કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 195: Line 195:
{{Space}}કટારી તારી જીરવું!
{{Space}}કટારી તારી જીરવું!
{{Space}}હાસ્યથી રડી રહું!</Poem>
{{Space}}હાસ્યથી રડી રહું!</Poem>
{{Poem2Open}}
જીવનના અંતર્ગત વાસ્તવ અંગેની કવિની સૂઝ વિશેષ તો આંતરમંથનોમાં પ્રગટ થાય છે. સ્વપ્નભ્રંશ અથવા એનું જ બીજું નામ સ્વપ્ન-સંકુલતા દરેક સ્વપ્નસેવીના ભાગ્યમાં હોય જ છે.  અઢાર વરસનો યુવક વસ્તુસ્થિતિનો સ્વીકાર કરે છે: ‘સ્વપ્નાંઓ સૌ જટિલ થયાં’(પરી). નિર્ભ્રાન્ત ચિત્તસ્થિતિનું, સત્તરની ઉંમરે 1928માં રચાયેલું, સલામ શ્રીધરાણીની વાસ્તવની સહજ પકડનું એક પાણીદાર દૃષ્ટાન્ત છે અને કદાચ એમનાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે:
સલામ, સખી!{{Poem2Close}}
<Poem>
{{Space}}ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.
{{Space}}ખુશામત ગણી? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?</poem>
{{Poem2Open}}
અને પછી સિંધુ અને રજનીના યુગલને ઓઠે વાત આગળ ચલાવે છે. સિંધુની અનવરત રટણાને રાત્રિ અભિમાનથી પોતાની ખુશામત ગણે અને પોતે રીઝે યા ન રીઝે પણ સિંધુને એની શી પડી છે? સિંધુ વિભાવરીનાં તારક-અશ્રુ લૂછતો નથી, તેમ પોતે પણ સખીનાં અભિમાન-અશ્રુ લૂછશે નહિ — {{Poem2Close}}
<Poem>
{{Space}}નિશામુખ પરે પણે ચળકતા નહીં તારકો,
{{Space}}તનેય, સખી! રાતનેય અભિમાનનાં અશ્રુઓ.</Poem>
{{Poem2Open}}
પ્રણયવૈફલ્ય — કદાચ પ્રણયવૈષમ્ય — ને પ્રગટ કરતી આ કૃતિમાં કોટિ (conceit) તીવ્ર કાવ્યાત્મકતાએ પહોંચે છે.
માનવજીવનના વાસ્તવ અંગેનું કવિનું દર્દભર્યું સંવેદન ગાંધીજીના ઉપવાસ વખતના ઉદ્ગારમાં પ્રગટ થયું છે: {{Poem2Close}}
<Poem>
{{Space}}યુગેયુગે એક અલૌકિકાત્મા
{{Space}}આ વિશ્વના યજ્ઞ મહીં ધરાશે?
{{Space}}ન તોય ભૂખ્યો જગ દુષ્ટ આત્મા
{{Space}}તૃષા ત્યજી શાંત સુરમ્ય થાશે?</Poem>
{{Poem2Open}}
કવિએ પછી તા. ક.  ઉમેરી છે કે ઈસુના વધદિન પછી માનવકુલે પ્રગતિ સાધી છે અને કવિનું મન ઉલ્લાસપૂર્વક આશ્વાસન અનુભવે છે કે જગ-આત્મા હવે ‘ન ગાંધીને મારણ-ગોળી આપશે.’ પણ 30-1-1948ની ઘટના ‘યુગેયુગે એક અલૌકિકાત્મા આ વિશ્વના યજ્ઞ મહીં ધરાશે?’ — એ પંક્તિઓમાંનો દારુણ પ્રશ્ન એ જ જાણે જગતસંગીતનો સમ ન હોય એવી લાગણી પ્રેરે છે.
એકંદરે જોતાં, શ્રીધરાણી કવિતામાં ભાવના, વાસ્તવ અને રચનાસૌષ્ઠવ એ ત્રણે દ્વારા પ્રગટ થતી કલાનિષ્ઠતા એ થોડાક પરિચયે પણ  મનમાં વસી જાય એવી નોંધપાત્ર છે. વાતાવરણની એકરસતા એમાં નાનોસૂનો ફાળો ભજવતી નથી. શિવાજીને ભગવો ઝંડો સોંપનાર રામદાસ અંગેના કાવ્ય સ્વરાજરક્ષકના આરંભમાં ઉષા ‘ભગવી’ પ્રભા પ્રસારે છે બલકે ઉષાની આકૃતિ જ કેવી વેદઋચાસિક્ત, ઊર્જસ્વી અને કલ્યાણક પ્રગટ થાય છે! અને રામદાસની કેમેય ડહોળી ન શકાય એવી મુદિતા ‘સ્વામી હસે’ના પુનરાવર્તનથી કેવી જમાવવામાં આવે છે!
