એકાંકી નાટકો/પિયો ગોરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 258: Line 258:
સુંદરાને શોખ છે આવો!
સુંદરાને શોખ છે આવો!
(નોકર આવી બે શીશા અને એક પ્યાલી ટેબલ ઉપર મૂકી જાય છે. કશું પણ બોલ્યા વિના વર્ધમાન એક પછી એક પ્યાલાઓ ખલાસ કરવામાં મંડે છે.){{Poem2Close}}
(નોકર આવી બે શીશા અને એક પ્યાલી ટેબલ ઉપર મૂકી જાય છે. કશું પણ બોલ્યા વિના વર્ધમાન એક પછી એક પ્યાલાઓ ખલાસ કરવામાં મંડે છે.){{Poem2Close}}
{{Poem2Open}}
ઉત્તરાર્ધ
(પ્રવેશાનુક્રમે પાત્રો : અશ્વિનીસિંહ, સુવર્ણચંપા, મેનેજર, પ્રોમ્પ્ટર, ડાયરેક્ટર, ડોરકીપર, પ્રેક્ષકગણ, ન્યાયાધીશ.
રાજરાજેશ્વર અશ્વિનીસિંહનો શયનખંડ દશ્યમાન. પાછળના પડદા ઉપર ચિત્રથી ઉપર ચડતાં પગથિયાંઓનો અને આરસના સ્તંભોનો ભાસ કરાવવામાં આવ્યો છે. એક કિનખાબના મંડપ નીચે મોટો સુવર્ણપલંગ ઢાળવામાં આવ્યો છે. પૂંઠા કોતરીને અગાશીનો આભાસ કરવામાં આવ્યો છે. લાકડાના ઝાડોમાં વીજળીના દીવા ઝબક ઝબક થાય છે.
પડદો ચડે છે ત્યારે આકાશની આભાસમાં ચંદ્રમાનો ગોલક ચડતો હોય તેવી રચના કરવામાં આવી છે. રાજરાજેશ્વરી સુવર્ણચંપા પલંગમાં પોઢી ગઈ છે. લીલા મખમલના ઓશીકા ઉપર એનું મોઢાનું કમળ ગોઠવાયું છે.
સુવર્ણચંપાનાં બંધ પોપચાં ઉપર તાકતો વિહ્વળ અશ્વિનસિંહ, શયનપોશાકમાં સજ્જ, સુવર્ણચંપાની પાછળ બેઠો છે.)
અશ્વિનીસિંહ : અડું છું અને અંગેઅંગમાં આગ પ્રસરે છે. આખી રાત આ સ્વરૂપવાન અગ્નિની પડખે સૂવાનું અને ઊંઘ પણ બળી ખાખ થઈ જાય છે.
(ઊભો થઈ જાય છે. આગળ આવે છે.)
સહનશક્તિને પણ અવધિ આવી હોય એમ લાગે છે. હું ત્યારે શું કરી બેસીશ તેની મને ખાતરી નથી.
(અગાશીની ચળ ઉપર હાથ ઠેરવે છે.)
ઓ ઊંચે ચડતા ચંદ્રમા! ઊગે છે ત્યારથી આથમે છે ત્યાં સુધી હું એકલો ને એકલો કેમ રહે છે તેનો ભેદ આજે મને સમજાય છે. જગતમાં કોઈ કોઈનું નથી-કોઈ કોઈનું થઈ શકે નહિ. એવો તારો ઉજ્જ્વલ સંદેશ કોઈ ઝીલતું કેમ નહિ હોય!
(બંને હાથમાં માથું દાબે છે.)
ઓ અસ્ખલિત પ્રવાહે ઊછળતા અને ઓસરતા સાગર! તારો અનંત આક્રંદના શબ્દો આજે મને સમજાય છે. આકાશને પ્રેમ કરવા જતાં તારું વિષ પીવું પડ્યું — નીલકંઠ થવું પડ્યું. આ તારું આક્રંદ એ તો વિષપાનનો અનંત ઓડકાર માત્ર છે.
(અસ્વસ્થ ચિત્તે આંટા મારતો સૂતેલી સુવર્ણચંપા પાસે પહોંચે છે.)
