!
અશોક : (આંસુ લૂછતાં) અને સોમને, તારા બાપુને કાંઈ કહેવું છે?
તીરથ : ના.
અભિજિત : અને આરતીને?
તીરથ : (હસે છે, થોડી વારે) ના.
(તીરથ આંખો મીંચી જાય છે. બંધ બારી ઉપર એ જ સમયે ટકોરા થાય છે તે તરફ ધ્યાન જાય એટલી સ્વસ્થતા કોઈનામાં નથી. અભિજિત પલંગ પાસે જાય છે.)
અભિજિત : તીરથ!
(જવાબ નથી મળતો. તીરથના મુખ ઉપર અભિજિત ઝળંૂબે છે.)
ઓહ, તું ચાલ્યો ગયો, નહિ?
(તરત જ પલંગ છોડી વચ્ચે આવી બીડી સળગાવે છે અને સ્તબ્ધ ઊભા ઊભા બીડી પીધા કરે છે.)
(બારી ઉપર કોઈના ધબ્બાનો અવાજ આવે છે.)
મરાલ : કોઈ બારી પાછળ છે.
આલાપ : કોઈ બારી ભાંગે છે.
પલાશ : બહારવટિયા...
(અભિજિત ખડખડાટ હસી પડે છે.)
અશોક : કોણ છે બારી ઉપર?
(બારી ઉપર ફરી ધબ્બા પડે છે. અવાજ આવે છે. ‘ઉધાડ તીરથા! વચનભંગી!’’ છાત્રો દૂર જતા જાય છે.)
અશોક : કોણ છે બારી પાછળ?
(બારી ઉપર ફરી ધબ્બા પડે છે; ફરી અવાજ આવે છે. ‘ઉઘાડને હવે! રોજ રોજ બારીમાં ઊભા રહી ગાવાનું વચન આપ્યું, અને હજી તો અઠવાડિયું નથી થયું ત્યાં થાકી ગયો? જુઠ્ઠા, બેબોલા! ઉઘાડ હવે!’’)
અશોક : કોણ છે?
(બારી પાછળથી અવાજ ‘‘કોણ, કોણ, શું કર્યા કરે છે તીરથ? હું આરતી!’’)
પલાશ : આરતી? આરતી કોણ?
અભિજિત : આરતી એક છોકરી છે. (બીડી મોંમાં રાખી) રૂપાળી કન્યા છે.
આલાપ : તે અત્યારે અહીં શા માટે!
અભિજિત : પૂછ તેને! મને શી ખબર?
અશોક : આટલી મોડી રાત્રે છાત્રાલયમાં કોઈ કન્યા? શું થવા બેઠું છે આશ્રમનું?
અભિજિત : ઉલ્કાપાત!
અશોક : પ્રોફેસર સાહેબ...
અભિજિત : આદેશ મઠજ્યેષ્ઠ! શું કહો છો? બારી ઉઘાડી નાખું?
અશોક : ના, એ બારી નહિ ઊઘડે.
અભિજિત : જેવી આજ્ઞા!
પહેલો માણસ : (મગજ ગુમાવવાની અણી ઉપર) તમારા ટોળ જવા દો અને કોઈક દોડો નદીને સામે કાંઠે! છોકરાના માબાપને ખબર કરો! વડના ટેટા જેવો રાતોમાતો ઘડી બેઘડીમાં તો હતોનહોતો થઈ ગયો!
અભિજિત : (વચમાં જ) એ વિશે વધારે નહિ! (નાક ઉપર આંગળી મૂકે છે અને બારી તરફ ઇશારો કરે છે.)
અશોક : રામા, જા ખબર કર.
(રામો જાય છે.)
ત્રીજો માણસ : ત્યારે અમે જઈએ. શબને સવારે કાઢજો. ત્યાં સુધી એની પાસે ઘીનો દીવો કર્યો અને ગીતાપાઠ કરો. કોઈક આખી રાત જાગજો! બધા માંડીવાળેલ ભેગા થયા છો તે!
(ત્રણે માણસો જાય છે.)
અશોક : (ઉતાવળો થતો છાત્રોને) તમે સૌ જાવ અને સૂઈ જાવ. અમે અહીં જાગતા બેસીશું; હું અને પ્રોફેસર.
અભિજિત : આપ પણ પધારો, અશોક! અહીં હું એકલો જ બસ છું. સવારે સૌ આવી લાગજો, કેમ કે મારા એકલાથી શબને ઊંચકી શકાય તેમ નથી.
અશોક : તમે એકલા અહીં શબ પાસે રહી શકશો — (સુધારી) રહેશો?
