ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,649: Line 1,649:


<Poem>
<Poem>
“ધીરે, હજીય સ્તનકમ્પન દેવિ ! ધીરે
'''“ધીરે, હજીય સ્તનકમ્પન દેવિ ! ધીરે'''
પ્રેરો નહિ મદિલતા અદકી સમીરે;” </Poem>
'''પ્રેરો નહિ મદિલતા અદકી સમીરે;”''' </Poem>
{{Right|(‘નેપથ્યે નર્તિકાને’, આતિથ્ય, પૃ. ૭૬)}}
{{Right|(‘નેપથ્યે નર્તિકાને’, આતિથ્ય, પૃ. ૭૬)}}


Line 1,660: Line 1,660:
'''તુંગ સ્તનાગ્ર થકી, લોચનધારથી વા,'''
'''તુંગ સ્તનાગ્ર થકી, લોચનધારથી વા,'''
'''શૃંગે ચડી તરલ માંસતરંગના ત્યાં'''
'''શૃંગે ચડી તરલ માંસતરંગના ત્યાં'''
'''‘હું છું !’ ‘હું છું !’ – વદી રહ્યો તવ સૌમ્ય આત્મા.”'''
'''‘હું છું !’ ‘હું છું !’ – વદી રહ્યો તવ સૌમ્ય આત્મા.”'''</Poem>
'''(‘નેપથ્યે નર્તિકાને’, આતિથ્ય, પૃ.૭૮)'''</Poem>
{{Right|(‘નેપથ્યે નર્તિકાને’, આતિથ્ય, પૃ.૭૮)}}


{{POem2Open}}


{{Poem2Open}}
કવિનું નેપથ્યે નર્તિકાને થતું ઉદ્બોધન, જગતની રંગભૂમિ સુધી વિસ્તરે છે. ‘જગમંગલોની આદ્યજનની’ના નૃત્ય સુધી કાવ્ય ફેલાય છે. આ બધિર મંદ જગતને ક્રમશ: એકરાગ – રાગમય બનાવવામાં આ નૃત્ય જ ઉપયોગી છે તે કંઈક મુખર થઈને કહે છે, અન્યથા ‘શું નૃત્ય કોઈ જ સમાજ સમીપ વ્યર્થ ?’ – એવી પંક્તિ ન આવત. ‘ચિત્રવિધાતાને’માં કવિ ચિત્રવિધાતાને સત્યના નયનરૂપે વર્ણવે છે. એના કલા-સ્પર્શે જે અ-મૃતત્વ સિદ્ધ થાય છે તેની કવિ અર્થઘન છતાં પ્રાસાદિક વાણીમાં રજૂઆત કરે છે. આ કાવ્યમાં પણ વૈશ્વિક સંદર્ભનો વિનિયોગ કવિ કરે છે અને સ્થલપાંસળાંમાં તીણા નહોર ભરનાર કાલ – ઋતુ – રંગકૂજો લઈ આવી અરૂપને રૂપનું વસન દઈ જાય છે તેનું સારું બયાન કરે છે.S કવિનું માંગલ્યધર્મી સર્જકમાનસ ‘એને રહ્યો ન અડવો અવ ડાઘ દૂજો.’ કહ્યા પછી જ વિરમે છે. આ કાવ્યમાં આત્માને શોણિત-અસ્થિમાંસે દટાયેલ અણમોલ હીરાનું રૂપક આપી, સાધનાની વિકટ કાનસથી ‘શત પહેલુ’ પાડવાનું સૂચન કરે છે. ‘મુમતાઝ’માં તાજમહેલના પ્રસિદ્ધ વસ્તુને ‘શિલાકવિ’નો સંદર્ભ લઈ નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. ‘શિલ્પલાલસા’માં કવિ ‘વિશ્વશિલ્પી’ સુધી પહોંચી જાય છે. ભાવોની પોતાની અંદર પડેલી શલ્યાને અહલ્યા કરી દેવાની કવિની વિનંતી અહીં છે. એમાં પુરાણકલ્પનના નૂતન પ્રયોગની મજા પણ છે. કવિનો ભાષા-રસ – અભિવ્યક્તિ-રસ નીચેની પંક્તિઓમાં સ્પષ્ટ છે :{{Poem2Close}}
