ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રાસ્તાવિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રાસ્તાવિક |}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશીનું...")
 
No edit summary
Line 10: Line 10:
મારા આ સમગ્ર નિબંધમાં મારો અભિગમ ઇતિમૂલક યથાર્થદર્શનનો જ રખાયો છે. ઉમાશંકરના સાહિત્ય-સર્જન તેમ જ વિવેચન વિશે જે અધ્ધરતાલ અભિપ્રાયોની – ઉછીના કે ઉભડક ખ્યાલોની ફેંકાફેંક કે ઝીંકાઝીંક થાય છે તેને આ મહાનિબંધ કંઈક સંયત કરવામાં ઉપયોગી થઈ શકશે તો મને આનંદ થશે. જે આસ્વાદાનંદ ઉમાશંકરના શબ્દની ગતિવિધિ સમજવાના આ પ્રયત્નમાં મેં અનુભવ્યો છે તેનો થોડોકે અંશ આ મહાનિબંધ દ્વારા અન્ય સાહિત્યરસિકો સુધી પહોંચી શકશે તો જે કંઈ પરિશ્રમ ઉમાશંકરના અને ઉમાશંકર-વિષયક કામને તપાસવામાં મેં લીધો તે કંઈક સાર્થક થયાનો ભાવ મને થશે.

આ મહાનિબંધના કાર્યમાં પ્રથમ તો મારા માર્ગદર્શક આચાર્યશ્રી મોહનભાઈ પટેલનો તથા આ મહાનિબંધના પરીક્ષકો સર્વશ્રી અનંતરાય રાવળ, મનસુખલાલ ઝવેરી તથા ઉપેન્દ્રભાઈ પંડ્યાનો વંદનપૂર્વક આભાર માનું છું. મારા આ સ્વાધ્યાયના લેખનથી પ્રકાશન સુધીના વિવિધ તબક્કાઓમાં મને અનેક વડીલો-મિત્રોનો પ્રત્યક્ષ યા પરોક્ષ સાથ-સહકાર સાંપડ્યો છે. એમાંના કેટલાકનો નામનિર્દેશ અહીં અસ્થાને નહીં લેખાય. સર્વશ્રી ભગતસાહેબ (નિરંજન ભગત), ઠાકરસાહેબ (ડૉ. ધીરુભાઈ ઠાકર), મધુભાઈ (ડૉ. મધુસૂદન પારેખ), ડૉ. ચિમનલાલ ત્રિવેદી, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. રતિલાલ બોરીસાગર, યોગેશ જોષી, ડૉ. રમેશ ર. દવે, પરેશ નાયક, રાજેન્દ્ર પટેલ, પ્રફુલ્લ રાવલ, મનસુખ સલ્લા, ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથપાલશ્રીઓ પ્રા. કનુભાઈ શાહ, પ્રા. કિરીટભાઈ ભાવસાર, પ્રા. નવલસિંહ વાઘેલા અને અન્ય તથા મનુભાઈ શાહ ને ભાઈ રોહિત વગેરેની પ્રસ્તુત કાર્યમાં મને ભરપૂર મદદ ને સદ્ભાવના મળી છે તે જણાવતાં આનંદ થાય છે. સદ્ગત સર્વશ્રી નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ભૃગુરાય અંજારિયા તેમ જ જયંતભાઈ કોઠારીએ પણ મને આ કામમાં જે પીઠબળ પૂરું પાડેલું તે યાદ આવતાં કૃતજ્ઞતાભાવ ઊભરાય છે. ડૉ. રઘુવીરભાઈને તો મેં મારી પાછળ ખડે પગે ઊભેલા હોય એવી એમની હૂંફ અનુભવી છે. તેમનો આ ગ્રંથના આવરણલેખન માટે આભારી છું.

S
<center>૦
૧૯૭૮માં લખાયેલો મારો મહાનિબંધ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠના ઉપક્રમે પ્રકાશિત થાય છે એનો મને આનંદ છે. આ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના તંત્રવાહકોનો તથા પરિષદના તેમના સાથીમિત્રોનો હું આભારી છું. એમણે મારો ગુનાહિત વિલંબ ખમીનેય આ મહાનિબંધ વર્તમાન સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં જે રસ લીધો એ મારે માટે તો વિવેક-ઔદાર્યવાળી અવિસ્મરણીય ઘટના છે. વળી, આના સુંદર-સુઘડ મુદ્રણમાં ભાઈ રોહિતે, મારા પુત્ર અભિજાતની જેમ જ અપાર નિષ્ઠાથી જહેમત ઉઠાવી મને આ ગ્રંથનિર્માણ બાબતે નિશ્ચિંત કરી મૂક્યો તે બદલ તેમનો અને તેમના સર્વ સાથી કાર્યકરમિત્રોનો વિશેષભાવે આભારી છું. મારા આ મસમોટા કામમાં મારા પરિવારે – મુદ્રિકા, વંદના-નાનક, અભિજાત-છાયાએ મને સતત જે અનુકૂળતાઓ કરી આપી તે બદલ તેમનુંયે સ્મરણ કરવું ઘટે. સદ્ગત ઉમાશંકરભાઈનો, તેમના પરિવારનો – સદ્ગત નંદિનીબહેનનો તથા સ્વાતિબહેનનો અને તેમના વિશે અભ્યાસ-ચિંતન કરનાર સૌનો તો હું હંમેશાંનો ઋણી રહેવાનો. વીસમી સદીના ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધાાન કરતી આ સાહિત્યિક વિભૂતિના સમ્યક દર્શન-આકલનમાં આ ગ્રંથ સૌ ઉમાશંકરપ્રેમીઓને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થશે એવી આશા છે.

રથયાત્રા, તા. ૪-૭-૨૦૦૮ {{Right|'''ચંદ્રકાન્ત શેઠ'''}}

Navigation menu