કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3,679: Line 3,679:
<Poem>
<Poem>


'''બાવીસમે વર્ષે'''
'''<big>બાવીસમે વર્ષે</big>'''


ઉપર વિઠલજીની વેદી રે,
ઉપર વિઠલજીની વેદી રે,
Line 3,812: Line 3,812:
છતાંય ક્ષણ આ લહું! નથી તમે હું ના — રંકના!
છતાંય ક્ષણ આ લહું! નથી તમે હું ના — રંકના!
14-5-’34</poem>
14-5-’34</poem>
<Poem>
'''<big>મને ખબર ના</big>'''
મને ખબર ના, કદીય ઉદધિ તણાં ગાન આ
અવિરત ક્રમે વહી યુગયુગાન્તરો તાનમાં
અધીર મુજ અંતરે પુલકતો ઝરો વ્પાપશે;
અને દિવસરાત એ રુદન સાંભળીને જશે.
હવે સમજ સૌ પડી; મમ ઉરે ઊઠે કારમા
તમામ સ્વર દુ:ખના — રુદનના, દિશાદ્વારમાં
પ્રકંપ પછડાઈને કરત, તે ઝીલી ગાજતો
મહોદધિ: ઉરે રચેલ પડઘો પ્રતિ બાજતો.
મને ખબર ના, ઊંડા ગહન ઉરથી ઊછળી
અકારણ તરંગ આ ચહુ દિશે કતારે પળી
તરંત મુજ મીટને સભર સર્વદા રાખશે;
અનિમિષ રહી અનન્ત-પળ પાંપણો જાગશે.
અગાધ તવ લોચનો સભર નીલ આ વિસ્તર્યાં!
અને નયન નિજ એ નયનપાત માંહી ઠર્યાં!
14-5-’34</Poem>
<Poem>
'''<big>છાતીની ધમણથી</big>'''
હુંયે સ્વપનું, જેમ તું સ્વપનતી પણે કાંઠડે
મધુર સખીના મહા લગનમંડપે આંકડે
ગૂંથાઈ સખીવૃંદમાં, નયનમૌક્તિકો વેરતી,
પ્રવાસી પ્રણયી તણું સ્મરણ-અશ્રુ ઉછેરતી.
રૂપેરી વરમાળ હાથ ધરી એ ચડે વેદીએ
ભરે સકળ પૃથ્વી સાત પગલે; અને તું પ્રિયે!
બધું નિરખતી અને સ્વપનતીય તે, ‘આપણે
થશું જ કદી એક, બે ગળી જઈ,’ પીળી પાંપણે!
સખી! વરશું એથીયે લગનમંડપે તો વડા,
મહા ઉજવણે; અને સુરગણોય ઊંચે ખડા
રહી વરસશે શુભાશિષ; અને ફૂલોના ઝરા
નકી નીતરશે ઊંચે ગગન માંહી પંચાપ્સરા!
નથી શરીર દેવડી મુજની આજ ત્યાં તો ખરી!
પુરાવું તુજ છાતીની ધમણથી છતાં હાજરી!
15-5-’34</Poem>
<Poem>
'''<big>નિધનની પછીતે</big>'''
કહે હૃદયરાજ! બે નયનમાં ન એકે ચડ્યું
વિદગ્ધ ક્યમ અશ્રુબિન્દુ ઉર લોહીનું નીતર્યું?
અધિક નિજ પ્રાણથી જીવનથી મને ચાહતો,
અને પ્રણયલોઢમાં હજી ન ઓટ સંભ્રમ થતો
કદી નવ મને! અને ગલિત હસ્ત હિમ સમ ઊજળો પાથર્યો
પ્રશાંત મમ વક્ષ પે: જરીક હસ્ત મારો સર્યો,
સરે પૂરવી-કાળ પીંગળ કપોત માળે ત્યમ,
સુગંધ ધૂલિધૂસર સ્ખલિત કેશ મધ્યે: જ્યમ
સુસ્નિગ્ધ નયનો કર્યાં હૃદયરાણીને તાકતાં,
કપોલ પર પાંડું બે અતૂટ આંસુ-રેલા થતા:
દીઠાં પછમ બારીથી હરણી-વ્યાધને કૂદતાં
ફલંગ ભરી જીવલેણ: પુરના દીવા ઠારતા
વહે ઉતલ વાયુ: ને હૃદયરાજ મૂંગો થશે?
