ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,757: Line 1,757:


{{Right|(વિવેચના, ૧૯૬૪, પૃ.૨૮૩–૨૮૪)}}
{{Right|(વિવેચના, ૧૯૬૪, પૃ.૨૮૩–૨૮૪)}}
{{Poem2Open}}
આ શબ્દોમાં વિષ્ણુપ્રસાદનો ઉમળકો વધુ લાગે તો નવાઈ નહીં. યશવંત શુક્લે આ કાવ્ય વિશે લખતાં કાવ્યના છેલ્લા ખંડમાં કવિએ કરેલી યાચના તથા ‘ઉષાના વૈતાલિક’ તરીકે કરેલો નિર્દેશ કાવ્યના ગૌરવ-રસમાં ક્ષતિકર માન્યો છે તે વિચારવા જેવું છે.૮૮ ‘મધ્યરાત્રિના વૈયક્તિક વિરાટ અવતાર’-રૂપ ‘નિશીથ’ના વર્ણનમાં કવિએ જે શબ્દસમૃદ્ધિ વેરી છે તે અપૂર્વ હોવાનું પણ યશવંત શુક્લે નોંધ્યું છે. બ. ક. ઠાકોરે ‘આપણી કવિતાસમૃદ્ધિ’ના ટિપ્પણમાં અર્વાચીન બુદ્ધિકલ્પનાની ભૂમિકાએથી આ કાવ્ય વિશે ટીકા કરતાં જણાવ્યું છે કે ‘મ્હને કવિતાનો આ પ્રકાર પ્રકૃતિ-સૌંદર્યનું આવું કાલ્પનિક ઉદ્દીપન કાલગ્રસ્ત (‘ઑબ્સોલીટ’) લાગે છે.’૮૯ આમ નિશીથ વિશેનાં મતમતાંતરોમાં વિવેચકરુચિનો સીધો પ્રશ્ન સંકળાયેલો જણાય છે. ‘નિશીથ’ની સુંદરતા કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ ઠીક ઠીક આસ્વાદ્ય જણાય છે. સ્નેહરશ્મિએ ‘નિશીથ – એક સ્વાધ્યાય’ લેખમાં કેટલાંક નોંધપાત્ર નિરીક્ષણો કર્યાં છે. ‘કવિ તરીકેની ઉમાશંકરની લાક્ષણિકતાઓના પ્રતિનિધિ’ તરીકે આ કાવ્યનું વર્ણન કરતાં સ્નેહરશ્મિ તેમાં કાવ્યના સમત્વ(‘બેલેન્સ’)ને જોખમાવતી તારાઓનાં વિભિન્ન – વિરોધી રૂપોની કલ્પનાનો, ‘વિકાર-વંટોળ’માંના ‘વિકાર’ શબ્દના અનૌચિત્યનો પણ નિર્દેશ આપે છે.૯૦ આમ છતાં આ કાવ્ય એક ચલચિત્ર સમું તેમને આસ્વાદ્ય થઈ રહેલું જણાય છે.૯૧ એક અભ્યાસીએ આ કાવ્યને ‘કલ્પનાની એક ભવ્ય રંગીન ઇમારત’૯૨ તરીકે પણ વર્ણવ્યું છે. ‘જ્ઞાનસિદ્ધિ’ એક વૈજ્ઞાનિકના આત્મકથનરૂપે રજૂ થયું છે. વૈજ્ઞાનિક પોતાનું ચિત્ત જે રીતે ઘડીકમાં નભકેતુની પૂંઠે અસીમની કેડી પર જઈ ચડે છે ને બીજી ક્ષણે ધરાનાં આંતરડાં વલોવતું ભીતર પામવા મથે છે તેનું બયાન કરે છે. પેંગડામાં સ્થલકાલને લઈ બ્રહ્માંડનાં તળિયાં તપાસવાની મનીષા પણ તે વ્યક્ત કરે છે. આખું કાવ્ય કવિની ઊંડી ચિંતનશીલતાનું દ્યોતક બની રહે છે. બ. ક. ઠાકોરે ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાન’ (૧૯૬૪, પૃ.૭૫-૭૬)માં તેની નોંધ લીધી છે. ‘વણજાર’માં ઇતિહાસદર્શન અને કવિદર્શન સંપૃક્ત છે. આ એક જ ચિત્ર જુઓ : {{Poem2Close}}
<Poem>
'''“લાદેલાં સાંઢપીઠે, શિશુગણ ગણતાં જેહને આંગણા-શા,'''
'''ડોલંતા ઢોલિયા, તે કમઠપીઠ પરે ડોલી ર્હેતી ધરા-શા.'''
