કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4,299: Line 4,299:


22-9-’31</Poem>
22-9-’31</Poem>
<Poem>
'''<big>ઘુવડ</big>'''
આકાશનું ઊછળતું કુરંગ
દોડી રહે અર્ધીક વ્યોમકેડી;
લખી લખી વાસરી, પ્રાણ સંગ
પ્રલાપની ટેવ મને પડેલી.
દીવો કરી અંધ પથારીએ પડું,
જરાક શી ચાદર જેમ ઓઢતો;
ચિત્કાર શો ઘુવડનો હું સાંભળું,
અંગાંગ માંહી જરી હું ધ્રૂજી જતો.
ધીમે ભરું બીકણ પાય મારા,
લપી છૂપી બારી કને ઊભું જઈ.
દેખી રહુ તારકના ધ્રુજારા,
અંધારખોળે મુખ આવરી દઈ.
ફળી મહીં બાવળવૃક્ષ ઊભું,
રોમાંચ શા કંટક પાંશરા કરી;
શિરીષની નાનકડી કૃતિ શા
પુષ્પે ભરી માદક ગંધ, કેશરી.
નિશા પરે જાય નિશા પળંતી,
પાનાં પરે વાસરી-પાન ચીતર્યાં;
પ્રત્યેક રાતે મૃગલે રડંતા
તારા પરે કમ્પિત કૂદકા કર્યાં.
ચિત્કાર કિંતુ નવ એ શમે કદી,
ન ડાળી બીજી કદી શોધતું દીસે!
કુરંગની સાઠમી જ્યાં પડે ખરી,
ધ્રૂજાવતું ભીષણ શબ્દ ઉચ્ચરી.
ચોથી કરી પોથી પૂરી સ્મરું જરી,
ચિત્કાર ત્યાં એ ફરી વાર ગાજ્યો;
ચારે દિશે કાન ધરી નવાજ્યો,
અંગાંગ મારે ફરકંત ખંજરી.
ન જાણું ક્યાંથી? પણ આવી ઊભો
વિચાર મારા મનમાં બિહામણો,:
જેને શિરે ઘુવડ શબ્દ ધૂકે,
નકી થતો માનવી શીશ-હીણો!
બારી કરી બંધ પથારીએ પડું,
કપોત મારા ઉરમાં ધ્રૂજી રહે;
સૂવા જરી પીઠ અનેક ફેરવું,
અંધાર કાંઈ ગૂઢ કાનમાં કહે.
પ્રભાતના બંસરી સૂર વાયા
નિદ્રા તણે અંક જરી ઢળી ગયો;
ધબાક શો નાદ! પ્રકમ્પ કૈં થયો,
ધ્રૂજી રહ્યા ચાર પલંગપાયા.
બારી ઉઘાડું દ્વય આંખ ચોળતો,
સવિતની સો ચમકે કટારી;
કપાયલું બાવળવૃક્ષ ઢાળી —
ઊભો કુહાડી દરબાર તોળતો.
નિદ્રાહીણી લાલ નિહાળી આંખો,
પળેક એ ચાકરડો જતો ધ્રૂજી:
પડી ગઈ, સા’બ! નમેલ છાપરી,
થડા થકી ટેકવવા હં કાંપતો!
બારી તણું દક્ષિણદ્વાર વાસ્યું!
માથું હજી છે ધડ પે! તપાસ્યું.
21-2-’32</Poem>
<Poem>
'''<big>ઊડતા શ્યામાને</big>'''
ઊડતાં આવી માળો બાંધ્યો
{{Space}} માધવીમંડપ મારે.
વર્ષાનાં વાદળ વિખરતાં,
{{Space}} ઊડી ક્યાંક પધારે:
{{Space}} તું ઊડ્યો એથી ઝંખું શ્યામા!
{{Space}} સ્મરતો અંતર-તારે...
હિમાદ્રિના સપ્તશૃંગમાં
{{Space}} સાગની સાત ઘટા રે.
દેવદારુની વૃક્ષરાજિમાં
{{Space}} દૂઝે ચાંદની ધારે:
{{Space}} એમાં માળો તારો નિત્યનિત્યનો,
{{Space}} શ્યામી નિત્ય સમારે...
જાણુંજાણું ઊડતા શ્યામા!
મુજ ડાળે ના નિત્ય વિસામા!
તોય સ્મરું તું ઊડ્યો એથી,
{{Space}} અંતરને એકતારે...