શ્રીધરાણીની સર્જકતા ઉચ્ચ કલાનિષ્ઠાથી કામ કરતી હોય છે ત્યારે એનાં આપણી ભાષા માટે કેવા સુ-પરિણામો આવે છે એનો કાંઈક પરિચય કરવા આપણે પ્રયત્ન કર્યો. પ્રો. બલવંતરાય ક. ઠાકોર નવીન કવિતા વિષે વ્યાખ્યાનોમાં કહે છે: ‘શ્રીધરાણીની ઉત્તમ કૃતિઓની ભાષા અને કલા આપણને કોઈક રીતે સુંદરમ્ કે ઉમાશંકર કરતાં જુદી અને ચડિયાતી લાગે છે, પણ તે શી રીતે, કયા ગુણે, તેનું નામ આપણે પાડી શકતા નથી.’ કવિતાકલાનું સૌન્દર્ય એ કાંઈક છટકણો — અનિર્વચનીય — પદાર્થ છે. તે છતાં અત્યારની ગુજરાતી ભાષાની અભિવ્યંજનાશક્તિના અભ્યાસમાં જેને રસ હોય તેને માટે શ્રીધરાણીની કવિતાને કાંઈક આત્મીયતાભર્યો પરિચય અનિવાર્ય જેવો લાગે છે.
શક્તિના પ્રમાણમાં શ્રીધરાણીની સિદ્ધિ કેટલી? ચિરંજીવ ગુજરાતી કાવ્યોની ધારામાં શ્રીધરાણીનું અર્પણ કેટલું? ઉપર મુખ્યમુખ્ય ઉત્કૃષ્ટ કૃતિઓનો નિર્દેશ થયો જ છે. ભથવારીનું ગીત જેવામાં ગીતશક્તિનો પણ પરિચય થશે. ગણતર ઉત્તમ કૃતિઓ ચાર-પાંચ, અરે બે-એક, પણ આપે એવા સંગ્રહો કેટલા? શ્રીધરાણીની સર્જકતા સાત-આઠ વરસની લીલા પછી વરસો સુધી સ્થગિત રહી અને પાછી માર્ગ શોધી રહી છે, તેની વાત થોડી વાર પછી કરીશું. તે પહેલાં આ સાત-આઠ વરસની કૃતિઓમાં પ્રવેશેલી મર્યાદાઓ ઉપર પણ અભ્યાસીની નજર ફરી વળેલી હોવી જોઈએ.
લાંબી કૃતિઓ ઓછી છે, છે તે છૂટક એકમોની માળા જેવી વધુ છે: મોહન પગલાં અને કોડિયાં. આ બંનેમાં તેમ જ રૂપરાણીમાં કાવ્યની એકતા બરોબર સિદ્ધ થઈ લાગતી નથી. સોનેટો પ્રમાણમાં ઓછાં નથી, પણ જવલ્લે જ આખું સોનેટ સુરેખ, સુગ્રથિત રચના તરીકે ઊઠી આવે છે: ભરતી જ અંતભાગમાં માંડ શિથિલ થતાં બચ્યું છે. અરબી રણ, માલ્ટા ટાપુ, છાતીની ધમણથી ઠીક છે. સુકાન પર ટેકવીનો આરંભ{{Poem2Close}}
<Poem>
{{Space}}સુકાન પર ટેકવી સબળ વક્ષ, ને હાથની
{{Space}}પડાળ કરી આંખને, કમરથીય નીચા નમી,
{{Space}}પ્રિયે નીરખતો હતો ધરણી-પ્રાન્ત ઊભી તને;</Poem>
તો છતાંય સ્મરવાનો અંત
<Poem>
{{Space}}છતાંય સ્મરવા તને સદય ઉરથી આ શપથ
{{Space}}અનેક ભૂતકાળની અમૃતરાત્રિ પે લે લખત!</Poem>