પ્રભાત પડતાં મને અગન દાહ દેતો હશે!
કહે, શું લવલેશ દુ:ખ, ભય, યાતના ના થતી?
નહિ ફરક વિશ્વમાં જદી હતી, હતી ના થતી?
અવાજ સહ મેં ધર્યા ઉભય હસ્તમાં દેવીના
કપોલ બહુ જોરથી: અધિકડાય જોરે ભીના
કર્યા સુકલ ઓષ્ઠ: ને શીશ લીધું, ધર્યું છાતીએ:
ઠર્યું પ્રદીપકોડિયું સમીરસાન: ને જાતી એ.
પ્રિયે! હૃદયરાજ્ઞિ! જે દિવસથી મને તું મળી,
અને કવિતકલ્પને ભભક જ્યોતિ તારી ભળી;
રચેલ તવ ચિત્ર મેં નિધનની પછીતે અને
પ્રભા તરલ નેનની, કમળ લાલી ગાલો તણી,
કલાપી સમ ડોક, ને અલક કોટિ કોટિ ગણી,
અનાઘૃત કુસુમદ્રોણ સમ બે ભરી છાતીને,
ઢળંત નભ બીજ શી ચપલ કેસરિણી કટિ,
હથેલી પદપાનીની તરલ આરતીની શિખા
સમી સકળ આંગળી: સહુ પ્રિયે! હતું ચીતર્યું
પછીત કરી મૃત્યુની! તુજ સ્વરૂપનો મે લહ્યો
ઉઘાડ ધરી મૃત્યુનું પ્રતિસ્વરૂપ! તેથી થયો
ન કંપ મુજ હસ્તમાં સકળ વિશ્વને પાડતો!
સુણ્યો ન પરિશેષ ના નયનજ્યોતિ ઝાંખો થતો.
31-3-’33</poem>
<Poem>
'''<big>છતાંય સ્મરવા</big>'''
વદાય, સખી! આપતાં જીવન સર્વ થીજી જશે;
અને સબળ છાતી ભીતર થકી કશું ઊડશે
બખોલ કરી કારમી: ભભડતી સ્મૃતિ ભૂતની
અનેક વપુઓ ધરી સ્વપનમાં ગળું રૂંધશે.
પરંતુ કરું શું? કરાલ વ્રણ ચીતર્યો રાત્રિએ
સુધાંશુ સમ શુભ્ર દેહકમળે તને ધાત્રીએ:
નહીં! નહિ જ! કરે એ, મમ કૃતિ! છતાંયે હતી;
ક્ષમા સુભગ દૃષ્ટિની સભય આશ: એ ના ફળી
પરંતુ તવ ક્રોધ માંહીં અભિજાતતાયે બળી—
ઝળી ભસમસાત: ને અઘટતા નકી આદરી
પૂરી, કદિય જે મને સ્વપનમાં ન ખ્યાલે ચડી:
તને વ્રણ થયો: મને સ્વપ્ન — ભ્રંશની લૂ અડી.
છતાંય સ્મરવા તને સદય ઉરથી આ શપથ!
અનેક ભૂતકાળની અમૃતરાત્રિ પે લે લખત!
30-3-’33</poem>
<Poem>
'''<big>ભરતી</big>'''
સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે: વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!
ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.
કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક: શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!