અભિજિત : હા, હા; એકલા! (મિજાજ તંગ કરી) કેટલી વાર કહેવું તને તે! તમે જાવ અને તમારા આશ્રમછાત્રોને સંભાળો! જુઓ, બિચારાઓના ટાંટિયા હમણાંથી જ ધ્રૂજવા લાગ્યા છે. એકલા કેમ ઊંઘી શકશે? આજે તમે સૌની વચ્ચે સૂજો!
(બધા ગુપચુપ જાય છે. અભિજિત પલંગ પાસે જઈ મૂંગા મૂંગા તીરથના મોં સામે જોઈ રહે છે. થોડી વારે ત્યાંથી ખસી વચ્ચે આવી બીજી બીડી સળગાવે છે. અને ધુમાડા કાઢતા ઊભા રહે છે. થોડી વારે) ના, ના; ના! તીરથનું મૃત્યુ મને હલાવી ન શકે! મેઘનું બિન્દુ મહાસાગરમાં પડીને ગેબ થઈ ગયું! કાંઈ નહોતું અને કાંઈ ન રહ્યું!
(બારી ઉપર ફરી ટકોરા થાય છે, અવાજ આવે છે. ‘હવે તું એકલી પડ્યો નહિ તીરથા? અત્યાર સુધી બીજા કોઈ હતા એટલે બારી ન ઉઘાડીને? હવે તો ઉઘાડ? જા, તને વચનભંગી નહિ કહું, લે! ઉઘાડ જોઈએ, મારા તીરથા!’
અભિજિત : (કાંઈ નક્કી કરતાં) ઉઘાડું તો ખરો જ!
(ખાટલા પાસે જઈ શબને બરાબર ઢાંકી દે છે. આસપાસ કપડાં એવી રીતે ગોઠવે છે કે કોઈ સૂતું હોય તેની કોઈને કલ્પના પણ ન આવે)
(પછી બારી ઉઘાડી બીડી પીતા એક બાજુ ઊભા રહે છે.)
(એક ડોકું ઉપર આવે છે. નમણું નાક અને નાકમાં નથણી : કસુંબલ ચૂંદડી અને પાતળો સોટા જેવો ફૂટડો દેહ : ચૌદ વર્ષની ગ્રામ્યકન્યા)
આરતી : (બારી ઉપર) તીરથ! ક્યાં સંતાયો?
(કૂદી અંદર આવે છે. પ્રોફેસરને જોઈને ચમકે છે.)
આરતી : ઓહ!
અભિજિત : ગભરા નહિ, આરતી! હું તો તારો બાપ ગણાઉં.
આરતી : (સંકોચથી) તમે કોણ છો? અને તીરથ ક્યાં ગયો?
અભિજિત : તીરથ તો મુસાફરીએ ગયો છે; આજ સવારે; સ્વામીજીની સાથે.
આરતી : મુસાફરીએ? (ઉદ્વેગથી) ન હોય! તો તો કાલે મને કહે નહિ?
અભિજિત : ઓચિંતુ, નક્કી થયું આજે સવારે, મને કહેતો ગયો છે એ ખબર તને આપવાનું.
આરતી : એમ! બહુ સારું
(થોડીવાર નીચે જોઈ રહે છે.)
આરતી : તમારું નામ શું?
અભિજિત : મારું નામ? જવા દે એ! સહેજ અઘરું છે, તને નહિ આવડે બોલતાં!
આરતી : તોય કહોને!
અભિજિત : મારાં બે નામ છે. એક અઘરું અને એક સહેલું. મારે ઘેર મારી નાની બેન મને અભાભાઈ કહેતી. તું અભો કહીશ તોય ચાલશે.
આરતી : ના, હું તમને તમારી નાની બેનની જેમ અભાભાઈ કહીશ. એટલું તો આરતી આવડે છે, હો! સાવ જંગલી ન ધારશો!
અભિજિત : સાવ જંગલી ધારું તોય શું? જંગલી લોકો સુધરેલા લોકો કરતાં સારા હોય છે.
આરતી : પણ કહો તો, અભાભાઈ તીરથ ક્યારે પાછો આવશે?
અભિજિત : જો તારી વાતોમાં મારી બીડી ઠરી ગઈ. (નવી સળગાવે છે.) તું બીડી પીએ ખરી?
આરતી : ક્યારેક.
અભિજિત : તો આજે ન પીએ? — આરતી!
આરતી : ના.
અભિજિત : કેમ?