કવિનું નેપથ્યે નર્તિકાને થતું ઉદ્બોધન, જગતની રંગભૂમિ સુધી વિસ્તરે છે. ‘જગમંગલોની આદ્યજનની’ના નૃત્ય સુધી કાવ્ય ફેલાય છે. આ બધિર મંદ જગતને ક્રમશ: એકરાગ – રાગમય બનાવવામાં આ નૃત્ય જ ઉપયોગી છે તે કંઈક મુખર થઈને કહે છે, અન્યથા ‘શું નૃત્ય કોઈ જ સમાજ સમીપ વ્યર્થ ?’ – એવી પંક્તિ ન આવત. ‘ચિત્રવિધાતાને’માં કવિ ચિત્રવિધાતાને સત્યના નયનરૂપે વર્ણવે છે. એના કલા-સ્પર્શે જે અ-મૃતત્વ સિદ્ધ થાય છે તેની કવિ અર્થઘન છતાં પ્રાસાદિક વાણીમાં રજૂઆત કરે છે. આ કાવ્યમાં પણ વૈશ્વિક સંદર્ભનો વિનિયોગ કવિ કરે છે અને સ્થલપાંસળાંમાં તીણા નહોર ભરનાર કાલ – ઋતુ – રંગકૂજો લઈ આવી અરૂપને રૂપનું વસન દઈ જાય છે તેનું સારું બયાન કરે છે.S કવિનું માંગલ્યધર્મી સર્જકમાનસ ‘એને રહ્યો ન અડવો અવ ડાઘ દૂજો.’ કહ્યા પછી જ વિરમે છે. આ કાવ્યમાં આત્માને શોણિત-અસ્થિમાંસે દટાયેલ અણમોલ હીરાનું રૂપક આપી, સાધનાની વિકટ કાનસથી ‘શત પહેલુ’ પાડવાનું સૂચન કરે છે. ‘મુમતાઝ’માં તાજમહેલના પ્રસિદ્ધ વસ્તુને ‘શિલાકવિ’નો સંદર્ભ લઈ નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. ‘શિલ્પલાલસા’માં કવિ ‘વિશ્વશિલ્પી’ સુધી પહોંચી જાય છે. ભાવોની પોતાની અંદર પડેલી શલ્યાને અહલ્યા કરી દેવાની કવિની વિનંતી અહીં છે. એમાં પુરાણકલ્પનના નૂતન પ્રયોગની મજા પણ છે. કવિનો ભાષા-રસ – અભિવ્યક્તિ-રસ નીચેની પંક્તિઓમાં સ્પષ્ટ છે :{{Poem2Close}}
<Poem>
'''“જો નાથ ! કૈં હૃદય પથ્થર-શાં કર્યાં તેં,'''
'''જો કૈંક પથ્થર મહીં હૃદયો પૂર્યાં મેં.”'''
{{Right|(‘શિલ્પલાલસા’, આતિથ્ય, પૃ.૮૫)}}
{{Poem2Open}}
ઉમાશંકરની કલાપ્રીતિ તેમ સંસ્કૃતિ-પ્રીતિ સીધી રીતે અનેક કાવ્યોનો વિષય બની છે. એમણે વૈશ્વિક વ્યવસ્થા અને ઉત્ક્રાંતિમાં સ્નેહનો કેન્દ્રીય બળ તરીકે સ્વીકાર કર્યો હોઈ સ્વ અને સર્વને સાંકળતી કડીરૂપ – એ બેને સેતુબદ્ધ કરતી ગતિરૂપ સ્નેહના બળના અભિજ્ઞાનનો અને તેને કાવ્યમાં અભિવ્યક્ત કરવાનો જે પ્રયત્ન એમનો ચાલ્યો છે તેનું ‘વિશ્વશાંતિ’થી ‘સપ્તપદી’ સુધીમાં સાતત્ય છે ને તે કેટલાંક કાવ્યોને આધારે આપણે જોયું પણ છે. એ કાવ્યોમાં ‘બીજું વિશ્વયુદ્ધ’ જેવાં, ગાંધીજી-વિષયક તેમ જ ‘પેલું આવે પશુ –’ જેવી સૉનેટાદિ રચનાઓને પણ ઉમેરી શકાય.