વિશ્વવિમોહન સ્વરૂપ! તારોય સંદેશો આજે મને સમજાય છે. ગૌરીશંકરે કામને ભસ્મીભૂત કરી ખાખ કર્યો એનું વેર લેવા અનંગે અંગનો આશ્રય લઈ માનવકુલને ભસ્મસાત કરવાનું બીડું ઝડપ્યું (એકદમ દૂર દોડી જઈ) પણ એ બધું આજે, આટલું મોડું સમજાય છે. અને અત્યાર સુધી તો હું આમંત્રણ ભરી આંખે ઝબકી દીવાદાંડી તરફ ખેંચાતી નાવ સમાન હતો. મને ખબર નહોતી કે ત્યાં તો ભેખડની બાથ છે! અફળાઈને અદૃશ્ય થવાનું છે!
(અગાશીના પગથાર ઉપર બેસી જાય છે. — થોડી વારે) અને આ ભભૂકતો જ્વાળામુખી અંતરમાં ક્યાં સુધી ભરી રાખવો? બધું  જાણું છું.  છતાં કાંઈ ન જાણવાનો ડોળ કરવાનો છે. બધું અસહ્ય છે છતાં સુખની પરાકાષ્ઠા આપનારું છે તેવો સ્વાંગ સજવાનો છે.
(ઊભો થઈ જાય છે.)
ના! ના! ના! આજે તો બધું સ્પષ્ટ કરી દઉં! આજે તો સર્વ અનુતાપનો છેલ્લો ભડકો પ્રકાશી ઊઠું! અને જગાડું! જગાડું અને!
(સુવર્ણચંપા તરફ જાય છે.)
ના! ના! (ખચકાઈ પડે છે.) કેટલીય રાત્રિઓ નંદનવન બની છે એની સાથે! કેટલીય ક્રીડાઓ પૃથ્વીના અનંત આનંદમાં ભળી જઈ કાંટા થઈ સુવર્ણચંપા સ્વરૂપે ફૂટી નીકળી છે — વનવનાન્તે!
(થોડી વારે) એ બધા સ્વર્ગાનંદની સ્મૃતિમાં આ જ્વાલામુખીને પણ કેમ ન ભારી રાખું?
(થોડી વારે) પણ નથી સહાતું! નથી સહાતું!
(કૂદીને પલંગ પાસે જાય છે. નિષ્ઠુરતાથી સુવર્ણચંપાને ઢંઢોળે છે.)
જાગી ઊઠ! જાગી ઊઠ! ઊંઘવાનું નથી તારે, સુવર્ણચંપા! કેમ કે મારી ઊંઘ ઉપર તારું શયન છે.
સુવર્ણચંપા : (બેબાકળી જાગી ઊઠે છે. હેબતાઈ ને ઘડીભર જોઈ રહે છે. પોતાનું સર્વ માર્દવ એક શબ્દમાં મૂકે છે.) નાથ! (આંખો ઢાળી દે છે.)
અશ્વિનીસિંહ : (મન ફરી ગયું હોય તેમ પસ્તાવો) ના! ના!
સુવર્ણચંપા : આવો તો પાસે! ઊંઘ નથઈ આવતી?
અશ્વિનીસિંહ : (મૂઢ ભાવે) ના!
સુવર્ણચંપા : આવો, સાથે સૂઈએ.
અશ્વિનીસિંહ : (મૂઢની જેમ અનુસરે છે. ઓચિંતો કૂદી ઊઠી) ના! ના! તાપ લાગે છે! બળી ઊઠું છું!
સુવર્ણચંપા : મને અડવા દો. શાંતિ થશે.
અશ્વિનીસિંહ : ના, ના, ના. તો તો અંગેઅંગે વિષે પ્રસરે અને રોમેરોમે એની શિખા ચડે. કૂલટા! આજથી તારે ઊંઘવાનું નથી. અને મેં તો મહિનાઓથી જાગરણ કર્યાં છે.
સુવર્ણચંપા : (ચાંદીના કળશમાંથી પાણી આપતી) પાણી પીઓ અને શાંત થાઓ.
અશ્વિનીસિંહ  : (હાથ ખેંચી લઈ નીચે ઉતારે છે. પછી એના હાથમાંનો પ્યાલો ઝૂંટવી લઈ પોતાની અને સુવર્ણચંપાની વચ્ચે ધારા કરે છે.)
આપણને અળગા કરતી આ મહાનદ. એ સિંધુ જેટલી મત્તભરપૂર, બ્રહ્મપુત્રા જેટલી મહાન, અને ગંગા જેટલી ઊંડી છે. અને આપણે ફરી એકઠાં થવાનાં નહિ.
સુવર્ણચંપા : (પગે પડી વંદના કરતી) પણ તમને શું થયું છે આજે, વહાલા? મારો અપરાધ થયો હોય તો ક્ષમા માગું છું.