'''વચ્ચે દોડી દુધાળા, વજનહીણ, ઉમંગે ઘૂમે વાછડાઓ,'''
'''એની કૈં ઠેકડીઓ બટુક બહુ કરે જાણી પોતા સરીખા.”'''</Poem>
{{Right|(‘વણજાર’, નિશીથ, પૃ.૧૧૮)}}
{{Poem2Open}}
આ પોઠની વાત કરતાં કવિ ઇતિહાસ-માર્ગેથી વિવિધ સંસ્કૃતિઓના રેલા સમી જે માનવવણજારો દેશદેશાંતરમાં ગઈ – વસી તેનો ચિત્રાત્મક શૈલીમાં ખ્યાલ આપે છે ને એમ કરતાં છેવટે વિશ્વ-વણજાર સુધી પહોંચે છે. એ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''“સાચાં મોતીની દીઠી વીજળીશિંગડીએ શોભતી મેઘપોઠ,'''
'''ને તારા-લાદી પેલી જગહિત વહતી વિશ્વવણજાર ભવ્ય.”'''</Poem>
{{Right|(‘વણજાર’, નિશીથ, પૃ.૧૨૦)}}
{{Poem2Open}}
કવિ ‘ઢ સદાયનો’ – એ કાવ્યમાં અનુષ્ટુપમાં, સંવાદમાં ‘માનવી માનવી હૈયે સહરા સહરા જ છે’ એમ કહે છે; પણ તે સાથે જનહૈયારણોને સહરાની ભવ્યતા નહિ હોવાનો ખેદ પણ કરે છે.૯૩ ‘ગોકુળિયું અમારું’માં કુબ્જા બની ગયેલી વ્રજભૂમિને જ નહિ, સમસ્ત પૃથ્વી જે કુબ્જા બની ગઈ છે તેને રૂપપ્રદાન કરવા ઘનશ્યામ રસેશને કવિ નિમંત્રે છે. આ કાવ્ય આમ તો પરંપરાગત ચાલમાં જ આવે, પરંતુ ઉમાશંકરના કાવ્યજગતમાં એ એની રજૂઆતશૈલીથી કંઈક જુદું પડી જતું દેખાય છે. ‘ઊડી, જવું દૂર’ ને ‘આંખો ધરાતી ન’ બંનેય પૃથ્વી પ્રીતિ – મનુષ્યપ્રીતિનાં કાવ્યો છે. કવિ સ્પષ્ટ રીતે કહે છે :{{Poem2Close}}
<Poem>
'''“અહો સહી માનવ ! તેં તિતિક્ષા,'''
'''સ્વીકાર કીધી શ્રમ કેરી દીક્ષા,'''
'''ધરા સુહાવી નમણી સુહાસ,'''
'''તારો પડ્યો જ્યાં હળથી જ ચાસ, લસે ધરિત્રી મઢી ખેતરોથી,'''
'''માનવ્યમાંગલ્ય તણી શું પોથી !'''
