કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4,670: Line 4,670:


19-12-’28</Poem>
19-12-’28</Poem>
<Poem>
'''<big>પરી</big>'''
આરસનો ઉજમાળો દેહ;
આંખડીએ ઊભરાતો નેહ.
પાંખ મહીં તો મોતી મઢ્યાં,
હું નીચે, કાં ઊચે ચઢ્યાં?
{{Space}} અનંત વ્યોમે ગાતી પરી!
{{Space}} મુજ ગૃહથી કાં પાછી ફરી?
વ્યોમબીજ શી તું સુકુમાર,
ઊડતું પંખી વ્યોમ અપાર.
કાળી આંખો કાળા કેશ,
શિરે ધર્યો સાચે શું શેષ?
{{Space}} ફૂલડાંના તેં સ્વાંગ ધર્યા,
{{Space}} મુજ વાડીથી પાછા ફર્યા?
ફૂલ ફૂલનાં તો પગલાં પડે,
અંગોથી ઉછરંગ ઝરે;
સુંદરતાની સુંદર વેલ,
કળી ઝૂલે તું અણવિકસેલ.
{{Space}} સોણે સૌને આવો, બ્હેન!
{{Space}} પાછાં ઠેલ્યાં મારાં કહેણ?
બાળપણામાં સાથે રમ્યાં,
એકબીજાને બહુએ ગમ્યાં;
ભાઈબ્હેનનાં બાંધ્યાં હેત,
વીસર્યા એ સૌ સ્નેહ સમેત?
{{Space}} મનવનમાં સાથે વિચર્યાં;
{{Space}} મનગમતાં શાં કાવ્યો કર્યાં!
નિશદિન તું સ્વપ્નામાં આવ,
એ દિવસો શું વીસરી સાવ?
વાદળનું વાહન તું કરે,
ગાતીગાતી આવે ઘરે.
{{Space}} મોટી થઈ બેસાડે અંક!
{{Space}} કમળપત્રના વીંઝે પંખ!
પાંખ વીંઝતી ઊંચે ચડે,
મુજ સાથે તોફાને ચડે.
ત્યાં આવે અદ્ભુત આવાસ,
લગ્નોત્સવશા હોય  ઉજાસ!
{{Space}} ભવ્ય તુજ આરસના મ્હેલ!
{{Space}} અંદર કરતાં કેવો ગેલ?
ફૂલધારી તુજ સખીઓ રમે,
ચાંદો ને તારલિયા ભમે;
ફૂલડાંને હીંચે હીંચાવ,
હોજ મહીં હંકારે નાવ!
{{Space}} અધવચ જાતાં નાવ ડૂબે,
{{Space}} મુજને લઈ તું અંદર કૂદે!
અંદર આવે છૂપા વાસ,
પુષ્પમાત્રની હોય સુવાસ;
અર્ધમાછલી, અર્ધમાનવી,
દાસી આવે થાળો ધરી.
{{Space}} અંક ધરી ખવરાવે મને,
{{Space}} હા-હા! એ તો કેવું ગમે!
જાતજાતના હીરા મળે,
હીરાના તું હાર કરે;
મોતીનો તું મુગટ બનાવ,
શણગારીને ઉપર લાવ.
{{Space}} ચકીત બની સૌ વાતો કરે!
{{Space}} તારાઓ તો બળી મરે!
એવાં-એવાં રમણો રમ્યાં:
બાળપણામાં બહુએ ગમ્યાં.
યૌવનમાં કાં ના’વે પરી?
સરી... સરી... ના પાછી ફરી?
{{Space}} સ્વપ્નાંઓ સૌ જટિલ થયાં,
{{Space}} પરી તણાં સોણાંઓ ગયાં!
નહિ; પરી તો સ્નેહસખી;
અળગી નવ થાયે એ નકી;
સ્નિગ્ધ રૂપ તુજ વિકસી ગયું,
પૌરુષમાં એ તો પ્રગટ્યું.
{{Space}} બાળપણની મીઠી પરી!
{{Space}} યૌવનમાં પૌરુષ પમરી!
7-5-’29</Poem>
<Poem>
'''<big>યુવાનને</big>'''
યુવાન! જગની કદી ન ધરતો હૃદે બીક તું,
ભલે પતિત પાતકી કહીકહી તને શાસતું.
કદાચ સઘળાં હઠી અલગ, એકલો રાખતાં,
રહી અડગ, આચરે હૃદયનો ધ્વનિ પારખી.
ભલે જગત આજ દૂર જઈ તુજથી બેસતું,
ભલે જ અવમાનથી જગત તુજને દેખતું;
મહાન પુરુષાર્થથી અવનિઆભ ભેગાં કરી
સદૈવ રટજે અવાજ ઊઠતો ઊંડા આત્મનો.
કદીક જકડે જુવાની અપરાધના પાશમાં,
કદીક મનમાં ઊઠે હૃદય ભેદતાં મન્થનો;
કદીક ઉછળાટ દાહ સઘળા મચે મારના,
કદી વિવિધ વૃત્તિનાં તુમુલ યુદ્ધ હો જામતાં.
પરંતુ  પડકારથી ઝઘડજે મહાવેગથી,
નહિ ડરી ધ્રૂજી કદી શરણ આપતો મારને;
ઉરે અડગ બાળજે અનલ આત્મશ્રદ્ધા તણો,
બલિ સમજી મારને સહજ તે મહીં હોમજે.
કદીક લથડી પડે ગહન માર્ગની ખાઈમાં,