અશ્વિનીસિંહ : ક્ષમા? સર્જન સમસ્તની ક્ષમા માગે તોય તે ઊણી પડે! સુવર્ણચંપા, મારા પ્રેમનો તેં સારો બદલો આપ્યો.
સુવર્ણચંપા : પણ કહો તો ખરા, મારો અપરાધ શો છે?
અશ્વિનીસિંહ : પાપિષ્ટા! અપરાધનું પૂછે છે? (એનો ચોટલો ઝાલે છે.) અહા!
તને રાજરાજેશ્વરથી સંતોષ ન થયો તે એક સેનાપતિ....
સુવર્ણચંપા : (એક ઝાટકાથી મુક્ત થઈ વીફરેલી સિંહણની જેમ કાંપવા લાગે છે.) કબૂલ છે!
અશ્વિનીસિંહ : શું?
સુવર્ણચંપા : મહાનદને આ તીર રહી જવાનું કબૂલ છે મને!
અશ્વિનીસિંહ : રહેવાનું તો નથી જ!— પછી આ તીર કે પેલે તીર! તેં મને પાન કરાવ્યું. હવે મારે તને પાન કરાવવાનું છે; અને પતિ તરીકેની મારી એ છેલ્લી આજ્ઞા છે.
(ગોખમાંથી એક સુવર્ણજડિત વાટકી લઈ આવે છે)
સુવર્ણચંપા : અને પત્ની તરીકેનું મારું આ છેલ્લું આજ્ઞાપાલન છે.
અશ્વિનીસિંહ:  એ તો છે જ! આ હળાહળ વિષ છે.
સુવર્ણચંપા : હળાહળ વિષ પીને મીરાએ તો ભવોભવની ભાવટ ભાંગી હતી. પણ હું તો ભવોભવ ભાંગી નાખવા માગું છું, અશ્વિન! હિન્દુ કન્યાઓ પુનર્જન્મમાં માને છે અને આ જન્મે અધૂરાં રહેલાં આવતે જન્મે પૂરાં થશે એવી શ્રદ્ધા સેવે છે. એટલે આટલા માત્રથી આ છેલ્લું આજ્ઞાપાલન થઈ શકે તેમ નથી. પણ.....
અશ્વિનીસિંહ : (કાંપતો) પણ....?
સુવર્ણચંપા : પણ આ તો હું ઇચ્છા કરું છું કે ભવોભવ એકાકિની અવતરીશ. કોઈની નહિ થાઉં કદી; છતાં કોઈને મારા થયા વિના નહિ જીવવા દઉં; અને મારા થયા વિના રહેશે તેય જીવશે નહિ.
અશ્વિનીસિંહ : ઠીક. આવો દેવી!
(પાસે જાય છે અને સુવર્ણચંપાની અરતાફરતા હાથ ગોઠવે છે. કૂદીને સુવર્ણચંપા કોડથી એના ખોળામાં ચડી બેસે છે. એની ઓખમાંથી એક આંસુ પડે છે, આશ્વિનીસિંહની આંખમાંથી પણ અશ્રુધાર થાય છે.)
સુવર્ણચંપા : તમારા ખોળામાં હું શિવના ખોળામાં ચડેલી પાર્વતી સમાન લાગું છું, નહિ? ફેર માત્ર આટલો : પાર્વતીનો શિવ નીલકંઠ થયો; પણ અશ્વિનની ચંપા નીલકંઠા થશે!
(ઊછળતી એક ચુંબન ચોડે છે.)
અશ્વિનીસિંહ : (મોરલાની જેમ કેકી ઊઠતો)
પીઓ, ગોરી! નકર હું પી જાઉં રે ... ...
સુંવર્ણચંપા : (વાટકી ગટગટાવી જાય છે.
ક્ષત્રમાં ઊછળી પડે છે અને કારમી ચીસ સાથે ઢળી પડે છે. દગો! દગો! દોડજો! દોડજો ! મને વિષ પાયું! દોડજો કોઈ વર્ધમાને મને સાચે જ વિષ પાયું!
(રંગભૂમિ ઉપર તરફડવા લાગે છે. વર્ધમાન મુગટ ફેંકી દે છે. અને એક પછી એક સ્વાંગ ચીરવા લાગે છે. પછી અટ્ટહાસ્ય કરતો ઊભો રહે છે.)
વર્ધમાન : સુંદરા, તને શોખ હતો એનો! અને સુવર્ણચંપા તરીકે તે ભવેભવના એકાકિનીત્વની ભાવના કરી, તો વર્ધમાન તરીકે જન્મોજન્મનું કે મારું એકાકિત્વ વાંચ્છું છું; નટવર નાગર પાસે!