'''તીણા હળે આ લિપિ આળખી તેં'''
'''પઢ્યા કરું ગૂઢ તૃષાથી પ્રીતે.”'''</Poem>
{{Right|(‘ઊડી, જવું દૂર’, વસંતવર્ષા, પૃ.૭૮–૭૯)}}
{{Poem2Open}}
‘અહમ્‌ની યાત્રા’માં તળાવમાં ફેલાતા તરંગની જેમ પોતાના “હું”ના વ્યાપની અભીપ્સા રાખતા કવિને માટે “ડુંગરે ગાવલડી ભાંભરે”નો અનુભવ કેવો ભાવાભિવ્યંજક બની રહે છે ! “ગાવલડી”ના ભાંભરવામાં માભોમનો અવાજ પણ સંભળાય છે ! (આતિથ્ય, પૃ.૯૨–૯૩) ને આ અનુભવ સાથે ગોપજીવન સાથે અનુબદ્ધ આર્યસંસ્કૃતિના સંસ્કારોયે ચિત્તમાં ઊઠે છે. આ કવિએ ‘વર્ષે વર્ષે’માં અષાઢનો મર્મભેદક અનુભવ રજૂ કર્યો છે. કવિ તેનું વર્ણન કરતાં લખે છે :{{Poem2Close}}
<Poem>
'''“હૈયા તણા ઊઘડતા જડ આગળા, ને'''
'''ગર્જંત પ્રાણકુહરે રવ ટેહુ ટેહુ.'''
'''ઉત્કંઠ આત્મ નરતે ઘડી, ત્યાં કહીંથી'''
'''અષાઢનું સ્ફુરતું નિર્દય અટ્ટહાસ્ય !”'''</Poem>
{{Right|(‘વર્ષે વર્ષે’, નિશીથ, પૃ.૨૩)}}
{{Poem2Open}}
કવિએ મેઘમૂર્તિમાં જીવનમૂર્તિની ખોજ કરી છે. શારદચંદિરાની શોભાની આશા રાખી છે. જિંદગી અખંડ આષાઢ સમી હોય તોપણ જીવવાની છે, કેમ કે જીવવું એ જ અર્થ છે અસ્તિત્વનો. ‘જન્મદિને’માં તેથી છેલ્લે ‘પૃથ્વી કરંતી રહેશે પરિક્રમા.’ – એમ કહીને, એ રીતે પૃથ્વી પરિક્રમા ‘કરો, કરો ના યદિ તો... | કરો ભલે !’ એમ જ કહે છે. પૃથ્વી પરિક્રમા ન કરે તો ?... બહેતર એ જ છે કે પૃથ્વી પરિક્રમા કરે, જન્મદિનો આવે ને જાય. ‘ત્રિઉર’ (એના શીર્ષકમાં પણ, અગાઉ જોયું તેમ, કાવ્યચાતુરી છે ને ! ‘ત્રિઉર’ એટલે ત્રિભોવનદાસ + ઉમાશંકર + રતિલાલ શુક્લ) કાવ્યમાં ઉમાશંકર ‘કારુણ્ય ને કરુણનો કરવો સુમેળ’ એમ કહે છે. એ કરવામાં તેઓ સફળ થયા કે નહીં એ પ્રશ્ન કરી શકાય. તેઓનો પ્રયત્ન એ દિશાનો રહ્યો છે તે નિશ્ચિત વાત છે. ‘ત્રિઉર’ને યશવંત શુક્લે ‘નિશીથ’નાં પ્રકીર્ણ કાવ્યોમાં ‘સૌથી વધારે આકર્ષક કાવ્ય’ ગણાવ્યું છે. તેની છેલ્લી બે પંક્તિઓની સંકડાશમાં કવિએ જે ભવ્ય ને વિશાળ અર્થયુક્ત ચિત્ર સમાવ્યું છે – {{Poem2Close}}
<Poem>
'''‘વિશ્વસ્પન્દે શ્વસીશું'''
{{Space}} '''ત્રિઉર તદપિ એકોર્મિ કેરા ત્રિભંગે.’'''</Poem>
{{Poem2Open}}
— એ ઉમાશંકરના કવિત્વની વિશેષતા છે.” — એવું વિધાન ઉચિત રીતે તેમણે કર્યું છે.૯૪ ‘અલ્વિદા’ કવિ શ્રી સુમિત્રાનન્દન પન્તને અનુલક્ષીને લખાયું છે.{{Poem2Close}}
<Poem>
'''“કરોમાં ગૂંથાયાં ઋજુ મન'''
'''ગૂંથે અલ્વિદા.”'''</Poem>
{{Poem2Open}}