‘વિશ્વશાંતિ’ માટે વિરાટ પ્રણયની આવશ્યકતા તો ફરી ફરીને ઉમાશંકરે દર્શાવી છે. આ વિરાટ પ્રણયના સામે છેડે છે યુદ્ધ – વિશ્વયુદ્ધ. ‘બીજું વિશ્વયુદ્ધ’માં માર્ગશીર્ષ નિમિત્તે મહાભારતથી માંડી આજના વિશ્વયુદ્ધ સુધીમાં મનુષ્યની યુદ્ધ-{{Poem2Close}}
_______________________________________________________
<small>કવિએ ‘દૈ રૂપને વસન જાય અરૂપનું જો !’ એમ લખે છે તેમાં ‘રૂપનું...અરૂપને’ એમ હોય તો જ ઉચિત નહીં ?</small>
{{Poem2Open}}
શ્રદ્ધાએ જે ભાગ ભજવ્યો છે તેનું સિંહાવલોકન છે અને આ પૃથ્વીની નિર્મનુષ્યા થવાની પ્રતિજ્ઞા તો નહિ હોય ને ? – તેવી શંકા વ્યક્ત કરી છે. (ઉમાશંકરને આવી શંકા થઈ તે અતિસ્નેહનું પરિણામ ગણવું કે સ્નેહબળમાં હજુ કંઈક પોચટતા છે એમ માની એવા સ્નેહનું આ પરિણામ આવ્યું એમ ગણવું ?) આ કાવ્ય ઉમાશંકરની કસાયેલી ભાષાપ્રયોગોની શક્તિને કારણે વાચનક્ષમ બન્યું છે : {{Poem2Close}}
<Poem>
'''“જીત્યા છો ને પાંડવો કૌરવોને,'''
'''જીત્યું કુરુક્ષેત્ર પરંતુ સર્વને.”''' </Poem>
{{Right|(‘બીજું વિશ્વયુદ્ધ’, આતિથ્ય, પૃ.૩૧)}}
<Poem>
“કુરુક્ષેત્ર રહ્યું એક જીવતું લોકચિત્તમાં.”</Poem>
{{Right|(આતિથ્ય, પૃ.૩૨)}}
<Poem>
“શસ્ત્રસંન્યાસ એ શસ્ત્ર નિર્બળોનું બન્યું અહીં.” </Poem>
{{Right|(આતિથ્ય, પૃ.૩૩)}}
<Poem>
'''“આકાશની એ મૃગયા મહીં શું'''
'''સંસારની આ મૃગયાનું અંકન ?”'''
{{Right|(આતિથ્ય, પૃ.૩૪)}}
{{Poem2Open}}
આવી પહેલદાર પંક્તિઓવાળું આ કાવ્ય ભગવદ્ગીતાના मासानां मार्गशीर्षोऽहम् – એ શ્લોકપંક્તિએ સ્ફુર્યું તે પણ અગત્યની બાબત છે.