10-8-’31</Poem>
<Poem>
'''<big>સ્વમાન</big>'''
માન તમારે હાથ ન સોંપ્યું;
{{Space}} કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
{{Space}} શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
{{Space}} વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
{{Space}} પર્વત ચીરે ઝાટકે —- માન0
હિમાદ્રિ અમલિન સુહાસે,
{{Space}} ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
{{Space}} હાસ્ય કરી અવહેલતો.
રેતી કેરા રણ ઉપર ના
{{Space}} બાંધ્યાં મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
{{Space}} પાયા રોપ્યા પ્રાણના!
માન તમારે હથ ન સોંપ્યું,
{{Space}} કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
{{Space}} શર સૌ પાછાં પામશો.
27-7-’30</poem>
<Poem>
'''<big>પાનખર</big>'''
બારબાર મહિના ઊડીઊડીને
આજે સમીરરાજ ભૂખ્યા થયા;
દક્ષિણના દરિયાની વેદનસિતારે
ખાલી ખપ્પર લઈ નાચી રહ્યા.
{{Space}} તાલ દીધો નિત નૃત્યમાં
{{Space}} જેણે બારે માર —
{{Space}} પાનખરે જઈને પૂછ્યું:
{{Space}} એના પૂરશો ન હૈયાહુતાશ?
ડાળડાળ પાંદડાં છૂટીછૂટીને
ધરણીની શુષ્કતા ઢાંકી રહ્યાં;
વાયુ-વંટોળના વર્તુલ મોઝારે
ઊડી કંકાલ-નાચ નાચી ગયાં.
31-3-’32</Poem>
<Poem>
'''<big>અમૃતના ઉંબરમાં</big>'''
એક અમૃતની કૂપી ભરી,
ઉપર આછેરી વિષ કેરી ચાદર ચડી,
આખા જીવનની ધન્યતા તરી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી:
અદકેરાં દાન અમે દીધાં-લીધાં,
મોંઘેરાં પાન અમે પાયાં-પીધાં;
એને ગોપનના કાજળથી દવલાં કીધાં:
શેષ પારખાની પુણ્ય ક્ષણે હંમિત ખડી,
જરી ઝાંખેરી દોષ કેરી છાયા પડી.
હવે કેમ કરી અમીસર સ્નાન કરવાં?
અમૃતના ઉંબરમાં મોત વરવાં!
2-10-’32</Poem>
<Poem>
'''<big>અચેત તાંતણે</big>'''
ભુજંગનો ભીષણ પાશ છોડ્યો,
બંદી બન્યો એક અચેત તાંતણે:
સુરાંગનાનો અમીકૂપ છોડ્યો,
લળી ગયો એક નમેલ પાંપણે.
સમુદ્ર અશ્વ સહસ્ર નાથ્યા,
સળેકડું એક જરી સરી ગયું:
નિષ્ઠુરતાના નગરાજ બાથ્યા,
જોઈ જરી; — અશ્રુ ઉન્હું દડી ગયું.
આકાશના ચંદરવે અડેલો,
ખરી-ઊડી ધૂળથી કેમ રોળવું?
સુરેન્દ્રના મેઘધનુ ચડેલો,
ભૂમિ પડી સુંદરી ઉર ઝોલવું?
હસી હસી કાંચનજંઘને ચડ્યો!
અસાર આવા વનપાણકે ખડ્યો?
27-1-’32</poem>
<Poem>
'''<big>ભાવના</big>'''
ત્રિકાલનો ઘુમ્મટ-ઘેર તોડી,
સુણી રહું શાશ્વત શબ્દબ્રહ્મને!
ત્રિલોકના ભેદ મહા ઉકેલી,
રમી રહું નિત્ય નવા સનાતને!
સમુદ્રનાં સૌ વમળો વટાવી,
ઝંખી રહું રત્ન સહસ્ર પામવા!
ઝંઝાનિલોની ધરી પાંખ અંગે,
ઊડું અનંતે જગતાપ વામવા!