— આમ અલ્વિદાની વિશિષ્ટ ભૂમિકા રચાય છે. તેમાં ‘ઊર્મિમૂક’, ‘અંગુલિવાચાલ’ એવા ઉભયના રક્તસ્પંદનો ફાળો પણ છે. આ અલ્વિદાના પ્રસંગનિરૂપણ સાથે કવિની મનોયાત્રાનું પણ બયાન છે. મિલન-વિદાયના નિગૂઢ સંબંધનું રમણીય દર્શન અંજલિસંપુટમાં એક હાથ વિદાય લેનારનો તો એક વિદાય આપનાર પોતાનો હોવાનું કહીને કવિ કરાવે છે. આ કાવ્યનો પદ્યબંધ પણ ધ્યાનપાત્ર છે. એમાં ગાડીના ગતિલયનો અનુભવ પણ થાય.કવિએ સ્વજન – મહાનુભાવોને ગ્રંથાર્પણ કરતાં રચેલી કંડિકાઓ તેમ જ સ્વાગત, અભિનંદન, અંજલિ ઇત્યાદિ નિમિત્તે રચેલાં કાવ્યો પણ ઉમાશંકરના સત્યપ્રેમી ને સૌંદર્યરસિક અભિજાત વ્યક્તિત્વનો યત્કિંચિત્ અણસાર આપી રહે છે. ઉમાશંકરની વિવેકપરાયણતા તથા ગુણગ્રાહકતા એમાં સારી રીતે પ્રગટ થાય છે. ‘ભવની કેડીએ શ્રદ્ધા પ્રેરતા’ સ્નેહરશ્મિ, હૃદય હસાવતી સ્નેહકલાના જાણતલ રસિકજન એવા રસિકલાલ પરીખ, સ્નેહ ને સૌહાર્દનું સૌંદર્ય ધરાવનાર ગુલાબદાસ બ્રોકર તથા કિશનસિંહ ચાવડા, ‘સારસ્વત સહોદર’ સુન્દરમ્ — આ સર્વને થયેલા કાવ્યસંગ્રહના અર્પણમાં કવિતાનો અર્થ વ્યક્તિ-સંબંધના અર્થ સાથે મળી રહે છે. ‘ગંગોત્રી’નું આચાર્યશ્રી કાકાસાહેબને અર્પણ એમના કાકાસાહેબ પ્રત્યેના વિનીત ભાવનું દ્યોતક છે. ઉમાશંકરે પિતાના મૃત્યુ પ્રસંગને અનુલક્ષીને લખેલ ‘પિતાનાં ફૂલ’માં વિશ્વક્રમની ધવલ કલગીનું જે દર્શન કર્યું છે તેમાં એમની સમજનું અને તાટસ્થ્યનું સૌંદર્ય માણવા જેવું છે. આ કાવ્યના ઉપાડ-અંત પણ સુંદર બન્યા છે. ૧૯૩૮ના જાન્યુઆરીમાં બત્રીસ વર્ષની ઉંમરે ટૂંકી માંદગીમાં અવસાન પામેલા મોટાભાઈને ઉદ્દેશીને લખાયેલા ‘સદ્ગત મોટાભાઈ’ કાવ્યનો આપણે ત્યાં કરુણપ્રશસ્તિ કાવ્યોના વર્ગમાં એક ‘ઍલિજી’ તરીકે સમાવેશ થાય છે,૯૫ પરંતુ એ બરોબર નથી. યશવંત શુક્લ કહે છે તેમ, “ ‘ઍલિજી’ તરીકે આ કાવ્ય નાનું પડે, પણ જેવું છે તેવું એ કાવ્ય એક સ્વતંત્ર પ્રકાર બની રહે છે. કવિ અહીં ફિલસૂફ કરતાં શોકસંતપ્ત પ્રશ્નકની મનોદશા વ્યક્ત કરે છે.૯૬ કવિ મોટાભાઈનું યથાતથ ચિત્ર આપતાં ‘લોકોત્તર પ્રકૃતિદત્ત હતી ન શક્તિ’ એમ સ્પષ્ટ રીતે કહે છે તો ‘ઘૂંટેલ અશ્રુકણ-શી વળી આંખ આર્દ્ર’ હોવાનું પણ જણાવે છે. મોટાભાઈના નિધને હૃદયની વેદના એટલી તીવ્ર છે કે કવિને ‘નિ:સત્ત્વ-શાં થઈ ગયાં સહુ સૃષ્ટિતત્ત્વ !’ એમ લાગે છે. વળી એ તીવ્ર વેદના જ આવી પંક્તિઓ સ્ફુરાવે છે :{{Poem2Close}}
<Poem>
'''“કાળને તે કહીએ શું ? જરીકે નવ ચૂકિયો,'''
'''પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાઢ મૂકિયો.'''