કવિનાં ‘બાણપથારી’* અને ‘૨૨મા દિવસનું પ્રભાત’ થોડાં દીર્ઘ ગાંધીવિષયક ઊર્મિકાવ્યો છે. ‘બાણપથારી’ કવિના ભાવના-સત્ય-અર્થ-લક્ષી અભિગમનું દ્યોતક કાવ્ય છે. કંઈક પદ્યનિબંધ જેવા લાગતા આ કાવ્યની ભાષા અનુભવ કરતાં વિચાર ને આદર્શની વિશેષ વરતાય છે. ‘ચિરક્રૂસારોહણ’ સમું જીવન જીવતા ગાંધીજીને ઉમાશંકરે ઈશુની જોડાજોડ મૂકીને, તેમનું શિવ, સુક્રતુ (સૉક્રેટિસ) અને મીરાં જેવાં વિષને સ્વેચ્છાએ હસતે મુખે પીને જીરવનાર મહાન વિભૂતિઓની પરંપરામાં સ્થાન બતાવીને તેમની મહિમાવંત જીવનચર્યાનો આદર કર્યો છે. ગાંધીજીની સંસારનાં વિષ પીવાની રીત શિવ, સુક્રતુ ને મીરાંથી કઈ રીતે વિશિષ્ટ છે તે પણ દર્શાવ્યું છે. ભીષ્મ તો અંતકાલે (એમણે ઇચ્છેલા અંતકાલે) બાણશય્યા પર સૂતા, પરંતુ ગાંધીજીને તો સદા મરણ-શર-શય્યા પર સૂવાનું થયું ! જીવન-મૃત્યુનાં બે મહાન પરિબળોની {{Poem2Close}}
___________________________________________
<small>કવિ શ્રી હરિશ્ચંદ્ર ભટ્ટ તો આ અને ‘યુગદ્રષ્ટા’ તથા ‘મૃત્યુનો યાત્રી’ – આ ત્રણેય કાવ્યોને “ ‘વિશ્વશાંતિ’ના નાન્દીવચનથી શરૂ થયેલા ગાંધીજીવનના મહાકાવ્યના અંકોડારૂપ” લેખી, તે ત્રણેયમાં ‘ગુજરાતી સાહિત્યના મહાકાવ્યની એકાદ નૂતન પરંપરાના માર્ગનું સૂચન’ જુએ છે.”૮૭</small>
{{Poem2Open}}
સમતુલા સાચવવાની ઉત્કૃષ્ટ કળાના ગાંધીજી જાણતલ છે. ગાંધીજી પ્રત્યેનો ઉમાશંકરનો સદ્-ભાવ એટલો સાચો છે કે એમની તદ્વિષયક કવિતા ગાંધીનિર્દિષ્ટ જીવનમાર્ગની બુલંદ ઉદ્બોધક – પ્રબોધક બની રહે છે. ‘૨૨મા દિવસનું સવાર’ પણ ગાંધીશ્રદ્ધામાંથી જન્મેલું કાવ્ય છે. એમાં આનંદોલ્લાસના ઉછાળને અનુરૂપ ઝૂલણાથી થતો કાવ્યનો ઉપાડ, સોરઠાનો વિનિયોગ તથા છેલ્લે ભજનશૈલીનું ગીત – આ બધાંને કારણે આ પ્રાસંગિક કાવ્ય ઉલ્લેખનીય બની રહે છે.
ઉમાશંકરે મૃત્યુ અને અતીતને અનુલક્ષીને જે રચનાઓ કરી છે તેમાં મૃત્યુ અને અતીતને સંબોધીને કવિ પોતાનું ભાવ-ચિંતન રજૂ કરે છે. બંનેયના પદ્યબંધનું સામ્ય અભ્યાસીઓને તુરત નજરે ચઢશે. ‘મૃત્યુને’માં સ્વાભાવિક જ કવિને નચિકેતાની કથાનું સ્મરણ થાય છે. ‘મૃત્યુને’, ‘અતીત’ તથા ‘નિશીથ’ – આ ત્રણેય રચનાઓની ઇબારતમાં સામ્ય છે. તેમાંય જોકે ‘મૃત્યુને’ કાવ્ય અનુક્રમે ‘નિશીથ’ તથા ‘અતીત’ પૂર્વે લખાયું છે. ભવ્ય-વિરાટ ચિત્રો ઉપસાવવાની ‘નિશીથ’-રીતિનું પુનરાવર્તન થતું આ ‘અતીત’ કાવ્ય વાંચતાં લાગે. ‘નિશીથ’નું આ ચિત્ર જુઓ :{{Poem2Close}}
<Poem>
'''“નિશીથ હે ! નર્તક રુદ્રરમ્ય !'''