આરતી : એ તો તીરથની સાથે ક્યારેક! બાકી આમ તો જરાય ગમે નહિ. પણ કહોને, તીરથ ક્યારે આવશે પાછો?
અભિજિત : એક વરસે.
આરતી : (ચમકી) એક વરસે? અરેરે? ત્યાં સુધી શું કરીશ હું?
અભિજિત : તું મારી સાથે ચાલ. તીરથ સ્વામીજી સાથે ગયો. હું મારી સાથે ચાલ મારે ત્યાં સુંદર પંખીઓ પાળ્યાં છે. તેની સાથે કલ્લોલમાં વરસ તારું વાતવાતમાં વહી જશે.
આરતી : તમે ક્યાં રહો છો?
અભિજિત : અહીંથી બહુ દૂર.
આરતી : તો તો મારાથી ન અવાય. મારા બાપા માંદા છે. વળી ઓચિંતો તીરથ આવી ચડે તો! મને ગોતી ગોતીને અડધો થઈ જાય. હું તો અહીં જ રહેવાની અને તીરથની રાહ જોવાની.
અભિજિત : (ખુરશીમાં બેસતાં) પણ ધાર કે એવું બને, આરતી! કે મુસાફરીમાં તીરથ કોઈ બીજી છોકરીમાં મોહાઈ જાય અને તને ભૂલી જાય! —
તો તું એને ભૂલી ન જા?
આરતી : જુઓ, એવું ન બોલશો. તમે લોકો એવી વાતો કરો પણ અમને એ ન ગમે. વળી એ મને ભૂલે તોય હું કદી એને ન ભૂલું!
અભિજિત : પણ એક આખા વર્ષમાંય તું તેને ભૂલી ન શકે! કોઈ એનાથીય ફૂટડું મળી જાય તો?
આરતી : જો! કહ્યું નહિ કે એવી વાતો અમને ન ગમે!
અભિજિત : તો નહિ કરું, હો!
(બહાર બારી પાસે કાંઈ પાંખોનો ફફડાટ થાય છે.)
અભિજિત : એ શું? કોઈ પાંખો ફફડાવે છે?
આરતી : (ઉમંગમાં) એ તો મારો નાનો મોરલો! જે ઈંડું તીરથો અહીંથી પાછું લઈ આવ્યો હતો તે! — તે ફૂટ્યું અને અંદરથી રંગરાજ નીકળ્યો. મનમાં થયું કે તીરથાને અહીં એકલું ગમતું નથી તે રમવા લઈ આવું. એટલે તો આવી હતી. પણ અહીં આવી તો મનડાનો મોર ન મળે!
અભિજિત : (ઊભા થઈ) જો, તને એક વસ્તુ આપું. (ટેબલ ઉપરની ચોપડીઓમાંથી એક ચિત્ર કાઢે છે.) કદાચ તને ગમશે, એમ ધારીને!
(આરતીને આપે છે.)
આરતી : (થોડી વાર જોઈ, આનંદના ઉદ્વેગથી) મને ગમે છે — ખૂબ ગમે છે. હું રાખી લઈશ મારી પાસે. આ અમારા કૂબાઓ! આ નાળિયેરી! અને ઉપર અજવાળું! કોણ જાણે કેમ પણ ચિત્ર જોઉ છું અને તીરથનું મોઢું તરવરે છે. તમને પાછું ન મળે તો?
અભિજિત : (મોઢા ઉપર વિજયનો ઉલ્લાસ તરવરે છે.) મને એ પાછું નથી જોઈતું. મેં તને એ આપી દીધું છે. હું ધારતો હતો એવું જ બન્યું. જો હું હવે એવું બોલવાનો છું કે તું સમજીશ નહિ; તોય સાંભળજે ખરી! ઉચ્ચ કળા કાં તો અભિજિતોથી સમજાય અને કાં તો આરતીઓથી સમજાય. વચલા વડવાગળાંઓનું કામ નહિ. સમજી કશું?
આરતી : ના, પણ ત્રણ શબ્દો સમજી, અભિજિત (અભિજિત આશ્ચર્ય પામે છે.)
આરતી અને વડવાગળાં!
અભિજિત : તો તને અભિજિત એમ બોલતાં આવડે એમ? મને ખબર નહિ. તો તો હવેથી મને અભિજિત કહેજે. (થોડી વારે) ના, ના; ના. અભાભાઈ જ ઠીક છે. મારી બેન એમ કહેતી.
આરતી : હવે હું જાઉં; ખૂબ મોડું થયું. નહિ?
આરતી : હા.
અભિજિત : તો મને બદલામાં કાંઈ નહિ આપે?