'''પાંડુના પાંચ પુત્રોએ હિમાળે હાડ ગાળિયાં,'''
'''રહ્યા’તા ધર્મ છેવાડે, તમે આગળ શે થયા ?”''' </Poem>
{{Right|(‘સદ્ગત મોટાભાઈ’, નિશીથ, પૃ.૬૯)}}
{{Poem2Open}}આ આઘાત કવિને જીવનના મૂળભૂત પ્રશ્નો તરફ પ્રેરી જાય છે :{{Poem2Close}}
<Poem>
'''“છે મૃત્યુ તો પ્રકૃતિ જીવિતમાત્રની, એ'''
'''સત્યે ઠરે મન ઘણું; પણ જો વસંતે'''
'''પર્ણો ખરે શિશિરમાં ખરવાનું જેનેS,'''
'''તો સત્ય ક્યાં, ઋત કહીં, પ્રકૃતિક્રમો ક્યાં ?”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ.૭૦)}}
{{Poem2Open}}
ને કવિ નિયતિ – કાળમીંઢ અંધ ભિત્તિ – એને છેવટે સ્વીકારીને રહે છે. ‘છે મૃત્યુ જો અફર સત્ય, વૃથાશ્રુ શાને ?’ એમ પ્રશ્ન કરી આશ્વાસન મેળવવા તેઓ મથે છે. તેઓ છેવટે મોટાભાઈના સભર સ્નેહનું ધન્યભાવે સ્મરણ કરે છે :{{Poem2Close}}
<Poem>
'''“આયુષ્ય અલ્પ હતું, સ્નેહ ન અલ્પ ભાઈ !'''
'''આયુષ્ય અલ્પની ગયા મૂકી એ કમાઈ.”'''</Poem>
{{Right|(નિશીથ, પૃ.૭૦)}}
{{Poem2Open}}
ડૉ. ધીરુભાઈ ઠાકર ઉમાશંકર અને મનસુખલાલ ઝવેરીનાં અનુક્રમે ‘સદ્ગત મોટાભાઈ’ અને ‘ભભૂતને’ કાવ્યો વિશે લખતાં એમાં એ બે કવિઓના ‘નવા વલણ’નો ઉલ્લેખ કરે છે. ધીરુભાઈ કાવ્યનો અંત કશાક નવા વિચારના ઝબકારથી આવે એટલો અર્થ ‘કરુણપ્રશસ્તિમાં શોકનું શમન ગંભીર તત્ત્વચિંતનથી જ થવું જોઈએ’ – એવા આગ્રહનો કરે છે. એ વલણે કાવ્યમાં સંવેદન ચિંતનભારે દબાઈ ન જતાં એની વેધકતા વધુ ઊપસે છે એમ તેમનું માનવું છે.૯૭
બસૂરા સંસારે રંગીન સ્વરસૂરધનુ લસાવનાર મરહૂમ ખાનસાહેબ અબ્દુલ કરીમખાંનું મધુર સ્મરણ ‘સંગીતકારને’ સૉનેટમાં૯૮ અંકિત થયું છે. કસ્તૂરબાના અવસાન પ્રસંગે લખેલ સૉનેટ ‘’ – प्रसीदत रुद्यते'માં ‘ઉત્તરરામચરિત’ના `प्रसीदत {{Poem2Close}}
_________________________________________________
<small>આ પંક્તિઓ સાહિત્યરસિક અભ્યાસીને હરિશ્ચંદ્ર ભટ્ટના મર્મસ્પર્શી કાવ્ય ‘નિર્દોષને નિર્મળ આંખ તારી’(‘સ્વપ્નપ્રયાણ’)ની યાદ આપી રહે છે.</small>
{{Poem2Open}}
रुद्यते' – આ શ્લોકાંશને જે રીતે ખપમાં લઈ, ગાંધીજી દ્વારા જ કસ્તૂરબાના ધન્ય જીવનને સ્મરણાંજલિ આપવાનો અભિગમ ઉમાશંકરે સ્વીકાર્યો છે તે કાવ્યકલાની દૃષ્ટિએ અસરકારક છે. કવિ ગોવિંદ સ્વામીના અવસાન નિમિત્તે આપેલા ‘વિદાય દુનિયા’ સૉનેટમાં પણ કવિએ ચિરવિદાય લેતા કવિની ઉક્તિરૂપે કાવ્ય રજૂ કરીને ઊંડી કલાસૂઝ દાખવી છે. વિદાય લેતાં કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''“ભલે સુધરજે (અને સુધરશે જ ક્યારેક તો !)'''