(મૂઢ પ્રેક્ષકવર્ગ તરફ ફરી) મહારાજ, મને ગિરફતાર કરો. મેં સુંદરાને ઝેર આપ્યું છે.
(આસપાસની પાંખોમાંથી મેનેજર, પ્રોમ્પ્ટર, ડાયરેક્ટર, કોરકીપર (દશ વર્ષ પછી નાન્દીના મેનેજરનું મોઢું બની રહે તેવી આગાહીવાળું વદન). અને બીજા એક્ટરો ધસી આવે છે. પ્રેક્ષકવર્ગમાંથી કેટલાક કૂદી કૂદીને રંગભૂમિ ઉપર ચડી જાય છે. બધાના કોલાહલમાં સુંદરાનો આર્તનાદ તણાઈ જાય છે; અને ટોળાંની આડે એનો લીલોકાચ દેહ અદૃશ્ય થાય છે.
થોડી વારે આસપાસના લોકોને ખસેડતો વર્ધમાન ટોળા બહાર આવે છે અને દૂર ઊભેલા ન્યાયાધીશ પાસે જઈ પગે પડે છે.)
વર્ધમાન : ગુનો કબૂલ કરું છું, ન્યાયાધીશ!
ન્યાયાધીશ : ફોજદાર!
(અંધારું છવાય છે.)
ભરતવાક્ય
(પ્રવેશાનુક્રમે પાત્રો મેનેજર, ફોજદાર, નગરશેઠ, સ્ટેશન માસ્તર, કવિરાજ, સુશીલ, ડોરકીપર, સૂત્રધાર (અદૃશ્ય), આગંતુક
દૃશ્ય : નાન્દીનું જ.
પડદાના ચડવાની સાથે અજવાળું ઉમેરાતું જાય છે. પૂરતું અજવાળું થતાં ઘડિયાળમાં મિનિટનો કાંટો બારને અડવા આવતો દૃશ્યમાન, ફોજદાર, સ્ટેશન માસ્તર, કાળિયો માળી, નગરશેઠ, કવિરાજ વગેરે મેનેજરની ખૂબ નજીક પહોંચી ગયેલા દેખાય છે. માત્ર સુશીલ દૂર બેઠાં બેઠાં આછું મલકીમલકી નીચે જોયા કરે છે.)
મેનેજર : પણ તે દિવસનો તેઓનો અભિનય! જીવનમાં એવો મેં જોયો નથી.
ફોજદાર : પછી વર્ધમાનનું શું થયું?
મેનેજર : વકીલ બહુ બાહોશ હતો એટલે ફાંસીમાંથી તો બચી ગયો; પણ દશ વર્ષની જેલ મળી.
નગરશેઠ : માણસોય થાય છે કાંઈ! જવા દ્યો ને: કાંઈ નથી એમાં!
સ્ટેશન માસ્તર : તો તો હજી એ હશે ખરો!
કવિરાજ : હા, જાળવજો. ટ્રેનમાંથી ઊતરીને કોઈક દિવસ તમને ઓચિંતો અળાઈ ન પડે!
સુશીલ : (આછું મલકી નીચે જોઈ જાય છે.)
મેનેજર : મને તો ભય પેઠો છે કે મગનો અને છગનો આજે કાંઈક એવું જ કરી ન બેસે!
કવિરાજ : હા, આજના નાટકમાંય જાળવવા જેવું ખરું!
ડોરકીપર : (પ્રવેશ કરી) સાહેબ, ન્યાયાધીશ સાહેબનો માણસ આવ્યો છે. કહે છે કે સાહેબ પા કલાક મોડા આવશે એટલે પડદો મોડો ઊપડે.
મેનેજર : એમાં ના નહિ!
(ડોરકીપર જાય છે.)
નગરશેઠ : આજકાલના અધિકારીઓય કાંઈ છે? જવા દ્યો ને મારા મહેરબાન : કાંઈ નથી એમાં!
(ઘડિયાળમાં દરાના ટકોરા પડે છે; અને ત્રીજી ટકોરી વાગે છે. બંદૂકનો એક ધડાકો થાય છે, હાર્મોનિયમ અને તબલાંની તરમઝટ વચ્ચે સૂત્રધારનો પહાડી અવાજ ગાજી રહે છે.)
મેનેજર : (સફાળા ઊભા થઈ જઈ) કોણે ટકોરી વગાડી? રેઢિયાળ! હજી તો ન્યાયાધીશ સાહેબ પણ આવ્યા નથી ને...