માધવીએ મુજ માળો બાંધ્યો,
{{Space}} ઊડતા શ્યામા! આવી.
સાંભળ ઊડતી સ્મૃતિ!
{{Space}} થંભ જરી!
પંખીડું કોઈ આવીઆવી
{{Space}} ઝાડ-ઝાંખરાં વિસ્તારે,
{{Space}} મુજ અંતરની મોઝારે.
{{Space}} જાણું એ પહેલાં તો એણે,
{{Space}} ઉર-સંગીતનાં વેણેવેણે
{{Space}} બાંધ્યો અંતરમાં માળો,
{{Space}} અશ્રુ-અમૃત-તારે...
તને માધવીમંડપ આપ્યો,
{{Space}} અંતરમાળો ના રે,
નિત્યનિત્યના વાસ કરીને
{{Space}} કોઈ દ્રવે છે:
તુજને કેમ કરીને ધરવો?
{{Space}} એ ખાલી થાય ન ક્યારે...
{{Space}} તોય સ્મરું હું ઊડતા શ્યામા!
{{Space}} સ્મૃતિના સૂના તારે....
મેળ આપણો નિત્ય તણો ના,
{{Space}} પળનો એ પલકારો;
અચળ ચળકતો ધ્રુવતારો ના,
{{Space}} પણ એ ખરતો તારો.
મહાકાવ્યને ધોધે નહિ તો
{{Space}} ઊર્મિગીતની ધારે;
તું ઊડ્યો તેથી સ્મરતો, શ્યામા!
{{Space}} કોઈ વસંત-સવારે....!
8-4-’32</Poem>
<Poem>
'''<big>પૂરવ પ્રેમી</big>'''
વિખેરીને સૂકલ પાંદડાં સહુ
કંકાલનું એક બિછાનું પાથરી;
કદંબનું વૃક્ષ નિહાળતું નવું
કંઈ, ઠૂંઠી અંગુલિઓ ઊંચે ધરી.
પ્રજાળીને અંતર અંકુરો બધા,
વિખેરી ખીલ્યા ઉરની પ્રફુલ્લાતા;
બેઠો હતો આત્મન એકલો તદા,
જોતો ખર્યાં પર્ણ ધ્રૂજંત ઊડતાં.
નૂપુરની ઝંકૃતિ આગળે પળે,
લળી, કટિભંગ કરી પિછાડી,
આવી ઊભી એય કદંબની તળે;
ધ્રૂજી રહી સર્વ સૂતેલ નાડી.
નીચે હતાં નેન ઢળેલ મારાં,
અનુભવ્યું તોય દહંત પોપચે;
થીજી હતી રક્તની નાડીધારા,
હૈયા પરે સાત સમુદ્ર તો લચે.
પળું પ્રભાતે મુજ પ્રેમી સાથ,
છેલ્લું કંઈ પૂરવ પ્રેમી માગ!
કે’ તો દઉં એક પ્રકાંડ બાથ,
હોલાવવા અંતર કેરી આગ!
વાયુ તણી એક ઝડી ઝીંકણી,
પ્રકંપતાં પર્ણ ઊડ્યાં કદંબથી;
વેણુ તણી લંબ ભુજા વીંઝાણી,
કપોતડું એક ઉડ્યું કહીંકથી.
ધીમે ધીમે ચક્ષુદ્વયી ઉપાડ્યાં,
પળેક એ આંખડી જોઈ તો રહ્યો;
ધીમેકથી પાંપણ ઢોળી પાડી,
નીચે લળી; હુંય ઊભો થઈ ગયો.
તમે સૂશો એ જ પલંગ પાથરું,
આલંગિને હું જ ધરીશ વીંઝણો;
ચૂમ્યા હતા ઓષ્ઠ: સુવર્ણ હું કરું
કો અન્યના ચુંબન કાજ. ને ફરું—
બની ગયું શું જરી હું ન જાણું,
પડ્યો હતો: પાંપણ સ્હેજ ઊઘડી;
સૂકેલ બે પર્ણ મહીં પ્રમાણું
બે આંસુડાં; ને પગલાં કંઈ પડ્યાં.
31-8-’32</Poem>
<Poem>
'''<big>સમીરણ</big>'''
વગડાંમાંથી વાતો આવી,
{{Space}} પીંપળપાને કાન ધર્યા;
મરકી ફરકી પત્રે પત્રે,
{{Space}} ચંપકને ઇંગિત કર્યાં.