—સામાન્ય રીતે જોવા મળતાં પોચલાં પ્રેમવેડાનાં ચિત્રોમાં, તાકાતને લીધે, જુદાં તરી આવે છે. છેલ્લી કૃતિને નિરૂપણની અસ્પષ્ટતા નડે છે, જેમ આગલી કૃતિને અત્યુક્તિભરી કોટિ. એ કૃતિમાં ‘દવલું’ અને ખાસ તો ‘અવડું’ શબ્દ કેવો સમર્પક છે! ઘણી વાર શ્રીધરાણીની નવાં ક્રિયાપદો બનાવે છે — (ગુજરાતી સર્જક કવિને માટે આ કેવી મોટી આવશ્યકતા છે! મરાઠી ભાષાનો કવિ આ બાબતમાં વધુ નસીબદાર છે.) — ધન્યાય, સ્વપનું, સ્વપનતી, બાલા સ્વપ્ને (પૃ. 69), સ્વચ્છંદતાં, અપમાનશો, ઉજેસતો, ભાવે (પૃ.153); પણ ‘આરૂઢતા’ (પૃ. 74) જરી વિચિત્ર લાગે છે — કદાચ નાનાલાલના ‘પ્રફુલ્લવું’ જેમ મૂળિયાં પણ નાખે. કેટલેક ઠેકાણે સંસ્કૃત તત્સમ શબ્દ મચડાય છે, છંદને લીધે: દુરાધ્ય (પૃ. 147), અનાઘૃત (પૃ. 167), વ્યાપૃત્વા (પૃ. 157). છેલ્લા દાખલામાં અને ‘નમસ્તે’(પૃ. 120)માં છંદ માટે જોડાક્ષરોનો વિશ્લેષ કરવો પડે છે, તો ‘વચન’ -(પૃ. 137, 150)નું સંકોચન કરવું પડે છે.
{{Poem2Open}} છંદોને યોજવામાં અભ્યાસીનું કૌશલ ઓછું, અંત:શ્રુતિને જ વશ વર્તવાનું વધારે, એવું જોવા મળે છે. એથી નવા આકાર પણ નીવડી આવવા સંભવ છે: શબ્દબ્રહ્મમાં ‘સૃજનની’ અને ‘હૃદયની’ એ નવાક્ષરી અનુષ્ટુપ પંક્તિ ‘(મહાભારત’માં ‘જનમેજય’થી આરંભાતી કોઈક પંક્તિઓની જેમ) મળે છે, પણ વધારે નોંધપાત્ર તો કવિના મનમાં જે લય છે તે, અનુષ્ટુપનો સ્પષ્ટ આકાર પામતાં પહેલાં, બે વાર એના સમપાદને યોજે છે એ છે કોડિયાં-8માં હરિણીની છે પંક્તિ પછી સાતમી પંક્તિના પૂર્વાર્ધમાં મંદાક્રાન્તામાં સરી ઉત્તરાર્ધ હરિણીનો રહેવા દઈ, બીજી છ મંદાક્રાન્તાની પંક્તિઓ પછી ચૌદમી પંક્તિ સાતમીની જેવી જ યોજવાથી, સોનેટમાં સાતસાત પંક્તિને આંતરે પુનરાવર્તન પામતા સંવાદને લીધે અંતના ‘પડઘા પડ્યા’નું ઔચિત્ય આપોઆપ સધાય છે. ગુલબંકીના લગાલગા લયમાં ક્યારેક બે ગુરુ પણ કૃતિને વિસંવાદી બનાવ્યા વગર સાથે આવી શકે. કદાચ કેવળ અંત:શ્રુતિને વશ થઈ, ‘આભમાં તાકી રહું’ (ઊર્મિ) અને ‘કંગાલ ઓ કંગાલ’ (કંગાલને)માં એ શક્યતાનો કર્તાએ લાભ લીધો છે.
ટૂંકામાં, શ્રીધરાણીની રચનાઓમાં, જેમ દરેક સાચા કવિની રચનાઓમાં, એ જોવા મળે છે કે સર્જકની અનુભૂતિના કેન્દ્રમાંથી કૃતિ પ્રસ્રવે છે ત્યારે એનાં છંદ, લય, ભાષા, ભાવપ્રતીકો આદિ બધાં એકરસ હોય છે, કલાની અચૂક મુદ્રા ધારણ કરતાં હોય છે. એ આખી પ્રવૃત્તિ એકસૂત્ર સમન્વયક્ત (synthetic) હોય છે. કર્તા એ કેન્દ્રથી જેટલે અંશે ખસે તેટલે અંશે કૃતિ છંદમાં, લયમાં કે ભાષા અથવા ભાવપ્રતીકોમાં અથવા બધામાં નબળી પડ્યા વગર રહેતી નથી.