કવિરાજ : (ઊભા થતા) હવે કાંઈ એક વખત પડદો ચડ્યો તે પાછો પડાશે? ન્યાયાધીશ સાહેબ આવે ત્યારે નવેસરથી શરૂ કરશું!
સુશીલ : (આછું મલકી નીચે જોઈ ઊભા થાય છે.)
નગરશેઠ : ચાલો ત્યારે, સાહેબ, સલામ. અમે સહેજ નાટક જોઈને જ જઈએ. ચાલો ફોજદાર! ચાલો ને માસ્તર સાહેબ!
સ્ટેશન માસ્તર : હા, એ ઠીક સુઝાડ્યું!
(બધા નમસ્કર કરતા કરતા જાય છે.)
મેનેજર : (કાળિયા માળી ઉપર નજર પડતાં) સાળા રેઢિયાળ! નાટક શરૂ થઈ ગયું તોય હજી અહીં ઊભો છે?
(કાળિયો જવા જાય છે. પાછળથી ફાટી ગયેલી એની રેશમી સુરવાળ દેખાઈ જાય છે.)
સાળા તારી સુરવાળ તો ફાટી ગઈ છે. મોટી અકબરબાશા થઈને આવ્યો છે તે! દિવસભરમાં સાંધી લેવાનીય ફુરસદ નથી મળતી? ટેબલ ઉપરથી ‘પ્રણવીર પ્રતાપ’ની હસ્તપ્રત ઉપાડી કાળિયાના માથામાં મારે છે.) લે. આ લેતો જા; પ્રોમ્પ્ટરને આપજે.
(કાળિયો માળી જાય છે. ઘડીભર એકલા એકલા મેનેજર આમથી તેમ આંટા મારે છે. પછી ખિસ્સામાંથી સિગારેટનું અડધું પીધેલું ઠૂંઠું કાઢી સળગાવે છે; અને ખુરશીમાં પડ્યાપડ્યા સૂત્રધારની નાન્દી સાંભળે છે :
‘અજબ રસ જમાવ્યો,
વિલમ્બિત ને ત્વર :
પૃથ્વીના તખ્તા પર :
નમન કરું તુજને, નટવર!
તું સૂત્રધાર, વિશ્વંભર!
નટ સકળ નારી ને નર :
જીવન ભીષણ ને મનોહર,
નાટક એક સુખકર
નમન કરું તુજને નટવર!’
એક આધેડ વયનો માણસ આવી મેનેજરની તંદ્રા તોડે છે. એના ગાલમાં ખાડા છે, અને આંખો આસપાસ કરચલીઓ પડી છે. દાઢીના વાળ વધી ગયા છે. કપડાં કંગાલ અને ફાટેલાં છે. મુખાકૃતિ વર્ધમાનને મળતી છે.
આગંતુક : સાહેબ, નોકરીમાં રાખશો?
મેનેજર : (જાગી ઊઠતા હોય તેમ) કોણ?
આગંતુક : હું
મેનેજર : ટિકિટ કયા વર્ગની છે?
આગંતુક : ઓરચેસ્ટ્રાની.
મેનેજર : ક્યાં છે? બતાવ જોઉં?
આગંતુક : ઓરચેસ્ટ્રાની ટિકિટ તે કાંઈ બતાવાતી હશે!
મેનેજર : તો તને કોણે દાખલ થવા દીધો?
આગંતુક : ડોરકીપર નાટક જોવામાં પડ્યો તે તકનો લાભ લઈ હું અંદર સરકી આવ્યો. પણ પોલીસને બોલાવશો નહિ, મારે નાટક નથી જોવું, મારે તો નોકરી જોઈએ છે.
મેનેજર : સાળા બધા જ ડોરકીપર હરામી હોય છે.
આગંતુક : સાહેબ, તમેય હતા!
મેનેજર : (ચમકી) તું....!
આગંતુક : (મૌન સેવે છે.)
મેનેજર : જા...જા...જા...જા....! અહીં નોકરી-બોકરી નથી! જા...જા...જા ચાલ્યો જા!.....જા!
(બોલતા-બોલતા આગંતુકની દિશામાં વધતા જાય છે, અને આગંતુકની પાછળ દ્વાર વાસે છે.)
આજની રાત......
(નેપથ્યમાં ચાલ્યા જાય છે.
પડખેથી ‘નટી!’
‘પ્રાણનાથ’
એવા અવાજો આવે છે.){{Poem2Close}}
<center>{{Color|Blue|'''0 0 0'''}}</center>
26,604

edits

Navigation menu