જોયું-સ્હોયું: ઊડતા પુષ્પે
{{Space}} વનડાના સંદેશ સર્યા;
શાલ-વને સાંભળતાં વાતો,
{{Space}} ખરખર કરતાં પાન ખર્યાં.
વેણુના બાહુ વીંઝાયા,
{{Space}} સાગવક્ષ શું એક કર્યા;
વ્રીડાનાં પુષ્પો પ્રગટીને,
{{Space}} ઝરઝર કરતો કોર ઝર્યા.
ફરતાં ફરતાં દિશ દિશ વાટે
{{Space}} પડઘા કિશુક કાન પડ્યા;
વસંતના અંતર શાં રાતાં
{{Space}} પુષ્પો ધરણીઅંક દડ્યાં;
તરણાંઓએ ઝોલાં ખાતાં
{{Space}} ચુંબનને અંતર જકડ્યાં.
8-8-’32</Poem>
<Poem>
'''<big>વસંતના અવતાર</big>'''
કોકિલના શા કંઠ ગવાતા,
પ્રફુલ્લતા આંબાના મોર;
કેસૂડાનાં કેસર ખીલ્યાં,
લીંબડીઓનો ફોરે કોર.
{{Space}} કૂંપળ હસતી અપરંપાર!
{{Space}} વન વન વસંતના અવતાર!
ગુંજે ધૂન અલખની કંઠે,
મ્હોરંતા જીવનના મોર;
નવરંગો ખીલે અંતરના,
પ્રેમધર્મની ફૂટે ફોર.
{{Space}} ઉરમાં ભાવો અપરંપાર!
{{Space}} જન જન વસંતના અવતાર!
25-3-’28</Poem>
<Poem>
'''<big>પાંચીકડા</big>'''
વીરપસલી આપે જો, વીર!
કેવાંકેવાં દેશે, ચીર?
મેઘધનુની સાડી કરું,
પે’રી તારી સાથે ફરું.
{{Space}} બીજું શું-શું દેશે, બોલ?
{{Space}} આપ્યા ક્યારે પાળે કોલ?
તારા સપ્તષિર્ના સાત,
પાંચીકડાની કેવી જાત?
હમણાં લાવું, ગમશે, બ્હેન?
મૂકીશ ને તું તારું વ્હેન?
{{Space}} સાથે બ્હેની, રમશું રોજ!
{{Space}} છલકાશે હૈયાના હોજ.
20-2-’28</Poem>
<Poem>
'''<big>હું જો પંખી હોત</big>'''
પ્રભુપાથર્યા લીમડા શા
ખેતર-વાડ મહીં વિચરું,
ટહુકું મીઠું અનંત વ્યોમે,
પૃથિવીમાં હું આશ ભરું.
{{Space}} નૂતન જ્યાંત્યાં ભરતું જોત!
{{Space}} આશા! હું જો પંખી હોત!
બાલસૂર્ય શા લાલ ગુલાબે,
વાયુ ધૂલિ ભરતો તોય;
ધોવા કાજે કોણ પધારે?
જો ઝાકળ ના પડતી હોય!
{{Space}} તો હું તે અશ્રુએ ધોત!
{{Space}} આશા! હું જો પંખી હોત!
કિલકિલાટથી વનકુંજોને,
આભલડાને ગિરિગહ્વરને,
સાગરને, ધરણીમાતાને,
મનુષ્યના આત્માને સોત,
{{Space}} ગુંજાવ્યા તું બ્હેનાં જોત!
{{Space}} આશા! જો હું પંખી હોત!
ઊંચે ઊડી વ્યોમ રહેલા
તારકગણને પકડી લેત;
વીણીવીણી, સારાસારા,
માળા ગૂંથી લાવી દેત.
{{Space}} દીપત કેવું તારું પોત!
{{Space}} આશા! હું જો પંખી હોત!
કુમુદ તણી હં વાત સાંભળી,
ચંદ્ર ભણી હું કહેવા જાત;
ચંદ્ર તણો સંદેશો પાછો,
કુમુદિનીને ક્હેતો જાત.
{{Space}} તેના દુખમાં સાથે રોત!
{{Space}} આશા! હું જો પંખી હોત!
આશા! હું પંખીડું મીઠું,
બ્હેના! તું પંખિણી બ્હેન
ઊડીએ ઊંચે, ઊંચે, ઊંચે,
આપણને શાનું હો ચેન?
{{Space}} બ્હેના! તો હું કદી ન રોત!
{{Space}} આશા! હું જો પંખી હોત!