તિમિરનાં રાક્ષસજૂથ આવી,
ઝગી રહ્યો  અંતરદીપ આવરે!
લડીલડી એકલ હાથ મ્હારે,
મથું હું અંધાર સહુ વિદારવા!
ક્ષણો, પ્રભો! આવી અનેક આપો;
ક્ષણો મટી જીવન સર્વ વ્યાપો!
2-11-’30</Poem>
<Poem>
'''<big>મૃત્યુને</big>'''
રડે મને શું કામ? હું જીવંત મૃત્યુમાં રહું:
નિત્ય હું તને મળું, ન શું હું દૃષ્ટિએ ચડું?
દિવ્ય સ્પર્શ, દર્શનો: અનુભવું ઘણુંઘણું;
દેહ મિટ્ટીમાં મળ્યો: અનંતમાં ઊડે અણું.
સુગંધી વાયુ તાહરા સુકેશ આ ઉછાળતો;
અણુ બની અડી સુકેશને હું કાળ ગાળતો!
અમી ભરેલ પોપચે ચડું અણું બનીબની;
વહુ સરંત અશ્રુમાં તૃષા છિપાવું સ્નાનની!
ચડાવ મારી કબ્રને તું પુષ્પ તો ચૂંટીચૂંટી:
પુષ્પના પરાગમાં અણું બની રહું છૂપી.
ધન્ય સ્પર્શ તાહરો; કવું અદૃશ્ય કાવ્યને:
સાંભળે ન શું કદીય એક-માત્ર શ્રાવ્યને?
હાર્દ એક તો હતાં, નડી શરીર-ભિન્નતા;
એકતા અનુભવી, ધરે શું કામ ખિન્નતા?
25-9-’29</poem>
<Poem>
'''<big>ધૂમ્રગાથા</big>'''
ઊંચાં ઊંચાં શ્હેર તણાં મકાનો,
ને એકમાં એકલ હું પડી રહું.
કરીકરી દિન અનેક કામો,
સંધ્યા-સમે પશ્ચિમ ગોખમાં લહું.
સંધ્યા સતીના નવરંગ ગાલો,
મિલો તણા ધૂમ્ર વિષાદ આવરે;
માણિક્યના વ્યોમભર્યા મહાલો,
ધીમેધીમે ગોટમગોટ છાવરે.
અને હું જોતો બળતા નિસાસા,
ભેગા થઈ ધૂમ્ર શિખાસ્વરૂપના;
મજૂરનાં દૈન્ય અને નિરાશા,
ધુંવા મહીં જોઉં દુખો હું ધ્રૂજતાં.
ઊડે મહીં હાથ-પગો તૂટેલા,
બળીબળી ખાખ થયેલ ફેફસાં;
ફિક્કાં, સૂકાં મ્લાન મુખો ઝૂકેલાં,
સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં.
ઊણાં ઊભાં હું ઉદરો નિહાળું;
અપૂરતી ઊંઘ સૂઝેલ પાંપણે;
પ્રસ્વેદની ત્યાં સરિતા હું ભાળું;
ને માળખાં શોષિત દુ:ખ-ડાકણે.
અને હું જોતો પડતી નિશામાં,
રડી-રડી મ્લાન સૂકેલ યૌવન;
ઊભા થતા ને પડતા નશામાં,
પગો પડે અસ્થિર ઝૂંપડીમાં.
ઝીલીઝીલી એ પશુના પ્રહારો
અશક્ત ભૂખી લલના રડી ર્હે;
નિ:સત્ત્વ ગંદાં અસહાય બાળો
નિશા બધી ભોંય ભૂખ્યાં પડી રહે.
બારી કરી બંધ પથારીએ પડું!
ધુંવા તણી મૂક કથા હું સાંભળું!
24-1-’31</Poem>
<Poem>
'''<big>સૂતી હતી</big>'''
સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં:
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા:
ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ:
અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી:
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી:
જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી!
પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!</poem>
<Poem>
'''<big>ઊંચાંઊંચાં ગ્રથિત મકાન</big>'''
વ્યોમ ચીરીને વિતલ ઊતરતી
{{Space}} ચકચકતી વીજળીની રેખ;
એના ભીષણ તાંડ-નૃત્યે
{{Space}} વાદળ ગર્જી આપે ઠેક.
ઝરમર ઝરમર મેઘ ઝરે!
{{Space}} સરિત-શરીર રોમાંચ કરે!
રસ્તાની ઓ પારે ઊભાં
{{Space}} ઊંચાઊંચા ગ્રથિત મકાન;
સઘળી બારીમાંથી દૂઝે
{{Space}} પ્રકાશનું ચોખંડું ગાન.
અટારીએ ફૂલરોપ લૂમે!
{{Space}} અંધારું ફૂલડાંને ચૂમે!
એક પછાડી એક બુઝાતા
{{Space}} પ્રાકાશના, વીજળીના ગોળ;
બારીનાયે પડદા ઊતરી
{{Space}} આવરતા દૃષ્ટિનો દોલ.
સહુ ચાહે કુમળું એકાન્ત!
{{Space}} પ્રદીપવા જીવનને ક્લાન્ત!
મોરેયે દીવો છે ના’નો,
{{Space}} બારીનોયે સરસ સમાસ.
બારીને પડદાયે છે, પણ
{{Space}} કોઈ નથી જે મારી પાસ
સાતસાત દરિયાપારે,
{{Space}} એયે રડતું ચોધારે.
20-7-’34</poem>
<Poem>
'''<big>ક્રાંતિનાદ</big>'''
અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું: દિશ દીવાલ: શય્યા ધરા!
અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી: અને હૃદય દુ:ખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.
પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળના
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના!
સહુ વીતક વીતજો! વિઘન ના નડો શાંતિનાં!
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના!
8-11-’30</Poem>
<Poem>
'''<big>શૂન્યશેષ</big>'''
નહીં! નહિ જ પાલવે શયન પાંસુ પે પાશવી
ખરી, ચરણ, ડાબલા મલિન સ્પર્શ મેલી બની:
ઊભીશ અવરોધતો ગગનચુંબી પ્રાસાદને,
શ્રીમંત મુજ વૈભવે, ધનકુબેરના નાદને.
ન તોય પરિતૃપ્તિ: સપ્ત જલસાગરે ગાજતા
નવેનવ દ્વીપે, ભૂપે સકળ લોકમાં રાજતા;
જહાંગીર-મહાન કો’ ભરખ-જ્વાલ-જ્વાલામુખી
તણે મુખ વિરાજીને ગગનને ભરું હું મૂઠી.
ગ્રહો, તરલ ધૂમકેતુય, નિહારિકા, તારલા,
મુકુટ સમ રાજતા મહત માનવી-હું શિરે:
પ્રદીપ વિચિમાલ્ય શી સુરસરિતની મેખલા
વિરાટ મમ દેહની કટિ પરે પ્રભા વિકિરે.
હવે તું કર આમળું! ઊછળતો તને ઝાલવા:
પિતા, મુજ પદે પડ્યો? મલિન પાંસુ પે ન્યાળવા
તને, શરીર આ વિરાટ મુજ આજ આડું ખડું!
6-6-’33</poem>
<Poem>
'''<big>ચિતા</big>'''
સ્મશાનમાં નિત્ય જતી નિશામાં,
આકશ શી તારક ચૂંદડી ધરી;
નદીતીરે પ્રજ્વલતી ચિતાનાં
પેખી રહું સૌ પ્રતિબિમ્બને ફરી.