'''સ્વર્ગંગનો સોહત હાર કંઠે,'''
''''''કરાલ ઝંઝા-ડમરુ બજે કરે,'''
'''પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,'''
'''તેજોમેઘોની ઊડે દૂર પામરી.'''
{{Space}} '''હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !”''' </Poem>
{{Right|(‘નિશીથ’, નિશીથ, પૃ.૧૧)}}
{{Poem2Open}}હવે ‘અતીત’માંનું આ વર્ણન જુઓ : {{Poem2Close}}
<Poem>
'''“સુશુભ્ર જાણે પુંજ કંકાલ કેરો'''
'''ઉત્તુંગ ને શીત હિમાદ્રિશૃંગ-શો'''
'''અશ્રાન્ત ને નિશ્ચલ પૃથ્વી જેમ,'''
'''વધ્યે જતો જે ઋણ-શો દરિદ્રના.'''
'''ઝરે જટાજૂટથી રક્તજાહ્નવી'''
'''વીરો કેરાં ચર્વણે વ્યગ્ર દંષ્ટ્રા.'''
'''ભઠ્ઠીઓ-શાં નેત્ર મધ્યે કરાલ'''
'''પ્રણાશની એક ઊડે પતાકા.'''
'''રોમે રોમે કંટકકેડીઓ-શા'''
'''અગણ્ય ડિલે શતકો કૈં છવાયા.'''
'''મુખે મહામંગળનું પ્રતીક'''
'''ધારે તથાપિ સ્મિત તું શી રીત ?'''
{{Space}} '''હે અતીત ?”<'''/Poem>
{{Right|(‘અતીત’, આતિથ્ય, પૃ.૯૭)}}
{{Poem2Open}}
જે ટેક્નીકથી નિશીથના અમૂર્ત રૂપને મૂર્ત કરવાનો કવિએ પ્રયત્ન કર્યો છે તે જ ટેક્નીક ‘અતીત’માં પણ પ્રયોજાય છે. વળી ‘મૃત્યુને’માં આવતી ‘સૃષ્ટિપાટ’ અહીં પણ ઉપસ્થિત છે. ઉમાશંકરે અહીં જે રીતે અતીતને મૂર્ત કર્યો છે તેનાથી બિલકુલ જુદી જ રીતે ન્હાનાલાલે એમના નાટક ‘જયાજયંત’માં પહેલા અંકના છઠ્ઠા પ્રવેશમાં ભૂતકાલને પાત્રરૂપે મૂર્ત – ઉપસ્થિત કર્યો છે. ત્યાંના ભૂતકાળના રૂપની જુદી જ મજા છે. ‘અતીત’માં ‘અતીત’ના પ્રાસથી અંત આવેએ રીતે પદ્યખંડો વહેંચ્યા છે તે લયોચ્ચારણની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. ‘નિશીથ’નું ભાવવિભોર થઈને અવલોકન કરતાં શ્રી વિષ્ણુપ્રસાદે એના લયોચ્ચારણનો નિર્દેશ કર્યો હતો :{{Poem2Close}}
<Poem>
      “ ‘નિશીથ’... વાંચતાં બ્રાહ્મણો ને ઉપનિષદોના મંત્રોચ્ચારણ જેવી વાણી શ્રવણે પડતી હોય એમ લાગે છે. કાવ્યની પ્રત્યેક
      રેખામાં ઔચિત્ય અને સૌંદર્ય છે... પ્રકૃતિના રુદ્રરમ્ય સ્વરૂપ આગળ કવિએ ઉત્કટ દેશપ્રેમનો ધૂપ કર્યો છે. પરિણામે
      કાવ્ય એ ચિત્ર નહિ, પણ દીક્ષા બને છે.”</Poem>
{{Right|(વિવેચના, ૧૯૬૪, પૃ.૨૮૩–૨૮૪)}}
26,604

edits

Navigation menu