27-2-’27</Poem>
<Poem>
'''<big>પીલુડી</big>'''
ભાઈ! પેલી પીલુડી,
ઘેરીઘેરી લીલુડી;
આભલડામાં ચાંદરડાં,
પીલુડીમાં પીલુડાં.
{{Space}} હીરા-માણેક ઊગ્યાં ત્યાં!
{{Space}} ચાલો રમવા જઈશું ક્યાં?
આભ-પીલુડી ભાઈ ચડ્યા,
ખંખેરી ત્યાં કરા ખર્યા;
વીણતાં બ્હેની ખોળો ભરે,
ટપટપ બીજાં માથે પડે.
{{Space}} આશા બ્હેની! ઉપર આવ!
{{Space}} પડ્યાં પીલુમાં આ શો ભાવ?
15-8-’27</Poem>
<Poem>
'''<big>આશા</big>'''
આભ મોટું પાંદરડું,
ઉપર ચળકે ચાંદરડું;
જાણે. ઝાકળ મોતીડું,
{{Space}} હસતું તગમગતું!
બ્હેન! આ ઊંચેની વાત!
નીચેની પણ તેવી વાત!
માનવઉર એ આભલડું;
ઉપર આશા ચાંદરડું;
જાણે ઝાકળ-મોતીડું;
{{Space}} લસતું ઝગમગતું!
મ્હારું ઉરપ એ આભલડું!
ઉપર બ્હેની ચાંદરડું!
16-8-’27</Poem>
<Poem>
'''<big>અભિલાષ</big>'''
તારા! તારા! ત્હારા જેવી
મીઠી, મીઠી, આંખ દે!
પંખી મીઠા! ત્હારા જેવી
ચેતનવંતી પાંખ દે!
{{Space}} સાત સમંદર વીંધી જાઉં,
{{Space}} હસતી આંખે જોતો જાઉં!
મધમાખી, તું ત્હારા જેવી
મુજને મીઠી ખંત દે!
કોયલબ્હેની! ત્હારા જેવો
મીઠો મીઠો કંઠ દે!
{{Space}} વિશ્વ તણો મધકોશ ભરું,
{{Space}} ચૌદ લોક ટહુકાર કરું!
સાગર ઊંડા, ત્હારા જેવો
ધીર ઘોર ઘુઘવાટ દે!
વેગી વાયુ! ત્હારા જેવો
વેગીલો સુસવાટ દે!
{{Space}} વિશ્વ ધ્રૂજે, સુસવાટ કરું,
{{Space}} સાગર શો હું જ્યાં ગરજું!
આશા! ચાલો બાને કહીએ,
રમકડાં તું આવાં દે!
બ્હેની! બ્હેની! ત્યાર પછી તો
જગનાં રાજા આપણ બે!
{{Space}} બાળક ન્હાનાં હું ને બ્હેન!
{{Space}} તો ના કરત કશાનું વ્હેન!
24-4-’28</Poem>
<Poem>
'''<big>પતંગિયું ને ચંબેલી</big>'''
મળું મળું વ્હાલાને ક્યારે?
{{Space}} વીંટળાઉં ક્યારે? ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
{{Space}} લળતી આશભરી વેલી.
{{Space}}{{Space}} મુખ પર પુષ્પ કરે કેલી!
{{Space}}{{Space}} ફૂલરાણી શી ચંબેલી!
આરસનોયે અર્ક કરીને
{{Space}} બ્રહ્માએ આલેખ્યું રૂપ.
સરસ્વતીની વેણીમાંથી,
{{Space}} ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
{{Space}}{{Space}} ફૂલડાંને ઊડવાં આકાશ!
{{Space}}{{Space}} પાંખ વિના પૂરે શે આશ?
મેઘધનુષી પાંખોવાળા
{{Space}} પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
{{Space}} એક જ મારી પૂરશો આશ?
{{Space}}{{Space}} મારો દેહ તમારી પાંખ —-
{{Space}}{{Space}} એક બનીને ઊડશું આભ?
ચંબેલીનો દેહ રૂડો, ને
{{Space}} પતંગિયાની પાંખ ધરી;
અવની, આભ, અનંતે ઊડે,
{{Space}} મલકંતી મ્હેકંતી પરી.
{{Space}}{{Space}} પતંગિયું ને ચંબેલી!
{{Space}}{{Space}} એક થયાં ને બની પરી!
19-12-’28</Poem>
26,604

edits

Navigation menu