'''પરંતુ દુનિયા ! તને પલટવાનું રે આજ તો'''
'''અદમ્ય ઉરસ્વપ્ન એક લઈ ઓસરી જાઉં હું,'''
'''ઉરે તવ પ્રભાતસ્વપ્નસમ, જો, સરી જાઉં હું.”'''</Poem>
{{Right|(‘વિદાય દુનિયા’, આતિથ્ય, પૃ.૪૫)}}
{{Poem2Open}}
‘મેઘાણીભાઈ’માં ઉમાશંકરે મેઘાણીને “સોરઠિયાણીને સેંથડે મોઘું શીષફૂલ” – એ રૂપે વર્ણવ્યા છે. ‘વાતોના વિસામા’ જેવા મેઘાણીના અવસાને થયેલા દુ:ખને અહીં સમુચિત છંદ-બાની અને પ્રતીક-કલ્પનમાં રજૂ કરવામાં આવ્યું છે : {{Poem2Close}}
<Poem>
'''“ધૂપસળી સળગ્યાં કરે, ગંધ પ્હોંચે ઠામ ઠામ;'''
'''અમૃતાળાં માઢું કોક જ મળે, જે હોય વાતોનો વિશરામ.'''
{{Space}} '''વિસામો વાતોનો ક્યાં જઈ ગોતીએ,'''
{{Space}} '''સંભારે વ્હાલાં સૌ આંસુનાં મોતીએ.'''
{{Space}} '''પીને પિવાડી ગયા અશ્રુજામ;'''
કાળને કાળજડે ત્રબકે ત્રોફાયું મોંઘું મેઘાણી નામ.”</Poem>
{{Right|(‘મેઘાણીભાઈ’, વસન્તવર્ષા, પૃ.૫૭)}}
{{Poem2Open}}
ઉમાશંકરે દયારામ, નર્મદ, બાળાશંકર, ન્હાનાલાલ, પાઠકસાહેબ, હરિશ્ચંદ્ર, પ્રિયકાન્ત મણિયાર, રાવજી પટેલ વગેરે સાહિત્યકારોને પ્રસંગોપાત્ત, ઉચિત અર્ઘ્યાંજલિ આપી છે. ‘રેવાને તીરે ટહુકતા કોકિલ’ તરીકે, કાળકુંજોમાં કૂજતા ‘ગરબીના ગરવા લલકાર’ તરીકે દયારામનો પરિચય ‘રેવાને તીર’ – એ ગરબીમાં આપ્યો છે. નર્મદને ૧૨૫મા જન્મદિને એક સૉનેટમાં યાદ કરતાં તેની શરૂઆત આમ કરે છે : {{Poem2Close}}
<Poem>
'''“બજી તવ, યુયુત્સુ નર્મદ, શી યુદ્ધભેરી નવી !'''
'''તું લાલ સહુનોય, લાલ-સુત, મસ્ત લાલો હતો.'''</Poem>
{{Right|(‘નર્મદ’, અભિજ્ઞા, પૃ.૫૨)}}
_____________________________________________________
26,604

edits

Navigation menu