આરતી : અમે ગરીબ રહ્યાં, અભાભાઈ. વળી મારી પાસે કશું આપવા જેવું પણ નથી.
અભિજિત : છે.
આરતી : હશે તો જરૂર આપીશ. માગો.
અભિજિત : પેલો મોરલો!
આરતી : મોરલો? ના, એ નહિ. (થોડી વારે) ઠીક લ્યો, આપ્યો એ મોરલો તમને. હું જાઉં છું, હો! તીરથાના ખબર આવે તો મને ખબર પાડજો. હું ક્યારેક આવતી રહીશ.
(જતાં જતાં) ચાલ્યો ગયો મને પૂછ્યા વિના! (એનું ઊતરી ગયેલું મોઢું ઊતરતું દેખાય છે. અભિજિત ધુમાડા કાઢતાં તે દિશામાં જોઈ રહે છે. ઓચિંતા)
અસત્ય! છેતરપિંડી! પણ બીજો ઉપાય નહોતો. વળી અસત્ય પણ અંતે એક સત્ય છે અને સઘળું શૂન્યમાં મળી જવાનું! સત્ય-અસત્ય સઘળું જ! (આંટા મારવા લાગે છે. નીચેથી આરતીના ક્રમાગત દૂર દૂર જતાં ગીતનો ધ્વનિ આવે છે એટલે બારીમાં સ્તબ્ધ ઊભા રહી સાંભળ્યા કરે છે.)
આરતીનું આવતું ગીત :
એક કોળી આવ્યો,
મારા દાદાની ડેલીએ :
ઈંડાંના ટોપલા લાયો જી રે,
કોળી આવ્યો!
ઘોડી કુદાવતો વીર મારો આવ્યો,
હળવેકથી એક હાથ લંબાવ્યો;
એને નીલમડો રંગ મન ભાવ્યો જી રે,
કોળી આવ્યો!
મોટી મોલાતથી કાકાજી ઊતર્યા,
ધારી ધારી અનેક ઈંડાં મને ધર્યાં:
એનો પચરંગમાં મન ધાયો જી રે,
કોળી આવ્યો!
મુને ઘેલીને તે હોય શાં પારખાં?
સઘળાં ઈંડાં એક સરખાં મને હતાં!
ધોળામાં દિલ લોભાયો જી રે,
કોળી આવ્યો!
ભાઈને પોપટ, ટિટોડી કાકાને સાંપડી,
ભોળીને મા’દેવની આરતિનકી ફળી;
રંગરાજ શો રઘવાયો જી રે,
કોળી આવ્યો!
મોરલો મળ્યો તોય રહી હું અભાગણી,
આવી પૂગી એક અદકેરી માગણી;
હાકલની કેડીએ ધાયો જી રે!
કોળી આવ્યો!
સાત સમદર ને હિમલા જે ચડી!
ઊડજે મોર! મારી રખાની રાખડી!
મોરપીંછ એક ના ફગાયો? — જી રે,
કોળી આવ્યો!
એક કોળી આવ્યો,
મારા દાદાની ડેલીએ;
ઈંડાંના ટોપલા લાવ્યો જી રે,
કોળી આવ્યો!
(ગીતધ્વનિ ધીમે ધીમે અસ્ત થાય છે.)
(અભિજિત સ્વસ્થ ચિત્તે વચ્ચે આવી ઊભા રહે છે.)
(પછી બાવરાની માફક તીરથના ગામ પાસે જાય છે. અને મોઢા ઉપરી કપડું ખસેડી પોતાના બે હાથમાં એનું માથે જોરથી દાબતા પડખે બેસી જાય છે.)
અભિજિત : સાંભળતો નથી? — સાંભળતો નથી, તીરથા? તારે ઊડી જવું હોય તો ઊડી જા! પણ આરતી એક પીંછું માગે છે! અને બીજું એક મારે માટે પણ મૂકતો જા! અરે મૂકતો જા તારું પેલું શૂન્યતા સાત રંગોવાળું પીંછું!
ફાલ્ગુની : (એકાએક પ્રવેશ કરી) બે પીંછાં માગો છો ત્યારે સાથેસાથે ત્રીજુંય એક માગી લો, અભિજિત! મારેય એક જાઈએ! અને મોરલાને મોરપીંછની ક્યાં ખોટ છે?
(અભિજિત ઊભા થઈ જાય છે, અને ગાંડાની માફક ફાલ્ગુનીની આંખોમાં તાકી રહે છે. બંનેને અંધકાર આવરી લે છે.){{Poem2Close}}
0 0 0
26,604

edits

Navigation menu