હુંયે મહાકાલ તણી પળે કો,
ત્રિખંડના કોઈ અગમ્ય ખંડે,
બળીઝળી ખાખ થઈ ચિતામાં
હસીશ મીઠું પ્રતિબિમ્બ પાથરી.
વિચાર એવો બહુ વાર આવતાં,
જરીય મારો રસ ના કમી થયો;
કરુણ એ સુંદરતા નિહાળતાં,
મૃત્યુ તણો ભાવ મને ગમી ગયો.
પરંતુ આજે થથરાવતો અહા!
વિચાર મારા મનમાં રમી ગયો:
બળી તુંયે ખાખ થશે જ એકદા!
બધી-બધી હંમિતને હરી ગયો.
આકાશ શી નીલ ગભીર આંખો;
ઉષા સમા ઓષ્ઠ સુવર્ણ તારા!
સુનેરી એ કેશકલાપ ઝાંખો,
બળી જશે દેહની તેજધારા?
જીવંત હું આ જગમાં ચિતા શી,
ભમીશ સૂનાં પ્રતિબિમ્બ પાડતી!
28-12-’30</Poem>
<Poem>
'''<big>મૃત્યુનૃત્ય</big>'''
[પારિજાતક]
નીલ ઘટા પારિજાતકની,
{{Space}} નીલ નીચે હરિયાળી ઝૂલ:
શ્વેત, રક્ત પારસ કોરીને,
{{Space}} વનદેવીએ ગૂંથ્યાં ફૂલ:
{{Space}} વ્યોમ વૃક્ષમાં તારા તગે,
{{Space}} તિમિરઘટામાં જુગનુ ઝગે!
દિશાપારથી સમીર સવારી
{{Space}} ભૈરવ-તાને વેણુ વાય;
બુલબુલ આવી ડાળે બેસે,
{{Space}} પુષ્પ નાચતાં નીચે જાય:
{{Space}} તરણાંખોળે તો ઝિલાય!
{{Space}} અગમ અંક તારા બુઝાય!
{{Space}} પ્રણયસ્પર્શનાં મીઠાં દુ:ખ,
{{Space}} મૃત્યુમાંયે નૃત્ય અનુપ!
{{Space}} *
[લજ્જાવતી]
પ્રથમ પ્રભાતે ઉંમા નીસર્યાં,
{{Space}} પ્રલય સુધી પૃથ્વીપટ ફર્યાં;
નવવધૂઓનાં નેનોમાંથી
{{Space}} વ્રીડાના સુરમા સંઘર્યા.
{{Space}} લજામણીના પાને પાને
{{Space}} એ સુરમાનાં અંજન કર્યાં!
પાથિર્વ કોઈ સ્પર્શ થતાંમાં
{{Space}} અકળામણનો વપુ સંકોચ;
જગતમાત્રનું માર્દવ ઓપી,
{{Space}} સંધ્યાનો સાળુ સંકોર.
{{Space}} જીવનમાં જે નૃત્ય કર્યું ના,
{{Space}} મૃત્યુમાં એ અંગમરોડ!
{{Space}} *
{{Space}} [શેવતી]
ઈસામસીના હૃદયકમળની
{{Space}} કોમળતા ઉજ્જવળતા રૂપ,
શિવ-શંકરની લાડીલી શી
{{Space}} પુષ્પ શેવતી: સમીર દૂત —
{{Space}} હિમાલયેથી શિવ પાઠવતા
{{Space}} ખરતા દળમાં મૃત્યુનૃત્ય!
{{Space}} *
{{Space}} [કલહંસ]
સિંધુપારથી ઊડતા ઊડતા
{{Space}} રમતે હૈયે, ધમતે શ્વાસ,
હંસરાજ હિમાળે આવે
{{Space}} મરવા માનસસરવર પાસ:
{{Space}} તાંડવ કરતા ઊડે આભ!
{{Space}} શિવતાંડવના ગાજે પાદ!
22-9-’31</Poem>
26,604

edits

Navigation menu