ચૌદ વરસના મૌન પછી શ્રીધરાણી પાછા કાવ્યરચના તરફ વળે છે ત્યારે તદ્દન નવી ગિલ્લી નવો દાવ જેવું તો નહિ તો પણ અભિવ્યક્તિ (expression)ના પ્રશ્નો કાંઈક જુદી રીતે ઉકેલવાના આવે એ સ્વાભાવિક છે. શ્રીધરાણીને ગુજરાતી ભાષા એટલી જ વશ છે અને કાવ્યપદાવલિની ઇન્દ્રિયગ્રાહ્યતા અને ભાવપ્રતીકો પહેલાંની જેમ જ સુસાધ્ય છે એ ‘ડાલામથ્થો ડણક્યો ત્યારે કંપ્યા ગિરિ ગિરનાર’ (મેઘાણી) ‘જોયો કો જમ ને કોળીનું કૂતરું’ અને ‘ઘુવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં’ (રાતના અવાજો), ‘વૃંદવાંસળી વાગી આજે જમનાજીને તીર’ અને ‘ઉભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ’ (આઠમું દિલ્હી) — જેવામાં પ્રતીત થાય છે. તેમ છતાં હવે કાવ્યનું રૂપ બદલાઈ ચૂક્યું છે — જેવામાં પ્રતીત થાય છે. તેમ છતાં હવે કાવ્યનું રૂપ બદલાઈ ચૂક્યું છે — બદલાયા વગર છૂટકો ન હતો.
વધુ સભાનપણે અભિવ્યક્તિનો પ્રશ્ન છેડવાની પ્રક્રિયા છેલ્લી પચીશીના આરંભના એક સંસિદ્ધ કવિ શ્રીધરાણીની તાજેતરની કૃતિઓમાં કેવી પ્રગટ થાય છે એ જોતગા આ આખી ચર્ચા કદાચ વધુ વિશદ બનશે. શ્રીધરાણીની આરંભની કૃતિઓનાં ભાષા, લય, આયોજન વગેરેમાં એક નાજુક કલામયતા જ જોવા મળે છે. એ રચનાઓમાં મુખ્યત્વે હતું ઊર્મિ અને ભાવનાનું સૌન્દર્ય. બાર વરસ અમેરિકામાં રહી સમાજશાસ્ત્ર અને રાજકારણના વિષયોમાં રમમાણ રહી ફરી પાછા છેલ્લાં વરસોમાં એ કાવ્યરચના તરફ વળ્યા છે, ત્યારે એમની રચનાનું સ્વરૂપ કેટલું બદલાઈ ગયેલું લાગે છે! વિષય છંદ, લય ભાષા, ભાવપ્રતીકો — બધું જ બદલાઈ ગયું છે.
ક્યાં પહેલાંની માદક લયવાળી પંક્તિ? —{{Poem2Close}}
<Poem>
ઉચ્છ્વાસતો કાનનમર્મરધ્વનિ
શરુ-તરુનાં વન વીંધતો વહે;
લળી જતો મંજરીભાર વેરી
ઊંચાઊંચા સાગ નીચા નમી રહે.</Poem>
અને ક્યાં એમના આ વર્ષે જ લખાયેલા આઠમું દિલ્હીના પદ્યની નવી જ ઇબારત?
<Poem>
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે,
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો નાનો રણમાં!
ભારતદર્શન એક જ કણમાં!
ભૂતખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,
મૂઉં હતું તેે કુતૂબ કૂદી બે વારા મરતું.</Poem>
{{Poem2Open}}
ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે,
ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે.
નીલ ગાલીચો નાનો રણમાં!
ભારતદર્શન એક જ કણમાં!
ભૂતખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું,
મૂઉં હતું તેે કુતૂબ કૂદી બે વારા મરતું.{{Poem2Close}}
<Poem>
ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ.
દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ.</Poem>
{{Poem2Open}}
પદ્યલય અને શબ્દચિત્રણ બંનેમાં આઠમું દિલ્હીમાં શ્રીધરાણીને ગણનાપાત્ર સફળતા મળે છે. ભાવનામયતા નથી એમ નથિ, પન હવે એ ઝોક જીવન-વાસ્તવ તરફ વધે એ સ્વાભાવિક છે, ભાવનામયતાએ જીવનવાસ્તવના નિરૂપણ દ્વારા પ્રગટ થવાનું રહેશે. આઠમું દિલ્હી એ ‘નહિ જડશે શુદ્ધ વિવેક’ (ગુજરાતીમાં વિનયી રીતભાત માટે વપરાય છે તે વિવેક નહિ, અહીં વિવેક એટલે સારાસારબુદ્ધિ) અંગેની કૃતિ છે, પણ બળબળતા કટાક્ષ દ્વારા એ ભાવનામયતા પ્રગટ થઈ છે.{{Poem2Close}}
26,604

edits

Navigation menu