તથાપિ ન કહે ડરી: ‘અરર, હા! હવે શું થશે?’
ઊઠી અમર હામથી, યુવક તું કરે ગર્જના,
સદૈવ પુરુષાર્થથી ડગ ભરી ધપ્યે જા ધપ્યે!
પ્રભાત તણી સ્નિગ્ધતા નહિ ટકે કદી એકલી,
બળે ખૂબ બળે, સહે અગર તાપ મધ્યાહ્નનો;
પ્રભા ભરી પછી ઊગે સકળ વિશ્વ સંધ્યાસતી,
જુવાની બળતા બપોર સમ જીવને આવતી.
જુવાન રહી જંદિગી સકળ આમ તું ગાળજે!
કદી ન બનતો થકિત, ડગતો, મર્યો ડોસલો!
19-2-’28</Poem>
<Poem>
'''<big>ગર્વોક્તિ</big>'''
{{Space}} વિશ્વવિજેતા એક ઊભો હું,
{{Space}} હો ના કો ઊભવા સામે!
{{Space}} તાપ તપે નેત્રો મ્હારાં જ્યાં,
{{Space}} ર્હો ના એ  જે કો વામે!
એક વિરાટ હું, વિશ્વવિજેતા, અવનિ સર્વ ખલાસ!
બીજો સ્હેનારો ન્હો જગમાં, મ્હારો પ્રખર પ્રકાશ!
{{Space}} એક અમર હું, સર્વ મરેલા:
{{Space}} નવચેતન હું માત્ર!
{{Space}} કો ન્હો મુજને જોતા જેનાં
{{Space}} ગલિત થતાં ના ગાત્ર!
એક અપાર હું શક્તિસાગર, અવનિ સર્વ હતાશ!
સર્જન હું, શાશ્વત હું, બીજા સઘળા હોય નિવાશ!
19-2-’29</Poem>
<Poem>
'''<big>વાંછા</big>'''
મુક્તિ! પ્રભા-હૃદયની-પ્રભુ! પ્રાણશ્વાસ!
વાંછા સનાતન! અને અવિભિન્ન આશ!
સંજીવની! પુનરજન્મની ઓ વિધાત્રી!
તું એક માત્ર જગમાં મુજ આશધાત્રી!
ના; આશ એક ઉરની તુજથી મહાન.
હા; એ તૃષા નહિ છીપે કરી મુક્તિપાન.
સ્વાતંત્ર્યના જગનમાં બલિદાન થાવું,
મુક્તિ પ્રિયા, પ્રિયતમા બલિદાન માનું.
12-3-’30</Poem>
<Poem>
'''મુક્તપ્રાણ'''
મુક્તપ્રાણ! મુક્તપ્રાણ! બંદીવાન હું નહિ:
મુક્તધ્યાન! જંજીરો ન બાંધવા ધરા મહીં.
બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચીઊંચી:
તારલા હસે-વદે, નભે: હસંત આંખડી.
મુક્તપ્રાણ! મુક્તપ્રાણ! એકલો કદી નહિ:
માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી:
સૂર્ય, ચંદ્ર-પ્રાણ, ઊર્મિ-તારલા રહ્યા લસી.
એકલો નથી ભલે ન હોય પ્રેમીઓ સખા:
અનંત હું અબંધ પ્રાણ!  સાથી આત્મ સર્વદા!
25-6-’30</Poem>
<Poem>
'''<big>જવાન</big>'''
હિમાદ્રિ કેરાં દધિ-શુભ્ર શૃંગ
નિશા તણાં કાજળચીર આવરે.
દિશા દિશા વ્યોમ સમસ્ત છાવરે,
ને ગાજતાં મૂક વ્યથા મૃદંગ.
નિ:શબ્દ આખું જગ પોઢતું હતું,
નિ:શબ્દ શૃંગો નીરખે નિગૂઢતા;
ધરા પરે છાય અગમ્ય મૂઢતા,
અને વ્યથાનું બળ વાધતું જતું.
અંધારના કોઈ અગમ્ય આરે,
ભેંકાર રોતા સ્વર છાય માડીના;
ઊઠે ધ્રૂજંતા પડછંદ પ્હાડીમાં,
આંસુ સરે ઉષ્ણ રુધિર ધારે.
ઊઠે ધડાકો ચીરતો વિતાન,
આકાશથી ખપ્પર એક ઊતરે.
કિલ્લોલતાં સર્વ ગૃહે ફરી વળે,
આહ્લેક ગાજે: નવ કો જવાન?
ગિરિ તણા પથ્થર વજ્ર શા રડ્યા,
દ્વિત્રીશ-કોટિ-સુત-મા રડી રહે,
હિમાદ્રિનાં હિમ ઊનાં થઈ વહે;
જવાન કોઈ નવ થાય તો ખડા.
ધ્રૂજે દિશાનાં દિગ્પાલ ને ધરા,
આકાશનાં સર્વ ગૃહો ધ્રૂજી રહ્યાં;
કાલિન્દી-ગંગા જલ સ્તબ્ધ તો થયાં,
ધ્રૂજે ગિરિશૃંગ ધ્રૂજંત કંદરા.
પાછા ફરો, મા! અશકુન કો નડ્યા.
ન પુષ્પ—શૈયા પર વીર લેટતા;
તુરંગના પથ્થર દેહ ભેટતા;
ધરાસણાના અગરે જઈ પડ્યા.
ઘરે પડ્યા તે નવ કો જવાનડા!
જીવી રહ્યાં દીન-ગરીબ જીવડાં!
7-11-’30</Poem>
26,604

edits

Navigation menu